હોમ પેજ / ખેતીવાડી / કૃષિ અંતર્ગત માહિતી સંચાર ટેકનોલોજી / કૃષિ વિષયક માહિતી આપતાં વિવિધ પોર્ટલ તેમજ મોબાઈલ એપ્લીકેશન
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

કૃષિ વિષયક માહિતી આપતાં વિવિધ પોર્ટલ તેમજ મોબાઈલ એપ્લીકેશન

કૃષિ વિષયક માહિતી આપતી ટેકનોલોજી વિશે માહિતી

ગુજરાત રાજ્યનાં વિકાસમાં ખેતીનો અગત્યનો ફાળો રહેલો છે. ગુજરાતની બે તૃતીયાંસ વસ્તી કૃષિ વિષયક પ્રવૃત્તિઓમાં રોકાયેલી છે અને તેની આજીવિકા પ્રત્યક્ષ રીતે કૃષિ લગતી વ્યવસાય માંથી મેળવે છે. સામાન્ય રીતે રાજ્યના ગામડાઓ કૃષિ આધારીત જીવન જીવે છે. અને તેમનો કૃષિ એ મુખ્ય રોજગારીનો સ્ત્રોત છે. તેમજ ગામડાના વિકાસનુ ખેતીએ પાયાનું અંગ છે. ગુજરાતના ગામડાંઓના વિકાસ અર્થે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે રાજ્ય સરકારો હંમેશા તત્પર હોય છે. જેમાં અત્યારે સૌથી કૃષિ વિકાસ માં અગત્યનો ફાળો માધ્યમ હોય તો ટી.વી. માં દરરોજ યા સમયાંતરે આવતા વિવિધ કૃષિ લક્ષી કાર્યક્રમો તેમજ કૃષિ આધારીત બનાવેલ વિવિધ કૃષિ પોર્ટલ તેમજ કૃષિ લગતી એપ્લીકેશનો છે. ટી.વી.માં આવતા કાર્યક્રમોથી ગામડાઓના ખેડૂતો મોટે ભાગે વાકેફ છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા સંચાલીત વિવિધ કૃષિ પોર્ટલ કે કૃષિ લગતી મોબાઈલ એપ્લીકેશનોનો  હજુ ગામડાઓમાં મોટેભાગે લોકો અજ્ઞાન છે.

 

સામાન્ય રીતે ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા સંચાલીત વિવિધ યોજનાની માહિતી ગ્રામ સેવક અથવા કૃષિ ખાતાઓમાં રૂબરૂ મુલાકાત તેમજ કૃષિ ખાતાઓના ગામડાંઓ માં થતા વિવિધ કાર્યક્રમો દ્વારા અપાતી હોય છે. અત્યારે ખેતી જ્યારે યુવા પેઢીના હાથમાં આવી છે  ત્યારે કૃષિ લગતા વિવિધ પોર્ટલો અથવા કૃષિ લગતી વિવિધ મોબાઈલ એપ્લીકેશનો ની યુવા પેઢીને માહિતી હોવી આવશ્યક છે. ગામડામાં અત્યારેમોટો વર્ગ મોબાઈલ માં ઈન્ટરનેટ વાપરતો થયો છે ત્યારે કૃષિ લગતી વિવિધ યોજનાની માહિતી તેમને ઘરે બેઠા મળી શકે તેમ છે. અને તેના ઉપયોગ દ્વારા પોતાની ખેતીનો ગામડાઓના અને રાજ્યના વિકાસમાં અગત્યનું યોગદાન આપી શકે તેમ છે. કૃષિ લગતા વિવિધ પોર્ટલની માહિતી તેમજ વિવિધ મોબાઈલ એપ્લીકેશનોની માહીતી નીચે જણાવ્યા મુજબ આપેલ છે.

ખેડૂત વેબ પોર્ટલ:

ખેડૂત વેબ પોર્ટલ એ રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સંચાલીત છે. જે ઘણુ ઉપયોગી છે જેના દ્વારા નીચે જણાવેલ વિવિધ લાભો મેળવી શકાય છે

 

 1. ખેડૂતોને યોજનાકીય લાભો માટે ઓનલાઈન અરજીની સુવિધા છે. જેમાં ખેડૂતોએ જણાવેલ સમયમાં ઓનલાઈન અરજી જરૂરી સહાય કરવા માટેની હોય છે. જેનો અગ્રતાના ક્રમે ખેડૂતે કરેલ અરજીને આધારે સહાયનું ધોરણ મળે છે. જેથી અરજીમાં કોઈ ભષ્ટ્રાચાર થવાની શક્યતા રહેતી નથી.
 2. રાજયના વિવિધ કૃષિ ડીલરોનું લીસ્ટ આપેલ છે જેમાં ડીલરો પાસે ઉપલબ્ધ કૃષિ વિષયક સાધન સામગ્રીની વિગતો મેળવી શકાય છે.
 3. કૃષિ ધિરાણ આપતી રાજ્યમાં આવેલ વિવિધ બેંકો તેમજ સંસ્થાઓની માહિતી આવેલ હોય છે.
 4. કૃષિને લગતી અદ્યતન તાંત્રીક માહિતી તેમજ કૃષિ આનુસાંગિક વિષયોની માહિતી આ પોર્ટલ પર ઉપલબ્ધ છે.
 5. જુદાજુદા એપીએમસી દ્વારા વિવિધ કૃષિ પેદાશોના ભાવ પણ આ પોર્ટલ દ્વારા ઉપલબ્ધ હોય છે.
 6. ખેડૂતોને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ આમ કરવામાં આવેલ છે.

e-પશુ હાટ: (www.e.pashuhatt.gov.in)

e-પશુ હાટ એ ભારત સરકાર સંચાલિત વેબ સાઈટ છે. જેમાં ખેડૂત અથવા અન્ય પશુ પાલકો પોતાના પશુ ઓન લાઈન વેચાણ અને ખરીદી કરી શકશે. ધારો કે રાજસ્થાન નો ખેડૂત ગીર ગાય ગુજરાતમાંથી ખરીદવા માંગે છે તો આ વેબ સાઈટ માંથી ઓન લાઈન ગીર ગાયના ભાવ જાણી શકાશે અને લે વેચ કરી શકશે. જેમાં રજીસ્ટ્રર થયેલા અથવા રજીસ્ટ્રર વગરના પશુનું  વેચાણ થાય છે. તેમજ પશુઓના લગતી અન્ય માહિતી ઉપલબ્ધ છે.

ફારર્મસ પોર્ટલ (www.farmer.gov. in)

ભારત સરકાર દ્વારા સંચાલિત એક “ફાર્મસ પોર્ટલ” ઉપલબ્ધ છે જે ગુજરાતી, હિન્દી, મરાઠી અને મલિયાલમ જેવી ભાષામાં માહિતી ઉપલબ્ધ હોય છે. જેમાં દરેક રાજ્ય પ્રમાણે નીચે મુજબની લીંન્કો પ્રમાણે વિવિધ માહિતીઓ પૂરી પાડે છે.

 1. ઈનપુટ: આ લીંન્ક હેઠળ બિયારણ, વિક્રેતા, વિવિધતા ખાતર, જંતુનાશક અને કૃષિ મશીનરીની માહિતી આપવામાં આવે છે.
 2. પાક વ્યવસ્થાપન: આ લીંન્ક હેઠળ વિસ્તરણ પ્રવૃત્તિઓ, એગ્રોમેટ સલાહકારી અને ખેડૂત અનુકુળ સામગ્રી ની માહિતી આપવામાં આવે છે.
 3. કાપણી પછી: સ્ટોરેજ, કોલ્ડ સ્ટોર્સ અને બજાર ભાવ વગેરેની માહિતી આપવામાં આવે છે.
 4. રિસ્ક વ્યવસ્થાપન: આ મેનુ હેઠળ દુષ્કાળ મેનેજમેન્ટ, રિસ્ક વ્યવસ્થાપન, આકસ્મિક યોજનાઓ, વીમો/ધિરાણ વિગેરેની માહિતી ઉપલબ્ધ હોય છે.
 5. એક્સપોર્ટ/ઈમ્પોર્ટ: આમાં માલના નિકાસ અને આયાત તેમજ વિવિધ નિકાસ ઝોનની માહિતી હોય છે
 6. આ સિવાય પશુ રોગ, રોગ અને તેના લક્ષણો તેમજ વીમા પ્રિમીયમ વિગેરેની માહિતીઓ માટે પણ લીંન્કો હોય છે.

ફાર્મ મેકેનાઈઝેશન અને ટેકનોલોજી પોર્ટલ

આ પોર્ટલમાં જુદા-જુદા રાજ્યોની ભાષાઓ અને અંગ્રેજીમાં ખેતીની યાંત્રીકરણ અને તાંત્રિકતા વિવિધ મશીનરીઓની માહિતી આપવામાં આવે છે.  તેમજ અંગ્રેજીમાં ખેતી સાધનો બનાવતા ભારતભરના મેન્યુફેક્ચરોંનું લીસ્ટ પણ ઉપલબ્ધ હોય છે, વિવિધ સહકારી સંસ્થાઓની માહિતીની તેમજ સાધનોના અધિકૃત ટેસ્ટીંગ સેન્ટરોની માહિતી હોય છે.

મોબાઈલ એપ્લીકેશન:

૧.    કિશાન સુવિધા:

આ મોબાઈલ એપ્લીકેશન દ્રારા ડિલરને લગતી માહિતી, બજારભાવ, પાકસંરક્ષણ, સંકલિત જીવાત નિયંત્રણ અને અન્ય ખેતી વિષયક સેવાઓ લગતી માહિતી આપવામાં આવે છે. આ ઉપરાંત હવામાનની સાવચેતી, દેશમાં જુદા જુદા રાજયોનાં ઉચ્ચતમ બજાર ભાવની માહિતી પણ આ એપ્લીકેશનમાં ઉપલબ્ધ છે.

પાક વીમો

આ મોબાઈલ એપ્લીકેશન દ્રારા જુદા જુદા વિસ્તારોમાં આવેલા પાકોમાં વીમાને લગતી માહિતી જેવી કે વીમાની રકમ, ખેડૂતોને મળવાપાત્ર લોનની રકમ વગેરેની માહિતી પુરી પાડવામાં આવે છે.

એગ્રી માર્કેટ:

આ એપ્લીકેશન દ્રારા પોતાના આજુબાજુના વિસ્તારોમાં ચાલતા કૃષિ વિષયક લગતા પાકોના ભાવોની માહિતી મેળવી શકાય છે.

પશુ પોષણ:

એનડીડીબી દ્રારા આ એપ્લીકેશનનું નિર્માણ થયેલુ છે. જે એન્ડ્રોઈડ બેઝ સોફટવેર દ્રારા સંચાલિત મોબાઈલ કે ટેબલેટ દ્રારા ચલાવી શકાય છે. આ એપ્લીકેશન દ્રારા પશુને લગતી વિવિધ માહિતીઓ આપવામાં આવે છે. તેમજ પશુપાલકોના વિસ્તારમાં વપરાતી વિવિધ પશુ આહારમાં મિનરલ મીક્ષર લેવાની માહિતી પણ આપવામાં આવે છે.

ડિજીટલ મંડી ઈન્ડિયા:

આ એપ્લીકેશન દ્રારા દેશના વિવિધ રાજયોના વિવિધ જીલ્લામાં આવેલી કૃષિ વિષયક મંડળીઓના કૃષિ લગતા પાકોના ભાવ જાણી શકાય છે.

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ

3.09523809524
બરવાળીયા પંકજ Jun 04, 2020 01:05 PM

હું અમરેલી જિલ્લાના સાવર કુંડલા તાલુકાના થોરડી ગામનો વ્યક્તિ સુ મને એક પ્રશન થાય સેકે આપડે બધા કોઈપણ વસ્તુ લેવા માર્કેટ માં જવી અથવા મિલ માલિક વોય કે પસીકોઈ પણ દુકાનદારો વોયકે શોરૂમ વોય કેપસી એક નાની ખીલી લેવાજવી તોપણ તે પોતે ભાવ નકી કરેસે તો આ ખેડૂતો કેમ પોતાના ખેતર માં વાવેલા પાક નો ભાવ નક્કી નથી કરી શકતા મને આ નથી સમજાતું તો તમે આના વિસે મને થોડુંક માર્ગ દર્શન આપો એવી અપેક્ષા રાખું સુ આભાર

Chauhan Chetan Oct 16, 2018 11:28 AM

બજાર ભાવ આપો

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top