મુખ્ય પાકના છોડની આજુબાજુ આવેલ ખુલ્લી જમીનને પાક અવશેષો ઘાસ પ્લાસ્ટિક વગેરે વડે ઢાંકવાની પ્રક્રિયાને આવરણ (મલ્ચિંગ) કહે છે. આ પ્રક્રિયાને કારણે જમીનમાં મૂળ વિસ્તારની આજુબાજુ કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ વધવાથી પાણી, ફોસ્ફરસ અને અન્ય સૂક્ષ્મ તત્વોની લભ્યતામાં વધારો થાય છે જેથી કરીને સરવાળે પાકની વૃદ્ધિ અને વિકાસમાં વધારો થાય છે. આજના પ્લાસ્ટિક યુગમાં પ્લાસ્ટિક મલ્ચિગ ખેતીમાં પ્લાસ્ટિકના વિવિધ ઉપયોગોમાંનો સૌથી અસરકારક અને સરળ ઉપાય છે. પ્લાસ્ટિક મલ્ચિર જમીનમાંથી ભેજને ઉડી જતો અટકાવી પાણીનો બગાડ અટકાવે છે અને ઉત્પાદન વધારે છે.
મલ્ચિગ ટેકનોલોજીનો સૌરાષ્ટ્રમાં ખૂબ જ અવકાશ છે. મોટે ભાગે તડબુચના પાકમાં તેનો સવિશેષ ઉપયોગ થવા લાગ્યો છે. આ ઉપરાંત ટામેટી, મરચી, તૂરિયા, કાકડી વગેરે જેવા શાકભાજીના પાકોમાં તેમજ કપાસમાં પણ મલ્યનો સફળતાપૂર્વક ઉપયોગ થાય છે. મલ્ચિગ માટે પ્લાસ્ટિક થોડું મોંઘુ હોવા છતાં તેનો વપરાશ વધતો જાય છે. હાલના સંજોગોમાં એલએલડીપીઈનો ઉપયોગ વધુ જાણીતો બન્યો છે કારણ કે ખૂબ પાતળું હોવા છતાં વધુ મજબૂતાઈ ધરાવે છે જેથી ફાટતું નથી કે કાણાં પડતા નથી તેમજ તે વધારે પાતળું હોવાથી ઓછા વજનમાં વધુ વિસ્તારમાં પાથરી શકાય છે. આમ ખર્ચ પણ ઓછો થાય છે. આ ઉપરાંત ભેજ સંગ્રહ તેમજ નીંદણનું પણ નિયંત્રણ થાય છે. સૌરાષ્ટ્રમાં મલ્મ માટે મુખ્યત્વે સિલ્વર બ્લેક પ્લાસ્ટિક વપરાય છે જે જમીનનું તાપમાન જાળવી રાખે છે. પ્લાસ્ટિક પાથરવા મલ્ય લેઈંગ મશીનનો ઉપયોગ કરવાથી મજૂરી ખર્ચ ઓછો આવે છે અને પ્લાસ્ટિક જમીન પર વ્યવસ્થિત રીતે અને ઓછા સમયમાં પાથરી શકાય છે.
ક્રમ |
ફિલ્મ ની જાડાઈ |
પાકની ભલામણ |
૧ |
૭ માઈક્રોન |
મગફળી |
૨ |
૧૫-૨૫ માઈક્રોન |
ટૂંકી મુદત ના પાકો:રીંગણ ,ટામેટા ,ભીંડા,કાકડી ,કોબીજ |
૩ |
૫૦ માઈક્રોન |
મધ્યમ મુદતના પાકો:પપૈયા ,ગલગોટા ,અન્ય ફળ ફૂલ |
૪ |
૧૦૦ માઈક્રોન |
લાંબીમુદતના પાકો:કેરી,નાળીયેરી,ચીકુ, જામફળ |
સ્ત્રોત :ઓગસ્ટ-૨૦૧૭, વર્ષ :૭૦, સળંગ અંક :૮૩૨, કૃષિ ગોવિદ્યા,
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/21/2020