অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઉમંગ: વિવિધ સરકારી સેવાઓ મેળવવા માટેનો એકીકૃત મોબાઈલ એપ્લિકેશન

ઉમંગ: વિવિધ સરકારી સેવાઓ મેળવવા માટેનો એકીકૃત મોબાઈલ એપ્લિકેશન

ભારત સરકાર આગામી વર્ષોમાં ભારતને સંપૂર્ણપણ ડિજિટલ બનાવવા તરફ ખૂબ આતુર રહી છે અને તે દિશામાં કામ કરી રહી છે. તે હેતુથી ભારત સરકાર દરેકને ડિજિટલ વ્યવહારો માટે પ્રોત્સાહિત કરી રહી છે. જેથી દરેક કામનું ઝડપી અને પારદર્શી નિવારણ કરી શકાય. તે માટેનો એક પહેલ છે. ઉમંગ ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામને પ્રોત્સાહન આપવું. ‘ઉમંગ’ એ યુનિફાઈડ મોબાઈલ એપ્લિકેશન ફોર ન્યુ-એજ ગવર્નન્સ (UMANG- Unified Mobile Application for New age Governance) માટે વપરાય છે અને તેના દ્વારા ઈ-ગવર્નન્સ બનાવવાની કલ્પના કરવામાં આવી છે. આ એપ્લિકેશન ઈલેકટ્રોનિકસ અને ઈન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) અને નેશનલ ઈ-ગવર્નન્સ ડિવિઝન (NeGD) દ્વારા બનાવવામાં આવી છે જેથી મ્સ ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામને પ્રોત્સાહન મળે. આ એપ્લિશન લોન્ચ કરવાનો મુખ્ય ધ્યે ભારતના નાગરિકો બધી જ પ્રવૃત્તિઓ એક જ પ્લેટફોર્મ દ્વારા ઓનલાઈન કરી શકે. ફક્ત એક ક્લિકમાં- તે પાસપોર્ટ, આધારકાર્ડ, પાન કાર્ડ, ગેસ સિલિન્ડર, પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ વગેરે વિષે જાણવા અથવા સંબંધિત પ્રશ્નો ઉકેલવા મદદરૂપ થઈ શકે. ટૂંકમાં એપ્લિકેશન દ્વારા સરકારશ્રી મૂળભૂત રીતે લગભગ તમામ સરકારી મોબાઈલ એપ્લિકેશનોને એક જ પ્લેટફોર્મ દ્વારા પુરી પાડવાનો અભિગમ છે. ઉમંગ પર હાલમાં ૧૨ રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પ૭ વિભાગની લગભગ ૨૫૦સરકારી સેવાઓ મેળવવા માટે એક જ એપ્લિકેશનને ઈન્સ્ટોલ કરી મેળવી શકીએ છીએ.

 

કાર્ય પદ્ધતિ અને સેવાઓ

ઉમંગ એપ્લિકેશન કેન્દ્રથી સ્થાનિક સરકારી સંસ્થાઓ અને અન્ય નાગરીક કેન્દ્રિત સેવાઓ જેવી કે એક મોબાઈલ એપ્લિકેશન પર આધાર અને ડિજીલોકર જેવી તમામ ભારત સરકારની સેવાઓ પૂરી પાડે છે. હાલમાં ઉમંગ એપ્લિકેશન પર વિવિધ સેવાઓ પૂરી પાડે છે જેમાં કૃષિ, શિક્ષણ, રોજગાર અને કુશળતા, ઊર્જા, નાણાં, આરોગ્ય, આવાસ, પોલીસ, જાહેર ફરિયાદ, આવક, પરિવહન અને ઉપયોગિતાનો સમાવેશ થાય છે. જો કે આગામી દિવસોમાં અન્ય ઘણી સેવાઓ સાથે એકીકરણ પ્રદાન કરશે.

એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરશો ?

ઉમંગ એપ્લિકેશન એન્ડોઈડ, આઈઓએસ અને વિન્ડો ઓપરેટીંગ સિસ્ટમ માટે ઉપલબ્ધ છે. તે ગુગલ

પ્લે સ્ટોર, એપલના એપ સ્ટોર અને વિન્ડોઝ સ્ટોરથી કોઈપણ ખર્ચ વગરડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. આ એપ્લિકેશન મોબાઈલ એપ્લિકેશન, વેબ, આઈવીઆર, અને એસએમએસ જેવી ઘણી ચેનલ્સ પર ઉપલબ્ધ છે અને સ્માર્ટફોન, ફીચર ફોન, ટેબ્લેટસ અને ડેસ્કટોપ દ્વારા એક્સેસ કરી શકાય છે.

ઉમંગ એપ્લિકેશન એકાઉન્ટ કેવી રીતે બનાવવું અને તેનો ઉપયોગ કરવો ?

  1. એપ્લિકેશન ખોલો અને એકાઉન્ટ બનાવવા માટે નામ, વય, જાતિ, ફોન નંબર અને આધાર વિગતો જેવી વિગતો દાખલ કરો.
  2. અન્ય વિગતો પણ સંપાદિત કરો.
  3. ઉમંગ એકાઉન્ટ બનાવ્યા પછી એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે સેવા વિભાગમાં જાઓ.
  4. એપ્લિકેશનમાં સોર્ટ પર સેવા વિભાગ, કેટેગરીઝ અને સેવાઓને ફિલ્ટર કરો. તેમાંથી શ્રેષ્ઠ પરિણામ ફિલ્ટર કરવા માટે, શ્રેણી અને સેવાનો પ્રકાર પસંદ કરો અને શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે રાજયનું નામ દાખલ કરો.
  5. વિકલ્પ સોર્ટ કર્યા પછી ફક્ત આપણી જરૂરિયાતને અનુકૂળ હોય તે વિકલ્પ પર જાવ અને એપ્લિકેશન દ્વારા નક્કી કરાયેલ પ્રક્રિયા સાથે આગળ વધો.

ત્યાં આપણે તમામ સરકાર આધારિત મહત્ત્વપૂર્ણ પોર્ટલ અને એપ્લિકેશન્સ શોધી શકીએ છીએ. જયાં આપણે સરળતાથી આપણી આઈડી અને સેવાઓને ટ્રેક કરી શકીએ છીએ. આપણે આ સેવા માટે પૈસાની ચૂકવણી કરવાની જરૂર નથી. આ દરેક ભારતીય નાગરિક માટે સંપૂર્ણપણે મફત છે. આઈફોન માટે ઉમંગ એપ્લિકેશન ડાઉનલોડનો બીજો વિકલ્પ પણ આઈફોન વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે.

ક્રમ

કૃષિ એપ્લિકેશન

 

પુરી

પાડનાર

1

AKPS

એપ્લિકેશન દ્વારા ખેડૂતો તેમને | મૂંઝવતા પ્રશ્નો પૂછી શકે છે

 

આંધ્રપ્રદેશ સરકાર

2

Buyer Seller-mkisan

આ પોર્ટલ દ્વારા ખેડૂત માલની  ઓનલાઈન લે-વેચ કરી શકે છે

 

ભારત સરકાર

3

Crop Insurance

આ એપ્લિકેશન દ્વારા પાકના  વીમાની રકમ અને પ્રીમિયમની ગણતરી કરી શકે છે.

 

ભારત સરકાર

4

Directorate of Marketing & Inspection

આ એપ્લિકેશન દ્વારા પાકની માર્કેટ કિંમત જાણી શકે છે

 

ભારત સરકાર

 

5

Extension Reforms

આ એપ્લિકેશન દ્વારા ખેડૂતો AATMA અંતર્ગત યોજનાઓની  માહિતી મેળવી શકે છે

 

ભારત સરકાર

 

6

Farm Mechanism

આ એપ્લિકેશન દ્વારા ખેડૂતો વિવિધ ફાર્મ મશીનરીઓની માહિતી મેળવી શકે છે.

 

ભારત સરકાર

 

7

 

Kisan Suvidha

આ એપ્લિકેશન દ્વારા ખેડૂતો વિવિધ  કૃષિ સંલગ્ન અને હવામાનની માહિતી મેળવી શકે છે

 

ભારત સરકાર

 

8

m4agriNEL

મેઘાલય રાજયના લોકો વિવિધ કૃષિ સંલગ્ન માહિતી મેળવી શકે છે.

મેધાલય સરકાર

 

9

Soil Health Card

આ એપ્લિકેશન દ્વારા ખેડૂતો તેમના  ખેતરના જમીન સ્વાસ્થને લગતી માહિતી મેળવી શકે છે.

 

ભારત સરકાર

 

ઉમંગ પર ઉપલબ્ધ અન્ય સેવાઓ

આ ઉપરાંત ઉમંગ પર નીચે મુજબની અન્ય સેવાઓ મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઉપલબ્ધ છે.

ઈપીએફઓ (EPFO) : ઈપીએફઓ ભારતના સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે પી.એફ. નું નિરીક્ષણ કરવા સેન્ટ્રલ બોર્ડને સહાય કરે છે. એપ્લિકેશનમાં આપેલી સેવાઓ સામાન્ય શોધ સેવા અને કર્મચારી સેવાઓ છે.

માય પેન: નવી પેન કાર્ડ એપ્લિકેશન ૪૯એ ઉપલબ્ધ છે. આપણે સી.એસ. એફ. ફોર્મનો ઉપયોગ કરીને પાન કાર્ડ વિગતો બદલી શકીએ છીએ.

પેન્શન પોર્ટલ : પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ કેન્દ્રિય સરકારી પેન્શનરો કૌટુંબિક પેન્શનરના પેન્શન અને અન્ય નિવૃત્તિ લાભો સંબધિત નીતિઓના નિર્માણ માટેનો વિભાગ છે.

સીબીએસઈ (CBSE) : એક એવી એપ્લિકેશન જયાં આપણે પરીક્ષાના પરિણામો જોઈ શકીએ છીએ અને તમામ સીબીએસઈ બોર્ડ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પરીક્ષા કેન્દ્રની શોધ કરી શકીએ છીએ. અંગેની માહિતી તપાસી અને ડબલ સિલિન્ડર કનેકશનની વિનંતી કરી શકીએ છીએ.

-પાઠશાળા : ઇ-પાઠશાળા એ માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એમએચઆરડી-MHRD) સરકારની પહેલ છે. શૈક્ષણિક સંશોધન અને તાલીમ નેશનલ કાઉન્સિલ (એનસીઈઆરટી-NCERT) પણ ઉમંગ પર ઉપલબ્ધ સેવાઓમાં સામેલ છે. વિદ્યાર્થીઓ, માતાપિતા અને શિક્ષકો ઈ-પુસ્તકો, ઑડિઓઝ અને વિડિઓઝ એકસેસ કરી શકે છે.

જીએસટી (GST) : ગુડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ નેટવર્ક જીએસટી સંબંધિત આઈટી ઈફ્રાસ્ટ્રકચર અને સેવાઓ પૂરી પાડે છે. નોંધણી અને જીએસટી કરદાતાઓ, જીએસટી ચૂકવણી અને વળતર ફાઈલની શોધમાં તે મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

એચપી ગેસ, ભારત ગેસ, ઈન્ડેન ગેસ : ગેસના ગ્રાહકો વિવિધ એલ.પી.જી. સંબંધિત સેવાઓ જેમ કે સિલિન્ડર નોંધવું, ઓનલાઈન ચૂકવણી, રિફિલ ઈતિહાસ વગેરે મેળવી શકે છે.

એનપીએસ (NPS) : ઉપભોકતચા પિઆરએન (PRN) અને પાસવર્ડનો ઉપયોગ કરી નવીનતમ એકાઉન્ટમાં વિગતો એકસેસ કરી શકે છે. ઉપભોકતા એકાઉન્ટની માહિતી દ્વારા બ્રાઉઝ કરી શકે છે. પરિવહન સેવા વાહન : ડીજીલોકર દ્વારા વાહનની નોંધણી પ્રમાણપત્ર તપાસી અને ડાઉનલોડ કરી શકાય છે.

પાસપોર્ટ સેવા : પાસપોર્ટ સેવા વિદેશ મંત્રાલયની એક પહેલ છે. તે પાસપોર્ટ સંબંધિત સેવાઓની પહોંચ માટે સરળ, કાર્યક્ષમ અને પારદર્શક પ્રક્રિયાઓને સક્ષમ કરે છે.

ઈન્કમ ટેકસ : કરદાતા એડવાન્સ ટેક્સ સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ અને અન્ય કર જેવા કર ચૂકવી શકે છે.

ફામાં સહી દામ : ફાર્મા સહી દામ એ દવાઓની ખરીદીના સમયે અને દવાના વિકલ્પોની શોધ માટે તરત જ અનુસૂશ્ચિત બિન-અનુસૂચિત દવાઓના ભાવની તપાસ કરવા માટે ઓનલાઈન શોધ સાધન છે.

ડિજિસેવક : એક પ્લેટફોર્મ જયાં આપણે ફીલાન્સ સરકારી સંસ્થાઓ દ્વારા પોસ્ટ નોકરીઓ માટેની અરજી કરી શકીએ છીએ.

-ધારા લેન્ડ રેકોર્ડઝ : વપરાશકર્તાઓ (ગુજરાત રાજય) તેમના જિલ્લા, તાલુકા અને ગામના સંદર્ભમાં ૭/૧૨, ૮૧૨ અને ૬/૧૨ના તેમના જમીન રેકોર્ડ જોઈ શકે છે. (તે અંગ્રેજી, હિન્દી, આસામી, ગુજરાતી, બંગાળી, કન્નડ, ઉડીયા, પંજાબી, મલાઈલામ, મરાઠી, તમિલ, તેલુગુ, ઉર્દુ જેવી ૧૩ ભાષાઓમાં ઉપલબ્ધ છે.)

ઉમંગ એ એવી એક મોબાઈલ એપ્લિકેશન છે જેના દ્વારા આપણે લગભગ તમામ સરકારી સેવાઓનો એક જ પ્લેટફોર્મ મારફત આંગળીના ટેરવે ઉપયોગ કરી શકીએ છીએ, ઉમંગ એ ભારતને ડિજિટલ બનાવવા માટે એક પહેલ છે. આ એપ્લિકેશન દ્વારા ભારતને ડિજિટલ સક્ષમ બનાવવાનો એક ઉમદા પ્રયાસ છે જેનો ઉપયોગ કરી આપણે ડિજિટલ ઈન્ડિયાનું સપનું સાકાર કરવામાં સહભાગી થઈએ.

સ્ત્રોત: સપ્ટેમ્બર-ર૦૧૮,વર્ષ : ૭૧ અંક : ૫ સળંગ અંક : ૮૪૫ કૃષિગોવિધા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate