હોમ પેજ / ખેતીવાડી / કાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન / સ્વચ્છ ભારત અભિયાન દ્વારા સેન્દ્રિય ખાતર બનાવો
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સ્વચ્છ ભારત અભિયાન દ્વારા સેન્દ્રિય ખાતર બનાવો

સ્વચ્છ ભારત અભિયાન દ્વારા સેન્દ્રિય ખાતર બનાવો

પ્રત્યેક ગામડાનો નાગરિક પોતે ગામમાં, સીમમાં કે પડતર જગ્યાએ કમ્પોસ્ટ પીટ બનાવી સેન્દ્રિય ખાતરો બનાવી શકે. તે કામગીરી વ્યક્તિગત કે ગ્રામ પંચાયત મારફત થવી અત્યંત જરૂરી છે. નહીંતર આઝાદીના આટલા વર્ષો બાદ (૬પ વર્ષ) ગામડામાં “કમ્પોસ્ટ પીટ” બનાવી સેન્દ્રિય ખાતરો બનાવી શકે છે. તે કામગીરી વ્યક્તિગત કે ગ્રામ પંચાયત મારફત થવી અત્યંત જરૂરી છે. આઝાદીના આટલા વર્ષો બાદ (૬૫ વર્ષ) ગામડાઓમાં “કમ્પોસ્ટ પીટ’ બન્યા નથી પ્રત્યેક જિલ્લા, તાલુકાને ગ્રામ પંચાયતનેસબસિડી આપવા છતાં શક્ય બન્યું નથી. તેવી જ રીતે તાલુકામાં ને શહેરમાં સોસાયટી દીઠ કે સમૂહમાં કચરો એક્કો કરી તેમાંથી કાચ, પ્લાસ્ટિક કે ન સડે તેવો કચરો જુદો પાડીને સેન્દ્રિય પદાર્થોમાંથી સેન્દ્રિય ખાતરો બનાવી શકાય. આમ શ્ચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થાનો વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને સેન્દ્રિય ખાતરો બનાવી શકાય છે. એક અંદાજ પ્રમાણે સો ટકા અમલીકરણ થાય તો દેશની રાસાયણિક ખાતરોની જરૂરિયાત અડધી થઈ જાય અને ખેતીની ઉત્પાદકતામાં જબરજસ્ત ક્રાંતિ આવી શકે તેમ છે, પરંતુ આ અશક્ય નથી જ. હકારાત્મક વલણ અપનાવીને કયાંકથી તો શરૂઆત કરવી પડશે. તેવી જ રીતે સુએઝનું  પાણી-મૂતરડી કે સંડાસના પાણીને રીસાયક્લ કરી તેની સાથે મિશ્ર કરી સેન્દ્રિય ખાતર બનાવી શકાય અને ગંદકી નહીંવત કરી શકાય. હાલની પરિસ્થિતિમાં સુએઝનું પાણી નદીનાળામાં ચાલ્યું જાય છે ને સ્વચ્છ પાણીમાં મિશ્ર થઈને ગંદકી ફેલાવે છે. સંકલનના અભાવના કારણે દેશ દિન પ્રતિદિન અસ્વચ્છ બનતો જાય છે તેવા સંજોગોમાં સઘન પ્રયત્ન શરૂ કરવાની અત્યંત જરૂર છે. વર્તમાનકાળમાં જે તે પરિસ્થિતિની વચ્ચે ચાલો ગાડુ, તાલુકો ને શહેરને સ્વચ્છ કરવા માટે સેન્દ્રિય પદાર્થોમાંથી સેન્દ્રિય ખાતરો કેમ બનાવવા તેના વિષે વિચારીને અમલીકરણ કરીશું.

કમ્પોસ્ટ પીટ બનાવવા માટેની જરૂરિયાત :

ગ્રામ્ય કક્ષાએ ભારતમાં ગામડા તાલુકો શહેરનો પ્રત્યેક ખેડૂતો નાગરિક) કમ્પોસ્ટ પીટ’ (ખાતરનો ખાડો) સેન્દ્રિય પદાર્થોનું હવા, ભેજને સૂક્ષ્મ જીવાણુઓની હાજરીમાં જૈવિક રૂપાંતર કરીને સેન્દ્રિય ખાતરો બનાવીને જમીનની ફળદ્રુપતા ને ઉત્પાદકતામાં નિશ્ચિત રીતે વધારીને દેશની સમૃદ્ધિને બચાવી દેશને સ્વચ્છ બનાવી દેશનું ગૌરવ વધારીએ.

કમ્પોસ્ટ પીટ બનાવવાના પાયાના લભ્ય સ્ત્રોતો :

 • પાકના અવશેષો, ઘાસ, ગોતર, નીંદામણ
 • વૃક્ષોના ખરી ગયેલા અવશેષો, લીલા પાનને ફૂલ ડાળીઓ
 • પશુઓના ખાધા બાદ વધેલ ચારો, દાબો • પશુઓના મળમૂત્ર, ગોબર, છાણ વગેરે
 • શહેરી વિસ્તારનો સેન્દ્રિય કચરો-સુએજ/સ્લજ
 • ખેત ઉદ્યોગોની આડપેદાશ • કાંપહલકી ગ્રેડના કુદરતી ખનીજો

કમ્પોસ્ટ પીટ ક્યાં બનાવી શકાય ?

વાડીએ- પડતર જગ્યાએ, વૃક્ષોની નજીક, તાલુકા / શહેર / સોસાયટીને જાહેર જગ્યાએ, જયાં કચરો ભેગો થતો તે જગ્યાએ, જયાં પાણીની સ્ત્રોત મળી શકે ને વરસાદ તાપથી રક્ષણ કરે તેવી યોગ્ય જગ્યાએ પસંદગી કરી શકાય.

કમ્પોસ્ટ પીટનું માપ :

સામાન્ય રીતે જગ્યાએ ૧ મીટર ઊંડાઈ, ૧.૫ મીટર પહોળાઈ અને કાર્બોદિત પદાર્થોની લભ્યતા મુજબ આશરે પ થી ૩૦ મીટર લંબાઈનો ખાડો બનાવવો તંદુરસ્ત સ્થાનિક પરિસ્થિતિ મુજબ સેન્દ્રિય પદાર્થોના જથ્થાની લભ્યતાને ધ્યાને રાખી ખાડાનું માપ રાખવું.

કમ્પોસ્ટ ખાતર બનાવવાની રીત :

કપાસની કરાંઠી- ઘઉનું પરાળ કે ખેતરનો વધારાનો ક્યારો, નીંદામણ, તાલુકાને શહેરમાં શાકભાજીનો કચરો, કાગળો તથા અન્ય કાબૉદિત પદાર્થો કે કોઈપણ સેન્દ્રિય પદાર્થોના નાના-નાના ટૂકડા કરી વૈજ્ઞાનિક રીતે ખાડામાં વ્યવસ્થિત રીતે થર કરી કે પાથરી તેમાં થોડા છાણની રબડીનો છંટકાવ કરી સેન્દ્રિય ખાતર બનાવવા માટે સીલાઈટીક બેક્ટરીયા. એક ટન સેન્દ્રિય પદાર્થો દીઠ એક કિલો (માધ્યમ) પ્રમાણે તેનું ર0 લિટર પાણીમાં દ્રાવ્ય બનાવી ટુકડાના થર ઉપર છંટકાવ કરી અને છેલ્લે આ ખાડાને ઢાંચ મિોરમ) અથવા માટીથી ઢાંકી હવાચુસ્ત કરીને તેના ઉપર પાણીથી વ્યવસ્થિત રીતે પલાળવું. ત્યારબાદ તે જ સ્થિતિમાં રાખવું અને એકાદ માસ બાદ તેને વ્યવસ્થિત રીતે ફેરવવું તથા તેમાં જૈવિક કલ્ચર ઉમેરવું. ત્રણ માસમાં તેમાંથી ગળતીયું ખાતર બની જો તેને ખેતી પાકોમાં વાપરી શકાય.

કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે અળસિયાનો ઉપયોગ :

અળસીયા બે પ્રકારના હોય છે. (૧) જમીનમાં નીચે રહેનાર તથા માટી ખાનાર અને (૨) જમીનના ઉપરના ભાગે રહી ક્યો. અવશેષો ખાનાર, આ બંને જાતીઓ જેવી કે એનેજીક ને એપેજીક સેન્દ્રિય ખાતર બનાવે છે જેમાં ઈસીનીયા ફોટડા, યુડીલસ યુજીની અને પેરિયોનિક્સ સેકસાવેટસ મુખ્ય જાતો છે.

સેન્દ્રિય તથા અળસિયા ખાતરના કાયદાઓ :

 • સ્વચ્છતા થાય કશ્ચરાનો યોગ્ય નિકાલ કરી તેનો સદઉપયોગ થવાથી દેશની સમૃદ્ધિ વધે.
 • ખેતર, બગીચા, ગાર્ડનમાં તેના ખાતરનો ઉપયોગ કરવાથી ખર્ચ ઘટે, સમતોલ પોષકતત્વો મળે.
 • જમીનનું પોત સુધારે છે.
 • જમીનની પાણી ગ્રહણ કરવાની તેમજ સંગ્રહ કરવાની ક્ષમતા વધારે છે.
 • પાકને સૂક્ષ્મ દ્રવ્યો મોટા પ્રમાણમાં મળે છે.
 • જમીનમાં ઉપયોગી જીવાણુંઓની સંખ્યામાં વધારો થાય છે.
 • જમીનની ઉત્પાદન ક્ષમતા વધારે છે તેમજ ટકાવી રાખે છે. •
 • કચરાનો નિકાલ થવાની આરોગ્યને લગતા પ્રશ્નો ઘટે છે.

શહેર તથા ગ્રામ્ય ક્યરાનો ઉપયોગ :

શહેર તથા ગ્રામ્ય વિસ્તારનો કચરો (જેમાંથી કાચ ને પ્લાસ્ટિક દૂર કરી) મળમૂત્ર, ગટરનો નિકાલ સુએઝ તથા સેઝ, ગટરમાં સારા પ્રમાણમાં પોષક તત્વ ધરાવે છે. સૂક્ષ્મ તત્ત્વોનું પ્રમાણ સવિશેષ હોય છે જેનું કમ્પોસ્ટ બનાવી- સ્વચ્છતા તથા સેન્દ્રિય પદાર્થોમાંથી સુંદરને ઉત્તમ ખાતરો બનાવી શકાય છે. સંસ્થા, પંચાયત, હોસ્પિટલ, જાહેર સ્થળો નિશ્ચિત રીતને યાંત્રિક ટેકનોલોજીનો ઉપયોગ કરી કમ્પોસ્ટ બનાવી ઉપયોગ કરી શકાય છે. ખેત ઔદ્યોગિક આડપેદાશનો ઉપયોગ કરી સેન્દ્રિય ખાતરો બનાવી શહેરને સ્વચ્છ બનાવી શકાય છે.

સ્વચ્છ ભારતની કલ્પના રમણીય છે. ગાંધીજીએ સ્વચ્છ ગામડાની કલ્પના કરેલ પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સંપૂર્ણ સ્વચ્છ ભારતની કલ્પના સુંદર છે. દિશનો પ્રત્યેક નાગરિક જાગૃત્તપણે તેમાં જોડાય તો સુંદર સ્વ. સાકાર થાય, દેશનો પ્રત્યેક નાગરિક પોતે સ્વચ્છતાનો આગ્રહ રાખે ને જેટલા લોકોના સંપર્કમાં આવે તિ બધાને તેનું શિક્ષણ આપે તે અત્યંત જરૂરી છે. ઉપરાંત સરકારી-અર્ધસરકારી, હોસ્પિટલો, સ્વાયત સંસ્થાઓ સમૂહમાં કાર્ય ઉપાડે તો જ શક્ય બને. જાહેર સ્થળો, શાળા, કોલેજ, કચેરીઓ વગેરે પ્રત્યેક સ્થળોએ સેન્દ્રિય પદાર્થોને એકઠો કરી તમાંથી કાચ, પ્લાસ્ટિકને અલગ કરીને કમ્પોસ્ટ પીટ બનાવી સેન્દ્રિય ખાતરો બનાવે તો ક્યરામાંથી સોનુ બની જાય.

style="text-align: justify; ">સ્ત્રોત : ડો. જે. એન. નારીયા, ડો. હેમાંગી. મહેતા, ડો. વી.પી. ચોવટીયા,

કૃષિ મહાવિદ્યાલય જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી , અમરેલી

કૃષિ ગોવિદ્યા , જુલાઇ - ૨૦૧૫ વર્ષ : ૬૮ અંક : ૮ સળંગ અંક : ૮૦૭

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ

2.72727272727
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top