વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

રાઈસ બ્રાન ઓઈલ

રાઈસ બ્રાન ઓઈલ વિશેની માહિતી આપવામાં

આપણા ગુજરાત રાજયમાં રોપાણ ડાંગર આશરે ૬૦–૭૦ ટકા અને બિન પિયત ઓરાણ ડાંગર ૩૦–૪૦ ટકા વિસ્તારમાં થાય છે. સને વર્ષ ર૦૧૬–૧૭ દરમ્યાન ગુજરાત રાજયનો ડાંગર વિસ્તાર ૮.૪૦ લાખ હેકટર અને ઉત્પાદન ૧૯.૬૦ લાખ મેટ્રીક ટન મળેલ છે. ડાંગરના પીલાણ બાદ મિલમાંથી ઘણી ઉપપેદાશો મળે છે. રાઈસ મિલમાં ડાંગરનું મિલિંગ કરતાં સરેરાશ પ૦ ટકા ચોખા, તુટી નાના ટુકડા થઈ ગયેલ ચોખાને કણકી કહે છે, જે સરેરાશ ર૦ થી રર ટકા આસપાસ મળે છે. કુશકી તથા ઉપપેદાશોમાં ડાંગરની ફોતરી (ર૦ થી રર ટકા), ચોખાની કુશકી, બ્રાન ઓઈલ (પ ટકા) અને ભુસું (ર ટકા) મળે છે. આથી રાઈસ મિલિંગ ઉધોગને તેમાંથી મળતી ઉપપેદાશોમાં બ્રાન ઓઈલ ધ્વારા મૂલ્યવર્ધન કરી વધુ નફાકારક બનાવી શકાય છે. ભારતમાં સને ર૦૧૩–૧૪માં કુલ ૧૪.૬ લાખ ટન ક્ષમતા હોવા છતાં ૯.૦ લાખ ટન બ્રાન તેલનું ઉત્પાદન કરવામાં આવેલ છે. જેમાં ભારત સૌથી વધુ તૈયાર કરનાર દેશ છે. ત્યાર  બાદ જાપાન, ચાઈના અને થાઈલેન્ડ આવે છે. ૩.૦ લાખ ટન ખાધતેલ વપરાશ બાદ બાકીનું તેલ વનસ્પતિ  તેલ ઉધોગમાં મિશ્રણ કરવામાં વપરાશ થયેલ છે. ગુજરાતના ઉત્પાદન પૈકી જો પ૦ ટકા ઉત્પાદન ધ્વારા,આડપેદાશ તરીકે પ્રાપ્ત થતી ડાંગરની કુશ્કીમાંથી રાઈસ બ્રાન ઓઈલ મેળવવામાં આવે તો એદાજે ૪પ૦૦ ટન રાઈસ બ્રાન ઓઈલ ઉધોગોની ગુજરાતમાં વિશાળ તકો રહેલી છે. જો બ્રાન ઓઈલ જેવી આડપેદાશોને આયોજનબધ્ધ, પધ્ધતિસર વ્યવસ્થિત રીતે જુદા જુદા ઉધોગોમાં ઉપયોગમાં લઈ ઔધોગિક એકમો સ્થાપી મૂલ્યવર્ધનદ્વારા દેશનું આર્થિક પાસું બદલીને  આર્થિક સધ્ધરતા  તેમજ સ્થિરતા મેળવી શકાય તેમ છે.

ચોખાના દાણામાં રાસાયણિક બંધારણના ઘટકો ટેબલ નંબર–૧ માં દર્શાવેલ છે.

ચોખાના દાણામાં રાસાયણિક બંધારણના ઘટકો

ટેબલ૧ : ચોખાના દાણામાં તેમજ બ્રાનમાં રાસાયણિક બંધારણ પ્રમાણે તેના ઘટકો(ટકામાં)

ક્રમ

 

રાસાયણિક બંધારણ (%)

 

ચોખા તેમજ બ્રાનનું બંધારણ (%)

બ્રાઉન

સફેદ

બ્રાન

૧.

પાણી

૧૩–૧૪

૧૩–૧૪

૧૩–૧૪

ર.

સ્ટાર્ચ

૬૮–૭૦

૮૦

૧૦–રપ૭

૩.

એમાયલોઝ

ર૮–૩૦

૩૩

૬ .૦

૪.

પ્રોટીન

૬–૮

૬–૭

૧ર–૧૭

પ.

ફેટ

૩ .૦

૧ .૦

૧૩–ર૩

ક્રુડ ફાઈબર

ર–૩

૦.પ

૬–૧૪

૭.

રાખ

૧ .૦–૧.પ

૦.પ

૯–૧૦૭૭

  • કાર્બોહાઈડ્રેટસ ૩૪–પ૪ % છે,જેમાં સ્ટાર્ચ(૧૦–રપ%), સેલ્યુલોઝ(પ–૧૦%),હેમીસેલ્યુલીઝ (૯–૧૭%),લીગ્નીન(૩–૧૦પ%) વગેરે આવી જાય છે.
  • રાખમાં ફોસ્ફરસ(૧–૩%), પોટેશીયમ(૧–ર.પ%),મેગ્નેશિયમ, સિલીકા, કેલ્શિયમ અને લોહ તત્વો રહેલા છે.
  • બ્રાનમાં રહેલ નીચેના વિટામિનોમાં યુનિટ મી.ગ્રા./૧૦૦ ગ્રા.પ્રમાણે દર્શાવેલ છે. વિટામિન બી–૧ (૧.ર–૩.૦),વિટામિન બી–રમાં (૦.ર–૦.૪), વિટામિન ઈ (ર.પ –૧૩.૦), નિકોટીનીક એસિડ (રપ–પ૦) આવેલા છે.

ચોખામાંથી મળતી કુશકી પણ અગત્યની ગૌણ પેદાશ છે. ડાંગરની ફોતરી દૂર કર્યા પછી નીકળતાં ભૂખરા કે રાતાશ પડતા ચોખા રહે તેને પોલીસ કરવાથી ઉપરનું આવરણ છુટુ પડે, તેને કુશકી કહેવામાં આવે છે. ચોખાનીગૌણ પેદાશ કુશકીમાંથી ખાધ અને અખાધ બ્રાન ઓઈલ બને છે. મિલમાં શુધ્ધ કુશકીમાંથી પ થી ૮ ટકા ખાધતેલ મળે છે. જે ઓછા ફ્રી ફેટી એસિડવાળું હોય છે અને અન્ય વનસ્પતિ તેલ કે સોયાબીન તેલ કરતાં લાબાં સમય સુધી સંગ્રહ કરી શકાય છે. જેમાં તેલ કે તૈલી પદાર્થો, પ્રોટીન, મીનરલ અને વિટામીન્સ રહેલા હોવાથી ખાધ તેલ બનાવવામાં આવે છે. કુશકીના તેલમાંથી મળતા સેચ્યુરેટેડ એસિડ અને અનસેચ્યુરેટેડ એસિડની બનાવટોમાં બનાવવામાં વપરાય છે.

રાઈસ બ્રાનના ઓઈલ પોષક અગત્યના રાસાયણિક ઘટકોનું પ્રમાણ

ટેબલ–ર : રાઈસ બ્રાનના ઓઈલ પોષક અગત્યના રાસાયણિક ઘટકોનું પ્રમાણ

અ.નં.

પોષક ઘટકો

પ્રમાણ વજનમાં

અ.નં.

પોષક ઘટકો

પ્રમાણ વજનમાં

૧.

શકિત(કેલરી)

૯૦૦ કિ.ગ્રા.

૬.

પોલીસેચ્યુરેટેડફેટી એસિડ

૩૪.૦ ગ્રા.

ર.

પ્રોટીન

૦ ગ્રા.

૭.

મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડ

૪ર.૦ ગ્રા.

૩.

કાર્બોહાઈડ્રેટસ

૦ ગ્રા.

૮.

કોલેસ્ટોરોલ

૦ મી.ગ્રા.

૪.

ખાંડ

૦ ગ્રા.

૯.

વિટમિન ઈ

પ૦ મી.ગ્રા.

પ.

અનસેચ્યુરેટેડ ફેટી એસિડ

ર૪.૦ ગ્રા.

૧૦.

ઓરાઈઝોલ

૧૦૦૦ મી.ગ્રા.

૬.

ટ્રન્સ ફેટી એસિડ

૦ ગ્રા.

 

પોષકતત્વોની માહિતીજાહેરનામા નં. જી.આર.૬૬૪ (ઈ) તા.૧૦.૦૯.ર૦૦૮.

 

રાઈસ બ્રાન ઓઈલનું રાસાયણિક બંધારણ જોતાં તેમાં ઓછા પ્રમાણમાં સંતૃપ્ત ફેટી એસિડ અને વધુ પ્રમાણમાં અસંતૃપ્ત ફેટી એસિડ આવેલા છે ફુ્રટ રાઈસ બ્રાન ઓઈલ ૯પ ટકા સેપોનીફાયેબલ લિપિડઝ અને ૪.ર ટકા નોન સેપોનીફાયેબલ લિપિડઝ ધરાવે છે.

રાઈસ બ્રાનના અગત્યના રાસાયણિક ઘટકોનું પ્રમાણ અને ઉપયોગો(ટકામાં)

ટેબલ–૩ : રાઈસ બ્રાનના અગત્યના રાસાયણિક ઘટકોનું પ્રમાણ અને ઉપયોગો(ટકામાં)

અ.નં.

ઘટકોનુનામ

ઘટકોના(%)

ઉપયોગો

૧.

મીણ

ર–૬

પોલીસમાં, ખોરાકના પેકીગમાં, કોસ્મેટિક અને લેધરમાં

ર.

વિટામીન ઈ

૦.૧

દવામાં એન્ટીઓકિસડન્ટ તરીકે

૩.

સ્કવાલીન

૦.૩–૦.૪

દવાની બનાવટમાં

૪.

ઓરાઈઝોલ

૧–ર

દવામાં એન્ટીઓકિસડન્ટ તરીકે

પ.

ફેટી એસિડ

ફેરફારપાત્ર

ઉધોગોમાં

૬.

સાબુ

ફેરફારપાત્ર

ઉધોગોમાં

૭.

ગમ

૧–૩

ભીનાશવાળુ તેમજ પ્રસરણ માટે પ્રક્રિયક તરીકે

૮.

વિટામીન બી

બ્રાનમાં

દવાની બનાવટમાં

૯.

ફાઈટીન

બ્રાનમાં

ઉધોગોમાં ખોરાકની વિવિધ બનાવટોની પ્રક્રિયાઓમાં

૧૦.

ઈનોસીટોલ

ફાઈટીનમાં

દવાની બનાવટમાં

૧૧.

માઈક્રો કેમીકલ

બ્રાનમાં

દવામાં એન્ટીઓકિસડન્ટ તરીકે

 

રાઈસ બ્રાન ઓઈલના ફાયદાઓ/ઉપયોગો

ટેબલ૪ : રાઈસ બ્રાન ઓઈલના ફાયદાઓ/ઉપયોગો

અ.નં

ઘટકોનુનામ

ઉપયોગો

૧.

કાર્યક્ષમ એન્ટીઓકિસડન્ટ

ગામા ઓરાઈઝોલ અને ટોકોટ્રીનોલ, ટોકોફેરોલ, સ્કેલેન જેવા કાર્યક્ષમ એન્ટીઓકિસડન્ટ હોવાથી  કોલેસ્ટોરેલ ધટે છે અને તેલ લાબો સમય ટકી રહે છે.  તે ફાયટોસ્ટીરોલ વિટમિન–ઈ અને ટેરીટર પેન આલ્કોહોલ જેવા સ્વાસ્થ્ય  માટે ઉપયોગી પદાર્થો ધરાવે છે. તે કોલેસ્ટોરેલના પ્રમાણને વધારતું નથી તેમજ તેના વપરાશથી કોલેસ્ટોરેલનું પ્રમાણ ઘટે છે. જાપાનમાં થયેલ એક અભ્યાસ મુજબ રાઈસ બ્રાન ઓઈલ અને સૂર્યમુખીના તેલનું ૭ઃ૩ પ્રમાણેના મિશ્રણનો ઉપયોગ કોલેસ્ટોરેલના પ્રમાણમાં વધુ ઘટાડો કરે છે. કુદરતી એન્ટીઓકિસડન્ટ હોવાથી શરીરની પાચનશકિત વધારે છે તેમજ વજન ઘટાડવામાં ઉપયોગી છે. લોહીમાં ફ્રી રેડીકલ્સને ઘટાડે છે.

ર.

ટ્રાન્સફેટ

ટ્રાન્સફેટ ન હોવાથી હદય રોગને અટકાવે છે.

૩.

સ્કેલન્સ

આ તેલ ચામડીના પોષણ માટે વધુ સારૂ છે, કારણ તે ફિશ  ઓઈલમાં રહેલ સ્કેલન્સ અને ટોકોટ્રીનોલ નામનો પદાર્થ ધરાવે છે કે જે કુદરતી એન્ટિઓકિસડેન્ટ છે. ચામડીને પોષણપૂરુ પાડે છે અને કરચલીઓ પડતી અટકાવે છે.

૪.

ગામા ઓરાઈઝોલ અને ફાઈટોસ્ટેરોલ

ગામા ઓરાઈઝોલ અને ફાઈટોસ્ટેરોલ હોવાથી રોગપ્રતિકારક  શકિત વધે છે શરીરના રોગો સામે રક્ષણ આપે છે. ખાસ કરીને વ્યાયામવીરોના  મસલ્સ વધારવા માટે વપરાય છે. અને કેન્સર અટકાવે છે. વધુમાં તેલનો ફેર વપરાશ કેન્સર પેદા કરતું નથી, કારણ વધુ તાપમાને (ર૧૩ સે.) પણ ફેટી એસિડ તેમજ એન્ટીઓકિસડન્ટ તુટતા નથી અને જળવાઈ રહે છે.

પ.

રાઈસબ્રાન ઓઈલ તળવામાં આદર્શ

રાઈસ બ્રાન ઓઈલ ધ્વારા  ખોરાક રાંધવામાં આવે ત્યારે ખોરાકમાં અન્ય તેલોની સરખામણીએ રાઈસ બ્રાન ઓઈલ ર૦ થી રપ ટકા ઓછું શોષાય છે. આ તેલની સુગંધ પણ સારી છે. આ તેલમાં મગફળીના તેલની માફક તળી શકાય છે.મગફળીના તેલમાં તળેલ ખોરાક કરતાં રાઈસ ઓઈલમાં તળેલ ખોરાકમાં તેલ ઓછું શોષાય છે. એથી આર્થિક રીતે પણ તે ફાયદાકારક છે. તેલમાં ચીકાસ ન હોવાથી વાસણમાં તેલ ચોંટી રહેતું નથી અને ધુમાડો ઓછો થવાથી તળવામાં આદર્શ ગણાય છે.

૬.

ઓરાઈઝોલ

રાઈસ બ્રાનમાં ઓરાઈઝોલનાહિસાબે સોજા પ્રતિરોધક ગુણ હોવાથી સ્ત્રીઓના મેનોપોઝ દરમ્યાન શરીર ધોવાના પ્રશ્નોને ઘટાડે છે. ચેતાતંત્રને મજબૂત બનાવે છે. બાળકોના વિકાસ માટે ઉપયોગી છે.ડાયાબિટીસ અને અલ્સરના દર્દીઓ માટે સલામત છે.

૭.

સ્કેલન્સ અને ટોકોટ્રીનોલ

અન્ય ખાધતેલની સરખામણીએરાઈસ બ્રાન ઓઈલ ૧૦૦ ગ્રામે ૩ર૦ મિ.ગ્રા. સ્કવાલીન ધરાવે છે જે ચામડીની જાળવણી માટે લાભદાયી  છે. રાઈસ બ્રાનમાં સ્કેલન્સ અનેટોકોટ્રીનોલ જેવા ઘટકો ચામડીના કોષો રીપેર કરી કરચલીઓ  દુર કરે છે તેમજ ચામડીના રોગો જેવા કે લાલચકમા, સોરીયાસીસને અટકાવે છે. અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે રક્ષણ આપે છે. રાઈસ બ્રાન ઓઈલ ટોકોફીરોલ્સ અને ટોકોટ્રીનોલ્સ જેવા અનસપોનીફાયેબલ તત્વો ધરાવે છે. જે એન્ટીઓકિસડેન્ટ એન્ટીકેન્સર છે. જયારે તેમાં રહેલ સ્કવાલીન એન્ટીઓકિસડન્ટ,એન્ટીડરમેટિક અને એન્ટીટયુબર કયુલોસીસ ગુણો ધરાવે છે.

રાઈસ બ્રાન ઓઈલની મર્યાદાઓ

ટેબલપ : રાઈસ બ્રાન ઓઈલની મર્યાદાઓ

અ.નં

મર્યાદાઓ

૧.

રાઈસ બ્રાનમાં રહેલ અન્ય ઘટકના લીધે કેલ્શિયમનું શોષણ ઓછું થવાથી કીડનીમાં પથરી થવાની શકયતા રહે છે.

ર.

રાઈસ બ્રાનમાં ખરાબ કોલેસ્ટોરેલ (High LDL)   ૭–૧૦ % સુધી ઘટાડે છે. પરંતુ સારા કોલેસ્ટોરેલ (Low LDL) ને વધારતો નથી અને ટ્રાયગ્લીસરાઈડને ઓછુ કરે છે. જે હદયના દર્દીઓ માટે હિતકારી છે.

૩.

ખોરાકમાં વધુ પડતા સેવનથી પાચન સબંધી ગેસ, થાક  તેમજ સાંધાને અસરકર્તા છે.

૪.

પેટના અલ્સરના દર્દીઓએ ઉપયોગ કરવાથી પાચન માર્ગ સાંકડો થવાથી પ્રશ્નો વધે છે.

પ.

રાઈસ બ્રાનમાં અગત્યનો ઓમેગા–૩ ફેટી એસિડ આવેલ નથી. પરંતુ તેની જગ્યાએ ઓમેગા–૬ ફેટી એસિડ હોવાથી તંદુરસ્તીને હાનીકર્તા છે. જે ખુબ માત્રામાં લેવામાં આવે તો છાતીનું અને પ્રોસ્ટેટનું કેન્સર થવાની શકયતા રહેલ છે.

રાઈસ બ્રાન ઓઈલ

ભારત પછી જાપાન અને ચીન સૌથી વધુ બ્રાન ઓઈલ ઉત્પાદકો છે. કુશકીમાંથી મળતું તેલ ૧૦.૦ લાખ ટન ઉત્પાદન ભારતમાં થાય છે. ભારતમાંથી ૦.ર૦ લાખ ટનથી વધુ નિકાસ થાય છે. જો વિવિધ ઉપાયો ધ્યાને લેવામાં આવે તો ૯૦.૦ લાખ ટન જેટલું તેલ મેળવી શકાય. આ તેલ ૧.૦ લિટરના રૂા.૧૧૦ પ્રમાણે બજારમાં વેચાય છે. આમાંથી ૪૦ ટકા ખાધ તેલ છેે. જાપાનમાં આ તેલ બટાટાની ચિપ્સ તળવામાં, ચોખાની સેવ, સ્નેકસ અને થાઈલેન્ડ, તાઈવાનમાં સલાડ તેમજ રાંધવામાં વપરાય છે. જાપાનમાં થયેલ સંશોધનના આધારે આ તેલમાં કોલેસ્ટોરેલ ઓછું હોય છે જેથી તે મનુષ્યની તંદુરસ્તી માટે સારૂ ગણાય છે.

રાઈસ બ્રાન ઓઈલમાં રહેલ વિવિધ ફેટી અસિડની અન્ય ઓઈલ સાથે સરખામણી

ટેબલ–૬ : રાઈસ બ્રાન ઓઈલમાં રહેલ વિવિધ ફેટી અસિડની અન્ય ઓઈલ સાથે સરખામણી

ફેટી એસિડ (ટકા)

રાઈસ બ્રાન ઓઈલ  (ટકા)

મગફળીનું તેલ (ટકા)

સોયાબિનનું તેલ (ટકા)

કપાસિયાનું તેલ (ટકા)

સેચ્યુરેટેડ એસિડ

માઈરીસ્ટીક

૦ર

૦૦

૦.ર

૦.૮

પાલ્મીટીક

૧પ.૦

૮.૧

૧૦.૭

ર૭.૩

સ્ટીયરીક

૧.૯

૧.પ

૩.૯

ર.૦

અનસેચ્યુરેટેડ એસિડ

ઓલેઈક

૪ર.પ

૪૯.૯

રર.૮

૧૮.૩

લીનોલીક

૩૯.૧

૩પ.૪

પ૦.૮

પ૦.પ

લીનોલેનીક

૧.૧

૦૦

૬.૮

૦૦

અન્ય એસિડ

એરેચીડીક

૦.પ

૧.૧

૦.ર

૦.૩

બહેનીક

૦.ર

ર.૧

૦.૧

૦૦

સંદર્ભ : વેબસાઈટ– રાઈસ બ્રાન ઓઈલ ઈન્ફો.

ખાધતેલની ગુણવત્તા સારી હોવાથી બજારમાં લોકપ્રિય બનેલ છે. ખાસ કરીને ઉચા  બ્લડ પ્રેશરના દર્દીઓ માટે વધુ હિતાવહ  છે. તદૂઉપરાંત વનસ્પતિ  ઘી તેમજ દવાઓ અને પ્રસાધનકીય ઉત્પાદનો બનાવવામાં ઉપયોગી થાય છે.જેથી રાઈસ બ્રાન ઓઈલ શરીર સબંધી આરોગ્ય અને શરીરની પ્રકૃતિ  અને જરૂરીયાત પ્રમાણે લેવાથી સ્વાસ્થ્યપ્રદ બને છે. શરીરનું કોલેસ્ટોરલ લેવલ ઘટાડે છે તેમાં રહેલ સપ્રમાણ ફેટી એસિડના હિસાબે  ધજફલ બજબલ અમેરિકા, દયદલ ભારતીય મેડીકલ સંશોધન સંસ્થા  ૮યહોચ૯ધ્વારા ભલામણ કરેલ છે. રાઈસ બ્રાન ઓઈલ જાપાન, ચીન, તાઈવાન અને થાઈલેન્ડમાં વધુ પ્રમાણમાં ખાધ તેલ તરીકે વપરાય છે. ભારતમાં ડાંગરનું વધુ ઉત્પાદન હોવા છતાં રાઈસ બ્રાન ઓઈલના ઉત્પાદન અંગે પૂરતુ ધ્યાન  આપવામાં આવેલ નથી. તેથી રાઈસ બ્રાન ઓઈલના ઉત્પાદન તથા ખાધ તેલ તરીકેના વપરાશ બાબતે આરોગ્યવિષે જાગૃતતા લાવી જરૂરી છે.

ર્ડા.ડી.બી.પ્રજાપતિ અને ર્ડા.એમ.બી.પરમાર,મુખ્યચોખા સંશોધન કેન્દ્ર,આણંદ કૃષિ  યુનિવર્સિટી, નવાગામ૩૮૭ પ૪૦,તા. જી.ખેડા

Caution: The generated information may vary with location/environment and time to time

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

3.16666666667
Mr. Soham D Prajapati Dec 22, 2018 06:12 PM

ગુડ ઇન્ફોરમેશન

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top