હોમ પેજ / ખેતીવાડી / કાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન / મસાલા પાકોમાં કાપણી પછીનું વ્યવસ્થાપન અને મૂલ્યવર્ધન
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મસાલા પાકોમાં કાપણી પછીનું વ્યવસ્થાપન અને મૂલ્યવર્ધન

મસાલાપાકોમાં કાપણી પછીનું વ્યવસ્થાપન અને મૂલ્યવર્ધન વિશેની માહિતી આપે છે.

ભારત દેશમાં પ્રાચીન કાળથી ઉત્તમ ગુણવત્તા ધરાવતા મસાલા પાકોમાં વાવેતર , ઉત્પાદન અને નિકાસમાં વિશ્વમાં પ્રથમ હરોળમાં અવ્વલ ક્રમે રહેતો હોવાથી ભારતને "મસાલાનું ઘર" તરીકે ઓળખવામાં આવે છે.

 

ગુજરાત રાજ્યમાં મસાલા પાકોમાં ગુણવત્તાયુક્ત નિકાસલક્ષી ઉત્પાદન મેળવવાની ઉજળી તકો:

 1. મસાલા પાકોમાં બિયારણ, ખાતર, પાણી અને મજૂરોની જરૂરિયાત અન્ય પાકોની સરખામણીમાં ઓછી પડે છે.
 2. મસાલા પાકોની આયુર્વેદિક દવા તરીકે સ્વીકૃતિ મળેલ છે.
 3. મસાલા પાકોમાં બીજનો ઉપયોગ ખોરાક ની સોડમ, સુગંધ અને સુપાચ્ય બનાવવામાં ખુબ જ ઉપયોગી છે.
 4. વિશ્વમાં ખોરાક પ્રત્યે બદલાયેલ અભિગમ અને તેના કારણે બદલાયેલ સ્વાદિષ્ટ અને લહેજતદાર ખોરાક ની અભિરુચિ વધી છે.
 5. ઉંચી બજાર કીમત , વધુ નફાકારક , ખુલ્લી બજાર પ્રણાલી અને વિશ્વમાં મસાલાની માંગ વધતી જાય છે.
 6. ઉત્તરોતર દર વર્ષે ભારતીય નાગરિકોનું પરદેશમાં વિસ્થાપનથી મસાલા પાકોમાં પ્રતિ વર્ષે 10 થી 12 % માંગમાં વધારો થવા પામે છે.
 7. દેશભરમાં ગુજરાત રાજ્ય વાવેતર વિસ્તાર,ઉત્પાદન,ઉત્પાદકતા અને નિકાસની દ્રષ્ટીએ પ્રથમ ક્રમે છે.

આથી ગુજરાતના ખેડૂતો મસાલા પાકોનું ઉત્પાદન તો કરી જાણે છે. પરંતુ જો ખેડૂતો આ પાકોમાં ગુણવત્તા યુક્ત ઉત્પાદન કરે તો મસાલા પાકોમાં નિકાસલક્ષી બજારભાવ મેળવી વધુ આર્થિક વળતર મેળવી શકે તેમ છે.

મસાલા પાકોમાં ગુણવત્તા યુક્ત સારું ઉત્પાદન લેવાના મુખ્ય તબક્કાઓ:

કાપણી

મસાલા પાકોમાં નિકાસલક્ષી ઉત્પાદનનો આધાર દાણા ની ગુણવત્તા પર નિર્ભર છે.

આંતરિક ગુણવત્તા

 • બીજમાં રહેલ ઉડ્ડયનશીલ તેલની ટકાવારી
 • બીજમાં રહેલ આફ્લાટોક્ષીન તેમજ સુક્ષ્મ જીવાણુંની સંખ્યા
 • બીજમાં રહેલ રાસાયણિક દવાના અવશેષો

બાહ્ય ગુણવત્તા

 • બીજનું કદ, આકાર, ચમક, ચોખ્ખાઈ, મરેલા કીટકો, પ્રાણીના અવશેષો અને તેનું મળમૂત્ર તેમજ અન્ય અશુદ્ધિઓ
 • સામાન્ય રીતે મસાલા પાકોમાં કપની દેહધાર્મિક પરિપક્વ અવસ્થાએ એટલે કે વરીયાળી તેમજ ધાણા જેવા પાકોમાં દાણા નો રંગ લીલાશ પડતો પીળો તેમજ જીરું અને સુકા પાકોમાં દાણો લીલાશ પડતો ભૂખરા રંગનો થાય ત્યારે કરવામાં આવે છે.આ અવસ્થાએ દાણાનો સંપૂર્ણપણે વિકાસ થયેલો હોવાથી દાણામાં સારી ગુણવત્તા તથા યોગ્ય રંગના કારણે મહત્તમ આર્થિક ફાયદો મળે છે.
 • કાપણી વખતે પાકોની સાથે રોગીષ્ટ અને નીન્દ્ણના છોડ કે માટીના આવે તેની ખાસ કાળજી રાખવી.
 • નિકાસ માટે નડતરરૂપ એવા રાસાયણિક દવાઓના નિવારણ માટે કાપણીના ૨૦ થી ૨૫ દિવસ પહેલા કોઇપણ જાતની રાસાયણિક દવાઓના છંટકાવ કરવો નહી.

સુકવણી

 • મસાલા પાકોમાં કાપણી બાદ દાણામાં વધુ પડતો ભેજ ન રહે તેમજ દાણાનો મૂળ રંગ જાળવી રાખવો ગુણવત્તા માટે ખુબજ જરૂરી અને આવશ્યક પણ છે.
 • મોટા ભાગના મસાલા પાકોની સુકવણી છાયડામાં કરવામાં આવતી હોવાથી ઘણી વખત દાણામાં વધુ ભેજના લીધે ફૂગ લાગવાથી દાણા કાળા પડે છે અને જલદી સડી જાય છે અને જો વધુ પડતી સુકવણી થાય તો રંગ ઉડી જવાથી માલ ફિક્કા પડે છે તેમજ દાણા વધુ બરડ થવાને લીધે ભાંગી જવાનો પ્રશ્ન થાય છે અને સુગંધિત તેલ અને પ્રજીવકોનાશ પામે છે.
 • આ બધી મુશ્કેલીઓ નિવારવા હમેંશા મસાલા પાકોના દાણાની સુકવણી છાયડામાં હવાની અવરજવર રહે તે રીતે કરવી જોઈએ જેવી જલદી થી સુકાઈ જાય તથા દાણાનો એકસરખો કલર જળવાઈ રહે છે , ખાસ કરીને વરિયાળીના ચક્કરોની કાપણી બાદ ચક્કરોને ચારે બાજુથી તેમજ ઉપરથી પણ પેક હોય તેવા માંચડા પર અથવા પવનની અવરજવર થાય તેવા ઓરડામાં દોરી પર ચક્કરોને લટકાવીને સુકવણી કરવામાં આવે છે.

થ્રેસિંગ

 • મસાલા પાકોનું થ્રેસિંગ હંમેશા પાકા ખળામાં તેમજ દાણા માં 10$ બીજનું પ્રમાણ હોય ત્યારે કરવું જોઈએ. લીપણવાળું કે કાચા ખળા માટે તાડપત્રીનો ઉપયોગ કરી શકાય.
 • પગરની કામગીરી પશુઓની ના કરતા ધીમી ગતિથી ચાલતા ડ્રમ વાળા તથા ડબલ બ્લોઅર સાથેના સુધારેલ થ્રેસરનો ઉપયોગ કરવાથી દાણા ચોખ્ખા અને તૂટવાનું પ્રમાણ ઓછુ થાય છે.
 • થ્રેસિંગ કર્યા બાદ પણ 5 થી 7 % જેટલી ભૌતિક અશુદ્ધિઓ જેવી કે કાંકરા, રેતી, તૂટેલા દાણા અને પક્ષીઓની હઘાર રહી જાય છે. આવો માલ બજારમાં મુકતા કીંમત ઓછી ઉપજે છે.
 • જો ખેડૂતો આવા માલને પ્રોસેસિંગ યુનિટ કે જેમાં એર ક્લીનર કમ ગ્રેડર તથા સ્પેસિફિક ગ્રેવિટી સેપટેટર હોય જેના ઉપયોગથી બીજની શુધ્ધ્તામાં વધારો થવાથી વેચાણ માટે બજારમાં લઇ જઈ ઉંચી કીંમત ઉપ્કાવી શકાય છે.

થ્રેસિંગ કર્યા બાદ સ્કેપલિંગ , સોર્ટિંગ અને ગ્રેડિંગ કરવામાં આવે

(૧) સ્કેપલિંગ: દાણાની સાઈઝ કરતા મોટી સાઈઝની અશુદ્ધિઓ દુર કરવા માટેની પ્રક્રિયા.

(૨) સોર્ટિંગ: સફાઈ થયેલ ખેત પેદાશોની કદ, આકાર , વજન , રંગ અને બંધારણ ને આધારે ગુણવત્તા મુજબ અલગ કરવાની પ્રક્રિયા

(3) ગ્રેડિંગ: સોર્ટિંગ બાદ વ્યાપારિક ધોરણે અલગ અલગ ગ્રેડમાં મુલ્ય અને ઉપયોગના આધારે વહેંચવાની પ્રક્રિયા.

(૪) સંગ્રહ:સંગ્રહ માટેની જગ્યા સુકી અને ઠંડી, જીવતો અને ઉંદરો મુક્ત તેમજ જરૂરી હોય તો ધુમિકરણ કરી શકાય તેવી સગવડતા હોવી જોઈએ.

 • સંગ્રહ દરમ્યાન દાણાની સાથે દવા કે ખાતરનો સંગ્રહ ના કરવો જોઈએ.
 • સંગ્રહ સ્થાનમાં ભેજ અને તાપમાનના નિયમન માટે એક્ઝોસ્ટ ફેન / વેન્ટીલેટર ની વ્યવસ્થા રહેવી જોઈએ.
 • જુના કોથળા, કાપડની ખોથ્ડી, પાત્ર વાપરતા પહેલા તેની સાફસફાઈ તેમજ ધુમિકરણ કરવી જોઈએ.
 • ભેજથી બચવા તળિયા ઉપર રેતીનો થર કરી ચારે બાજુની દીવાલથી બે ફૂટ દુર ખોથ્ડા ગોઠવવા જોઈએ.

મૂલ્યવર્ધન

(ક) દાણાનું ગ્રેડિંગ અને પોલિસ: જીરું અને વરિયાળીના દાણાઓને જુદી જુદી સાઈઝના ચારણામાં થી પસાર કરી કદ પ્રમાણે ભરાવદાર પૂર્ણ વિકસેલ મોટા , મધ્યમ અને અપરિપક્વ - હલકા અને ઝીણા દાણા ને અલગ કર્યા બાદ પોલિસ કરવાથી  દાણા પાતળા, ચોખ્ખા અને ચળકાટ મારતા હોય જેથી તેના મૂલ્યમાં વૃદ્ધિ થાય છે.

(ખ) સુગંધિત તેલ: મસાલા પાકોના દાણામાંથી ઉદ્ય્નશીલ સુગંધીદાર તેલનું પ્રમાણ જુદી જુદી માત્રામાં હોઉં છે જે દવા ની બનાવટ તેમજ ખોરાકની બનાવટ સુગંધ ઉમેરવા માટે ખુબજ ઉપયોગી છે જેથી તેની બજારભાવ ઊંચો રહે છે. મસાલા પાકોના દાણામાંથી તેલ કાઢ્યા બાદ ખાસ કરીને જીરું અને વરિયાળીના દાણાનો ભૂકો તેમજ નાના ટુકડા ને પશુ તથા મરઘાના આહાર તરીકે ઉપયોગ કરી શકાય છે.

(ગ) ઓલિયોરેઝીન: ઓલિયોરેઝીન એ એક એવો સંદ્રિત સ્નિગ્ધ અને ચીકનો પદાર્થ છે જેમાં જે તે મસાલા ની બધી સુવાસ તાજી અસલી અને કડક હોય છે જે આર્થિક રીતે પોસાય તેવો મસાલાની સુવાસ આપતો પદાર્થ છે ઓલિયોરેઝીન જે તે મસાલાનો ચીકણો ગુંદર જેવો પદાર્થ અને તેને લગતા સંયોજનો, ચરબી ઉડ્ડયનશીલ તેલ અને રંગ સાથે મિશ્રણ કરીને બનાવવામાં આવે છે. ઓલિયોરેઝીન એકદમ શુદ્ધ , જીવની અને ઉત્સેચક મુક્ત અને જે તે મસાલાની સુવાસ માટે પ્રમાણિત અને પૂરતા પ્રમાણમાં એન્ટીઓક્સીડન્ટ હોય છે તેથી ફૂગ લાગવાની સંભવાના અ રહેતી હોવાથી લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે તેમજ તેની વિકસિત દેશોમાં ખુબજ વધારે માંગ હોવાથી તેની નિકાસની તકો વધારી સારી આવક મેળવી શકાય છે.

(ઘ) કરી પાવડર: કરી પાવડર એ જુદા જુદા મસાલાઓનું અલગ અલગ માત્રનું સ્વાદિષ્ટ મિશ્રણ છે જે ખોરાકને સ્વાદિષ્ટ, સુગંધિત અને સુપાચ્ય બનાવે છે. કરી પાવડરમાં જુદા જુદા મસાલાઓ તેમજ મીઠું અને મેંદાનું મિશ્રણ હોય છે જેમાં મસાલાનું પ્રમાણ ૮૫ % મેંદાનું પ્રમાણ 10% અને મીઠાનું પ્રમાણ 5% થી વધુ ના હોવું જોઈએ. કેઈ પાવડર ની માંગ બીજમસાલા આયાત કરતા દેશોમાં વધુ ઓવાથી નિકાસ વધારી મસાલાની મુલ્ય વૃદ્ધિ કરી શકાય.

(ચ) ધાણા અને જીરું નો પાવડર : વરિયાળી , ધાણા અને જીરું અથવા ધાણા અને જીરું બન્ને મિશ્રણ નો રોજ બરોજ વપરાશમાં ખુબજ વધારે જોવા મળે છે. જેથી વરિયાળી, જીરું કે ધાણા પાવડર બનાવતી વખતે તેમાં પોષકતત્વો અને સુવાસ સચવાઈ રહે તે રીતે દળવું જોઈએ.આ માટે નીચા તાપમાને માં જકામ કરતી ઘંટી માં દળવું જોઈએ. આ પાવડરને ઓછા તાપમાને પેકિંગ કરી યોગ્ય જગ્યાને સંગ્રહ કરવાથી પાવડરનો બજારભાવ વધારે મેળવી શકાય છે.

(છ) મુખવાસ: પોલિશ કરેલ વરિયાળી ના દાણા કે સુવાના દાણા ને મુખવાસ માટે ઉપયોગ કરવાથી મુલ્ય વૃદ્ધિ કરી શકાય હોટેલ અને રેસ્ટોરન્ટ માં વરિયાળી નો ઉપયોગ મુખવાસ તરીકે થાય છે જે માટે પોલીશ કરેલ દાણાઓ ઉપર ખાંડ ની યોગ્ય માત્રા નિ ચાસણી બનાવી છંટકાવ કરીને સુકવી અને રોસ્ટીંગ કરવામાં આવે છે.

બનાવટ

ઉપયોગ

આયાત કરનાર દેશો

ગ્રડીંગ અને પોલીશ કરેલ મસાલા

જુદી જુદી ખાધ બનાવટો રોજીંદા ઘર વપરાશમાં

યુ.એસ.એ..,જાપાન,શ્રીલંકા,જર્મની,કેનેડા,મલેશિયા

મસાલા પાઉડર

બધા જ ખાધ પદાર્થો માં સુગંધ અને સ્વાદ લાવવા ,બધા જ સલાડ શાકભાજી માં બ્રેડ ,સૂપ ,કેક વગેરે માં

યુ.એસ.એ..,જાપાન,યુ.કે,જર્મની,મલેશિયા

કરી પાઉડર

ખોરાક ને સ્વાદિષ્ટ,સુપાચ્ય અને સુગંધિત બનવવા માટે તથા તંદુરી ચીકન ,માછલી શાકભાજીમાં

યુ.એસ.એ..,યુ.કે,યુ.એ.ઈ,કેનેડા

ઉડ્ડયનશીલ  સુગંધિત તેલ

ખોરાકમાં જરૂરી સ્વાદ સુગંધ  અને સોડમ ઉમેરવા ,સુગંધિત અત્તરો અને સાબુ

યુ.એસ.એ..,યુ.કે.,ઓસ્ટ્રેલિયા,જાપાન ,જર્મની,સ્પેન,ફ્રાન્સ

ઓલીયોરેઝીન

સ્કોવશ,માંસ,ડબ્બા બંધ ખોરાક,સૂપ,ચટણી,ચીજ

યુ.એસ.એ..,યુ.કે.,જાપાન ,જર્મની,સ્પેન,ફ્રાન્સ

વિવિધ પ્રકાર ના અર્ક

પાણીમાં દ્રાવ્ય અર્ક નો ઉપયોગ જુદા જુદા પીણાની બનાવટ

 

(૬) પેકિંગ :મસાલા પાકોને લાંબા સમય સંગ્રહ કરવા માટે તેમજ મસાલાની સુગંધ અને રંગ જળવાઈ રહે તે માટે પ્લાસ્ટિક બેગ કે અસ્તરવાળા શણના કોથળા માં રાખવા જોઈએ અથવા કંતાનના કોથળા  માં પ્લાસ્ટિક ની કોથળીમાં પેક કરી માલ સંગ્રહ કરવો.

સ્ત્રોત : મે-૨૦૧૮, વર્ષ :૭૧, સળંગ અંક :૮૪૧, કૃષિ ગોવિદ્યા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

2.89285714286
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top