હોમ પેજ / ખેતીવાડી / કાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન / મગ અને મઠની વિવિઘ બનાવટો ધ્વારા મુલ્યવર્ધન
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મગ અને મઠની વિવિઘ બનાવટો ધ્વારા મુલ્યવર્ધન

મગ અને મઠની વિવિઘ બનાવટો ધ્વારા મુલ્યવર્ધન વિશેની માહિતી આપે છે.

કઠોળ શાકાહારીઓ માટે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. તે મુખ્ય આહાર અનાજ સાથે પુરક ખોરાક તરીકે પ્રોટીન, આવશ્યક એમીનો એસીડ તેમજ ખનીજનો સ્ત્રોત છે. તે ૨૨-૨૪% પ્રોટીન ધરાવે છે, જે ઘઉ કરતા બે ગણુ અને ચોખા કરતા ત્રણ ગણુ છે. કઠોળ નોંધપાત્ર પોષણ અને આરોગ્ય લાભો જેવા કે બિન સંચારી રોગો કોલોન કેન્સર અને કારડીયો વસ્ક્યુલર રોગો થતા અટકાવવામા મદદરુપ થાય છે. કઠોળ માટી અને આબોહવાની વિવિધ પરિસ્થિતિઓમા ઉગાડી શકાય છે. તે પાક રોટેશન, મિશ્ર અને આંતર ખેતી માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમજ નાઇટ્રોજન ફિક્સેશન દ્વારા જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા, માટી માથી ફોસ્ફરસ છુટો પાડવામાં અગત્યનો ભાગ ભજવે છે. માટે કઠોળનો ખેતી પધ્ધ્તિ સ્થિર કરવામા નોંધપાત્ર ફાળો છે. ભારતમા કઠોણનુ કુલ ઉત્પાદન ૧૮.૫ મીલીયન ટન છે.

 


ભારત કઠોળ ઉત્પાદન કરવામા પ્રથમ ક્રમે છે. મુખ્ય કઠોળમાં તુવેર, અડદ, ચણા, વટાળા, મગ, મઠ, ચોળી, મસુર વગેરે નો સમાવેશ થાય છે. મગ અને મઠ ઓછી આવક ધરાવતા કુટુંબો માટે પ્રોટીન અને શકિત પુરો પાડતો અગત્યનો ખોરાક છે.

મગ પ્રોટીનનો સ્ત્રોત હોવાની સાથે સાથે વિટમીન એ, બી, સી અને ઇ પણ ભરપુર માત્રામાં ધરાવે છે. આ ઉપરાંત મગ મીનરલ્સ જેવા કે કેલ્સીયમ, આર્યન અને પોટેશીયમ નો પણ ઉત્તમ સ્ત્રોત છે. મગ વજન ધતાડવા માટે પણ ઉત્તમ સ્ત્રોત છે, તેમા ચરબીની માત્રા ઓછી અને ફાઇબરની માત્રા વધારે હોવાથી તેની વજન ઉતારવામાં તેમજ પાચનમાં પણ ખુબજ ઉપયોગી છે, તેમજ કોલેસ્ટ્રોલ ઘટાડવામા મદદરુપ થાય છે. આ ઉપરાંત મગ શરીરમાથી ઝેરીતત્વો દુર કરનાર, ગરમીશોષક અને મૂત્રવર્ધક ગુણધર્મો ધરાવે છે. મગમાં જટિલ કાર્બોહાઇડ્રેટ્સની માત્રા વધારે પ્રમાણમાં હોવાથી બ્લડ સુગર ઓછી કરવામાં અને ડાયાબીટીસ નિયંત્રણ માટે અગત્યનો ભાગ ભજવે છે.

મઠ પ્રોટીન, રેસા (ફાઇબર), જરુરી વિટામીન અને મીનરલ નો ઉત્તમ સ્ત્રોત છે. તે કુપોષણથી પીડાતા દર્દીઓ માટે યોગ્ય પોષણસભર આહાર છે.

આ ઉપરાંત મગ અને મઠ ને ૬ થી ૭ કલાક પાણીમાં પલાણી, ત્યારબાદ પાણી નીતારી તેને મલના કપડામા ૭ થી ૮ કલાક બાંધી ફણગા કરવામાં આવે છે. ફણગાવેલા કઠોળને આહારમા લેવાથી તેમા રહેલા પોષકતત્વોની જૈવઉપલબ્ધતા વધી જાય છે, તેમા વિટમીન સી ની માત્રા પણ વધુ છે. આ ઉપરાંત તે પાચનમાં પણ હલકા હોય છે.

ફણગાવેલા કઠોળને સુકવી તેનો પાવડર બનાવીને લાંબો સમય સાચવી શકાય છે. આ ઉપરાંત મગ/મઠ, રાગી અને ઘઉમાથી બનાવેલ માલ્ટ પાવડર આર્યન, કેલ્શિયમ, ઝિંક, મેગ્નેશિયમ વગેરે ની માત્રા પુરતા પ્રમાણમા હોવાથી કુપોષણથી પિડાતી ગર્ભવતી, અને ધાવતી માતાઓ તેમજ બાળકો ને પોષણ પુરુ પાડી શકાય છે. માલ્ટ પાવડર દુઘ અથવા પાણી સાથે મીક્ષ કરી ઉપયોગ મા લઇ શકાય છે. માલ્ટ પાવડર બનાવવાની પધ્ધિત નીચે દર્શાવેલ છે.

 

મગ અને મઠની વિવિધ મુલ્યવર્ધન અને પ્રોસેસિગ કરી વિવધ બનાવટો બનાવી શકાય છે. જેનાથી તેનો પોસ્ટ હાર્વેસ્ટ લોસીસ અટકાવી શકાય છે, ખેડુતો તેમજ ઉધૉગકારકોને આર્થિક વળતર વધુ મળે છે. જેથી ગ્રામ્ય સ્તરે સામાજીક અને આર્થિક ધોરણો સુધારી શકાય છે. આ ઉપરાંત પેદાશોની ગુણવત્તા અને સંગ્રહશક્તિમાં વધારો થાય છે. પેદાશો વધુ પોષણક્ષમ, સ્વાદિષ્ટ અને આકર્ષક બને છે. આ ઉધ્યોગ થકી રોજગારની તકો વધે છે તેમજ તેના નિકાસથી વિદેશી હુંડિંયામણ પણ કમાઇ શકાય છે.

મગ નુ મુલ્યવર્ધન અને વિવિધ બનાવટો:

મગ નુ સુપ:

મગને પલાળી, કુકર મા મગ ફાટી જાય તેવા બાફી લો. હવે એક પેનમા થોડુ ઘી મુકી, ગરમ થાય એટ્લે જીરુ અને આદુ નાખી વઘારી લો. તેમા સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી મરી નખી ૨ મિનિટ ઉકળવા દો. આ સુપ મા શાક પણ ઉમેરી શકાય.

મગની દાળ નો શીરો

 

પીળી મગની દાળ (ફોતરા વગરની) ને ૩ કલાક પલાળો. પાણી કાઢી મિક્સર મા ગ્રાઇંડ કરી લો. હવે એક પેન મા ઘી લઇ મગની પેસ્ટ નાખી ધીમા તાપે સેકો. સતત હલાવતા રહો. શેકાય જાય એટલે તેમા પાણી નાખી મિક્સ કરો. હવે તેમા ખાંડ અને એલચી પાવડર નાખી ધીમા તાપે થવા દો.

ફણગાવેલા મગ ના પુડા

ફણગાવેલા મગ, બાજરાનો લોટ, ચોખાનો લોટ અને દહી બધુ એક સરખા પ્રમાણ મા લઇ મિક્સ કરો. હવે તેમા લીલુ મરચુ, લીલા ધાણા, મીઠુ અને પાણી નાખી ખીરુ તૈયાર કરી ૧૫ મિનિટ રાખી મુકો. તવા ને ગરમ કરી ખીરા ને પાથરો. બન્ને બાજુ તેલ નાખી ધીમા તાપે ગુલાબી શેકી લો.

 

 

ફણગાવેલા મગ ના પરોઠા/

ઘઉંના લોટમા મીઠુ અને મોણ નાખી કણક બાંધી લો. ફણગાવેલા મગને બાફી થોડા મેશ કરી લો. હવે તેમા આદુ-લસણ ની પેસ્ટ, ચાટ મસાલો, મીઠું, લીલુ મરચુ, લીલા ધાણા ઉમેરી મિક્સ કરો. હવે લોટ લઇ તૈયાર કરેલ મસાલો ભરી (stuff)પરોઠા વણી લો. હવે તવા પર બન્ને બાજુ તેલ નખી ગુલાબી શેકી લો.

 

મઠ નુ મુલ્યવર્ધન અને વિવિધ બનાવટો:

મઠ માલ્ટ

મઠને આઠ કલાક/ આખી રાત પાણીમા પલાણવા, બીજા દિવસે પાણી નિતારીને ફળગાવવા. ત્યારબાદ તેને ટ્રે ડ્રાયરમાં ૬૦0સે. તાપમાને સુકવી, તેનો પાવડર બનાવીને મઠ માલ્ટ બનાવી શકાય છે, જે પોષક તત્વોથી ભરપુર અને પાચનમાં સરળ છે. આ માલ્ટ નાના બાળકો તેમજ ગર્ભવતી મહિલાઓને આપી શકાય છે.

મઠીયા

૨ કપ મઠની દાળનો લોટ, ૧ કપ અડદની દાળનો લોટ અને ૨ ચમચી બેસન મિક્સ કરો. મીશ્રણમા અજમા, ખાંડ, મીઠું અને તેલનુ મોણ ઉમેરી પાણીથી કઠણ કણક બાંધી લો. હવે તેના લુવા કરી પાતળા વણી મધ્યમ તાપે તેલ મા ગુલાબી તળી લો.

મઠની સેવ

મઠનો લોટ અને બેસન એક સરખા પ્રમાણ મા લઇ મિક્સ કરો. તેમા કાળા મરી પાઉડર, એલચી પાવડર, મીઠું, હિંગ અને તેલનુ મોણ નાખી સોફ્ટ કણક તૈયાર કરો. હવે તેને સેવના સંચા મા ભરી ગરમ તેલમા સેવ પાડી લો અને ગુલાબી તળી લો.

મઠ અને જુવારના પરોઠા:

જુવારનો લોટ, ઘઉનો લોટ અને બાફી ને થોડા ક્રશ કરેલા મઠ એક સરખા પ્રમાણમા લઇ મિક્સ કરો. તેમા મીઠું, હળદર પાવડર, લાલ મરચુ પાવડર, ધાણા-જીરુ પાવડર, લીલા ધાણા અને તેલનુ મોણ નાખી કણક તૈયાર કરો. હવે તેને વણી, તવા પર થોડુ તેલ નખી ગુલાબી શેકી લો.
મઠની પ્રોટીનથી ભરપુર અવનવી વાનગીઓ જેમ કે ફણગાવેલ મઠનો પુલાવ, મઠની કચોરી, માલ્ટ પાવડર, મઠની ચાટ વગેરે બનાવી શકાય છે.

લેખક: ડૉ. આર.આર. ગજેરા (સહ પ્રાધ્યાપક) , બાગાયત કોલેજ, આ.કૃ.યુ , આણંદ

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ

2.90909090909
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top