બીજ પાકની ઉત્પાદકતા અને ગુણવત્તા માટે મહત્વનો આધાર આદર્શ કાપણી અવસ્થા પર છે.આદર્શ અવસ્થાએ બીજ પાકની કાપણી થી બીજની સ્ફુરણશક્તિ ,જીવંતતા ,જુસ્સો અને સંગ્રહ શક્તિમાં નોધપાત્ર વધારો જોવા મળે છે તેમજ બીજને જીવાતો અને રોગોની અસર ઓછી થાય છે.જુદા જુદા પાકોમાં ફૂલ આવવાની શરૂઆત પછી દિવસોની સંખ્યા,બીજના ભેજના ટકા ,કટીઓનો રંગ /નરમાઇ/સખતપણું,દોડના કવચનો રંગ ,ડુંડી નો રંગ ,પોપટા/શીંગો નો રંગ ,પાનનું ગળીપડવું ,છોડ નું સુકાવું વગેરે ધ્યાને લઇ આદર્શ કાપણીઅવસ્થા સૂચવવા માં આવે છે.સામાન્ય રીતે બીજની ગુણવત્તા જાળવવા દેહધાર્મિક પરિપક્વતા એ કાપણી કરવી જોઈએ ,જયારે સુકવણી ૨ થી ૩ તબક્કામાં વચ્ચે વચ્ચે થોડો સમય રાખી કરવાથી ખેતરમાં થતું નુકસાન ઘટે છે ,ઉતારો ૧૦-૧૫ % વધે છે અને સંગ્રહ માં થતું નુકસાન ગહ્તે છે .મજુરોના અભાવે ,સુકવણી યંત્ર ના અભાવે કે વાતાવરણ ણી પ્રતિકુળતા થી ફિલ્ડમાં ઉભા છોડ પર સુકવણી કરવાથી બીજની ગુણવત્તા માં નોધપાત્ર નુકસાન નોધાયેલ છે.
મોટે ભાગે કુદરતી સૂર્યપ્રકાશ અને પવન) દ્વારા સૂકવણી કરવામાં આવે છે જે હવાના સાપેક્ષ ભેજ અને સંતુલિત સાપેક્ષ ભેજ પર વધુ આધાર રાખે છે, પરંતુ વાતાવરણ પર સંપૂર્ણ નિયંત્રણ ન હોવાથી વિશેષ કાળજી જરૂરી છે. સામાન્ય રીતે સંગ્રહ માટેનો સલામત ભેજ આવતા ૨ થી ૪ દિવસ લાગે છે. હવાનો સાપેક્ષ ભેજ, સંતુલિત સાપેક્ષ ભેજ કરતા ઓછો હોય ત્યારે જ સુકવણી થઈ શકે છે. જયારે બહારની હવા પ્રમાણમાં સૂકી હોય (૪૫% કરતાં ઓછા સાપેક્ષ ભેજ અને ૪૫ સે. થી ઓછા તાપમાન પર) ત્યારે આ કુદરતી સાદી હવાની બીજના જથ્થા બેગ્સની આસપાસ હેરફેર કરવાથી પણ મર્યાદિત પ્રમાણમાં સૂકવણી થઈ શકે છે, જયારે વાતાવરણમાં ૬૦થી વધુ સાપેક્ષ ભેજ હોય ત્યારે મોલ્ડનો વિકાસ થવાથી બીજની ફૂરણશક્તિમાં ઘટાડો થતો હોય છે. વળી વધુ સાપેક્ષ ભેજ અને તાપમાન વખતે સૂર્યપ્રકાશથી સુકવણી ન કરવી જોઈએ. બીજમાં ૧૭% થી વધુ ભેજ હોય તો પહેલા છાયામાં, ત્યારબાદ ૧૭% થી ઓછો ભેજ થયા બાદ સૂર્યપ્રકાશમાં સૂકવણી કરવી જોઈએ. સૂકવેલા બીજ રાત્રે ખુલ્લા ન રહેવા જોઈએ.
યાંત્રિક અને કૃત્રિમ સૂકવણીમાં ગરમ કે સાદી હવા દબાણથી બીજના જથ્થામાં પસાર કરવામાં આવે છે. સુકવણી યંત્ર ઉપલબ્ધ હોય ત્યારે બીજ પાકની યોગ્ય પરીપકવતાએ વહેલી કાપણી કરી શકાય છે, જેથી જરૂર કરતા વધુ પાકની અને ખેતરમાં બીજ વેરાવાની શક્યતાઓ ઘટે, તેમજ ઝડપથી, સમયસર અને એકરૂપ સૂકવણી કરી શકાય અને ઉંદર પક્ષીથી થતું નુકસાન અટકાવી શકાય. વધુમાં બીજને પ્રોસેસિંગ દરમ્યાન થતું નુકશાન પણ ઘટાડી શકાય છે. બીજનો શરૂઆતનો ભેજ વધુ હોય તો સૂકવણી નીચા તાપમાને કરવી જોઈએ. સામાન્ય રીતે બીજનો ભેજ ૧૦% થી ઓછો હોય તો ૪૩૦સે., ૧૦ થી ૧૮% હોય તો ૩૭ સે. અને ૧૮થી વધુ હોય તો સરસે. તાપમાને સૂકવણી કરવી જોઈએ. ઘઉં, ડાંગર, મકાઈ, જુવાર, ઓટ અને સોયાબીન જેવા પાકોમાં ૪૩°સે. અને મગફળીમાં ૩રસે. તાપમાન ભલામણ થયેલ છે. બીજના થરની યોગ્ય જાડાઈ પણ સૂકવણીને અસર કરે છે. તબક્કા વાર અથવા સતત પ્રવાહ ધરાવતા બીજ સૂકવણી યંત્રો ઉપલબ્ધ છે. તબક્કાવાર સુકવણી કરતાં યંત્રોમાં કાંણાવાળુ તળીયુ, હીટર, પંખો વગેરેની ગોઠવણ હોય છે જયારે સતત પ્રવાહ ધરાવતા સુકવણી યંત્રો ગરમ હવા અને બીજના સમાન દિશામાં જે વિરુદ્ધ દિશામાં સતત પ્રવાહ દ્વારા ભેજ દૂર કરવામાં આવે છે.
બીજની સૂકવણી પહેલાં વધારે પડતો સમય બીજ ન રાખવા અને સૂકવણી બાદ ઉગાવો ૧-૨% થી વધુ ઘટવો ન જોઈએ. સુકવણી પદ્ધતિ ઉપરાંત જુદી જુદી પદ્ધતિથી સુકવણી કર્યા બાદ સંગ્રહ દરમ્યાન ઉગાવાનો ઘટાડો પણ જુદો જુદો માલુમ પડેલ છે.
બીજ પ્રોસેસિંગથી વધુ ભૌતિક શુદ્ધતા, ઉગાવો, જૂસ્સો અને સંગ્રહ ક્ષમતા ધરાવતા બીજ મળવાથી એક સમાન વાવણી સંભવિત બને છે. એકસરખો નિર્ધારિત ઉગાવો થાય છે અને એકમ વિસ્તારમાં છોડની સંખ્યા -જળવાવાથી ઉત્પાદનમાં પણ વધારો થાય છે. વધુમાં -નીંદણના બીજનો ફેલાવો અટકે છે અને ભૌતિક શુદ્ધતાના કારણે મૂલ્ય અને સંગ્રહશક્તિમાં વધારો થાય છે તેમજ દવા વગેરેનો પટ આપવાના કારણે રોગો અને જીવાતો -સામે બીજનું રક્ષણ થાય છે.ધાન્ય પાકોના બીજના પ્રોસેસિંગમાં મુખ્યત્વે એક સ્ક્રીન કલીનર, ઈન્ડેન્ટેડ સીલિન્ડર સેપરેટર અને સ્પેસિફિક ગ્રેવિટી સેપરેટરનો ઉપયોગ થાય છે. બીજ અને અન્ય શુદ્ધિતઓ - અનિચ્છનીય પદાર્થો વચ્ચે ભૌતિક ખાસિયતો ગુણધર્મોમાં તફાવત હોય છે. જેમાંથી એક અથવા એકથી વધારે ખાસિયતોના -તફાવતનો ઉપયોગ કરી બીજ પ્રોસેસિંગ દ્વારા બીજ જથ્થાનું વૈવિધ્યનું સ્તર નીચે લાવી શકાય છે અને ગુણવત્તાયુક્ત બીજ ઉત્પાદન કરી શકાય છે.
ક્રમ |
ભૌતિક ખાસિયત |
અનુકુળ યંત્ર |
(૧) |
બીજનું માપ (પહોળાઈ, જાડાઈ) –નાનાથી મોટું |
એર સ્ક્રીન કલીનર કમ ગ્રેડર |
(૨) |
બીજની લંબાઈ-નાની, મોટી
|
ઈન્ડેન્ટેડ સીલિન્ડર સેપરેટર, ડિસ્ક સેપરેટર |
(૩) |
બીજનો આકાર - ગોળ, લંબગોળ, ચપટા વગેરે |
સ્પાઈરલ સેપરેટર, ડેપર સેપરેટર |
(૪) |
બીજની સપાટીનું ટેન્ચર (પોત) - લીમ્સ, ખરબચડું |
રોલ મિલ/ડોડર મિલ |
(૫) |
બીજની ઘનતા વિશિષ્ટ ઘનતા – અપૂર્ણ ભરાયેલ, અપરીપક્વ, હલકા, |
સ્પેસિફિક ગ્રેવિટી સેપરેટર
|
(૬) |
બીજનો રંગ - આછો, ઘાટો
|
ઈલેકટ્રોનિક કલર સોર્ટર |
(૭) |
પાણી ગ્રહણ કરવાની ક્ષમતા - ઓછી, વધુ |
મેગ્નેટિક સેપરેટર |
(૮) |
ટર્મિનલ વેલોસિટી (એરોડાનામિક ગુણધર્મ)-વધુ, ઓછી |
ન્યુમેટિક સેપરેટર
|
ઈન્ડેટેડ સીલિન્ડર સેપરેટમાં તેની ધરી આસપાસ ફરતુ (સહેજ ઢળતું, અને તેની અંદર મધ્યમમાં પરિપથ ટ્રિો) ધરાવતુ નળાકાર હોય છે. નળાકારની સમગ્ર પરિઘવાળી સપાટીમાં અંદરની બાજુ અર્ધગોળાકાર ખાંચ હોય છે. જયારે આ ખાંચવાળુ નળાકાર તેની ધરી પર ફરે છે, ત્યારે તેમાં દાખલ થતાં અને તળિયે આગળ વધતા બીજના જથ્થામાંથી બીજને આ અંદરની સપાટીમાં રહેલ ખાચ ભરાવાની તક આપે છે. ખાંચના માપ કરતાં નાના બીજ ખાંચમાં ભરાય છે અને કેન્દ્રવર્તી દબાણથી તેમાં ભરાયેલ રહે છે. નળાકારમાં ફરતા જયારે આ ખાંચ ઉપરની તરફ જાય છે. ત્યારે ગુરુત્વાર્ષણના કારણે બીજ ખાંચમાંથી નીચે પડે છે. જયાં એડજસ્ટેબલ ટ્રો-પરીપથમાં પડી, તેમાં ઓગર જેવી રચના દ્વારા બીજા રસ્તે બહાર આવે છે. જયારે પાંચ કરતાં મોટા માપના બીજ ખાંચમાં ભરાતા નથી અને ફરતા નળાકારમાં આગળ વધી નળાકારના અંતમાં રહેલ અલગ રસ્તે બહાર આવે છે. ઈન્ડેન્ટેડ સીલિન્ડર ગ્રેડર માટે ભારતીય માનક બ્યુરોના સ્ટાન્ડર્ડ આઈ.એસ. ૧૨૫૭૬-૧૯૮૯ ધ્યાને લેવા જરૂરી છે.
એર સ્ક્રીન કલીનર અને ઈન્ડેન્ટેડ સીલિન્ડર ગ્રેડરના ઉપયોગ પછી બીજના જથ્થામાં સરખા માપવાળી અશુદ્ધિઓ પણ રહેતી હોય છે. આવી સરખા માપવાળી ઘનતા (એકમ કદનું વજન) કે વજનમાં જુદી પડતી અશુદ્ધિઓને સ્પેસિફિક ગ્રેવિટી સેપેરટર દ્વારા અલગ કરી શકાય છે.
આ યંત્રમાં ત્રિકોણાકાર, બે દિશામાં ઢળતુ, કાંણાવાળી જાળીવાળુ ડેક અને તેની નીચેથી હવાનો પ્રવાહ આપવાની વ્યવસ્થા હોય છે. ડેકની નીચેથી હવાનો પ્રવાહ સીધો બીજ પર આવતો હોઈ ફક્ત હવાથી વધુ ઘનતા ધરાવતા ભારે બીજડેકની સપાટી પર રહે છે. જયારે હવા કરતાં ઓછી વિશિષ્ટ ઘનતા ધરાવતા બીજ વધતા-ઓછા અંશે ભારે બીજની ઉપર રહીને નીચેની તરફ જતા હોય છે. જો બીજમાં માપ અને વજનમાં વધારો વૈવિધ્ય હોય તો ડેકનો ઢાળ વધુ રાખવાથી વધુ ક્ષમતા મેળવી શકાય છે. જયારે માપ અને વજનમાં વધારે તફાવત ન હોય ત્યારે ડેકનો ઢાળ ઓછો રાખવામાં આવે છે અને ઓછી ક્ષમતા મળે છે. સ્પેસિફિક ગ્રેવિટી સેપેરટની કાર્યક્ષમતા હવાના જથ્થા, અંતના અને બાજુના ઢાળ, કંપનની ઝડપ અને ફીડરેટ જેવા મુદ્દાઓ પર આધાર રાખે છે. સ્પેસિફિક ગ્રેવિટી સેપરેટર માટે ભારતીય માનક બ્યુરોના સ્ટાન્ડર્ડ આઈ.એસ. ૧૪૪૬૦-૧૯૯૭ ધ્યાને લેવા જરૂરી છે.
બીજનો પેકિંગ માટેના પેકિંગ મટીરિયલ્સનો આધાર, બીજના પ્રકાર, બીજનો જથ્થો, બીજની કિંમત, પેકિંગ પદાર્થની કિંમત, પેક કરેલ બીજ જયાં રાખવાના છે તે સંગ્રહ સ્થાનનું વાતાવરણ અને બીજ રક્ષણનું સ્તર વગેરે પર આધારિત છે. દા.ત. પોલીથીનના અસ્તરવાળી શણની બેગમાં ઓછા ભેજવાળા ડાંગર જેવા પાકોના બીજના સંગ્રહથી સંગ્રહ દરમ્યાન બીજની ગુણવત્તામાં ઓછો ઘટાડો થાય છે. જયારે વધુ ભેજવાળા ડાંગરના બીજ પોલીથીન અસ્તર વગરના શણના કોથળામાં વધુ યોગ્ય રીતે સચવાય છે. બીજની કક્ષા (જર્મપ્લાઝમ, બ્રીડર, ફાઉન્ડેશન વગેરે) અને કેટલા સમય માટે બીજનો સંગ્રહ કરવાનો છે તે ધ્યાને લઈ સંગ્રહસ્થાનનો ભેજ અને તાપમાન જાળવવાનું હોય છે. સંગ્રહસ્થાનના ભેજ અને તાપમાન તેમજ પેકિંગ મટીરિયલની વિવિધતા સાથે મકાઈ, સોયાબીન, ડાંગર, ભીંડા, દિવેલા જેવા પાકોના બીજની ગુણવત્તામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળે છે.
દેહધાર્મિક પરિપકવતાથી કાપણી અને ત્યારબાદ ફરી વાવણી સુધીના સમયગાળામાં ઊંચી ફૂરણશક્તિ અને જૂસ્સો જાળવવો એ બીજ સંગ્રહનો મુખ્ય હેતુ છે. સામાન્ય વાતાવરણના ૧૮ માસના સંગ્રહમાં સંગ્રહ સમય સાથે ઘઉં, ડાંગર, મકાઈ જેવા પાકોની સ્કૂરણશક્તિમાં ૧ થી ૧૦ % ઘટાડો જયારે સોયાબીન, મગફળી જેવા પાકોની સ્કૂરણશક્તિમાં ૩૬ થી ૯૧% જેટલો ઘટાડો જોવા મળેલ છે. સામાન્ય રીતે બીજનો ભેજનો વધારો બીજનું આયુષ્ય ઘટાડે છે પરંતુ ૪% કરતાં નીચો બીજનો ભેજ, બીજની ગુણવત્તાને નુકસાન પણ કરે છે. પ% થી ૧૪% ભેજની મર્યાદા વચ્ચે, ૧૪ ટકા કરતા પ્રત્યેક ૧% ભેજનો ઘટાડો બીજની આવરદા બમણી કરે છે. સામાન્ય પેકિંગમાં સંગ્રહ કરતા પહેલા યોગ્ય સૂકવણીથી ધાન્યપાકોમાં ૧૨%થી ઓછો, તેલીબિયાં પાકોમાં ૯૬થી ઓછો અને કઠોળપાકોમાં ૧૦% થી ઓછો ભેજ લાવવો જરૂરી છે, વળી હવાચુસ્ત પૅકિંગમાં સંગ્રહ કરવાનો હોય ત્યારે સામાન્ય સંગ્રહયોગ્ય ભેજ કરતા ૨ થી ૪% ઓછો ભેજ રાખવો જોઈએ. સંગ્રહ સમયે બીજનો ૧૪% કરતાં ક્યારેય વધુ ભેજ ન હોવો જોઈએ. જયારે લાંબા ગાળાના સંગ્રહ માટે ૯% કરતાં ઓછો ભેજ રાખવો જોઈએ. સંગ્રહ સ્થાન વાતાવરણના સાપેક્ષ ભેજ હોય ત્યારે કુદરતી રીતે બીજનું નીચુ ભેજ પ્રમાણ મળે છે. બીજનો સમતોલ સમયનો ભેજ સંગ્રહસ્થાન વાતાવરણના સાપેક્ષ ભેજ અને તાપમાન પર સંપૂર્ણ પણે આધારિત છે. તાપમાન ઘટે ત્યારે વાતાવરણનો સાપેક્ષ ભેજ વધે અને બીજનો સમતોલ સમયનો ભેજ વધે અને તાપમાન વધે ત્યારે વાતાવરણનો સાપેક્ષ ભેજ ઘટે તેમજ બીજનો સમતોલ સમયનો ભેજ ઘટે છે. ૦૦ સે.થી પ સે. તાપમાનની વચ્ચે દરેક પ સે. સંગ્રહ તાપમાનનો ઘટાડો બીજની આવરદા બમણી કરે છે.
કેટલાક ધાન્યપાકો, શાકભાજી તથા ઘાસચારાના પાકોના બીજ કદમાં બહુ નાના વજનમાં હલ્કા તથા આકારમાં વિવિધતા ધરાવતા હોઈ, બીજને સરખા અંતરે વાવણી કરવામાં મુશ્કેલી પડે છે. છાંટીને વાવણી કરવાથી બીજ દર અને અંતર જાળવવામાં પણ મુશ્કેલી પડે છે.કિંમતી બીજના બગાડની સાથે સાથે વધુ સમયની જરૂર પડે છે અથવા છોડની સંખ્યા ન જળવાવાથી ઉત્પાદકતામાં ઘટાડો થવા પામે છે. આ માટે બીજની ઉપર આવરણ (પેલેટિંગ) ચડાવવાની પ્રક્રિયા કરવામાં આવે છે, જેથી બીજના કદ, આકારમાં સુધારો થવા સાથે બીજને ઉગવામાં અને પાકને વધવામાં જરૂરી તત્વો પણ આવરણની સાથે ભેળવી શકાય છે. આમ બીજની કાર્યક્ષમતા અને મૂલ્યમાં વધારો થવા સાથે બીજને ઉગવામાં અને પાકને વધવામાં જરૂરી તત્વો પણ આવરણની સાથે ભેળવી શકાય છે. આમ, બીજની કાર્યક્ષમતા અને મૂલ્યમાં વધારો થાય છે. શાકભાજી ફળ પાકોમાં સૂકાયા બાદ અથવા પાકા અને તાજા ફળો શાકભાજીમાંથી બીજ સલામત અને કાર્યક્ષમ રીતે અલગ કરવા માટે યંત્રો ઉપલબ્ધ છે જેમાં ટામેટા, લીંબુ, મરચા અને આમળા જેવા પાકોનો સમાવેશ થાય છે. બિયારણને પેલેટિંગ કરવા સીડ પેલેટાઈઝર જેવા યંત્રો ઉપલબ્ધ છે. ટામેટા જેવા પાકોમાં વર્મિકમ્પોસ્ટ, ગાયનું છાણ, માટી (ફિલર તરીકે) ૧% મિથાઈલ સેલ્યુલોઝ અને ૧.પ% પોલીવિનાઈલ આલ્કોહોલ (અધેસીવ તરીકે) વાપરી પેલેટિંગ કરવાથી તૈયાર થયેલ લંબગોળ / ગોળ પેલેટમાં ધરૂનો ઉછેર સારો મળેલ, બીજની સંગ્રહશક્તિ પણ વધેલ અને બીજનો દર ૩૩% ઘટાડી શકાયેલ. ભૌતિક, રાસાયણિક અને જૈવિક રીતે બીજ માવજત દ્વારા બીજમાં મૂલ્ય વર્ધન કરવામાં આવે છે. ભૌતિક રીતે પ્રોસેસિંગ યંત્રો પ્રક્રિયાઓ દ્વારા મૂલ્ય વર્ધન, રાસાયણિક રીતે ફૂગનાશક, જીવાતનાશક કે રક્ષક દવા અને ઉપયોગી તત્વો સાથે આવરણ કરી કોટિંગ પેલેટિંગ દ્વારા મૂલ્ય વર્ધન અને જનીનિક રીતે ઉપયોગી લક્ષણો, ઈચ્છિત ગુણધર્મો અને પ્રતિકારક શક્તિ દાખલ કરી બીજની ગુણવત્તા, ઉગવાની ક્ષમતા વધારવાથી બીજના મૂલ્યમાં નોંધપાત્ર વધારો થાય છે. વધુ મૂલ્ય ધરાવતા ક્ષેત્રિય અને બાગાયતી પાકોના બીજમાં બીજને પટ ચડાવવાથી લઈ, સાથે બાયોફર્ટિલાઈઝર, વર્મિકમ્પોસ્ટ જેવા ઉપયોગી સક્રિયતત્વો સાથે ગોળી બનાવી કે પોલીમર કોટિંગ દ્વારા મૂલ્ય વર્ધન કરી બીજની ગુણવત્તાપાત્ર વધારો કરવામાં આવી રહ્યો છે. ભૌતિક સ્તરે પ્રોસેસિંગ માટેના વિવિધ યંત્રો દ્વારા પ્રોસેસિંગ માટેની સુધારેલ પ્રક્રિયાઓના ઉપયોગથી મૂલ્ય વર્ધન થઈ શકે છે. અત્રેના વિભાગીય સંશોધન કેન્દ્ર, ખાતે હાથ ધરેલ અભ્યાસમાં પ્રોસેસિંગ યંત્રો/પ્રક્રિયાઓ દ્વારા ડાંગર, ઘઉં જેવા પાકોની ભૌતીક શુદ્ધતા, ઉગાવો, ટેસ્ટ વેઈટ, ઉગાવાના આંક અને જુસ્સાના આંકમાં નોંધપાત્ર વધારો માલૂમ પડેલ છે.
પાક |
બીજ પ્રમાણન મુજબ જરૂરી લઘુત્તમ |
|
|
|
||||
ભૌતિક શુદ્ધતા (%) |
ઉગાવો (%) |
પ્રોસેસિંગ પહેલાં (%) |
પ્રોસેસિંગ પછી (%) |
પ્રોસેસિંગ પહેલાં (%) |
પ્રોસેસિંગ પછી (%) |
પ્રોસેસિંગ પહેલાં |
પ્રોસેસિંગ પછી |
|
ડાંગર |
૯૮ |
૮૦ |
૯૬.૮૫ |
૯૮.૮૭ |
૮૧.૭૫ |
૯૧.5૦ |
૧૩૦૬.૪૧ |
૧૫૪૯.૬૮ |
ઘઉં |
૯૮ |
૮૫ |
૯૭.૭૨ |
૯૯.૫૬ |
૭૯.૮૦ |
૮૫.૩૦ |
૧૩૧૭.૦૦ |
૧૬૫૦.૦૩ |
આમ બીજ પ્રમાણન માટેના ઓછામાં ઓછા માપદંડ ન ધરાવતા બીજના જથ્થાને પ્રોસેસિંગ કરી બીજ પ્રમાણન માપદંડો મુજબ કરી મૂલ્ય વર્ધન કરી શકાય છે. સામાન્ય રીતે ઓછા મૂલ્ય ધરાવતા વધુ જથ્થાવાળા બીજમાં રાસાયણિક, ફૂગનાશક, જીવાતનાશક કે રક્ષક દવાના પટ આપવામાં આવે છે અથવા તે દવાની પડીકી બીજની બેગમાં મૂકવામાં આવે છે. જયારે વધુ મૂલ્ય ધરાવતાં નાના કદ કે ઓછા જથ્થાવાળા બીજને આવી દવાઓ સાથે પોલીમરનું કોટિંગ પેલેટિંગ દ્વારા આવરણ ચઢાવવામાં આવે છે. કેટલાક બીજનો ઉગાવો ઝડપી અને એકસરખો કરવા પ્રાઈમિંગ પણ કરવામાં આવે છે. સૂક્ષ્મ તત્વો પણ પેલેટિંગમાં સામેલ કરવામાં આવે છે.
સ્ત્રોત : મે-૨૦૧૭, વર્ષ ૭૦,સળંગ અંક :૮૨૯,કૃષિ ગોવિદ્યા
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020