অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ફૂડ કલરનો પ્રોસેસીંગ પ્રોડકટમાં ઉપયોગ

આપણાં દેશમાં છેલ્લા કેટલાક સમયથી ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્રે લોકોનું ધ્યાન ખેંચાયું છે જેના પરીણામે આજે પ્રોસેસીંગનું પ્રમાણ પણ વધવા લાગ્યુ છે. પ્રોસેસ ફૂડ માર્કેટમાં આજે અનેક ફૂડ પ્રોડકટસ તેનાં અવનવા રૂપમાં ઉપલબ્ધ થતી રહે છે.
જે ગ્રાહકોમાં એક આકર્ષણ પણ ઉભુ કરે છે. આવી પ્રોસેસીંગની બનાવટો ધાન્ય પ્રકારનાં પાકોમાંથી બનતી હોય કે પછી ફળ અને શાકભાજીમાંથી બનતી હોય.દૂધમાંથી બનતી હોય કે પછી નોન વેજીટેબલ આઈટમમાંથી બનતી હોય પરંતુ આવા તમામ પ્રકારની પ્રોસેસ પ્રોડકટ બનાવવાં ખૂબ જ ચોકકસાઈ અને કાળજી રાખવી પડતી હોય છે. સામાન્ય રીતે આવી પ્રોડકટ બનાવતી વખતે પ્રોડકટને અનુરૂપ તેનાં પ્રોસેસીંગ સ્ટેપને ખ્યાલ રાખવો પડતો હોય છેજેમ કે મીક્ષીંગ, ક્રીમીંગ, બેકીંગ, પીલીંગ, ગ્રેટીંગ, શ્રેડીંગ, સ્લાઈસીંગ, ડાઈસીંગ, લેમીનેટીક, કેટીંગ, થર્મલ પ્રિટ્રીટમેન્ટ અને થર્મલ પ્રોસેસીંગ વિગેરે. આ ઉપરાંત ફૂડ પ્રોડકટસને ન્યુટ્રીશન યુકત તથા આકર્ષક બનાવવા માટે તેનાં બ્લેન્ડીંગ, ફોર્મુલેશન, ફોર્ટીફીકેશન, એનરીચમેન્ટ, પ્રિઝર્વરેટીવ અને એડીટીવ્સનાં વપરાશ વિગેરે જેવા મુદાઓ ઉપર ખાસ ધ્યાન આપવું પડતું હોય છે.

કોઈપણ ફૂડ પેકેટ પર તેનાં ન્યુટ્રીશન / કંન્ટેન્ટની વિગત સાથે એડેડ એડીટીવ્સનો સામાન્ય રીતે ઉલ્લેખ કરવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની વ્યાખ્યા પ્રમાણે ફૂડ એડીટીવ્ઝ એવા પદાર્થ છે કે જેને ઈરાદાપૂર્વક ફૂડ પ્રોડકટની અંદર ખૂબ જ ઓછી માત્રામાં ઉમેરવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારનાં એડીટીવ્ઝમાં વિટામીન અને મીનરલનો સમાવેશ થયેલ હોતો નથી. આવા ઉમેરેલા એડીટીવ્ઝ સામાન્ય રીતે ફૂડ પ્રોડકટને દેખાવ ફલેવર બંધારણ અને સ્ટોરેજ ગુણવતા બક્ષે છે. એડીટીવ્ઝનાં અન્ય કાર્યો જોઈએ તો તે ફૂડ પ્રોડકટસને ઈમ્લસીફીકેશન લીસાપણુ બક્ષવા ઉભાર આપવા ટેસ્ટ આપવા એસીડીફીકેશન તેમજ કલર જાળવી રાખવા ઉપયોગી થતા હોય છે.

ફૂડ કલર એડીટીવ્ઝઃ

વિવિધ ફૂડ પ્રોડકટ બનાવવા માટે આજે લગભગ ર૦૦૦ કરતા વધુ ફૂડ એડીટીવ્ઝનો ઉપયોગ ફૂડ ઈન્ડસ્ટ્રીઝમાં થઈ રહયો છે. આ એડીટીવ્ઝમાં એક ખાસ પ્રકારનાં ઉપયોગી એડીટીવ્ઝ એટલે કલર. કોઈ પણ પ્રોડકટને જરૂરી કલર બક્ષવા તેનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે કલર એડીટીવ્ઝને બે ભાગમાં વિભાજીત કરી શકાય.

કુદરતી ફૂડ કલરઃ

આ પ્રકારનાં ફૂડ કલર કુદરતી સ્ત્રોતમાંથી તૈયાર કરવામાં આવે છે. જેમ કે અનનાટો કેરમલ કેરોટીન અને સેફ્રોન. આવા કુુદરતી રીતે મળી રહેતા પીગમેન્ટ (કલર) ની માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે.
કલોરોફીલઃ કલોરોફીલ પ્રોસેસ પ્રોડકસનને લીલો રંગ બક્ષવા સક્ષમ હોય છે. આ કલોરોફીલ પીગમેન્ટ ખાસ કરીને પાંદડાવાળા શાકભાજીમાં રહેલાં હોય છે,જેમાંથી એકસ્ટ્રેકટ કરી આવા કલર તૈયાર કરવામાં આવે છે. કોબી અને લેટયુસ જેવા શાકભાજીમાંથી તે સારી રીતે મળી રહે છે.

કેરોટોનોઈડઃ કેરોટોનોઈડ નારંગી પીળો રંગ ફૂડ પ્રોડકટને આપે છે. આ પ્રકારનાં પીગમેન્ટ ગાજર કેરી સંતરા અને કોળા વિગેરેમાંથી મળી રહે છે.


એન્થોસાયોનીનઃ :એન્થોસાયોનીન સામાન્ય રીતે પરપલ, વાદળી અને લાલ રંગ ફૂડ પ્રોડકટને આપે છે. એન્થોસાયોનીન જુદા – જુદા ફળ અને શાકભાજી જેવા કે ચેરી, દ્રાક્ષ, સફરજન અને લાલ પ્રકારની કોબીજ વગેરેમાંથી એકસ્ટ્રેકટ કરવામાં આવે છે.
એન્થોક્ષાનથીનઃ : આ પ્રકારનો કુદરતી કલર બટાટા અને ફલાવર જેવા શાકભાજીમાંથી મેળવવામાં આવે છે. એન્થોક્ષાનથીન ક્રીમીથેલો અને ક્રીમીવાઈટ જેવો કલર બક્ષે છે.

બેટાલેઈનઃ :બેટાલેઈન લાલ અને પીળો રંગ આપવા સક્ષમ હોય છે. બેટાલેઈન બીટરૂટ, કેકટસફૂટ અને ચોકકસ પ્રકારનાં ફૂલમાંથી મેળવવામાં આવે છે.

કુત્રિમ ફૂડ કલરઃ

આ પ્રકારનાં ફૂડ કલર કૃત્રિમ રીતે તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારનાં કલરને એઝોડાઈ અથવા સીનથેટીક ડાઈ પણ કહેવામાં આવે છે. આવા કૃત્રિમ કલરનો વપરાશ ઘણા બધા દેશોમાં વર્જીત છે. આપણાં દેશમાં ફૂડ પ્રોડકટસ ઓર્ડર (એફપીએ) મુજબ કેટલાંક કલરના વપરાશની પરવાનગી આપેલ છે. જેમાં લાલ, પીળો, લીલો અને વાદળી કલરનો તેના પરમીટેડ કલર ઈન્ડેક્ષ મુજબ સમાવેશ કરવામાં આવેલ છે. સામાન્ય રીતે કૃત્રિમ રીતે તૈયાર થયેલ કલર ફૂડ પ્રોડકટને એકધારો કલર આપવા સક્ષમ હોય છે. આવા કલર સામાન્ય રીતે પાવડર અથવા રેડી–ટુ–યુઝ સોલ્યુશનનાં સ્વરૂપમાં મળતા હોય છે.

ફૂડ પ્રોડકટમાં ઉપયોગઃ

 

પાવડર કલરને ઉપયોગમાં લેતા પહેલા તેને ઠંડા પાણી વડે મીક્ષીંગ કરી તેની પેસ્ટ બનાવી લેવામાં આવે છે. પેસ્ટ બનાવ્યા બાદ તેમાં જરૂરીયાત મુજબનું ઉકળતુ પાણી ઉમેરી સતત હલાવી ધોળ તૈયાર કરવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલ ધોળને ફરી ઠંડુ કરી તેનું યોગ્ય ફીલ્ટ્રેશન કરવામાં આવે છે. ધોળની ધનતા વધારવા તેમજ તેના એકધારો બનાવવા તેમાં સામાન્ય રીતે ૧૦% જેટલું ગ્લીસરીન ઉમેરવામાં આવે છે. કયારેક તેમની સોલ્યુબીલીટી વધારવા ચોકકસ પ્રકારનાં રસાયણ પણ ઉમેરવામાં આવે છે.

ફૂડ કલર સામાન્ય રીતે ફૂડ પ્રોડકસને આકર્ષક બનાવવા ઉપયોગી થાય છે. જયારે સામી બાજુએ જોઈએ તો કયારેક ફૂડની ડીફેકટને ઢાંકવા પણ તેનો ઉપયોગ થતો હોય છે. કુદરતી રીતે તૈયાર થયેલા ફૂડ કલર વપરાશમાં મોંધા પડે છે પરંતુ તેનો ઉપયોગ ફૂડ પ્રોડકટમાં હિતાવહ અથવા ઇચ્છનીય હોય છે. કૃત્રિમ રીતે તૈયાર થયેલ ફૂડ કલર પ્રોડકટને સારો આપવા ઉપરાંત વપરાશમાં સસ્તા પડે છે પરંતુ તેનો ઉપયોગ ફૂડ પ્રોડકટમાં શકય હોય ત્યાં સુધી ટાળવો જોઈએ.

ર્ડા. આર. આર.ગજેરા સહ પ્રાધ્યાપક,બાગાયત કોલેજ, આ.કૃ.યુ,આણંદ

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate