હોમ પેજ / ખેતીવાડી / કાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન / ફળ અને શાકભાજીમાં પ્રોસેસીંગની શક્યતાઓ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ફળ અને શાકભાજીમાં પ્રોસેસીંગની શક્યતાઓ

ફળ અને શાકભાજીમાં પ્રોસેસીંગની શક્યતાઓ વિશેની માહિતી આપે છે.

દેશની વિવિધ પ્રકારની જમીન અને આબોહવાને કારણે વિવિધ પ્રકારના શાકભાજી અને ફળોનું જે તે વિસ્તારને અનુરૂપ ઉત્પાદન થાય છે. ફળ અને શાકભાજીનું આપણાં દૈનિક આહારમાં ખૂબ જ મહત્વ રહેલું છે. પોષણની દ્રષ્ટિએ જોઈએ  ખૂબ જ ઓછા ખર્ચે પ્રાપ્ત થતાં ખનીજ તત્વો, વિટામીન્સ અને રેસાઓ ફળો અને શાકભાજીમાંથી સહેલાઈથી મળી રહે છે. દૈનિક આહારમાં તેનો યોગ્ય સમાવેશ કરી અનેક પ્રકારનાં  રોગો સામે પ્રતિકારક શકિત મેળવી શકાય છે. ફળ અને શાકભાજીનું ઉત્પાદન સામાન્ય રીતે તેની પીક સીઝનમાં વધારે થતુ હોય છે. આવા સમયે એકીસાથે ઉત્પાદન થવાથી બજારમાં માલનો ભરાવો થાય છે, અને પરીણામે ઉત્પાદન કર્તાને તેના યોગ્ય પોષણ ક્ષમ ભાવ મળતા નથી. બીજી બાજુ ફળો અને શાકભાજીને વધુ સમય સંગ્રહી શકાતા ન હોઈ ઝડપથી બગડવા લાગે છે, જેથી નુકસાન ખૂબ જ પ્રમાણમાં થતુ હોય છે. ફળ અને શાકભાજીની કાપણી પછી તે માલ વપરાશ કર્તાઓ સુધી પહોચે તે દરમ્યાન અંદાજે 25 % જેટલો બગાડ થાય છે. આ રીતે થતા બગાડને અટકાવવા મુખ્યત્વે બે પધ્ધતિ પ્રત્યે ધ્યાન આપવું જરૂરી બન્યું છે. પ્રથમ પધ્ધતિમાં ઉત્પાદીત થયેલા ફળ અને શાકભાજીને શક્ય તેટલાં વહેલા શિતાગારમાં યોગ્ય તાપમાને સંગ્રહ કરવા અને તેની શિતાગારના વાતાવરણમાં જ બજાર વિતરણ વ્યવસ્થા ગોઠવવી. બીજી પધ્ધતિમાં ફળ અને શાકભાજીનું ઉત્પાદનનાં સ્થળે અથવા તેની નજીકમાં જ યોગ્ય પધ્ધતિ દ્વારા પ્રોસેસીંગ કરી વિવિધ અવનવી પ્રોડક્ટ્સ બનાવી બજારમાં વેચાણ માટે મુકવી. આમ કરવાથી ઉત્પાદીત થયેલ ફળો અને શાકભાજીનો બગાડ અટકાવી તેની વિવિધ મૂલ્યવર્ધિત બનાવટો બનાવી આવકમાં પણ નોંધપાત્ર વધારો કરી શકાય તેમ છે.

 

વિવિધ પ્રકારનાં ફળ અને શાકભાજીની ઉપલબ્ધતાને કારણે તેમાં પ્રોસેસીંગની અપાર સંભાવનાઓ/ શક્યતાઓ રહેલી છે. ફળ અને શાકભાજીમાંથી નીચે મુજબની વિવિધ મૂલ્યવર્ધિત બનાવટો બનાવી બજારમાં વેચાણમાં મોકલી શકાય છે.

ફળમાંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત બનાવટો

અ.નં.

ફળ

મૂલ્યવર્ધિત બનાવટો

1

આમળા

જ્યુસ, કેન્ડી, સીરપ, સ્ક્વોશ, જામ, અથાણું, મુરબ્બા, પાવડર ચવનપ્રાસ

2

કેળા

વેફર્સ, પાવડર, વિવિધ પ્રકારનાં પીણા, જ્યુસ, કેન્ડી પ્રોડક્ટ વિગેરે

3

કેરી

આમચુર, અથાણું, પલ્પ, જામ, પાવડર, કોન્સનટ્રેટ, નેકટાર, સ્ક્વોશ વિગેરે

4

દાડમ

અનારદાણા પાવડર, જ્યુસ, સ્ક્વોશ, સીરપ, કોન્સનટ્રેટ વિગેરે

5

પપૈયા

કેન્ડી, જામ, કેન પપૈયા, જ્યુસ, નેકટાર વિગેરે

6

બોર

કેન્ડ પ્રોડક્ટ, કેન્ડી, જામ, ડ્રાઈડ પ્રોડક્ટ વિગેરે

7

ફાલસા

સ્ક્વોશ, સીરપ, કોન્સનટ્રેટ, જ્યુસ, વિગેરે

8

જામફળ

નેકટાર, કેન્ડપ્રોડક્ટ, સ્ક્વોશ, વિનેગાર, જામ, જ્યુસ વિગેરે

9

જામુન

વિનેગાર, જેલી, જ્યુસ, સીરપ, કોન્સનટ્રેટ, નેકટાર વિગેરે

10

કોઠું

પલ્પ, જામ, પાવડર, વોટર એક્સ્ટ્ર્કટેડ જ્યુસ વિગેરે

11

ખાટા ફળો

મારમાલેડ, જ્યુસ, નેકટાર, સ્કવોશ, કોર્ડીઅલ, અથાણું વિગેરે

 

શાકભાજીમાંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત બનાવટો

અ.નં.

શાકભાજી

મૂલ્યવર્ધિત બનાવટો

1

બટાટા

વેફર્સ, પાપડ, સ્ટાર્ચ, કેન પ્રોડક્ટ, પાવડર વગેરે

2

ટામેટા

જ્યુસ, કેન પ્રોડક્ટ, અથાણું, પ્યુરી, પેસ્ટ, સોસ, કેચપ, પાવડર

3

ગાજર

જામ, જ્યુસ, અથાણું, કેન્ડી, કેન પ્રોડક્ટ, ડ્રાઈડ સ્લાઈસ / ક્યુબ, હલવો.

4

વટાણા

અથાણું, કેન પ્રોડક્ટ, ડ્રાઈડ પ્રોડક્ટ વગેરે

5

લીલા મરચા

પેસ્ટ, સોસ, અથાણું વગેરે

6

બીટ

કેન પ્રોડક્ટ, જ્યુસ, અથાણું વગેરે

7

કોબીજ

સોરક્રોટ, ડ્રાઈડ પ્રોડક્ટ વગેરે

8

કારેલા

અથાણું, ડ્રાઈડ સ્લાઈસ / પાવડર, જ્યુસ વગેરે

9

તરબુચ/સક્કરટેટી

જ્યુસ, સ્ક્વોશ, કોન્સનટ્રેટ, નેકટાર, અથાણું, વગેરે

10

દુધી

જ્યુસ, પલ્પ, કેન્ડી, પાવડર, હલવો

11

મેથી/પાલકની ભાજી

ડ્રાઈડ પ્રોડક્ટ, ડ્રાઈડ પાવડર વગેરે

12

ડુંગળી, લસણ, આદુ

ડ્રાઈડ પાવડર, ફ્લેક્સ, અથાણું વગેરે

૧૩

કોળુ

પાવડર, કેન્ડી વગેરે

આ પ્રકારની વિવિધ મૂલ્યવર્ધિત બનાવટો ગ્રામ્ય તથા શહેરી સ્તરે બનાવવા માટે ખાસ કરીને નીચેના મુદ્દાઓ ઉપર ધ્યાન આપવુ જરૂરી છે.

  1. કાચા માલની જરૂરીયાત અને તેની યોગ્ય ઉપલબ્ધતા
  2. પ્રોડક્ટ પ્રમાણે તેની આધુનિક પ્રોસેસીંગ ટેક્નોલોજી
  3. પ્લાન્ટની સાઈઝ પ્રમાણે યોગ્ય સાઈઝની મશીનરી
  4. કુલ પ્રોસેસીંગ ખર્ચ અને ઉત્પાદીત માલની બજાર વ્યવસ્થા
  5. આર્થિક સહાયતા અને જરૂરી લાયસન્સ
લેખક: ડૉ. આર.આર. ગજેરા (સહ પ્રાધ્યાપક) , બાગાયત કોલેજ, આ.કૃ.યુ , આણંદ
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી
3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top