હોમ પેજ / ખેતીવાડી / કાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન / પ્રસંસ્કરીત સોયાબીનનો સ્વાસ્થયવર્ધક ઉપયોગ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પ્રસંસ્કરીત સોયાબીનનો સ્વાસ્થયવર્ધક ઉપયોગ

પ્રસંસ્કરીત સોયાબીનનો સ્વાસ્થયવર્ધક ઉપયોગ

સોયાબીનનો  ઉપયોગ ચીન,જાપાન તેમજ થાઈલેન્ડ જેવા દેશો લગભગ પ૦૦૦ વર્ષથી કરી રહયા છે. આપણાં દેશમા સોયાબીનનો ઉપયોગ લગભગ ૪૦ વર્ષથી નજીવા પ્રમાણમાં થઈ રહયો છે. સોયાબીનનો આહારમાં ઉપયોગ ધણા લાંબા સમયથી સ્વાસ્થયવર્ધક માનવામાં આવે છે.  વર્તમાનમાં પણ અનેક શોઘોથી તેના આ ત્થયની પુષ્ટિ થઈ છે. દૈનિક આહારમાં પ્રતિદિન પ્રસંસ્કરીત ૩૦ ગ્રામ સોયાબીનનો ઉપયોગ કરવામાં આવે તો દૈનિક પ્રોટીનની આપુર્તિ થઈ માણસ અનેક ઘાતક રોગો જેવા કે  હદયરોગ, મધુપ્રમેહ, હાડકાંની નબળાઈ વગેરેથી દૂર રહી શકે છે. દૂધમાં રહેલ લેકટોઝ પચાવી ન  શકતા માણસો માટે સોયાબીનનું દૂધ ઉતમ છે.

 

વિશ્વમાં કુલ સોયાબીનનું ઉત્પાદન વર્ષ ર૦૦૬–૦૭માં રર૦૦ લાખ ટનને આંબી ગયેલ છે. આપણાં દેશમાં સોયાબીનું વાર્ષિક ઉત્પાદન અંદાજે ૮૦ લાખ ટન જેટલું છે. સોયાબીન પકવતા રાજયોમાં મુખ્યત્વે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાનની ગણના થાય છે.જયારે અન્ય રાજયોમાં સોયાબીનનું વાવેતર નહીવત જેવું છે. અલગ–અલગ કઠોળ વર્ગના પાકોની તુલનામાં સોયાબીનની ઉત્પાદકતા લગભગ બમણા જેવી છે. સોયાબીનની ભૌગોલિક વિસ્તાર પ્રમાણે જુદી–જુદી જાતો ઉગાડવામાં આવે છે. સામાન્ય રીતે સોયાબીનનો પાક ૯૦ થી ૧૦૦ દિવસની અંદર તૈયાર થઈ જાય છે.

કઠોળ વર્ગમાં જોઈએ તો જુદા–જુદા પ્રકારના કઠોળમાં પ્રોટીનની માત્રા અંદાજે ર૦ ટકા જેટલી હોય છે. સોયાબીન એક એવો પાક છે, જેમાં પ્રોટીનની માત્રા ૪૦ ટકા એટલે કે કઠોળ કરતાં લગભગ બમણી છે. ૧૦૦ ગ્રામ સોયાબીનમાંથી જે પ્રોટીન મળે છે, તે ૧ લીટર દૂધ અથવા ૩૦૦ ગ્રામ ઈંડા અથવા રપ૦ ગ્રામ માંસ માંથી મળતી પ્રોટીનની માત્રા બરાબર છે. આ ઉપરાંત વનસ્પતિજન્ય પ્રોટીન સ્ત્રોતમાં ગુણવત્તાની દ્રષ્ટિએ  સોયાબીનનનું પ્રોટીન ઉતમ પ્રકારનું ગણવામાં આવે છે. કારણકે તેમાં રહેલા અત્યંત આવશ્યક એમીનો એસીડ વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુ.એચ.ઓ.) ધ્વારા માન્ય એમીનો એસીડને મળતા આવે છે. સોયાબીનમાં ૪૦ ટકા  પ્રોટીન ઉપરાંત ર૦ ટકા તેલ,ર૩ ટકા કાર્બોહાઈડ્રેટ તેમજ આવશ્યક ખનિજ,રેસા, ક્ષાર અને વિટામીન રહેલા છે. સોયાબીનમાંથી સારા એવા પ્રમાણમાં સારી ગુણવત્તા વાળું તેલ પ્રાપ્ત થાય છે. વિશ્વની લગભગ ૩૦ ટકા ખાદ્યતેલની આપૂર્તિ સોયાબીનનાં તેલ થકી થાય છે. આપણાં દેશમાં કુલ ખાદ્યતેલની તુલનામાં સોયાબીન તેલનો હિસ્સો અંદાજે ૧ર ટકા જેટલો છે.સોયાબીનાં કુલ ઉત્પાદનમાથી આપણાં દેશમાં તેનો ઉપયોગ મુખ્યત્વે ૧૦ ટકા બિયારણ માટે, ૭પ થી ૮૦ ટકા તેલ કાઢવા માટે તથા બાકી રહેતો ૧૦ થી ૧પ ટકા હિસ્સો વિવિધ ખાદ્ય ઉત્પાદન બનાવવા માટે થાય છે.

સોયાબીનમાંથી વિવિધ ખાદ્ય ઉત્પાદન બનાવવામાં આવે છે, જેમ કે સંપૂર્ણ સોયા લોટ, સોયાનટ, સાયાદૂધ, સોયાપનીર(ટોફૂ), સોયા દહીં, સોયા શ્રીખંડ, સોયા આઈસક્રીમ, સોયાપૌંઆ તથા બેકરી આઈટમ વગેરે.  સોયાબીનની ઉપર મુજબ અનેક ગુણવત્તાપૂર્ણ વાનગીઓ બનતી હોવા છતાં તેનો વપરાશ આજે ખૂબ જ ઓછો છે. આ માટેનું મુખ્ય કારણ એ છે કે સોયાબીનનો ઉપયોગ સીધે–સીધો કરી શકાતો નથી. આહારમાં તેનો સીધો ઉપયોગ કરવાથી તેમાં રહેલા પોષક વિરોધી તત્વ શરીરને નુકશાન કરે છે. આથીજ સોયાબીનને ઉપયોગમાં લેતાં પહેલાં તેમાં રહેલા પોષક વિરોધી તત્વને દૂર કરવા આવશ્યક જ નહી પરંતુ ખૂબ જ જરૂરી છે.  આ હાનીકારક તત્વને દૂર કરવા સોયાબીનનું પ્રસંસ્કરણ કરવું ખૂબ જ  જરૂરી છે. પ્રસંસ્કરણ બાદ સોયાબીનનો આહારમાં  વપરાશ કરી શકાય છે.

ઉતમ પ્રોટીનનાં સ્ત્રોત સમાન સોયાબીનનો દૈનિક વિવિધ આહારમાં ઉપયોગ થઈ શકે તે હેતુ અહીં માત્ર સંપૂર્ણ સોયાલોટ બનાવવાની પ્રથમ બે સહેલી ઘરગથ્થું સોયાબીન પ્રસંસ્કરણ પધ્ધતિ વિશે માહિતી આપવામાં આવેલી છે. જયારે પધ્ધતિ–૩ માં ક્રમબધ્ધ યાંત્રિક પ્રક્રિયા ધ્વારા લધુ/કુટીર ઉધોગ ચલાવી શકાય તે સમજ હેતું મટીરીયલ બેલેન્સ તથા જરૂરી મશીનરીની વિગત સાથે  સમજ  આપવામાં  આવેલી છે.

સોયાબીન પ્રસંસ્કરણ પધ્ધતિ :– ૧

સોયાબીન

સાફસફાઈ કરવી

(અલ્પવિકસીત,ક્ષતિયુકત દાણા તથા અશુધ્ધિ દૂર કરવી)

સુકવણી કરવી

(સૂર્યનાં તાપમાં અથવા ઈલેકટ્રીક ઓવનમાં)

ઉપરનાં ફોતરા કાઢવા તથા દાળ તૈયાર કરવી

(પારંપરિક ઘંટી / ઘરઘંટી ધ્વારા)

બ્લાન્સીંગ કરવું

(૩ લીટર ઉકળતા પાણીમાં ૧ કિલોગ્રામ સોયાદાળને ૩૦ મીનીટ સુધી ઉકાળવી)

સુકવણી કરવી

(સોયાદાળને નિતારી સૂર્યના તાપમાં અથવા ડ્રાયરમાં ૬થી ૮ ટકા ભેજ રહે તે પ્રમાણે સુકવવી )

પ્રસંસ્કરણ સોયાદાળ

(ઘંટીમાં નાખી દળી લેવી)

સંપૂર્ણ સોયા લોટ

( પોલીથીનની બેગમાં ભરી સીલ કરવો)

 

સોયાબીન પ્રસંસ્કરણ પધ્ધતિ

સોયાબીન

સાફ–સફાઈ કરવી

(અલ્પવિકસીત, ક્ષતિયુકત દાણા તથા અશુધ્ધિ દૂર કરવી)

સોકીંગ કરવું

(૧ કિલોગ્રામ સોયાબીનને ૩ લીટર સ્વચ્છ પાણીમાં ર થી ૩

કલાક રાખ્યા બાદ હળવા હાથે રગડી ઉપરની ફોતરી દૂર કરવી)

સ્ટીમીંગ કરવું

(નિતારેલ તથા ફોતરી દૂર કરેલ સોયાબીનને પ્રેશર કુકરમાં

૬ થી ૭ સીટી થાય ત્યાં સુધી પકવવા)

સુકવણી કરવી

(સ્ટીમીંગ થયેલા સોયાબીનને કાઢી ટ્રે માં લઈ એક કલાક

છાંયડે સુકવવા અને ત્યારબાદ ૮ થી ૧૦ કલાક સૂર્યના

તાપમાં અથવા ડ્રાયરમાં ૬ થી ૮ ટકા ભેજ રહે તે

પ્રમાણે સુકવવા)

પ્રસંસ્કરણ સોયાદાળ

(ઘંટીમાં નાખી દળી લેવી)

સંપૂર્ણ સોયા લોટ

( પોલીથીનની બેગમાં ભરી સીલ કરવો)

સોયાબીન પ્રસંસ્કરણ પધ્ધતિ :૩ (યાંત્રિક)

મશીનરી વિગત / પ્રકિયા   મટીરીયલ બેલેન્સ

સોયાબીન                    →               ૧૦૦ કિગ્રા

↓                                            ↓

કલીનર કમ ગ્રેડર મશીન        ←       કલીનીંગ / ગ્રેડીંગ      →               ૯પ કિગ્રા

↓                                                      ↓                                           ↓

ડીહલર મશીન                         ←      ડીહસ્કીંગ / સ્પલીટીંગ            →              ૮૦.૮ કિગ્રા

↓                                                      ↓                                           ↓

બ્લાન્સર યુનિટ                                ←       બ્લાન્સીંગ(બ્લાન્સ કરેલ સોયાદાળ)→   ૮૦ કિગ્રા

↓                                           ↓                                                  ↓

ટ્રે / એલએસયુ ડ્રાયર             ←       ડ્રાઈંગ (૬ થી ૮% ભેજ સુધી)→      ૭૯.૬ કિગ્રા

↓                                                    ↓                                  ↓

મીલીંગ ઈકવીપમેન્ટ   ←               ગ્રાઈન્ડીંગ/મીલીંગ                                 ↓                        ↓                                          ↓

સીફટર                   ←                       ગ્રેડીંગ                                                ↓

↓                                                   ↓

સંપૂર્ણ સોયા લોટ          →                ૭૮.૮ કિગ્રા.        ↓                                                   ↓                                            ↓

વેઈંગ કમ પેકેજીંગ મશીન      ←       વેઈંગ / પેકેજીંગ                                                                      ↓

સ્ટોરેજ/માર્કેટ

ખાદ્ય ઉપયોગ :–

ઉપર મુજબ ગમે તે પધ્ધતિથી સોયાબીનનું પ્રસંસ્કરણ કરી સંપૂર્ણ સોયા લોટ તૈયાર કરવામાં આવે છે.આ સંપૂર્ણ સોયા લોટનો દૈનિક આહારમાં રોજ ઉપયોગ કરી જરૂરી પ્રોટીનની માત્રા મેળવી શકાય છે. આ રીતે તૈયાર થયેલ સંપૂર્ણ સોયા લોટને ૧૦ ટકાના પ્રમાણમાં અનાજના (ઘઉં, બાજરો, મકાઈ, જુવાર, વિગેરેના ) લોટ સાથે ભેળવી ( એટલે કે,૧કિલોગ્રામ સંપૂર્ણ સોયા લોટ તથા ૯ કિલો અનાજનો લોટ ભેળવી) તેમાંથી રોટલી,ભાખરી, પરોઠા,પુરી તથા બેકરી વ્યંજન તૈયાર કરી રોજીંદા ખોરાકમાં સમાવેશ કરી શકાય છે. વિકલ્પની દ્રષ્ટિએ સંપૂર્ણ સોયા લોટને બેસન સાથે ૧:૧ના પ્રમાણમાં ભેળવી સેવ,ભજીયા,ચકરી,વગેરે બનાવી શકાય છે. ઉપર મુજબ તૈયાર થયેલ સંપૂર્ણ સોયાલોટ પોલીથીન બેગમાં યોગ્ય રીતે પેક થયેલ હોય તો ર મહીના સુધી સંગ્રહી શકાય છે. પેકેટને એકવાર ખોલ્યા બાદ ૧પ દિવસમાં તેમનો ઉપયોગ કરવો હિતાવહ છે.

લેખક: ડૉ. આર.આર. ગજેરા (સહ પ્રાધ્યાપક) , બાગાયત કોલેજ, આ.કૃ.યુ , આણંદ

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ

2.95652173913
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top