વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પાવર ઓપેરટેડ મેઇઝ શેલર

નાના અને સીમાંત ખેડૂતો માટે ઉપયોગી પાવર ઓપેરટેડ મેઇઝ શેલર

નાના અને સીમાંત ખેડૂતો માટે ઉપયોગી પાવર ઓપેરટેડ મેઇઝ શેલર

મધ્ય ગુજરાત મકાઈ નો પાક લેતા નાના અને સીમાંત ખેડૂતો મકાઈ ના ડોડામાંથી દાણા છુટા પાડવા માટે જુદી જુદી પદ્ધતિ નો ઉપયોગ કરે છે. મકાઈ પકવતા ખેડૂતો મકાઈ ને સુકવીને પછી તે ડોડા ઓને ખળામાં એકત્ર કરીને તેને ઝૂડી ને,હાથ ની અંગલીઓ વડે,પેડલ થી ચાલતા મેઇઝ શેલર દ્વારા, વિદ્યુત ઉર્જાથી ચાલતા મેઇઝ શેલર થી તેમજ મલ્ટીક્રોપ થ્રેસરના ઉપયોગ થી ડોડા માંથી મકાઈ ના દાણા છુટા પડે છે.
ઉપર જણાવેલ પદ્ધતિમાંથી હાથ વડે કરવામાં આવતી પદ્ધતિ વધુ સમય લે છે.મજુરો ની જરૂર પડે છે અને ખર્ચ વધે છે. હેન્ડલ અને પેડલ વડે ચાલતા મેઇઝ શેલર ની કાર્યક્ષમતા ઘણી ઓછી (૫૦ થી ૭૦ કિગ્રા/હે) છે. મકાઈ ના દાણા છુટા પાડવાનો ખર્ચ આશરે ૦.૩ થી ૦.૫ પ્રતિ કિગ્રા આવે છે. પાચ કે તેથી વધુ હોર્સ પાવરથી ચાલતા મેઇઝ શેલર કાર્યક્ષમતા ૪૦૦-૬૦૦ કિગ્રા પ્રતિ કલાક છે.અને દાણા છુટા પાડવાનો ખર્ચ ૦.૨ થી ૦.૩ પ્રતિ કિગ્રા આવે છે.આ મશીનોની કિમત પણ ૩૦,૦૦૦/- કે તેથી વધુ છે. જે નાના અને શીમંત ખેડૂતો ને પોસાય નહી. મલ્ટીક્રોપ થ્રેસર અને ટ્રેક્ટર થી ચાલતા મકાઈ ના શેલર વડે ૨ થી ૫ ટન પ્રતિ કલાક ના દરેથી દાણા છુટા પડે છે. અને તેનો ખર્ચ ૦.૧૨ થી ૦.૨ પ્રતિ કિગ્રા આવે છે.અવા મલ્ટીક્રોપ થ્રેસર ની કિમત એક લાખ અથવા તેથી વધારે હોવાથી નાના અને શીમંત ખેડૂતો ને આર્થિક રીતે પોષાય નહી અને ભાડા પેટે થ્રેસર માંગવા માટે પણ રાહ જોવી પડે.જેથી મકાઈ ના દાણા છુટા પાડવાની કામગીરી ખોરવાય.અને સમય જતા ઉંદર અને અન્ય જીવજંતુ એને નુકશાન પોચાડે.

મકાઈ ઉગાડતા નાના અને શીમાંત ખેડૂતો ને ધ્યાન માં રાખી ને આણંદ કૃષિ યુનિવર્સીટી અંતર્ગતની કૃષિ ઇજનેર અને ટેકનોલોજી કોલેજ, ગોધરા ના ફાર્મ મશીનરી અને પાવર ઇજનેર વિભાગ દ્વારા  ૦.૫(અડધા) હોર્સ પાવર ની ઇલેક્ટ્રિક મોટરથી ચાલતું મકાઈ ના ડોડા માંથી દાણા છુટા પડવાનું મશીન વિકસાવામાં આવેલ છે. આ મશીન નાના અને શીમાંત ખેડૂતો ને ઘણું જ ઉપયોગી થઈ શકે છે. આ મશીન કલાક ના ૧૦૦૦ કિલો મકાઈ ના ડોડામાંથી દાણા છુટા પડવાની ક્ષમતા ધરાવે છે. તેમજ ૯૯% થી વધુ મકાઈ ના ડોડામાંથી દાણા છુટા પડવાની ક્ષમતા ધરાવે છે. આ મશીન માં દાણા છુટા પડવાનો ખર્ચ રૂ.૫ પ્રતિ ક્વિન્ટલ (૧૦૦ કિલો) આવે છે.

પાવર ઓપેરટેડ મેઇઝ શેલર મશીન ની વિશેષતા:

શેલીંગ યુનિટ એ મશીન ના હૃદયની સમાન છે.અને તેની રચના વિશેષ રીતે ડીઝાઈન કરવામાં આવી છે.  જેથી મકાઈ ના ડોડામાંથી દાણા છુટા પડવાની સાથે ડુંડા ને પણ મશીન ની બહાર કાઢી શકાય છે.

 • શેલીંગ યુનિટ શેલીંગ શાફ્ટ તથા બે બેરીંગ ના આધારે ફરે છે.
 • માઈલ સ્ટીલ ની પાઈપ નો ઉપયોગ શેલીંગ શાફ્ટ માં કરવામાં આવ્યો છે.
 • દાણા નીકળવા માટે શેલર ની નીચેના ભાગ માં ૧૦ મિ.મી ની સાઈઝ વાળી જાળી લગાડેલી છે. જેથી દાણા કલેકટિંગ યુનિટ માં જાય.
 • મકાઈ ના ડોડા ની શેલર માં ઓરણી કરવામાટે વિશેષ પ્રકાર નું હોપેર બનાવામાં આવેલ છે. જેથી દાણા છુટા પાડતી વખતે દાણા હોપેર માંથી બહાર પડતા રોકી શકાય.
 • આ હોપેર માં ૧૫ થી ૨0 કિલો ડોડા ભરી શકાય છે.
 • શેલીંગ શાફ્ટની ઉપર ૧૦ કિલો નું ફ્લાયવ્હીલ બેસાડવામાં આવેલ છે.જેથી શેલીંગ કંપન રહિત અને મશીન સારી ઉર્જા થી કામ કરી શકે.
 • મકાઈ ના ડુંડા ને બહાર કાઢી શકાય તે માટે ખાસ આઉટલેટ બનાવામાં આવેલ છે. આઉટલેટ ને પણ મોટા કપડા થી ઢાંકવામાં આવેલ છે. જેથી દાણા બહાર પડતા રોકી શકાય.
 • શેલીંગ યુનિટ ને ફ્લાયવ્હીલ સાથે ૫ ઇંચ ની પુલી પણ બેસાડવામાં આવેલી છે.જે ઇલેક્ટ્રિક મોટર ની ૨ ઇંચ ની પુલી સાથે સેરેટેડ વી-બેલ્ટ વડે જોડેલ છે.
 • અડધા હોર્સ પાવર ની ઇન્ડકશન મોટર આ મશીન માં કામ માં લેવામાં આવેલ છે. ઉપરોક્ત બધા મશીન ના ભાગો ૫૦ મિ.મી × ૫૦ મિ.મી અને ૩ મિ.મી. જાડી એન્ગલ પર બનાવેલ ફ્રેમ પર ફીટ કરવામાં આવેલ છે. કલેકટિંગ યુનિટ પર શેલીંગ યુનિટ એવી રીતે બેસાડેલ છે કે શેલીંગ યુનિટમાંથી આવતા બધા જ દાણા અને આઉટલેટ માંથી આવતા બધા જ દાણા કલેકટિંગ યુનિટ માં ભેગા થાય છે. કલેકટિંગયુનિટ નો ઢાળ એવો આપવામાં આવેલ છે કે બધા જ દાણા રોકાયા વગર બહાર નીકળી જાય.
 • આ મશીન વડે કાંકણપુર અને  મકાઈ સંશોધનકેન્દ્ર, ગોધરા ખાતે મકાઈ ના ડોડામાંથી દાણા છુટા પડવાના અખતરા પણ કરવામાં આવેલ છે.
 • કાર્યક્ષમતા : ૧૦૦૦ કિલો ડોડા/કલાક.
 • કાર્યક્ષમતા : ૯૯% થી વધુ.
 • ખર્ચ રૂ. ૫ પ્રતિ ૧૦૦ કિલો મકાઈ ના દાણા.

ખેડૂતો ના એક ફળિયા માં એક મશીન હોય તો બાકીના ખેડૂતો પણ એનો લાભ લઇ મકાઈ ના ડોડા માંથી સમયસર અને ઓછા ખર્ચે દાણા છુટા પાડી શકે છે.આ મશીન ની કાર્યક્ષમતા ખુબ સારી અને ખર્ચ ઘણો ઓછો તેમેજ સારી ગુણવતા વાળા દાણા છુટા પડતા હોઈ મકાઈ ના ડોડા માંથી દાણા છુટા પાડવા માટે આ મશીન નો ઉપયોગ કરવા માટે ખેડૂતો ને ભલામણ કરવામાં આવે છે.

સ્ત્રોત :નવેમ્બર-૨૦૧૭ વર્ષ :૭૦ સળંગ અંક : ૮૩૫, કૃષિ ગોવિદ્યા

2.77777777778
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top