જામફળનાં તાજા ફળો વિટામીન–સી પેકટીન, કેલ્શિયમ અને ફોસ્ફરસનું ખુબ જ સારૂ સ્ત્રોત છે. જામફળનાં બીમાં પ.૧૩% તેલ રહેલ હોય છે જેમાં પ્રચુર માત્રામાં એસેન્સીયલ એસીડ હોય છે. જામફળમાં હાર્વેસ્ટીંંગ વખતે તેમજ સ્થાળાંતર કરતી વખતે સાવધાની પૂર્વક વહન કરવાની જરૂરિયાત રહે છે કે જેથી ફળોમાં બગાડ ન થાય લાંબા અંતરે જો ફળ લઈ જવાના હોય તો રેફ્રીજરેટે વાહનમાં સ્થાળાંતર કરવું ખુબ જ જરૂરી છે. તાજા ફળોની ખુબ જ ઓછી આવરદા હોવાથી તેનું સાઈઝ, વજન અને રંગના આધારે વર્ગીકરણ કરી યોગ્ય તાપમાન અને ભેજમાં સંગ્રહ કરવાથી આવરદા વધારી શકાય છે અને ફળોમાં થતો બગાડ અટકાવી શકાય છે.ફળોનું યોગ્ય પેકીંગ કરીને તેમજ જરૂર જણાય તો કુશનિંગ મટીરીયલ રાખીને તેમાં થતો બગાડ અટકાવી શકાય છે. કોરૂગેટેડ બોક્ષ પેકિંગ વખતે તેમાં હવાની અવર–જવર રહે તેની વ્યવસ્થા કરવામાં આવે છે.
જામફળનાં ફળની યોગ્ય સાઈઝની ચીરીઓ કરીને સુર્યતાપ / ડીઝીટલ ટ્રે ડ્રાયર / વેકયુમ ડ્રાયરમાં સુકવીને તેમાંથી પાઉડર બનાવી શકાય છે. જામફળમાંથી પલ્પ / પ્યુરી કાઢી તેમાંથી સારી ગુણવત્તાનું રેડી–ટુ–સર્વ જયુસ, સ્કવોસ, કોર્ડિયલ જેવા પીણાં તેમજ જામ, જૈલી, સોશ, આઈસ્ક્રીમ, કેકસ અને પુડિંગસ વગરે બનાવી શકાય છે. ફળનાં યોગ્ય સાઈઝનાં ટુકડા કરીને તેની ડબ્બાબંધી કરીને નિર્યાત કરી શકાય છે. પાકા ફળોનાં જયુશ તેમજ પલ્પનો ઉપયોગ આલ્કોહોલીક પીણા બનાવવામાં પણ થાય છે. મેકસિકોમાં જામફળના ફળોનો ઉપયોગ આલ્કોહોલીક પીણામાં મહત્વપૂર્ણ ઈન્ગ્રેડિયન્ટ તરીકે ગણના થાય છે. અને તેનું બ્લેન્ડ ખુબજ લોકપ્રિય છે. જામફળનો લાલ–જાંબલી રંગ અને સ્વાદ ખુબજ સારો હોવાથી સારી ગુણવત્તાવાળાનાં સલાડમાં તેનો ઉપયોગ થાય છે. જામફળનાં પાંદડા પણ આર્યુવેદિક ગુણધર્મો ધરાવે છે તે ડાયરીઆ અને ડાયાબિટીઝમાં ખુબજ ઉપયોગી છે. કુમળા પાનની રહા તાવ અને ઝાડામાં રાહત આપે છે. સંશોધન કર્તાઓનાં મંત્વય મુજબ તો સફરજન અને જામફળનાં પાંદડામાં એકસટ્રેકટ કેન્સર, બેકટેરીયલ ઈન્ફેકશન અને દુખાવામાં રાહત આપવાનાં દાવા કરે છે.
જામફળમાંથી પલ્પ / પ્યુરી બનાવવા માટે સારી જાતનાં સંપૂર્ણ પાકેલ જામફળ પસંદ કરવા. જામફળનાં સરખા મધ્યમ સાઈઝનાં ટુકડા કરીને રપ૦ એમ.એલ./કીલો પાણી ઉમેરી પલ્પર અથવા તો મીક્ષર ગ્રાઈન્ડરમાંથી પલ્પ કાઢી સારી રીતે ગાળી લેવું એમાંથી પલ્પ મળે તેનું ૯૦૦ સે. તાપમાને ૬૦ સેકન્ડ માટે પાશ્ચ્યુરાઈઝેશન કરવું આ પલ્પને નિર્જલીકરણ કરેલ બોટલ/જારમાં લેબલ કરીને સંગ્રહ કરવું. પલ્પ બનાવવા માટે ફલોચાર્ટ નીચે મુજબ છે.
જામફળ પ્યુરીમાં ફોમીંગ એન્જટ ઓગાળીને (ગ્લીસરોલ મોનોસ્ટીરેડ, ગુવારગમ કાર્બોક્ષીલ મીથાઈલ સેલ્યુલોઝી વાયરવિંગ વાળા મિક્ષરથી ફોમીંગ કરી વેકયુમ સેલ્ફ ડ્રાયરમાં સુકવીને પાઉડર ફોર્મમાં પેકીંગ કરવામાં આવે છે.
નોંધ : સુકવેલ જામફળની ચીરીઓનું પલ્વરાઈઝરનો ઉપયોગ કરી પાઉડર સ્વરૂપે પણ સંગ્રહ કરી શકાય છે. જેનો ઉપયોગ જયુસ અને રેડી ટુ સર્વ પીણાંમાં કરી શકાય છે.
ફ્રેશ અથવા સંગ્રહ કરેલ જામફળનાં પલ્પમાંથી રેડી ટુ સર્વ બિવરેજીજ બનાવી શકાય છે અને ર૦ ગ્રામ સાઈટ્રીક એસીડ ઉમેરીને અલ્ટ્રાસોનિક હોમોઝીનાઈઝરમાં હોમોઝીનાઈઝ કરવું અને પાશ્ચયુરાઈઝેશન કરીને ઠંડુ કરીને ઉપયોગમાં લઈ શકાય છે. કોમર્સીયલ નેકટાર ૯૦૦સે. તાપમાને ૪પ સેકન્ડ માટે ગરમ કરવું અને ૮૬૦સે. તાપમાને એસીડ રજીસ્ટન્ટ સેનેટરી કેનમાં સીલીંગ કરવું તેમાં પાણીનો સ્પ્રે કરી તરત ૪૦૦સે. તાપમાને લાવવું અને પછી કેન રૂમ તાપમાને મુકી ઠંડુ પડવા દેવું જેથી ૬ મહિના સુધી સંગ્રહ કરી શકાય.
સાધનો : કિચન માસ્ટર, થાળી, તપેલી, સ્ટવ, બોટલ વિગેરે
સામગ્રી:
જામફળ ૧.૦૦૦
ખાંડ ૦.પ૦૦
સાયટ્રીક એસીડ : ૦–૦૧૬
પધ્ધતિ :
આર. એલ. રાજપુત , આર આર ગજેરા, એન.આઈ.શાહ
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020