অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ખેતપેદાશોમાં મુલ્ય વૃદ્ધિ અને તેની સમજ

ખેતપેદાશોમાં મુલ્ય વૃદ્ધિ અને તેની સમજ

મુલ્ય વૃદ્ધિ એટલે કે કિમતમાં વધારો કરવાની ક્રિયા. કૃષિ પેદાશોને બારોબાર એમને એમ ન વેચી દેતાં તેના ઉઅપર કોયાપન જાતની પ્રક્રિયા (પ્રોસેસિંગ) કરી તેની કુલ કિમતમાં જે વધારો કરી શકાય તેને સાદી ભાષામાં “મુલ્ય વૃદ્ધિ” કહે છે. કોયાપણ વ્યક્તિ, કંપની કે સંસ્થા પોતાના ઉત્પાદનના મૂલ્યમાં વધારો કરવા માટે વિવિધ ઉપાયો હાથ ધરે છે. આવી પ્રોડક્ટને “વેલ્યુ એડેડ પ્રોડક્ટ” તરીકે ઓળખવામાં આવે છે.

મુલ્ય વૃધ્ધિ ની વિવિધ રીતો :

વર્ગીકરણ દ્રારા મૂલ્ય વૃદ્ધિ:

ખેતપેદાશો નું વર્ગીકરણ તેની જાત,વજન ,ગુણવત્તા,કદ ,રંગ અને આકારના આધારે કરવામાં આવે છે.આવા વર્ગીકરણ કરેલાં માલના ભાવ પણ વધુ હોય છે.

ચોક્કસ પ્રક્રિયા દ્રારા મુલ્ય વૃદ્ધિ :

આજના હરીફાઈ ના યુગમાં કોઈપણ પેદાશ માટે તેનું યોગ્ય ,આકષર્ક અને પહેલી નજરે જોતાં જ ગ્રાહક ણે ગમી જાય તેવું પેકિંગ ખુબ જ જરૂરી છે .ઉત્પાદિત માલની ગુણવતા ગમે તેટલી સારી હશે પણ જો પેકિંગ આકષક નહિ હોય તો તે વસ્તુ ખરીદવા ગ્રાહક થોડું વિચારશે  અને પછી જ ખરીદવાનો પ્રયત્ન કરશે.

કોલ્ડ સ્ટોરેજ દ્રારા મુલ્ય વૃદ્ધિ:

શાકભાજી અને ફળોનું ઉત્પાદન સીમીત હોઈ બજારમાં એકી સાથે વધારે જથ્થો આવે છે અને બજાર માં માલનો ભરાવો થવાથી તેના બજારભાવ ઘટે છે.આવા સંજોગો માં આવા માલને નીચા તાપમાને સંગ્રહ કરીને જયારે તે માલ ઉપલબ્ધ ન હોય તેવા સમયે વેચવામાં આવે તો તેના મુલ્ય માં સારો એવો વધારો કરી શકાય છે.

સુકવણી દ્રારા મુલ્ય વૃદ્ધિ:

મોટાભાગના શાકભાજી ના પાકોમાં શરૂઆતમાં ભેજનું પ્રાણ વધારે હોય છે.વધુ પડતા ભેજ ણે કરને સામાન્ય વાતાવરણમાં શાકભાજી ઝડપ થી બગડી જાય છે.

કેનિંગ  દ્રારા મુલ્ય વૃદ્ધિ:

કેનિંગ એટલે શાકભાજી અને ફળોણે પરિક્ષણ માટે તેને ડબ્બામાં પેક કરવા.પેક કર્યા પહેલા અને પેક કર્યા બાદ ગરમી આપવામાં આવે છે જેથી સુક્ષ્મ જીવાણું ઓનો ઉપદ્રવ થઇ શકતો નથી. કેનિંગ કરવાથી ખાધ પદાર્થ ણે લાંબા સમય સુધી રાખી શકાય છે તેમજ પ્રોટીન ,કાર્બોહાઈડેટસ ,પ્રજીવકો અને ખનીજ દ્રવ્યો નો નાશ થતો નથી.

મુલ્ય વૃદ્ધિ ના કેટલાક ફાયદાઓ:

 1. પેદાશ ની ગુણવત્તા માં વધારો કરી શકાય છે.
 2. ઉત્પાદકતા અને ઉપભોક્તા એમ બંને સારી વસ્તુ અને સારા લાભ મળે છે.
 3. ખોરાકની ઉપલબ્ધતા અને વૈવિધતામાં વધારો થાય છે.
 4. પેદાશો વધુ પોષણ ક્ષમ ,સ્વાદિષ્ટ તથા આકષર્ક બને છે.
 5. લોકોને પોષણ ક્ષમ આહાર મળે છે
 6. પેદાશો ની સંગ્રહ શક્તિમાં વધારો થાય છે.
 7. ઉત્પાદકોને આર્થિક શક્તિમાં વળતર વધારે મળે છે
 8. રોજગારી ની તકો વધે છે
 9. નિકાસમાં વધારો કરી વિદેશી હુંડીયામણ કમાવી શકાય છે.
 10. જે તે પેદાશ ઋતુ  સિવાયના સમયમાં પણ મળે છે

મુલ્ય વૃદ્ધિ ણે અસર કરતી કેટલીક અગત્ય ની બાબતો:

ટેકનોલોજી(પ્રોડક્ટ અને પ્રોસેસિંગ)

ટેકનોલોજી(પ્રોડક્ટ અને પ્રોસેસિંગ) નો ઉપયોગ સુવ્યવસ્થિત અને સમય સર કરવામાં આવે તો ઉંચી ગુણવતા વાળો માલ પેદા કરી શકાય છે

માલ ની ગુણવત્તા

માલ યોગ્ય ગુણવતા કે ધોરણ ધરાવતો ન હોય તો તેના સારા ભાવ મળતા નથી અને આવા માલ ની નિકાસ પણ થઇ શકતી નથી

માંગ અને પુરવઠો

માંગ વધે તો પુરવઠો ઘટે અને ભાવ વધે ,માંગ ઘટે તો પુરવઠો વધે અને ભાવ ઘટે .આથી ખેડૂતો એ પોતાની પેદાશ કયારે ,કેવી રીતે ,કેવી ગુણવતા વાળી અને ક્યાં અજામાં મુકવાની છે તે સઘળી બાબતો મુલ્ય વૃદ્ધિ ણે અસર કરે છે.

માળખાકીય બાબતો

જેમ કે માલ ની હેરફેર માટે વપરાતા વાહનો ,સંગ્રહ માટેના ગોડાઉન ,કોલ્ડ સ્ટોરેજ ,નાણાંકીય સદ્ધરતા ,સંદેશા વ્યવહાર ના ઉપકરણો વગેરે મુલ્ય વૃદ્ધિ માં અસર કરે છે

બજાર વ્યવસ્થા

બજાર વ્યવસ્થા માં ખાસ કરીને ઉત્પાદકતા ,ગ્રાહક અને દલાલો નો સમાવેશ થાય છે .

ગ્રાહક અને વપરાશકારકો

ગ્રાહકોની રૂચી,તેનું વલણ ,ખરીદ શક્તિ ,માંગ ,જીવન ધોરણ  વગેરે બાબતોને દયાનમાં રાખી મુલ્ય વૃદ્ધિ નો અભિગમ અપનાવવો જોઈએ.

કૃષિ ક્ષેત્રે ઉગાડવામાં આવતા કેટલાંક અગત્યના પાકોની મુલ્ય વર્ધક બનાવટો:

 1. ઘઉં: મેંદો,સોજી
 2. મગફળી: તેલ,ખોળ,ઉંજણતેલ
 3. તલ: તેલ ,મુખવાસ
 4. એરંડા: તેલ ,ખોળ , ઉંજણતેલ
 5. કેળા: વેફર ,પલ્પ ,પાઉડર ,જામ
 6. કેરી : પલ્પ ,આમચૂર ,જામ ,પાપડ,અથાણા
 7. લીંબુ: અથાણું ,સીરપ ,પેક્ટીન,લીંબુ ના ફૂલ
 8. જામફળ: જામ,જેલી
 9. ચીકુ: જામ ,પાઉડર ,પલ્પ
 10. પપૈયા: જામ ,જેલી,,ટુટીફૂટી,પેપીન
 11. ખાટી આમલી : ચટણી ,રસ ,જામ
 12. ડુંગળી અને લસણ: પાઉડર
 13. બટાટા: વેફર,કાતરી
 14. જીરૂ: પાઉડર
 15. વરિયાળી: મુખવાસ
 16. ધાણા: ધાણા દાળ,પાઉડર
 17. ગુલાબ ,સેવંતી ,મોગરા: ફલોરલ,વેણી

સ્ત્રોત : જુલાઈ-૨૦૧૧, વર્ષ :૬૪, સળંગ અંક :૭૫૯, કૃષિ ગોવિદ્યા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ખેતપેદાશોમાં મુલ્ય વૃદ્ધિ અને તેની સમજખેતપેદાશોમાં મુલ્ય વૃદ્ધિ અને તેની સમજખેતપેદાશોમાં મુલ્ય વૃદ્ધિ અને તેની સમજ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/9/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate