વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

આમળાની બહુવિધ ઉપયોગી બનાવટો

આમળાની બહુવિધ ઉપયોગી બનાવટો વિશેની માહિતી આપવામાં આવી છે

આમળા સામાન્ય રીતે ખાવામાં તુરુ લાગે છે, તેથી કાચા ખવાય નહિ. એક થી વધારે ખાવામાં આવે તો દાંત ખટાઈ જવા પામે છે. આમળાના ફળ લાંબો સમય સુધી સંગ્રહી શકાતા નથી અને બગડી જવા પામે છે. આવા સંજોગોમાં જયારે આંમળાની સીઝન / ૠતુ હોય અને બજારમાં પુષ્કળ પ્રમાણમાં સારી ગુણવત્તાવાળા આમળા મળતાં હોય ત્યારે તેની ઉપયોગી વિવિધ બનાવટો બનાવી તેનો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકાય છે, અને વર્ષ દરમ્યાન તેનો ઉપયોગ ખાવામાં કરી શકાય છે. જેથી આંમળામાં ઉપલબ્ધ પેોષ્ટીક તત્વો અને વિટામીન પુરતા પ્રમાણમાં મળી રહે છે.

ચીજ વસ્તુઓ : ર કિ.ગ્રા લાડું બનાવવા માટે

 • આંમળા ૧.પ૦૦ કિ.ગ્રામ
 • ધી ગાયનું ૧પ૦ ગ્રામ
 • સોજી –૩૦૦ ગ્રામ
 • ગોળ–૧ કિલો
 • આદું–પ૦ ગ્રામ
 • ઈલાઈચી–પ  ગ્રામ
 • ખસખસ – પ ગ્રામ

બનાવવાની રીત :

 • સારી જાતના મોટા આમળા પસંદ કરો  (૧.પ૦૦ કિલો)
 • આમળા સ્વચ્છ પાણીમાં ધોઈ તેનું છીણ પાડો.
 • છીણ પાડેલ આમળા કુકર અથવા સ્ટીલની તપેલીમાં છીણ કોટનના કાપડની પોટલી બાંધી પાંચ મીનીટ પાણીમાં બાફવા
 • બાફેલી છીણ બહાર કાઠી લેવી.
 • પ૦ ગ્રામ આદું સ્વચ્છ પાણીમાં ધોઈ તેનું છીણ બનાવવું
 • ૩૦૦ ગ્રામ સોજી પ૦ ગ્રામ ધી લઈ કઢાઈમાં સેકી નાંખવી.
 • એલ્યુમીનીયમ અથવા સ્ટીલની કઢાઈમાં ૧૦૦ ગ્રામ ધી નાંખી ગરમ કરી તેમાં ૧ કિલો ગોળની ચાસણી (પા) બનાવવી ત્યાર બાદ  પ૦ ગ્રામ આદુ છીણ  તથા ઈલાઈચીનો ભુકો પામાં નાખવી પછી તૈયાર આમળાનું છીણ ઉમેરી હલાવતા

આમળા કેન્ડી :

બનાવવાની રીત :

 • સારી જાતના મોટા આમળા પસંદ કરો  (૧.રપ૦ કિલો)
 • એક સરખા ટુકડા કરી ર % મીઠાના દ્રાવણમાં ૪૮ કલાક મુકી રાખો (૧ કિલો આમળાના ટુકડા)
 • બાફેલા આમળાના ટુકડા ૭૦ % ખાંડની ચાસણીમાં (બે તારની ચાસણી) બે થી ત્રણ દિવસ મૂકી રાખવા. (ર ગ્રામ સાઈટ્રીક એસિડ ચાસણી બનાવતી વખતે ઉમેરો. (૧ કિલો ટુકડા માટે ૧.રપ૦ કિલો ખાંડ)
 • ત્યારબાદ ખાંડની ચાસણીમાંથી ટુકડા બહાર કાઢી સૂર્યતાપમાં અથવા ઓવનમાં ૬૦. સે. તાપમાને બે થી ત્રણ દિવસ સૂકવવા મૂકો. (૪પ૦ થી પ૦૦ ગ્રામ કેન્ડીનુ વજન મળશે).
નોંધ: અહી આપવામાં આવેલ માહિતી જગ્યા, વાતાવરણ અને સમય પ્રમાણે બદલાઈ શકે છે
સ્ત્રોત : શ્ની.એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ
2.8
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top