অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

અનાજ, કઠોળ અને તેની મૂલ્યવર્ધક નિપજની આધુનિક સંગ્રહ પધ્ધતિ દ્વારા ગુણવત્તાયુકત જાળવણી

અનાજ, કઠોળ અને તેની મૂલ્યવર્ધક નિપજની આધુનિક સંગ્રહ પધ્ધતિ દ્વારા ગુણવત્તાયુકત જાળવણી

આપણા દેશની અંદાજે ૧રપ  કરોડની જનતામાંથી શાકાહારી લોકો તેના દૈનિક ભોજનમાં મુખ્યત્વે અનાજ, કઠોળ અને તેની વિવિધ બનાવટોનો ઉપયોગ કરે છે. શરીરની દૈનિકની જરૂરીયાત જોતા અનાજ સાથે કઠોળનું મિશ્રણ આહારમાં ખુબજ અગત્યનો ભાગ ભજવે છે. સામાન્ય રીતે અનાજમાંથી કાર્બો–હાઈડ્રેટ મળતુ હોય છે જયારે પ્રોટીનની માત્રા કઠોળમાંથી મેળવવામાં આવે છે. આમ તેનું કોમ્બીનેશન ખુબજ અગત્યનું છે. અનાજમાં ખાસ કરીને દેશના વિવિધ વિસ્તાર પ્રમાણે ઘઉં,ચોખા, બાજરી, જુવાર, મકાઈ તેમજ અન્ય બરછટ તથા હલકા ધાન્યનો ઉપયોગ કરવામાં આવે છે. કઠોળ વર્ગમાં ખાસ કરીને ચણા, તુવેર, મગ, મઠ, અડદ, ચોળી, વાલ અને વટાણા જેવા પાકોનો ઉપયોગ  મુખ્ય છે. અનાજનાં ઉત્પાદનમાં આજે આપણે સ્વાવલંબી બન્યા છીએ પરંતુ કઠોળ વર્ગનાં પાકોની આજે પણ આપણે આયાત કરવી પડે છે. અનાજ અને કઠોળનું આપણે આજે જે ઉત્પાદન કરીએ છીએ તેમાં પણ કાપણીથી માંડીને ઉપભોગતા સુધી પહોચતાં તેમાં લગભગ ૭ પ્ જેટલો બગાડ કરીએ છીએ. આમ ઉત્પાદન થયેલ અનાજ/કઠોળ નો આટલો જથ્થો કુલ જથ્થમાંથી બાકાત થાય છે. આવી રીતે થતા બગાડને અટકાવવો ખુબજ આવશ્યક અને જરૂરી છે. આવી રીતે થતા બગાડને  ખાસ કરીને આપણી સંગ્રહ પધ્ધતિઓમાં ફેરફાર કરી વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો પડશે.આધુનિક સંગ્રહ પધ્ધતિઓ ના ઉપયોગ  દ્રારા અનાજ/કઠોળમાં થતો બગાડ જરૂરથી અટકાવી/ઘટાડી શકાય છે.

 

સામાન્ય રીતે અનાજ/કઠોળનો એક સીઝનથી બીજી સીઝન સુધી સંગ્રહ તેના વિવિધ ઉપયોગ માટે કરવાનો હોય છે. દુષ્કાળનાં વષોમાં માનવજીવનને ટકી રહેવા માટે લાંબા સમય સુધીનાં સંગ્રહની જરૂર પડતી હોય છે. અતિવૃષ્ટિ કે કુદરતી આપતીનાં સમયે સંગ્રહેલ અનાજ/કઠોળનાં ભંડાર આર્શીવાદરૂપ સાબિત થતા હોય છે. આપણા દેશામં હાલ પણ જુની પધ્ધતિ દ્રારાજ મોટા ભાગે અનાજ/કઠોળ નો સંગ્રહ કરવામાં આવે છે. આવી સંગ્રહ પધ્ધતિથી જયારે ઉપર જણાવ્યા મુજબની જરૂરીયાત ઉભી થાય ત્યારે તેમાં સંગ્રહનાં સ્થાને મોટા પાયે બગાડ અને તેની હલકી ગુણવત્તા જોવા મળે છે. આવુ ન બને તે માટે પ્રથમ બગાડ માટે અગત્યનો ભાગ ભજવતા પરીબળો તપાસવા જોઈએ.આવા પરીબળો ખુબજ અગત્યનો ભાગ ભજવતાં હોય છે. જે નીચે મુજબ આપેલ છે.

સીધુ નુકસાનઃ–

જેમાં જીવાત દ્રારા અનાજ/કઠોળનાં વિવિધ ભાગોને ક્રમવાર ખાઈ તેમાં ઈંડા મુકી નુકસાન કરે છે.

(ર)    આડકતરુ નુકસાન :–

જેમાં ખાસ કરીને તાપમાન અને અનાજમાં રહેલો ભેજ મહત્વનો ભાગ ભજવે છે. ઉપર મુજબનાં બંને પરીબળોમાં પ્રથમ પરીબળ એટલેકે સીધુ નુકસાન આપણે જીવાતનાં પ્રકાર અને પ્રમાણ ને ધ્યાને લઈ ભૌતિક અથવા રાસાયણિક રીતથી અટકાવી શકીએ છીએ. જયારે બીજુ પરીબળ એટલેકે આડકતરુ નુકસાન સમજણપૂર્વક તાપમાન અને ભેજના પરીબળ ને કંટોલ  કરી નિવારી શકાય છે. આ બીજા  પરીબળને સમજવા તેની અસર કેવી રીતે થાય છે અને કઈ રીતે કામ કરે છે તે નીચે મુજબ આપવામાં આવેલ છે.

સ્ટોરેજ સ્ટ્રકચરમાં ભેજ અને તાપમાનની અસર :–

સંગ્રહ કરેલ અનાજ/કઠોળમાંનાં ભેજનું તાપમાનનાં વધારા અથવા ઘટાડા સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ (ખાસ કરીને ઉપર અથવા નીચે) હલન–ચલન થાય છે. શિયાળામાં જયારે બહારનું તાપમાન ઓછું હોય ત્યારે સ્ટોરેજ સ્ટ્રકચરમાં અનાજ/કઠોળમાં ભેજ બંને સાઈડથી વચ્ચેના ભાગમાં ઉપર જમાં થાય છે. જયારે ઉનાળામાં બહારનું તાપમાન વધુ હોય ત્યારે  સ્ટોરેજ સ્ટ્રકચરમાં રહેલ અનાજ/કઠોળમાં ભેજ બંને      સાઈડથી વચ્ચેના ભાગમાં નીચે જમા થાય છે. ભેજ અનાજ/કઠોળનાં સંગ્રહમાં ખુબજ અગત્યનું પરિબળ છે. તાપમાન બદલાતા ભેજનું જમા થવું અને થોડું ઉચું તાપમાન થતાની સાથેજ અનાજ/કઠોળની શ્વાસો–શ્વાસની ક્રિયા ઝડપી બનવાથી અનાજ/કઠોળ ની ભેજ સાથે વધુને વધુ ગરમી પકડવાથી આજુબાજુનાં જથ્થાને ક્રમંશઃ ઝપટમાં લઈ પ્રકિયા ઝડપી બનાવે છે. આમ થવાથી તેમાં મોલ્ડનાં વિકાસ તથા જીવાતનાં ઉપદ્રવ માટે તેમને ખુબજ સાનુકૂળ વાતાવરણ મળી રહે છે, જેથી બગાડની સાથે સાથે જીવાતનો ઉપદ્રવ પણ થાય છે. આમ, ઉપર મુજબ કોઈ પણ સ્ટોરેજ સ્ટ્રકચર માં આ બે પરીબળો અને ભેજ તાપમાનને કંટ્રોલ કરવામાં આવે તો અનાજ/કઠોળને લાંબાં સમય સુધી સંગ્રહી શકાય છે. આ માટે નાના પાયા પર તથા મોટા પાયા પર આધુનિક કાયમી સ્ટોરેજ સ્ટ્રકચરનો ઉપયોગ કરવામાં આવે છે.

આધુનિક કાયમી  સ્ટોરેજ સ્ટ્રકચરઃ–

આ ટાઈપના સ્ટોરેજ સ્ટ્રકચરમાં અનાજ/કઠોળ અને બીજી પ્રોડકટને સાચવવા પ્રથમ તેની ગુણવત્તાં અને પછી કિંમત ધ્યાને લેવામાં આવે છે. આવા સ્ટ્રકચર લાંબાગાળાનાં ટકાઉ હાઈજેનીક અને ગેસલીકેજથી સુરક્ષીત હોય છે. કન્સ્ટકશમાં ફંડામેન્ટલ/સ્ટ્રકચર જેવાં પરીબળોને ધ્યાને લેવામાં આવે છે. તદ્રઉપરાંત સોથી અગત્યની એરકન્ટ્રોલ સીસ્ટમની ખાસ વ્યવ્સથા આપવામાં આવલી હોય છે, જેથી અનાજ/કઠોળનાં સ્ટોરેજમાં  ઉત્પન્ન થતી ગરમી અને ભેજને બહાર ફેકી અંદર એરકલીનીંગ નું કામ તથા સ્ટોરેજ તાપમાન નીચું રાખી શકે છે. આ ઉપરાંત આ સીસ્ટમથી ફુમીગન્ટની ટ્રીટમેન્ટ કાર્યક્ષમ રીતે આપી શકાય છે. આ સીસ્ટમમાં ઉપરથી નીચે અને નીચેની ઉપર એર સરકયુલેશન જરૂરીયાત મુજબ આપી શકાય છે. આધુનિક કાયમી સ્ટોરેજ સ્ટ્રકચર નીચે મુજબ ભાગમાં બે વહેચી શકાય છે.

શેડ ટાઈપ  સ્ટ્રકચર

આ પ્રકાર ના સ્ટ્રકચર જયારે વધારે અનાજ/કઠોળનાં જથ્થાની જાળવણી કરવાની હોય ત્યારે બનાવવામાં આવે છે. આ માટે મોટા કદના શેડ/ગોડાઉન બનાવવામાં આવે છે. સામાન્ય રીતે આવા શેડ/ ગોડાઉનની સાઈઝ  ૬૦ મીટર×૧પ મીટર×૬ મીટર જેટલી હોય છે. તેની ક્ષમતા લગભગ ર૮૪૦ ટન જેટલી હોય છે. આજ શેડમાં બેગ સ્ટોરેજ કરવાનું હોય ત્યારે લગભગ અંદાજે ૧૪૪૦ ટનની  ક્ષમતા પ્રાપ્ત થાય છે. આ પ્રકારનાં સ્ટ્રકચરમાં સામાન્ય રીતે ૧.૬લીટર હવા એક સેકન્ડમાં એક ટન અનાજ/કઠોળનાં પસાર થઈ શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવે છે. શેડનો આકાર તથા સ્ટ્રકચર જોતા મોટા પાયે અનાજનું લોડીંગ/અનલોડીંગ કરવામાં તકલીફ પડતી હોય છે. જેને નિવારવા બેલ્ટ કન્વેયર સીસ્ટમનો ઉપયોગ બલ્ક અનાજ માટે કરવામાં આવે છે.

શેડ ટાઈપ  કાયમી  સ્ટોરેજ સ્ટ્રકચર

સાઈલો સ્ટ્રકચર

આ પ્રકારનાં સ્ટ્રકચરમાં ખાસ કરીને ગેલ્વેનાઈઝ મેટલનો ઉપયોગ કરવામાં આવે છે. શેડ ટાઈપનાં સ્ટ્રકચર ખર્ચાળ હોય છે. આ પ્રકારનાં સાઈલો જયાં જગ્યાનો અભાવ હોય ત્યાં બાંધવામાં આવે છે. સાઈલોનાં પ્રકાર પ્રમાણે તેમજ જરૂરીયાત મુજબ હોપર બોટમ વર્ટીકલ સાઈલો, ફલેટ બોટમ સાઈલો અને સ્કવેટ સાઈલોની પસંદગી કરવામાં આવે છે.

આવા સાઈલોમાં અનાજ/કઠોળ ફીંડીંગ ઉપરથી કન્વેયર સીસ્ટમ દ્રારા તથા તેનું ડીચાર્જ ગે્રવીટેશનલ ફોર્સ દ્રારા કરવામાં આવે છે. ખુબજ મોટા જથ્થામાં અને ઓછા ખર્ચે અનાજ/કઠોળનાં સંગ્રહ માટે સ્કવેટ ટાઈપ સાઈલોની પસંદગી કરવામાં આવે છે. સ્કવેટ ટાઈપ સાઈલોની સાઈઝ લગભગ ૪૮ મીટર વ્યાસ ×૧૦.પ મીટર ઉંચાઈ(આઉટર પેરીફરી)× રપ મીટર ઉંચાઈ (સેન્ટર પોરશન) જેટલી હોય છે. આ પ્રકારનાં સાઈલોમાં સામાન્ય રીતે અનાજ/કઠોળમાંનાં ૧ ટનનાં જથ્થામાં હવાની અવરજવર લગભગ  ૦.૮ લીટર પ્રતિ સેકન્ડની રાખવામાં આવે છે.

લેખક: ડૉ. આર.આર. ગજેરા (સહ પ્રાધ્યાપક) , બાગાયત કોલેજ, આ.કૃ.યુ , આણંદ

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate