অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સફળવાર્તા : ઇઝરાયલી પધ્ધ્તિ દ્વારા ડેરી ફાર્મિંગ

સફળવાર્તા : ઇઝરાયલી પધ્ધ્તિ દ્વારા ડેરી ફાર્મિંગ

નામ : પટેલ ગીતાબેન દશરથભાઇ

ગામ : તાજપુર તાલુકો : પ્રાંતિજ જી . સાબરકાંઠા

ઉંમર : 50 વર્ષ    અભ્યાસ : એસએસસી .

જમીન : 0 – 63 હેકટર

ફોન : મો . 9898535357

ખેતીની સાથે ખેડૂતો પશુપાલન વ્યવસાયને પૂરક આવક માટે સામાન્ય રીતે અપનાવતા હોય છે પરંતુ ગીતાબેનને પશૂઓ પ્રત્યેની વધુ રુચિ હોય તેમણે પશુપાલન ક્ષેત્રને જ મુખ્ય વ્યવસાય બનાવવાનો નિર્ધાર કર્યો .

  • વર્ષ 2010 – 11 માં 30 ગાયો થી દૂધ ઉત્પાદનની શરુઆત કરી અને પ્રથમ વર્ષ થી જ સફળતાના શિખર સર કરતા ગામમાં અને તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું .
  • વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા માટે વિવિધ અધિકારીઓની મુલાકાત લીધી . આત્મા દ્વારા પ્રેરણા પ્રવાસમાં જઇ હાઇટેક પશુપાલન અંગેનું માર્ગદર્શન મેળવ્યું . બાગાયત વિભાગ મારફતે ઇઝરાયલ દેશમાં ગયા અને વધુ જાણકારી મેળૅવી .
  • આધુનિક પધ્ધ્તિ થી દૂધ ઉત્પાદન કરવા નવી 150 ગાયોને વસાવી અને તબેલાને આધુનિક બનાવ્યો.
  • દૂધ દોહન માટે મિલિંકગ મશીનનો ઉપયોગ શરુ કર્યો . લીલો – સુકો ઘાસચારો ચાફકટરથી કાપીને ગાયોને આપવાનું  શરુ કર્યું .
  • પશુઓને સીઝન મુજબ ઠંડી – ગરમીમાં રહે તે માટે તબેલામાં ઊંચાઇવાળા શેડ બનાવી ફોગર તેમજ પંખા લગાવ્યા .
  • પાણી પીવા માટે ઓટોમેટિક કૂંડાની વ્યવસ્થા પશુના સામેના ભાગે કરી  .
  • ચોમાસા દરમ્યાન મચ્છરો તેમજ જીવાતોના ત્રાસથી બચાવવા જરુરી ઉપકરણો લગાવ્યા .
  • રોગોનો ઉપદ્રવ ના થાય તે માટે સમયાંતરે દવાનો છંટકાવ કરવામાં આવે છે .
  • ગાયોને બેસવા માટે શેડમાં રબર મેટ પાથરી , સમયે  સમયે ગાયોનું છાણ અને મૂત્રનો નિકાલ કરવાની પણ ખાસ વ્યવસ્થા ગોઠવી .
  • ગાયોને આટલી સુખસુવિધા પુરી પાડવાથી તેમજ ખાસ દરકાર રાખવાથી તેમને પશુઓને દૂધ ઉત્પાદન માં ખૂબ જ નફો પ્રાપ્ત થયો .
  • ખર્ચમાં પણ ઘણો ઘટાડો થતા બચત પણ સારી એવી થવા લાગી .
  • વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાથી ઉચ્ચ દૂધ ઉત્પાદન મળતા તેમની કમાણી બમણી થઇ .
  • આત્મા દ્વારા સિધિને બિરદાવવા તેમને રાજય કક્ષાનો વર્ષ 2012 – 13 નો  ‘ બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ ‘ આપી સન્માનવામાં આવ્યા .

દૂધ ઉત્પાદનથી થતી આવકની વિગતો ( લાખમાં )

ક્રમ

વર્ષ

વાર્ષિક વેચાણ

ખર્ચ

ચોખ્ખો નફો

1

2010 – 11

21 . 99

12 . 39

9 . 60

2

2011 – 12

28 . 32

16 . 92

11 . 41

3

2012 – 13

56 . 70

35 . 33

21 . 36

સ્ત્રોત :ડૉ . આર . એ . શેરસિયા તથા આત્મા સ્ટાફ -આત્મા ડાયરોકટોરેટ એન્ડ સમેતિ , ગાંધીનગર

માર્ચ-2016 વર્ષ : 68 અંક : 11 સળંગ અંક : 815

કોલેજ ઓફ ઍગ્રીકલ્ચરલ ઇંન્ફોર્મેશન ટેકનોલોજી , આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate