હોમ પેજ / ખેતીવાડી / અન્ય માહિતી / શ્રેષ્ઠ પ્રણાલીઓ / હળદરની ખેતી થકી પ્રેરણા આપતી મહિલા
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

હળદરની ખેતી થકી પ્રેરણા આપતી મહિલા

ડાંગના જામલાપાડા (રંભાસ)ના દક્ષાબેન બિરારીએ સખી મંડળ થકી અન્ય મહિલાઓને પણ આવકની દિશા બતાવી

સામર્થ્યવાન ગુજરાતીઓ વિકાસના નવા કીર્તિમાન સ્થાપવા માટે થનગની રહ્યા છે. વિકાસનો અવિરત માર્ગ પકડીને ગુજરાતે સૌનો સાથ અને સૌનો વિકાસના વિશ્વાસ સાથે નવો ગતિશીલ ગુજરાતનો મહામંત્ર અપનાવ્યો છે. ત્યારે ગતિશીલ ગુજરાતના એક અગત્યના પાસા તરફ સૌનું ધ્યાન ખેંચાયા વિના રહેતું નથી અને એ છે મહિલા સશક્તિકરણ.સમાજના દરેક ક્ષેત્રે આજે નારીઓ કાઠુ કાઢી રહી છે. ત્યારે ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના જામલાપાડા (રંભાસ) ગામના સાહસિક મહિલા ખેડૂત એવા દક્ષાબેન બિરારી ડાંગ જિલ્લાની વિશિષ્ટ ભૂપૃષ્ઠમાં હળદરની નવતર ખેતી કરીને અન્યોને પ્રેરણારૂપ બની રહ્યા છે.

માત્ર ત્રણ-ચાર વર્ષની જ હળદરની આ નવતર ખેતીએ ડાંગ જિલ્લાની આ શુદ્ધ અને પ્રાકૃતિક હળદરની સોડમ રાજ્યના સીમાડા વળોટી દીધા છે. વિશેષ કરીને સાપુતારા, નાશિક, શિરડીના સહેલાણીઓ અહીંની હળદરના રીતસરના ચાહક બની ગયા છે. એક વખત જેન આ હળદરનો સ્વાદ જીભે લાગ્યો તે દર વર્ષે અંબિકા ફાર્મની હળદર જ લેવાનો દૃઢ આગ્રહી બની જાય છે એમ આ નવતર ખેતીના સાહસિક ખેડૂત દક્ષાબેન બિરારીએ ગર્વ સાથે જણાવ્યું હતું. છેક સૌરાષ્ટ્રના ગોંડલથી પણ નિયમિત ગ્રાહકો અહીં આવીને આ શુદ્ધ હળદરની ખરીદી કરે છે એમ તેમણે જણાવ્યું હતું.

આજે એક થી લઇને સાત એકર સુધીમાં હળદરનું સફળ વાવેતર કરીને ટનબંધ હળદરનો વેપલો કરતા દક્ષાબેન હળદર તૈયાર કરવાનું આખે આખુ પ્રોસેસિંગ યુનિટ પણ સરકારની સહાયથી ચલાવી રહ્યા છે. હળદરને બોઇલર મશીનમાં વરાળથી બાફી, પોલિસ્ડ ડ્રમમાં તેને સુકવી-છાલ કાઢીને ગાઠિયા તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ એક અલાયદા મશીનમાં તેના ટુકડા કરી ઘંટીમાં દળી તેને ચારણા મારફત ચાળીને વેચાણ માટે તૈયાર કરવામાં આવે છે.આખી આ પ્રક્રિયામાં વર્ષે એક પાક માંડ લઇ શકાય છે તેમ જણાવી  દક્ષાબેને કહ્યું હતું કે, ખેતીવાડી વિભાગના આત્મા પ્રોજેક્ટ અંતર્ગત અમને બોઇલર મશીન લેવા માટે રૂ.પ લાખની લોન સહાય આપવામાં આવી છે. જેના સહારે અમે આખુ આ પ્રોસેસીંગ યુનિટ જામલાપાડા-રંભાસ ખાતે સ્થાપી શક્યા છીએ.

સ્ત્રોત: દિવ્ય ભાસ્કર

2.96923076923
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top