অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વરસાદ વરતારો 2018

વરસાદ વરતારો 2018
વાનસ્પતિક લક્ષણો અને દનૈયા જોતા આ વર્ષે સારો વરસાદ પડશે: વર્ષાહ્રીતુ એ માનવ સમુદાય માટે અગત્યની હ્રીતુ ગણવામાં આવે છે તેથી તેહી આગોતરી જાળણકારી મેળવવા માટે આપણને નીચેના પરિબળોનું નિરીક્ષણ ઘણું ઉપયોગી થાય છે. હું છેલ્લા ગણા વર્ષોની વરસાદનો વર્તારો લખુ છુ. આ વર્તારો વૈજ્ઞાનિક રીતે જ છે. તેના ઉડાણમાં વિજ્ઞાન જ છે. આ કોઈ તર્ક કે ભવિષ્યવાણી નથી તે ખાસ સમજવું પડે. આખા વર્ષના નીરીક્ષનો અને આધાર બાધી વરસાદનો વર્તાનો કાઢવામાં આવે છે. તેમાં નીચેના તારનો લીધેલ છે.
વાનસ્પતિક લક્ષણો
  • આવરણ અને કેસૂડા, ગુલમહોર, બોરડી, કે

કારતક વદ - ૧૧ થી ફાગણ વદ

-૧૧ સુધીમાં આકાશમાં બઘાંતા ગર્ભનું નિરીક્ષણ

ચેત્ર માસનાં દનેયા

એપ્રિલ અને મે માસનાં હવામાન અને સામાન્ય હવામાન
અખાત્રીજનો’ પવન અને સૂર્ય. ચન્દ્રનું નિરીક્ષણ

૧) વાનસ્પતિક લક્ષણો:

આ વર્ષે બોરડી, લીમડા, સરગવા, ખાખરા, આંબા દરેક વનસ્પતિ પોઝીટીવ અનેસાચા ફુલ હતા. અને બંધારણ પણ પુષ્કળ થયુ હતું પરંતુ માવઠાના વરસાદે નુકસાનકર્યુ છે એકંદરે દરેક વનસ્પતિ ગયા વર્ષનીસરખામણીએ ખુબજ પોઝીટીવ અને ઉત્પાદકરહી છે તેથી વરસાદ સારા થાય પરંતુ એકવરસાદ ખૂબજ વહેલો એટલે કે વરસાદનાંનક્ષત્ર પહેલા મે માસની તા. ર૧ થી રપ સુધીમાંથાય તેવું અનુમાન છે.આંબામાં પ્રથમ ર % માં જ મોર આવતાબંધારણ સારુ છે તેની આગોતરી કેરી બજારમાંઆવી અને ખૂબજ ઉંચા ભાવે વહેંચાણી. ત્યારપછીનો મોર ૧પ ડીસેમ્બર થી ફેબ્રુઆરીમાંમોર આવેલ અને બંધારણ પણ સારુ થયેલૠતુની વિપરીત અસરથી ૧પ ડીસેમ્બરથી ૧પજાન્યુઆરીનું બંધારણ ખરી ગયેલ તેમજ ૧પજાન્યુઆરી થી૧પ ફેબ્રુઆરી નું બંધારણ ટકેલએટલે કેરી બજારમાં મોડી આવશે. બોરડી, લીમડા અને સરગવામાં પાછળનું બંધારણઘણુ સારું તેથી લીંબોળી, સરગવાની સીંગનુંઉત્પાદન સારૂં છે.આ ઉપરથી ચોમાસાનું તારણ રપ મે થીરોહીણી નક્ષત્રમાં વરસાદ થાય અને પછીવાયરું કાઢે અને રર જુને ચોમાસું રેગ્યુલર બેસે.જુલાઈમાં અને સપ્ટેમ્બરમાં સારો વરસાદથાય. ઓગષ્ટમાં થોડો ઓછો વરસાદ થાય તેવુંમારુ અનુમાન છે.

ર) ચૈત્ર માસનાં દનૈયા :

એકંદરે દનૈયા ૩૮ થી ૪ર ડીગ્રી તાપમાનેતપેલા છે તે પણ વરસાદ સારો થાય. જોદનૈયાના દિવસે આખો દિવસ ઠંડો પવનહોય અને રૂ જેવા સફેદ વાદળો હોય તેદનૈયુ ઠડું અને નીરસ કહેવાય.આ વર્ષ આવુંથયુ નથી માટે વરસાદ સારા થવાના સંજોગોછે. દનૈયા તા. ૭/૪/૧૮ થી ૧૪/૪/૧૮ સુધીનાકુલ – ૮ દનૈયા વરસાદના નક્ષત્ર આદ્વાથીહસ્ત સુધીનાં ગણાય તેમાં તા. ૮/૪/૧૮ નુંદનૈયુ આખો દિવસ ઠંડુ રહેલ છે તેથી એકાદનક્ષત્રમાં વરસાદ ન થાય તેવું અનુમાન છે.

તા.૭, ૯, ૧૦, ૧૧, ૧ર, ૧૩, ૧૪ દનૈયાખુબ જ તપેલા દનૈયાના કારણે કરા અનેવરસાદ પણ પડેલ છે. જુની કહેવત છે કરાપડે તો દુષ્કાળ ન પડે માટે દુષ્કાળની સંભાવનાએક વરસાદ ખૂબજ વહેલોએટલે કે વરસાદનાં નક્ષત્રપહેલા મે માસની તા. ર૧ થી રપસુધીમાં થાય તેવું અનુમાન નથી.

૩) હુતાસણીનો પવન:

હુતાસણીનાં દિવસે સૂર્ય આથમી ગયા પછી એકથી દોઢ કલાકનો પવન જોઈએ તો ઈશાનથી આવતો નૈઋત્યમાં જતો હતો. લગભગ આખા સૌરાષ્ટ્રમાં ફોન દ્વારા સમાચાર મળતા આજ પવન હતો તેથી ચોમાસું સામાન્ય કહેવત છે.

4) અખાત્રીજ:

અખાત્રીજ ચાલુ સાલે તા.18-04-18ના દિવસે છે. વહેલી સવારમાં 3-15 થી 5-00 વાગ્યા સુધીનો પવન જોયો. તેમાં ઉત્તરનો અને ક્યારેક ઈશાનનો અને વધારે વાયવ્યનો પવન જોવા મળેલ તેથી વરસાદ સારો થાય તેવું મારું  અનુમાન છે. અખાત્રીજના દિવસે સૂર્ય 10.5 રેખાંશશે આથમેલ છે.  અને ચંદ્ર 15.5 રેખાંશશે આથમેલ છે.

5) આકાશી ગર્ભ પવરથી વરસાદનું અનુમાન

નક્ષત્ર પ્રમાણે વરસાદ:

૧) રોહિણી                 ૩દિવસ વરસાદનાં

૨) મ્રગશીર્ષ               ૦દિવસ વરસાદનાં

૩) આદ્રા                   ૭દિવસ વરસાદનાં

૪) પુષ્ય                   12દિવસ વરસાદનાં

૫) આર્શ્લેશા             ૮દિવસ વરસાદનાં

૬) મઘા                 ૧૧દિવસ વરસાદનાં

૭)પૂર્વા ફાલ્ગુની         ૧૦દિવસ વરસાદનાં

૮) ઉતરા ફાલ્ગુની       ૧૧દિવસ વરસાદનાં

૯) હસ્ત                  ૬દિવસ વરસાદનાં

કુલ ૭૩ દિવસ વરસાદનાં

ઉપસંહારઃ

વર્ષ 2018નાં જુદા-જુદા નિરિક્ષણોનાં આધારે ચોમાસાનું પૂર્વ અનુમાન.

આ વર્ષે ચોમાસું અધિક માસ હોવાથી કસનાં દિવસો 125 દિવસે ગણતા વનસ્પતિ આવરણ અને કેસૂડા, ગુલમહોર, બોરડી, સરગવા, આંબા, લીંબોળી વિગેરે પણ એકવરસાદ રોહીણીમાં થાય પછી એકાદ માસનુંવાયરૂં કાઢે અને 22 જુનથી નિયમિત ચોમાસુંબેસે અને સારો વરસાદ થાય. વર્ષ પણ સારૂંપાકે તેવું અનુમાન છે. વરસાદી પાણીનાં તળભરાય અને

શિયાળું પાક લઈ શકાય અને લાંબાગાળાનાપાકો મગફળી, કપાસ ચોમાસામાં ઓરવીનેવાવવાને બદલે નિયમિત ચોમાસા પ્રાણે વાવેતરકરવામાં આવે તો કપાસ જેવા પાક વહેલોલેવામાં બગાડ ન થાય તે ખાસ વિચારવાનુંરહે, કારણ કે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાંવરસાદ વધારે છે એવું મારૂં અનુમાન છે.

  • ચોમાસું એકંદરે સારૂ, પરંતુ વાવાઝોડાની સંભાવનાં
  • ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં જૂનથી
  • સપ્ટેમ્બરમાં 49 દિવસ સુધી વરસાદની શક્યતાઓ

ભારતીય ચોમાસા ઉપર આફીકાથી માંડી હિંન્દ નજીકના ચીન વિસ્તાર સુધીની અસરો થતી હોય છે.તેમજ ચોમાસાની પેટર્ન પણ ઘણી વખત અણધારી રીતે કરવટ બદલતી હોય છે. ભારત મોસમી પવનનો દેશ છે અને મોસમીપવનના દેશોમાં હવામાન અંગે સચોટ રીતે કહી શકાતું નથી.ભારતનો ચોમાસું જુગાર જેવું છે.જો મોસમી પવનોની સાનુકુળતાહોય અને ભારે ભેજવાળા ફરક્કાં લઈને દેશના મધ્ય ભાગો સમેત વાદળોનો જમાવડો રહે તો સાનુકૂળસ્થિતિમાં સારો વરસાદ પણ થતો હોય છે.ચોમાસા ઉપર ભૌગોલિક દ્રશ્ટિએ જોઈએ તોવૈશ્વિક પર્યાવરણ ઉપરાંત ઘણાં પરિબળોની અસરો થતી હોય છે. અહીંપણ ભૌગોલિક બાબતો તેમજ રૂઢીગત પ્રાચીન વર્ષા વિજ્ઞાનઅને ગ્રહોની દ્રષ્ટિએ ચોમાસાના ચિતારની મથામણ પણ છે. ચોમાસાનો અંદાજ કરવાનો પ્રયાસ પણ છે. વરસાદની દેન તો કુદરતના હાથમાં છે.

આ વખતના ઈ.સ. 2018ના વર્ષમાં ઉનાળામાં ગરમી પડશે. દેશના મધ્ય ભાગોમાંગરમીનો જોર રહેશે. ગંગા જમનાના મેદાનીપ્રદેશો તપી ઉઠશે. ગુજરાતના કેટલાક ભાગોમાં ગરમી 44 ડીગ્રી સે.ને પાર કરી જાય.રાજસ્થાનના ભાગોમાં 46 ડીગ્રી સે.ને મહત્તમ ઉષ્ણતમાનનો પારો પાર કરી જાય. આ વખતે આંધી વંટોળનો જોર રહે જેની અસર બાગાયતી પાકો તેમજ આંબા જેવા ફળ ફળાદીપાકો ઉપર પડી શકે. દરિયા કિનારે પણ સખત પવન ફૂંકાય. અરબ સાગરમાં હવાના હળવાદબાણ ઉભા થાય. દેશના દક્ષિણ પૂર્વિય તટ ઉપર ભારે ચક્રવાતિ બળો ઊભા થાય. જેના લીધે દક્ષિણ ભારતમાં વરસાદ તેમજ આસામ વગેરે ભાગોમાં પૂરની સ્થિતિ રહી શકે. આવખતે વા-વંટોળ અને ભારે પવનના તોફાન સાથે રોહિણી નક્ષત્રનો વરસાદ આવે. મેના અંત ભાગ અને જૂનની શરૂઆતમાં પવન આંધી સાથે વરસાદની શક્યતાઓ રહે. દેશના ભાગોના લગભગ 65 દિવસ જેટલા વરસાદનાદિવસોનો અંદાજ રહે. ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં જૂનથી સપ્ટેમ્બરમાં 49 દિવસ સુધી વરસાદની શક્યતાઓ રહે. અંદાજે રાજ્યમાં વરસાદ અંગે જોઈએ તો દિવસોમાં જૂન-16, જુલાઈ-12, ઓગસ્ટ-14, સપ્ટેમ્બર-7 અનેઓક્ટોબર-3 દિવસ વરસાદના ગણી શકાય.

ગરમાળાને ફુલ આવ્યાં છે. તેમજ વનસ્પતિવૃદ્ધિ ઉપરથી જોતા પવન સાથે વરસાદ વહેલોઆવે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 24 થી 36 ઈંચ જેવો, સાબારકાંઠાના ભાગોમાં 40 ઈંચ, મધ્ય ગુજરાતના ભાગોમાં 36 થી 48 ઈંચ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં 32 થી 110 ઈંચ, કચ્છ-સૌરાષ્ટ્રના ભાગોમાં 22થી 50 ઈંચ જેવાવરસાદની ધારણા છે. કચ્છમાં પવનની ગતિપ્રમાણે વરસાદ આવે. સૌરાષ્ટ્રના કેટલાકભાગોમાં 10મી જૂન સુધીમાં કોઈ કોઈ ભાગોમાંવરસાદ આવી પહોંચે. ઉત્તર ગુજરાતનાભાગોમાં ધુળભળી આંધી સાથે વરસાદ આવેચોમાસું મધ્ય અને પાછોતર વરસાદ પણ આવીશકે. ઋતુમાં વિષમતા વધુ રહે. વરસાદનોપ્રમાણ કોઈ જગ્યાએ વધુ તો કોઈ જગ્યાએઓછું રહે. કેરળ કાંઠે ચોમાસાના સમયસરમાંત્રણથી ચાર દિવસનો ફેર પડે. ચોમાસામાંરોગ-જીવાતનો પ્રમાણ વધુ રહે. આ વખતે જૂનમાસમાં અવાર-નવાર વરસાદી ઝાપટા આવે.

વરસાદ નોંધ પાત્ર દિવસોજૂન-તા.10 થી 20, 27, 28, 29, 30.

જુલાઈ- તા.1, 5, 16, 22થી 27. જુલાઈમાંવચ્ચેવરસાદ ખેંચાય.

ઓગસ્ટ- તા.2, 3, 9 થી 11, 15 થી 25. કોઈ ઠેકાણે ભારે તો કોઈ ઠેકાણે ઝાપટાં પડે.કોઈ કોઈ ભાગમાં અતિ ભારે વરસાદનાસંજોગો પણ રહે.

સપ્ટેમ્બર- તા.2, 13, 14, 15, 23 થી 26. વરસાદ જ્યાં ચઢે ત્યાં પડે. ગાજવીજ સાથેવરસાદના સંજોગો રહે.

ઓક્ટોબર-તા.1, 3, 5, 6, 11 થી 18. દરિયા કિનારે પવનનું જોર રહે. હવાના દબાણઊભા થાય. ચક્રવાતથી વરસાદ આવે.

આ વખતે દેશના ભાગોમાં દરિયામાંચક્રવાતનું પ્રમાણ વધે. દરિયાના ભાગોમાંપવનને લીધે દેશના અંદરના ભાગોમાં પણઆંધી, વાવાઝોડા, વંટોળનું પ્રમાણ વધુ રહે.આંધી-પવન વરસાદને ખેંચી લાવે. ઈ.સ. 1958, 1959ના વર્ષ તેમજ ભૌગોલિક બાબતો, વર્ષાગર્ભ, ઋતુમાનમાં પલટા, ગરમી, પવન ચક્ર, ઋતુની નિયમિતતા વગેરેનું આકલંન જોતા 1958ના વર્ષમાં કેટલાકભાગોમાં વરસાદ વધુ તેમજકેટલાંક ભાગોમાં વરસાદઓછો હતો. ઈ.સ. 1959નાવર્ષમાં વરસાદનું પ્રમાણ સારૂહતું. ગ્રહોના આકલન અંગેઆ વર્ષોનો આધાર લીધો છે. ઉપરાંત અન્ય બાબતોસાથેની મૂલવણી કરવી.ગુજરાતના ભાગોમાં જૂનમાં વરસાદ પડે પરંતુ 25 જૂન પછી દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડે. 21 થી 23 જૂન કોંકણ, દક્ષિણમહારાષ્ટ્ર, મુંબઈ, વગેરેભાગમાં વરસાદની વકી રહે.ચોમાસાની વધુ સક્રિયતા 29મી જૂનથી 5મી જુલાઈ વચ્ચેરહે. આ વખતના ચોમાસામાં બુધ, ગુરૂની આગળ શુક્રનું ભ્રમણ હોવાથી પવનનો જોરરહે. જુલાઈના કેટલાક દિવસોમાં પવન ફૂંકતા વરસાદ ખેંચાવાની શક્યતા રહે. આવખતે ચોમાસું પવન સાથે દેશના ઉત્તરના ભાગો દિલ્હી વગેરે વિસ્તારમાં વહેલું પણ પહોંચી જાય. જેના લીધે પશ્ચિમી ક્ષેત્રમાંવરસાદમાં વિક્ષેપ પડે. દેશના મધ્યમ પૂર્વિયભાગોમાં વરસાદ વધુ પડે. ઓગસ્ટ સપ્ટેમ્બરમાસમાં ઋતુમાં વિપર્યાય થતાં પાક-પાણીમાંરોગ, જીવાતનો ઉપદ્રવ વધે. બફારો ગરમીતથા રોગગ્રસ્ત હવામાન રહે. ચોમાસાની શરૂઆતમાં 14 જૂનથી દરિયાકિનારે ભારે પવનનો જોર રહે. જેના લીધે મધ્ય ચોમાસામાં દેશના ઘણા ભાગોમાં વરસાદ વહેલો થઈ જતાં, ચોમાસાના મધ્ય ભાગમાં વરસાદનું જોર નરમપડે. 10મી સપ્ટેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારેવરસાદની શક્યતાઓ રહે. સાગર કાંઠે હવાનાદબાણ ઊભા થાય. ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ રહે.

આ માત્ર અનુમાન છે. આમ જ થાય તેમકહી ન શકાય. વરસાદની દેન કુદરતના હાથમાંછે.

કરા પડવા, અધિક માસ એ સારા ચોમાસાનાં સંકેત આપે છે:શિયાળામાં આવર્ષે કરા પડ્યાંહોવાથી દુષ્કાળ ન થાયતેવી લોકવાયકા છે.શિયાળામાં સખત પવનફુંકાયેલ છે તથા રાત્રીઓદરમિયાન ગરમી રહેલનથી. આ વર્ષે અધિક માસહોઈ સામાન્ય રીતે દુકાળન પડે પરંતુ કરુવરૂં વર્ષરહે. ભાદરવા સુદ છઠનારોજ અનુરાધા નક્ષત્ર છે.

એટલે શક્તિશાળી પાછોતરો વરસાદ થાય.તા.05-07-2018 થી તા. 18-08-2018 સુધી વાયરૂ ફુંકાવાની શક્યતા છે આથી તેટલા પુરતું ચોમાસું નબળું રહે. આમ સરેરાશ આ વર્ષે ચોમાસું સારૂ રહેશેઅને માવઠાની શક્યતા નથી.પ્રથમવાર વાવણીલાયક વરસાદ. વ્યાપકતા.23-06 થી 04-07 વિસ્તાર કચ્છ-સૌરાષ્ટ્ર.

વાવાઝોડાની શક્યતા જોઈએ તો ચાલુ વર્ષે વર્ષ-1975માં જે ગર્ભ બંધાયેલ તેવાપ્રકારનો ગર્ભ તા.18-10-2018 થી 23-10- 2018 તથા ઓક્ટોબરમાં અંતથી 05-11- 2018 સુધીનો બંધાયેલ છે. તેથી ઉપરોક્ત સમય ગાળામાં જો વાવાઝોડું ફુંકાય તો તેજામનગર, કચ્છ તથા સિંધ પ્રાંતના કાંઠાવિસ્તારને ભયંકર હાનિ કરશે અને સમગ્રકાંઠા વિસ્તારને જળબંબાકાર કરી દેશે.

વરસાદની ખેંચ કે વાયરાનીશક્યતાઃ તા.05-07થી તા.19-08 સુધી કદાચ વાયરૂ ફુંકાય.આગામી ચોમાસામાં કુલતા.23-06થી 04-07 દરમિયાન 10 ઈંચ જેટલો. (ઉત્તર ગુજરાતમાં 29-06 થી એકાદ અઠવાડિયા સુધીમાં 10 ઈંચ અથવા જો દબાણ સર્જાય તો અસામાન્ય વરસાદ થાય.)

ચોમાસાની વિદાયની અંદાજીત તારીખ 08-10-૨૦૧૮:  ઓક્ટોબર તા.12-10 બાદ જો પૂર્વનોપવન ફુંકાય અને ડિપ્રેસન ઉભું થાય તોતા.18-10 થી 23-10 દરમિયાન 20 થી 25 ઈંચ ભયંકર વાવાઝોડા સાથે શક્યતાઃ 31-10- 2018 આસપાસ પણ તેવી જ શક્યતા છે.

૨૦૧૮નું ચોમાસું ૧૬ આની રહેવાનો વરતારો :ત્રણ તબક્કે વાવણી થશેઃઅમરેલીમાં સૌથી પહેલા થશે

સૌરાષ્ટ્ર વિસ્તારનાખેડૂતના સમગ્ર હિતમાંજ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કર્યાવગર બારે માસ જોગથી વિગતવારવર્ણન આપી મેઘ સમાચાર, વર્ષ, પ્રાચિન ભાવના સંજોગ અને તેનાંઅનુસાર સાથે જોઈ ખગોળ વિદ્યાનાઆધારે આભા મંડળ, વાદળા, કસ લીસોટા, આકાશ(ચીતરી)તાપ, વાયુ, પવનની દિશા, નક્ષત્રોમેઘરવો, દરેક ઘાર્મિક તહેવાર, દરેકમાસની પુનમ, હુતાસણીનો પવન, અખાત્રીજનો પવન, પક્ષીની બોલી (કલરવ), રાફડાના કોળામણ, મહાસુદનું માવઠું, દરેક વનસ્પતિ.

(1) ખેડૂત માટે વર્ષ સારૂ. વેપારી માટે મધ્યમ-આધાર ચૈત્રસુદ પાંચમની ગાંદલી રોહિણી નક્ષત્ર.

(2) ત્રણ તબક્કાવાર વાવણીથશે. પહેલી વાવણી અમરેલી વિસ્તારમાં

(3) પાછોત્તરો વરસાદ સારોથશે, શિયાળુ પાક સારો થશે.

(4) અરબી સમુદ્રનો કરંટહોવાથી અતિવૃષ્ટિ થશે. અમરેલીવિસ્તારમાં જુલાઈ માસમાંથશે.

આગાહી: ( style="text-align: left; ">વરસાદ વરતારો , કૃષિ પ્રભાત)

ગુજરાતમાં એકંદરે વરસાદ પાણી અને પાક સારાં થાય

આપણી પૃથ્વીનુંઆયુષ્ય 432 કરોડવર્ષનું છે. તે પૈકી ગઈ તા.18- 03-2018ના રોજ પૃથ્વીને 197, 29, 119મું વર્ષ બેઠું તેવર્ષ એટલે કે, ઈ.સ.2018નુંચોમાસું સૌરાષ્ટ્ર-કચ્છ સહિતસમગ્ર ગુજરાતમાં કેવું જશે તેનુંઆ પૂર્વાનુમાન છે. તેથી અત્રેવનસ્પતિના લક્ષણો, પુશુ-પક્ષીનીચેષ્ટાઓ વગેરે ઘટનાઓ જે તે સ્થળપુરતી માત્ર 1 યોજન (12.872 કિ.મી.) વિસ્તાર જ લાગુ પડતીહોવાથી અત્રે નજરઅંદાજ કરેલછે. તેને બદલે 100 કૌંસ (1287 કિ.મી.) વિસ્તાર સુધી લાગુપડતાં અવલોકનો જેવાં કે, વાદળ, વિજળી, પવન, મેઘગર્ભ-કસ અનેસૂર્યમંડળના સભ્યો-પ્લેનેટસનીગતિવિધીઓને પ્રાધાન્ય આપેલ છે. આપણાઋષિમુનિઓના સંહિતાગ્રંથો આધારિત લોકભાગ્યભડલીવાક્યો અને કૃષ્ણમૂર્તિ નક્ષત્ર જ્યોતિષનેઆધારે આ પૂર્વાનુમાન કરેલ છે.

ચાલુ ચૈત્રી (શક) સંવત 1940ની માસવારબાર સૂર્યસંક્રાંતિઓના પ્રવેશ સમયના ચંદ્ર નક્ષત્રોઅને સંક્રાંતિના મુહૂર્તો કોષ્ટક-1માં આપેલ છે.તેમાં કુલ 12માંથી 4 મધ્યમ, 4 સારાં અને 4 નબળાં છે જે 8 આની વરસ સૂચવે છે. રાજાદિફળ (પ્રધાન મંડળ) કોષ્ટક-2માં આપેલ છે. તેમાંકુલ 10 પૈકી 7 સારાં અને 3 નબળાં છે, જે અકંદરે 11 આની વરસ સૂચવે છે. હવે, બીજા કેટલાંકઅવલોકનો લઈએ.

1. ચાલું વર્ષના વિશ્વા (વસા) આ પ્રમાણેછે.

2. વૃષ્ટના 11, ધાન્યના 7, તૃણના 13, ઠંડીના 7, તેજના 17, વાયુના 13, વૃદ્ધિના 15, ક્ષયના 15 અને વિગ્રહના 11 છે.

(2) આ વર્ષમાં જળનો સ્તંભ 0 ટકા, તૃણનોસ્તંભ 12 ટકા છે, વાયુનો સ્તંભ 62 ટકા અનેઅન્નનો સ્તંભ 52 ટકા છે.

(3) આ વર્ષે રોહિણીની નક્ષત્ર પર્વત ઉપર છેઅને કુંભારને ઘેર તેનો વાસ છે. વાહન અશ્વ છે.તેથી, વરસાદ ઓછો થાય.

(4) આ વર્ષે આવ્રત, સંવ્રત, પુષ્કર અને દ્રોમપૈકી પુષ્કર નામનો મેઘ છે,..જે સારો વરસાદસૂચવે છે.

(5) કલકત્તાની એશિયાટિક લાઈબ્રેરીનાસંસ્કૃત ગ્રંથ રૂદ્રાયામલ મેઘમાલા મુજબ, હાલ ગુરૂતુલામાં હોવાથી વિકર્તા નામનો મેઘ છે. જેથીઓછો વરસાદ થાય.

(6) આ વર્ષે નરેન્દ્ર નામનો નાગગ છે જેસારો વરસાદ સૂચવે છે.

(7) ભડલી વાક્યો મુજબ,

• અષાઢ, શ્રાવણ, ભાદરવા અને આસોદરમિયાનની સૂર્ય સંક્રાંતિઓ વખતે અનુક્રમે, બવ, ગર, બવ અને બાલવ કરણ હોવાથી, દરેક મહિનેબેઠી સંક્રાંતિઓ થાય છે. તેથી ચોમાસું સારૂં જાય.

• પૂર્ણિમાં પોષ અમાસે (આપણી માગસરવદ અમાસે) સૂર્ય ધનમાં અને ચંદ્ર મૂળ નક્ષત્રમાંહોવાથી ચોમાસાના ચારે માસ સારો વરસાદ થાય.

• ચૈત્રી વર્ષારંભે તિથિ, નક્ષત્ર અને યોગનાભોગવટાઃ તિથી 99 ટકા ઘાસચારો, નક્ષત્ર 102 ટકા અનાજ અને યોગ 95 ટકા રોગચાળો સુચવછે.

આટલાં અવલોકનો બાદ, હવેમાસવાર પૂર્વાનુમાન જોઈએઃ વરસાદની સંભવિત તારીખોઃ

જૂન             5,6,12

જુલાઈ          13, 14, 15, 17, 20, 24, 27, 28, 29

ઓગસ્ટ         1, 3, 6, ,9, 10, 11, 13, 18, 20, 21, 24, 28, 30

સપ્ટેમ્બર       2, 4, 6, 10, 11, 14, 20, 21, 22, 24, 26, 28, 29

ઓક્ટોબર      2, 3, 6, 19

મતલબ, ગઈ સાલ કરતા, પાક ઉત્પાદનતેમજ રોગચાળો વધુ થશે.

(8) વરસાદનાં સંયોગિયા નક્ષત્રોને કારણે, તા.30 ઓગ. થી 12 સપ્ટે., 27 સપ્ટે.થી10 ઓક્ટો., 24 ઓક્ટો. થી 6 નવે. દરમિયાન સારોવરસાદ.

(9) આદ્રા પ્રવેશ વખતની તા.22-6-2018 11.10 એ.એમ., ગાંધીનગરની કૃષ્ણમૂર્તિ પદ્ધતિનીકુંડલીમાં, ચોથા કસ્પનો ઉપપતિ ગુરૂ 5માં તથ 11મા ભાવનો નિર્દેશક થતો હોવાથી, સમગ્ર ગુજરાતમાં એકંદરે વરસાદ પાણીઅને પાક સારાં થાય.

એકંદરે ગુજરાતમાં સરેરાશ 986 એમ.એમ. (39’’) અને સૌરાષ્ટ્રમાં 34’., કચ્છમાં 18’’ વરસાદ થાય તેવું ચાલુવર્ષના યોગો અને પાછલાં વર્ષમાંથયેલા વરસાદ આધારિતઆ પૂર્વાનુમાન છે. રાજ્યમાંમોટાભાગમાં જૂનના બીજા અનેજુલાઈના ત્રીજા અઠવાડિયામાંએમ વાવણી બે તબક્કે જણાય છે.પાછોતરા વરસાદને કારણે શિયાળું પાકો સારાંથશે. ચાલુ વર્ષે સમગ્ર ગુજરાતમાં વિવિધ સ્થળોના 41 દિવસોમાં 39 ઈંચ વરસાદ અને 11 આનીવરસ થાય તેવું લાગે છે.

જિલ્લાવાર  સંભવિત વરસાદ

1. અમરેલીઃ 553 એ.એમ. (22’’)

2. ભાવનગરઃ 534 એમ.એમ. (21’’)

3. બોટાદઃ 739 એમ.એમ. (29’’)

4. દેવભૂમિ દ્વારકાઃ 667 એમ.એમ. (26’’)

5. જામનગરઃ 769 એમ.એમ. (30’’)

6. જુનાગઢઃ 102 એમ.એમ. (40’’)

7. ગિર સોમનાથઃ 1214 એમ.એમ. (48’’)

8. પોરબંદરઃ 745 એમ.એમ. (29’’)

9. મોરબીઃ 1095 એમ.એમ. (43’’)

10. રાજકોટઃ 944 એમ.એમ. (37’’)

11. સુરેન્દ્રનગરઃ 984 એમ.એમ. (39’’)

12. કચ્છઃ 452 એમ.એમ. (18’’)

13. અમદાવાદ-829

14. ગાંધીનગર-1137

15. વડોદરા-563

16. આણંદ-822

17. ખેડા-984

18. મહેસાણા-803

19. ભરૂચ-841

20. પાટણ-1072

21. અરવલ્લી-860

22. પંચમહાલ-819

23. દાહોદ-643

24. મહિસાગર-600

25. નર્મદા-904

26. નવસારી-1536

27. સુરત—1415,

28. તાપી-1132

29. ડાંગ-009

30. વલસાડ઼-2286

31. બનાસકાંઠા-1306

32. સાબરકાંઠા-1341

33. છોટાઉદેપુર-935

કરા પડવાને કારણે એકાદ મહિનો વરસાદ ખેંચાય

ચાલુ વર્ષમાં વરસાદનાયોગો અંગે વિચારીએતો આ વર્ષે સંવત સર સોમ્યનામે છે સ્વામી રૂદ્ર ગણાય તેથીખંડવૃષ્ટિ થાય. કેટલી જગ્યાએવરસાદનું પ્રમાણ સારૂ રહે અનેકેટલીક જગ્યાએ ઓછું રહે.વરસાદ આવી લીલોતરી વધારે.ખરીફ પાકનો સ્વામી ચંદ્રસિંહજે જતત્વનો છે ચોમાસાનાચાર માસમાં વરસાદનું પ્રામણજોઈએ તો અષાઢ માસમાં ઓછુંરહે. શ્રાવણ માસમાં વરસાદ સારોથાય. ભાદરવામાં ખંડવૃષ્ટિ રહે. આસો સુદથીવદમાં ધીમે ધીમે વરસાદ વિદાય થાય. આ વર્ષેદ્રોણ નામનો મેઘ છે. મકર સંક્રાંતિના યોગોજોતા જે પ્રાણીઓને ઓછા પાણીથી જીવનચાલી શકે છે. તેવા સંકેતોથી વરસાદનું પ્રમાણપ્રમામસર રહે. આ વર્ષે અધિક માસ હોવાથીગર્ભ પાકવાનો સમય અંદાજિત 210 દિવસનોગણી શકાય. અમારા મેઘ ગર્ભના અવલોકનપ્રમાણે માગશરથી ફાગણ સુધીના અવલોકનનાગર્ભ ધારણ પ્રમાણે રોહિણીના સુર્યમાં પાછલાપહોરે એટલે કે મે માસમાં તા.28થી 31 ત્રણ દિવસ અધકચરો વરસાદ થાય. તે પછીવાતાવરણમાં બાફ રહે અને વંટોળ પણ થાય.ચૈત્ર માસના તાપમાનનો અભ્યાસ કરેલ છે.પરંતુ વચ્ચે વચ્ચે કરા પડવાથી મેઘનોગર્ભપાત થયેલ જેના કારણે સળંગએકાદ માસ વરસાદ ખેંચાય. સૂર્યનુંમૃગશીર્ષ નક્ષત્રમાં ભ્રમણ સતત ગરમપવન ઉડાડે સૂર્યના આદ્રા નક્ષત્રમાંએટલે કે તા.22-6 થી 5 -7 સુધી વચ્ચેવચ્ચે 8 દિવસ વરસાદના ગણી શકાય.આ વર્ષનું સાર્વત્રિક અનુમાન કરીએ તોઆ વર્ષે અધિક માસ હોવાથી ગર્ભપાકવાનો સમય 210 દિવસનોગણાય. તા.3-8-18થી 17-8- 18 સુધીમાં 6 થી 7 દિવસવરસાદના ગણાય. સૂર્યનામઘા નક્ષત્રના ભ્રમણમાં તા. 17-8-2018થી 31-8-2018નાદિવસોમાં 10 થી 11 દિવસ વરસાદના ગણીશકાય. તે પ્રમાણે 31-8 થી 13-9 દરમિયાનસૂર્યનું પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ચાલે છે. તેમાં 10 દિવસ વરસાદની હવામાન રહે. 13- 9થી 27-9 સુધીના ઉત્તરા ફાલ્ગુનીના સૂર્યભ્રમણ દરમિયાન વરસાદના 10 થી 11 દિવસ ગણી શકાય. 11 - 10 થી સૂર્યનુંચિત્રા નક્ષત્ર વરસાદની વિદાય. સૂચવતુંહોય છે. સરાં વરસાદ માટે ગુરૂનું ભ્રમણઅનુકૂળ હોવું જોઈએ.

આ વર્ષે ચોમાસું સારૂ, પરંતુ ઓગસ્ટમાં વાયરૂ ફુંકાશે

શિયાળુ પાક વધુ સારો થવાની ધારણા

વાવણી (1) જુન-14-15 (2) જુન 28,29,30,

અતિવૃષ્ટિ (1) જુલાઈ 2 થી 7 (2) સપ્ટેમ્બર 5 થી 12 વાયરૂ, જુલાઈ 27 થી ઓગસ્ટ-17 માસવાર તારીખજૂનઃ 14,15,16,28,29,30

જુલાઈ 17,18,19,20

ઓગષ્ટ: 17, 18, 19,20.

5,6,7,8,9,10,11,12,21,22,23

ઓક્ટોબરઃ1,2,3,4,5,6,7,8,9,10

વરસાદના દિવસોઃ 49 વરસાદના પ્રમાણઃ 10 થી 12 આનીવરસાદ 25થી 45 ઈંચ થાય.ચોમાસાની વિદાયઃ 11-10-2018 માવઠુઃ દિવાળી ઉપરસારા ચોમાસાના કારણો (1) હોળીનો પવન સારો. (2) અખાત્રીજનો પવન સારો (3) દનૈયામાં વરસાદ મળતા ચોમાસાનાકારણો. ઝાકળ અતિશય પડશે.

વિશેષ નોંધઃ પાછોતરા વરસાદવધુ થશે માટે શિયાળુ પાક વધુ સારોથશે.

આ વર્ષે ચોમાસું ૧૦થી ૧૨ આની રહેવાની સંભાવના

વર્ષ 2018નાં ચોમાસા માટે ભડલી વાક્યો વનસ્પતિ, પ્રાણી પક્ષીઓનું વર્તન, લોકવાયકાઓ, હોળીનાં પવનનાં આધારે આગામી જુન- 2018થી શરૂ થતાં ચોમાસામાં સંભવિત વરસાદ નીચે પ્રમાણે થવાની શક્યતાઓ છે. છતાંક્યાં અને કેટલો વરસાદ થશે તેમાત્ર કુદરતને આધિન છે. આ ફક્ત અનુમાન છે. વરસાદ થાયજ તેવું જરૂરી નથી.પ્રમાણમાં સામાન્ય ચોમાસાની સંભાવનાઓ છે.

મે-2018

23,24,25 સામાન્ય વરસાદ (1 થી 2 સે.મી.) નક્ષત્ર-કૃત્તિકા, રોહિણી, પ્રિમોન્સુનસામાન્ય વરસાદ

જુન-2018- આ માસમાં વાવણી થવાની શક્યતા 2,3,4,5 સામાન્ય વરસાદ (1-3 સે.મી.)નક્ષત્ર – રોહિણી, 13 થી 19. જોરદાર વાવણી લાયક વરસાદ (5-8 સે.મી.) મૃગશીર્ષ 24 થી 31. સામાન્ય વરસાદ (2થી 4 સે.મી.) આર્દ્રા.

જુલાઈ-2018 આ માસમાં સારો વરસાદઆવી શકે છે. 1થી 7. જોરદાર વરસાદ (5-7 સે.મી.)પુનર્વસુ નક્ષત્ર, 14 થી 20. મધ્યમ વરસાદનીશક્યતાઓ (2-3 સે.મી.) 23 થી 31 જોરદાર (5-6 સે.મી.) વરસાદની શક્યતા પુષ્ય નક્ષત્ર. ઓગસ્ટ-2018 આ માસમાં ખૂબ સારો વરસાદ.  3 થી 13 જોરદાર અતિભારે વરસાદનીશક્યતા (10-12 સે.મી.) હેલી થાય તેવાસંજોગો (આશ્લેષા નક્ષત્ર) 19 થી 23 મધ્યમવરસાદની શક્યતા (3- સે.મી.) મઘા નક્ષત્ર. 24 થી 31 સારા વરસાદની શક્યતા (5-7 સે.મી. )મઘા નક્ષત્ર

સપ્ટેમ્બર-18

1થી3. સામાન્ય વરસાદની સંભાવના (2 સે.મી.) પૂર્વાફાલ્ગુની નક્ષત્ર 8,9,10. સામાન્ય વરસાદની સંભાવના (2 સે.મી.)પૂ.ફાલ્ગુની નક્ષત્ર 8,9,10. સામાન્ય વરસાદ (1 થી 2 સે.મી.) પૂ.ફાલ્ગુની 18 થી 21 મધ્યમ વરસાદ (3-4 સે.મી.) ઉત્તરાફાલ્ગુનીનક્ષત્ર. 25 થી 30 મધ્યમ વરસાદ (3-4 સે.મી.) હસ્ત નક્ષત્ર

તારણોઃ

ચોમાસું 10 થી 12 આની (80%) રહેવાની શક્યતા છે, પ્રમાણમાં સામાન્ય ચોમાસાનો અંદાજ છે. 24મી મેથી વરસાદની શરૂઆત થશે પરંતુ ગુજરાતમાંવાવણી જુન માસની 13 થી 19 વચ્ચે એટલે જુનનાં બીજા પખવાડિયામાં થશે.જુન, જુલાઈ, ઓગસ્ટ માસમાં પ્રમાણમાંસારા વરસાદની સંભાવના. 3 થી 13 ઓગસ્ટ દરમિયાન હેલી થાય તેવો વરસાદ આવી શકે છે.પાણીની અછત રહે તેવા ચોમાસાનીસંભાવના જોવા મળે.કુલ વરસાદના દિવસો 75 થી 80 રહેવાનીસંભાવનાઓ છે કુલ વરસાદ 50 થી 60 સે.મી. (20થી 25 ઈંચ)નો અંદાજ છે. 30 મી સપ્ટેમ્બર બાદ ચોમાસું વિદાયલેશે. વરસાદની દર્શાવેલ તારીખોમાં બે ત્રણદિવસનો તફાવત આવી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સારું રહેવાના યોગો

અત્રે સૌર મંડળનીગતિવિધી, ભડલી વાક્યો, ખગોળશાસ્ત્રીય બાબતો અનેઋતુવિજ્ઞાનના પ્રાચીન અર્વાચીનનિયમોને ધ્યાનમાં રાખીને દક્ષિણગુજરાતમાં હવામાનની અસરોની સંભાવનાઓ રજૂ કરી છે. ખગોળ-ભૂગોળ અને પંચાંગ ગણિતનાગ્રહયોગો તથા વનસ્પતિના ફાલ-ફેલાવાના અવલોકનોને આધારે હવામાનનો અભ્યાસ કરવાનોપ્રયાસ છે. ઋતુઓની જાણકારીમાટે આ ઉપરાંત પશુ પક્ષીઓની ચેષ્ટાઓ તથા જીવજંતુઓની અવરજવર પણ મહત્વના પરિબળ તરીકે સ્થાનિક કક્ષાએ ઉપયોગી થાય છેપૌરાણિક રીતે વાપીથી તાપીનદી વચ્ચેનો વિસ્તાર જળ સમૃધ્ધિમાટે જાણીતો છે. દક્ષિણ ગુજરાતની વનરાજી તથા કુદરતી પરિબળો વરસાદી વાદળોને વરસવા માટેસારી તક આપે છે. સમુદ્રથી નજીકનું અંતર એ પણ સારા વરસાદમાટે અગત્યનું બની રહે છે. આ વર્ષે બીજા જેઠ માસમાં ગરમી-બફારાનું પ્રમાણ વિશેષ સૂચવે છે.બાળકો તથા મહિલાઓનું આરોગ્ય સાચવવું.

નોંધપાત્રવરસાદના દિવસો

જૂન: તા. ૧૮ થી ૨૦ તથા૨૮થી ૩૦. દક્ષિણ ગુજરાતમાંવરસાદી હવામાન.

જુલાઇ: તા. ૫ થી ૧૦.૧૬,૧૭. ૨૩ થી ૨૮. પાણીનીઆવકમાં વધારો જોવા મળે.

ઓગષ્ટ: તા. ૨,૩,૪. ૧૦ થી૧૨. ૨૦થી ૨૬. ક્યાંક રોગચાળાજેવું હવામાન જણાય.

સપ્ટેમ્બર: તા.૨,૩. ૧૪ થી૧૭. ૨૨ થી ૨૬. વરસાદી જીવજંતુઓનો ઉપદ્રવ વધે.

ઓક્ટોબર: તા. ૧ થી ૫.વરસાદી હવામાન. ભેજમાં ધીમેધીમે ઘટાડો થાય.

ઓર્ગેનીક ખેતી કરવા જેવીછે, હવે તેનો યુગ આવ્યો

  • ઉનાળાની સખત ગરમી જેવીપડે છે તેવો ધમધોકાર વરસાદ પડશેતો આ વર્ષે આપણી ખેતીમાં જોરદારફાયદો થવાનો પણ ફાયદાની વાતછે ત્યારે જયારે બીજ પસંદગીનીવાત હોય ત્યારે કપાસ હોય કેમગફળી, મરચી હોય કે કોબી કે પછી સોયાબીન હોય કે એરંડા બધામાંખાસ કાળજી લેવી પડે. આપણી ખેતીખર્ચના ટોટલ નો હિશાબ માંડો ત્યારે સૌથી ઓછો ખર્ચ બીજનો હોય છેપણ થાય છે એવું કે બીજાની શરમેકે બીજાના પ્રભાવમાં આપને આપણી જમીનને અનુકુળ હોય તે કરતા બીજુંજ ખરીદીને સસ્તાની લાયમાં નુકશાન કરી દેતા હોઈએ છીએ.
  • બીજ પસંદગીની વાત ચાલેછે ત્યારે કપાસ બીજની પસંદગી માટેકૃષિ વિજ્ઞાન માસિકનો દર એપ્રિલ અને મેં મહિનાનો અંક વાંચવો જોઈએ જેમાં ભારતની નીવડીગયેલી કપાસની જાતોની માહિતીઅને તેનો ઉપયોગ કરનાર ખેડૂતોનાઅભિપ્રાય હોય છે. આપણે આપણીખેતી માટે નિર્ણય કરવો હોય ત્યારેખેડૂત મિત્રોનો અભિપ્રાય આપણામાટે કીમતી ગણાય, કૃષિ વિજ્ઞાન નું લવાજમ રૂ.૨૫૦ = છે. પરંતુઆ અંકની વિગતો ક્રમે ક્રમે ફ્રીજાણવા માટે કૃષિ વિજ્ઞાનનું ફેસબુકપેઇઝ લાઈક કરો તો તમારા સ્માર્ટટુણટુંણીયામાં પણ તમે કપાસનીખેતીની જાણીતી કંપની વિષે અતથીઇતિ જાની શકશો. તો કરો લાઈક.
  • બીજ પસંદગીની વાતપૂરી થઇ ત્યાં સામેથી સુરેશભાઈનો કમલેશ કે જેને અમો કમો કહીએ છીએ તે આવતો દેખાયો અને બધાનેરામ રામ કહેતો કહે કે તમે બધાએમને શહેરમાંથી ખેતી ક્ષેત્રની થોડીકંપનીની માહિતી જાણી લાવવા કહ્યુંહતું તો હું ગયા અઠવાડિયામાં થોડીમાહિતી બધી જગ્યાએ રૂબરૂ જઈનેલઇ આવ્યો છું.તો તમને બધાનેમાંડીને વાત કરું તે પહેલા આપણી મહેફીલના બધાને આ નાનકડી ડાયરી ભેટ આપવા માગું છું જેથી બધા પોતાની ઉપયોગી માહિતી ટપકાવી શકે. તો લ્યો આ ડાયરી, એક એક લઇ લ્યો અને કરો નોંધ.હા, બધાય મોબાઈલ સ્માર્ટફોન લઇલેવો જોઈએ. તે ખાસ તમને ભલામણકરું તેમ કરી તેણે માંડી ને વાત કરીપણ આપણે હવે પછી જાણીશું.
  • ઓર્ગેનિક પેદાશોના ભાવોહવે સારા મળે છે. ઘઉં, અજમા, બાજરો, જુવાર, તલ, માગ, અડદ વગેરે માં ઓર્ગેનિક પેદાશ લેવીખુબ સરળ છે. કપાસ, શાકભાજી, મગફળીમાં પાક સંરક્ષણ માટેનો નવોજ રાહ ખુલ્યો છે. કારણકે વડોદરાનીએગ્રીલેન્ડ બાયોટેક કંપનીએપોતાની ત્રણ પ્રોડક્ટ સુકારા માટેમોનીટર(ટ્રાયકોડર્માં), કીટકો માટેબાયોસોફ્ટ બેવેરીયા બાસીયાના , કૃમિ માટે યોર્કર (પેસીલોમાઈસીન)નુંઉત્પાદન વિદેશની કંપનીની સરફેસ ટેકનોલોજી દ્વારા હાઈ પોટેન્સી પ્રોડક્ટ્સ તૈયાર કરી છે. એટલે ટૂંકમાં સમજવું હોય તો હવે આ ત્રણેય પ્રોડક્ટ્સ પાણીમાં સરળતાથી દ્રવ્યથશે. અને ખુબ જ ઓછા ડોઝથી શ્રેષ્ઠપરિણામો આપશે. એટલે હવે તમેઆ પ્રોડક્ટ્સ ખરીદો ત્યારે સરફેસટેકનોલોજીનો ઉપરનો લોગો જોવાનુંચુકતા નહિ અને આ ટેકનોલોજી લઇઆવનાર કંપની સાથે વાત કરવાફોન કરો . ૯૮૭૯૪ ૨૭૭૭૧ અનેનવી ટેકનોલોજીની માહિતી મેળવો.
  • જે ખેડૂત મિત્રોને સ્પ્રીંકલરપદ્ધતિ ની સગવડતા છે તે ખેડૂતો આ વર્ષે મગફળીની સારી ખેતી કરવીજોઈએ. મગફળીનો પાલો પશુઆહાર માટે ખુબ જ સારો અને જાણીતો પશુ આહાર છે. આ વર્ષેઉનાળુ મગફળીમાં બોમ્બે સુપર જેહવે પબ્લિક લીમીટેડ કંપની બની ગઈ છે તેની મગફળી સોનલ અને બોમ્બે-૫૫ નું વાવેતર કરેલ તે ખેડૂતોને ખુબ લાભ થયો હતો.ચોમાસું વાવેતર માટે કઈ જાત સારી અને ખેડૂતોના અનુભવ જાણવાફોન કરો ૯૮૯૮૧૦૨૪૫૮ અથવા૯૮૨૫૬ ૦૯૧૭૦

સારા વરસાદની આગાહીઓથી ભરઉનાળે ટાઢક

પાણી શોધવા માટે ડ્રીલીંગ યાલતી હોય અને અણીનો ધોધ વાછુટે, એમ એપ્રિલ મહીને બેસતા વિદેશી હવામાન એજન્સીઓ, ખાનગી હવામાન એજેન્સીઓ,ભારતીય હવામાન વિભાગ સમેત પરમ્પરગત આગહીકારોના વરસાદ વાતારનો ધોધ વછુંટે છે. સોં કોઈને પાણીની પીડામાંથી છુટકારો જેઈએ છે. વરસાદ પાણીનો એક માત્ર વિકલ્પ છે. દરિયાના પાણી ખરા ધુધવાટ હોય છે.  એને મીઠ્ઠા બનાવના પ્રયત્નો ખાનગી કંપનીઓ અને સરકાર કરી રહી છે. જે કે એ પાણી ખીસલેરી બોટલના ભાવે પડે, એ કોઈ જેતુ નથી. જમીનના તળને યુસી યુસીને વર્ષો જુનો પાણીનો જથ્થો ખાલી. કરવામાં આપને પાછું વાળીને જયું નથી. યોમાસુ ઢુંકડું આવે એટલે સોં કોઈ વાદડો સામે જેઈને જ્લ્હી વરસે એની રાહમાં ટગર ટગર જેયે રાખે છે. સૌથી સહેલે રસ્તો પાણીને પકડવું. અને અને વિવેકભાન રાખીને વાપરવાનું ગણિત આપને શીખ્યા નથી, એની આ રામાયણ છે.

સતત એક મહિનાથી મોબાઈલ રિંગટોન વાગે ત્યારે મોટાભાગના ખેડૂતો એક સવાલ કરી રહ્યા છે. કે આગામી યોમાસુ શું કહે છે ? સુરેન્દ્રનગર યોટીલા તાલુકાના ખેરડી(કાળાસર) ગામના રવજીભાઇ માલ્કીય (મો.૯૪૨૮૭૯૧૯૫૯), પડધરી તાલુકાના થોરીયાળી તાલુકાના જમદાદર ગામના શેલેષભાઈ રાબડીયા (મો.૯૯૭૯૨ ૨૦૫૪૧), ડોતટાદના ગઢડા (સ્વામીના) તાલુકાના ભંડારિયા ગામના રધુભાઈ ખેર (મો.૯૭૨૭૨ ૯૬૮૬૮), જુનાગઢના કેશોદ તાલુકાના આજ્બ ગામના મનોજભાઈ કાલરીયા (મો.૯૯૭૯૨ ૮૭૪૦૯), મેદરડા તાલુકાના રાજેસર ગામના થોભણભાઈ પાનસુરીયા (મો.૯૮૭૯૯ ૧૨૬૬૫) અને જામનગરના ગ્રોલ ખુઝર્ઘ જસમતબાપા ગડારા માત્રએક જ છે કે આવી થોડી જાણકારીથી ખરીક વાવેતર કરવામાં દિશાદોર સુઝે.

ખેતી ધખકતી હોય તો આપેમેળે દેશનું અર્થતંત્ર દોડતું રહે છે. ખેતીનો  વ્યવસાય તો જધળકતો રહે,જે યોમાસે મે પાણી સારા હોય ખેતીને જાવંત રાખવા માટે કુદરત મહેરબાન હોવી જેઈએ. કુદરતની રહેમ દ્રષ્ટિ હોય તો જ ખેડૂત, ખેતી અને દેશની સ્મ્મ્રીધ્ધી વધે છે, એમાં શક કે સવાલ કરવા જેવો નથી. આ વરસાદની ૩ખ યોમાસા દરમીયાન શું રહેશે, તે જાણવા માટે હરેક ધરતીપુત્રને સ્વભાવિક જાજ્ઞાષા હોય છે. કોઈ  ને કોઈ રીતે વરસાદની ગતિવિધિ શું રહેશે ? આ પ્રશ્નનો જ્વાખ જણવા માટે સોં ઉત્સુક હોય છે. ખરીફ પાક વાવેતરના આયોજન કરવામાં વરસાદનો વતારો આગ્ત્યની ભૂમિકા ભજવૈ છે. યોમાંસામાંવાવણી લાયક વરસાદ ક્યારે થશે ? કેટલા તખક્કામાં વાવણી થશે? ક્યાં તખક્કામાંવરસાદ ખેયાશે ?વરસાદ યાની વર્ષ છે? ક્યાં પાકને વરસાદ ૩ખ માફક જમાવટ કેવી રહે છે? સ્ફેટ. કાળી, લાલ કઈ કણસી ફાયદેમ્ન્ધ રહેશે? આવા અનેક સવાલોના યોક્ઠા ગોઠવાતા હોય છે. ભારતીય હવામાન વિભાગે આ વર્ષે સારો વરસાદ થવાની આગાહી કરી છે. એ રીતે કસ, પવન, વનસ્પતિનું કોરામણ,

પંખીઓની ચેષ્ઠા, ગ્રહો, નક્ષત્રો, ભડલી વાક્યો જેવા પરિમામણેને ધ્યાને મેઈ મોટાભાગના પરમ્પરાગત આગાહીકરોએ સારા વરસાદનાં સંકેતો આપ્યા છે. તેથી આ સો લોકોના મોમાં ધીનસ્ક્ક્ર. એવું કહિખે તો ખોટું નથી. આં બધા આગાહીકારોની સાથે હરેક વિસ્તાર કે ગામના કેટલીક એવી વ્યક્તિયો છે જે સહદેવણી જેમ મુક રહે છે. અને પૂછવામાં આવે તો જ હવાબ આપે છે.

વનસ્પતિના સારા કોરામણીની વાત કરતાં જુનાગઢના ભેસાણ તાલુકાના હદમતિયા (ખાખરા) ગામના ય્હુભાઈ વેકરીયા (મો.૯૯૨૫૧૩૬૮૩૦) કહે છે કે આ વખતે યોમાસા પર્વે આવતા ગુંદા, પરદેશી આખલીના કાતરા, લીમડાને કોલ અને રાવના જેવા કખકુલનું પુષ્પકબ આવરણ થયું છે. તેવી એવું અનુમાન લગાવી શકાયકે આ વખતનું ઓમાસુ ખુખ સારો વરસાદ લાવશે. રાજકોટના પડધરી  તાલુકાના નારણકા ગામના નરણાભાઈ ગોરધનભાઈ રાજપરા વર્ષોની આકાશી કસ અને પવનની દિશા નોધ કરતાં ખે છે આગામી ઓમાસે સારામાં સારા વરસાદ છે. ઓરીજનલ જેઠ વદ-રના વાવણ થશે. ભાદરવામાં સારા વરસાદનાં સંકેત્તો છે. નોરતા સુધી વરસાદ યાલુ રહેશે. તેથી શિયાળુ પાક મખલક પડશે. આવા તો વિસ્તાર મુજબ ધણા ખેડૂતો છે, જેખો પોતાના પરિમાણો પ્રયત્ન કરતાં હોય છે. એને એના વરતારાની ક્યાંય નોઘ લેવાય કે ન સેવાય, એની ફિકર હોતી નથી.

યુદડિયા બ્રાહ્મણો દ્વારા વરસાદની પરિકલ્પનાઓ.....

છેલ્લા બે દાયકા પહેલા યેત્ર વૈશાખ મહિનામાં ગામડે ગામડે યુદડિયા બ્રાહ્મણો ખેડૂતના ધરે ધરે કરીને દાન-દક્ષીણો ઉધરાવતા હતા. પોતાનું ટીપનું ખોલી આગામી ઓમાસની ૩ખ જણાવતા હતા. એના બદલામાં ખેતનું પત્ની યથા યોગ્ય સુપડુ ભરીબાજરો, ધઉ જેવું ધાન દાનમાં આપતી હતી. ૨૦દિવસ પર્વે જ નારણકા ગામનફરતા ઉપલેટા પથકના રબારીકા ગામના વતની એવા યુદદિયા બ્રાહ્મણ સુનીલભાઈનોભેટો થે ગયો. ખરામધાનો બપોરના ૩ કલાકે ઠંડા પાણીથી કોઠો તાઠો કરી તેઓએ કહ્યું હતું કે અગાઉનો વરસાદ, પાદરની પનિહારી અને સીમનો ઘોડેશ્વાર પાદર ભેગા થઈ જતા. આ જૂની કહેણી યાદ કરતાં તેઓએ વધુમાં કહ્યું હતું કે આજે યુગ પરિવર્તનમાં ખધુ ખદલાઈ યુક્યું છે. ગામડાઓમાં પણ ઘરે ઘરે નળ આવી ગયા છે. તેથી પનિહારી કોને કહેવાય એ નવી પેઢીને ખબર નહી હોય. સીમના ઘોદેશ્વરની જગ્યાએ સીમમાં સડસડાત દોડતા બાઈકની ક્મીરીઓ ઉડે છે. વરસાદનાં પહેલા જેવા ઠામઠેકાણા રહ્યા નથી. તેણે આગામી યોમાંસમાં સારામાં સારા પાચ વરસાદ થશે. ભીજા જેઠ મહિનાની સુદ ૧૧ પછી વાવણા થશે. ઘોળું ધાન (કૃષિ જણસી) વાવવામાં ફાયદો છે.

ચેત્ર સુદ પાયમની ગાદલીનો વરતારો........

વરસાદનાં પરમ્પરાગત અભ્યાસુઓ માટે હોડીની જળ, ચેત્રી દનેયા, અખાત્રીજની વહેલી સવારનો પવન, ગાદલિ જેવી, હાંડો જેવો, પશુ પંખીઓની ચેષ્ટા, વનસ્પતિના ફાલ ફૂલ અને કોરમણ જેવા પરિમાણો પણ વરતારના ગણીતમાં મડાય છે.

કોઈ વળી ભડલી વાક્યોના આધારે પણ અનુમાન કરતાં હોય છે. જુનાગઢ વથલીના રમણીકભાઈ વામજા (મો.૯૯૨૪૧ ૯૪૫૭૩) કહે છે કે ચેત્ર સુદી પાયમની રાતે જેવાતી ગાદલીમાં વાદડો વગરનું કોઈ આકાશ હતું, જે સુયવે છે કે આપના ઉપર દુષ્કાળના કોઈ ચિન્હો નથી. ઉત્તર દિશામાં ગાડું હતું, વેપારું આગળ અને ખેડૂતો પાછડ હતા. આ રીતના નક્ષત્રોનું ગણિત કહે છે. કે વેપારીઓ માટે મ્દીનું અને ખેતુડો માટે કૃષિ જણસોના ભાવ સારા રહેવાનું અનુમાન છે. ઘણા વિસ્તારમાં ગાદલી ઉપરથી બુઝર્ગ ખેડૂતો વરસાદનો વર્તારો કરતાં હોય છે.  રાજકોટના  પડધરી  તાલુકાના દહિસરડા આજ ના પરસોતમભાઈ ધાટોડીયા, નરશીભાઈ પનાર, ત્ર્શીભાએ કોરીંગ અને ડાયાભાઈ વરાસડા મો. ૯૭૨૪૧ ૮૦૭૮૦ જેવા ખેડૂતો આ વખતની ગદલી જયા પછીનું અનુમાનજણાવતા ખે છે આકાશી નક્ષત્રોમાં વસિયત વેપારી આગળ હતો અને છોકરા ખેડૂતો પાછળ હતા. આં પરિમાણ ઉપરથી કહિ શકાય કે ખેડૂતો માટે ઉત્પાદન બાબતે વર્ષ નબળું ગણાય.

બે જેઠ મહિનાવાળુ ચોમાસું સારૂરહેવાની ૮૦ ટકા સંભાવના

ઈ.સ. 2018નું ચોમાસુંસારૂ રહેશે કે નબળું? તેનું અનુમાન કરવામાટે નીચે મુજબના 5 માપદંડોનો ઉપયોગ કરેલોછે.

(1) અધિક માસઃ બેજેઠ ઠ માસ, 2018માં બે જેઠ માસછે. સામાન્ય માન્યતાએવી છે કે અધિકમાસવાળુ ચોમાસુ નબળુંરહે. પણ ઈ.સ. 1960 થી ઈ.સ. 2017 સુધીમાં કુલ 5 ચોમાસાબે જેઠ માસવાળાઆવેલા છે. 1961, 1980, 1988, 1999 અને 2007. જેમાં ઈ.સ. 1999 વાળુ એક જચોમાસુ નબળું રહેલું.તેમાં પણ જુનાગઢનોકુલ વરસાદ 37 ઈંચ હતો. રાજકોટનો 14 ઈંચ હતો. બાકીના જ ચોમાસામાં રાજકોટનોવરસાદ 28 ઈંચ કે વધુ અને જૂનાગઢનો વરસાદ 44 ઈંચ થી 62 ઈંચ જેટલો રહ્યો હતો.

આ પરથી કહી શકાય કે બે જેઠ માસવાળુચોમાસુ સારૂ રહેવાની સંભાવના 80% છે. 20% દુષ્કાળની છે.

(2) તે મુજબ મંગળ ભ્રમણ અનુસારચોમાસુ સારૂ રહેવાની સંભાવના 66% છે. નબળું રહેવાનીસંભાવના 34% રહે.

(3) સૌર કલંકોની સ્થિતિ ચોમાસુ સારૂ રહેવાની સંભાવના 70% દર્શાવે છે.

(4) બુધની ખગોલિય સ્થિતિ ચોમાસુ સારૂ રહેવાનીસંભાવના 55% દર્શાવે છે.

(5) ઈ.સ. 2018નાં રોહિણીવાસ પર્વત પર છે. ઈ.સ. 1960થી કુલ 10 ચોમાસા રોહિણી પર્વતવાળા આવેલા છે.જેમાંથી 6 ચોમાસા નબળા રહ્યાં હોઈ રોહિણીના પર્વત વાસનુંફળ ચોમાસુ નબળું રહેવાની સંભાવના 60% દર્શાવે છે.

આ મુજબ કુલ 5 માપદંડોમાંથી 4 માપદંડો ચોમાસુ સારૂરહેવાની સંભાવના દર્શાવતા હોઈ 2018નું ચોમાસુ ખંડવૃષ્ટિરહેવાની સંભાવના જણાય છે. દૈશમાં ક્યાંય અતિવૃષ્ટિઓ તો ક્યાંય વરસાદની અછત રહી જાય. તેવોખંડવૃષ્ટિનો અર્થશાસ્ત્રમાં કહ્યો છે.

ઈ.સ. 2018ના ચોમાસાનું માસવારપૂર્વાનુમાન નીચે મુજબ છે.

(1) અધિક જેઠ માસઃ (તા.16-05-18 થી 13-06-18) તા.21-5-18થી 23-5-18 પ્રિમોન્સુનવરસાદ થઈ શકે. તા.5થી 7 જુનવરસાદની સંભાવના, તા.10-6-208થી 15-6-18 ચોમાસુ પ્રારંભ જેવા વરસાદનીસંભાવના,. તા.5-6-18થી 13-6- 18 દરમિયાનમાં સમુદ્રમાં ચક્રવાતઉત્પન્ન થઈ શકે. આ તારીખોદરમિયાન ચોમાસું પ્રારંભ થઈનેસ્થગિત થઈ જવાની કે વરસાદ ઉડીજવાની શક્યતા રહે. દુઃષ્કાળ ભયથઈ શકે. ક્યાંય વાવેલું નિષ્ફળ જઈશકે.

(2) નિજ જેઠ માસઃ તા.14-6- 18 થી 13-7-18 તા.24-6-18થી 28-6-18 અને જુલાઈ માસનીતા.1,2,11,12,13 વરસાદના યોગ છે.

(3) અષાઢ માસઃ 14-7-18 થી 11-8-18 તા.25-7-18થી 29-7-18 વરસાદની સંભાવના છે. તેપહેલા પણ 21-7-18થી 24-7-18 વરસાદ થાય કે વાતાવરણપલટાય. તા.9-8-18થી બુધ ભ્રમણ સારા વરસાદ માટે વધુઅનુકૂળ શરૂ થતું હોઈ ઓગષ્ટ અને સપ્ટેમ્બર માસ સારાવરસાદવાળા રહી શકે છે.

(4) શ્રાવણ માસઃ 12-8-18થી 9-9-18 ઓગસ્ટ માસનીતા.12-13- 17 થી 20 તેમજ સપ્ટેમ્બર માસની તારીખ 6-7- 8-9 વરસાદના યોગ છે.

(5) ભાદ્રપદ માસઃ 10-9-18થી 9-10-18 ભાદ્રપદ માસમાં સપ્ટેમ્બર માસની તારીખ 13 થી 16 તારીખ 18 થી 21 તારીખ 27-28 તેમજ ઓક્ટોબર માસનીતા.7-8-9 વરસાદના યોગ છે.

(6) આસો માસઃ તા.10-10-18થી 7-11-18 આસો માસમાં નવરાત્રી દરમિયાન તા.14-10-18થી 17- 10-18 વરસાદની સંભાવના છે. ત્યારબાદ ચોમાસુ વિદાયજણાય.

ઝાલાવાડ તથા મધ્ય સૌરાષ્ટ્રમાંસારા વરસાદનાં સંકેતો

વર્ષ દરમિયાનમુખ્યત્વેત્રણ દિવસોનાંઅવલોકન લેવામાંઆવે છે.

(૧) ૧૪જાનયુઆરી, મકરસંક્રાંતિનો પવન.આ દિવસે સવારથીબપોર સુધી શિયાળુપવન હતો. જેઅનુકૂળતા સૂચવેછે. બપોર સુધીપવન બરાબર જોવામળેલ. પરંતુબપોર પછીઉગમણોપવન હતોતે અગાઉનાઅનુભવઅનેઅવલોકનમુજબઅનુકૂળ નહોતો.

(૨) ફાગણ સુદ પૂનમના દિવસે સવારે પવનમાફકસર ઉનાળુ પવન હતો. સાંજે હુતાસણી પ્રગટાવતીવખતે અનુકૂળ પવન હતો. આ પવન સાંજે ચારવાગ્યાના સુમારે શરૂ થયો હતો.

(૩)વૈશાખ સુદ ત્રીજ (અખાત્રીજ)નો પવનબધી રીતે અનુકૂળ જણાયો છે. પવન એકરેણુનો હતો. ડચકા ખાતો નહોતો. આમ ઉપરનાઅવલોકનને આધારે સુરેન્દ્રનગર જિલ્લામાં તથાઆસપાસના વિસ્તારમાં સારો વરસાદ થાય. આર્દ્રાનક્ષત્ર પ્રવેશથી તા. ૨૨ જૂનથી વરસાદ થાય. ૨૫જૂનથી વાવણીલાયક વરસાદ ગણાય. ચોમાસુ પાક ગત વર્ષનીસરખામણીમાં સારો થાય. પશુ પંખીની ચેષ્ટાઓ વૈશાખ માસપછી જોવા મળે. કાગડાના માળા હજુ મે માસના ઉત્તરાર્ધમાંજોવા મળશે. હજુ ઘણા સ્થળે લીમડાની લીંબોળી પાકવાની બાકેછે. હજુ જેઠ સુદી બીજ નું આકાશ જોવું જોઇએ. દેવ ચકલીનોમાળો જમીનની સપાટીથી કેટલો ઉંચે છે તેના અવલોકન પણઉપયોગી બની રહે છે. પાટડી, ખારાઘોડા, ઝીંઝુવાડા, સુરેલ, શંખેશ્વર વગેરે સ્થળે પવનની આંધીઓ ચોમાસાના આરંભેજોવા મળે. હજી અમારા અંદાજે કૃત્તિકા નક્ષત્રમાં તા. ૧૧થી ૨૫ મે દરમિયાન છાંટા જોવા મળે તો તે સારા વરસાદનાસંજોગ ગણાય.

ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં અતિભારે વરસાદ પડવાનાં યોગ

ગ્રહો, વર્ષા, ગરમી, ગ્રહોનીયુતિ, જળદાયક નક્ષત્ર, નાડીના યોગો, હવામાન, વૃક્ષોના વનસ્પતિ લક્ષણો, સંક્રાંતિપ્રવેશ, વરસાદના ગર્ભ, ભડલીવાક્યો, કસ, પવન, વાદળા, પ્રાચીન રૂઢીગત માન્યતાઓ, દનૈયા, હુતાસણીનો પવન, તેમજ અખાત્રીજના પવનનાઆધારે જોતાં આગામી ચોમાસુંનીચે મુજબ રહે તેવી સંભાવનારહેલી છે.

• તા.25-5-2018થી 7-6- 2018 સુધીમાં રોહિણી નક્ષત્રમાંઅસહ્ય ગરમીમાં પડે. (તીવ્ર ગરમી)

• તા.15-6-2018થી 23-6-2018 સુધીમાંગુજરાત-સૌરાષ્ટ્રનાં અમુક ભાગમાં ગાજવીજસાથે વરસાદ થાય. (સાધારણથી મધ્યમ)

• તા.28-6-2018થી 11-7-2018 સુધીમાંઆદ્રા-પૂનર્વસુ નક્ષત્રમાં મધ્યમસર વરસાદપડવાના યોગ. (ગુજરાતના અમુક વિસ્તારમાં)

• તા.25-7-2018થી 8-8-2018 સુધીમાંપુષ્ય-આશ્લેષા નક્ષત્રમાં મધ્યમસરથી સારોવરસાદ પડવાના યોગ.

• તા.21-8-2018થી 4-9-2018 સુધીમાંમઘા. પૂ.ફા. નક્ષત્રમાં ભારેથી અતિભારે વરસાદપડવાની સંભાવના (સમગ્ર ગુજરાત-સૌરાષ્ટ્રમાં)

• તા.17-9-2018 થી 1-10-2018 સુધીમાંઉ.ફા. – હસ્ત નક્ષત્રમાં મધ્યમસર વરસાદનાયોગ

• તા.15-10-2018થી 28-10-2018 સુધીમાં મધ્યમ સર વરસાદ પડવાનાં યોગ.ચોમાસાનાં મહત્વના મુદ્દાઓપુષ્ય નક્ષત્રમાં તા.25-7 થી સમગ્ર ગુજરાતસૌરાષ્ટ્રમાં વિધીવત ચોમાસું બેસશે.તા.25-7 થી સમગ્ર ગુજરાત તથા દેશમાંચોમાસું જામે. વ્યાપક વરસાદની શરૂઆત થાયત્યાં સુધી ચોમાસું નબળું રહેશે.આગામી ચોમાસુ ગુજરાતમાં 6 થી 8 આનીરહેશે. (40 થી 50 ટકા) દક્ષિણ ગુજરાત તેમજદક્ષિણ ભારતમાં 12 આની ચોમાસું (75 ટકા)આ વર્ષે સમગ્ર દેશ તથા ગુજરાતમાંગાજવીજ તેમજ વીજળી પડવાના વિશેષ યોગજોવા મળે ચોમાસા દરમિયાન પવનનું જોરરહેશે. પશુઓમાં રોગચાળો જોવા મળશે.આ વર્ષે દેશના ઘણાં રાજ્યોમાં નબળું ચોમાસુંતેમજ અમુક રાજ્યોમાં અતિભારે વરસાદ પડશે.ગુજરાતમાં મધ્યમથી નબળું રહેતું ચોમાસું દક્ષિણ ગુજરાતનાં દરિયાઈ પટ્ટી વિસ્તારમાંસારૂ ચોમાસું (સુરત-વલસાડ-વાપી, ડાંગ વિસ્તારમાં સારો વરસાદ)આ વર્ષે કાળી, સફેદ, લીલી, લાલ, વ સ્તુમાં તેજી તથા પીળી વસ્તુમાં મંદીજોવા મળે.આગામી ચોમાસું પાછોતરૂ બેસશે.સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્રમાં સરેરાશ 25 થી 30 ઈંચ વરસાદ પડવાનીસંભાવનાઆ વર્ષે અધિક જેઠ, જેઠ, અષાઢ માસમાં ચોમાસું નબળુંશ્રાવણ-ભાદરવામાં સારાવરસાદના યોગ.આગામી ચોમાસામાં દેશનાદક્ષિણ ભારતમાં સારો વરસાદ પૂર્વ તથામધ્યમ ભારતમાં મધ્યમસર, ઉત્તર તેમજપશ્ચિમ ભારતમાં મધ્યમસરથી નબળાચોમાસાનાં સંકેતો.આગામી ચોમાસાનાં સૂર્યના સ્વાતિનક્ષત્રમાં તા.24-10 થી 5-11 સુધીમાંદિવાળી આસપાસનાં દિવસોમાં ગાજવીજસાથે સારો વરસાદ પડવાના યોગ. (માવઠુ)આમ જોતાં 2018ના વર્ષમાંજુનમાં સાધારણ જુલાઈમાં મધ્યમસરતેમજ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં (ભારેથીઅતિભારે વરસાદના યોગ તેમજ સમગ્રભારત ગુજરાતમાં ચોમાસું 40 ટકા, દક્ષિણભારત તથા દક્ષિણ ગુજરાતમાં ચોમાસું ટનાટન.

ચાલુ વર્ષે સારા ચોમાસાની સંભાવના

શિયાળાના આરંભથી વિગતવારકસ અને આકાશ દર્શનનો અભ્યાસકરતાં મોરબી, હળવદ, માથક, વાંકાનેર, માળિયા વગેરે વિસ્તારમાંઅમારા અભ્યાસ અને અવલોકનપ્રમાણે ચોમાસાના વરસાદી દિવસોનીચે મુજબ જણાય છે.જૂન- તા.18, 19, 20, 28, 29, 30 જુલાઈ - તા. 1, 2, 16, 17, 21, 22, 23, 24 ઓગસ્ટ - તા. 14, 15, 16, 20, 21, 24, 25, 29 સપ્ટેમ્બર - તા. 5, 8, 9, 14, 24, 25, 26 આમ ઉપરોક્ત દિવસો મધ્યસૌરાષ્ટ્ર માટે વરસાદનું નોંધપાત્રપ્રમાણ સુચવે છે.

આ વર્ષે ચોમાસામાં ૫૮ દિવસ વરસાદની સંભાવના

ક્રમ                       વરસાદન તારીખ                     વરસાદનો પ્રકાર

કૃત્તિકા તા.11-5-2018 શુક્રવારે

1 23-5-2018છાંટા ખરશે

રોહિણી તા.25-5-2018 શુક્રવાર

2 26-5-2018 સામાન્ય

3 2-6-2018 સામાન્ય

મૃગશીર્ષતા.8-6-2018

414-6-2018સામાન્ય

5 15-6-2018 સામાન્ય

આદ્રા તા.22-6-2018

6 22-6-2018 શરૂઆત થશે

7 23-6-2018 સામાન્ય

8 24-6-2018સામાન્ય

9 30-6-2018 સારોવરસાદ

10 1-7-2018 ભારે વરસાદ

11 2-7-2018 ભારે વરસાદ

12 3-7-2018 ભારે વરસાદ

13 4-7-2018 મધ્યમ વરસાદ

14 5-7-2018 મધ્યમ વરસાદ

પુનર્વસુઃ તા.6-7-2018

પુષ્યઃ તા.20-7-2018

15 24-7-2018સામાન્ય

16 25-7-2018 જોરદાર

17 27-7-2018 સારો વરસાદ

18 285-7-2018 મધ્યમ

19 29-7-2018મધ્યમ

20 30-+7-2018મધ્યમ

21 31-7-2018 સામાન્ય

22 2-8-2018હળવો વરસાદ

આશ્લેષા તા.3-8-2018

મઘા તા.17-8-2018

23 17-8-2018 સામાન્ય

24 18-8-2018 મધ્યમ

25 19-8-2018 સામાન્ય

26 20-8-2018 મધ્યમ

27 22-8-2018 સામાન્ય

28 23-8-2018 મધ્યમ

29 24-8-2018 મધ્યમ

30 25-8-2018 સામાન્ય

31 27-8-2018 સામાન્ય

32 28-8-2018હળવો વરસાદ

પૂર્વાફાલ્ગુન 30-8-2018

33 1-9-2018હળવો વરસાદ

34 5-9-2018છાંટા ખરશે

35 7-9-2018સામાન્ય

36 8-9-2018 સામાન્ય

37 10-9-2018 મધ્યમ

ઉત્તરા ફાલ્ગુની તા.13-9-2018

38 20-9-2018 સામાન્ય

39 24-9-2018 સામાન્ય

હસ્ત તા.27-9-2018

40 27-9-2018 સામાન્

41 28-9-2018હળવો વરસાદ

42 29-9-2018 મધ્યમ વરસાદ

43 1-10-2018 મધ્યમ

44 2-10-2018 મધ્યમ

45 3-10-2018 સામાન્ય

46 4-10-2018 મધ્યમ

47 5-10-2018 સારો વરસાદ

48 6-10-2018 સારો વરસાદ

49 7-10-2018સામાન્ય

50 8-10-2018 મધ્યમ

51 9-10-2018સામાન્ય

ચિત્રાઃ તા.12-10-2018

52 13-10-2018 હળવો વરસાદ

53 16-10-2018 મધ્યમ

54 17-10-2018 હળવો વરસાદ

55 20-10-2018 સામાન્ય

સ્વાતીઃ24-10-2018

56 24-10-2018 મધ્યમ

57 25-10-2018 સામાન્ય

58 26-10-2018સામાન્ય

2018ના ચોમાસામાં 58 દિવસના વરસાદનો અંદાજ છે.

નોધઃ વરસાદની તારીખો અને કેટલો વરસાદથશે તે એક અંદાજ. આ અનુમાનથી ઓછોઅથવા વધુ વરસાદ થઇ શકે છે. ઈશ્વરનીગતિ અકળ છે.

જીરૂમાં ધીમી ગતિએ સુધારાના યોગઃમગફળીના ભાવ ઘટવાાની ધારણા

એરંડા બજાર – સપ્તાહના આરંભેએરંડાબજાર સાંકડી વધઘટે નરમાઇતરફીરહે. પાછળથી બજારમાં સુધારાતરફીહવામાન જોવા મળે. તા ૧૧ મે થી સૂર્યકૃતિકા નક્ષત્રમાં આવે છે. જે નૈસર્ગિકરીતે મજબૂત હવામાન સુચવે છે.આની સાથે અન્ય ખગોલીય યોગોનેપણ ધ્યાનમાં લેવા જોઇએ. દેશાવરનાબજારો તથા હવામાનનો વિગતવારઅભ્યાસ કરવાની સલાહ છે. નાનાવેપારી તથા ખેડૂત ભાઇઓએઆઠમથી એકાદશી દરમિયાનબજારમાં વિશેષ કાળજીરાખવી. તા.૧૧ અને ૧૨મે વધુ સંવેદનશીલ ગણાય.પૂર્વગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રતથા રાજસ્થાનના ખેડૂતભાઇઓએ વિશેષ કાળજીરાખવી. વૃષભ (બ.વ.ઉ.) તથાકન્યા (પ.ઠ.ણ.).) તથા રાશિનાભાઇઓને આર્થિક બાબતે અવરોધઅનુભવાય.

તેલ – તેલીબિયા – સપ્તાહનીશરૂઆતમાં સારી જાતની મગફળીમાંસાંકડી વધઘટે બજાર જળવાઇ રહેવાનાયોગ ગણાય. જ્યારે સાધારણમગફળીમાં બજાર નરમાઇ તરફી જોવામળે. મોટા ભાગનાં તેલ-તેલીબિયામાંસાંકડી વધઘટે મિશ્ર હવામાન સુચવતાયોગ ગણાય. સોયાબીન- પામતેલ-રાયડાસહિત અન્ય તેલીબિયા બજારમાં સપ્તાહનીશરૂઆતના દિવસોમાં ધીમી ગતિએ મિશ્રહવામાન ગણાય. વદ દસમથી બારસદરમિયાન હવામાનમાં ફેરફાર સુચવતાયોગ જોવા મળે. તા. ૧૧ મે થી સૂર્યકૃત્તિકા નક્ષત્રમાં આવે છે. તેલીબિયાબજારમાં સાંકડી વધઘટે સુધારાતરફીયોગ જોવા મળે. કપાસિયા તથા કપાસિયાતેલમાં સાંકડી વધઘટે બજાર ટકી રહેતેવા યોગ ગણાય. તેલીબિયા ખોળબજારમાં સાંકડી વધઘટે ટૂંકા ગાળા માટેનરમ હવામાનની શક્યતા રહે. કોપરેલ-સરસવ બજાર સાંકડી વધઘટે એકંદરેજળવાઇ રહેવાના યોગ ગણાય.તા. ૧૧મે થી કૃત્તિકા નક્ષત્રમાં સૂર્ય આવે છે.જે મોટા ભાગનાં તેલ તેલીબિયાંમાં સાંકડીવધઘટે સુધારાતરફી હવામાન સુચવેછે. આમ છતાં વદ આઠમથી દસમદરમિયાન એકાદ સંવેદનશીલ યોગ આવીશકે. વિવેકબુધ્ધિથી કામ કરવાની સલાહછે. વૃષભ (બ.વ.ઉ.), કન્યા (પ.ઠ.ણ.)તથા મકર રાશિના ભાઇઓએ આર્થિકતથા વ્યવસાયલક્ષી બાબતે ખાસ સાચવવું.

અનાજ- કઠોળ કરિયાણા –સપ્તાહના આરંભે અનાજ બજાર સાંકડીવધઘટે એકંદરે જળવાઇ રહે. સપ્તાહનાઆખરના દિવસોમાં સુધારાતરફીહવામાન સુચવતા યોગ ગણાય. કઠોળબજારમાં ટૂંકાગાળા માટે નાના સુધારાસુચવતા યોગની અસરો જોવા મળે. સારીજાતની બાજરીમાં બજાર જળવાઇ રહે.જુવાર તથા મકાઇ બજારમાં સાંકડી વધઘટેમિશ્ર હવામાનના યોગ ગણાય. ચણા-ચણાદાળ સાંકડી વધઘટે એકંદરે જળવાઇ રહે. વચ્ચે એકાદવાર નાની પીછેહઠઆવી શકે. વદ દસમ આસપાસ કાળજીરાખવી. તુવર- તુવરદાળ જળવાઇ રહે.અડદ-વાલ-વટાણા જેવા કઠોળમાં એકંદરેમિશ્ર હવામાન સુચવતા યોગ ગણાય. ખાંડબજારમાં સાધારણ નરમાઇસુચક હવામાનગણાય. જીરૂ બજારમાં ધીમી ગતિએનજીવા સુધારાની શક્યતા રહે. વૈશાખવદ આઠમથી અમાસ દરમિયાન બજારતથા હવામાનનો વધુ અભ્યાસ કરવાનીસલાહ છે. ઇસબગુલ વરીયાળી બજારએકંદરે જળવાઇ રહે. ધાણામાં સાંકડીવધઘટે બજાર નરમ ગણાય. મરચા બજારસાધારણ વધઘટે એકંદરે જળવાઇ રહે.હળદર બજારમાં મિશ્ર હવામાન સુચવતાયોગ ગણાય. બટાટા બજારમાં એકંદરેહળવા સુધારા સુચવતા યોગ જણાય.ડુંગળી બજારમાં નોંધપાત્ર સુધારાતરફીહવામાન જોવા મળે. લસણ બજારમાંએકંદરે નરમ હવામાનના યોગ ગણાય.ગવારસીડ તથા ગવાર ગમમાં સાંકડીવધઘટે બજાર જળવાઇ રહે તેવા યોગજણાય છે. આ સપ્તાહમાં કન્યા (પ.ઠ.ણ.)તથા મકર (ખ.જ.) રાશિવાળા ભાઇઓનેનાણાંકીય બાબતે અવરોધ અગવડતા અનુભવાય.

રૂ - કપાસ– સુતર – સપ્તાહનીશરૂઆતમાં રૂ - કપાસ બજારમાં સાંકડીવધઘટે નરમાઇ તરફી હવામાન જણાય.આ યોગ લાંબા સમય માટે નથી. સપ્તાહનીઆખરે વદ બારસ તેરસ આસપાસ અન્યખગોલીય યોગને કારણે બજારમાં હળવાસુધારા તથા નાના ફેરફાર આવી શકે.આમ છતાં તે ટૂંકાગાળા માટે હોઇ શકે.ખેડૂતભાઇઓ તથા રોકાણકારોએ વદઆઠમથી અમાસ દરમિયાન હવામાનનોવિશેષ અભ્યાસ કરવો જોઇએ. બજારમાંધીમી ગતિએ હળવા સુધારા સુચવતાયોગની સાધારણ અસર જોવા મળે. કૃષિસાહિત્ય તેમજ દેશ પરદેશના બજારનોવિગતવાર અભ્યાસ કરવો જોઇએ.લંબતારી રૂ બજાર એકંદરેજળવાઇ રહેવાના યોગગણાય. આકાશદર્શન, કૃષિ બજાર તથાવિશ્વના રાજકીયપ્રવાહો ઉપરવિશેષ ધ્યાનઆપીને અભ્યાસવધારવાનીસલાહ છે. વૃષભ (બ.વ.ઉ.) તથામકર (ખ.જ.) રાશિનાભાઇઓને આર્થિકબાબતે વિલંબ અને ક્ષણિકનાણાંભીડના અનુભવ થાય.

સોનુ – ચાંદી – ધાતુબજારઆ સપ્તાહ દરમિયાન સોનું ચાંદીતથા કિંમતી ધાતુ બજારમાં બે બાજુનીસાંકડી વધઘટે નોંધપાત્ર સુધારા સુચવતાયોગ જોવા મળે. વદ આઠમ દસમેચાંદી બજારમાં સાચવવું. તા. ૧૦ અને૧૨ મે દરમિયાન તાંબુ (કોપર) તથાનીકલમાં મજબૂતાઇ સૂચવતા યોગગણાય. એલ્યુમિનિયમ બજારમાં પણસારા સુધારા સાથે મજબૂત હવામાનનીશક્યતા રહે. આગામી દિવસોમાં મંગળ, સૂર્ય અને શનિનું ભ્રમણ તેની અસરરૂપેવિવિધ ધાતુબજારમાં નોંધપાત્ર સુધારોલાવી શકે. .તા. ૧૨મીએ ચંદ્ર શનિનોકેન્દ્રયોગ છે.એકાદ સુધારાતરફી યોગનો પ્રભાવજોવા મળે. તા. ૧૧ મે થી સૂર્ય કૃત્તિકાનક્ષત્રમાં આવે છે. આ બધા ખગોલિયગ્રહયોગોનો અભ્યાસ કરવો જરૂરી છે.આ દિવસોમાં કિંમતી ધાતુ બજારનોઅભ્યાસ કરી યોગ્ય આયોજન ગોઠવીશકાય. વિવેક બુધ્ધિથી અગાઉના ભાવતાલનો સતત અભ્યાસ કરવો જોઇએ.સટ્ટાકીય બાબતોથી સાચવવું. વૃષભ (બ.વ.ઉ.), કન્યા (પ.ઠ.ણ.), મકર (ખ.જ.) રાશિવાળા ભાઇઓએ આર્થિકતથા વ્યવસાયલક્ષી બાબતે સાચવવું.

ગંજબજારનો અભ્યાસ કરી માલખરીદી માટે સોમવાર અનુકૂળ

સોમવાર. તા. ૦૭ – ૦૫ - ૨૦૧૮વૈશાખ વદ સાતમ. જરૂરજણાય ત્યાં જમીન સંરક્ષણ, હળખેડ, કાપણી-લણણી- નીંદામણતથા પાક સંરક્ષણ કામગીરી માટેશુભ. ગંજબજારનો અભ્યાસ કરીમાલ ખરીદી માટે અનુકૂળ. કૃષિસાહિત્યનું વાંચન તથા હવામાનનોઅભ્યાસ વધારવાની સલાહ છે.મંગળવાર. તા. ૦૮– ૦૫ - ૨૦૧૮વૈશાખ વદ આઠમ. ખેડૂતભાઇઓ અગત્સ્યના તારાનેવધુ મહત્વ આપે છે. આજથીઅગત્સ્યના તારાનો અસ્ત થશે.રોજીંદા પરચુરણ કામકાજ તથાયંત્ર ઓજારની મરામત માવજત માટેઅનુકૂળ. ગંજબજારનો અભ્યાસકરી માલ ખરીદી તથા ઔષધીઉછેરની સલાહ છે.

બુધવાર. તા. ૦૯ – ૦૫ - ૨૦૧૮વૈશાખ વદ નવમી. જરૂરજણાય ત્યાં પાક સંરક્ષણ, બાગાયતની માવજત તથા માલખરીદી માટે અનુકૂળ. આજે લોન-કરજ-દેવુ કરવાની સલાહ નથી.કૃષિ સાહિત્યનું વાંચન, હવામાનઅભ્યાસ, વનસ્પતિના અવલોકનતથા જળાશયના વિકાસની સલાહ છે.

ગુરૂવાર. તા. ૧૦ – ૦૫ - ૨૦૧૮વૈશાખ વદ દસમ. સવારે ક. ૧૨-૧૨ સુધી હળખેડ, જમીન સંરક્ષણતથા માલ ખરીદી માટે શુભ. ક. ૧૨-૧૨ પછી કાપણી-લણણી- નીંદામણતથા પશુઓની લેવડદેવડ માટેશુભ. જળાશયનો વિકાસ કરીજળસંગ્રહ વધે તેવા પ્રયત્નો તથાઔષધી ઉછેરની સલાહ છે.

શુક્રવાર. તા. ૧૧ – ૦૫ - ૨૦૧૮વૈશાખ વદ એકાદશી. દિવસેક. ૧૩-૨૬ પછી જરૂર જણાય ત્યાંજમીન સંરક્ષણ, હળખેડ, વાવણી-રોપણી તથા પાક સંરક્ષણ માટેશુભ. કાપણી-લણણી-નીંદામણ, માલ વેચાણ તથા પશુઓનીલેવડદેવડ માટે આખો દિવસ શુભ.હવામાન તથા કૃષિ સાહિત્યનોઅભ્યાસ કરવાની સલાહ છે.

શનિવાર. તા. ૧૨ – ૦૫ - ૨૦૧૮વૈશાખ વદ બારશ. રોજીંદાપરચુરણ કાર્યો માટે અનુકૂળ દિવસ.વનસ્પતિ અવલોકન, બાગાયતતથા ઔષધી પાકની માવજત માટેઅનુકૂળ. બજારનો અભ્યાસ કરીમાલ ખરીદી માટે અનુકૂળ. લીમડાતથા આકડાનો ઉપયોગ બાગાયતઔષધી તરીકે કરવો જોઇએ.

રવિવાર. તા. ૧૩ – ૦૫ - ૨૦૧૮વૈશાખ વદ તેરશ. જરૂર જણાયત્યાં હળખેડ, વાવણી-રોપણી તથાબાગાયત કામગીરી માટે શુભ.ગંજબજારનો અભ્યાસ કરી માલખરીદી તથા હિસાબ કિતાબ માટેઅનુકૂળ. પશુપાલનના વિકાસ તથાપશુઓની લેવડ દેવડ માટે શુભ.જળ સંચય અંગેના ટે આયોજનનીસલાહ છે.

હવામાન- કૃષિ ઊપજ – બજારની તેજી મંદી

ઋતુઓ નિયમિત આવશે એ જાણવામાટે અત્રે જણાવેલા નિયમો ઉપયોગીનીવડે છે.

નિયમિત ઋતુઓ :

(૧) ગુરુ, શુક્ર અને બુધ સાથે રહેલોસૂર્ય ઋતુને નિયમિત અને સારી બનાવેછે.

(૨) ગુરુ સાથે રહેલો પૂર્ણિમાનોચંદ્ર ઋતુને ખૂબ જ સારી બનાવે છે.

(૩) ચંદ્રના પ્રકાશથી વનસ્પતિને – કૃષિપાકને પોષણ મળતું હોવાથી જેપખવાડિયામાં તિથિની વૃધ્ધિ થાયતે વૃધ્ધિતિથિ જે રાશિમાં તથાજે માસમાં થાય તેમાં ઊપજતી ચીજવસ્તુઓમાં અંશત: વૃધ્ધિ કરે છે.

(૪) પંદર દિવસનું પખવાડિયુંખેતીવાડી માટે સારું ગણાય છે.

(૫) શુભ ગ્રહો (બુધ- ગુરુ- શુક્ર)સાથે રહેલો ગમે તે તિથિનો ચંદ્ર તે જેરાશિમાં રહ્યો હોય તે રાશિમાંઊપજતી ચીજ વસ્તુઓમાંનિયમિતતા લાવે છે.

(૬) ઉત્તર ગોલમાં (૨૧માર્ચથી ૨૩સપ્ટેમ્બર દરમિયાન ગુરુ- શુક્ર તથા બુધવધુ તેજસ્વી દેખાતા હોય તોતેમાં ઊપજતી વસ્તુઓમાં વધારોકરે છે.

(૭) દક્ષિણ ગોલમાં (૨૩સપ્ટેમ્બરથી ૨૧ માર્ચ દરમિયાન) મંગળશનિ વધુ તેજસ્વી દેખાતા હોય તોતેમાં ઊપજતી વસ્તુઓ (કૃષિપેદાશ)મા વધારો કરે છે.

(લેખકના ‘કૃષિ લક્ષ્મી’ પુસ્તકમાંથી )

મેહુલો ગાજે ને માધવ નાચેએ વું ચોમાસું ચાર વ્હેંત છેટુ

આકાશ અગનગોળા વરસાવેછે તો ક્યારેક હિકણોવરસાવે છે. પૃથ્વી પવરની સમગ્રસૃષ્ટિને દઝાડે છે અને શીગકાગારાંપણ પલ્ટી નાખે છે. છતાં આ વિરાટઆકાશ પણને વ્હાલું લાગે છે કારણકે જીવ માત્રનો આધાર એવાંવર્ષાના ફોરાં પણ તે વરસાવી જાણછે. ચૈત્ર મહિનાની વદ પાંચમથીદનિયા તપવાની શરૂઆત થાયછે અને અમાસ સુધી દનિયા કેવાભરે તપે છે તેના પવર વરસાદનીઆગાહી થાય છે. ફાગણ સુદ પૂનમેહોળીની ઝાળ કઈ દિશા તરફલબકારા મારે છે ત્યારથી માડીંનેદનિયા કેવાક તપે છે ત્યાં સુધીખેડૂત આકાશ અને ધરતી બંને તરપજોઈ રહેતો હહોય છે. એ પ્રમાણેચોમાસાનું ભાવિ લખાતું હોય છે.

વૈશાખ મહિનાની શરૂઆતમાંઅખાત્રીજ થી શરૂ કરીને જેઠમહિનનો પૂરો થાય ત્યાં સુધી જમીનખેડવામાં, સમથળ કરવામાં, ખાતરભરવામાં, ખેત ઓજારોની મરમ્મતકરવામાં, બિયારણ ખરીદવામાંપસાર થાય છે ત્યારે પળભરની પણજો ફુરસદ મળે તો જાણ્યે અજાણ્યેઆકાશ તરફ ખેડૂતની ક નજરઅવશ્ય ફેંકાય છે. એકાદ ધોળું રૂજેવું વાદળું કાળું થતું દેખાય છે કેનહીં? જેઠ મહિનામાં વાદળનોસમુહ હડી કાઢતો આકાશનાચોગાનમાં ઉમટી પડે છે.

અને અષાઢ મહિનાના પ્રથમદિવસે આકાશ ગોરંભાય છે.ખેતરનાં ઈશાન ખૂણે વીજળીચમકાળા કરે છે. વાદળો આકાશનામેદાનમાં જાણે હડિયા પટ્ટીકરવા માંડે છે. ભગવાન ગેડી દડેરમવા માંડે છે. તરો ધોળા દિવસે અંધકારમાં ઘેરાઈ જાય છે.મણિલાલ હ. પટેલની એક કાવ્યપંક્તિ યાદ આવેઃ

મેહુલો ગાજે રે સમી સાંજનોઢળતી રાતોમાં ચમકે વીજઆવ્યારે ચોમાસાં સૈયરર પાધરાં

વરસાદનો પહેલો છાંટો ધરતીપર પડે છે અને પછી માણસનેભીંજવે છે. માણસ તન-મનથીભીંજાય છે. અને એમાંયે જેનોવ્યવસાય કુદરતને આધિન છે, વસાદના આધારે ધરતીમાંથી ધાનપકવે છે એ ખેડૂતને વરસાદ સાથેસૌથી વધુ આત્મિયતા છે. આકાલવરસદી પડે છે અનરાધાર, મારોવ્હાલો આવ્યાની વધામણી રે...ખેડૂતના ઘરે લાપસીનાં આંધણમુકાય છે. ધરતીમાતાનું પૂજનથાય છે. બળદની જોડને રંગબેરંગીભરત ભરેલી ઝૂલથી શણગારાય છે.કંકુચોખાના ચાંદલા થાય છે.

ત્રણ મહિનાથી જે ખેતરનીજમીનમાંથી વરાળ ઉઠતી હરહતીતેમાંથી હવે અને રી માટીની મ્હેંકફેલાય છે. પહરેલા વરસાદ પછીપલ્રસરતી માટીંની મ્હેંકતો ફેફસામાંજ ભરી શકાય અને સાચવવા કોઈવાસણ કે બોટલ ન હોય. વર્ષમાંએકવાર એ ફોરમનો લ્હાવો મળેએ મેળવી લીધા પછી શરૂ થાય છેવાવણી. જાણે સપાનાં વાવેતર!

બીજ અંકુરિત થાય, બે પાંદડેફૂટે અને પણી સામે લીલો રંગદ્રશ્યમાન થાય. છોડ વિકસેઅને ક બપીજામાંથી અસંખક્યપાંદડાઓ વરણાગી થઈઈને હવામાંલહેરવા માંડે એમાં તો ચોમાસાનીસ્હહાયબી છે અને માટીની મોટપછે. ચોમાસામાં માટીની મોટપસીમ, ખેતર પપર છવાઈ ગઈહોય ત્યારે માનવમન હરખાઈ ઊઠેછે, એ ચોમાસું ગામમાં, પદરમાંઘરના ફળિયામાં બેકાબૂ બનીનેઆનંદના ઘોડડાપુર ઉમટાવી દેછે. ચોમાસું છે તો વન, વગડા અનેખેતરમાં અવનવા લીલા રંગદોનીલલીપ લચી પડે છે અને તો જઆપણું તન-મન લીલું છમ થઈનેઆપણા કાર્યોમાં પ્રગતિ કરવામાટે ઉત્સાહિત થાય છે. જીવનઉલ્લાસપૂર્ણ બને છે.

આકાસ અને ધરતીને કેવોસંબંધ છે? વરસાદ અને વાવણીજેટલો જ નજીકનો અને વરસોવરસનો સંબંધ, જાણે જન્મો જન્મનોપ્રેમ. એક એક ચાસમાં આકાશપોતાનો પ્રેમ જળની ધારાઓ દ્વારારોપી દે છે. અને એમાંથી ઉછેરેછે ખેડૂતના સપનાનું આકાશ.સપના પમ આકાશ જેવડાં હોયછે. છોકરાં વ ને ભણાવવા લગ્કનકરવા, મોટા માકન બનાવવા, નવાવાહનો ખરીદવા, સોનું ખરીદવું, વધુ જમીન ખરીદવી, ખેતીનેપ્રગતિશીલ બનાવવી, ખેતીનેસમૃધ્ધ કરી જાતને સમૃધ્ધ કરે છે.વર્ષમાં એકવાર આવતું ચોમાસું.

જો સમયસર ચોમાસું હોય તોખેડૂના હૈયે ઉમંગગ માતો નથીપરંતુ અષાઢી બીજ સુધીમાં પહેલોવરસાદ ન આવે તો ખેડૂતનો જીવઅધ્ધર થઈ જાય છે, શ્વાસ ઊંચોચઢી જાય છે. કુરત રૂઠે તો બારમહિના કેમ કરી કાઢવા? સમયસરચોમાસું હોય તો પણ ખેતી પાકોનેજરૂરીયાત મુજબ તબક્કાવારનિયમિત વરસાદ મળતો રહે તો જખેતીમાં ધાર્યું ઉત્પરાદન મળે અનેખેડૂતના જીવનની ભૌતિક ઘટમાલચાલતી રહે., વધુ વરસાદ વરસે તોચિંતા અને ન વરસે તો પણ ચિંતાબંને કુદરતી આફતો છે. માણસનેમધ્યમ માર્ગ અનુકૂળ પડે છે.

ચાર માસનો સમુહ એટલેચોમાસું આમ તો વર્ષની ત્રણેયઋતુઓ ચાર માસમાં વહેંચાયેલીછે. શિયાળો, ઉનાળો અને ચોમાસું, આ ત્રણેય ઋતો પણ બબ્બે પેટાઋતુઓમાં વિભાજીત છે. હેમંત, શિશિર, વસંત, ગ્રિષ્મ, વર્ષા અનેશરદ વર્ષાઋતુ હોય તો બાકીનીઋતુઓનો વૈભવ માણવાનું મનથાય. બપાકી વર્ષાઋતુ મન મુકીનેવરસે નહીં તો પાંચેય ઋતુઓ ફિક્કીપડી જાય. વર્ષાઋતુનું આગમનથતાં જ તેનું સ્વાગત કરવા માટેપૃથ્વી પરની સમગ્ર જીવસૃષ્ટિમાંસંચારર થાય છે. સુષુપ્ત અવસ્થામાંરહેલા જીવમાં પણ ચેતન આવીજાય છે. વનસ્પતિસૃષ્ટિ પણ વર્ષાને અવકારરવા થનગની ઉઠેછે. વૃક્ષોની ડાળીઓ નૃત્ય કરવાલાગે છે. પાંદડાઓ ચળકી ઉઠી છે.મનજાતનું મન પણ મોરર બનીનેથનગાટ કરવા લાગે છે. એવુંચોમાસું હવે માત્ર હરાથ વ્હેંતમાંઆવતું દેખાય છે.

રાસીની વહેલી પાકતી જાત એટલેરાસી ૬૫૯, જાણો ખેડૂતોનાં અનુભવો

• ખેડૂત મિત્રો થોડા દિવસો પછીઆપણા વિસ્તારમા કપાસનું વાવેતરથશે ત્યારે સારી કપાસની જાતનીપસંદગી કરવી આજના સમયમાં ઘણીઅગત્યની છે.પરંતુ આપને સૌને એકજ પ્રશ્ન થાય કે કપાસની સારી જાતકઈ કે જે આપણી જરૂરિયાત પૂરીકરી શકે?? તો તેનો એક જ જવાબછે રાસી નિયો,રાસી ૬૫૯ અનેરાસી મેગના આ પૈકી આજે આપમેરાસી ૬૫૯ વાવેતર કરેલા ખેડૂતોનાંઅનુભવ જાણીએ.

રાસી 659

રાશી 659 બદલતી જરૂરિયાતને ધ્યાન માં રાખીને તૈયાર કરવામાંઆવી છે. તેની સૌથી મોટી ખાસિયતછે કે મોટા અને વજનદાર જીંડવા, ચુસિયા જીવતો સામે પ્રતિકાર, વીણવા મા સરળ જેથી મજૂરીખર્ચ મા બચત,સતત ફાલ,વિશાળઅનુકૂળ, મધ્યમ પાકતી જાત(૧૩૫-૧૫૦ દિવસ) અને ૪×૧.૫ ફૂટમા સારામાં સારું ઉતપાદન મેળવીશકાય છે કારણ કે ટૂંકા અંતરે વાવેતરકરવાથી ગુલાબી ઈયળ થી બચીશકાય છે, જળપ થી જીંડવા લાગે છેજેથી એક સાથે કપાસ ની વીણી લઈશકાય છે અને સૌથી મહત્વનું દવાઅને ખાતર નો બિનજરૂરી ઉપયોગઅને ખર્ચ ઘટે છે. આથી કપાસ નાસારા ઉત્પાદન માટે દરેક ખેડૂત નીજરૂરિયાત પૂરી કરી શકે એવી એક જજાત એટલે રાસી ૬૫૯, વધુ માહિતીમાટે તમારા નજીક ના ડીલર અથવાકંપનીના અધિકારી જીતેન્દ્ર પટેલમો.૯૪૨૭૭૧૮૦૩૫નો સંપર્ક કરવો.

ખેડૂતોનાં અનુભવો

જામનગરનાં લાલપુર તાલુકાનાંઈશ્વરીયા ગામનાં ખેડૂત વિનુભાઈવાડોદરિયા (મો. ૯૮૭૯૧૮૦૨૨૫)જણાવે છે કે રાશી ૬૫૯નાં વાવેતરથીમોટું અને વજનદાર જીંડવું આવતુંહોવાથી ઉત્પાદન વધે છે અનેવિણવામાં પણ સરળ અને મજૂરી ખર્ચઓછો આવે છે. આ ઉપરાંત ઉગાવોસારો અને ૮થી ૯ કપાસિયા આવેછે. સરેરાશ એકરે ૧૬ ક્વિન્ટલનુંઉત્પાદન થયું હતું.

નર્મદા જિલ્લાનાં તિલકવાડાતાલુકાનાં ઝાકીરભાઈ રાઠોડ (મો.૭૨૦૩૮૭૬૮૭૪) કહે છેકે )જીંડવા મોટા અને વજનદાર છે અનેતેની સંખ્યા પણ વધુ હોય છે.ઉપરાંતવીણવામાં સરળ હોવાથી મજુરી ખર્ચઓછો આવે છે. મૂળ ઊંડા હોવાથીસુકારો લાગતો નથી. એકરે ૧૫.૭ક્વિન્ટલ ઉત્પાદન મળ્યું હતું.

મોરબીનાં હળવદર તાલુકાનાંઘનશ્યામપુર ગામનાં ખેડૂતવિનોદભાઈ જામ્બુકીયા (મો.૯૮૨૪૯૧૯૫૩૧) જણાવે છે કેમારે ગત વર્ષે એકરે ૧૪ ક્વિન્ટલનુંઉત્પાદન આવ્યુ હતું. મજૂરી ખર્ચઓછો અને વિણવામાં સરળ રહે છેઅને જીંડવા પણ મોટા અને વજનદારઆવે છે.

જામનગરનાં જામજોધપુર તાલુકાનાંજસાપર ગામનાં ખેડૂત જમનભાઈસરધારા (મો. ૯૫૮૬૭૩૦૬૮૦)જણાવે છે કે એકરે ૧૮.૫ ક્વિન્ટલનુંઉત્પાદન આવ્યું હતું. જીંડવા મોટાઅને વધુ આવતા હોવાથી વિણવામાંપણ સરળતા રહે છે. પહેલ વિણીજલ્દી આવે છે અને મધ્યમ દિવસોમાંપાકતી જાત છે. ઉપરાંત છોડ સતતલીલો રહે છે.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate