অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વૈકલ્પિક ખેતી પદ્ધતિઓ

વૈકલ્પિક ખેતી પદ્ધતિઓ: કપાસથી જુવાર

રાયપુર જિલ્લામાં આવેલ નાગાલાપુર 140 ઘરોનું એક નાનકડું ગામ છે. ત્યાં મુખ્યત્વે લિંગાયત, અનુસૂચિત જાતિ અને મદિવાલા સમુદાયના નાના ખેડૂતો રહે છે. તુંગભદ્રા નહેરના હેઠવાસમાં અમુક લોકો માટે સિંચાઇની સુવિધા ઉપલબ્ધ છે. પરન્તુ પાછલા પાંચ વર્ષથી ગામના લોકોને આ સ્રોતમાંથી લેશમાત્ર પણ પાણી મળ્યું નથી. જેના કારણે તેમના ખેતરો સંપૂર્ણપણે વરસાદ આધારિત થયા છે. જુવાર, કપાસ અને સૂર્યમુખી અહીંના મુખ્ય પાક છે. પરન્તુ આ ગામની જમીન કાળી હોવાના કારણે કપાસની ખેતી માટે સૌથી અનુકૂળ છે. એક પાકની પદ્ધતિ હેઠળ માત્ર કપાસ ઉગાડવામાં આવે છે. પડતર ખર્ચ વધારે હોવાને કારણે કપાસના પાકમાં વળતર ઓછું મળે છે.

38 વર્ષના બાસવરાજપ્પા લિંગાયત સમુદાયના એક નાના ખેડૂત છે અને ચોથા ઘોરણ સુધી ભણેલા છે. તેઓ 12 સદસ્યોના સંયુક્ત પરિવારમાં રહે છે. પોતાના ખેતરમાં કામ કરવા સિવાય, પરિવારના સદસ્યો ઘરની જરૂરિયાત પૂરી કરવા માટે અન્ય જગ્યાઓએ પણ કામ કરે છે. ઑફ સીઝનમાં કામની ખોજમાં પરિવારના સદસ્યો નજીકના શહરોમાં જતા રહે છે. બાસવરાજપ્પાની પાસે 4 એકર સુખી જમીન છે. તેની ઉપર તેઓ કપાસ, જુવાર અને સૂરજમુખી ઉગાડે છે. તે કપાસને એકલ પાક તરીકે ઉગાડતા આવ્યા છે, જે આ ક્ષેત્રની સામાન્ય બાબત છે. સામાન્ય રીતે 3 વર્ષમાં એક વાર ખેતરમાં ખાતર નાખવામાં આવે છે. જયારે યૂરિયા, ડીએપી અને અન્ય ખાતર દરેક સીઝનમાં 50 કિલોગ્રામ પ્રતિ એકર જમીનમાં નાખવામાં આવે છે. બિયારણ દુકાનોમાંથી લઇને સીધું ખેતરમાં નાંખી દેવામાં આવે છે. બચાવ અને ઉપાયના રૂપે મોનોક્રોટોફોસ, અન્ડોસલ્ફેન, ક્વિનોલ્ફોસ જેવા રસાયણો 5-6 વખત નાંખે છે. આ બધા ઉપાયો દ્વારા તે એક એકર જમીનમાંથી 5 ક્વિંટલ કપાસ મેળવે છે.

વૈકલ્પિક ખેતી પદ્ધતિઓ તરફ

બાસવરાજપ્પા જૂથના સક્રિય સદસ્ય છે. તેમણે એએમઈ ફાઉન્ડેશન આયોજિત ફીલ્ડ શાળામાં ભાગ લીધો. વિવિધ વૈકલ્પિક ખેતીના ઉપાયો અજમાવવા તેમણે પોતાની એક એકર જમીન ઉપયોગમાં લીધી.

ફાર્મર્સ ફીલ્ડ (એફએફએસ)ને આપેલી જમીન પ્રારંભિક વરસાદને શોષી લેવા માટે ઊનાળામાં ખેડવામાં આવી. પછી બિયારણ નાંખતા પહેલા એને 3 વખત ખેડવામાં આવી. જમીનનો ભેજ સારી રીતે જળવાય તે માટે ખેતરના પાળા સરખા કરવામાં આવ્યા તથા તેના અંદર નાની-નાની પાળીઓ કરવામાં આવી. પાળા ઉપર જેટ્રોફા તથા ગ્લાઇરિસેડિયા લગાડવાના બે ઉદેશ્ય હતા. પહેલું, પાળાને સુરક્ષિત રાખવા માટે અને બીજું, વધારાનો બાયોમાસ પેદા કરવા કે જે જૈવિક ખાતરમાં પરાવર્તિત થાય. જમીનની ફળદ્રુપતા વધારવા માટે ખેતરમાં ઘેટાનો તબેલો કરવામાં આવ્યો.
એકલ પાક પદ્ધતિને છોડીને કપાસ સાથે મસૂર, ભીન્ડા અને ચોળાને ઉગાડવામાં આવ્યા. મસૂરને સેઢાના પાક તરીકે તથા ભીન્ડા અને ચોળીને મુખ્ય પાકમાં ટ્રેપ ક્રોપ્સ તરીકે છૂટા છવાયા વાવવામાં આવ્યા. સીડ ટ્રીટમેન્ટ શરૂ થઈ ત્યારથી જ જતુંનાશક સંચાલન કામગીરી શરૂ કરવામાં આવી. બીજને વાવતા પહેલાં ટ્રાઇકોડર્મા અને પીએસબીથી ટ્રીટ કરવામાં આવ્યા.

જંતુનાશક ગુણ ધરાવતા લીમડાના પાંદડાનો રસ દર 15-20 દિવસના અંતરે ત્રણ વખત છાંટવામાં આવ્યો. રસાયણનો સ્પ્રે હવે માત્ર બે વખત જ કર્યો અને તે પણ જયારે સપ્ટેમ્બરમાં જ્યારે બોલવર્મનો ઉપદ્રવ પરાકષ્ટાએ હોય ત્યારે.

વૈકલ્પિક પર્યાવરણ મિત્ર-પદ્ધતિઓથી બાસવરાજપ્પા તેમના સામાન્ય પ્લોટમાં માત્ર 6.25 ટકાના નગણ્ય વધારા સાથે 8 ક્વિંટલ કપાસનો પાક મેળવ્યો. પરન્તુ, તેમની સૌથી મહત્વની ઉપલબ્ધિ હતી, પડતર ખર્ચમાં મોટો ઘટાડો, જે રસાયણોનું પ્રમાણ ઘટાડવાથી થયો. ખાતરના ઉપયોગ 60ટકા ઘટાડો થયો. (બધા જ પ્રકારના 150 કિલો ખાતરની જગ્યાએ માત્ર 50 કિલો જટિલ ખાતરનો વપરાશ થયો) અને જતુંનાશકનો છંટકાવ 6 વખતની જગ્યાએ 2 વખત થવા લાગ્યો. રસાયણોના વપરાશમાં ઘટાડા સાથે વાવેતરના ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો, ખાતરના મૂલ્યમાં 39 ટકા, જતુંનાશકના મૂલ્યમાં 77 ટકા, કુલ મૂલ્યમાં 38 ટકાનો ઘટાડો થયો.

કપાસ સિવાય ઉગાડેલા પાકો પરિવાર માટે ભોજનનો સ્રોત બની ગયાં. મસૂરની દાળ તથા ભીન્ડા દરેકની આવક એક ક્વિંટલ અને ચોળી 30-35 કિલો સુધી થઈ, જેનો ઘર માટે ઉપયોગ કરવામાં આવ્યો. જંતુનાશક સંચાલનના જ્ઞાનમાં વધારો થયો એ પણ એક મહત્વનો લાભ હતો, જેની બાસવરાજપ્પાને પ્રતીતી થઈ હતી. ફાર્મસી ફિલ્ડ સ્કૂલ તાલીમ પછી તે લેડીબર્ડ બીટલ અને ક્રાઈસોપા જેવા ઉપયોગી કીટકોને ઓળખતા થયા અને તેમના નામ જાણતા થયા છે.

કપાસમાં ખર્ચા અને વળતર (રૂ./એકર) 2005

ક્રમ

કામગીરી

કન્ટ્રોલ પ્લોટ

ટ્રાયલ પ્લોટ

તફાવત (ટકા)

1

ઉત્પાદન ખર્ચ

જમીનની માવજત

600

600ખાદ અને ખાતર

1650

1000

- 39.4 ટકા


બિયારણ અને બિયારણની ટ્રીટમેન્ટ

700

715

 


જંતુ અને રોગ સંચાલન

2380

550

- 76.9 ટકા


મજુરી

1050

1050

 


કુલ

6380

3915

-38.6 ટકા

2

ઉતાર (કિલો)

750

800

6.25 ટકા

3

કુલ વળતર (રૂ)

16500

17600

6.66 ટકા

4

ચોખ્ખું વળતર

10120

13685

35.22 ટકા

કપાસથી જુવાર: પ્રશિક્ષણના લાભોનું વિસ્તરણ

કપાસની ખેતીના લાભો જોઇને જૂથના સદસ્યો જુવારના પાકને વૈકલ્પિક ખેતી તરીકે અજમાવવા માટે પ્રેરિત થયા. જુવારને જીવનનિર્વાહ માટે ઉગાડવામાં આવતી હતી, મુખ્યત્વે ઘર વપરાશ માટે. જમીનની ફળદ્રુપતા વધારવાના અથવા કીટ સંચાલનના સંદર્ભમાં જુવાર તરફ કયારે પણ ધ્યાન આપવામાં આવતું નહોતું. એએમઈ ફાઉંડેશનના માર્ગદર્શનમાં બાસવરાજપ્પાએ કેટલીક ચોક્કસ કૃષિ પ્રણાલીઓ અપનાવી હતી. એેએમઈ ફાઉંડેશનના માર્ગદર્શન હેઠળ બાસવારાજ્પાએ અલગ પ્રકારની વૈકલ્પિક ખેતીની તકનીકોને ઉપયોગમાં લીધી. ઢાળની જમીનને ખેડવામાં આવી, જેથી જમીનનો ભેજ જળવાઈ રહે. ખેતરમાં બનેલા ખાતરની લગભગ 20 ગાડીઓ ઠાલવવામાં આવી. પશુઓ અંદર ઘુસે નહીં તેના માટે શેઢાના પાક તરીકે કસુમ્બી વાવવામાં આવી અને મસૂરને આંતર પાક તરીકે ઉગાડવામાં આવ્યા. વાવેતર પહેલા કસુમ્બી અને જુવારના બીજની પીએસબીથી ટ્રીટમેન્ટ કરવામાં આવી. જુવારના બીજનું પ્રમાણ 3 કિલોથી ઘટાડીને 2 કિલો કરવામાં આવ્યુ. માપસર દૂરી રાખવાથી, બાસવારાજપ્પાએ જોયું કે, માપસર વાવેતરને પગલે ઘટાડેલા બીજ પ્રમાણથી છોડવાના સંખ્યા સારી પેઠે જળવાય રહે છે. તેને પરીણામે મોટા ડુંડા ધરાવતા છોડની વૃદ્ધિ જોવા મળી. છોડ અને પાંદડાનું કદ કન્ટ્રોલ પ્લોટમાં રાખેલ છોડ કરતા લગભગ બમણું થઈ ગયું. છોડ સુરક્ષા પગલાં તરીકે જીવાતને અંકુશમાં લેવા લીમડાના અર્કને બેવાર છાંટવામાં આવ્યો. વૈકલ્પિક ખેતી પદ્ધતિના કારણે વાવેતરના ખર્ચમાં વધારો થયો, ખાસ કરીને વધારાના જમીન ખેડાણ અને ખરીદેલા એફવાયએમના વપરાશના કારણે. જોકે, બાસવારાજપ્પા તેમના પોતાના ખેતરમાં કુદરતી ખાતર ઉત્પન્ન કરતા હોવાથી એવી અપેક્ષા હતી કે ખર્ચમાં ધીમે ધીમે ઘટાડો થશે. ઉત્પાદન ખર્ચ વધારે હોવા છતાં બાસરાજપ્પા ઊંચુ ચોખ્ખું વળતર મેળવવા સમર્થ થયા હતા. તેમણે 9 ક્વિંટલ જુવારનો પાક મેળવ્યો, જે અગાઉ કરતા બમણો હતો. ચારાની આવક પણ 2 ટન/એકરથી વધીને 4 ટન/એકર થઈ ગઈ. વધુમાં, તેમણે 60 કિલો મસૂર પ્રાપ્ત કર્યા તથા 60 ક્લો કસુમ્બીમાંથી 9 કિલો તેલ કાઢ્યું.

જુવારમાં ખર્ચ અને વળતર (રૂપિયા/એકર) – 2005

ક્રમ

કામગીરી

કન્ટ્રોલ પ્લોટ

ટ્રાયલ પ્લોટ

તફાવત (ટકા)

 

ખેડાણ

400

2000

400 ટકા


એફવાયએમ

-

900બીજ અને બીજ ટ્રીટમેન્ટ

94

65

-30 ટકા


મજુરી

880

880

 

1

ઉત્પાદન ખર્ચ

1374

3845

179 ટકા

2

ઉતાર-કિલો

400

2900

125 ટકા

3

કુલ વળતર

2400

7410

208 ટકા

4

ચોખ્ખું વળતર

1026

3565

247 ટકા© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate