વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મહિલાઓ માટે ફાર્મર ફિલ્ડ શાળા

મહિલાઓ માટે ફાર્મર ફિલ્ડ શાળા વિશેની માહિતી

મહિલાઓ માટે ફાર્મર ફિલ્ડ શાળા - ટામેટામાં આઈપીએમ-એફએફએસનો અનુભવ

ધરમપુરી જિલ્લાના કોત્તૂર, સીરિઅમ્પટ્ટી અને ઈચામ્પલ્લમ ગામોમાં ટામેટા મુખ્ય રોકડિયો પાક છે. આ પાકમાં વધારે મજદૂરી મળવાના કારણે ગામડામાં ટામેટાની ખેતી દ્વારા રોજગારી પણ મળે છે. આ ગામડાઓમાં ખેડૂતો મુખ્યત્વે બહારના મોંઘા ઇનપુટ્સનો ઉપયોગ કરીને ટામેટાની ખેતી કરે છે. રસાયણિક ખાતર અને જતુંનાશકો આડેધડ વાપરે છે, જેનાથી ટામેટાનો પડતર ખર્ચ વધે છે. આ ખેડૂતોને ખેતીની પર્યાવરણ અનુકૂળ પ્રણાલીઓ અપનાવવા માટે સક્ષમ કરવા તથા ખાસ કરીને પડતર ખર્ચ ઘટાડવા માટે ખેતીની વૈકલ્પિક પ્રણાલીઓની જાણકારી આપવી જરૂરી છે. આ ઉદેશ્યની પૂર્તિ માટે ફાર્મર ફીલ્ડ શાળા (FFS) જેવી ખોજ પ્રશિક્ષણ પ્રણાલી સૌથી યોગ્ય જણાઈ હતી.

વિધિઓ

કૃષિ પર્યાવરણ પ્રણાલી વિશ્લેષણ (એગ્રો ઇકોનોમિક સીસ્ટમ એનાલીસિસ - AESA)
તાલીમાર્થીઓને શીખવાડવા તથા અનુભવ માટે 0.64 એકરના એક પ્રેક્ટિસ પ્લોટનો ઉપયોગ કરવામાં આવ્યો. ખેડૂતોની પ્રેક્ટિસ, માનકો, લાંબાગાળાના પ્રયોગો તથા આઇપીએમ વિકલ્પો માટે પ્રયોગો નિશ્ચિત કરવામાં આવ્યા. ચોળી જેવા આંતર-પાકો તથા મકાઇ, હજારી તથા બાજરા જેવા સેઢાના પાકો કીટ સંચાલન માટે તેમજ વધારાની આવકના સ્રોત તરીકે દાખલ કરવામાં આવ્યા.
ખેતરમાં એઇએસએનાં સાપ્તાહિક નિરીક્ષણના આધારે પેટા-જૂથોમાં ચર્ચા થતી, જેનાથી જૂથના સભ્યો તેમના અનુભવોનું આદાનપ્રદાન કરવા સક્ષમ બન્યા અને બહેતર નિર્ણયો લઈ શક્યા. પોષક તત્વોનું સંચાલન, કીટ પ્રદર્શન, આચ્છાદન અને પર્ણ ભરપાઈ અંગે નાના અધ્યયનો કરવામાં આવ્યા, જેનાથી તાલીમર્થીઓને પ્રત્યક્ષ અનુભવ થાય.

જૂથ ગતિવિજ્ઞાન

જૂથ ગતિવિજ્ઞાન મનોયત્નો ટીમ નિર્માણ અને સમસ્યા ઉકેલ કૌશલ્ય વિકસાવવા માટેની એફએફએસ પ્રક્રિયાનો એક ભાગ હતા. અનુભવની વહેચણી કરવા માટે એફએફએસના તાલીમાર્થીઓએ આગળ આવી ગામના અન્ય જૂથોની ચર્ચામાં ભાગ લીધો. એફએફએસની પૂર્ણાહૂતિ સમયે એક ફિલ્ડ દિવસનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તાલીમાર્થીઓએ આસપાસના પાંચ ગામડાઓના ટામેટા ઉત્પાદકો સાથે પોતાના અનુભવોની વહેચણી કરી.

કાર્ય પ્રણાલીઓ

>નર્સરી ઉગાડવી નર્સરીઓમાં ખાસ કરીને રેઇઝ્ડ બેડ પદ્ધતિ દ્વારા ટામેટાના રોપા ઉછેરવાથી ખેડુતો જમીનના જીવાણુઓનો સામનો કરવામાં અને તંદુરસ્ત રોપા તૈયાર કરવામાં આ પદ્ધતિમાં રહેલા લાભો સમજવા સક્ષમ બન્યા. નર્સરીઓમાં ટામેટાનું હારમાં વાવેતર કરવાથી નિંદામણ યોગ્ય રીતે થાય છે.

 

અવરોધક પાકો અને ટ્રેપ ક્રોપ્સ

ટામેટાને હંમેશાં એકલ પાક તરીકે જ ઉગાડવામાં આવતા હતા. એફએફએસ પહેલા ખેડૂતોમાં એવી માન્યતા હતી કે ટામેટા સાથે બીજા પાકો ઉગાડવાથી તે ટામેટા સાથે સ્પર્ધા કરે છે અને કીટકોને આકર્ષે છે. એફએફએસમાં ભાગ લીધા પછી તાલીમર્થીઓને પહેલી વખત ટામેટા સાથે અન્ય પાકોનું મહત્વ સમજાયું અને તેમની ખોટી માન્યતા દૂર થઈ. મકાઈ અને બાજરા જેવા શેઢાના પાકોએ વ્હાઇટ ફ્લાયની ગતિવિધિઓને અવરોધવાનું કાર્ય કર્યુ. ટ્રેપ ક્રોપ તરીકે હજારીએ ફ્રુટ બોરર કીટકને ઇંડા મુકવા માટે આકર્ષ્યા હતા, જ્યારે ચોળી શિકારી પક્ષીઓ માટે ભોજનનો સ્રોત બની હતી.

 

આચ્છાદનના બહુવિધ લાભો

તાલિમનું એક મહત્વનું પાસુ આચ્છાદનના લાભો સમજવાનું હતું. ટામેટાના ખેતરમાં શેરડીના અવશેષો, ડાંગરના સાંઠા અને નારીયેળના પાંદડા આચ્છાદન તરીકે વાપરવામાં આવ્યા. ખેડૂતોએ જોયું કે, આચ્છાદન પ્રક્રિયાથી જમીનમાં ભેજ રહે છે, જેનાથી કેટલાક ફાયદા થયા -

 

  • લાલ કીડાના પ્રમાણમાં નાટ્યાત્મક ઘટાડો, જે પાકને બહુ જ નુકશાન પહોંચાડતા હતા.
  • પિયતનું ઘટેલું પ્રમાણ (3-4 દિવસના બદલે 7 દિવસે એકવાર પિયત)
  • ઉત્પાદનના માપદંડો જેમ કે, પાંદડાઓની સંખ્યા, પાંદડાની ઊંચાઇ વગેરેમાં 30ટકાનો વધારો.
  • નિંદામણમાં ઘટાડો.

આઇપીએમ
છોડના રક્ષણ માટે આઇપીએમની કેટલીક પદ્ધતિઓ, જેવી કે પીળી ચીકણી જાળ, ફેરોમોન જાળ, ખાડા ટ્રેપ, ટ્રાઇકોગ્રામ્મા એગ પેરાસિટૉઇડ્સનો સ્ત્રાવ, ક્રાઇસોપર્લા પરભક્ષી, મરચા-લસણના સત્વનો છંટકાવ, લેંટાના પાંદડાનો અર્ક, પંચગવ્ય, એનપીવી, સ્યૂડોમોનાસ ફ્લુઑરેસંસ જેવી નવી બાબતો શીખવા મળી.

પીળી ચીકણી જાળ

ખેડૂતો પીળી ચીકણી જાળથી ચૂષક કીડાને ફસાવવાની રીતો શીખ્યા. વિવિધ રંગો અને જાળની ઊંચાઈમાં સમયાંતરે વધારો ઘટાડો કરીને તેમણે જાણ્યું કે જાળનો રંગ તથા ઊંચાઇ કીડાને ફસાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.

 

મુખ્ય પરિણામો

પડતર ખર્ચમાં કમી

બહારની ચોક્કસ ચીજોનો ઉપયોગ ઘટવાથી ઉત્પાદન ખર્ચમાં પ્રતિ એકરે 13,000 રૂપિયાનો ઘટાડો થયો. ટામેટાના રોપાઓ એમની મેળે ઉગવાને કારણે રોપાઓના ખર્ચમાં લગભગ 68 ટકાનો ઘટાડો થયો. ખેડૂતોની પૂર્વ પદ્ધતિઓની સરખામણીમાં ખાતર તથા જતુંનાશકોના પડતર ખર્ચમાં 75 ટકાનો મહત્વપૂર્ણ ઘટાડો થયો. એફએફએસના પ્લોટમાં નિંદામણ ના હોવાના કારણે મજૂરી ખર્ચમાં 16 ટકા ઘટાડો થયો. કુલ ઉત્પાદન મૂલ્યમાં 29 ટકાનો ઘટાડો થયો.

 

આઈપીએમના નિર્ણયો - મહિલાઓ ફરક પાડી રહી છે

કોત્તૂરમાં ખાસ કરીને કીટ સંચાલન સંબંધિત ખેતી કાર્યોના નિર્ણયો કાયમ પુરૂષો જ લેતા હતા. પરન્તુ આ વખતે એફએફએસમાંથી મેળવેલ જ્ઞાનના આધારે મહિલા તાલીમર્થીઓએ વૈકલ્પિક રીતોનું અનુસરણ કર્યું, જેનાથી તેમના ખેતરોમાં રેડ સ્પાઇડર માઇટ જેવા કીડાઓના પ્રમાણમાં ઘટાડો થયો, જે ટામેટાના પાકને વ્યાપક નુકશાન કરતા હતા. આ લાભો જોયા પછી ઘરના પુરૂષો જેઓ પ્રારંભમાં શંકાશીલ હતા, તેઓ હવે ટામેટાના ખેતી માટે મહિલાઓ લીધેલા આઇપીએમના નિર્ણયોને સ્વીકારતા થયા છે. બીજી બાજુ, તેઓ એ વાતથી પણ ખુશ છે કે, તેઓ મોંઘા રસાયણોનો ખર્ચ ઓછો કરવામાં સફળ રહ્યા. પુરૂષો મહિલાઓને એફએફએસના સત્રોમાં નિયમિત ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. હવે, મહિલાઓ ખુશ છે, કેમ કે, એફએફએસે તેમના જ્ઞાનમાં વધારો કરીને પાક ઉત્પાદનમાં પોતાનું સાર્થક યોગદાન આપવા માટે તેમને યોગ્ય બનાવ્યા છે અને પુરુષો આ બાબતનો સ્વીકાર કરી રહ્યા છે.

 

સાપેક્ષ ખર્ચો અને વળતર (પ્રતિ એકર)

ક્રમ

વિષય

આધારરેખા

એફએફએસ પ્લોટ

તફાવત (ટકા)

1

પડતર ખર્ચ


જમીન સંવર્ધન

2200

2200

-


સામગ્રી

12000

12000

-


કાચો માલ (રોપા,
કુદરતી છાણીયુ ખાતર
અને જંતુનાશકો)

15590

5125

67 ટકા


મજુરી

15860

13260

16 ટકા


કુલ

45650

32585

29 ટકા

2

ઉતાર

18420

17800

-3 ટકા

3

કુલ વળતર

230250

222500

-3 ટકા

4

ચોખ્ખું વળતર

184600

189915

3 ટકા

આવકમાં વધારો

એ સીઝનમાં ઉત્પાદન મૂલ્ય ઘટવાને કારણે તથા ખળાના પાકના અસામાન્ય ઊંચા ભાવને કારણે ખેડૂતોને 5315 રૂપિયા પ્રતિ એકર વધારાની ચોખ્ખી આવક થઈ. રસાયણ આધારિત ખેતીની જગ્યાએ એલઈઆઈએસએ (LEISA) પદ્ધતિના પહેલા જ વર્ષની અંદર ઉતારમાં 620 કિલોગ્રામ પ્રતિ એકર ઘટાડો હોવા છતાં 3 ટકાની વૃદ્ધિ થઈ.

ખેડૂતોનું સંશોધન - પીળા ચીકણી જાળનો સ્થાનિક વિકલ્પ

તાલીમર્થીઓએ પીળી ચિકણી જાળનો વિકલ્પ શોધ્યો. જંતુઓને ફસાવવા માટે નારિયેળની કાચલી અને છાલ એકત્રિત કરવામાં આવ્યા, તેને પીળા રંગથી રંગીને બહારની બાજુ દિવેલ લગાડવામાં આવ્યું. જંતુઓને અસરકારક રીતે ફસાવવા માટે દર 3-4 દિવસે દિવેલ ફરી લગાવવામાં આવ્યું.

પર્યાવરણના જાળવણી અંગે યુવાનોને જાગૃત કરવા

પર્યાવરણતંત્રોમાં પારસ્પરિક સંબંધોને સમજવામાં બાળકોને મદદ કરવી એ એક વિશિષ્ટ અનુભવ હતો. બાળકો તેમના ફુરસદના સમયમાં એફએફએસની ચોક્કસ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હતા. તેઓ ખેત નિરીક્ષણ તેમ જ ચાર્ટ તૈયાર કરીને તેને પ્રસ્તુત કરવા જેવી પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. પાકો, કીટકો અને તેમના સંબંધો અંગેની તેમની નવી સમજને આધારે આ બાળકોએ આ જ્ઞાનનું તેમની શાળાના શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓ સાથે આદાનપ્રદાન કર્યું.

આ કાર્યક્રમ 2005માં એમવાયઆરએડીએના સહયોગથી એએમઈ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો હતો.

3.03174603175
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top