હોમ પેજ / ખેતીવાડી / અન્ય માહિતી / શ્રેષ્ઠ પ્રણાલીઓ / ટકાઉ ખેતી / કપાસની લાભકારી ખેતી માટે વૈકલ્પિક રીતો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

કપાસની લાભકારી ખેતી માટે વૈકલ્પિક રીતો

કપાસની લાભકારી ખેતી માટે વૈકલ્પિક રીતો વિશેની માહિતી

સુકી જમીનમાં કપાસની લાભકારી ખેતી માટે વૈકલ્પિક રીતો

રાયચૂર તાલુકાના 450 ઘર ધરાવતા ગામ ગાધારમાં કપાસ એકમાત્ર રોકડિયો પાક છે. ગામના બહુમતી ખેડૂતો આજીવિકા માટે સૂકી જમીન પર નિર્ભર રહે છે, જયારે કેટલાક પાસે સિંચાઈ કરવા માટે કુવા છે. એકલ પાક માત્ર ગામની જ નહીં, આખા ક્ષેત્રની પરંપરા છે. કપાસ થોડાક વર્ષો પહેલા અતિ લાભદાયી પાક હતો, પરન્તુ ખરીદેલા કાચા માલસામાન પરની તેની નિર્ભરતાને કારણે તે ક્રમશ: ઓછો નફાકારક થયો છે. ખેડુતો કાચા માલસામાનના ડીલરોના માર્ગદર્શન હેઠળ સામાન્યપણે કાચા માલસામાનની ખરીદી કરે છે. વળી, ખેડૂતો ખેતરમાં સીધેસીધા વાવવા માટે દુકાનદારો પાસેથી બીજ લે છે. સમયાંતરે, કપાસનો ઉત્પાદન ખર્ચ વધવા સાથે જમીનનો કસ ઘટ્યો છે અને ઉતાર પણ ઘટવા માંડ્યો છે.

બદલાવ તરફ

આ ક્ષેત્રના ખેડૂતોની આજીવિકાની સમસ્યા પર વિચાર કરીને એએમઈ ફાઉન્ડેશનના રાયચૂર ક્ષેત્ર એકમે ખેડૂતોને વૈકલ્પિક ખેતીની પદ્ધતિઓ આપનાવીને, બહારનો કાચો માલસામાન ઘટાડીને, ટકાઉ પાક ઉત્પાદન તરફ આગળ વધવા માટે મદદ કરવાના હેતુથી આ ગામની પસંદગી કરી.

ખેડૂતો સાથે ચર્ચા કરવાથી જણાયું કે ખાસ કરીને ચૂષક જીવાત તથા બૉલવર્મ જેવી જીવાતો કપાસની ઉપજને સૌથી વધારે અસર કરે છે. હાલના સમયમાં જીવાતોના નિયંત્રણ માટે પાક ઉપર 9 વખત છંટકાવ કરવામાં આવે છે, જેમા હેલિઓથિસના નિયંત્રણ માટે પાંચ વખત છંટકાવ કરવામાં આવે છે તથા બાકીનાં છંટકાવ ચૂષક જીવાતો માટે કરવામાં આવે છે. કપાસની સરેરાશ ઉપજ 3.5 ક્વિંટલ/એકર હતી, જે તેની 6 ક્વિંટલ/એકરની સામાન્ય ક્ષમતા કરતા ઘણી ઓછી હતી. ઉપજને અન્ય બાબતો પણ પ્રભાવિત કરી રહી હતી, જેમ કે બીજની ખરાબ ગુણવત્તા, વાવેતરમાં વિલંબ, જમીન અને પાણીની અયોગ્ય વ્યવસ્થા તથા સેન્દ્રીય ખાતરનો અપર્યાપ્ત ઉપયોગ.

ખેડૂતો તેમના પાકને અલગથલગ રીતે નહીં પરંતુ પાકના પ્રવર્તમાન પર્યાવરણતંત્રના સંબંધમાં જોતા શીખે તે માટે તેમને સમર્થ બનાવવા શોધ પ્રશિક્ષણ પ્રક્રિયા ફાર્મર ફિલ્ડ સ્કૂલ (FFS)ને સૌથી ઉચિત રીત ગણવામાં આવે છે. એફએફએસનું સંચાલન જૂનથી ડિસેમ્બર 2005ની સીઝનમાં કરવામાં આવ્યું હતું.

સામાન્યપણે એએમઇએફના અને ખાસ કરીને કપાસમાં એફએફએસના હસ્તક્ષેપના પરીણામના ઉદાહરણ તરીકે અત્રે શ્રી પ્રતાપ રેડ્ડીની કામગીરીનું વર્ણન કરવામાં આવ્યું છે. આ કિસ્સો વૈકલ્પિક પદ્ધતિઓ અપનાવવાના અને જૂથમાં તેમજ બહાર લોકો સાથે તેનું આદાન પ્રદાન કરવાના એક ખેડુતના પ્રયાસોને ઉજાગર કરે છે.

35 વર્ષીય પ્રતાપ રેડ્ડીએ મેટ્રીક સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ લિંગાયત સમુદાયના છે, પરિણિત છે અને તેમને બે બાળકો છે. તે 16 એકર જમીનના માલિક છે તથા મજૂરોની મદદથી ખેતી કરે છે. રેડ્ડી ઘણા વર્ષોથી કપાસ ઉગાડે છે. તેમના માટે કપાસનું વાવેતર એટલે સંખ્યાબંધ રૂટિન કામગીરી, જેમ કે બીજ વિક્રેતા પાસેથી ખરીદેલા બીજનું સીધું વાવેતર, પાક પર જીવાત જણાય તે જ ઘડીએ જતુંનાશકનો ઉપયોગ કરવો અને માનક પ્રથા અનુસારે ડીલર પાસેથી બી લઈને સીધુ ખેતરમાં નખાવુ અને સ્ટાન્ડર્ડ પ્રથા તરીકે ખાતરનો ઉપયોગ. જૂથના સભ્ય તરીકે, પ્રતાપ રેડ્ડી કપાસના કૃષક ફિલ્ડ વિદ્યાલયમાં સક્રિય સહભાગી હતા. તેમણે કૃષક ફિલ્ડ વિધાલય માટે 0.75 એકર પ્લોટનો ઉપયોગ કર્યો. અને 0.50 એકરમાં કૃષક ફિલ્ડ વિદ્યાલય જૂથના નિર્ણય અનુસાર વાવેતરની પદ્ધતિઓ અપનાવી. 0.25 એકર જમીનમાં વાવેતર તેમની સામાન્ય ખેતી પદ્ધતિઓ અનુસાર હતી. એફએફએસના ભાગરૂપે કરવામાં આવેલ પ્રયોગો અનુસાર, તેઓ કપાસની વૈકલ્પિક ખેતીના વિષયમાં ઘણું બધું શીખ્યા.

વૈકલ્પિક ખેતી પદ્ધતિઓ અપનાવાઈ

શેઢાના પાક તરીકે મસૂર દાળ ઉગાડવામાં આવ્યા, હજારીગલના બિયારણ વેરવામાં આવ્યા અને ભીન્ડાના બીજ 1:10ના અનુપાતથી વાવવામાં આવ્યા. બીજ વાવતા પહેલાં તેમની જૈવિક રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવી.

  • બીજ ઉપચાર- બીજ વાવતા પહેલા ફોરસ્ફોબેક્ટેરીયા અને એઝોસ્પિરિલમથી નીચે બતાવ્યા અનુસાર ઉપચારિત કરવામાં આવ્યા.
    કપાસના 750 ગ્રામ બીજ માટે
    • 20 ગ્રામ ગોળ
    • 50 ગ્રામ ફોરસ્ફોબેક્ટેરીયા
    • 50 ગ્રામ એઝોસ્પિરિલમ

બીયારણોને એક ચાદર અથવા ગુણ ઉપર ફેલાવો. ગોળનું પાણી બીયારણો, માટી અને જૈવિક સામગ્રી ઉપર નાખો. તેમને છાંયડામાં લગભગ અડધો કલાક સૂકવો અને સીધા ખેતરમાં વાવો. (જોકે, જૈવિક-ખાતરનું પ્રમાણ બિયારણવાળી પ્રતિ એકર જમીને 200 ગ્રામ નાંખવાની ભલામણ હોય છે. ઉપચાર વખતે, ખેડૂતોને લાગ્યુ કે પ્રતિ એકરે કપાસના બીજોના ઉપચાર માટે 50 ગ્રામ પ્રમાણ પૂરતું નથી.)

કીટનાશક પ્રબંધ: મસૂર, હજારી અને ભીન્ડા જેવા ટ્રેપ પાકો હેલિઓથિસ અને સ્પોટેડ બૉલવર્મ જેવા કીટકોના પ્રબંધ માટે ઉગાડવામાં આવ્યા. તેમને હેલિઓથિસ ઉપર જીવતા અંડ પરજીવી ટ્રાઇકોગ્રામા જેવા ઉપયોગી કીટકની ભૂમિકા અંગે શીખવા મળ્યું. તેમને એ વાતનો જરા પણ અંદાજ નહોતો કે, પાકને લાભ પહોંચાડનારા જંતુઓ પણ હોઈ શકે છે. સુરક્ષા ખાતર એક જૈવ-કારક એનપીવી તથા રાસાયણિક જતુંનાશક એકવાર છાંટવામાં આવ્યા. પહેલા એવી પરંપરા હતી કે, ખેતરમાં જ્યારે પણ કોઈ જીવાત કે ડીમ્ભ દેખાય તો તરત જંતુનાશક છાંટવામાં આવતું હતું. પરન્તુ આ નવી પદ્ધતિને કારણે પહેલા જ વર્ષમાં જંતુનાશકનો છંટકાવ 9 વખતથી ઘટીને 4 વખત અને બીજા વર્ષમાં 4 વખતથી ઘટીને 1 વખત કરવામાં મદદ મળી હતી. જંતુનાશકનો ઉપયોગ 75 ટકા ઘટી ગયો, જેમાં અગાઉ મોટો ખર્ચ થતો હતો.

પોષણ તત્વોનો પ્રબંધ: અગાઉ ખેડુતોમાં ખાતર અને જંતુનાશકોના ઉપયોગ માટે એક પ્રકારની સ્પર્ધા થતી હતી. જો એક ખેડૂત 10 બોરી ખાતરનો ઉપયોગ કરતો તો તેનો પડોસી 12 બોરીનો ઉપયોગ કરતો. પહેલી સીઝનમાં પ્રતાપ રેડ્ડીએ ખાતરનો ઉપયોગ ઓછો કર્યો નહીં, પરન્તુ તેની સાથે એફઆઈએમની માત્રા પ્રતિ એકર 2 ટનથી વધારીને 3 ટન કરી દીધી અને વર્મી કમ્પોસ્ટ (2ટન/એકર) પણ નાંખ્યું. હાલમાં તેમણે ખાતરની જગ્યાએ કમ્પોસ્ટ નાંખવાનું ચાલુ કર્યુ છે, જેને પોતાના ખેતરમાં જ તૈયાર કરવાનું તેઓ શીખ્યા છે. કપાસ ફરીથી લાભદાયી પાક થઈ ગયો. રાસાયણિક ખેતીથી વૈકલ્પિક, પર્યાવરણ-અનુકૂળ પદ્ધતિઓના પરિવર્તનના પ્રથમ જ વર્ષમાં કપાસની ઉપજમાં 20 ટકા અને ચોખ્ખા વળતરમાં 44 ટકા વધારો થયો. ખરીદેલા સેન્દ્રીય ખાતરના ઉપયોગને કારણે ઉત્પાદનનો પડતર ખર્ચ વધ્યો હતો. પરંતુ, પ્રતાપ રેડ્ડીએ પોતાના ખેતરમાં જ જૈવિક ખાતરનું ઉત્પાદન શરૂ કરી દીધું હોવાથી આવનારા વર્ષોમાં ઉત્પાદન ખર્ચ ઓછું થવાની શક્યતા છે.

રૂપિયા/એકરમાં ખર્ચ અને વળતર

ક્રમ

ચીજ

ખેડુત પ્લોટ

એફએફએસ પ્લોટ

ટકા

a

કાચા માલસામાનનો ખર્ચ

 

બીજ અને બીજ ઉપચાર

280

290

-

 

સેન્દ્રીય ખાતર

1500

2650

76.6 ટકા

 

ખાતર

555

555

-

 

જંતુનાશકો

1030

240

- 75.2 ટકા

 

વાનસ્પતિકો

-

304

 

 

કુલ

2365

4039

70.7 ટકા

b

મજુરી ખર્ચ

2475

2250

- 9.0 ટકા

1

ઉત્પાદન ખર્ચ

5840

6289

7.6 ટકા

2

ઉતાર (કિલો)

500

600

20.0 ટકા

3

કુલ વળતર

9800

12000

22.4 ટકા

4

ચોખ્ખું વળતર

3960

5711

44.2 ટકા

સર્વાંગી ખેતી પ્રણાલી તરફ

એએમઈ સાથે નિયમિત આદાનપ્રદાન અને જૂથમાં ચર્ચાથી પ્રતાપ રેડ્ડી પ્રાકૃતિક સંસાધનોના પ્રબંધ અને ખેતરની વ્યર્થ ચીજોના રીસાઇક્લિંગ પર ધ્યાન કેન્દ્રીત કરવા રાજી થયા. લેઇસા (LEISA) ખેતરોના એક અભ્યાસ પ્રવાસ વખતે રેડ્ડીને એ બાબતની ખાત્રી થઈ કે, ખેતરમાં અધિક જૈવિક ખાતરનું ઉત્પાદન કરવા વનસ્પતિનો વધારાનો બાયોમાસ નિર્ણાયક છે. ત્યાર બાદ, તેમણે વનસ્પતિનો બાયોમાસ પેદા કરવા માટે 10,000 બહુ-હેતુક રોપા ઉછેર્યા. તેમણે તેમને ખેતરના પાળા ઉપર તથા તળાવના કિનારે રોપ્યા. તેમણે બાગાયતી પાકો, જેવા કે, કેરી, આમલી અને ચીકુ પણ રોપ્યા. વનસ્પતિના બાયોમાસનું મહત્વ સમજવા ઉપરાંત રેડ્ડીએ સૂર્યમુખીના સાંઠા અને અન્ય પાકોના અવશેષો સળગાવવાનું પણ બંધ કર્યું. તેના બદલે તેઓ તેમને હવે જમીનમાં જ નાંખી દે છે.

પ્રતાપ રેડ્ડીએ વર્મિકમ્પોસ્ટ તથા કીચન ગાર્ડનઘર જેવી ચોક્કસ સહાયક પ્રવૃત્તિઓ પણ હાથ ધરી છે. તેમને તેમના ઘર પાસે રીંગણા, કાકડી, ટામેટા, દૂધી તથા કપાસના ખેતરમાં ભીન્ડા ઉગાડ્યા છે. તેમને લાગે છે કે, હવે ઘર વપરાશ માટે તેમની પાસે પૂરતાં શાકભાજી છે. જળ સંરક્ષણ માટે તેમણે ખેતરમાં 12 ફીટ ઉંડું તળાવ બનાવ્યુ છે. ભવિષ્યમાં તળાવમાં પાણીની ઉપલબ્ધતા અનુસાર માછલી ઉછેરવાની તેમની યોજના છે.
2.98529411765
mukesh Jun 25, 2016 10:58 AM

વોલપેઈન્ટીંગ માટે વહાર્ટસપપ 96*****70

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top