હોમ પેજ / ખેતીવાડી / અન્ય માહિતી / શ્રેષ્ઠ પ્રણાલીઓ / ઓટોમેટીક મશીનથી પાકને ખાતર અને પાણી
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઓટોમેટીક મશીનથી પાકને ખાતર અને પાણી

રાજકોટના ઈજનેરી કોલેજના વિદ્યાર્થીઓની કમાલ

શહેરી વિસ્તારમાં નીકળતા ગટરના ગંદાપાણીમાંથી નીકળતી સુએજ સ્લજમાંથી બની ઈકો ફ્રેન્ડલી ઈંટ ; હાઈડ્રોલીક જેકમાં પણ વિશિષ્ટ સંશોધન

રાજકોટ શહેરને દર વર્ષે ઈજનેરી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ અવનવા સંશોધનની ભેટ આપતા રહ્યા છે. આ વિદ્યાર્થીઓનાં સંશોધનથી દૂર દૂરના વિસ્તારોમાં રાત - દિવસ ખેતીનું કામ કરી ગુજરાન ચલાવતા કૃષિ પરિવારોના જીવન ધોરણમાં સુધારો થશે રાજકોટની વી.વી.પી. ઈજનેરી કોલેજના વિદ્યાર્થી ભાર્ગવ કણસાગરાએ એવું મશીન બનાવ્યું છે જેના થકી ખેડૂત પોતાના ઘેર બેઠા બેઠા ખાતર અને પાણી પાકને પિવડાવી શકશે ધોમતડકામાં તેણે ખેતરોમાં હેરાન થવું નહી પડે. આ પ્રકારના અન્ય સંશોધનને કારણે હાઈડ્રોલિક જેક વધુ ઉપયોગી બન્યો છે. જયારે વેસ્ટવોટરમાંથી નીકળતી સિવેજ સ્લજમાંથી ઈકો ફ્રેન્ડલી ઈંટનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ઈજનેરી વિદ્યાશાખામાં ભણતા ભણતા સમાજને કંઈક નવું આપવાની ઈચ્છા ધરાવતા આ વિદ્યાર્થીઓનું સંશોધન કાબિલેદાદ છે. જેમાં ખેતીક્ષેત્રને ઉપયોગી થવા ઈચ્છુક વિદ્યાર્થી ભાર્ગવ કણસાગરા, દિલીપ સીજુ, નીતિન ભરવા અને વરૃણ દાવડાએ ઓટોમેટીક ઈરીગેશનનું જે મશીન વિકસાવ્યું છે તેમાં પી.એલ.સી.અને સ્કડા સિસ્ટમની મદદથી ખેતરે ગયા વિના પાકને જરૃરિયાત મુજબ ખાતર, દવા, કે પાણી આપી શકાય છે. ખેડૂત ઓછી કિંમતે આરામથી આ કામો ઘેરબેઠા કરી શકે છે. આ કોલેજનાં મિકેનિકલ ઈજનેરોના વિદ્યાર્થીએ ૧૦ ટનથી વધુ વજન ઉંચકવા માટે સસ્તી ટેકનોલોજીની મદદથી હાઈડ૩ોલીક જેક બનાવી તેની પેટર્ન મેળવવા દરખાસ્ત કરી છે આ સંશોધન કરનાર કિશન જે ધીંગાણી કહે છે કે આ હાઈડ૩ોલીક જેકની સાથે ૪ એમએમ શ્રેણી ધરાવતી ફોટો ઈલેકટ્રીક સેન્સર સિલીન્ડર સાથે જોડવામાં આવી છે. ઈલેકટ્રીક સર્કીટની મદદથી ૧૦ ટન જેટલું વજન પણ આસાનીથી ઉંચકી શકાય છે.

આ જ પ્રકારે શહેરી વિસ્તારોમાં ગટરના ગંદા પાણીમાંથી જે નકામો કચરો નીકળે છે તે સિવેજ સ્લજમાંથી ઈકો ફ્રેન્ડલી ઈંટ સિવિલ ઈજનેરીના વિદ્યાર્થી ભાર્ગવ દિવ્યાંગ, સ્વાતિ પાવાગઢી અને વિશાલ કાતરિયાએ તૈયાર કરી છે. તેઓ કહે છે કે આ ઈકો ફ્રેન્ડલી ઈંટ કિંમતમાં સસ્તી અને મજબુતાઈમાં શ્રેષ્ઠ પુરવાર થઈ છે. ઉર્જાની કટોકટીના યુગમાં જેનો ટેકનોલોજીની મદદથી નેનો કાર્બન બેઈઝ સોલાર સેલ બનાવીને આ કોલેજનાં વિદ્યાર્થીઓએ ઉર્જાનો શ્રેષ્ઠ વિકલ્પ પુરો પાડયો છે. ઈજનેરીના વિદ્યાર્થીઓના આ તમામ પ્રોજેકટ ઉજ્જવળ ભવિષયની મિશાલ બની શકે તેમ છે.

સ્ત્રોત: ગુજરાત સમાચાર

3.01428571429
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top