માઈક્રોગ્રીન્સ ખાધનો એક નવો વર્ગ છે. એક ખૂબ જ ચોક્કસ પ્રકારે કે જેમાં ખાસ શાકભાજી, ઔષધિય છોડ અથવા અન્ય છોડનો સમાવેશ થાય છે કે જેનું કદ પ થી ૧૦ સે.મી. હોય છે. માઈક્રોન્સ ત્રણ ભાગ ધરાવે છે જેમાં કેન્દ્રિય પ્રકાંડ, બીજપત્રની જોડી અને સાચા પાંદડાની કુમાશવાળી પ્રથમ જો ડીનો સમાવેશ થાય છે. છોડની વૃદ્ધિના તબક્કાને આધારે માઈક્રોગ્રીન્સ એ સ્પ્રાઉટ (ફણગાવેલા) કરતા મોટા અને બેબી ગ્રીન્સ કરતા કદમાં નાના એવા તબક્કામાં સમાવેશ કરવામાં આવે છે.
વિશ્વભરમાં ૭૦-૮૦ પ્રકારના માઈક્રોગ્રીન્સ ઉગાડવામાં આવે છે. ઘરગથ્થુ અને વ્યવહારિક ઉપયોગિતા માટે કેટલાક મહત્ત્વના માઈક્રોગ્રીન્સ આવેલા છે.
ભારતના વિવિધ શહેરોમાં માઈક્રોગ્રીન્સ તરીકે વપરાતા શાકભાજી
માઈક્રોગ્રીન્સ |
લક્ષણો |
લાલ તાંદળજે |
મીઠો અને રસદાર સ્વાદ ધરાવે છે. કચુંબરમાં તે સરસ રંગ ધરાવે છે જેનો ઉપયોગ વાનગી પર સુશોભન કરવા માટે થાય છે. |
બીટ |
આકર્ષક ઘાટાં લાલ, જાંબલી રંગના પાન ધરાવે છે. તે વધારે પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ ગુણધર્મો અને વિટામિનથી ભરપૂર છે. |
બ્રોકોલી |
વિટામિન્સ, મિનરલ્સ, ખનીજો, પાચક રસો, પ્રોટીન અને હરિતદ્રવ્યથી સમૃદ્ધ છે, તે રોગપ્રતિકારક શક્તિને ઉત્તેજીત કરે છે. |
સુવા |
નાનો સૂક્ષ્મ, પીંછાકાર પર્ણ સમૂહ ધરાવે છે. અને લિજજતદાર સ્વાદ આપે . તે કાકડી, અને કોની સાથે સારી રીતે સંયોજીત થાય છે. |
મેથી |
મેથી પ્રોટીન, વિટામિન એ, ડી, ઈ, બી અને ખનીજ તત્વોથી સમૃદ્ધ છે. ભૂખ વધારે છે, એમોનિયા અને થકાવટ સામે અસરકારક છે. |
|
તેના છોડ મસાલેદાર, કુમળા (નાજૂક), પૌષ્ટિક છે. ઓમેગા-૩, ફેટી એસિડ્રેસથી સમૃદ્ધ અને વિટામિન્સ, ખનિજો, એન્ટિઓક્સિડન્ટો અને એમિનો એસિડનો સારો સ્ત્રોત છે. |
મૂળા |
મૂળા કેલ્શિયમ, આર્યન, પોટેશિયમ, ઝિંક જેવા ખનીજ તત્વો, કેરોટીન, એન્ટિઓકસિડન્ટસ, વિટામિન્સ અને પ્રોટીનથી સમૃદ્ધ છે. રોગ પ્રતિકારક શક્તિને ઉત્તેજિત કરે છે. |
વરિયાળી |
વરિયાળી ઉચ્ચ પ્રમાણમાં કે ,સી, બી અને ફાયટોન્યુટ્રિન્ટ ધરાવે છે. તે હૃદયરોગનું જોખમ ઘટાડે |
લાલ કોબી |
લાલ કોબી વિટામિન્સ એ, બી, સી, એફ, કે તથા ખનીજો અને હરિત દ્રવ્યથી સમૃદ્ધ છે. રોગપ્રતિકારક શક્તિને સારી બનાવે છે. |
ડુંગળી |
ડુંગળી વિટામિન, મિનરલ જેમ કે કેલ્શિયમ, પોટાશિયમ, સલ્ફર તથા પ્રોટીન, પાચક રસ અને હરિતદ્રવ્યથી ભરપૂર છે. |
વટાણા |
પૌષ્ટિક અને વિટામિન એ, સી, કે તથા મિનરલ કેલ્શિયમ, આર્યન, મેગ્નેશિયમ, પોટાશિયમ, ફોસ્ફરસ. એમિનો એસિડ અને પ્રોટીનનો સ્ત્રોત છે. |
મીઠી મકાઈ (સ્વીટકોર્ન) |
મીઠી મકાઈ મીઠી સુગંધ ધરાવે છે. તેનો ઉપયોગ વાનગી સુશોધન માટે થાય છે. તે વિટામિન બી, એન્ટિઓક્સિડન્ટ અને કેરોટીનોઈડસનો સારો સ્ત્રોત છે. |
ગાજર |
ગાજર એ બીટા કેરોટીન, ફાયટોન્યુટ્રીયન્ટ જેવા કે લ્યુટીન અને ઝીયાઝેન્થીનથી સમૃદ્ધ છે. સુંદર ત્વચા માટે ઉત્તમ છે. કેન્સર નિવારણ તથા વૃદ્ધત્વ વિરોધી છે. |
આજકાલ લોકો માઈક્રોગ્રીન્સના મહત્ત્વ વિષે પરિચિત બની રહ્યા છે. તેથી ગ્રામિણ, શહેરી વિસ્તાર અને આસપાસના શહેરી સ્થળોએ રહેવાસીઓ રસાયણ ૨હિત માઈક્રોગીન્સનો ઉપયોગ ઘરવપરાશ માટે તથા બજારમાં વેચાણ માટે કરી શકે છે. માઈક્રોગ્રીન્સને ઉગાડવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે પરંતુ માઈક્રોગ્રીન્સના સફળ ઉછેર માટે તેની વ્યાપારી મૂળભૂત જરૂરિયાતોને ધ્યાનમાં લેવી જરૂરી છે. માઈક્રોગ્રીન્સની થોડી મહત્ત્વની જરૂરિયાતો કોઠીમાં દર્શાવેલ છે.
અં. નં. |
માઈક્રોગ્રીન્સ |
બીજ દર (ગ્રામ) પ્રતિ ડીસ્પોરેબલ ટ્રે (૩૦સે.મી. x ૩૦ સે.મી.) |
પલાળવાનો. સમય (કલાક) |
મીડિયા મિશ્રણની ઊંડાઈ (કલાક) |
તાપમાન (ડિગ્રી.સે.) |
લણણીનો સમય (દિવસ) |
૧ |
તાંદળજો (એમરેન્દસ) |
૨.૫ |
- |
૨ |
૨૨ |
૧૬-૧૫ |
૨ |
પર્પલ બ્રોકોલી |
૨.૫ |
- |
૧ |
૨૪ |
૧૬-૨૫ |
૩ |
બીટ (બીટરૂટ) |
૧૨.૫ |
૨૪ |
૨ |
૧૬-૨૫ |
૧૬-૨૫ |
૪ |
સુવા (ડિલ) |
૫ |
- |
૧ |
૧૫-૨૩ |
૧૬-૨૫ |
૫ |
અળસી (લિનસીડ) |
૩૬ |
- |
૨ |
૧૬-૨૫ |
૬-૮ |
૬ |
કેબેજ |
૫ |
૪-૮ |
૨ |
૧૬-૨૫ |
3-૬ |
માઈક્રોગ્રીન્સના બીજને વાવ્યા પછી એની વધારે કાળજી લેવાની જરૂર નથી પણ પૂરતા પ્રમાણમાં ભેજ જાળવવા માટે પાણીનો સૂક્ષ્મ છંટકાવ કરવો જરૂરી છે..
માઈક્રોગ્રીન્સની ખેતી ખર્ચાળ નથી કારણ કે તેમને ઉગાડવા માટે વધારે સામગ્રી તથા સાધનની જરૂરિયાત હોતી નથી વ્યાવસાયિક ખેતી માટે ટ્રેની પસંદગી સારી નિતાર ક્ષમતાવાળી કરવી જોઈએ. જીવંત માઈક્રોગ્રીન્સની જરૂરિયાત અને માવજત માટેન પર્યાપ્ત જગ્યા અને સરળતાને ધ્યાનમાં રાખી ટેનું માપ નક્કી કરવું જોઈએ. ઘરમાં સફળ ખેતી માટે ડીસ્પોઝેબલ ટ્રેનો ઉપયોગ કરી શકાય છે. માધ્યમ તરીકે કોકોપિટ, વર્મિકયુલાઈટના મિશ્રણ ૩:૧ અથવા કોકોપિટ એકલાનો ઉપયોગ કરી શકાય છે. માઈક્રોગ્રીન્સની ખેતી જંતુમુક્ત તથા પોષણ સમૃદ્ધ ખોરાક પૂરો પાડે છે જેથી કોઈપણ રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ ટાળવો જોઈએ. માઈક્રોગ્રીન્સમાં ખાસ કરીને ધરૂમૃત્યુના રોગના રક્ષણ સામે બીજને ટ્રાઈકોડર્મા દાર્જીનિયમ તથા ટ્રાઈકોડર્મા વિરીડી એકલા તથા મિશ્રણમાં બીજ માવજત આપી શકાય છે.
બીજના વાવેતર કર્યા પહેલાં બીજને થોડી વાર માટે પાણીમાં પલાળી રાખવા જરૂરી છે. પાલક તથા મેથી બીજના સારા સ્કૂરણની ટકાવારી મેળવવા માટે પલાળવા જરૂરી છે. પછી બીજને ઉચ્ચ ઘનતા સાથે કોકોપિટ ઉપર છાંટવામાં આવે છે અને તેને કાગળ, ટુવાલ, વર્મિકમ્પલાઈટ તથા કોકોપિટ સાથે આવરી લેવામાં આવે છે. સામાન્ય રીતે મોટા કદના બીજને વર્મિકયુલાઈટ અથવા કોકપિટ અને નાના કદના બીજને કાગળ ટુવાલથી આવરી લેવામાં આવે છે.
માઈક્રોગ્રીન્સના બીજના ઉગાવા પછી ખૂબ કાળજી જરૂરી નથી પરંતુ પૂરતા પ્રમાણમાં કોકપિટમાં ભેજ જાળવી રાખવો જરૂરી છે જે પાણીનો છંટકાવ દ્વારા જાળવવામાં આવે છે. ૧૨ થી ૧૬ કલાક પ્રકાશ, ઓછો ભેજ અને સારી હવાની અવરજવર એ માઈક્રોગ્રીન્સની સારી વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી હોય છે.
માઈક્રોગ્રીન્સનો ઉછેર લોકોના સારા આરોગ્ય માટે સેન્દ્રિય ખોરાક પૂરો પાડવાનો છે. માઈક્રોગ્રીન્સના ઉત્પાદન માટે રાસાયણિક ખાતરની જરૂરિયાત ખૂબ જ ઓછામાં ઓછી છે જેની પ્રાપ્તિ સેન્દ્રિય સ્ત્રોત દ્વારા સારતાથી કરી શકાય છે. ૧.૧૦ ગ્રામ પ્રતિ પાણીમાં કેલ્શિયમ કલારોઈડના છંટકાવથી પૂરી કરવામાં આવે છે.
મોટા ભાગમાં માઈક્રોગ્રીન્સ બીજ રોપ્યા પછીના ૧૦-૧૫ દિવસમાં લણણી માટે તૈયાર થઈ જાય છે. સાચા પાંદડાંની જોડી દેખાય એટલે માઈક્રોગ્રીન્સનો ઉપયોગ ખાવામાં કરી શકાય છે. માઈક્રોગ્રીન્સને માધ્યમની સપાટી ઉપરથી મૂળ વગર કાપવામાં આવે છે. ધાણા અને મેથી જેવા માઈક્રોગ્રીન્સને એક કરતા વધુ વખત કાપીને ઉપયોગ લઈ શકાય છે. એક વખત માઈક્રોગ્રીન્સ ઉગાડવા માટે વપરાયેલું માધ્યમ બીજા અન્ય માઈક્રોગ્રીન્સ પાક માટે પણ સફળતાપૂર્વક ઉપયોગમાં લઈ શકાય છે.
તાજેતરના વર્ષોમાં માઈક્રોગ્રીન્સનો વપરાશ તેના નાજૂક નિર્માણ, વિશિષ્ટ તાજા સ્વાદ સાથે ગ્રાહકની | જાગૃતિ અને પ્રસંશા સાથે વધતો જાય છે અને તેમાં પુર્ણ પાંદડાવાળા શાકભાજીની સરખામણીમાં વધારે પ્રમાણમાં વિટામિન, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટસ આવેલા છે.
માઈક્રોગ્રીન્સ વિવિધ અલગ અલગ રંગના છોડ હોવાથી તેનો ઉપયોગ ખાધ ડિશની સજાવટમાં કરી શકાય છે જેથી કરીને ડિશમાં અલગ અલગ સ્વાદ અને સુગંધ માણી શકાય છે. માઈક્રોગ્રીન્સનો ઉપયોગ સલાડમાં સ્વાદ મેળવવા માટે પણ કરી શકાય છે. ગુજરાતમાં વિવિધ પ્રકારના ફરસાણનો ઉપયોગ ખાદ્યપદાર્થ તરીકે રોજબરોજ થાય છે જેને માઈક્રોગ્રીન્સની સજાવટ વડે રોજબરોજની જીવનશૈલીમાં સ્થાન આપી શકાય તેમ છે.
માઈક્રોગ્રીન્સ એ જલ્દી બગડી જતાં ખાદ્ય ખોરાક છે. તેને લાંબા સમય માટે ખુલ્લામાં અથવા તો ફ્રીજમાં સંગ્રહી શકાય નહીં. આ સમસ્યાને દૂર કરવા અને વ્યાપારિક ઉપયોગિતા ખાતર તેને ‘જીવંત માઈક્રોગ્રીન્સ' તરીકે વેચવામાં આવે છે. જીવંત માઈક્રોગ્રીન્સ એ એકદમ લીલા તાજાં પોષક તત્વો તથા એન્ટિઓસિડન્ટથી ભરપૂર હોય છે જેને ફ્રિજમાં ૧૦-૧૪ દિવસ અને ખુલ્લામાં ૪ થી ૬ દિવસના સમયાંતરે પાણી આપીને જાળવણી કરી શકાય છે. હાલના સમયમાં માઈક્રોગ્રીન્સની વ્યાપારિક ઉપયોગિતા વધારવા માટે તેનું સારી રીતે પેકિંગ કરવું જરૂરી છે.
સ્ત્રોત: જુલાઈ-૨૦૧૭ , વર્ષ: ૭૦ , અંક: 3, સળંગ અંક: ૮૩૧
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020