ફળો તથા શાકભાજીમાં પ્રીકુલિંગથી થતા ફાયદા :
- પ્રીકૂલિંગ દ્વારા ફળો તથા શાકભાજીનો શ્વસન દર ધીમો કરી શકાય છે.
- ફળોનો પાકવાનો દર ધીમો થાય છે જેથી લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે.
- ફળો તથા શાકભાજી લણણી બાદ ઊંચા તાપમાને રહેતા બાષ્પીભવન થવાથી ચીમળાઈ જાય છે. પ્રીકુલિંગ દ્વારા ચીમળાવાની પ્રક્રિયા રોકી અટકાવી ધીમી કરી શકાય છે.
- ફળો તથા શાકભાજીના પ્રીલિંગ દ્વારા સૂક્ષ્મજીવાણની પ્રક્રિયા અટકાવી શકાય જેથી બગાડ થતો અટકે.
- આમ પ્રીકૂલિંગ દ્વારા ફળો તથા શાકભાજીની ગુણવત્તા, પોષકતત્વો અને દેખાવ લાંબા સમય સુધી જાળવી શકાય છે જેથી તેનો બજારમાં પોષણક્ષમ ભાવ મળી શકે.
પ્રીકૂલિંગ કરવાની વિવિધ રીતો :
ફળો તથા શાકભાજીનું લણણી કર્યા પછી તરત જ સોટિંગ, ગ્રેડિંગ (વર્ગીકરણ) અને ક્લિનિંગ કરી પ્રીકુલિંગ કરવું. સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી પ્રકૂલિંગની માહિતી અત્રે દર્શાવેલ છે.
રૂમ કૂલિંગ પદ્ધતિ દ્વારા પ્રીફૂલિંગ કરવાની રીત:
સામાન્ય રીતે રૂમ કૂલિંગ પદ્ધતિ માટે કોલ્ડ સ્ટોરેજ રૂમ અથવા પ્રીલિંગ રૂમનો ઉપયોગ થાય છે. લણણી બાદ ફળો, શાકભાજીને પ્લાસ્ટિકના કેરેટમાં અથવા ખોખા (ફાઈબર બોર્ડ/પ્લાસ્ટિક)માં મૂકી તેને કોલ્ડ સ્ટોરેજ રૂમ અથવા પ્રીકુલિંગ રૂમમાં યોગ્ય રીતે ગોઠવીને મૂકવામાં આવે છે. ત્યારબાદ ઠંડી હવા દ્વારા રૂમને જરૂરી તાપમાને ઠંડી કરવામાં આવે છે. આ પ્રીકૂલિંગ પદ્ધતિમાં સામાન્ય રીતે રૂમની હવાને ઠંડી કરવા માટે એરકન્ડિશનિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. ફળ શાકભાજીને યોગ્ય તાપમાને ઠંડા કરી કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ અથવા તો વેચાણ માટે મોકલવામાં આવે છે.
પ્રીકૂલિંગ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબત :ફળો તથા શાકભાજીને ઝડપથી ઠંડા કરવા માટે યોગ્ય પૅકિંગ (હવાની અવર-જવર માટે કાણા ધરાવતા) માં પૈક કરવા તેમજ તેની કોલ્ડ સ્ટોરેજ રૂમ અથવા પ્રીકૂલિંગ રૂમમાં ચોક્કસ રીતે ગોઠવણ કરવી જરૂરી છે.
રૂમ કૂલિંગ પદ્ધતિને લગતી મહત્ત્વની બાબતો:
- આ પ્રીકૂલિંગ પદ્ધતિ અન્ય પ્રીકૂલિંગ પદ્ધતિ કરતા પ્રમાણમાં ધીમી હોવાથી પ્રીકૂલિંગ કરવામાં વધારે સમય લાગે છે.
- રૂમ કૂલિંગ પદ્ધતિ દ્વરા પ્રીકૂલિંગ માટે સામાન્ય કોલ્ડ સ્ટોરેજ કરતા ત્રણ ગણી ક્ષમતાવાળી એરકન્ડિશનિંગ સિસ્ટમની જરૂર પડે છે.
- વિવિધ વૈજ્ઞાનિક અભ્યાસ પ્રમાણે આ પ્રીકૂલિંગ પદ્ધતિ ટામેટા, આમળા, કેળા, કેરી, ગાજર, ચોળી, ફણસી, તુવેર, કાકડી, બીટ, સૂકી ડુંગળી, મરચાં, બટાકા, કોળુ, લસણ વગેરે જેવા ફળો અને શાકભાજીના પ્રીકુલિંગ માટે ઉપયોગમાં લઈ શકાય છે.
હાયડ્રોકૂલિંગ પદ્ધતિ દ્વારા પ્રીકૂલિંગ કરવાની રીત :
જે ફળો, શાકભાજી હાયડ્રોલિંગ પદ્ધતિ દ્વારા પ્રીકૂલિંગ કરવાનું હોય તે ફળો શાકભાજી પાણીના સીધા સંપર્કથી નુકસાન ન થાય તેવા હોવા જોઈએ. હાયડ્રોલિંગ પદ્ધતિ દ્વારા પ્રીકુલિંગ કરવા માટે ફળો શાકભાજીને પ્લાસ્ટિકના કે રેટમાં કાણાવાળા પેકેજિંગ મટીરિયલમાં મૂકી અથવા કન્વેયર બેલ્ટ પાથરી ઠંડા પાણીનો યોગ્ય પદ્ધતિ દ્વારા છંટકાવ કરી અથવા ઠંડા પાણીમાં ડૂબાડી યોગ્ય તાપમાને ઠંડા કરવામાં આવે છે. ત્યારબાદ કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ અથવા તો વેચાણ માટે મોકલવામાં આવે છે.
પ્રીકૂલિંગ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબત : હાઈડ્રોલિંગ પદ્ધતિ જે ફળો શાકભાજીને વેચાણ પહેલા ધોવાની જરૂર પડતી હોય છે.
હાયડ્રાકૂલિંગ પદ્ધતિને લગતી મહત્ત્વની બાબતો :
- હાયડ્રોલિંગ અન્ય પ્રકૂલિંગ પદ્ધતિ કરતા પ્રમાણમાં ખૂબ જ ઝડપી હોવાથી પ્રીકૂલિંગ કરવામાં ઓછો સમય લાગે છે.
- હાયડ્રોકૂલિંગ પદ્ધતિ માટે વપરાતા પાણીનો હાયડ્રોકૂલિંગ માટે ફરીથી ઉપયોગ કરવામાં આવતો હોવાથી તેમાં કલોરીન (૧૦૦ પીપીએમ) અથવા સોડિયમ હાઈપોકલોરાયડ (૧૦૦ પીપીએમ) જેવા જંતુનાશક દ્રવ્યો મેળવવા આવશ્યક છે.
- વિવિધ વૈજ્ઞાનિક અભ્યાસ પ્રમાણે આ પ્રીકૂલિંગ પદ્ધતિ કેરી, દાડમ, પપૈયા, મકાઈ, ટામેટા, આમળા, કેરી, ગાજર, કાકડી વગેરે જેવા ફળો તથા શાકભાજીના પ્રીકૂલિંગ માટે ઉપયોગમાં લઈ શકાય છે.
ફોર્ડ એર કૂલિંગ પદ્ધતિ દ્વારા પ્રીકૂલિંગ કરવાની રીત :
ફળો, શાકભાજીને પ્લાસ્ટિકના કેરેટમાં અથવા યોગ્ય કાણાવાળા ખોખા (ફાઈબર બોર્ડ/પ્લાસ્ટિક)માં મૂકી તેને ફોર્મ્સ એર કૂલિંગ રૂમમાં ચોક્કસ રીતે ગોઠવવા. ત્યારબાદ એક તરફથી ઊંચા દબાણે ઠંડી હવા ફેંકવામાં આવે છે. આમ જે તરફથી હવા ફેંકવામાં આવતી હોય તેની બીજી તરફ હવાના ઓછા દબાણ ઝડપથી પ્રીકૂલીંગ થાય છે.
ફોર્ડ એર કૂલિંગ પદ્ધતિ દ્વારા પ્રીકૂલીંગ દરમિયાન ધ્યાનમાં રાખાવની બાબતો:
- ફળો તથા શાકભાજીને ઝડપથી ઠંડા કરા માટે યોગ્ય પેકિંગ (હવાની અવર-જવર માટે કાણા ધરાવતા)માં પેક કરવા.
- ફોર્ડ ઍર કૂલિંગ રૂમમાં તેની ગોઠવણ હવાના પ્રસરણને અનુરૂપ કરવી જરૂરી છે.
ફોર્ડ એર કૂલિંગ પદ્ધતિને લગતી મહત્ત્વની બાબતો :
- ફોર્સ એર કૂલિંગ પદ્ધતિ રૂમ કૂલિંગ પદ્ધતિ કરતાં ૪ થી 10 ગણી ઝડપી છે.
- કુલીંગ દર ઉંચો દબાણે ફેંકવામાં આવતી ઠંડી હવાની ઝડપ અને તાપમાન પર આધાર રાખે છે.
- ઠંડી હવાનું યોગ્ય તાપમાન જાળવી રાખવું જેથી ફળો તથા શાકભાજીને ચિલિંગ ઈન્જરી ના થાય અને પ્રીકૂલિંગ ઠંડુ થવાનો) દર જળવાઈ રહે.
- જયારે ઝડપી પ્રીકૂલિંગ ઈરછનીય હોય ત્યારે આ પ્રીકૂલિંગ પદ્ધતિ વધુ ખર્ચાળ નિવડે છે.
- વિવિધ વૈજ્ઞાનિક અભ્યાસ પ્રમાણે આ પ્રીકૂલિંગ પદ્ધતિ ફલાવર, ચોળી, ફણસી, કાકડી, મશરૂમ, ટામેટા, તુવેર, વટાણા, બટાટા, કોળુ, લસણ, મરચાં, પપૈયા, આમળા, કેરી, સીતાફળ, ગાજર, કાકડી વગેરે જેવા ફળો તથા શાકભાજીના પ્રીકૂલિંગ માટે ઉપયોગ લઈ શકાય છે.
પ્રીફૂલિંગ યુનિટ માટે સરકારશ્રી તરફથી મળતી સહાય :
- વધુમાં વધુ ૬ ટન ક્ષમતા ધરાવતા પ્રીકૂલિંગ યુનિટ કે જેનો કુલ ખર્ચ રરપ લાખ)યુનિટ અથવા તેથી ઓછો હોય તેવા પ્રીકૂલિંગ યુનિટ સ્થાપવા માટે સરકારશ્રી તરફથી સામાન્ય વિસ્તાર માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ % (મહત્તમ ૨૮.૭૫ લાખ) અને શિડયુલ અને પહાડી વિસ્તાર માટે પ૦ % (મહત્તમ ૨ ૧૨.૫૦ લાખ) સહાય આપવામાં આવે છે. આ સહાયને લગતી વધુ માહિતી http://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_Scheme Details.aspx વેબસાઈટ પરથી અરજી કરી મેળવી શકાય.
- નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ દ્વારા પ્રીકૂલિંગ યુનિટ કે જેનો કુલ ખર્ચ ૨૨૫ લાખ યુનિટ અથવા તેથી ઓછો હોય તેવા પ્રીકૂલિંગ યુનિટ સ્થાપવા માટે મહત્તમ ૨૦ જેટલી સહાય મળવાપાત્ર છે.
સ્ત્રોત:ફેબ્રુઆરી-૨૦૧૮, વર્ષ :૭૦, સળંગ અંક :૮૩૮, કૃષિ ગોવિદ્યા
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,