વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ખાતર

આ વિભાગમાં ખાતરની પ્રશ્નોતરી આપવામાં આવી છે

ખાતર કેવી રીતે આપવું ?

જે તે પાક માટે ભલામણ થયેલ ખાતર ચાસમાં આપવું. એક કરતા વધારે ભાગમાં ભલામણ મુજબ નાઈટ્રોજન ખાતર યુરિયાના રૂપે આપવું. પૂરક ખાતર આપી તેના પર માટી વાળી દેવી. જેથી ખાતરનો વ્યય અટકે.

યુરિયા ખાતર ક્યારે આપવું ?

યુરિયા ખાતર મોટે ભાગે પાયામાં આપવામાં આવતું નથી. પાકના ઉગાવા બાદ જે તે પાકમાં ભલામણ  ત્રણ કે ચાર હપ્તે ચાસમાં છોડની નજીક આપવામાં આવે છે ટૂંકમાં પૂર્તિ ખાતર તરીકે ઉભા પાકમાં આ ખાતર આપવાથી પાકનું ઉત્પાદન સારૂ મળે છે. ખાતર આપી ઉપર માટી વાળી દેવાથી ખાતરનો વ્યય ઓછો થાય છે.

નીમકોટેડ યુરિયા ખાતરનું મહત્વ જણાવો.

નીમકોટેડ યુરિયા ખાતરમાં યુરિયાના ખાતરના દાણાને લીમડાના તેલનો પટ આપેલ હોય છે જેથી તેમાં રહેલો નાઈટ્રોજન છોડને/પાકને ધીરે ધીરે લભ્ય બને છે, હવામાં ઉડી જતો અટકે છે અને તે રીતે યુરિયા ખાતરમાંના નાઈટ્રોજનનો વ્યય અટકાવી શકાય છે અને પાકને નાઈટ્રોજન ખાતર સારા પ્રમાણમાં લભ્ય બનાવી શકાય છે.

ખાતર અને પાણીના પ્રશ્નો માટે શું કરવું ?

ખાતર અને પાણીના પ્રશ્નો હોય તો તેના માટે જમીન અને પિયત માટેના પાણીનું પૃથક્કરણ જમીન ચકાસણી પ્રયોગશાળામાં કરાવવું જરૂરી છે. તેના રીપોર્ટ આવ્યા બાદ તેમાં આપેલ ભલામણો મુજબ કામગીરી કરવી. જમીન રસાયણ વિભાગ, બં.અ.કૃષિ મહાવિદ્યાલય, આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦ (ફોન :૦૨૬૯૨-૨૨૫૭૪૨) ખાતે સંપર્ક સાધવો.

ખાતરો નાખવા છતાં ઉત્પાદન ઘટતું જાય છે. તે માટે શું કરવું ?

ખાતરો નાખવા છતાં ઉત્પાદન ઘટતું જાય છે તે માટેના અનેક કારણો હોઈ શકે. તેના માટે આપની જમીન અને પિયતના પાણીનું પૃથક્કરણ પ્રથમ કરાવવું. આ માટે જમીન રસાયણ વિભાગ, બં.અ. કૃષિ મહાવિદ્યાલય આકૃયુ. આણંદ-૩૮૮૧૧૦ (ફોન : ૦૨૬૯૨ ૨૨૫૭૪૨) ખાતે સંપર્ક સાધવો. પૃથક્કરણનો અહેવાલ આવે ત્યારબાદ તે મુજબ કાર્યવાહી કરવી.

નાના મોટા દાણાવાળા રાસાયણિક ખાતરથી પાકમાં કોઇ ફરક પડે?

નાના કે મોટા દાણાવાળા રાસાયણિક ખાતર આપવાથી પાકમાં કોઇ ફરક ના પડે.

રાસાયણિક ખાતર સિવાય ખાતર તરીકે શેનો ઉપયોગ કરવો?

  1. રાસાયણિક ખાતર સિવાય જમીનમાં પોષક તત્વો ઉમેરવા માટે લીલો પડવાશ કરવો.
  2. જમીનમાં સારૂ કોહવાયેલું છાણિયું ખાતર કે કમ્પોસ્ટ ખાતર અથવા લીમડાનો કે દિવેલીનો ખોળ નાંખવો.
  3. વર્મિકમ્પોસ્ટ એટલે કે અળસિયાનું ખાતર નાખવું
  4. બિયારણને જે તે પાક મુજબ કલ્ચરનો પટ આપીને વાવવું

વર્મિકમ્પોસ્ટ ખાતર કેવી રીતે બનાવવું અને વાપરવું ?

વર્મિકમ્પોસ્ટ ખાતર સેન્દ્રિય કચરો, માટી, ગાયભેંસનું છાણ વગેરેના ઉપયોગ દ્વારા અળસિયાંનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવે છે. તે અંગેની વિશેષ માહિતી માટે અથવા આપના જીલ્લામાં આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક સાધવો. અળસિયાંનુ ખાતર પાકની વાવણી પહેલાં વાપરવાથી અનેકવિધ લાભો થાય છે. એક હેક્ટરે ૨.૫ ટન જેટલું ખાતર આપવાથી ફાયદો થાય છે.આ અંગેની વિશેષ માહિતી માટે પ્રાધ્યાપક અને વડા, એગ્રોનોમી વિભાગ બં.અ.કૃષિ મહાવિદ્યાલય આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦ (ફોન: ૦૨૬૯૨-૨૨૫૭૧૩/૨૨૫૭૧૪) ખાતે સંપર્ક કરવો.

ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદતી વખતે કેવી કાળજી લેવી જોઈએ ?

  1. ખાતર જે તે પાકમાં ભલામણ કરેલ જથ્થા મુજબ જે તે ગામની સહકારી મંડળી દ્વારા અથવા  જીઅએસએફસી/જીએનએફસીના ખાતરના ડેપો પરથી ખરીદવું જોઈએ.
  2. જંતુનાશક દવાઓ જે તે પાકમાં ભલામણ કરેલ હોય તે મુજબ જંતુનાશક દવાના માન્ય વિક્રેતા પાસેથી ખરીદવી જોઈએ. દવાના પેકિંગ ઉપર લખેલ એક્સપાયરી ડેટ જોઈને દવા ખરીદવી. જૂની દવા ખરીદવી નહિ.

દિવેલી ખોળ વાપરવાથી શું ફાયદો થાય ?

દિવેલીનો ખોળ એ સેન્દ્રિય ખાતર છે. તે વાપરવાથી જમીનની ભૌતિક સ્થિતિ સુધરે છે. જેથી જમીનમાં ભેજસંગ્રહશક્તિ વધે છે. પરિણામે જમીનની ઉત્પાદકતામાં વધારો થાય છે. દિવેલીના ખોળ રૂપે ખાતરો આપવાથી તેટલા પ્રમાણમાં રાસાયણિક ખાતરો ઓછા આપવા પડે છે. દિવેલીનો ખોળ જમીનમાં આપવાથી સુકારા રોગનું પ્રમાણ ઘટે છે.

કમ્પોસ્ટ ખાતર મુખ્યત્વે કઇ કઇ ચીજોમાંથી બને છે?

મુખ્યત્વે કચરાપૂંજામાં બિનઉપયોગી છોડ,પાન- ડાળીઓ નિંદણ અથવા તો માણસના મળ –મુત્રમાંથી બનાવવામાં આવે છે.

કમ્પોસ્ટ ખાતર બનાવવાની કઇ કઇ પધ્ધતિ છે?

ઇન્દોર , બેંગ્લોર, પડેગાંવ ફાઉલર વગેરે.

ક્યા ક્યા પાકોનો લીલો પડવાશ કરી શકાય ?

છાણીયા કે કમ્પોસ્ટણી ઉણપ જોય ત્યારે જમીનની ફળદ્રુપતા વધારવા માટે લીલા પડવાશનો આશરો લઇ શકાય. લીલા પડવાશ માટે શણ , ઇક્કડ , મગ, ચોળા,અડદ , શેવરી,ગ્લીરીસીડીયા વગેરે પાકો લઈ શકાય.

સ્ત્રોત: I-ખેડૂત

3.0
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top