વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

કૃષિ સહાય

આ વિભાગમાં કૃષિ સહાયની પ્રશ્નોતરી આપવામાં આવી છે

ધોરણ ૧૦ પછી કૃષિ માટેના અભ્યાસ વિષે માહિતી આપો?

ધોરણ ૧૦ પછી કૃષિના અભ્યાસ માટે ગુજરાતીમાં કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા સંચાલિત ૮ કૃષિ પોલીટેકનીક કાર્યરત છે (૧) આણંદ(જિ.આણંદ) (૨) વસો(જિ.ખેડા) (૩) ડીસા(જિ.બનાસકાંઠા) (૪) ખેડબ્રહ્મા(જિ.સાબરકાંઠા) (૫) અમીરગઢ(જિ.બનાસકાંઠા) (૬) ધારી(જિ.અમરેલી) (૭) મક્તમપુર(જિ.ભરૂચ) (૮) વ્યારા(જિ.તાપી)‌ આ અંગે ધોરણ ૧૦ ના પરિણામ બાદ સમાચારપત્રમાં જાહેરાત આવે તે મુજબ પ્રવેશ અંગેના ફોર્મ મેળવી કાર્યવાહી કરવી.

વેટરનરીમાં એડમિશન કયા ગૃપને મળે ?

વેટરનરી કોલેજમાં ધોરણ-૧૨ સાયન્સ(બી ગૃપ) માં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીને gsauca.in વેબસાઈટ ઓનલાઈન અરજી કર્યા બાદ મેરીટ પ્રમાણે પ્રવેશ મળે. વધુ માહિતી માટે આચાર્યશ્રી, વેટરનરી કોલેજ, આકૃયુ., આણંદ-૩૮૮૦૦૧   (ફોન: ૦૨૬૯૨,૨૬૧૪૮૬) નો સંપર્ક સાધવો.

સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો વિષે માહિતી આપશો.

ધોરણ-૧૨ માં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા આણંદ અને વસો ખાતે બી.એસસી. (એગ્રિકલ્ચર), આણંદ ખાતે બી.એસસી.(હોર્ટિકલ્ચર), બી.ટેક(ડેરી ટેકનોલોજી), બી.ટેક(એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેકનોલોજી), બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી તથા બી.ટેક(ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી), ગોધરા ખાતે બી.ટેક(એગ્રિકલ્ચરલ એન્જિયરિંગ), અને ધોરણ-૧૦ માં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટે આણંદ અને વસો ખાતે, એગ્રિકલ્ચર, વડોદરા ખાતે હોર્ટિકલ્ચર, દાહોદ ખાતે એગ્રિકલ્ચર એન્જિનીયરિંગ અને આણંદ ખાતે ન્યુટ્રિશન એન્ડ ડાયટેટિક્સ વિષયો અંગેની પોલીટેકનીકમાં પ્રવેશ મેળવી અભ્યાસ કરી શકે છે.

સ્ત્રોત: I-ખેડૂત

2.91666666667
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top