રાજય કક્ષાના ડાંગરના વિવિધ ચકાસણી અખતરાઓમાં વર્ષ ર૦૦૪–૦પ થી ર૦૦૮–૦૯ દરમયાન જી.એ.આર.–૧૩ની ચકાસણી કરવામાં આવેલ જેમાં તેણે લોકપ્રિય જાત જી.આર.–૧૧ કરતાં ૧૮.ર% જેટલું વધુ ઉત્પાદન મેળવેલ. રાષ્ટ્રિય કક્ષાના ડાંગરના ચકાસણી અખતરાઓમાં વર્ષ ર૦૦૮ અને ર૦૦૯માં સમગ્ર ભારતના ડાંગરના વિવિધ સંશોધન કેન્દ્રો ખાતે આ જાતની ચકાસણી કરવામાં આવેલ. જે પૈકી વર્ષ ર૦૦૮ માં આ જાત અંકુશ જાતો(ચેક વેરાયટી) કરતાં ૭.૬૦ થી ૧૧.૧ % વધુ ઉત્પાદન આપી ઉત્પાદકતામાં આગળ રહેલ તથા વર્ષ ર૦૦૯માં આ જાત અંકુશ જાતો કરતાં ૧પ.૪૦ થી પ૬.પ૬% વધુ ઉત્પાદન આપી ઉત્પાદકતામાં આગળ રહેલ.
મધ્યમ મોડી પાકવાની અવધી, ઝીણો દાણો, રોગ જીવાત સામે મધ્યમ પ્રતિકારકતા તથા રાંધવાની ઉત્તમ ગુણવત્તાને લીધે ઘણાં ઓછા સમયમાં આ જાત ડાંગર સાથે સંકળાયેલ ખેડૂત તથા વેપારી સમુદાયમાં ઘણી પ્રચલિત થયેલ છે. જેના ફળસ્વરૂપે જી.એ.આર.–૧૩ના બ્રીડર બીયારણની માંગ જી.આર.–૧૧(ગુજરાત–૧૭)ની સરખામણીએ ઘણી વધવા પામેલ છે.
મુખ્યચોખા સંશોધન કેન્દ્ર,આ.કૃ.યુ.,નવાગામ ખાતે જી.એ.આર.–૧૩નું બ્રીડર બીજનુંઉત્પાદન અને વેચાણ :
વર્ષ |
જી.આર.–૧૧ |
જી.એ.આર.–૧૩ |
ર૦૦૯–૧૦ |
પ૦૦૦ |
–– |
ર૦૧૦–૧૧ |
પ૦૦૦ |
૧૦૦૦ |
ર૦૧૧–૧ર |
૧૯પ૦ |
૧૦૦૦ |
ર૦૧ર–૧૩ |
૧૦૦૦ |
૧ર૦૦ |
ર૦૧૩–૧૪ |
રપ૦૮ |
રપ૦૦ |
ર૦૧૪–૧પ |
૧પ૦૦ |
ર૦૦૦ |
ર૦૧પ–૧૬ |
૧૧૦૮ |
રપ૦૦ |
ર૦૧૬–૧૭ |
૧૦૦૦ |
રપ૦૦ |
ર૦૧૭–૧૮ |
૧૪પ૦ |
૩પ૦૦ |
ઉપરોકત બ્રીડર બીયારણના ઉત્પાદન તથા વેચાણની માહિતી દર્શાવે છે કે જી.એ.આર.–૧૩ જાત ગુજરાત રાજયના ડાંગર પકવતા ખેડૂતોમાં પ્રચલિત થતી જાય છે. વાવેતર માટે બહાર પાડયાના વર્ષથી આ જાતના બજાર ભાવ સારા મળતા હોવાને લીધે પણ આ જાતની માંગ વધતી જાય છે. પડોશી રાજયો જેવા કે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન વગેરેમાં પણ આ જાતના બિયારણની માંગ જોવા મળેલ છે.
આત્મા ડાયરોકટોરેટ એન્ડ સમેતિ,કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા વર્ષ ર૦૧૭ માં પ્રકાશિત કરવામાં આવેલ ''ખેડૂતોની આવક બમણી કરવા અંગેના ૧૦૧ સાફલ્ય ગાથા''પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવેલ ખેડૂતશ્રી ભગવાનભાઈ નારણભાઈ પટેલ, મુ. બેચરી, તા. ઉમરેઠ, જી. આણંદએે ડાંગરની જી.એ.આર.–૧૩ જાતનું વૈજ્ઞાનિક પધ્ધતિથી વાવેતર કરીવર્ષ ર૦૧ર–૧૩માં હેકટરે ૮૪૮૦કિલોગ્રામ જેટલું વિક્રમી ઉત્પાદન મેળવેલ છે.
આમ, ડાંગરની વૈજ્ઞાનિક ભલામણ મુજબની ખેતી પધ્ધતિ તથા ભલામણ મુજબનું ખાતર અને સમજપૂર્વક પિયત વ્યવસ્થાપન અપનાવી જી.એ.આર.–૧૩ જાતની વાવણી કરવામાં આવેતો તે રાજયના ખેડૂતો માટે ખૂબ જ લાભદાયક છે. આ જાતના સર્ટીફાઈડ બીજ ઉત્પાદન પ્લોટ કરીને પણ રાજયના ખેડૂતો વધુ આવક મેળવી રહયા છે અને મેળવી શકે છે.મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર, આ.કૃ.યુ., નવાગામ ના વૈજ્ઞાનિકશ્રીને જી.એ.આર.–૧૩ જાત વિકસાવવા બદલ ગુજરાત એસોસીએસન ફોર એગ્રીકલ્ચરલ સાયન્સીસ (ગાસ), અમદાવાદ દ્વારા વર્ષ ર૦૧૪માં ''સદ્વિચાર પરીવાર'' એવોર્ડથી નવાજવામાં આવેલ.
છોડની ઉંચાઈ |
૧ર૭–૧૩૩ સે.મી. |
૧૦૦૦ દાણાનું વજન |
૧પ.૭ થી ૧૬.૬ ગ્રામ |
||||||||||||||||
કંટી ની લંબાઈ |
રર–ર૪ સે.મી. |
ચોખાની લંબાઈ |
પ.ર૬ મીમી |
||||||||||||||||
કંટીમાં દાણાંની સંખ્યા |
ર૯૦–૩૦૦ દાણા |
ચોખાની પહોળાઈ |
૧.૭૩ મીમી |
||||||||||||||||
પાકવાના દિવસો |
૧રપ – ૧૩પ |
રાંધવાની ગુણવત્તા |
સારી |
||||||||||||||||
દાણાનો પ્રકાર |
ફાઈન/ મીડીયમ સ્લેન્ડર. |
ઉત્પાદન |
પપ૦૦–૬પ૦૦કિ/હે. |
||||||||||||||||
રોગ પ્રતિકારક શકિત |
સુકારો,કંટીનો કરમોડી,પાનનો કરમોડી અને અંગારિયા સામેે મધ્યમ પ્રતિકારક શકિત ધરાવે છે. |
||||||||||||||||||
|
ચૂસિયા સામે જી.આર.–૧૧ થી ચઢીયાતી મધ્યમ પ્રકારની પ્રતિકારક શકિત ધરાવે છે. |
||||||||||||||||||
જીવાત પ્રતિકારક શકિત |
ર૦ થી રપ કિ/હે. |
||||||||||||||||||
બિયારણનો દર |
જુનના પહેલા પખવાડીયામાં ધરૂ નાંખ્યા તારીખ થી રપ–૩૦ દિવસ બાદ ફેર રોપણી કરવી. |
||||||||||||||||||
ધરૂ તેમજ ફેરરોપણીનો સમય |
રોપણીના ૧પ દિવસ પહેલાં જમીનમાં હેકટરે ૧૦ ટન મુજબ સારૂ કોહવાયેલ છાણિયુ ખાતર અથવા વીઘા દીઠ ૧૦ થી ૧ર કીલો બીજ વાપરી શણ અથવા ઈકકડનો લીલો પડવાશ રોપણીના ૧૦ દિવસ પહેલા દબાવીને કરવાથી વીઘા દીઠ ૧૮ કીલો નાઈટ્રોજન જમીનમાં ઉમેરાય છે. જમીનની સેન્દ્રિય પરિસ્થિતિ સુધરવાથી રાસાયણિક ખાતરનો પુરેપુરો પ્રતિભાવ પણ મળે છે અને પાકની વૃધ્ધિવિકાસ સારા થાય છે. ૧૦૦–રપ–૦૦ એન.પી.કે કિલો / હે. પ્રમાણે ખાતર આપવું. વીદ્યા દીઠ આપવાનો થતો ખાતરનો જથ્થો. (એમોનિયમ સલ્ફેટ અથવા યુરિયા ખાતર).
|
ર્ડા.ડી.બી.પ્રજાપતિઅનેર્ડા.એમ.બી.પરમાર
મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, નવાગામ–૩૮૭ પ૪૦ તા. જી.–ખેડા
Caution: The generated information’s may be varied with locations/environments and time to time
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020