સોયાબીન વૈજ્ઞાનિક જગતમાં ‘ગોલ્ડન બીન' ‘મિરેકલ બીન’ અને ‘યલો જવેલ” તેમજ “કઠોળ વર્ગના રાજા' તરીકે જાણીતું છે. વિશ્વમાં સોયાબીનનું ઉત્પાદન ૩૯ કરોડ મેટ્રિક ટન જ્યારે ભારતમાં ૧૦૮ લાખ મેટ્રિક ટન જેટલું છે. ગુજરાતમાં અંદાજે ૮૪000 હેકટર વિસ્તારમાં સોયાબીનનું વાવેતર થાય છે અને પ્રતિ વર્ષ તેમાં વધારો થતો જાય છે. પરંતુ દુઃખની વાત એ છે કે આટલો વાવેતર વિસ્તાર હોય છતાં સોયાબીનના ઉપયોગ વિષે ખૂબ જૂજ લોકો જાણે છે. જેથી કહી શકાય કે ગ્રામ્ય વિસ્તારમાં સોયાબીનનો ઉપયોગ લગભગ નહિવત છે.
આપણી ૧૨૭ કરોડની વસ્તીમાંથી ૨૦% વસ્તી કે જે ૦ થી ૬ વર્ષના વયજૂથની છે જેઓના વ્યવસ્થિત વિકાસ માટે સારા પોષણની જરૂરિયાત રહે છે. વળી જરૂરી ખોરાકની પૂર્તિ ન થઈ શકવાથી અથવા તેને ખરીદી ન શકવાને કારણે લગભગ ૫૦% જેટલી વસ્તી કુપોષિત રહે છે જેથી વસ્તીની પોષણ જરૂરિયાત સંતોષવા માટે ઓછા ખર્ચે પોષણ મળી રહે તે જરૂરી છે. જેથી સોયાક્રૂડ એન્ટરપ્રાઈઝની સ્થાપનાની માંગ રહે છે જેથી પ્રાથમિક પ્રોસેસિંગ કરેલ બનાવટો ઓછા ખર્ચે ઉપલબ્ધ કરી શકાય છે. અત્રે ગ્રામ્ય જીવનમાં સોયાબીનના મહત્ત્વ તથા ઉપયોગ વિષે માહિતી દર્શવેલ છે.
સોયાબીનમાં રહેલા પોષક તત્વો (અન્ય વનસ્પતિજન્ય પ્રોટીન ધરાવતા ખાદ્યપદાર્થની સરખામણી)
ખાધ પદાર્થ |
પ્રોટીન |
કાર્બોહાઈડ્રેટ |
કેલ્શિયમ |
લોહતત્ત્વ |
એનર્જી (શક્તિ) |
સોયાબીન |
૪૩.૨ |
૨૦.૯ |
૨૪૦ |
૧૦.૪ |
૪૩૨ |
તુવેર |
૨૨.૩ |
પ૭.૬ |
૭૩ |
૨.૭ |
૩૩૫ |
ચણા |
૧૭.૧ |
૬૦.૯ |
૨૦૨ |
૪.૬ |
૩૬૦ |
મગફળી |
૨૫.૩ |
૧૬ .૧ |
૯૦ |
૨.૫ |
પ૬૭ |
કોઠાને જોતાં ખ્યાલ આવે છે કે સોયાબીનમાં અન્ય ખાદ્યપદાર્થ કરતાં વધુ પ્રોટીન, કેલ્શિયમ તથા લોહતત્વ રહેલ છે જેથી સોયાબીનનો રોજીંદા ખોરાકમાં સમાવેશ કરવાથી કુપોષણ ઓસ્ટીઓપોરોસીસ (હાડકાં નબળા પડવા) તથા એનીમિયા જેવી બિમારીઓથી બચી શકાય છે.
સોયાબીનમાંથી વિવિધ પ્રકારની બનાવટો જેવી કે સોયાબીનનો લોટ, સોયાસોજી, વડી, ચકલી, લાડુ, સેવ, પકોડા, સોય દૂધ, દહીં, પનીર, બિસ્કીટ, કેક, તેલ વગેરે બનાવી શકાય છે જે પૈકી સોયા લોટ તથા સોયાદૂધની બનાવટની ઘરગથ્થ રીત અત્રે આપેલ છે.
નોંધ : સોયાબીનના લોટનો સંગ્રહ દોઢ થી બે મહિના સુધી કરી શકાય છે જેથી સૂકવેલા સોયાબીન રાખી મૂકી જ્યારે જરૂર હોય ત્યારે લોટ તૈયાર કરવો.
કૃષિગોવિધા માર્ચ-ર૦૧૮ વર્ષ : ૭૦ અંક : ૧૧ સળંગ અંક : ૮૩૯
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020