অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ખેતી ખર્ચ ઘટાડી આવકમાં વધારો કરો

દેશની મોટા ભાગની વસ્તી ખેતિ પર નિર્ભર છે.આજના ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજીના સમયમાં ખેતિમાંથી વધુ આવક મેળવવા માટે ચારે બજુથી પ્રચાર થઈ રહ્યો છે. વધુ ઉત્પદન મેળવવા ખેત સામગ્રીનો વધુ પડતો ઉપયોગ કરે છે. પરિણામે ખેડુતોના ખેતિ ખર્ચમાં વધારો થાય છે. ખેડુત ને ધારી આવક મળતી નથી અને સરવાળે ખેડુત નાસીપાસ થાય છે. આ પરિસ્થિતિનો ઉકેલ લવવા માટે નીચેની બાબતો પર વિચાર કરી ખેત ઉત્પાદનને અસર કર્યા વગર ખેતી ખર્ચ ઘટાડીને વધુ નફો મેળવી આવક વધારવી જોઈએ.

જમીન :

  • જમીનની તૈયારી પાછ્ળ થતો બિનજરૂરી વધુ પડતો ખર્ચ ટાળવો.
  • ખાતર એ બિયાઅણના સંયુક્ત વાવણિયાના ઉપયોગથી ખાતર ઓરવાનો વધારાનો ખર્ચ બચાવી શકાય છે. એક સાથે એક થી વધુ કામ કરી શકે તેવા ખેત ઓજારો વાપરવાથી , વાવણી, સમાર મારવો, પાળા બાંધવા વગેરે કામો એક સાથે થઈ જાય અને ખર્ચમાં ઘટાડો થાય.
  • ઢાળવાળી જમીનને ખુબ સપાટ કરવાના બદલે ટેરેસિંગ કરવાથી ટ્રેક્ટરના ખર્ચમાં ખુબ મોટી બચત થઈ શકે છે. આવી જમીનને સપાટ કર્યા વગર ફુવારા કે ટપક પદ્ધતિથી પિયત આપી શકાય.
  • બિનજરૂરી વારંવાર કરાતી આંતખેડથી ખેતિખર્ચમાં વધારો થાય છે.

બિયારણ :

  • શુદ્ધ, પ્રમાણિત, ખાત્રીવાળુ બિયારણ વાવણીના ઉપયોગમાં લેવું.
  • બિયારણનો દર યોગ્ય રાખવો, વધુ પડતું બિયારણ વાપરવાથી ખેતી ખર્ચ વધે છે.
  • ઘણા ખેડૂતો મગફળી જેવા પાકમાં વાવણી માટે ખુબ મોટા દાણા પસંદ કરે છે,  જેથી બિયારણ ખર્ચ વધે છે.
  • ઓછી સ્ફુરણશક્તિવાળુ બિયારણ વાપરવાથી છોડની સંખ્યા ઘટે છે, બીજનો દર વધુ રાખવો પડે છે અને ખેતિ ખર્ચમાં વધારો થાય છે.
  • બિયરણને ઉંડુ અથવા છિછરૂ વાવવાથી ઉગાવો ઓછો મળે અને ખેતી ખર્ચ વધે  છે. ફરી વાવણી કરવી પડે છે. જેથી નાના બિયારણને ઓછિ ઊંડાઈએ પરંતુ ભેજ મળી રહે તે રીતે તથા મોટા બિયારણને થોડા ઊંડા વાવવા જોઇએ.
  • સીડ કમ ફર્ટિલાઈઝર ડ્રિલ (સંયુક્ત વાવણીયા) થી વાવણી કરવાથી પાછળના ખર્ચમાં બચત થાય છે.
  • બીજને મવજત્ત આપીને વાવેતર કરવાથી સારો ઉગાવો મળે છે અને ખાલા પુરવાં જેવા વધારાના ખર્ચમાં બચત થાય છે. ફુગ, બેક્ટેરિયા તથા અન્ય સૂક્ષ્મજીવાણુઓથી થતા બીજજન્ય રોગોના નિયંત્રણ માટે ફૂગનાશક, જીવાણુનાશક તેમજ જંતુનાશક દવાઓનો બીજને પટ આપવો. દા.ત. કઠોળના પાકમાં કેપ્ટાન અથવા થાયરમ જેવી ફુગનાશક દવાનો એક કિલોગ્રામ બીજ દીઠ ૩ ગ્રામ દવાનો વાવણી પહેલા બીજને પટ આપવો જોઇએ .  ઘઊંમાં ઊધઈનો ઉપદ્રવ  અટકાવવા માટે ૧૦૦ કિલો બીજને ૯૫૦ મિ.લિ. ક્લોરપાયરીફોસ જંતુનાશક દવાનો વાવણી પહેલા પટ આપવો. ડાંગરના બેક્ટેરીયા રોગને નિયંત્રણમાં લેવા માટે એક કિ.ગ્રા. બીજને ૬ ગ્રામ સ્ટ્રેપ્ટોસાઈક્લીન જીવાણુનાશક દવાનો પણ આપવો.
  • વિશ્વાસપાત્ર સંસ્થા પાસેથી ભલામણ થયેલ જાતોનું બિયારણ પાકું બીલ મેળવીને ખરીદી કરવાથી છેતર્પીંડી અને ખોટા ખર્ચથી બચી શકાય છે.
  • શેરડી, બટાટા જેવા પાકોમાં યોગ્ય ટુકડા વાપરવાથી બિયારણ પાછળનો ખર્ચ ધટાડી શકાય છે.

પાકની જાત :

  • પાકની પસંદગી કર્યા બાદ વધુ ઉત્પાદન લેવા માટે પાકની સુધારેલી જાતો અથવા સંકર જાતો પસંદ કરવી.
  • રોગ પ્રતિકારક જાતો પસંદ કરવાથી રોગ જીવાતનો ઉપદ્રવ ઘટાડી શકાય છે અને ખેતી ખર્ચમાં ઘટાડો થય છે.
  • સૂકા વિસ્તારમાં પાણીની અછત સામે પતિકારક જાતોની પસંદગી કરવાથી પાણીની જરૂરીયાત ઘટાડી શકાય છે.

વાવણી સમસ :

  • દરેક પાકમાં સમયસર વાવણી ખૂબ જ અગત્યની છે. વહેલી અથવા મોડી વાવણી કરવાની જરૂર પડે ત્યારે કઈ જાત પસંદ કરવી તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. દા.ત. ઘઉંની સમયસર વાવણી (૧૫ નવેમ્બરની આસપાસ) માટે ઘઉં જી. ડબલ્યુ ૪૯૬, જી. ડબલ્યુ – ૫૦૩, જી . ડબલ્યુ – ૨૭૩, કલ્યાણસોના કે ઘઉં જી ડબલ્યુ – ૩૨૨ જેવી જાતોનું વાવેતર કરવામાં આવે છે. જ્યારે ચોમાસું પાકા મોદો પાકે અને ખેતર ખલી થયેલ ના હોય તેવા સંજોગોમાં ઘઉંનું વાવેત મોડું કરવાની ફરજ પડે તો ઘઉં સોનાલિકા, ઘઉં જી. ડબલ્યુ – ૪૦૫, જી. ડબલ્યુ -૧૭૩, જી. ડબલ્યુ – ૧૨૦ જેવી જાતોનું વાવેતર કરવાથી ઉત્પાદનમાં થતો ઘટાડો નિવારી શકાય છે.

વાવણી પદ્ધતિ :

  • એકમ વિસ્તાર દીઠ છોડની સંખ્યા જાળનવીને પાકનું ઉત્પાદન વધાવા પાકના વાવેતર બાદ છોડની પારવણી અને ખાલા પુરવા જરૂરિ છે.
  • ક્ષારવાળી જમીનમાં નીકપાળા પદ્ધતિ અપનાવી પાળાના મધ્ય ભાગે પાક વાવવાથી ક્ષારની અસર ઓછિ કરી ઉત્પાદન વધારી શકાય છે.
  • પૂકીને વાવવા કરતા ચાસમાં વાવવાથી ઉત્પાદન વધારા સાથે બિયારણની બચત થાય છે અને આંતરખેડ કરી નીંદામણ દૂર કરી શકાય છે.

ખાતર :

  • જે તે પાકને કેટલા ખાતરો (તત્ત્વો) ની જરૂરીયાત છે,  તે જમીન ચકાસણીની ભલામણ મુજબ સોઈલ હેલ્થ કાર્ડના આધારે નક્કી કરીને જરૂરીયાત હોય તેટલા જ ખાતરો આપવાં.
  • ખાતરની કુલ જરૂરીયાતની ગણતરી કરી કુલ જરૂરીયાતના તત્વોના ૬૫ ટકા તત્વો રસાયણિક  ખાતરો માંથી ૨૫ ટકા તત્વો સેન્દ્રિય ખાતરોમાંથી અને ૧૦ ટકા તત્વો જૈવિક ખતરોમાંથી મળે તેવું આયોજન કરવું જેથી જમીનની તંદુરસ્તી જળવાઈ રહેશે અને ખેતી ખર્ચ ઘટશે. કઠોળ તથા તૈલી વર્ગના પાકો, મરીમશાલા અને શાકભાજીના પાકો કે જેમાં રાસાયણિક ખાતરની જરૂરીયાત ઓછી હોય તેવા પાકોમાં ફક્ત સેન્દ્રિય ખતરો જેવા કે છણિયું ખાતર, વર્મિકમ્પોસ્ટ, દિવેલી ખોળ કે પ્રેસમડ વાપરવું જેથી આર્થીક બચત સાથે જમીનની ફળદ્રુપતા જાળવી શકાય છે.
  • ફોસ્ફરસ કે પોટાશયુક્ત ખાતરો વાવણી વખતે  જ આપવાં, પાછળથી પૂર્તિ ખાતર તરીકે આપવા નહી.
  • જમીનમાં અલભ્ય ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં રૂપાંતરીત કરવા પીએસબી કલ્ચરની માવજત આપવી.
  • રાસાયણિક ખાતરો ચાસમાં ઊંડે ઓરીને મૂળ વિસ્તારમાં આપવાથી ખાતરની કાર્યક્ષમતા વધે છે.
  • પાકને પિયત આપ્યા બાદ અથવા જમીનમાં પુરતો ભેજ હોય ત્યારે પૂર્તિ ખાતર તરીકે યુરિયા આપવું.
  • પાક પીળો પડ્યો હોય ત્યારે તેના સચોટ કારણો જાણ્યા વગર બિનજરૂરી રીતે યુરિયા કે એમોનીયમ સલ્ફેટ ખાતરોનો વપરાશ કરવો નહી.
  • તમાકુ, શેરડી, ડાંગર, કપાસ, કેળ જેવા પાકમાં બિનજરૂરિ પૂર્તિ ખાતરો આપવા નહીં.
  • પાકમાં જે સૂક્ષ્મતત્વની ઉણપ હોય તે અંગે જમીન ચકાસણી કરાવીને અથવા કૃષિ નિષ્ણાંત પાસે ખત્રી કરાવીને તે જ સૂક્ષ્મતત્વનો ઉપયોગ કરવો. બિનજરૂરી એકથી વધુ તત્વોવાળા બજારમાં મળતા સંયુક્ત ગ્રેડના તત્વો વાપરવાથી ખોટો ખર્ચ થાય છે.
  • બજારમાં મળતા સેન્દ્રિય ખાતરો તથા વર્મિકમ્પોસ્ટ ખરીદવા ખુબ જ મોંઘા પડે છે. તેથી ખેતીના ખચરામાંથી જાતે કમ્પોસ્ટ ખાતર બનાવીને વાપરવું.
  • બજારમા તૈયાર મળતા પાણી સાથે જમીનમાં રેડવાના પ્રવાહી સૂક્ષ્મતત્વો તથા મૂળનો વિકાસ કરે તેવી વર્ધક દવાઓ/હોર્મોન્સની વૈજ્ઞાનિક ભલામણો મોટા ભાગે થયેલ નથી . આથી આવી ખેત સામગ્રીનો વપરાશ કરવાથી ખેતિ ખર્ચમાં ખૂબ જ વધારો થાય છે.
  • વાવણી અગાઉ ઉનાળાની ગરમીમાં રાસાયણિક ખાતરો જમીનમાં ઓરવાથી ખાતરનો બગાડ થાય છે અને ખેતિ કર્ચમાં વધારો થાય છે.
  • રાસાયણિક ખતરો યોગ્ય પદ્ધ્રતિથી વાપરવાથી તેની પાછળ ખર્ચેલા નાણાનું પુરેપુરૂ વળતર મળે છે. ખાતરનો વ્યય અટકે છે. ખેતી ખર્ચ ઘટે છે. ઉત્પાદન વધે છે જેથી રાસાયણિક ખાતરોને જામીનમાં ભેજ હોય ત્યારે જ આપવા અને આપ્યા પછી જમીનમાં ભેળવી દેવાં.
  • ઘણા ખેડૂતો વિદેશથી આયાત થયેલા સંયુક્ત ગ્રેડના ઓગળી શકાય તેવા ખાતરો ઊભા પાકમાં છાંટતા હોય છે જેનાથી પાક ઉત્પાદનમાં ખાસ વધારો થતો નથી. પરંતુ ખેતી ખર્ચમાં ઘણો વધારો થાય છે.
  • રાઈઝોબિયમ, એઝેટોબેક્ટર, એઝોસ્પાયરીલમ ફોસ્ફેટ કલ્ચર જેવા ખુબ જ ઓછ ખર્ચે મળતા જૈવિક ખાતરોનો વપરાશ અવશ્ય કરવો જેથી રસાયણિક ખાતરના ખર્ચમાં ઘટાડો થાય. આમ નજીવી કિંમતમાં મળતા જૈવિક ખાતરો વાપરવાથી લગભગ ૨૫ ટકા રાસાયણિક ખાતરોની બચાત થઈ શકે છે.
  • બજારમાં વિવિધ પ્રકાઅના રાસાયણિક ખાતરો મળતા હોય છે. આવા ખાતરોમાં તત્વના રૂપમાં એક કિલો તત્વની કિંમત કેટલી છે તે જાણીને ખાતરની પસંદગી કરવી અને તેની સમજ ન હોય તો વિક્રેતા પાસેથી જાણકારી મેળવવાથી ઘણી જ બચત થાય છે દા.ત. નાઈટ્રોજન તત્વ માટે સસ્તુ પડે છે.
  • તૈલી કે કઠોળ વર્ગના પકો માટે સલ્ફર તત્વ  ધરાવતા ખાતરો ( જિપ્સમ કે સિંગલ સુપર ફોસ્ફેટ) નો ઉપયોગ કરવો.

પિયત :

  • ટપક અને ફુવારા પદ્ધતિથી પાણીના વપરાશમાં બચત થાય છે તથા લાંબા ગાળે આ પદ્ધતિ ફાયદાકારક બને છે.
  • એન્જીન પંપસેટમાં ઊર્જાનો બચાવ થાય તે રીતે યોગ્ય સાઈઝની પાઈપો વાપરવી.
  • પાણીનોં વહન કરવા કાચી નીકોના બદલે સીમેન્ટ/એચડેપીઈ પાઈપલાઈન વાપરવાથી પાણીની બચત થાય છે.
  • જમીનની ભેજસંગ્રહ શક્તિ વધારવાથી પિયત પાણીની બચત થાય છે.
  • જમીનની પ્રત, પાક અને હવામાન મુજબ પાણીનો વપરાશ કરવો.
  • બિનજરૂરી વધુ પિયત આપવા નહીં. સામાન્ય રીતે પાકની ડાળીનો વિકાસ, ફૂલ આવવા, દાણા બેસવાની  અને દાણાના વિકાસની અવસ્થાએ પાકને પિયત આપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે. ઘઉં, શેરડી, કપાસ વગેરે પાકોને પાણીની જરૂરીયાત વધારે હોય છે. મગફળી જેવા પાકમાં ૫૦ ટકા પ્રાપ્ય ભેજ અવસ્થાએ પિયત આપવાથી સારૂં ઉત્પાદન મળે છે. કપાસના પાકમાં છોડ ઉપર્ના જીંડવા ૨૦ દિવસના હોય ત્યારે પાણી આપવામાં આવે તો નાના જીંડવા ખરી પડે છે. ઘઉંનો પાક પાકવાની તૈયારીમાં હોય ત્યારે જો પાણી આપવામાં આવે તો ઘઉંના દાણામાં પોટીયાપણાનું પ્રમાણ વધે છે. જીરૂ અને ઈસબગુલ પાકમાં પાણીનો જથ્થઓ વધુ પ્રમાણમાં આપવામાં આવે તો રોગનું પ્રમાણ વધવાથી ઉત્પાદન પર ઘણી માઠી અસર થાય છે. વધુમાં, પાણીની ખુબ જ અછત હોય તો પાકની કટોકટીની અવસ્થાઓનું ધ્યાન રાખી પાણી આપવાથી વધુ નુકશાન થતું અટકાવી ઉત્પાદનને જાળવી આર્થિક લાભ મળે છે.
  • એકાંતરા પાટલે પિયત આપવાથી પિયત પાણીની બચત થાય અને રોગ-જીવાત/ નીંદણ નિયત્રણમાં રાખી શકાય.
  • સેન્દ્રિય કચરા (ઘાસ, પાન કે પરાળ) ને પાકની બે હાર વચ્ચે પાથરીને તેનો આવરણ તરીકે ઉપયોગ કરવાથી પિયતનિ સંખ્યા ઘટાડી શકાય છે અને નીંદણ નિયંત્રણ પણ થાય છે.
  • જોડિયા હારમાં વાવેતર કરવં.
  • નીક – પાળા પધ્ધતિ અપનાવવી.
  • જમીનનો ઢાળ યોગ્ય રાખવો જેથી પિયત સહેલાઈથી આપી શકાય.
  • ક્યારા ખુબ લાંબા ના રાખવા, લાંબા ક્યારા રખાવાથી નિતર દ્વારા જમીનમાં ઉંડે ઉતરી જાય છે અને પાણીનો બગાડ થાય છે.
  • જમીનમાં સેન્દ્રિય ખાતરો ઉમેરી જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધારવી.

નીંદણ નિયત્રણ :

  • જો બાયો–હર્બીસાઈડ જેવા નિંદણનાશકો નીંદણ નિયંત્રણ માટે વાપરવામાં આવે તો સરવાળે નીંદણ નિયંત્રણનો ખર્ચ ધટાડી શકાય છે.
  • નીંદણ નિયંત્રણ માટે પાક ફેરબદલીનો ખ્યાલ રાખવાથી પણ મહ્દઅંશે નીંદણ નિયંત્રણ કરી શકાય છે. જેમકે ધાન્ય પાકો પછી કઠોળ વર્ગના પાકો કે જે જમીન ઉપર ઝડપથી પથરાય છે તથા નીંદણને નિયંત્રણમાં રાખે છે તેવા પાકોની પસંદગી કરી શકાય.
  • નીંદણનાશક દવાઓ પિયતના પાણી સાથે નીકમાં ટીપે ટીપે આપવાથી પ્રમાણ જળવાતુ નથી અને દવાની અસરકારકતા ઓછી થાય છે તેથી દવાના ખર્ચમાં વધરો થાય છે. માટે દવાઓનો પંપથી છંટકાવ કરીને જ ઉપયોગ કરવો. ધરો – ચીઢો વગેરે જેવા બહુવર્ષાયુ નીંદણોના નિયંત્રણ માટે ગ્લાય્ફોસેટ જેવી નીંદણનાશક દવાઓનો ઉપયોગ કરવો.

રોગ – જીવાત નિયંત્રણ :

  • રોગ અને જીવાતને ઓળખ્યા પછી જ તેના નિયંત્રણ માટેના પગલા લેવા.
  • યોગ્ય જંતુનાશક દવાની પસંદગી કરવી.
  • પંપમાં ભલામણ કરતા વધારે દવા ન નાખવી.
  • એક સાથે એક કરતા વધુ દવા મિશ્ર કરીને છાંટવાથી ખર્ચ વધે છે.
  • પાકનો ફાલ વધારવા કે કુણપ ( કુમાશ) વધારવા અજાણ્યા ભલામણ ન થયેલા હોર્મોન્સ/વર્ધકો/દવાઓ છાંટવાથી ખેતી ખર્ચ વધે છે જેથી પુરતી સમજ વગર હોર્મોન્સનો ઉપયોગ કરવો નહી.
  • દવાઓની અસરકારકતા વધારવા માટે દવાના પંપમાં સાબુનું દ્રાવણ અથવા બજારમાં મળતા સ્ટિક ભેળવવાથી ખર્ચેલા નાણાનું પુરૂ વળતર મળે છે.
  • દવા છાંટવાના સાધનોની યોગ્ય જાળવણી કરવાથી દવા પાછળ કરેલ ખર્ચના નાણાંનો વ્યયવ્યય અટકાવી શકાય છે.
  • પંપમાં દવાનો જથ્થો ભલામણ મુજબ જ વાપરવો અને હેક્ટર દીઠ પાણીનું યોગ્ય પ્રમાણ રાખવું.
  • ઘણા ખેડૂતો ખુબ ઓછી માત્રામાં જીવાત હોય તો પણ દવા છાંટે છે,  જેથી ખર્ચ વધે છે. ક્ષમ્યમાત્રા ધ્યાનમાં લઈને દવાનો જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.
  • રોગ – જીવાતના નિયંત્રણ માટે ફક્ત દવાનો ઉપયોગ ન કરતાં સંકલિત રોગ–જીવાત નિયંત્રણનો અભિગમ અપનાવો. આમાં દવાના ઉપયોગ સાથે સાથે ફેરોમેન ટ્રેપ, પરજીવી અને પરભક્ષી જીવો–કીટકોનું સંરક્ષણ તથા વનસ્પતિજન્ય દવાઓનો ઉપયોગ કરવાથી ઓછા ખર્ચે વળતર વધુ મળે છે.
  • દવાના છંટકાવ વખતે ખેડૂતો માત્ર ઉપરના પાંદડામાં જ દવા છાંટે છે. આથી ઉપર–નીચે છોડ પાછળ કરેલ ખર્ચનું પુરૂ વળતર મળે છે.
  • પાવર સ્પ્રેયર/ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર વાપરવાથી હાથ પંપ કરતા દવા છાંટવાથી મજૂરી ખર્ચમાં બચત થાય છે.
  • કાતરા, ધૈણ વગેરે જીવાતોનો નિયંત્રણ માટે પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી દવા પાછળનો ખર્ચ ઘટાડી શકાય છે.
  • ઊધઈ તથા અન્ય જમીન જન્ય જીવાતોના નિયંત્રણ માટે જમીનમાં નાખવાની દવા ઉંડે આપવાથી ખર્ચેમા નાખાનું પુરૂ વળતર મળે છે.
  • દવા છાંટવાનોં કામ ખેતમજૂરોના ભરોસે છોડવાને બદલે ખેડૂતે પોતાની હાજરીમાં જરૂરી માર્ગદર્શન હેઠળ કરાવવાથી ખર્ચેલા નાણાંનું પુરેપુરૂ વળતર મળે છે, વળી વારંવાર દવાના છંટકાવમાંથી મુક્તિ મળે છે.
  • બજારમાંથી તૈયાર મળતી લીમડામાંથી બનાવેલ જંતુનાશક દવાઓના બદલે લીંબોળીના મીંજ, પાન, તેલનો ઉપયોગ કરીને ખેતી ખર્ચમાં ઘટાડો કરી શકાય છે.
  • સંકલિત જીવાત નિયંત્રણ વ્યવસ્થા અપનાવવાથી જંતુનાશક દવાના ખર્ચેમાં ઘટાડો થાય છે.

કાપણી અને સંગ્રહ :

  • પાકની યોગ્ય પરિપક્વ અવસ્થાએ કપાની કરવી.
  • કાપણીમા મોડું કરવાથી દણા ખરી પડે છે અને દાણાની ગુણવત્તા ઘટે છે.
  • વહેલી કાપણી કરવાથી દાણાનું વજન ઓછું મળે છે, દાણા ચીમળાયેલા રહે છે અને ગુણવત્તામાં ઘટાડો થાય છે.
  • કાપણી માટે હર્વેસ્ટર, રીપર, થ્રેસર જેવા યંત્રોનો ઉપતયોક કરવાથી મજૂરી ખર્ચમાં ઘટાડો થાય છે.
  • ખેતપેદાશનું ગ્રેડિંગ કરીને સંગ્રહ કરવાથી સારો બજાર ભાવ મેળવી શકાય છે.
  • દાણામાં ૮ થી ૧૦ ટકા ભેજ રહે ત્યાં સુધી સુકવીને સંગ્રહ કરવાથી કોઠારમાં સંગ્રહ દરમ્યાન નુકશાન કરતી જીવાતોનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.
  • સંગ્રહ દરમ્યાન ઉંદરથી થતું નુકશાન અટકાવીને આવકમાં વધારો કરી શકાય છે.

ખેતપેદાશોનું વેચાણ :

  • ખેત પેદાશોના વેચાણ માટે ખેત ઉત્પન્ન  બજાર સમિતિ અથવા સહકારી સંસ્થામાં જ વેચાણનો આગ્રહ રાખવો.
  • નવા પાકો દાખલ કરેલ હોય અને બજારની વ્યવસ્થાની જાણકારી ન હોય ત્યાં કોન્ટ્રેક્ટ ફર્મિઁગની વ્યવસ્થા હેઠળ ત્રિ–પક્ષીય કરારો કરવાથી વેચાણનો પ્રશ્ન હલ કરી શકાશે.
  • સજીવ ખેતી દ્વારા મળેલ ખેત ઉત્પાદનની પ્રમાણિત કરાવવા યોગ્ય એજન્સીઓનો સંપર્ક કરી પ્રમાણપત્ર મેળવવું.
  • સજીવ ખેતી દ્વારા મળેલ ખેત ઉત્પાદનના વેચાણ માટે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓ મારફત વેચાણ કરવાથી વધુ આવક મેળવી શકાય.

ખેત ઉત્પાદનની મૂલ્ય વૃદ્ધિ :

  • નાના પાયે નજીકના સ્થાનિક બજારની ઉપલબ્ધિ અને માંગ મુજબ કુટીર ઉદ્યોગ તરીકે ખેત ઉત્પાદનની રૂપાંનરણ પ્રક્રિયા હાથ ધરવાથી આવકમાં ઘણો જ વધાઓ થઈ શકે.
  • આ માટે તાંત્રિક માર્ગદર્શન, લોન. સહાય વગેરે સ્થાનિક બેન્કો, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો વગેરે તરફથી ઉપલબ્ધ હોય છે.
  • ખેડુતો નાના પાયે ચણા, મામરા, પૌવા, પાપડ, ખારી સીંગ, ફરસાણ, પેકિંગ કરેલા ખાદ્ય મસાલા, અથાણાં, ફળો અને શાકભાજીની વિવિધ બનાવટોનો ગૃહ ઉદ્યોગ વિકસાવી વધારાની આવક મેળવી શકે અને તેનાથી કુટંબના સભ્યોને રોજગારી પણ ઉપલબ્ધ થઈ શકે.

ધિરાણ :

  • સહકારી મંડળી, ગ્રામીણ બેંક કે રાષ્ટ્રીયકૃત બેંકમાંથી જ ધિરાણ મેણવવાનો આગ્રહ રાખવો અને બિનઅધિકૃત ધિરધાર કરનાર શાહકારો પાસેથી વ્યાજે નાણાં લેવા નહી. કિસાન ક્રેડિટ કાર્ડ અપનાવવા.

ડૉ. કે.ડી. મેવાડા, ડૉ. એમ. વી. પટેલ, ડૉ. એન. વી. સોની, ડૉ. ડી. ડી. પટેલ, ડૉ. મહેશ આર પટેલ – એગ્રોનોમી વિભાગ, બં, અ. કૃષિ મહાવિદ્યાલય,આણંદ કૃષિ યુનિવર્ષિટી આણંદ

સ્ત્રોત : કૃષિ ગોવિદ્યા , ડિસેમ્બર – ૨૦૧૪ વર્ષ : ૬૭ અંક : ૮ અળંગ અંક : ૮૦૦

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate