વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

કૃષિ મહોત્સ​વ

કૃષિ મહોત્સ​વ માટેની માહિતી આપેલ છે

રાજયના ખેડૂતોનનું કૃષિ ઉત્પાદન પાંચ વર્ષમાં બમણું કરવાના ઉદેશ સાથે સૌ પ્રથમ વર્ષ-૨૦૦૫-૦૬માં કૃષિ મહોત્સવ-૨૦૦૫ તરીકે શરૂઆત કરવામાં આવી. કૃષિ મહોત્સવ રાજય સરકારનો એક માસ લાંબો અને ઘનિષ્ટત વિસ્ત૫રણ કાર્યક્રમ છે. કૃષિ મહોત્સવ દરમ્યાન કૃષિ વૈજ્ઞાનિકશ્રી ઓ, અધિકારીશ્રીઓ અને પદાધિકારશ્રીઓ ધ્વારા કૃષિ રથના માધ્યમથી રાજયના તમામ ગામની મુલાકાત લઇ આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે છે. કૃષિ મહોત્સવ-૨૦૦૫ ના આયોજનથી રાજયમાં કૃષિ ક્ષેત્રે સફળતાનો પાયો નંખાયેલ છે આ મહોત્સવનું ખુબજ સારૂ પરિણામ જોવા મળતાં રાજય સરકારશ્રી દર વર્ષે કૃષિ મહોત્સવનું આયોજન કરી ખેડૂતોને માર્ગદર્શન પુરૂ પાડેલ છે.

કૃષિ મહોત્સવમાં ગામડાઓની મુલાકાત દરમ્યાન ખેડૂતોને વૈજ્ઞાનિક અને આધુનિક ખેતી પધ્ધતિ, બજાર અને માંગ આધારિત ખેતી, ટકાઉ ખેતી, સેન્દ્રિય ખેતી, કૃષિમાં યાંત્રિકરણ, સૂક્ષ્મ પિયત પધ્ધતિ, પાકોનું મુલ્યવર્ધન તેમજ કૃષિ આનુસાંગિત બાબતો અંગે રૂબરૂ માર્ગદર્શન આપવામાં આવે છે. સરકારશ્રીની વિવિધ ખેડૂતલક્ષી સહાય યોજનાઓનું અમલીકરણ પણ કરવામાં આવે છે.

કૃષિ મહોત્સવ -૨૦૧૨ અને ૨૦૧૩ તાલુકા પંચાયત સદસ્યની બેઠક મુજબ કલ્સ્ટરવાઈઝ બેઠકના ગામમાંથી કોઈપણ એક ગામ પસંદ કરી આખા દિવસનો કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં પસંદ કરેલ ગામમાં તાલુકા સદસ્ય બેઠકના અન્ય ગામોના ખેડૂતો અને લોકોને સાંકળવામાં આવેલ હતા.

યોજનાનો લાભ કોણ લઈ શકે?

રાજ્યના તમામ ખેડૂત ભાઇઓ અને મહિલા ખેડૂતો લાભ લઇ શકે છે.

યોજનામાં મળતા લાભો

કૃષિ મહોત્સવમાં વિના મુલ્યે કૃષિ, બાગાયત અને પશુપાલન કીટ્સ વિતરણ, ખેડૂતોને વૈજ્ઞાનિક અને આધુનિક ખેતી પધ્ધતિ, સેન્દ્રિય ખેતી, કૃષિમાં યાંત્રિકરણ, સૂક્ષ્મ પિયત પધ્ધતિ, પાકોનું મુલ્યવર્ધન તેમજ કૃષિ આનુસાંગિત બાબતો અંગે રૂબરૂ માર્ગદર્શન તેમજ યોજનાકીય માહિતી વિશે જાણકારી મળી રહે છે.

યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકાય

કૃષિ મહોત્સવ દરમ્યાન કૃષિરથ સાથે કૃષિ અધિકારીશ્રીઓ અને કૃષિ વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા દરેક ખેડૂતોને ખેતી વિષયક તેમજ સરકારશ્રીની યોજનઓ અંગે માર્ગદર્શન/જાણકારી ઘર આંગણે આપવામાં આવે છે.

વિહંગાવલોકન

 

યોજનાની સિધ્ધિ અને સફળવાર્તાઓ

યોજનાના સંબધિત ઠરાવ અથવા અરજીપત્રક

સ્ત્રોત: ખેતી નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય
3.06
ભલગામા કલ્પેશ કુમાર Oct 22, 2017 07:44 PM

કૃષિ મહોત્સવ ની માહિતી ક્યાથી
મળે sms થી જાણકારી મળી શકે?
મારો mobile no 94*****10

ghansyam Jun 23, 2016 11:11 PM

Sharusr

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top