હોમ પેજ / સમાજ કલ્યાણ / સિનિયર સિટિઝન કલ્યાણ / પેન્શનર્સ માટે જીવન પ્રમાણ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ શું છે?
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પેન્શનર્સ માટે જીવન પ્રમાણ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ શું છે?

જીવન પ્રમાણ વિશેની માહિતી

તાજેતરમાં પેન્શનર્સ માટે જીવન પ્રમાણના નામથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટનો પ્રારંભ કરાવ્યો છે. આધાર કાર્ડના આધાર પર કહી શકાય કે આ સુવિધાનો લાભ દેશના અંદાજે 1 કરોડ જેટલા પેન્શનર્સને મળશે.
નોંધનીય છે કે આ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ - જીવન પ્રમાણ પેન્શનર્સ દ્વારા દર વર્ષે નવેમ્બરમાં જમા કરાવવા પડતા હયાતીના પુરાવાના બદલામાં કામ લાગશે. હયાતીનો પુરાવો આપ્યા બાદ જ નવા વર્ષથી પેન્શન બેંક ખાતામાં જમા થાય છે. જો આ પુરાવો આપવામાં ચૂક થાય તો પેન્શન આવતું બંધ થઇ જાય છે.
આ માટે ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઇટી દ્વારા એક એવી સોફ્ટવેર એપ્લિકેશન વિકસાવવામાં આવી છે જેની મદદથી પેન્શનરનો આધાર નંબર રેકોર્ડ થાય છે. આ ઉપરાંત તેના મોબાઇલ ડિવાઇસ કે કોમ્પ્યુટર પરથી બાયોમેટ્રિક રિડિંગ ડિવાઇસની મદદથી બાયોમેટ્રિક ડિટેઇલ્સ પણ વાંચી શકાય છે. પેન્શનરની મુખ્ય વિગતોમાં તારીખ, સમય અને બાયોમેટ્રિક વિગતો અપલોડ કરવામાં આવે છે. આ વિગતો સેન્ટ્રલ ડેટાબેઝમાં રિયલ ટાઇમને આધારે જમા થાય છે. જેના આધારે પેન્શન ડિસબ્રશિંગ એજન્સીને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ આપવા માટે માહિતી મળે છે. તેના કારણે એ પણ સાબિત થાય છે કે પ્રમાણિત એટલે કે ઓથેન્ટિકેશન સમયે પેન્શનર જીવિત છે. આ પહેલા પોતાની હયાતી સાબિત કરવા માટે વ્યક્તિએ પેન્શન ડિસ્ટ્રીબ્યુશન એજન્સીમાં રૂબરૂ જઇને પોતાની હયાતીનું પ્રમાણ આપવું પડતું હતું. અથવા તો સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ (સીપીએઓ) દ્વારા પ્રમાણિત એજન્સીમાંથી હયાતીનું પ્રમાણપત્ર લાવી આપીને પુરું પાડવું પડતું હતું. વર્તમાન સમયમાં દેશમાં કેન્દ્ર સરકારના અંદાજે 50 લાખ જેટલા લોકો પેન્શન મેળવે છે. રાજ્ય અને સંઘ પ્રદેશના પેન્શનપાત્ર કર્મચારીઓની સંખ્યા પણ અંદાજે તેટલી જ થવા જાય છે. અંદાજે 25 લાખથી વધુ લશ્કરી જવાનો પેન્શન મેળવી રહ્યા છે. આધાર કાર્ડને કારણે તેમની મુશ્કેલી ઘટી છે.

જીવન પ્રમાણના લાભ

  1. દર વર્ષે હયાતીની સાબિતી આપતું સર્ટિફિકેટ નવેમ્બર મહિનામાં જમા કરાવવાની જરૂર રહેતી નથી.
  2. અંદાજે 1 કરોડ પેન્શનર્સને લાભ
  3. આધાર કાર્ડ આધારિત
  4. આપોઆપ સાબિત કરે છે કે ઓથન્ટિકેશન સમયે પેન્શનર જીવિત છે.
  5. કેન્દ્ર સરકારના 50 લાખ કર્મીઓને લાભ
સ્ત્રોત: વનઇન્ડિયા
3.05555555556
ચંદ્રકાંત પટેલ Sep 07, 2019 05:57 PM

આ યોજના માં કેવી રીતે જોડાઈ શકા ય .તેની માહિતી ક્યાં થી મળે .ફોમ ક્યાં થી અથવા કઈ વેબ સાઇટ પરથી મળે .

જીજ્ઞેશ લાખાણી Aug 13, 2019 02:21 PM

આ યોજના કોને મળવાપાત્ર છે અને આ યોજના ના લાભ કયાથી મળશે આ યોજના માટે શુ પ્રોસેસ હોય છે તે જણાવવા વીનંતી

મહેનદૂસિહ પરમાર Mar 05, 2019 03:00 PM

આ યોજના કોને મળે એને કય રીતે મળે

Rangani Rakeshbhai G Jan 03, 2019 04:21 PM

યોજના ક્યાં થી મળશે

Raval keshabhai VELABHAI Aug 10, 2018 05:28 PM

વૃદ્ધા પેન્શન યોજના

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top