অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સ્ત્રીભૃણ હત્યા

સ્ત્રી ભૃણહત્યા એ સ્ત્રી બાળકની હેતુપૂર્વક કરવામાં આવતી હત્યા છે. જેની પાછળનું કારણ છે સ્ત્રી બાળકના જન્મ સાથે સંકળાયેલ નીચા મૂલ્યો. જેથી પુરુષ બાળકનો વધુ આગ્રહ રખાય છે.

સ્ત્રી ભૃણહત્યાની વાસ્તવિકતાઓ

  • યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ)ના એક તાજેતરના અહેવાલ મુજબ ભારતમાં પદ્ધતિસરના લિંગભેદને કારણે આશરે 5 કરોડ મહિલાઓ ખોવાયેલ છે.
  • વિશ્વના મોટાભાગના દેશોમાં, દર 100 પુરુષ બાળકે 105 મહિલા બાળકોનો જન્મ થાય છે.
  • ભારતની વસ્તીમાં દર 100 પુરુષે માત્ર 93 મહિલાઓ છે
  • યુનાઈટેડ નેશન્સ જણાવે છે કે ભારતમાં દૈનિક રીતે  ન જન્મેલી 2000 બાળકીઓની હત્યા થાય છે.

છૂપો ભય

ભારતમાં સ્ત્રી ભૃણહત્યા વધવાના કારણે સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જેવી કે જાતીય હિંસા, બાળ શોષણ અને પત્નીની વહેંચણી વગેરે. યુનાઈટેડ નેશન્સે આ વાતની ચેતવણી આપી છે. આનાથી સામાજિક મૂલ્યો પર વિપરિત અસર પડી શકે છે અને તેના કારણે આફતની પરિસ્થિતિ સર્જાઇ શકે છે.

કારણો

જોકે સ્ત્રી પ્રત્યેનો ભેદ માત્ર ગરીબ કુટુંબો પુરતો જ રહયો નથી. ભેદભાવનુ મોટુ કારણ સામાજિક માન્યતાઓ અને સામાજિક રિવાજો રહ્યુ છે. જો સ્ત્રી ભૃણહત્યા અટકાવવી હોય તો આ રિવાજોને પડકારવા અને નાબૂદ કરવા જરૂરી છે.

ભારતમાં સ્ત્રી ભૃણહત્યા માટે સામાજિક-આર્થિક કારણો જવાબદાર છે. ભારતમાં કરવામાં આવેલ અભ્યાસો સ્ત્રી ભૃણહત્યા માટે જવાબદાર મુખ્ય ત્રણ કારણોનો નિર્દેશ કરે છે, જે છે આર્થિક ઉપયોગિતા, સામાજિક ઉપયોગિતા અને ધાર્મિક રિવાજો.

  • આર્થિક ઉપયોગિતા પરના અભ્યાસો જણાવે છે કે દીકરીઓ કરતા દીકરાઓની કુટુંબમાં ખેત મજૂરી, કુટુંબના ધંધા-વ્યાપાર, વેતન કમાવવા અને મોટી ઉંમરે ટેકો આપવામાં વધુ શક્યતા છે.
  • લગ્ન બાબતે દીકરો હોય તો વહુ કુટુંબમાં વધુ એક મિલકત તરીકે આવે. જે કુટુંબને ઘરકામમાં ટેકારૂપ થાય અને દહેજના રૂપે આર્થિક વળતર પણ લાવે. જ્યારે દીકરી હોય તે તેના લગ્ન થાય એટલે તેને દહેજ આપવુ પડે.
  • સામાજિક-સાંસ્કૃતિક પરિબળો જે સ્ત્રીઓની પસંદગી ટાળે છે, ચીનની જેમ, ભારતમાં કુટુંબ પિતૃશાહી અને પિતૃસત્તાક વ્યવસ્થા છે જેથી કુટુંબનો વારસો ચાલુ રાખવા માટે એક પુત્ર જરૂરી છે. અને એકથી વધારે પુત્રો હોવા કુટુંબનો દરજ્જો વધારે છે.
  • સ્ત્રીઓની પસંદગી ટાળવા માટે સૌથી મહત્વનુ પરિબળ છે તે છે, હિંદુ પરંપરા મુજબ માત્ર દીકરાઓ જ ધાર્મિક ક્રિયાઓ કરી શકે છે, જેનાથી સ્મશાન ક્રિયા અને આત્માની મુક્તિ માટે દીકરો હોય તે ફરજિયાત થઈ જાય છે.

સરકાર દ્વારા લેવાયેલ પગલા

આ સામાજિક દૂષણનો અંત લાવવા અને સમાજમાં લોકોનું વલણ બદલવા માટે સરકારે ઘણાંબધા પગલાઓ માટે પહેલ કરી છે. આ દિશામાં ઘણાંબધા કાયદાઓ, કલમો અને યોજનાઓ શરૂ કરવામાં આવી છે જેમકેઃ

  • છોકરીના શિક્ષણની તરફેણમાં કાયદો
  • મહિલાના હકની તરફેણમાં કાયદો
  • દીકરીને મિલકતમાં સરખા હકની તરફેણમાં કાયદો
  • સ્ત્રી બાળક માટે અન્ય યોજનાઓ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate