હોમ પેજ / સમાજ કલ્યાણ / સામાજિક કલ્યાણ / શા માટે જરૂરી છે મેરેજ રજિસ્ટ્રેશન
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

શા માટે જરૂરી છે મેરેજ રજિસ્ટ્રેશન

શા માટે જરૂરી છે મેરેજ રજિસ્ટ્રેશન

લગ્ન નોંધણી કરાવવી ફરજિયાત તથા ખૂબ હિતાવહ છે.

વિવાહને લગતા કાયદા કાનૂન આપણા દેશમાં અમલી છે. જેને કારણે લગ્ન વ્યવસ્થા ટકી શકી છે.વળી આ કાયદાને કારણે સ્ત્રીઓને થતો અન્યાય ઘટી ગયો છે. દુનિયાના દરેક દેશમાં લગ્નને લગતા કાયદા છે તથા તે અમલમાં છે કાયદાની દૃષ્ટિએ આ કાયદાને મેરેજ એકટ કહે છે. એ એકટમાં વર કન્યાને તેનાથી કયા કયા હક મળે છે ? તે બધું તેમાં જણાંવેલું છે.

વકીલોના મત મુજબ ભારતમાં આ કાયદાને મુખ્ય  ૪ ધર્મમાં વહેંચેલ છે. હિંદુ મેરેજ એકટ, મુસ્લિમ મેરેજ એકટ, ક્રિશ્ચિયન મેરેજ એકટ તથા પારસી મેરેજ એકટ. હિંદુ મેરેજ એકટ વર્ષ ૧૯૫૫ થી ભારતીય દંડ વિધાનમાં લાગુ પડયો છે. આ કાયદો ભારતના બધાજ હિંદુઓને લાગુ પડે છે. પરંતુ જમ્મુ અને કાશ્મીરમાં આ કાયદો લાગુ નથી પડતો. હિંદુ લગ્ન ધારામાં ૩૦ કલમ છે.

હિંદુ મેરેજ એકટ સેકસન બે મુજબ પ્રત્યેક હિંદુને આ કાયદો લાગુ પડે છે. સેકસન પાંચ મુજબ જણાવાયું છે કે કઈ કઈ સ્થિતિમાં બે હિંદુ લગ્ન કરી શકે ? તો કલમ સાત મુજબ શુભ વિવાહ જ્ઞાતિના રીત રિવાજ મુજબ સંપૂણ વિધિથી થવા જોઈએ. સેકસન આઠમાં વિવાહની નોંધણી અંગે વિસ્તૃત વાત છે. જેમાં જણાવાયું છે કે વિવાહના પુરાવા માટે રજિસ્ટ્રેશન જરૂરી છે.

કલમ નવ મુજબ જો પતિ પત્નીમાંથી એક જણ લગ્ન તોડવા માગે કે છૂટાછેડા માટે રાજી થાય તો તે સામેની વ્યકિત ઉપર કેસ કરી શકે. આ કલમ હેઠળ પતિ અથવા પત્ની યોગ્ય કારણ વગર સામી વ્યકિતને વિવાહ તોડવા મજબૂર કરી શકે છે.  હિંદુ લગ્ન ધારા કલમ ૧૦ તથા ૧૩ મુજબ કઈ સ્થિતિમાં છૂટાછેડા અંગે યોગ્ય કરી શકાય તે વાતનો ઉલ્લેખ છે. કલમ ૧૪ મુજબ કોઈ હિંદુ વિવાહના ૧ વર્ષ સુધી ( લગ્ન પછી) છૂટાછેડા માટે અરજી કરી ન શકે કલમ ૧૫ મુજબ છૂટાછેડા ન મળે ત્યાં સુધી બીજાં લગ્ન કરી ન શકાય. જો કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલતો હોય તો પણ બીજાં લગ્ન ન કરી શકાય. કલમ ૧૭ મુજબ છૂટાછેડા ન થયા હોય અને પતિ જો બીજાં લગ્ન કરે તો તેની ઉપર કલમ ૪૧૪ તથા કલમ ૪૧૫ મુજબ કેસ કરી શકાય છે. કલમ ૨૨ મુજબ અરજદાર નાનો હોય, તે પછી પતિ કે પત્ની હોય, જે ખર્ચનો બોજો સહી શકે તેને જ ખર્ચ કરવો પડે છે. કલમ ૨૫ મુજબ મેન્ટેનન્સ તથા ભરણપોષણ અરજદારને મળવા જોઇએ કે નહીં તે અંગે જણાવાયું છે. આ અરજી પતિ પત્ની બંને કરી શકે. ભરણપોષણ જે તે વ્યકિતનાં બીજાં લગ્ન સુધી જ મળી શકે તે પછી નહીં. કલમ ૨૬ મુજબ બાળકોનો કબજો કોને મળે તે અંગે ઘણી વિસ્તૃત છણાવટ છે. ૧૯૫૪ના સ્પેશિયલ મેરેજ એકટ હેઠળ ભારતના પ્રત્યેક નાગરિકને આ કાયદો અમલી બને છે. દેશનાં પ્રત્યેક રાજયમાં આ કાયદો લાગુ પડે છે.

  • વિવાહ માટે યુવક ૨૧નો તથા કન્યા ૧૮ની હોવી જોઈએ.
  • વરકન્યા માનસિક રોગી ન હોવાં જોઈએ.
  • વિવાહમાં બંનેની સંમતિ હોવી જોઈએ.
  • બંને એક જ માતાપિતાનાં સંતાન ન હોવા જોઈએ.
  • વિવાહ વખતે મેરેજ ઓફિસરની હાજરી હોવી જરૂરી છે. જો માત્ર વિવાહના રજિસ્ટ્રેશન માટે ગયાં હો તો ફોર્મમાં લગ્ન તારીખ તથા વિવાહ સ્થળ રાખવું પડે છે.
  • આ બધ વિધિ કર્યા પછી મેરેજ સર્ટિ મળે છે.

લેખક : દિનેશ પટેલ,  રેવન્યુ પ્રેક્ટીસ

3.13636363636
સોલંકી અનિલ ભોજાભાઈ Dec 15, 2018 01:48 PM

સાહેબ મારા લગ્ન થયા 17 માસ થયેલ પણ મે લગ્ન નોંધણી
નથી કરાવેલ તો શું હુ અત્યારે લગ્ન નોંધણી કરાવતો ચાલે

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top