હોમ પેજ / સમાજ કલ્યાણ / સામાજિક કલ્યાણ / લિવ ઈન રિલેશનશીપથી થતુ બાળક પણ કાયદેસર
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

લિવ ઈન રિલેશનશીપથી થતુ બાળક પણ કાયદેસર

લિવ ઈન રિલેશનશીપથી થતુ બાળક પણ કાયદેસર ગણાશેઃ સુપ્રીમ કોર્ટ

ભારતમાં હજુ લિવ ઈન રિલેશશીપને કાયદેસર ગણવામાં આવતી નથી પરંતુ હવે સુપ્રીમ કોર્ટ દ્વારા લિવ ઈન રિલેશનશીપની સાથે સાથે તે સંબંધોથી થતા બાળકને પણ માન્ય ગણવામાં આવશે. આ વિશે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપતા જણાવ્યુ છે કે કોઈ મહિલા અને કોઈ પુરુષ લાંબા સમયથી સાથે પતિ-પત્નિ રીતે રહેતા હોય અને આ સંબંધથી તેમને કોઈ બાળક થશે તો કાયદા પ્રમાણે તે પુરુષ અને મહિલા વિવાહિત ગણવામાં આવશે.

જસ્ટિસ બીએસ ચૌહાન અને જે. ચેલામેશ્વની એક બેંચ દ્વારા એડવોકેટ ઉદય ગુપ્તાની અરજી પર સુનાવણીમાં આ વાતની સ્પષ્ટતા કરી છે. વકીલ ગુપ્તાએ લિવ-ઈન મુદ્દે મદ્રાસ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલી વ્યાપક ટિપ્પણીઓ પર સવાલ ઉટાવતા આ કેસસુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો હતો અને સાબીત કર્યું છે કે લાંબા સમય સુધી સાથે રહેતા લિવ-ઈનથી જનમ લેતુ બાળક ગેરકાયદે નહી ગણાય. ગુપ્તાએ હાઈ કોર્ટની ટીપ્પણીને પડકાર આપ્યો હતો જેમાં હાઈ કોર્ટે કહ્યુ હતુ કે એક કાયદેસરના લગ્ન માટે જરૂરી નથી કે તેઓ પાંરપારિક રીતે લગ્નગ્રંથીથી જોડાયા હોય. તેમના કાઉંસલ એમઆરકાલાએ હાર્કોર્ટની આ ટીપ્પણીને ફગાવવાની માગ કરી હતી. તેમણે સામે દલીલ કરી હતી કે, આ પ્રમાણેનું નિવેદન દેશમાં લગ્ન વ્યવસ્થાને નષ્ટ કરી શકે છે.

સુપ્રીમ કોર્ટની કમીટી દ્વારા હાઈકોર્ટના નિવેદન પર વિચારણાં કર્યા પચી તે નક્કી કર્યું છે કે અન્ય કેસ માટે હાઈકોર્ટના આ નિવેદનને ઉદાહરણ તરીકે લઈ શકાય તેમ નથી પરંતુ તે લિવ-ઈન સુધી જ સીમીત થઈ જશે. જસ્ટિટ ચૌહાન અને ચેલામેશ્વે જણાવ્યુ છે કે, વાસ્તવમાં હાઈકોર્ટ કહેવા માગે છે કે એક પુરુષ અને એક મહિલા લાંબા સમયથી લગ્ન કર્યા વગર પતિ-પત્નિ તરીકે રહેતા હોય તો તેમના સંબંધને લગ્ન જેટલા જ માન્ય ગણવામાં આવશે અને તેમના બાળકને પણ ગેરકાયદે ગણવામાં આવશે નહીં.

લેખક : દિનેશ પટેલ,  રેવન્યુ પ્રેક્ટીસ

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top