વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મકાન

આવાસ યોજના માટે માહિતી

ગ્રામીણ આવાસ યોજના

આવાસ માણસના જીવન માટેની ખૂબ જ પ્રાથમિક જરૂરિયાત છે. તે ગ્રામીણ ગરીબો માટે ખૂબ જ મહત્વનુ છે અને તેમના સન્માનયુક્ત જીવનના પાયા માટે મહત્વનું છે. તે આવાસ વિહોણા હોવાથી ઓળખના પ્રશ્નો ઊભા થાય છે. આથી ભારતમાં આવાસની તંગીની સમસ્યાને સંબોધવી તે ગરીબી નિવારણનું એક મહત્વનું પાસુ છે.

ઈન્દિરા આવાસ યોજના

 • 2001નુ સેન્સસ ભારતમાં ગ્રામીણ આવાસની તંગી 148 લાખ દર્શાવે છે. ભારત નિર્માણ કાર્યક્રમે આ વાતને સ્વીકારી અને તેને તાત્કાલિક સંબોધનની જરૂરિયાત જણાવી છે.
 • 2005-2006થી શરૂ કરીને આવનારા 4 વર્ષોમાં 60 લાખ ઘરો બાંધવાનુ આયોજન છે.
 • ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા ઇન્દિરા આવાસ યોજના અંતર્ગત ગ્રામીણ આવાસ કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે.
 • તે કેન્દ્રીય સ્પોન્સર્ડ યોજના છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે 75 ટકા અને 25 ટકા ખર્ચ ભોગવામાં આવે છે.
 • નાણાંકીય સ્રોતોની ફાળવણી નીચે મુજબ કરવામાં આવશે
  • રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
   • આવાસવિહોણા કુટુંબો વધુ હોય તેવા રાજ્યોને પ્રાથમિકતા આપવામાં આવી છે
   • 75 ટકા વજન આવાસની તંગી અને 25 ટકા વજન ગરીબી દરને આપવામાં આવ્યો છે, જે આયોજન પંચે દરેક રાજ્યો માટે નક્કી કરેલ છે.
  • જિલ્લા સ્તરે ફાળવણી
   • 75 ટકા આવાસની તંગી અને 25 ટકા વસતીના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને
 • સામાન્ય વિસ્તારમાં આવાસ દીઠ રૂ. 45,000/- અને પર્વતી વિસ્તારમાં રૂ. 48,500/- ની મદદ આપવામાં આવે છે. ડીઆરડીએ દ્વારા બે ભાગમાં ભંડોળની વહેંચણી કરવામાં આવે છે.
 • યોજના વિશેષ રીતે ગ્રામીણ વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોને આવરી લે છે.
 • અમલીકરણમાં મહત્વની જરૂરિયાત છે 60 ટકા લાભાર્થીઓ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સભ્યો હોવા જોઇએ.
 • શૌચાલયની કિંમત અને નિર્ધૂમ ચુલાની કિંમત આ ભંડોળમાં ઉમેરવામાં આવેલ છે.
 • યોજના પ્રમાણે મકાનની માલિકી ઘરની મહિલા સભ્યના નામે કરવામાં પ્રાથમિકતા આપવી.
યોજનામાં શારીરિક અને માનસિક વિકલાંગ, ભૂતપૂર્વ સરકારી સેવક, વિધવા અને મજૂરો માટે અનામત રાખવામાં આવી છે.
3.0350877193
અંબારામભાઈજેરામભાઈઝેઝરીયા Feb 05, 2019 11:58 AM

બીપીએલની યાદી તમારી પાસેથી આપોતો અમન આવાસ યોજના મળે

કલપેશ ગામીત Sep 09, 2017 08:23 PM

સરકારી વિભાગ દયાને લેતુ નથી સાહેબ.

ખોડુભાઇ જેસગભાઇ જાદવ Feb 10, 2016 10:32 PM

ઇદિંરા આવાસનો મને લાભ મળેલ નથી. મને આ યોજનો લાભ કયારે મળે છે

દશરથસિંહ નવલસિંહ જાદવ Feb 10, 2016 10:20 PM

મારા બાપુજીનુ બી. પી. એલ. માં નામ હોવા સતા આ યોજના લાભ કેમ નથી મળતો નથી.

Mahesh Thakor Dec 22, 2014 04:44 PM

સાહેબ હું ગોજ્હારિયા તાલુકો મહેસાણા ગુજરાત નો વાતની શું તથા સામાજિક રીતે પછાત વર્ગ માં મારો સમવેશ થાય છે પરંતુ મારું નામ બીપીઅલ યાદી માં નથી તથા મારે રહેવા માટે મકાન નથી અને હાલ માં હું ભાડાના મકાન માં રહું શું મારે બીપીઅલ યાદી માં નામ નોધાવવું છે હું કોનો સંપર્ક કરું મારું નામ ઠાકોર મહેશજી ગોવિંદજી છેં મારું સરનામું : માધુપુરા society ગોજ્હ્રીયા છેં મો: નુંમ્બેર ૯૯૦૪૧૪૯૯૦૮ છેં
કૃપા કરીને માહિતી આપસો .

જય હિન્દ જય ભારત

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top