વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ખોરાકનો અધિકાર

ખોરાકનો અધિકાર વિષે જાણકારી

ફૂડ એન્ડ ન્યુટ્રીશન સુરક્ષા

ખોરાકની સલામતીની સમસ્યા રાષ્ટ્રીય મધ્યાહન ભોજન યોજના, આઈસીડીએસ, કિશોરી શક્તિ યોજના, કિશોરીઓ માટેના પોષણ કાર્યક્રમ અને પ્રધાનમંત્રી ગ્રામોદય યોજના દ્વારા સંબોધવામાં આવી રહી છે. મધ્યાહન ભોજન યોજના વૈશ્વિક થવાના આરે છે જ્યારે આઈસીડીએસને તબક્કાવાર લેવામાં આવી રહ્યુ છે. સરકારે કિશોરી શક્તિ યોજનાને પણ 11-18 વર્ષની કિશોરીઓના આરોગ્ય અને પોષણનુ સ્તર સુધારવા માટે મોટેપાયે હાથ ધરી છે.

સરકારે રાષ્ટ્રીય ખોરાક સલામતી મિશન રૂ. 4882 કરોડના ખર્ચે હાથ ધરેલ છે. વર્ષ 2008 – 2009 દરમિયાન સરકારે 225 લાખ ટન ઘઉંની ખરીદી કરી હતી જે એક ઇતિહાસ છે. સરકારે 265 લાખ ટન ચોખાની ખરીદી કરી હતી જે સૌથી વધુ ખરીદવામાં આવેલ ચોખા છે. સરકારે ઘઉંની એમએસપી 2004-05 કરતા 4 વર્ષના સમયગાળે 56 ટકા જેટલી વધારી છે. વર્ષ 2008-09માં તે ક્વિન્ટલે રૂ. 1000 હતી. બાજરીની એમએસપી 2004-05માં ક્વિન્ટલે રૂ. 560થી 2008-09માં રૂ. 850 થઈ છે. ઘઉંની યોગ્ય માત્રા અને સતત ભાવ દ્વારા ખોરાકની સલામતીની યોગ્ય ખાતરી કરવામાં આવી છે, સરકારે 2007-08 દરમિયાન 17.89 લાખ ટન ઘઉંની આયાત કરી છે.

નેશનલ રૂરલ એમ્પલોયમેન્ટ ગેરંટી એકટ (એનઆરઇજીએ)

ખોરાકના હકની ચળવળની લાંબા ગાળાથી ચાલી આવતી માગ છે (અને ભારતમાં મજૂર ચળવળમાંથી ) તે છે રાષ્ટ્રીય એમ્પલોયમેન્ટ ગેરંટી એક્ટ. આ માંગને અંશતઃ રીતે 2005ના વર્ષમાં પુરી કરવામાં આવી હતી જ્યારે એનઆરઈજીએ 2005 અમલમાં મૂકાયો  હતો. આ કાયદા અંતર્ગત, કોઇપણ પુખ્ત વયની વ્યક્તિ જે ન્યુનતમ વળતરના દરે મજૂરી કરવા તૈયાર હોય તેને સ્થાનિક જાહેર કામો દ્વારા મહિને 15 દિવસ રોજગારી મળવી જોઈએ, વર્ષના વધુમાં વધુ 100 દિવસ.

જાહેર વિતરણ વ્યવસ્થા (પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ - પીડીએસ)

પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ (પીડીએસ) ખોરાકની સલામતી આપવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. ભારતમાં પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ વિશ્વની આ પ્રકારની સૌથી મોટી વ્યવ્સ્થા છે જ્યાં 4 લાખથી વધુ વાજબી ભાવની દુકાનો દ્વારા વાર્ષિક રૂ. 15,000 કરોડની વસ્તુઓ 16 કરોડ પરિવારોને વેચવામાં આવે છે.

અનાજ બેંકો

ગ્રામીણ અનાજ બેંકની યોજનાને સુધારી, વ્યાપ વધારે અને તેને વધુ સંકલિત કરવામાં આવે છે જેથી કુદરતી આફતો અને દુકાળના સમયે ભૂખમરાથી બચી શકાય. પહેલા, આ યોજના આદિવાસી વિસ્તારોમાં માત્ર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે જ હતી. હવે આ યોજનામાં દુકાળગ્રસ્ત વિસ્તારો, રણ વિસ્તારો, પર્વતી વિસ્તારોના દરેક તત્પર કુટુંબ જે ગરીબી રેખા નીચે જીવે છે તેને આવરી લેવામાં આવેલ છે. છેલ્લા ચાર વર્ષમાં ગ્રામીણ અનાજ બેંકની પરવાનગી વધી છે જેથી તે 4858માંથી 18129 થઇ છે.

અંત્યોદય અન્ન યોજના

અંત્યોદય અન્ન યોજના વધુ એક કરોડ કુટુંબોને આવરે તે રીતે મોટી કરવામાં આવી છે, જે 67 ટકાનો વધારો દર્શાવે છે. નેશનલ સેમ્પલ સર્વે જણાવે છે કે કુલ વસતીના 5 ટકા લોકો દિવસમાં બે વખતનું ભોજન લીધા વગર સૂઈ જાય છે. સમાજના આ વર્ગને ભૂખ્યા લોકો કહી શકાય. ટીપીડીએસને વધુ કેન્દ્રિત કરવા અને આ વર્ગને વધુ સંબોધવા ડિસેમ્બર 2000માં એક કરોડ સૌથી ગરીબ કુટુંબો માટે અંત્યોદય અન્ન યોજના અમલમાં મૂકવામાં આવી. અંત્યોદય અન્ન યોજના રાજ્યના ટીપીડીએસ અંતર્ગતના ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોમાંથી એક કરોડ સૌથી વધુ ગરીબ કુટુંબોને આવરી લે છે અને તેમને ખૂબ જ વાજબી ભાવે, 2 રૂ. કિલો ઘઉં, 3 રૂ. કિલો ચોખા આપે છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો વિતરણનો ખર્ચ ભોગવે છે, જેમાં વિક્રેતાનો અને વેચાણકારનો નફો અને વાહવ વ્યવહાર ખર્ચનો પણ સમાવેશ થાય છે. આમ, ખોરાકની રાહત યોજના અંતર્ગત ગ્રાહકને આપવામાં આવે છે

3.03921568627
અંબારામ જેરામભાઇ ઝેઝરીયા Feb 04, 2019 11:32 PM

અમારા પાસે બીપીએલ નંબર નથી3

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top