વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઉદય ગાથા ઉત્થાન

ઉદય ગાથા ઉત્થાન વિશેની માહિતી

સમર્પિત

ભાલ ,ભાવનગર , દરિયાકાંઠા , અમરેલી, દાહોદ અને પંચમહાલના બહેનોને અને પ્રો. રવિ જે. મથાઇની સ્મૃતિ ને ડકાર અને સંઘર્ષો, સફળતા, નિષ્ફળતાઓ, વિજયો ના ત્રણ દાયકાની યાત્રાનું આ પુસ્તક છે. સામાન્યીકરણમાં નહીં પરંતુ ખરેખરા અનુભવો, પ્રગતિ અને પીછેહઠ, વિકાસ અને મુક્તિ, સહભાગિતા અને સામર્થ્યપ્રાપ્તિની એક નોંધપાત્ર ગાથા છે. વિકાસ માટે કામ કરનારા આપણે સૌએ ઉત્થાનની આ ગાથા અને ઉત્થાન માર્ગે તેના સહપ્રવાસીઓએ એને વિશે કરેલા ચિંતનો માંથી ઘણુ બધુ શીખવા જેવુ છે . રીચાર્ડ જોલી, ઇન્સ્ટીટયુટ ઓફ ડેવલોપમેન્ટ સ્ટડીઝ , સસેક્સ

એક અવિસ્મણીય ગાથા - સહેદા હમીદ સભ્ય આયોજન પંચ

ઉત્થાન ઉદયગાથા કર્મશીલોના એક નાનકડા જૂથની વાત છે. છેક ૧૯૮૧ થી ગુજરાતના અતીદુષ્કર ગણાતા પ્રદેશોમાં ત્યાના સમુદાયો ના જીવન અને પર્યાવરણને બદલવાના તેમના પ્રયત્નોમાં સહાયક બનવા પ્રયત્નશીલ એક જૂથની આ વાત છે. ચાર કર્મશીલ યુવતીઓ પાસે સૌથી મોટી મૂડી હતી એમનો કઇક કરવાનો ઉત્સાહ જેને પછીથી એમાંની એક યુવતી મૂર્ખતા અને મજા તરીકે વર્ણવે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ઉજ્જડ,વેરાન વિસ્તાર ભાલપ્રદેશમાં આ પ્રયાસની શરૂઆત થઈ. ત્યાંના એક મહિલા આગેવાન એમની સાથે જોડાયા અને પછીતો સમુદાયના ઘણા સ્ત્રી પુરુષો પણ જોડાયા. એ જ રીતે જે પ્રક્રિયાઓ અને સંસ્થાનોનો પ્રારંભ થયો. તેનો એમાં સહભાગી બનનારા લોકો પર જ નહીં પરંતુ ગુજરાત, ભારત અને વિશ્વ પર ઊંડી, પરિવર્તનકારી અસર થઈ. આ ગાથા એમની છે અને ભારત અને વિશ્વને બદલનારા વિશાળતર બાબતોની પણ જેણે ન્યાય અને સમાનતા માટેના સંઘર્ષને પહેલા કયારેય ન હતો તેવો સંકુલ બનાવ્યો. "ઉદયગાથા : ઉત્થાન" સૌને સંબોધે છે. ભારત માટે એક સ્વપ્નું જોનારા અને એ સ્વપ્નને સાકાર કરવા કટિબદ્ધ સૌને માટે એ છે "ઉદયગાથા : ઉત્થાન".

પુસ્તકના શીર્ષકના અલ્ટરનેટિવ શીર્ષક

૧. ઉત્થાન : એક ઉદય યાત્રા

૨. ઉત્થાન : એક ઉદય ગાથા

૩.  ઉદય યાત્રા : ઉત્થાન

૪. ઉદય દિશા : ઉત્થાન

પ્રારંભ (૧૯૮૧ - ૧૯૮૨)

ભાલ

ગુજરાત ની ભારતની પશ્ચિમ સરહદે આવેલો પ્રદેશ છે. ગુજરાતના ઈતિહાસ માં મૂળ ચાર હજાર વર્ષ પહેલા વિકસેલા અને હવે કાળાગતામાં વિલીન થઇ  ચુકેલી પ્રાચીન સભ્યતા સુધી પહોચે છે. એ કાળે ગુજરાત દરિયાકાંઠા દ્વારા પ્રાચીન વિશ્વ સાથે જોડાયેલું હતું. અને એ જ પરંપરા પરિણામ છે કે નવી નવી શોધખોળો કરવાની , વ્યાપાર અને સાહસ ખેડવાની વૃતિઓ ગુજરાતની પ્રજાના લોહીમાં વણાયેલી છે. પ્રાચીન ધર્મકથાઓના ખુબીયા તો એથી ઊંડા અને વિસ્તરેલા છે. ભગવાન શ્રી કૃષ્ણે મથુરા છોડીને યાદવો માટે નવી નગરી વસાવી તે ગુજરાત ના પશ્ચિમ કાંઠે , દ્વારિકા નગરી. આજે એ નગર દ્વારકા નામે ઓળખાતું તીર્થધામ   છે જ. પણ એનો એક અર્થ પ્રવેશદ્વાર પણ થાય છે. ઉત્થાન ની  ગાથા પણ આ સ્થળ થી ખાસ દુર નહિ એવા પ્રદેશ માંથી શરુ થાય છે. ગુજરાત ના દ્વીપકલ્પના પૂર્વ કાંઠે થી. ગુજરાતનો આ પ્રદેશ ભાલ પ્રદેશ નામે  ઓળખાય છે. ખંભાતના અખાતની નજીક ધંધુકાથી શરુ થઇ ને આ વિસ્તાર ઉત્તર દિશામાં આગળ વધે છે.

અરબી સમુદ્રના કાંઠાનો આ દ્વીપકલ્પ ગુજરાત. ગુજરાતનો સમુદ્રકાંઠો પણ એક સમયે હરિયાળો અને ફળદ્રુપ હતો . દરિયાકાંઠાથી ૨૫ કિલોમીટર અંદર આવેલું ધોલેરા એક સમયે ધમધમતું બંદર હતું. દરિયાકાંઠાથી લઇને અંદર ઊંડે સુધી તમ્મર ચેરિયા થી સુરક્ષિત હતું. ૧૯મી સદીના અંતના દાયકાઓમાં ધીમે ધીમે દરિયાકાંઠે કાળનો ભરાવો થતો ગયો અને વહાણોને અંદર સુધી લઇ જવાનું મુશ્કેલ બન્યું. પરિણામે ધોલેરા બંદરનો સમુદ્રી વેપાર ઘસાતો ગયો. એક તરફ આ કુદરતી પરિબળો  હતા તો બીજી તરફ હતા માનવસર્જિત પરિબળો. આ સમયગાળામાં ભારતમાં નવી નવી શરુ થયેલી વિદેશી વસાહતો શાસન વ્યવસ્થા ને ભારત માં ઉત્પન્ન થતો કાચો માલ તેમના દેશ ઇંગ્લેન્ડના ઉદ્યોગોને પહોચાડવા રેલ વ્યવસ્થાની જરૂર હતી. ને તેના માટે રેલ્વેના પાટા અને પાટાની નીચે ગોઠવવા લાકડું મેળવવા વન ઉચ્છેદન શરુ થયું. વૃક્ષો ઓછા થતા ગયા. મધ્ય અને પશ્ચિમ ભારતમાંથી વહીને ખંભાતના અખાતમાં મળતી નદીઓના વહેણ સાથે ખેચાઈને આવેલો કાંપ રોકવા જમીન  પર જરૂરી વૃક્ષો ન રહ્યા. દરિયાકાંઠે જમા થતા જતા કાંપે ધોલેરાને દરિયાકાંઠાથી દુર કરી દીધું. વ્યાપાર પડી ભાંગ્યો.

આ પ્રદેશમાં જમીનીની ગુણવત્તા ઘણી નબળી છે. જો કે એ તો પ્રમાણમાં તાજેતર માં સર્જાયેલી હાલત છે. આ વિસ્તારમાં વસતા વૃદ્ધજનોને હજુ પણ એમણે યુવાની  અહીં જોયેલા વનવિસ્તાર યાદ છે. પશુઓને પુરતો ચારો અને બીજા વન ઉત્પાદનો એ સમયે અહીં સુલભ હતા. પરંતુ વન ઉચ્છેદનના પરિણામે ખુલ્લી પડી ગયેલી જમીન, દરિયાના પાણીને ધસી આવતા રોકનારું કશું ન રહ્યું. દરિયાની ભરતી ના પાણી અંદર ધસી આવીને જમીનને ક્ષારીય બનાવતા ગયા. વળી અહીંથી બહુ દુર નહીં એવા કચ્છમાંથી ત્યાં ચારો ખૂટી પડતા ઊંટોના ધણો ને અહીં સુધી ચરવા લાવવાનું શરુ થયું. એનાથી રહ્યા સહ્યા તમ્મર વિસ્તારો પણ નષ્ટ થયા. શું બન્ની માં કે શું અહીં ઊંટોના ચરીયાણો ફરી નવીનિકરણ કરવાની કંઈજ પરવા કરવામાં ન આવી. ક્ષારીયતાની ખેતી પર અસર પડી. લોકો પશુઓને અંદરની તરફ લઇ જવા માંડ્યા . કુદરતી રીતે મળી રહેતું છાણીયું ખાતર દુર્લભ બનવા માંડ્યું . જમીનની ગુણવત્તા અને ઉત્પાદકતા ઝડપભેર  ઘટવા માંડ્યા. અત્યારે એવી સ્થિત આવી ગઈ કે જમીન ખોદીએ તો ત્રણ જ ફૂટ ઊંડે ક્ષાર ના થર મળે છે. ભરતી સમયે દરિયાકાંઠે થી ખાસ્સા  દુર આવેલા ગામો સુધી દરિયાના પાણી પહોચી જાય છે. બે મોટી ખાડીઓ વચ્ચે આવેલી સપાટ જમીનને ભરતી પાણી  લગભગ ઢાંકી દે છે પવનોના જોરદાર ઝાપટા ખારાશને હજી એ અંદર સુધી ખેંચી જાય છે.

ભાલ નો દરિયાકાંઠો અત્યારે તો એકદમ સપાટ, ખુલ્લો , ઉજ્જડ વિસ્તાર છે. દરિયાની ભરતી ને લીધે ઠેક ઠેકાણે નાની નાની ખાડીઓ બની ગઈ છે. વર્ષોવર્ષ જમીન ની ક્ષારીયતા વધતી જાય છે. અને એથી જ ભાલ પ્રદેશ ગુજરાતનો સૌથી વધુ ગરીબ પ્રદેશ બની ગયો છે.

કહે છે કે  આ પ્રદેશનું નામ ભાલ પણ એટલે જ પડ્યું કે ભાલ અર્થાત કપાળ - સીધું સપાટ અને ખાલીખમ. આ વિસ્તાર પણ જાણે ભાલ છે, ગુજરાતનું ! અહીં માતાજી નું મંદિર છે સ્થાનિક લોકો આ માતાજીને વિષમ હવામાનથી તેમનું રક્ષણ કરતી શક્તિરૂપે પૂજે છે. મંદિર માં રોજ દીવાબત્તી થાય છે. રોજ લોકો મંદિરે જાય છે સુખ સમૃદ્ધિ માટે માતાજીન પ્રાર્થના  કરે છે. ક્યારેક તો દિ' પલટાશે એવી શ્રધા સાથે માતાજી ને નમન કરે છે.

અહીં  સમાજવ્યવસ્થા  અતિરેક પિતૃસત્તાક  વ્યવસ્થા છે. વળી, જ્ઞાતિ, વર્ગ ભેદભાવ પણ અતિશય દ્રઢ છે. સમુદાયને સંગઠિત કરવામાં આ બાબતો અવરોધરૂપ બને છે. આટલું ઓછુ હોય તેમ જમીન ખેડવા યોગ્ય ન રહી હોય તેમ અતિશય ઓછો અને અનિયમિત હોય તેવી સ્થિતિમાં આજીવિકા માટે સ્થળાંતર અનિવાર્ય બને છે. આ અવરોધો વધારે દ્રઢ કરે છે. પુરુષો ઘણું ખરું બહાર જતા રહે છે. સ્ત્રીઓ ગામમાં રહે છે. વૃદ્ધો, બાળકોને સંભાળવા માટે દેવું અહીં જીવનક્રમ છે. અહીં વર્ચસ્વ ધરાવતી દરબાર જ્ઞાતિ શાહુકારી પણ સંભાળે છે. રહ્યા સહ્યા કુદરતી સંસાધનો પર પણ એમની પકડ રહે છે. એ સાથે પિતૃ સત્તાત્મક પરંપરાન પહેરેદારો હતા અને તેના માટે સરકારી દરમ્યાનગીરીઓ આ સમસ્યાઓ ને પૂરતા પ્રમાણ માં સંબોધી શકી નથી. ઉલટું, સામાજિક -રાજકીય યથાવત પરિસ્થિતિઓ દ્રઢીભૂત બની છે. એની જે પાણી છે તે વીરડા ગાળી ને કાઢેલું ખારું પાણી હોય છે. અને છતાં એને માટે પણ અતિ ગંભીર સંઘર્ષો થાય છે. પાણી લેવા માટે ૫-૬ કિલોમીટર  ની મજલ કાપવી, રોજબરોજ તો સાવ સામાન્ય બાબત છે.  અને તેનો ભોગ બન્યા છે સ્ત્રીઓ અને બાળકો, દેવું, લાંબો સમય ઘરથી વિજોગ, બેફામ ભ્રષ્ટાચાર અને વધતી જતી જેન્ડર અસમાનતાઓ અહીંની સ્ત્રીઓ અને ગરીબોનું તકદીર તૂટતા જતા સમુદાયમાં એમણે ટકી રહેવું હોય તો પોતાના થકી જ ટકી રહેવાનું હોય છે.

ચાર મહિલા વ્યવસાયિકો એક વિચાર

૧૯૮૧માં વિકાસ ક્ષેત્રેમાં કામ કરવાની શૈક્ષણિક યોગ્યતાઓ ધરાવતી ચાર યુવાન મહિલા વ્યવસાયિકોનું એક નાનકડી ટીમે નક્કી કર્યું. 'આપણે ભાલ માં કામ કરીએ' લઘુ સ્તર ના બ્લોક લેવેલે પ્લાનિંગ (તાલુકા સ્તરનું આયોજન) અમલમાં મુકવા માટે તેમણે ભાલ પ્રદેશને પ્રયોગશાળા તરીકે પસંદકર્યો. બે વર્ષ પહેલા ભારત સરકારે ધંધુકા તાલુકામાં આ યોજના શરુ કરી હતી. ધંધુકા આ જ વિસ્તારનો તાલુકો છે . આ પહેલા લગભગ એક દાયકાથી ભારત માં આયોજન આર્થિક વિકાસ અને કુદરતી સંસાધનો સંરક્ષણ વચ્ચે  બહેતર સંતુલન ઉભા કરવા પ્રયત્નો શરુ થયા હતા. ૧૯૭૨મા ભારત ના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી એ સ્ટોક હોમ ખાતે મળેલા માનવ પર્યાવરણ અધિવેશનમાં કહ્યું હતું કે પર્યાવરણ પર ઉભા થતા જોખમોનું મુખ્ય કારણ ગરીબી જ છે આ વિધાન સાથે તેઓએ એક ક્રાંતિકારી વિચાર રજુ કર્યો હતો. ૧૯૭૪માં હિમાલયની તળેટીએ આવેલા ચમોલી જીલ્લા ના રેલી ગામ માં પચાસ વર્ષની સ્ત્રી ગૌરાદેવી એ અને તેમના જેવી બીજી ગ્રામીણ સ્ત્રીઓએ વૃક્ષછેદન  માટે આવેલા લોકોને વૃક્ષો કાપતા અટકાવવા વૃક્ષોને વળગી રહીને વૃક્ષો છેદનનો સફળ વિરોધ કર્યો હતો. આ આંદોલન ને 'ચિપકો' આંદોલન કહેવાયું. ધરતી પર હરિયાળી જાળવી રાખવાની તાકાત સ્ત્રીઓ પાસે જ છે. એ હકીકતની અભિવ્યક્તિ તરીકે આ આંદોલન સમગ્ર વિશ્વ વિખ્યાત બની ચુક્યું છે. 'ચિપકો' આંદોલને સમગ્ર ભારતમાં પ્રયાવરણ વિષયક સભાનતા પ્રગટાવી . ૧૯૮૦ સુધીમાં તો ભારત આધારક્ષમ વિકાસની રીતોની શોધમાં એક નોંધપાત્ર બળ બની ગયું અને પર્યાવરણ માટેની વૈશ્વિક વ્યૂહરચના ઘડવાના પ્રયત્નોમાં સહભાગી બન્યું. ઇન્ટરનેશનલ યુનીયન ફોર કોન્ઝર્વેસન  ઓફ નેચર,  ધી યુનાઈટેડ  નેશનલ એન્વાયર્મેન્ટ પ્રોગ્રામ અને વર્લ્ડ વાઈલ્ડ લાઇફ ફંડ દ્વારા સાથે મળીને આ વ્યૂહરચના વિકસાવામાં આવી. 'ચિપકો' આંદોલન અને એવા બીજા આંદોલન સાથે દેશમાં પર્યાવરણ વિષયક ઝુંબેશ શરુ થઈ ચુકી હતી અને સ્પષ્ટપણે જણાવા માંડ્યું હતું કે સ્થાનિક રહેવાસીઓને તેમના પોતાના વિસ્તારમાં સત્તા આપવી એ સમયની માંગ બનતી જાય છે. બી એલ પીની (તાલુકા સ્તર આયોજન ) વિભાવનામાં વિકેન્દ્રીકરણની દિશાના વલણો અને અભિગમોનું પ્રતિબિંબ  દેખાઈ આવતું હતું. પછી ૧૯૭૫માં  ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી. એ પછી ૧૯૭૭મા દેશભરમાં ચુંટણીઓ યોજાઈ અને જનતા પક્ષનો જ્વલંત વિજય થયો. એ પછીના ત્રણ વર્ષ  એ પક્ષમાં ચાલતી આંતરિક તકરારો ને માટે વધારે જાણીતા છે. પરંતુ ઓછી જાણીતી એવી બીજી એક બાબત આ દરમ્યાન બની રહી હતી અને તે ભારતના રાજકારણ અને સમાજમાં ધીમા પણ સ્પષ્ટ પરિવર્તનો આવી રહ્યા હતા, જો કે એની ખાસ જાણ ન હોતી થઈ. પર્યાવરણ, આદિવાસીઓ અને આજીવિકાના અધિકારો, નારીવાદી  અને માનવ અધિકારની  ચળવળો આ બધું જ વધુ ને વધુ જોર પકડી રહ્યો હતું. સામાજિક કર્મશીલો ની એક પેઢી એના પ્રભાવ હેઠળ આવતી હતી. ચાર મહિલાઓ પદ્મા ચૌગુલે - તાતા ઇન્સ્ટી. ઓફ સોશીઅલ સ્ટડીઝ માંથી , પીનેલોપ ઝારા- હાવર્ડ યુનીવર્સીટી માંથી, ઇન્દુ મિશ્રા દક્ષિણ ગુજરાત યુનીવર્સીટી માંથી અને નફીસા બેનસાહેબ - વડોદરા મહારાજા સયાજીરાવ યુનીવર્સીટીમાંથી વ્યાવસાયિકો અભ્યાસક્રમ પૂર્ણ કરીને અમદાવાદ સ્ટડી એકસન ગ્રુપ - અસાગ સાથે જોડાયા હતા.   આ કાળ ખુબ જ અશાંતિનો હતો. અસાગ નાવીન્યપૂર્ણ કાર્યના એક કેન્દ્ર તરીકે પોતાનું સ્થાન બનાવી રહ્યું હતું. આ ચાર યુવતીઓની સાથે વિકાસકાર્યોમાં રસ ધરવતઓ એક આર્કિટેક યુવાન નીતિન રીસવડકર  પણ હતો. આ સૌની પાર્શ્વભુ  સાવ ભિન્ન ભિન્ન હતી. એ રીતે જોઈએ તો બધા એકબીજાથી અનેક રીતે અલગ પડતા હતા. આમ છતાં એમનામાં એક વાત સહિયારી હતી. અને તે એ કે એમને બધાને ગ્રામીણ લોકો અને તેમની સામર્થ્ય પ્રાપ્તિ માટે કામ કરવાની, પ્રોજેક્ટો નહીં પણ મુદ્દાને કેન્દ્રમાં રાખીને લોકોને સંગઠિત કરવાની તીવ્ર ઈચ્છા હતી . ૧૯૮૧ સુધીમાં ૧૯૭૭ની ચૂંટણીઓ  ઇન્દિરા ગાંધીનો અપયશભર્યો પરાજય એક જૂની વાત થઇ હતી. ઇન્દિરા ગાંધીનો પુત્ર રાજીવ ગાંધી ઉત્તર પ્રદેશ ની એક બેઠક પરથી ચુંટણી લડ્યા અને વિજયી બન્યા. પ્રજાને આશા બંધાઈ કે એમને પ્રગતિશીલ વિચારો ધરાવતો, ઉદારમતવાદી, ધર્મનિરપેક્ષ ખ્યાલો ધરાવતો એક યુવાન નેતા મળ્યો છે.

રાજીવ ગાંધી નોકરશાહી તંત્રને સરકારી યોજનાઓને નવું જીવન અને સુસંગતતા આપવા આગ્રહ કરી રહ્યા હતા. બી પી એલ વિચાર ઉત્થાન ડેવલોપમેન્ટ એન્ડ એક્શન પ્લાનીગ ટીમ ચર્ચા અને વિચારણા માટે ઉદ્દીપક બની રહ્યો હતો. ખ્યાતનામ અર્થશાસ્ત્રી પ્રો. એમ. એલ. દાંતવાળાનો નેતૃત્વ હેઠળના કાર્યજૂથ દ્વારા રજુ કરવામાં આવેલા એક અહેવાલ આ ટીમે સ્થાનિક બી. પી.એલ. દ્વારા સામર્થ્યપ્રાપ્તિ ની નીતિ ઘોષણા તરીકે અપનાવ્યો હતો. તેમની માન્યતા એવી હતી કે જો સ્થાનિક સંસાધનોને રોજગારીની તકો  સર્જવા માટે પ્રયોજવા માં આવે તો  ભાલ પ્રદેશમાં ઘણી બધી સંભાવ્યતાઓ રહેલી છે. જરૂર હતી સ્થાનિક સમુદાયને સંગઠીત  રૂપે સક્રિય કરવા અને આ સંગઠનો 'માહિતી આદાન પ્રદાન, સરકારના કાર્યક્રમો વિષે લોકોમાં જાગૃતિ વધારવી અને સ્થાનિક લોકોને જ તેમના પ્રદેશના વિકાસ  માટેની જવાબદારી ઉપાડી લેવા તાલીમ આપીને કરવાના કામો માટે તૈયાર કરવા અને તેઓજ કામો ઉપાડી લે તેમ કરવાની  જરૂર હતી. અમદાવાદ માં ઇન્ડિયન ઇન્સ્ટી. ઓફ મેનેજમેન્ટના ડાયરેક્ટર પ્રો. રવિ મથાઈ એ જ સમયગાળા માં એક ક્રાંતિકારી પ્રયોગ શરુ કર્યો હતો.  ' ધ રૂરલ યુનીવર્સીટી' નો  રાજસ્થાનના અતિ ગરીબ જવાજા બ્લોકમાં આ પ્રયોગ હાથ ધર્યો હતો. પ્રો. મથાઈએ નક્કી કર્યું હતું કે એ વખતે હજી નવીસવી ગણાતી મેનેજમેન્ટ અને ટેક્નોલોજીની વિદ્યાશાખાઓ ને ભારતની ગરીબી અને દમનના ગંભીર પ્રશ્નોને ઉકેલવા માટે પ્રયોજી શકાય કે નહીં તે ચકાસી   જોવું.  વળી, જ્ઞાન અને શક્તિના આ પરિબળો ભલે ગમે તેટલા શુભ તેઓ સાથે પ્રયોજવામાં આવ્યા હોય છતાં તે બહારના પરિબળો હતા અને  લોકો તેના પર અતિનિર્ભર ના બની જાય તેની કાળજી પણ રાખવાની હતી. પ્રો. રવિ મથાઈ એ આ યુવાન ટીમને હિમતભેર આગળ વધવા પ્રોત્સાહન આપ્યું. એમણે ટીમને એવી ખાતરી પણ આપી કે લગભગ અશક્ય ગણાઈ ચૂકેલું કામ ઉપાડવામાં એ લોકો એકલા ન હતા. એમણે સૂચવ્યું કે શક્ય હોય ત્યાં સુધી સ્થાનિક સંસાધનોનો આધાર લઇ ને જ કામ કરવું. બહારના લોકોની મદદ લેવી તો એ માત્ર ઉદ્દીપક તરીકે, એથી વધારે નહીં જે કોઈ પ્રવુતિ થાય તેમાં સ્થાનિક લોકોને સાંકળવા. સ્થાનિક સંસાધનોનું મુલ્ય વધારવાનો પ્રયત્ન કરવો અને સૌથી મહત્વની બાબત એ કે ટીમના બધા જ પ્રયત્નો સ્થાનિક પ્રજાને સ્વનિર્ભર બનાવવાના ધ્યેય સાથે કરવા. ગ્રામીણ સમુદાય પોતાના કામો પોતે સાંભળી શકે અને કામ દ્વારા જે મૂલ્યવર્ધન થાય તેને પણ સાથે મળીને સાચવી રાખે શકે તેવી રીતે તેમની સક્ષમતાને કેળવવી અને  પ્રયોજવી.

ભાલની જ્ઞાતિવ્યવસ્થા સંકુલ હતી. એને સમજી લઈ ને પછી જ કામ કરવાનું હતું. અહીંની દરબાર કોમ જે ઉચ્ચ વર્ણ  ગણાતી તે મુખ્યત્વે શાહુકારી કરતી હતી. એમના હાથ ઉપર હતા. અને સ્થાન મહત્વનું હતું. કોળી, પટેલ, ભરવાડ અને દલિત કોમો વર્ચસ્વ ધરાવતી  હતી. કોળી  પટેલ  પહેલા માછીમારી કરતા હતા. પણ ધીમે ધીમે ખેતી તરફ વળતા જતા હતા. કોળી પટેલો અનુસુચિત જનજાતિમાં ગણાતા ન હતા. તેથી એમને બેય બાજુથી ભોગવવું પડતું. ઉચ્ચ વર્ણના દમન શોષણ સહેવા પડતા અને અનુસુચિત જાતિઓ અને જનજાતિઓને જે સરકારી લાભ મળે તે આ લોકોને ન મળે. ભરવાડો પશુઉછેર કરતી કોમ એ લોકો કોળી પટેલથી ઊંચા ગણાય. આર્થિક સ્થિતિ પણ થોડી આવી. પરંતુ પશુ ઉછેરમાં ચાર પાણીની અછતને લીધે એમને આજીવિકામાં બીજો વિકલ્પો શોધવા પડતા હતા. દલિતોને આ બંને કોમો અસ્પૃશ્ય અને નિમ્ન  ગણે. એ લોકો મૃત પશુઓનું ચામડું કમાવવાના, જાજરૂ ધોવાના અને પશુઓના શબોનો નિકાલ કરવાના કામો કરે છે.  ટીમે જયારે અહીં કામ કરવાનું શરુ કર્યું ત્યારે સૌથી પહેલું કામ કોળી પટેલ, દલિત અને હાંસિયામાં  રાખી દેવાયેલી (માર્જીનાલીઝ)  ગરીબ કોમોની  સ્થિતી  અને સ્તરના દસ્તાવેજીકરણનું કર્યું. આ સંશોધનમાં મળેલી વિગતો વ્યવસ્થિત રીતે સત્તાતંત્રને અને સમુદાયને આપવામાં આવતી હતી. સમૃદ્ધ વર્ગોએ તીવ્ર પ્રત્યાઘાતો આપ્યા. આ રીતે ટીમને તીવ્ર વિરોધનો અનુભવ થયો. એમના હેતુ વિષે આશંકા પણ દર્શાવવામાં આવી. નફીસા કહે છે કે સૌથી પહેલા નડતરો તથા પ્રત્યાયન અને વિશ્વાસ વિશેના, “કોઈ અમારી સાથે શું કામ વાત કરે”? ભાલ માં બહારથી ઘણા લોકો મોટર માં બેસીને આવતા અને પાછા જાય. એનાથી ઉડતી ધૂળ સિવાય લોકોને કશું જ ન મળતું . વાતો બધા કરે પણ કોઈ કશો ઉપાય ન બતાવે. આમ પણ અમે શહેરી લોકો હતા. એમને અમારા પર શંકા આવે જ. એટલે અમારે સૌ પહેલા તો એમનામાં અમારા માટે વિશ્વાસ જગાડવાનો હતો. અને એમ કરવા અમારે એમની વાતો સંભાળવાની હતી. આ કામ માટે અનુસુચિત જાતી અને બીજા પછાત સમુદાય ના પ્રતિનિધિઓની એક સમિતિ અમે બનાવી એટલે સત્તાધીશ માળખાનો વિરોધ ઉઠ્યો. ટીમને ધમકી મળી ' અસ્પૃશ્યો સાથે એક ભાણે જમો છો એ નહિ ચાલે' આ ગામો છોડી ને જતા રહો.

આમ છતા એક વ્યક્તિ હતી જેણે આ યુવતીઓને આવકારી. એ હતા દેવુબહેન. દેવુબહેન અમને જોતા હતા. જાણે અમારી સાથે કામ કરવાની શક્તિ માપતા  હતા. પછી જયારે એમને અને બીજા બહેનોને ખાતરી થઇ કે અમે  વિશ્વાસ રાખવા લાયક છીએ, ત્યાર પછી સંવાદ ખરેખર શરુ થયો. એ પછી જે કામ થયું, તેનો ઉદ્દીપક  દેવુબહેન બન્યા. દેવુબહેન પોતે દલિત કુટુંબના હતા. એમની સાથે હજી પણ એવો જ વ્યવહાર રખાતો  હતો. ટીમના સભ્યોને કાચના કપમાં ચા આપવામાં આવે., દેવુબહેનને એક રકાબીમાં. પણ હવે એક ફેર પડ્યો હતો કે આ વાત અમદાવાદથી આવેલી આ છોકરીઓને પણ સમજાતી હતી. એ લોકો દેવુબહેનની સાથે બેસતા, પેટ છુટ્ટી વાતો કરતા.. એમની પાસેથી જ આ યુવતીઓને  સ્થાનિક પ્રજા વિષે સમજ મળી.

વર્ષોના જ્ઞાન અને અનુભવ માંથી ઘડાયેલા વિચારો જાણવા મળ્યા. લોકો સદીઓ થી જેમાંથી વંચિત રહ્યા હતા તેને માટે આશા અને ધીરજના પાઠ શીખવા મળ્યા. શીખવાનું શરુ થઇ ગયું.  ધીરે ધીરે   દેવુબહેનની સાથે બીજા લોકો પણ આ 'ચંડાળ ચોકડી' સાથે વાત કરતા થયા. વ્યૂહરચના ઉભરવા માંડી. દેવુંબહેન સાથે જોડાયેલી બીજી એક બહેન હતી. નામ એનું જસોદા. કોળી પટેલ કોમની નિસંતાન સ્ત્રીએ સમાજની અવગણના વેઠી હતી. અને હવે એ દુનિયાની સામે થવા તૈયાર હતી.

જ્ઞાતિ અને સમુદાય વિશેની સભાનતા ભાલના જીવનમાં ખુબ શક્તિશાળી ભૂમિકા ભજવે છે. આ સભાનતાની સમજ અને પાચ તેનું દ્રઢીકરણ થાય તેવા બનાવો દેશમાં બીજે પણ બનતા હતા. વ્યક્તિગત અનુભવો પણ થતા હતા. બિહારમાં ભાગલપુરમાં પોલીસો દ્વારા દલિત કેદીઓને આંધળા  બનાવી દેવાની બીના, બિહાર શરીફમાં હિન્દુ અને મુસ્લિમ પડોશીઓ વચ્ચે રમખાણો, સમગ્ર દેશમાં ચિંતાના વિષયો બની ચુક્યા હતા. નફીસા પોતે મુસ્લિમ હતી એના પતિ રાજૂ બારોટ હિંદુ હતા. એમ બને વિરોધ છતાં ય લગ્નગ્રંથીથી જોડાયા હતા. આમ સામાજિક રીતે હવે જણાઈ રહ્યું હતું કે પૂર્વગ્રહો અને પ્રતિબંધો વ્યક્તિગત અને વ્યાવસાયિક ક્ષેત્રે હોય છે અને તેમની કઈક ભૂમિકા પણ  હોય છે. વ્યાવસાયિક પ્રતિબદ્ધતા અને વ્યક્તિગત પ્રતિબદ્ધતાનું આ સમિશ્રણ ઉત્થાનના કલ્ચરનું બનવાનું હતું.

૧૯૮૧માં  ઉત્થાનની નોધણી કરાવવામાં આવી. સંસ્થાનું નામ ખુબ વિચારપૂર્વક નક્કી કરાયું.  ઉત્થાન અર્થાત ઉપર ઉઠવું. અનુભવોથી સમજાયું કે સ્થાનિક નેતૃત્વ અને પરિવર્તન માટે કામ કરવું હોય તો એ બાબતે ઉત્તરદાયી બનવું જોઇશે . અહી પરિવર્તન એટલે સત્તાનું કેન્દ્ર પણ ખસેડવાનું હતું અને નિર્ણય લેવાની ક્ષમતા પણ બદલવી પડે. નીતિન રીસવાડકરના અમદાવાદના ઘરની અગાસીમાં કામ ચલાઉ ઓફીસ બનાવી ત્યાંથી બહારનું કાર્ય કરવાનું હતું એ જ વર્ષે માહિતી સંસ્થા પણ શરુ કરવામાં આવી. માહિતીએ ધંધુકાથી સ્થાનિક સ્તરએ ઉદ્દીપકનું કામ કરવાનું હતું. અહીંથી લોકોની, ખાસ કરીને સ્ત્રીઓની સૂઝ-સમજનો ઉપયોગ કરીને તેમને આધારક્ષમ  બની રહે તેવા વિકાસ માટે તેમને સક્રિય બનાવાવની હતી. સૌને લાગતું હતું કે 'લોકો પાસે તેમના પોતાના સંસાધનો તો છે પણ એ બધા પ્રશ્ન  રહેલા છે અને વેરવિખેર પડેલા છે. એ બધાને જો જોડી શકાય તો તેમને પોતાના વિકાસ માટે કામ કરવા દોરવણી આપી શકાય . જાણકારી હોય તો  જ્ઞાન અને જાગૃતિ આવતા વાર ન લાગે. આત્મનિર્ભર બનીને કામ કરવા માટે આ ચલાક્બળો હોય છે.

એક વર્ષ પછી પેની ઝારાએ ઉત્થાનના પ્રયત્નો  અને ઉત્થાનના 'ભોળપણ' વિષે નિખાલસપણે મૂલ્યાંકન કરતા  કહ્યું કે ' અમે નિષ્ફળ ગયા. અમારી યોજના નિષ્ફળ ગઈ. ધંધુકા તાલુકા માટે  ખાસ વિકાસ નો કાર્યક્રમ શરુ જ ન થયો. આમ કેમ બન્યું? આનો જવાબ સરળ છે પણ માનવો મુશ્કેલ છે. અમારે માટે સ્વીકારવાનું પણ મુશ્કેલ હતું. હકીકત એ હતી કે દાંતવાળા કાર્યકરી જૂથો સુચવેલા બી.પી.એલ.ના મૂળ ધ્યેયો અને અભિગમો સ્થાનિક સત્તાતંત્રએ કદી સ્વીકાર્ય જ ન હતા. (યોજનાની પાંચસો છાપેલી નકલો ક્યાય ગુમ થઇ ગઈ હતો !). ઉત્થાનની ટીમ તેના ધ્યેયો અને અભિગમો માંથી દુર જવા માંગતી ન હતી. જયારે ટીમને જે ભંડોળ મેળવવાનું હતું અને એ મેળવવા જે પ્રમાણપત્રની જરૂર હતી તે માટે પ્રમાણપત્રમાં અપેક્ષિત બાબતોને અનુકુળ થવા આ યોજનામાં સુધારા કરવાની અમને ફરજ પડી હતી. અમારે સમાધાન કરવું પડ્યું. અમને ખુબ પીડા થઇ. આને માટે રીસેસ પાડીએ કે સાંજે જમવા બેસીએ ત્યારે એટલી બધી નિરાશા ભરી વાતો થતી કે અમને 'નવાસવા બ્લોક આયોજકો' ને આનું શું કરવું એની સમજ જ ન હોતી પડતી.. પહેલો સંઘર્ષ એ મુદ્દા પર રહેતો કે અધિકૃત માહિતીમાં  માથા ગણવા પર વધુ ભાર મુકાતો. સ્થાનિક જરૂરિયાત, અગ્રીમતાઓ, કે સંસાધનો વિશેનું વિશ્લેષણ એ કશાનું જરાય મહત્વ ન હતું.

પત્રકોમાં બી.પી.એલ. તરીકે વર્ગીકરણ કરી શકાય તે સંખ્યા પર જ ધ્યાન આપવામાં આવતું હતું અને ઉત્થાને એને અનુસરવાનું હતું.  નવીનીકરણની કશી વાત જ ન હતી. જીલ્લા આયોજન અધિકારી એક મહિલા હતા. એમની પાસે એ બધી વાતો માટે સમય જ ન હતો એમને એ વાતની અકળામણ હતી કે એમની પાસે ટેબલ, ટેલીકોમ કે સ્ટાફ ન હતા. એ માનતા હતા કે લોકોની અગ્રીમતાઓ પર સંસોધન કરવાનો કશો અર્થ ન હતો કારણકે ' આ ગામડાના માણસો, એમને  બધું મફતમાં જોઈતું હોય છે . એ લોકો ગરીબ નથી, પાકા (લુચ્ચા) હોય છે. સ્થાનિક સહભાગિતા એટલે કે જીલ્લામાં કેટલી મીટીગ કરવામાં આવી હતી તેની સંખ્યા, એમાં  કોનો બોલાવ્યા, કોણ આવ્યા, એનું મહત્વ ન હતું. લોકોની જરૂરીયાત અને અગ્રીમતાઓનું નિર્ધારણ કરવાની જરાય જરૂર ન હતી. આયોજન વિષે વિચારણામાં એમના અભિપ્રાયોનું શું કામ? મોટા ભાગના લોકો અભણ છે. તમારો વિચાર બહુ સરસ છે. એ બધું સંસોધન અભ્યાસના લેખોમાં જ રાખવાનું હોય.

ઉત્થાને અગાઉના અને ચાલુ સમયના વિકાસ કાર્યકમોના મુલ્યાંકન કરવાના જે પ્રયત્નો કાર્ય હતા તેનાથી ચોકાવનારી બાબતો ખુલી આવી હતી. બેંકો જેમને ધિરાણ આપવા લાયક ન ગણતી હોય તેવા લોકોને ધિરાણ યોજનાઓનો લાભ મળતો ન હતો. તળાવોના કાંઠાના બાંધકામ નબળા હતા, શિક્ષિત બેરોજગાર વ્યક્તિ જમીન ભાડા પોતે ન આપી શકે. સ્થાનિક જાહેર આરોગ્ય કેન્દ્ર કામ ન હોતું કરતુ. શાળા ના શિક્ષકો આ વિસ્તારમાં બદલી થાય તેને  'શિક્ષા ' સમજતા હતા. અને અહીં આવવુ જ ન પડે તે માટે પ્રયત્નો કરતા હતા.  જમીનમાં જીપ્સમ ભેળવીને તેનું પુન: સંપાદન કરવામાં જમીન વધારે નબળી પડતી હતી કારણકે તેની  કેલ્શિયમ સાથે પ્રતિક્રિયા થતી હતી, ડેરી ઉદ્યોગની યોજના ચાલુ હતી પણ તેને માટે જરૂરી આંતર માળખાકીય સુવિધાઓ ન હતી. રસ્તા, વાહનો, ચિલીંગ પ્લાન્ટ, ઘાસચારાનો પુરવઠો, પશુચિકિત્સા સેવાની યાદી લાંબી હતી. એ વિષે કશી વાત સંભાળવી કોણીએ ગમતી ન હતી.  વાત થાય ત્યારે જવાબ મળે 'હા' . ઘાસચારાની અછત છે. દૂધ ઉત્પાદન પ્રવૃત્તિ વિકસાવવી હોય તો એનો ઉપાય કરવો જોઈએ. પણ પહેલા તબક્કામાં અમે પશુ ખરીદવાનું ધિરાણ પણ આપીશું. અત્યારે સહકારી મંડળીઓ રચાવાનાનું કામ ચાલે છે. તે પછી ત્રણ વર્ષ ઘાસચારાની સમસ્યા વિષે કામ કરીશું. અત્યારે એનું કઈ ન થાય, તમારે વાસ્તવવાદી બનવું જોઈએ. સ્થાનિક અધિકારીઓએ બતાવવાનું હતું કે બી.પી.એલ. ને કારણે ૫૫૯૫૦૦ લોકોને કામ મળ્યું. તમે વણાટકામ, શેતરંજી બનાવવાનું, પાપડ બનાવવાનું, સિલાઈકામ , ભેંસોને ચારો આપવાનું વગેરે કામોનો ચાર્ટ બનાવી આપો, કેટલા એકમો હશે, એકમદીઠ ખર્ચ, સબસીડી અને ધિરાણની વિગતો  એમાં દર્શાવો. બી.પી.એલ.માં એ કરવાનું છે. આને કાર્ય યોજના કહેવાય. ઉત્થાને માન્ય યોજનાઓ કરવાની હતી. નવી બતાવવાની ન હતી એમ કહેવામાં આવ્યું હતું. બી.પી.એલ. વિશેની તમારી ભલામણો મૂકી શકશો, પુરવણીરૂપે.

સ્થાનિક શાસનના પ્રાથમિક પાઠો ભણી રહ્યું હતું. ઉત્થાન અધિકારીઓની સમજ પ્રમાણે ડહાપણ બધું ઉપરના સ્તરે હતું. ઉપરથી અજ્ઞાનીજનો માટે અજવાળું ફેકવામાં આવતું હતું. જેનાથી તેમને કોન્ટ્રાકટરોએ રચેલા રસ્તા દેખાય, સહભાગીઓને કંડારેલી કેડીઓ નહીં આજે ત્રણ દાયકા વીતી ગયા પછી પણ આમાંનું ઘણું ખરું હજી એવું જ છે. જો કે પરિવર્તનના પવનની લહેરખીઓ આવી રહી છે અને ઉત્થાન એનો એક ભાગ બન્યું છે. નીચેના સ્તરેથી આવતા દબાણોને હવે ઉપરના સ્તરથી પ્રતિભાવો મળે છે. જો કે કામ તો હજીએ ધીમું ચાલે છે. હવે પરિસ્થિતિ એવી થઇ છે કે 'લોકોને શું સમજ પડે છે? 'એમ કોઈ માનતું હોય તો પણ કહેવાય નહીં. રાજકારણની દ્રષ્ટીએ એ 'બરાબર' ન ગણાય. હવે રીવાજો પડ્યા છે. પ્રજા પાસે પોતાનું જીવન બદલવાની શક્તિ છે. એવું કહીને પ્રજાને બીરદાવાની  રીતો ઘણુંખરું   બદલાતી નથી છતાં ય ક્યારેક થોડુ કંઈક બદલાતું  હોય છે. જો સત્તાના માળખા આ બદલાતી રીતોને વધુ આગળ જતી રોકવા નવા સાથીઓ શોધતી હોય છે તો પરિવર્તન લાવનારાઓ પણ તેમને સહાયક બને તેવા મિત્રો શોધતા હોય છે.

અંદર / બહાર

ઉત્થાન-માહિતીને હવે સમજાય ગયું કે એમને પોતાના આંતરિક સંસાધનો થકી જ કામ કરવાનું હતું. એમને વિચારેલા બ્લોક સ્તરના આયોજન માટે રાજકીય - સરકારી સ્ત્રોતનો  ટેકો એમને મળવાનો નથી. એમણે પોતાનું જ આયોજન બનાવવું પડશે. જર્મનીના ટેરે ડે હોમ્સની મદદથી ધંધુકાની નાનકડી ઓફીસમાં એક પર્યાવરણ શિબિર યોજવામાં આવી, સ્થાનિક યુવાવર્ગને સાંકળવાના પ્રયોગરૂપે. આ પંથકમાં પ્રચલિત સ્થળાંતરની પ્રવૃત્તિને રોકવી હોય, યુવાનો અહીં જ રહે તેમ કરવું હોય તો તેમને એ માટે વિકલ્પ આપવા જોઈએ અને એ માટે ટીમ વર્ક અને  સ્થાનિક સમુદાયને સક્રિય બનાવવાની જરૂર પડે. સ્થાનિક યુવાનોમાંથી આગેવાન બની શકે તેવા યુવાનો શોધી કાઢીને તેમની સમિતિઓ બનાવીને સાથે મળીને કામ કરવા પ્રોત્સાહન આપવું એવો વિચાર હતો. સમય જતા આ ટીમો ઉદ્દીપક મંડળો બની શકે. એવી પણ વિચારણા હતી કે ભાલ પ્રદેશની પરમ્પરાઓ અને રીવાજોને સમજવા અને તેને જ પ્રયોજવા તેમજ પીતૃસત્તાક માળખા ને સામંતશાહીનો સામનો કરવા માટે સ્ત્રીઓની આગેવાની દ્વારા યુવાવર્ગ ગરીબો અને પુરુષો સુધી પહોચવું. આયોજન અને અમલીકરણ માટે જરૂરી ટેકનીકલ સહાય બહારથી મળવી શકાય. લોકો પાસેથી સરકારી યોજનાઓ અને નીતિઓ વિષે માહિતી હોય તો જ લોકો તેમના અધિકારોનો ઉપયોગ કરીને આ યોજનાઓ અને નીતિઓ પર પ્રભાવ પાડી શકે. માહિતી જૂથ માહિતી અને સ્થાનિક કાર્યના આંતરિક સ્ત્રોત તરીકે કામ કરે અને ઉત્થાન બહારનું સહભાગી બનીને કામ કરે અને માહિતી તથા તાલીમ માટે જરૂરી ટેકારૂપ વ્યવસ્થાઓ લાવી આપે. માહિતી-ઉત્થાનના કાર્યની પસંદગીના ધોરણોની ઓળખ કરવાની શરૂઆત થઇ. 'સમુદાય'ને સંગઠિત અને પ્રેરિત કરવામાં મદદરૂપ થઇ શકે તેવા કાર્યોની ઓળખ કરવાની જ્યાંથી આગળ વધીને બીજી સ્વેચ્છિક સંસ્થાઓ અને સત્તાતંત્ર સાથે નેટવર્કને જોડવાની તકો સર્જવી અને એ પછી પ્રાદેશિક, રાજ્ય અને રાષ્ટ્રીય નીતિઓ માટે હિમાયત કરવી એમ નક્કી થયું.

૧૯૮૨ સુધીમાં  લોકશિક્ષણ કેન્દ્ર શરુ થઇ  ગયું. બહેનો પાસેથી જાણવા મળેલી  તેમની જરૂરિયાતોને સંબોધવા પરિવર્તનની સામાજિક-રાજકીય અને પરિસ્થિતિ શાસ્ત્રીય ગતીશીલતાઓની સહિયારી સમજ સાથે સાત ગામોને જોડવામાં  આવ્યા. સૌથી પહેલી જરૂરીયાત એ હતી કે જેને કારણે મોટા પાયે સ્થળાંતર કરવાની મજબૂરી ઉભી થાય છે તેવા દબાણો ઘટાડવા. એને માટે જરૂર હતી પીવાનું પાણી મળી રહે તેની અને ખારી થઇ ગયેલી જમીનનું નવસર્જન કરવાની. આ પથંકમાં મોટા પાયે ઉગતા તમ્મરો-ચેરિયા, જે લગભગ ઉજ્જડ થવાની અણીએ હતા. તેનું નવસર્જન કરવું અને એ માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવેતરો અને નર્સરીઓ બનાવવા  અને લોકોને આ કામ માટે પ્રોસાહન આપવું, પીલું-પીલુડી નામે ઓળખાતા વૃક્ષોનું મોટા પાયે વાવેતર શરુ થયું. આજીવિકાના સ્થાનિક સ્ત્રોતો સર્જવામાં લોક શિક્ષણ કેન્દ્રનું આ મહત્વનું પ્રદાન હતું.

૧૯૮૨ સુધીમાં  લોકશિક્ષણ કેન્દ્ર શરુ થઇ  ગયું. બહેનો પાસેથી જાણવા મળેલી  તેમની જરૂરિયાતોને સંબોધવા પરિવર્તનની સામાજિક-રાજકીય અને આર્થિક પરિસ્થિતિ શાસ્ત્રીય ગતીશીલતાઓની સહિયારી સમજ સાથે સાત ગામોને જોડવામાં  આવ્યા. સૌથી પહેલી જરૂરીયાત એ હતી કે જેને કારણે મોટા પાયે સ્થળાંતર કરવાની મજબૂરી ઉભી થાય છે તેવા દબાણો ઘટાડવા. એને માટે જરૂર હતી પીવાનું પાણી મળી રહે તેની અને ખરી થઇ ગયેલી જમીનનું નવસર્જન કરવાની. આ પથંકમાં મોટા પાયે ઉગતા તમ્મરો-ચેરિયા, જે લગભગ ઉજ્જડ થવાની અણીએ હતા. તેનું નવસર્જન કરવું અને એ માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવેતરો અને નર્સરીઓ બનાવવા  અને લોકોને આ કામ માટે પ્રોસાહન આપવું, પીલું-પીલુડી નામે ઓળખાતા વૃક્ષોનું મોટા પાયે વાવેતર શરુ થયું. આજીવિકાના સ્થાનિક સ્ત્રોતો સર્જવામાં લોક શિક્ષણ કેન્દ્રનું આ મહત્વનું પ્રદાન હતું.

મંડળો રચાયા, સામાજિક વનીકરણ અને બીજા કુદરતી સંસાધનો વિષે કામ કરવા મળ્યા. શાહુકારોની પકડમાંથી છૂટવા બચત અને ધિરાણ મંડળીઓ શરુ થઇ. આરોગ્ય, રોજગારીના વિકલ્પો માટે કામ શરુ થયું. અહીં પીવાનું પાણી મેળવવાનો એક માત્ર સ્ત્રોત હતો. ગુ. પા. પુ. ગ . વ્ય. બોર્ડ દ્વારા  નાખવામાં આવેલી. પાઈપ લાઈનો, પણ લોકોનો ન  તો એના પર કશો અંકુશ હતો, ન કશો પ્રભાવ હતો. એ વ્યવસ્થા જે રીતે ચાલે તે રીતે ચાલવા દેવા સિવાય કોઈ છૂટકો એમની પાસે ન હતો. પીવાનું સ્વચ્છ પાણી, સલામત રીતે મળી રહે તે માટે પણ કામ શરુ થયું. પીવાના પાણીની સલામત અને ન્યાયપૂર્ણ  રીતે પ્રાપ્યતા એ મુદ્દો વિકાસની દરેક વ્યૂહરચનાનો પાયો બન્યો. સહ્ભાગીતાપૂર્ણ  સંશોધન કાર્ય કઈ રીતે કરવું તે વિષે પોતાના અનુભવો માં સંસ્થાના સહભાગી બનાવવા શ્રી રોબેર્ટ ચેમ્બર્સ આવ્યા. ફોર્ડ ફાઉડેશનને ડો. કમલા ચૌધરીને ટીમના વનીકરણના પ્રયાસોનો અભ્યાસ કરવા મોકલ્યા. રાજસ્થાન માં 'રૂરલ યુનીવર્સીટી' ના પ્રયોગમાંથી શીખવા મળેલી બાબતોમાં સંસ્થાના સહભાગી  બનાવવા આઈ. આઈ.એમ. - અમદાવાદના શ્રી રણજીત ચૌધરી જોડાયા. ઉત્થાનની પ્રતિષ્ઠા વધી રહી હતી. સ્થળાંતરની પીડાઓથી છૂટવા વિકલ્પ વિકસાવવા માટે ઉત્થાને કરેલી શરૂઆતો - પહેલ કાર્યોને આ પ્રતિષ્ઠાને પરિણામે વધુ આધાર  મળતો ગયો. વનીકરણ, પાણી અને બચત ધિરાણના કાર્યો માત્ર પ્રોજેક્ટ ન બની રહે અને ટીમ વર્ક , સંચાલનના અનુભવો લઈને નવા આગેવાનો સામર્થ્યપ્રાપ્તિના સાધનો ઉભા કરે તે જોવાનું હતું. આમા સૌથી મોટી મર્યાદા  નડતી હતી નાણાની. નાણાભંડોળ મેળવવા માટે પ્રત્યત્નો કરવા પડે અને એ પણ એક જરુરી કાર્ય હતુ.

ભારત અને વિદેશો માથી સહાય આપવા ઇચ્છ્તા દાતાઓના વલણો અને નીતિઓને સમજવા પણ જરુરી હતા. એક તરફ નાણાકીય જરુરીયાતો પુરી કરાવાની હતી તો બીજી તરફ સ્થાનિક  કાર્યક્ષેત્રે  પણ પડકારો ઉભા થયા કરતા હતા. ટીમના સભ્યોમાં સંઘર્ષ થાય, જ્ઞાતિ વિષયક, પિતૃસત્તાક મુદ્દાઓ વિશેના અભિગમો બાબત, સ્થળની પસંદગીના મુદ્દે સંઘર્ષો અને મતભેદો થતા હતા. એક પ્રકરણ પૂરું થઇ રહ્યું હતું. અનિશ્ચિતતા સાથે. આમ છતાં ભવિષ્ય વિષે ચિંતા પૂર્ણ ધારણાઓ વચ્ચે પણ આત્મા વિશ્વાસની પ્રારંભિક હિલચાલ દેખાવા માંડી હતી. અને પુરવાર થઇ ચુક્યું હતું કે 'ઉજ્જડ ધરતી' પર પણ  ટકી રહી શકાય છે અને આ પુરાવાઓ નિર્વિવાદ હતા. આ સૌની વચ્ચે સ્વીકૃતિની થોડી થોડી ઝલકો ઝળકી રહી હતી.

ભાલના વિકલ્પો (૧૯૮૨- ૧૯૯૪)

૧૯૮૪ સુધી ઉત્થાન- માહિતીને એ સમજાઈ ગયું હતું કે મહિલા મંડળો અને  યુવક મંડળો  એવા સંગઠનો છે જેના થકી સમુદાયના નબળા વર્ગોને સક્રિય બનાવી શકાય છે.  પેની ઝારા યુ. એસ. થી આવ્યા હતા. એમની મદદ થી મહિલા મંડળોએ સ્થાનિક સંસાધનો મેળવવા માટે પ્રયત્નો શરુ કરી દીધા હતા. આ મહિલા મંડળોના કામ અને અપેક્ષાઓનું વિશ્લેષણ કરતા જણાયું હતું કે પાણી, બચત ધિરાણ અને પાયાની આરોગ્ય સેવા - આ ત્રણ ધ્યાન આપવા જેવા પ્રશ્નો છે. આયોજન અને નિર્ણય પ્રક્રિયામાં તેમની સહભાગિતા ખુબ વધી હતી. ઉત્થાન-માહિતીના મોટા ભાગના કાર્યક્રમો સ્થાનિક આગેવાનોએ જ શરુ કર્યા હતા. 'અંદર' અને 'બહાર' ના લોકો વચ્ચે જે સ્વસ્થ પ્રત્યાયન સર્જાયું હતું. તે આ સહ્ભાગીતાની આગવી ઓળખ બની રહ્યું હતું.

આ દરમ્યાન નવી દિલ્હીમાં એક દુરંદેશી વૈજ્ઞાનિક અનીલ અગ્રવાલે સ્થાપેલા સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરર્મેન્ટ  ભારતના પર્યાવરણીય લાક્ષણિકતાઓ વિષેના બીજરૂપ અહેવાલો તૈયાર કરવાનું શરુ કર્યું હતું. ઉત્થાનના શરૂઆતના તબ્બકે શ્રી અનીલ અગ્રવાલ પારદર્શક અને ગુરુ હતા. એમના માટે 'પર્યાવરણના વધુ ન્યાયપૂર્ણ અને આધારક્ષમ ઉપયોગમાં જન્મેલી માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધની વધતી જતી સમજ એ આજના ભારત માં થઇ રહેલો કદાચ સૌથી વધુ ધ્યાનાકેન્દ્ર વિકાસ છે"

ઉત્થાનને હવે એ હકીકત સમજાઈ ચુકી હતી કે જીવનને ટકાવી રાખવા માટે પાણીનું મહત્વ છે અને ઘર માટે પાણી બાબતે સંચાલન કરનાર તરીકે સ્ત્રીઓ હોય છે.  અને એથી જ ઉત્થાન-માહિતીના એજન્ડા માં પાણી અને સ્ત્રીઓ ના મુદ્દા સૌથી ઉપલા સ્થાને હતા. જળ, જીવનદાતા પ્રવાહી એક વૈશ્વિક પ્રતિક છે' જળ એટલે પવિત્ર કરનાર, જીવન આપનાર, સર્જક અને વિનાશક બંને!' વિભ્ભિન સંસ્કૃતિઓમાં સ્ત્રીઓને જીવનસર્જક અને જીવનપોષક તરીકે ભૂમિકા સાથે પાણી ગાઢપણે જોડાયેલું છે. માત્ર વૈચારિક કે ભાવનાત્મક જ નહિ, વાસ્તવ, ઠોસ જીવનમાં પણ ઘર માટે પાણી ભરવાનું કામ સ્ત્રીઓ કરે છે અને પાણી વાપરવાનું    કામ પણ સ્ત્રીઓ જ કરે છે. સામાન્ય રોજિંદા ગૃહજીવનમાં સ્ત્રીએ કરવાના થતા લગભગ દરેક કામ માટે પાણીની જરૂર રહે છે. અને એ સાર્વત્રિક હકીકત છે. પાણીની અછત સ્ત્રીઓના સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. પાણી ભરી લાવવામાં જતો સમય અને શ્રમ, બીજા ઉત્પાદક કામો માટે ખૂટતો સમય  માટે, છોકરીઓના ભણતર પર માંથી અસર, કુટુંબો અને સમુદાય સ્તરે પાણીની   પરિસ્થિતિ વિવિધ અસરો થતી હોય છે.2 વનીકરણ અને કોલસા પડવાના કામ શરુ થયા.  એની સાથે બચત અને ધિરાણના માળખાઓ દ્વાર શાહુકારોનો સામનો કરવાના પ્રયત્નો ઉત્સાહભેર શરુ થયા. જે જે કામો હાથમાં લીધા એમાં તરત જ જણાઈ આવતું કે પાણીની માંગ એક સર્જક બળ હતું.

તળાવો અને પોલીથીન

ભાલ પ્રદેશમાં વરસાદનું કશું જ ઠેકાણું નથી હોતું. ગામોમાં તળાવો હોય તે વરસાદ આવે ત્યારે ભરાતા. પાણી ભરાય તેનો ઉપયોગ કરવા માટે ઉચ્ચ વર્ણ અને પીતૃસત્તાત્મક  વ્યવસ્થાની અગ્રીમતાઓ આવે. તળાવનું પાણી પહેલા ઉચ્ચ વર્ણના લોકો માટે, પછી તેમના પશુઓ અને ખેતીવાડી માટે. પાણીનો બીજો સ્ત્રોત જે વરસાદી તળાવો ખાલી થઇ જાય ત્યારે રહેલો એક માત્ર સ્ત્રોત તે ગુ.પા. પુ. વ્ય. બોર્ડ દ્વારા નાખવામાં આવેલી પાઈપ લાઈનો એમાય ય પાણી મળવાનું સાવ અનિશ્ચિત. દબાણ ઓછુ હોય, પાઈપો તૂટેલી હોય, પાણીની અધ્ધવચ્ચે ચોરીઓ થાય. ભાલના છેવાડાના ગામોમાં તો પાણી ભાગ્યેજ પહોચે. ગુજરાતમાં ભૂગર્ભ જળનું સ્તર નીચું ઉતરતું જતું હતું એ સ્થિતિમાં અછતની પરિસ્થિતિ દૂર કરવા માટે સરકરી યોજના મુજબ પાઈપ લાઈનો નંખાયેલી. આ  યોજનામાં ન તો અછત ના કારણો શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો  કે ન તો  એ ધરતી પર માનવજીવનના આધારક્ષમ ભવિષ્ય માટે કોઈ વિઝન ઘડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. સરકારે નક્કી કર્યું કે આ સમસ્યાનો ઉકેલ કેન્દ્રિત આયોજન અને ટેકનીકલ ક્ષમતાઓ દ્વારા લાવેલો. પાણી મળવા માંડ્યું અને જેને જેને પોસાતું હતું તે બધા રોકડિયા પાકો લેવા માંડી પડ્યા. આવા પાકો પાણી વધારે માંગે. ગ્રામજનોની નજર સામે તેમના કુવા ખાલી થતા હતા, જમીનો ખારી બનતી જતી હતી. ગામ તળાવો તો ગાયબ જ થઇ ગયા. અને આ બધાની સાથે ગામની અંદર પાણી વહેચીને વાપરવાની પુરાણી અને પ્રચલિત રીતો પણ અદ્રશ્ય થઇ ગઈ. ઘાસના મેદાનો અદ્રશ્ય થઇ ગયા, પશુઓ ભૂખે મરવા માંડ્યા. પાણી હતું .

તે ધનિક અને શક્તિશાળી લોકો પાસે જવા માંડ્યું. હવે સ્ત્રીઓને ઘર માટે પાણી ભરવા રોજ રોજ ૫- ૬ કિલોમીટર ચાલવું પડતું. પરંતુ ગામમાં કુવા હોવા છતાં જયારે નિરંકુશ આર્થિક પરિબળો આત્મનિર્ભરતાની પરંપરા  ને નષ્ટપ્રાય કરી દે છે અને લોકોને એમની જાય પહોચ કે અંકુશ ન હોય તેવી વ્યવસ્થાઓ  પર આધાર રાખવાનો આવે છે. ત્યારે આમ જ થતું હોય છે.3

ગુ.પા. પુ. વ્ય. બોર્ડને આ ગંભીર પરિસ્થિતિનો બહેતર પ્રતિભાવ આપવા સમજાવવાના પ્રયત્નો તો શરુ કરી દીધા પણ સાથે સાથે એમ પણ લાગતું હતું કે લોકોના પોતાના હાથમાં જેનું સંચાલન હોય તેવી પાણીની કોઈ વિશ્વનીયતા વ્યવસ્થા હોવી જોઈએ, જે લોકો માટે જીવાદોરીરૂપ બની રહે અને એક ઉપયોગી વિકલ્પ બની રહે. ધોલેરાના બહેનો જીલ્લા સ્તરની કચેરીઓમાં પહોચ્યા. આ રીતે આટલે સુધી જવું એ એમને માટે અભૂતપૂર્વ સાહસ હતું. ત્યાં એમણે અધિકારીઓ સાથે ચર્ચા કરી. અધિકારીઓ રીવર્સ ઓસ્મોસીસ પ્લાન્ટ નાખવા સહમત થયા. પ્લાન્ટો નખાવ્યા. પહેલા પ્રયોગમાં સારું પાણી મળ્યું. પણ વ્યવસ્થા ખુબ જ ખર્ચાળ હતી, વળી ટેક્નોલોજી એવી હતી કે સ્થાનિક લોકો એનું સંચાલન કરી જ ન શકે. હકીકતે, સ્થાનિક સ્તરે સંચાલન કરી શકે તેવી  વ્યક્તિઓની હવે ઉત્થાન-માહિતીમાં ખુબ મહત્વની જરૂરીયાત લાગવા માંડી હતી.

એ વખતે એક વિચાર ઉદભવ્યો. અદભૂત હતો એ વિચાર. એ વિચાર અમલમાં મુકાય તો આ પ્રદેશના પીવાના પાણીનો પરીદર્શ્યને બદલી નાખે તેવો સ્થાનિક સામર્થ્યપ્રાપ્તિનું એક શક્તિશાળી પ્રતિક બની રહે તેવો એ વિચાર હતો. બન્યું એવું હતું કે આ પંથકમાંથી ઘણા સ્થળાંતર   કરી જતા રહ્યા અને બાંધકામની સાઈટો પર કામ કરતા, ત્યાં એમણે જોયેલું કે નહેરો બાંધતી વખતે નહેરોના તળિયે પ્લાસ્ટિકની ફિલ્મ ગોઠવવામાં આવતી હતી. પાણીને જમીનમાં ઉતરી જતું રોકવા એવું અહીંના તળાવોમાં કરીએ તો કેવું રહે? આ વિચાર સ્થાનિક લોકોમાંથી ઉદભવ્યો હતો.

ગામના તળાવમાં વરસાદ પડે અને પાણી ભરાય તો ખરું પણ એ તો જમીન માં ઉતરી જાય, એનું બાષ્પીભવન થઇ જાય અને રહ્યું સહ્યું પાણી ભાભરું (ભૂરા, કડવા સ્વાદવાળું) થઇ જાય. આ થતું રોકવા તળાવોના તળિયે પ્લાસ્ટિક પથારીએ તો?  પાણી જમીનમાં ઉતરતું રોકવું.  અને જમીનની ખારાશને પાણીમાં ભળતી રોકવી બે ય હેતુ સરી શકે.

૧૯૮૩મા ઇન્ડિયન પેટ્રોકેમિકલ કોર્પોરેશન લીમીટેડ, વડોદરાનો સંપર્ક સાધીને આ કાર્ય માટે જરૂરી ટેકનીકલ રીતો અને લો ડેન્સીટી પરિસ્થિતિ (એલ. ડી.પી)મેળવવા વિષે તપાસ કરી કંપનીના મેનેજીગ ડીરેક્ટર શ્રી હસમુખ શાહે તત્કાલ ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ આપ્યો. સામગ્રી વિના મુલ્યે મળી. સામગ્રી મોકલતી વખતે કંપનીએ એન્જીનીયરોને પણ સાથે મોકલ્યા. માહિતીના નિરીક્ષણ હેઠળ અને આગાખાન ફાઉડેશનના ટેકા સાથે પ્રયોગો શરુ થયા. દેશના એ વખત યુવાન પ્રધાનમંત્રીએ નેશનલ ડ્રીન્કીંગ વોટર  મિશન ઉભું કર્યું હતું.  એના દેશમાં નવીનીકરણ અને વિકેન્દ્રિતકરણ અભિગમો પર ભાર મુકવામાં આવ્યો હતો. આ મિશન હેઠળ સમુદાય માટે હેન્ડપંપ ગોઠવવાનો વિશાળ કાર્યક્રમ દેશભરમાં શરુ કરવામાં આવ્યો હતો.

પેય જળ લોકોને મળી શકે તે માટેનો આ વિશ્વભરમાં સૌથી વિશાળ કાર્યક્રમ હતો. આ કાર્યક્રમને લીધે આ કાર્યક્ષેત્રમાં મોટા પરિવર્તનો આવી રહ્યા હતા. દેશના ભવિષ્યના પાણી અને સ્વચ્છતા વિષયક કામો સાથે રાજીવ ગાંધીનું નામ જોડાવું હતું. આ નેશનલ ડ્રીન્કીંગ વોટર મિશનમાં વડા તરીકે જે આઈ. એસ. એસ. અધિકારી, શ્રી ગૌરીશંકર ઘોષ હતા. તેઓ ગુજરાતમાં પાણીની પરિસ્થિતિનો એમને સીધો અનુભવ હતો. ૧૯૮૬મા  રાહતળાવ ગામમાં યોજવામાં આવેલા નિદર્શન કાર્યક્રમ માંથી શ્રી ગૌરી ઘોષ પોતે આવ્યા. ૧૯૮૭મા દરિયાકાંઠે બીજી આવી જગ્યાઓએ પ્લાસ્ટિક પાથરેલા તળાવો બનાવવામાં તેમણે મદદ કરી. ભાલના બહેનોને એટલે તો વિશ્વાસ હતો કે તળાવો બનાવવા અને પાણી સાચવવાનું કામ તેઓ કરી શકશે. જળ સંસાધનોને સંબધિત આ રીત માં રીવર્સ ઓસ્મોસીસ કે પાઈપ લાઇનોનો જબરજસ્ત પથારાની તુલનાએ ખર્ચ ઓછા થતો હતો. વળી, ઉત્થાન-માહિતી સંસ્થાઓ અને લોકોને સાથે આણવાના સામાજીક અને આર્થિક ધ્યેયમાં આ રીત સુપરે ગોઠવાઈ જતી હતી.

રાહતળાવમાં સફળતા મળી, આત્મવિશ્વાસ વધ્યો અને ત્યાના બહેનો સંસ્થામાંથી હજી વધુ વિશાળ સ્વીકૃતિ માટે ઉદ્દીપક બની રહ્યા. વૈકલ્પિક ઉકેલો શોધવા માટે અને સરકારી સંસાધનો મેળવવા માટે ની માંગને લઇને વરસાદનું પ્રમાણ, તેનું આવરા ક્ષેત્ર (કેચમેન્ટ એરિયા ) અને વહેણ (રન ઓફ ) વિષે જાણવા માટે પદ્ધતિસર ના સર્વેક્ષણો કરવાનું શરુ થયું. રાહતળાવ ગામ ખાતેના નિદર્શન પછી હવે આ વ્યવસ્થા આગળ વિસ્તરી. પહેલા સાત ગામો અને પછી ચૌદ ગામો સુધી પહોચી. ૧૯૮૬નું વર્ષ ગુજરાતમાં અનાવૃષ્ટિનું વર્ષ હતું. આખા પંથક માં માત્ર રાહતળાવમાં જ પાણી હતું. ૮૭નુ વર્ષ પણ અનાવૃષ્ટિનું વર્ષ રહ્યું. એ વખતે લોકોની સ્વનિર્ભરતાનો એક નોંધપાત્ર પ્રસંગ બન્યો. બન્યું એવું કે મહાદેવપુરા ગામમાં તળાવ ખાલી રહ્યું. પણ ગામથી ત્રણેક કિલોમીટર દુર એક તળાવમાં પાણી હતું. આ સંગ્રહાયેલું પાણી ગામ સુધી લાવવા ગામલોકોએ  જાતે આગળ  આવીને એ તળાવની ગામ સુધી નીક ખોદી, અને આ રીતે તળાવમાં સાતેક ફૂટ પાણી આવી શક્યું. આ કામ માટે ગામના લોકોએ જ લોકફાળો કર્યો અને સ્વૈચ્છિક શ્રમદાન કર્યું. બહારના કોઈ પણ સ્ત્રોતની નાણાકીય સહાય લીધા વિના.

અગ્રીમતાઓ નક્કી કરવી, વિકલ્પોનો અભ્યાસ કરવો, વિકલ્પોનું નિદર્શન કરવું અને પરિણામોનું સચાલન કરવું એ સમગ્ર પ્રકિયા ચાલુ હતી. આ પ્રકિયા થકી ઉત્થાન-માહિતી નવીનીકરણથી નિદર્શન અને વિસ્તરણ સુધી પહોચ્યા હોય. હિમાયત અને સંઘર્ષના તબક્કાથી આગળ વધીને સત્તાતંત્ર અને બીજી સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સહકાર્ય સુધી પહોચ્યા હતા. આમ કરવા માટે એ જરૂરી બન્યું હતું કે એક તરફ નિર્ણય લેવાની જવાબદારી ધરાવતો સમુદાય હતો તો બીજી તરફ એન્જીનીયરો જેવા નિષ્ણાતો હતા. આ બંને ની અનુભૂતિઓ અને અગ્રીમતાઓમાં સુમેળ સાધી અને ઉકેલ  લાવવો.

પીવાનું સ્વચ્છ અને સલામત રીતે મળતા પાણીની જોગવાઈ કરવાના આ કાર્ય થકી  સમુદાયોમાં પણ પુખ્તતા આવી. ઉત્થાન- માહિતીની સહભાગિતા પણ પુખ્ત બની. હવે સ્થાનિક નાના કાર્યક્ષેત્રથી આગળ વધીને પ્રાદેશિક (ગુજરાતની) કે રાષ્ટ્રીય જરૂરિયાતના વધુ વિશાળ સંદર્ભ તરફ આગળ વધવાનો આત્મવિશ્વાસ  પણ આવ્યો. બહેનો પોતાના સમુદયોનું સક્રીયીકરણ માટે પ્રયોજી શકે તેવા ટેકનીકલ દ્રષ્ટિએ વ્યવહારુ વિકલ્પો વિકસી ચુક્યા હતા. હવે પછી નું પગલું એ હતું કે એ નિદર્શનો સરકાર દ્વારા વિસ્તૃત રીતે સ્વીકાર થાય તેમ કરવું. આ કાર્ય માટે જીલ્લા સ્તરના સત્તાતંત્ર પાસેથી તો સહકાર અને સંકલન મળતા હતા પરંતુ રાજધાની ગાંધીનગરનું વલણ હજી તટસ્થ હતું. ઉત્થાન-માહિતી તેમના બી.પી. એલના અનુભવથી પાઠ શીખ્યા અને તે પરથી એમણે સીધો નવી દિલ્હી સંપર્ક કર્યો. કેન્દ્રિત અભિગમોની સમુદાયની જરૂરિયાત  અને તેમના અંકુશને બંધબેસતી વ્યૂહરચનાઓ  ઘડવાની રીતો શોધવામાં નેશનલ ડ્રીન્કીંગ વોટર મિશન (એન. ડી. ડબ્લ્યુ. એમ) ના ડીરેક્ટર શ્રી ઘોષે ઘણી સહાય કરી. શ્રી ઘોષે આ ક્ષેત્રના નિષ્ણાત અને પછીના થોડા વર્ષોમાં જયારે પાણી અને સ્વચ્છતા (અં. વોટર એન્ડ સેનિટેશન  સીસ્ટમ) માટે અંગ્રેજી પ્રથમાક્ષારી વોટસન પ્રયોજવાનું શરુ થયું. ત્યારે શ્રી ઘોષે લોકો જ્યાં હોય ત્યાં જ વોટસનનું આયોજન થવું જોઈએ. એ વિચારના શ્રી ઘોષ અગ્રણી હિમાયતી બન્યા. નીચે ના સ્તરથી કામ કરવામાં લોકોનો પ્રતિભાવ પણ ખુબ મળ્યો અને એનો વિરોધ પણ એટલો જ તીવ્ર  રીતે થતો. આ પ્રદેશના જડ પિતૃસત્તાક  સમાજોમાં  સ્ત્રી સાથે મળીને પોતાની એકતા અને શક્તિ બતાવી આપે એ વાત સમાજને કેમ કરીને ગમે? ખુદ ઉત્થાન માહિતીમાં એવા કેટલાક લોકો હતા જેમને દેવુબહેનની સુચના હેઠળ કામ કરવું ગમતું ન હતું. કારણ? દેવુબહેન સ્ત્રી હતા, એવા કેટલાક લોકોએ સંસ્થા છોડી દીધી. બહેનો હવે સદીઓ પુરાની સામંતશાહી  માળખામાંથી બહાર નીકળી રહ્યા હતા. ઘરની બહાર મીટીંગો માં જવું, શહેરોમા જવું. ઓફીસમાં જવું, ભ્રષ્ટાચાર પોતાનો જન્મસિદ્ધ હક્ક માની બેઠેલાઓને તેમની જવાબદારીઓ બજાવવા દબાણો કરવા જેવા કામો હવે બહેનો હિમતભેર કરતા હતા. આટલું જ નહિ, બહેનો હવે અત્યાર સુધી માત્ર પુરુષોનું જ કામ ગણાય તવા ટેકનોલોજી  અને એન્જીનીયર ના  કામોમાં આઈ. પી. સી. એલ અને એન. ડી. ડબલ્યુ. સાથે કામ કરવા જોડતા હતા. દસ્તાવેજીકરણની આવડત વિકસી રહી હતી.  પેની ઝારા અને બીજા લોકોએ લખેલા અભ્યાસ, લેખો તૈયાર થયા. રાષ્ટ્રીય નેટવર્ક અને વિશ્વ બેંકમાં ' વી કેન સોલ્વ ઈટ' નામની એક ફિલ્મ પણ પ્રદર્શિત થઇ. આ બધા થકી ઉત્થાન - માહિતીની  લોબીઈંગ આવડત વિકસી રહી હતી. ગુ. પા. પુ. ગ. વ્ય. બોર્ડ અને વિશ્વ બેંક સાથે કામ કરવામાં આ આવડતો કામની હતી. વિશ્વ બેંક સાથે કામમાં એમને પહેલી વાર આંતરરાસ્ટ્રીય ક્ષેત્રે પરની વિષયક નીતિઓનો પરિચય થયો. પીવાના પાણીના પ્રશ્નો વિષે મળેલા એક પરિસંવાદમાં ઘણા નામાંકિત લોકો ઉપસ્થિત હતા. અને એમાંથી સેન્ટર ફોર વોટર રિસોર્સ મેનેજમેન્ટ (સી ડબ્લ્યુ આર એસ ) ઉભું થયું

રાજ્યના સત્તાતંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં હવે જળ સંસાધનો વિષે જાગૃતિ આવતી જતી હતી. સેન્ટરે ભાલમાંથી અનુભવની વાત સમગ્ર દેશના કર્મશીલોને જણાવી. આ પછી ગુજરાતમાં જે નેટવર્કિંગ શરુ થયું , તેના પરિણામે ૧૯૯૪મા 'પ્રવાહ'ની રચના  થઇ. ગુજરાતમાં પાણી અને સ્વચ્છતા વ્યવસ્થા માટે કામ કરતા એકસો પચાસ સંસ્થાનો એમાં જોડાયા. ગુ. પા. પુ. ગ. વ્ય. બોર્ડ ને પ્લાસ્ટિક  પાથરેલા તળાવોના પ્રોજેક્ટ ની જવાબદારી આપવામાં આવી. બોર્ડ દ્વારા ઉત્થાન-માહિતીને નાણા ભંડોળ આપવામાં આવતું હતું. આમ પહેલી વાર આ બે સંસ્થાઓ પોતાની નિષ્ણાત સેવાઓ આપવા બદલ મૂલ્ય મેળવી શકી. ગુજરાત  જેવા ઉદ્યોગ સાહસિકતાને સન્માનતા પ્રદેશમાં આ સંસ્થાઓ માંથી સહાયક સંસ્થાઓ બની અને  હવે તેથી ય આગળ વધી ને વિકાસક્ષેત્રના બજારમાં સન્માનીય વ્યવસાયિક સેવાઓ આપનારી સંસ્થાઓ બની.

જો કે આ પરિવર્તન વિકાસ માટે સંસ્થાઓને થોડી બાંધછોડ કરવી પડી. અત્યારે સુધી તેમના ઉદેશો હતા સામાજિક સ્તરે આંતરક્રિયા અને ક્ષ્માંતાસર્જન સાધવાના. હવે એમને પ્રોજેક્ટ પદ્ધતિએ કામ કરવાનું થયું. લક્ષ્યાંકો, ડેડ લાઈન અને બજેટ પ્રમાણે કામ પુરા કરવાની જવાબદારીઓ આવી. હવે ઉત્થાન-માહિતીને માત્ર સ્થાનિક સમુદાય નહીં પરંતુ ગાંઘીનગર, નવી દિલ્હી અને સુદૂર વોશિંગટન ડી. સી.ના સત્તાતંત્ર  પરત્વે પણ ઉત્તરદાયી બનવાનું હતું. ૧૯૮૭ સુધીમાં તો આધારક્ષમ વિકાસનું એક નવલું વિઝન ૧૯૮૪મા ગ્રો હાર્લેન બ્રન્ટલેન્ડની આગેવાની હેઠળ સ્થપાયેલી વર્લ્ડ કમિશન ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટના અહેવાલ 'અવર કોમન ફૂચર' ને પ્રતિબિબ કરતુ હતું. કમીશનની વિચારધારા હતી, એવા વિકાસની કે જે આજની જરૂરિયાતો એ રીતે પરીપૂર્ણ   કરે કે જેને લઈને ભાવી પેઢીઓને તેમની જરૂરિયાત પૂર્ણ કરવા બાબતે કોઈ જ પ્રકારના સમાધાનો ન કરવા પડે. અને આ વિચારધારા એ દલિત સાથે હતી કે આમ કરવા માટે 'વલણોમાં સામાજિક મુલ્યોમાં અને આકાંક્ષાઓમાં મોટા ફેરફારો પણ જરૂર પડે તો કરવા જોઈએ'. ભાલના કામમાં નિદર્શન મળી ચુક્યું હતું કે આવા પરિવર્તનો ખુબ ઊંડે સુધી થવા જોઈએ. કુદરતી સંસાધનો સંચાલન અને વિકાસ દરમ્યાન હાંસિયામાં ધકેલી  દેવાયેલાઓને (માર્જીનાલીઝ ) આગળ લાવવા વિષેની વિશાળ ચર્ચાઓમા ઉત્થાન- માહિતીનો અનુભવ મહત્વનું પ્રદાન કરી રહ્યો. ટીમને આખા રાજ્યમાં અને સત્તાના દુર સુધીના માર્ગો સુધી પહોચવું પડ્યું. ઉત્થાનને મેનેજમેન્ટ આધાર સ્થાપિત કરવાનો હતો. જો કે કેટલીક પ્રસ્થાપિત સ્વૈચ્છિક સંસ્થાઓ  ઉત્થાન હજી 'એટલું મોટું' ન હતું થયું. ૧૯૯૮ સુધીમાં ઉત્થાન-માહિતીમાં કેનેડાથી અભ્યાસ માટે વિદ્યાર્થીઓ અને સ્વયં સેવકો આવવા માંડ્યા હતા. આગાખાન ફાઉનડેશન તરફથી જેન્ડર અને પર્યાવરણના મુદ્દાઓ માટેના એક પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે ટોરેન્ટો જવાનું આમત્રણ આવ્યું. આ સાથે ભાલમાં કરવામા આવેલા સંઘર્ષની કથા પહેલી વાર આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકવર્ગ સુધી પહોચી.

પીલુ વૃક્ષોના વાવેતર - જીવન અને શિક્ષણનો આધાર :

પીવાના પાણી માટે કરવામા આવેલું નિદર્શન સફળ થયું. હવે આ સુવિધાને આધારક્ષમ આજીવિકાઓ સાથે જોડવાની હતી. આ વિસ્તારમાં વનીકરણની એક મહત્વની તક દેખાઈ હતી. છેક ૧૯૮૧ થી માહિતીના પરિસરમાં એના પ્રયોગો શરુ થઇ ચુક્યા હતા. આજ વિસ્તાર માં ઉગતા પીલૂ કે પીલુડી નામથી ઓળખાતા વૃક્ષો મોટા પાયા પર વાવેતર (પ્લાન્ટેશન) તરીકે ઉગાડી શકાય. એ વાત હજી નવી લાગતી હતી. ઉત્થાન અને માહિતીએ સાથે મળીને પીલુને રોકડિયા પાક તરીકે પુન:સ્થાપિત કરવા માટે પ્રયાસ શરુ કર્યો. પીલુડીનું મોટે પાયે વાવેતર કરવા માટે અહીની પ્રચલિત ' ટ્રેન્ચ મેથોડ ' (ખાઈ પદ્ધતિ) લોક શિક્ષણ કેન્દ્ર દ્વારા લાવવામાં આવી, અને એને સાથે બીજા વિકલ્પો જેવા કે સૂર્ય પ્રકાશ દ્વારા બિન ક્ષારીકરણ (ડીસેલીનેશન) અને ખેતી-બાગાયતની બહેતર પ્રવૃત્તિઓ પણ જોડવામાં આવી.
સોસાયટી ફોર પ્રમોશન ઓફ વેસ્ટલેન્ડ ડેવલપમેન્ટ, નવી દિલ્હીના સહકારથી આગાખાન ફાઉડેશનનું સમર્થન તો ચાલુ જ રહ્યું. ક્ષારીય જમીનમાં વૃક્ષઉછેર-વનીકરણના કામો માટે આવી જમીન અનુકુળ હોય તેવા વૃક્ષોની જાતો માટે માહિતી અને ટેકનોલોજીની જરૂર રહે. વનીકરણ માટેની જમીનના માલિકી હકો અથવા ભાડાપટે આપવા - લેવાના હકો સ્પષ્ટ હોવા જોઈએ. અહીં ગરીબ વિસ્તારમાં જમીનમાં માલિકી મેળવવાનો તો પ્રશ્ન જ ન હતો. અહીં સ્થાનિક સત્તાતંત્રએ પણ અગાઉ કદી આ રીતે કર્યું ન હતું. તેથી ભાડા પેટે જમીન કઈ રીતે આપવી તેની પણ સ્પષ્ટ સમજ ન હતી. જો ખેડૂતોના જમીન પર માલિકીના અધિકારો સ્પષ્ટ હોય તો બેંક ધિરાણ આપે પણ એ વાતે ય અશક્ય હતી. મિગલપુર અને ભાણગઢના મહિલા મંડળો બને વીસ વીસ હેક્ટર જમીન ભાડા પટે મેળવી શકાય. આ સફળતા તો ગણાય પણ હવે સવાલ હતો વનીકરણ કરવાનો. આ કામ માટે વ્યવસાયિક આવડત જોઈએ જે આ બહેનો પાસે ન હતી. ઉત્થાન કે માહિતીની ટીમમાં પણ પણ વનીકરણના નિષ્ણાતો ન હતા. પરંતુ હવે એમને એવા ટેકનીકલ નિષ્ણાંતની જરૂર પડી જે બિયારણ મેળવવું, એના પર પ્રક્રિયા કરવી, નર્સરી ઉછેર, જમીન તૈયાર કરવી, જળ સંગ્રહ અને વાવેતર કરવા અને પછી તેની સંભાળ રાખવા વિષે માર્ગદર્શન આપી શકે.
માહિતીના એક નિદર્શન કેન્દ્રમાં પીલુ અંગે કામ શરુ થઇ ગયું હતું. જે વૃક્ષો ઉભા હતા એને ઊટો ચરી ન જાય તે માટે તેનું રક્ષણ કરવા સાત ગામોના બહેનો ભેગા થયા. પીલુડીના મુળિયા ક્ષાર શોષતા નથી. નવા વૃક્ષો પણ વવાય અને થોડા વખતમાં દરિયાકાંઠે પાણીની તદ્દન નજીક ત્રણ હજાર છોડવાની હરિયાળી પથરાઈ ગઈ. ખાડા ખોળવાઈ બદલે ટ્રેન્ચ (ખાઈઓ ) બનાવવી ટેકનીક અપનાવી અને છોડવાનું સવર્ધન સુધારવામાં આવ્યું. જ્યાં જ્યાં પીલુડીના વૃક્ષો હતા ત્યાં આસપાસ ચારા તરીકે વપરાય તેવું ઘાસ ઉગી આવ્યું.

પીલુડીના ફળ બોરની જેમ ઠળિયાવાળા હોય છે. અને ખાઈ શકાય છે આ ફળ એક  પોષક આહાર બન્યો. પીલુના ઠળિયા પણ કામના હોય છે. તેમાંથી તેલ મળે છે. દરેક વૃક્ષ પરથી દસ કિલો ઠળિયા મળે એક જ વર્ષમા  સોળ હજાર કિલોગ્રામ ઠળિયા મળ્યા જેની કીમત થતી હતી લગભગ નવ લાખ. આ ઠળિયા વેચી શકાય અથવા વિનિમયમાં આપ લે કરી શકાય. બેંકોની વ્યવહારુ રીતે માન્ય વૃક્ષોની જાતોમાં પીલુનો સમાવેશ ન હતો થયેલો. આ વિસ્તારની બેંકોના અધિકારીઓએ માહિતીના નિદર્શન સ્થળોની મુલાકાત લીધી. ૧૯૮૭મા ધ નેશનલ વેસ્ટલેન્ડ ડેવલપમેન્ટ બોર્ડને (એન. ડબલ્યુ.બી) એક પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. તેના પ્રતિભાવરૂપે સિતેર હેક્ટર જમીનને વાવેતર હેઠળ આવરી લેવા માટે સબસીડી મંજુર થઇ. પીલુમાંથી થતી આવકોનો કારોભાર મહિલા મંડળોએ સાંભળી લીધો. ફ્રેન્ડઝ ઓફ વીમેન વર્લ્ડ બેન્કિંગ (એફ. ડબલ્યુ. ડબલ્યુ. બી) માંથી ભંડોળ લીધું. યુવકમંડળ પાસેથી પૈસા લીધા આ નાણા જયારે પાછા ચુકવવામાં આવ્યા ત્યારે એનો ઉપયોગ વાવેતારોના વિસ્તરણ માટે અને સમુદાયની બીજી જરૂરિયાતો માટે રોકાણ કરવામાં વપરાયા. ૧૯૮૭ સુધીમાં મંડળોએ પીલુના ઠળિયામાંથી તેલ કાઢવાનું શરુ કરી દીધું હતું. આ તેલ નારિયલ  તેલની અવેજીમાં વાપરી શકાય છે. તેનો ખોળ પણ ઉપયોગી હોય છે. આ તેલ - ખોળ સાબુ, રંગો અને પ્રસાધનો ઉદ્યોગમાં વપરાય છે. આમ બજાર પણ તૈયાર હતું  પીલુંનું કામ એક ઝુંબેશ બની ગયું. સ્થાનિક સત્તાતંત્રો પાસેથી ભાડા પટે લીધેલી જમીનમાં પીલુંનું વાવેતર કરવા વધુ ને વધુ લોકો જોડાવા માંડ્યા. સુરત જઈને હીરાઘસુ તરીકે કમરતોડ મજુરી કરી ખાતા યુવાનો ઘરે પાછા વળવા માંડ્યા.

પીલુ અને એના જેવી ખારી ભોયમાં ઉગી શકે તેવી વનસ્પતિની જાતોની વ્યવહારુ ક્ષમતા સલામત આજીવિકાની તકો દેખાડતી હતી. તો સાથે સાથે એ સામાજિક - રાજકીય સામર્થ્ય પ્રાપ્તિ ના નવા માર્ગો પણ ચીંધતી હતી. આજીવિકાના સ્ત્રોતો શોષણનો સામનો કરવાના, બજાર પ્રક્રિયા પર વધારે અંકુશ મેળવવાના અને વચેટિયાઓની તાબેદારી ઘટાડવાના વ્યવહારુ ઉપાયો મળી રહ્યા હતા. ઉત્થાનની વ્યુરચનાની શરૂઆત સમુદાયને પોતાના વૃક્ષો અને ઘાસચારાના સંસાધનોની સંરક્ષણ કરવા માટે સંગઠિત કરવાથી થઇ હતી.

હવે બહેનોએ બજાર પ્રક્રિયા, મેનેજરો તરીકે તેમની દ્રશ્યતા  અને વિશ્વનીયતા ઉભી કરવાનું શરુ કરીને તેમના ઉદ્યોગ સાહસિકતાના કૌશલ્યો પણ દર્શાવવા માંડ્યા. મોટા પાયા પર વાવેતર કામ કરવા માટે જરૂરી ધિરાણ આપવાની અને તેની વસુલાતની વ્યવસ્થાઓ પણ હવે બહેનો જ સંભાળતા હતા. આથી શાહુકારોનો તેમના પરનો અંકુશ ઢીલો પાડવા માંડ્યો. શાહુકારો દાયકાઓથી જે દાવો અજમાવતા હતા તે હવે અવળા પાડવા માંડ્યા અને બધું જે સરળતાથી ચાલ્યે રાખતું હતું તે હવે ન રહ્યું. ક્યારેક એવું પણ બનવા માંડ્યું કે મંડળોની લોકશાહી ટીમ રચનાઓ અનુભવી વનીકરણ નિષ્ણાતોની સલાહ પણ ક્યારેક માનતા નહીં. મંડળોમાં બીજા કામો માટે પણ ધિરાણો આપવામાં આવતા હતા તેથી એમ  ડબલ્યુ ડબલ્યુ  બી માંથી મળતા સહાયકો અનુદાનો પુરા થઇ ગયા. સોસાયટી ફોર પ્રમોશન  વેસ્ટલેન્ડ ડેવલપમેન્ટ નું સમર્થન પણ પાછુ ખેચાઈ લેવાયું. કોયલા બનાવવાની પ્રવૃત્તિ જે વનીકરણ સાથે સીધી સંકળાયેલી હોય છે તે બહુ ચાલી નહીં. એવા સવાલો પણ ઉઠવા માંડ્યા કે પરચુરણ મંજુરી કામોમાંથી મળતી આવક કરતા વનીકરણના કામોમાંથી મળતી આવક ખરેખર  વધારે હોય છે? પાછળ થી વનવિભાગે પીલુ ઉછેરનું કામ પોતાની યોજનાઓમાં સમાવી લીધું.

આવુજ માછીમારીમાં પણ થયું. અહીં દરિયાકાંઠે માછીમારીનું કામ કરતા લોકોમાં વ્યવસાયિક ક્ષમતાઓનો અભાવ હતો. મત્સ્ય ઉદ્યોગ વિભાગની ગાંધીનગરની અને સ્થાનિક કચેરીઓ સાથે ખાસ પ્રવ્યાયન પણ ન હતું. ફીશપોંડ માટે ઉપયોગમાં લેવાની જમીન મેળવવાનું ખરેખર મુશ્કેલ હતું અને ઝીગા (પ્રોન) માછલીના ઉછેર માટે પાણીની બહુલતા પૂર્વશરત હોય છે. આરોગ્ય કાર્યક્રમમાં પણ બીમારીઓમાં દવા આપવાથી આગળ બહુ સારું થયું ન હતું. સ્ત્રીઓ અને બાળકોની આરોગ્ય સમસ્યાઓ માટે જરૂરી સગવડો ન હતી. એ સ્થિતિને કારણે કુટુંબ, સ્ત્રીઓ અને યુવાનોને સ્વાસ્થ્યસંભાળ માટે પ્રેરવાની ઝુંબેશો કરવાને બદલે સામાન્ય બીમારીઓ પર વઘારે ઘ્યાન આપતું હતું. અનૌપચારિક શિક્ષણમાં પણ બહારથી આવેલા જાણકારો દ્વારા વહેમો, અંધશ્રદ્ધાઓ દુર કરવા વિષે અને અધિકારોનો ઉપયોગ કરવા માટે કાનૂની જાણકારી આવા સુધીના જ કામો થતા હતા. જ્યાં સુધી સાક્ષરતા ન આવે ત્યાં સુધી ખરી નિર્ભરતા માટેના પ્રયત્નો પણ નિષ્ફળ જતા હોય છે.

પ્લાસ્ટિક પાથરેલા તળાવોના કામમાં જેવી સફળતા મળી એવી જ સફળતા બીજા એક કામમાં પણ મળી હતી અને તે બચત અને ધિરાણ જૂથની રચના. ભાલના સમાજ ના નબળા સમુદાયોને શાહુકારોની ચુંગાલ માંથી છોડાવવા માટે આ પ્રવૃત્તિ મદદરૂપ બની. જૂથોની સફળતાથી મંડળોનો આત્મવિશ્વાસ વધ્યો. વિવિધ પ્રવૃત્તિઓ માટે બહેનોને સાથે આણવાથી તેમનામાં જે અનુબંધ સર્જાયો હતો તે સામર્થ્ય પ્રાપ્તિની દિશામાં એક નોંધપાત્ર પગથીયું હતું. ફ્રેન્ડસ ઓફ વીમેન વર્લ્ડ બેન્કિંગ ( એફ. ડબ્લ્યુ ડબ્લ્યુ બી) મંડળોને ધિરાણની વસુલાતની ક્ષમતાને વખાણી. આવા અનુબંધ અને તેના પ્રતાપે ઉભા થયેલા આત્મવિશ્વાસ લઈને એવો બનાવ બન્યો જે યાદગાર બની રહ્યો.

મીગલપુરમાં એક શાહુકારે બહેનોને ધમકી આપવા પ્રયત્ન કર્યો. બહેનોએ પ્રતિસાદ આપ્યો અને શાહુકારને મારવા લીધો. બહેનોએ પોતાની તાકાતનો પરચો દેખાડ્યો એ વાત જોતજોતામાં ભાલ પંથકમાં ફેલાઈ ગઈ. દરબાર સમુદાયના લોકોએ આ વાત નો બદલો લેવાનું નક્કી કર્યું. મીગલપુર અને આસપાસના ગામોમાં નાકાબંધી કરી દીધી. બીજા ગામોએ પોતાનાથી થઇ એટલી મદદ કરી. પણ દરબારના  હથિયારબંધ માણસો ફરતા અને આગેવાનો પર જીવનું જોખમ આવી પડ્યું. જો કે સ્થાનિક લોકોએ ઉત્થાન-માહિતીને પહેલાતો કહ્યું, ' આ અમારી રીત છે, તમે આમાં પડશો નહીં' જો કે પરિસ્થિતિ ગંભીર બનતા મદદ લેવી પડી. વાત ગાંધીનગર અમદાવાદ સુધી પહોચી. અમદાવાદ થી પોલીસ આવી અને મામલો થાળે પડ્યો.

કામનું પ્રમાણ બદલાયું તેની સાથે ભૂમિકાઓ અને સબંધો વિશેની વિચારણાઓ પણ બદલાઈ. હવે ગુ. પા. પુ. ગ. વ્ય. બોર્ડની સહભાગિતા ઓછી થઇ. એ બોર્ડ હવે નાણાકીય ભંડોળ આપનારી સંસ્થા બની રહી. ઉત્થાન. અને માહિતીઓ સબંધ સહિયારા આયોજન અને સાથે મળીને નિર્ણયો લેવાનો અનૌપચારિક અને લોકશાહી સ્વરૂપનો હતો. એનું માળખું પણ સુગ્રથિત ન હતું જે રીતે અને જેટલા પ્રમાણમાં કામ થઇ રહ્યા હતા અને દાતાઓ સાથે જે રીતે સબંધો વિકસી રહ્યા હતા તે જોતા હવે સબંધોમાં વધારે સ્પષ્ટતા અને ઉત્તરદાયીતાની જરૂર જણાતી હતી. ઉત્થાનનું બોર્ડ સક્રિય હતું પણ માહિતીને ઔપચારિક સ્વરૂપ આપવાની ખાસ જરૂર તાત્કાલિક ન હતી. માહિતીના દેવુંબહેન અને ઉત્થાનના નફીસા બારોટ પોતાના વ્યક્તિગત પ્રયત્નો દ્વારા જ સંસ્થાકીય સબંધો પોતાના ખભા પર ઉપાડી રહ્યા હતા. પણ હવે સમિતિઓ બની, કર્યુંનું વિકેન્દ્રીકરણ થયું તે જોતા સ્ટાફની ટેકનીકલ ક્ષમતાઓ વધારીને તૈયાર કરવો અને આગેવાનીની બીજી હરોળ ઉભી કરવા પર વઘારે ધ્યાન આવાની જરૂર લાગતી હતી. માહિતી સંસ્થા જયરે શરુ કરવામાં આવી ત્યારે જ આ બંને સંસ્થાઓએ વિચારી રાખેલું કે સમય જતા માહિતીને આત્મનિર્ભર, સ્થાનિક સંસ્થા તરીકે ઉભી કરવી. ઉત્થાનની ટીમ બહારની સંસ્થા સાથે રહે અને માહિતીને સક્ષમ બનાવવામાં મદદ કરતી રહે અને ધીરે ધીરે ભૂમિકાઓ અને જવાબદારીઓની ઓળખ થતી જાય તેમ તેમ ખસતી જાય. ઉત્થાન અને માહિતી વચ્ચે જોડાણો ચાલુ રાખવા કે નહી અને ચાલુ રાખવા હોય તે કેવી રીતના જોડાણો ચાલુ રાખવા જરૂરી રહેશે તે વિષે ચર્ચાઓ ચાલતી રહેતી. ૧૯૯૪મા આમંત્રિત નિષ્ણાતોએ બને સંસ્થાનું મૂલ્યાંકન કર્યું બને, બંને સંસ્થાની શક્તિઓ અને નબળાઈઓની તુલના કરી. તેમની ભલામણ એવી હતી કે જ્યાં સુધી માહિતીમાં ચાલતા કામો વધારે સક્ષમ રીતે અને એકત્રિત રીતે ન થાય અને ઉત્થાનમાં ટેકનીકલ તાલીમ સાથે અને સંચાલનની પ્રક્રિયાઓ સુધરે નહીં ત્યાં સુધી કાર્ય માટે વિસ્તાર વધારવો નહીં. નિષ્ણાત સમિતિએ એવું સુચન પણ કર્યું કે ઉત્થાનના મેનેજીગ ટ્રસ્ટી માહિતીમાંથી બહાર નીકળવાનું થોડું ઝડપથી કરે તો સંસ્થારૂપે વિકસવાનું પ્રોત્સાહન મળે. ભાલના કામમાંથી જે શીખવા મળ્યા તે પાઠો હવે ગુજરાતના અન્ય સુકા વિસ્તારોમાં અને ત્યાંથી આગળ વધતા દેશ અને વૈશ્વિક સ્તરે નીતિ અને કાર્ય માટે પ્રયોજવા જોઈએ ૧૯૯૪ના વર્ષને મહત્વના પરિણામોનું  વર્ષ  તરીકે ગણાવતા નફીસા કહે છે કે, 'ત્રણ ખુબ મહત્વના બનાવો એ વર્ષમાં બન્યા. માહિતી એક સ્વતંત્ર વિકાસકાર્ય કરતી સંસ્થા બની, ઉત્થાને ભાલ વિસ્તારમા કામ છોડી દીધું અને 'પ્રવાહ' નેટવર્કની સ્થાપના થઇ. ત્યારથી માહિતી અને ઉત્થાન બંનેએ અપેક્ષા કરતા ય ઘણો વધારે વિકાસ સાધ્યો છે અને પ્રવાહ એક પ્રભાવક બળ બની રહ્યું છે.

પીવાનું પાણી - એક વૈશ્વિક સમસ્યા

૧૯૮૧થી ૧૯૯૦ના દાયકાને ઇન્ટરનેશનલ ડ્રીન્કીંગ વોટર સપ્લાઈ અને સેનિટેશન  દાયકા તરીકે ઉજવવામાં આવ્યું હતું. આ દાયકા દરમ્યાન એક મહત્વાકાંક્ષા સેવવામાં આવી હતી કે વિશ્વમાં બધે જ જ્યાં જ્યાં પીવાના સ્વચ્છ પાણીની અછત છે ત્યાં બધે જ એ માટે સુવિધાઓ ઉભી કરવી. આ દરમ્યાનમાં ઉત્થાનના એન. ડી. ડબલ્યુ. એમ. રાષ્ટ્રીય પેય જળ મિશન સાથેના અને દેશ અને દુનિયાના બીજા કર્મશીલો સાથેના સબંધો વિકસ્યા હતા. અને ઉત્થાન પણ આ અભિયાનમાં જોડાયું હતું. આ મહત્વાકાંક્ષા  જો કે પરિપૂર્ણ ન થઇ શકી. હજી પણ વિશ્વમાં લાખો કરોડો લોકો સ્વચ્છ પાણી અને સ્વચ્છતા વ્યવસ્થાની સુવિધા થી વંચિત છે. આ વંચિતતાનું કારણ શું? ટેકનોલોજી અપૂરતી હતી? નાણાભંડોળ ન હતું? ના. કારણ હતું જેની જરૂર હતી પણ જે ન હતું તેવા કશાકની અને તે કશુક હતું પાણી અને સ્વચ્છતા વ્યવસ્થાનું સંચાલન લોકોના (અને ખાસ કરીને સ્ત્રીઓના) હાથમાં સોપવાની રાજકીય ઈચ્છા શક્તિની ગેરહાજરી. ૧૯૯૦માં સંયુક્ત રાષ્ટ્ર અને ભારત સરકારના નેશનલ ડ્રીન્કીંગ વોટર મિશનના સંયુક્ત ઉપક્રમે નવી દિલ્હી ખાતે એક વૈશ્વિક અધિવેશન યોજાયું. જેમાં આમ શા માટે થાય છે તે વિચારવાનું હતું. ગૌરીશંકર ઘોષ આ અધિવેશનના આયોજક હતા. . પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધી અધિવેશનમાં શ્રોતા તરીકે આવ્યા. અને 'નવી દિલ્હી ઘોષના પત્ર' જાહેર કરાયું. આ બનાવ વિશ્વના તૃષા મીટાવવાના પ્રવાસમાં એક સીમા સ્તંભ બની રહ્યો. એક દાયકાના અનુભવ  સમજાયું હતું  કે 'પાયાગત'  નવા અભિગમોની જરૂર હતી. એ જો નહિ હોય તો આટલા વિશાળ અભાવની સ્થિતિ સંભાળી ન શકાય તેવી કટોકટી બની શકે. સ્થાનિક ક્ષમતાઓ વિકસાવીને સમન્યાયને પડકાર કરતી વખતે ઉત્થાન જે સ્થિતિ હતી  તે સ્થિતિમાં સમગ્ર વિશ્વ આવી પહોચ્યું હતું. ઉત્થાનના કાર્યના દરેક ક્ષેત્રો ભાલ અને બીજે બધે નીતિ વિષયક માર્ગદર્શક સુત્ર હતું. 'કેટલાક લોકોને બધું મળે તેમ નહિ પણ બધા લોકોને કેટલુક મળે' આવે જ જરૂર વિશ્વસ્તરે પણ હતી.  વિશ્વ સમુદાય આ બધા માટે કંઈક કરે તેમાં મદદ કરવા માટે નવી દિલ્હીના અધિવેશનમાં એક વિશિષ્ટ પ્રકારના પંચની રચના કરવામાં આવી, જેમાં વોટસનના બધા જ હિત સબંધી વર્ગો સમાન સ્તરે સાથે મળે. જેનું નામ હતું 'ધ વોટર સપ્લાઈ એન્ડ સેનિટેશન કોલોબોરેટીવ કાઉન્સિલ (ડબલ્યુ એસ. એસ. સી. સી ). આગળ જતા ઉત્થાન અને ડબલ્યુ એસ. એસ. સી. સી પરસ્પરના પ્રભાવ હેઠળ  નોંધપાત્ર રીતે આવવાના હતા. ૧૯૯૨માં  રીઓ ડી જાનેરો ખાતે મળેલી વિશ્વ પરિષદમાં ઐતિહાસિક એજન્ડા ૨૧ દ્વારા આ જ વાતનું દ્રધીકરણ કરવામાં આવ્યું. એમાં ભાગ લેનારાઓ જયારે પાછા ફર્યા ત્યારે તેમને ત્યાં મળેલા અભુભાવો વિકાસ વિષયક વિચારધારામાં નવા વિકાસનું પ્રારભબિંદુ  બની રહ્યા. હવે ભાલથી આગળ વધીને ગુજરાતના બીજા વિસ્તારોમાં જઈ  પહોચેલા ઉત્થાનના સંઘર્ષને જાણે સાચા ઠેરવતા હોય તેમ એ વિચારોને ઉત્થાને આવકાર્યા. ૧૯૯૪મા નેધરલેન્ડઝ ખાતે વિશ્વના મંત્રીઓની એક મીટીંગમાં સિદ્ધાંત રજુ કરવામાં આવ્યો તે પણ ઉત્થાનના સિદ્ધાંતને જાણે દોહરાવતો હતો.  એ સિદ્ધાંત હતો 'સમસ્યાઓનો ઉકેલ સરકારો નથી લાવતી, પ્રજા લાવે છે'. પીવાનું સ્વચ્છ પાણી સૌને મળી રહે તે અસ્તિત્વ માટે આધારરૂપ છે. સ્વચ્છ અને સલામત રીતે પાણી મળી રહે તે માટે પાણીની પ્રાપ્યતા અને સંગ્રહ માટેની ટેકનોલોજીઓ અપનાવવામાં આવી હોય તે પુરતું નથી. સ્વચ્છતા વ્યવસ્થાનું પણ એટલું જ મહત્વ છે. જેને લઇને સ્વચ્છ પાણી પીનારાના પેટમાં પહોચે ત્યાં સુધી સ્વચ્છ રહી શકે. આ કામ સત્તાતંત્ર ન કરી શકે, લોકો જ કરી શકે.

પરિવર્તનનો આ યુગ - ફારસ કે કારુણીકા ?

તળાવો અને પીલુના વૃક્ષો એની સાથ આવેલી નવી જવાબદારીઓ, નવા સંબધો અને પરિવર્તન  વિષે એટલું જરૂર કહી શકાય કે આ વર્ષો ઉત્થાન-માહિતી સાથે જોડાયેલા બધાને માટે મંથનો અને પરિવર્તનો વિષે એટલું જરૂર કહી શકાય કે આ વર્ષો ઉત્થાન-માહિતી સાથે જોડાયેલા બધાને માટે મંથનો અને પરિવર્તનોનો યુગ હતો. સામાજિક નિયમો અને સત્તાતંત્ર સામે પડકારો ફેકવામાં આવ્યા હતા અને તે કામ સ્ત્રીઓએ કર્યું હતું. સંધર્ષ થતા હતા અને તેમાંથી જે સહભાગિતા અને હિમાયત વિષે સમજ આવી રહી હતી. આત્મનિર્ભરતા માટે કીમત ચુકવવી પડી હતી અને  પ્રાપ્તિમાં કટુતા અને મધુરતા બંને હતા. ભાલમાં જે પરિવર્તનો આ ગાળામાં આવ્યા એ જાણે કે ભારતમાં પણ એ જ સમયગાળામાં આવેલા. વધારે ઘેરા પરિવર્તનોને પ્રતિબિંબિત કરતા હતા. ૧૯૮૨મા નવી દિલ્હી ખાતે એશિયન રમોત્સવ યોજાયો. એને માટે પ્રજાને ભેટરૂપે રંગીન ટેલીવિઝન મળ્યું. ગ્રાહક સંચાલિત ક્રાંતિની શરૂઆત થઇ. દ્વિચક્રીય વાહનો અને મારુતિ-સુઝુકી મોટરકારો  દેશના રસ્તાઓ પર દોડતી થઇ. એક સિધ્ધાંત ના સ્થાને બજાર સંચાલિત વ્યાવસાયિક નીતિઓ પોતાની જગ્યા બનાવી રહી હતી. એની સાથે બે મહત્વના શબ્દો આવ્યા : ઉદારીકરણ અને વૈશ્વિકકરણ. આ બંને શબ્દો ઉત્થાનને અનેક અનેક રીતે અસર કરવાના હતા.

૧૯૮૪માં ભારતમાં અગાઉ અપરિચિત એવા બે શબ્દો જાણીતા બનવા માંડ્યા. આતંક અને આતંકવાદી. કાશ્મીરમાં વિદ્રોહ શરુ થઇ ચુક્યો હતો. પંજાબમાં રક્તપાત ચાલુ હતો અને સશસ્ત્ર દળોએ અમૃતસરમાં સુવર્ણ મંદિર પર ' ઓપરેશન બ્લુ સ્ટાર' કર્યું હતું. એમાં પંદરસો માણસો માર્યા ગયા હતા. એ જ વર્ષે ઓક્ટોબર  માસમાં પ્રધાનમંત્રી ઇદીરા ગાંધીની એમના રક્ષકોએ જ હત્યા કરી. એ પછી તરત જ દિલ્હી અને બીજે અનેક ઠેકાણે શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા. જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યો.  રાજકીય નેતાઓ એક કોરે ઉભા રહીં ને જોતા રહ્યા. ( આ બનાવના અઢાર વર્ષ પછી સત્તાતંત્રની આ નિષ્ફળતાની જેમ જ બીજે એક સ્થળે સત્તાતંત્રએ હુમલાખોરો પોતાના જ રાજ્યના નાગરીકો પર હુમલો કરી રહ્યા હતા ત્યારે આંખ આડા કાન કરી દીધા, જે બીજી એક વિનાશક જાતિવાદ કત્લેઆમ  બની રહી. ગુજરાતમાં વર્ષ ૨૦૦૨ માં ) એ જ વર્ષે ડીસેમ્બરમાં ભોપાલમાં યુનિયન કાર્બાઈડનો ગેસકાંડ થયો. વહેલી પરોઢે શહેર હજી ઊંધતું હતું ત્યારે ગેસ ગળતર થી ૨૫૦૦ લોકો માર્યા ગયા. ઔદ્યોગિક અકસ્માતોનો આ વિશ્વભરમાં સૌથી ભયાનક બનાવ છે. ૧૯૮૪ ના વર્ષના આવા ભયાનક બનાવો સાથે આશાનું કિરણ વેરતો એક બનાવ હતો અને તે એ કે ઇન્દિરા ઘંધીએ કેરળમાં કાન્તીપુરા  નદીપાર બાંધવામાં આવી રહેલો એક બંધના બાંધકામ પર મનાઈ ફરમાવી, કારણ કે આ બંધ ને કારણે પશ્ચિમ ઘાટની વિશ્વમાં સૌથી વધુ ગાઢા અને અદ્દભુત પરિસ્થિતિ શાસ્ત્રીય વૈવિધ્ય ધરાવતા જંગલોની બસોચાલીસ ચોરસ મીટર જમીન ડુબમાં જતી હતી. ઇન્દિરા ગાંધીએ આ પગલું લીધું એ પછી બીજા જ મહીને એમની હત્યા થઇ. પશ્ચિમ ઘાટનું 'સાયલન્ટ વેલી' નામે ઓળખાતું આ જંગલ રક્ષવા માટે આ ચળવળ ચાલતી હતી, એમાં વૈજ્ઞાનિક વી. એસ. વિજયન, પક્ષીવીદ સલીમ અલી અને કેરળ શાસ્ત્ર સાહિત્ય પરિષદ જેવી સ્વૈચ્છિક સંસ્થાઓ અને કેરળ નેચરલ  હિસ્ટ્રી સોસાયટી જોડાયા હતા. પર્યાવરણ સુરક્ષાની ચળવળ એ વખતે હજી પા પા પગલી ભરી રહી હતી. અને સાયલન્ટ વેલીની આ ચળવળ એલ પથપ્રદાશક બની રહી, સત્તામાળખાઓથી બોજાવૃતિથી કુદરતી સંસાધનોને રક્ષવાની ભવિષ્યની ચળવળો માટે.

હિંસા, ભ્રષ્ટાચાર, રાજકીય લાભ માટે ધિક્કારને પોષવો, કોર્પોરેટ, સત્તાતંત્રોની ધરાર બેપરવાહી અને અસંવેદનશીલ વલણ - દેશના ગરીબીની રેખા નીચે જીવતા લાખો પરિવારોને સારી ગુણવત્તાવાળું જીવન આપવાનું કામ તો હજી બાકી હતું! દેશની પ્રજા હતાશ હતી. તીવ્ર ગુસ્સાથી અકળાઈને રહી હતી, ત્યાં ભ્રષ્ટ રાજકીયતાનું એક વધુ ઉદાહરણ મળ્યું. સંસદમાં એ વખતે કોંગ્રેસ બહુમતીમાં હતી. એક મુસ્લિમ તલાકશુદા મહિલાએ તેના ભૂતપૂર્વ પતિ પાસેથી ભારણપોષણ માંગતો દાવો માંડ્યો. અદાલતે તેની માંગણી મંજુર રાખી. ત્યાં તો સંસદમાં બહુમતીનો લાભ લઈને તલાકશુદા મુસ્લિમ સ્ત્રીઓનો પતિ પાસે ભરણપોષણ  મેળવવાનો અધિકાર છીનવી લેતો કાયદો પસાર થી ગયો. એ મુસ્લિમ સ્ત્રી વૃદ્ધ હતી. એનું નામ હતું શાહબાનો. નફીસા બારોટ અને એના જેવા કેટલાક જાગૃત મુસ્લિમ મહિલાઓ મુસ્લિમ સ્ત્રીઓને રૂઢીચુસ્ત રીવાજોના સકંજામાંથી છોડાવવા પ્રયત્નો કરી રહ્યા હતા. એ સૌને માટે આ આઘાતજનક બીના હતી. એ વખતે દેશના પ્રધાનમંત્રી હતા  રાજીવ ગાંધી . પ્રજાને અપેક્ષા હતી કે તેમના થકી પૂર્વગ્રહો અને રૂઢીચુસ્તતાથી મુક્ત એવો યુવા સમર્થ ભારતનું નિર્માણ થશે. ઉત્થાન અને એના જેવા અનેકને માટે રાજીવ ગાંધીના ટેક્નોલોજી મિશનો પરિવર્તનમાં સહાયક બન્યા હતા. ભાલના ખારાપાટમાં કામ દરમ્યાન રાષ્ટ્રીય પેયજળ મિશન સહાયક બન્યું હતું. પણ હવે, એમની જ સરકારે 'યથાતથ (અં. સ્ટેટ કર્વા) ની સ્થિતિ સર્જી હતી. ભાલની સ્ત્રીઓને પણ આવી જ સ્થિતિ સામે સંઘર્ષ કરવો પડ્યો હતો.

શાહબાનોના બનાવ પછી બાબરી મસ્જીદનો બનાવ બન્યો . રામ મંદિરના નિર્માણનો નારો ઉઠ્યો. વોટબેંક રાજકારણે દેશના કોમી ભેદભાવને અતિશય વરવું રૂપ આપી દીધું. બાબરી મસ્જિદના દરવાજા બંધ થયા અને ત્યાંથી શરુ થઇ ધાર્મિક કટ્ટરતા ને ઉશ્કેરતા પરિબળોની પ્રવૃત્તિઓ, જે એક દાયકા પછી ગુજરાતના રમખાણો સુધી વિસ્તરી ગઈ. એપ્રિલ ૧૯૮૭મા સ્ટોકહોમ થી જાણવા મળ્યું કે ભારતના મહત્વના રાજકારણીઓ અને લશ્કરી અધિકારીઓ દેશન સંરક્ષણ માટે ઉપયોગમાં લેવાતી તોપોના ઉત્પાદકો બોર્ફોર્સ કંપની પાસેથી એક અજબ થી વધારે ડોલર લાંચ લીધી હતી. ભારતના રાજકારણમાં ઉચ્ચ સ્તરે ભ્રષ્ટાચારનું વર્ચસ્વ હતું. પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ પ્રજાના મનમાં સર્જાયેલી આશા વિશ્વાસને તોડી નાખ્યા હતા. ૧૯૮૯મા વી. પી સિંહ સામે એમનો પરાજય થયો. રાજીવ ગાંધીની શ્રી પેરુમ્બુદુરામાં હત્યા થઇ અને આતંકવાદનો ફરી એક વાર પરચો મળ્યો. બાબરી મસ્જીદ અયોધ્યા ખાતે તો ભરેલો અગ્નિ હતો જ. ૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બરે રાજકીય નેતાઓની ઉપસ્થિતિમાં બાબરી મસ્જીદ તોડવામાં આવી હતી. ૧૯૮૪મા  દિલ્હીમાં થયું હતું તેમ ગુજરાતમાં ૨૦૦૨મા થયું.

પ્રશ્ન ઝળુંબી રહ્યો- આ તે પ્રજાસત્તાક નું ફારસ છે કે કરુણીકા ?

નવા પગલા, નવી દિશાઓ (૧૯૯૪-૨૦૦૨)

દેશમાં બની રહેલા બનાવોએ  ભાલમાં કરેલા સંઘર્ષો અને કાર્યના વર્હોને ઊંડો અર્થ આપ્યો. આ વર્ષો ઉત્થાન અને માહિતી બંનેના સમાનતા અને ન્યાય માટેના ભાવીસ્યાના વિઝન અને પ્રયત્નોના પાયા અને ઉછેર ક્યારીરૂપ હતા. બંને સંસ્થાઓ માટે સ્ત્રીઓ અને પાણીનો મુદ્દો ભવિષ્યના વિશાળતર સંઘર્ષો પણ હતા. લગભગ એ જ સમયગાળામાં બાબરી મસ્જીદના વિધ્વંસના બનાવથી દેશભરમાં પ્રજ્વલી ઉઠેલી હિંસાને કારણે શાંતિ અને ન્યાયના ઉદ્દાઓ ખુબ મહત્વના બની રહ્યા. ઉત્થાને ભાલમાં કામ શરુ કર્યું ત્યારે શરૂઆતથી જ એ વાત સ્વીકારેલી જ હતી, બંને સંસ્થાઓએ , કે માહિતી બાળમાં રહીને કામ કરતી સંસ્થા રહેશે અને સમય જતા એક સ્વતંત્ર સંસ્થા બનશે અને ઉત્થાન શરૂઆતમાં આપેલી અદ્ધર વ્યવસ્થાના પાયા પર પોતાની ક્ષમતાઓ રચીને મજબુત બનશે. દેવુબહેન પંડ્યા ભાલના જ વતની હતા અને સારા સંગઠક હતા. ઉત્થાન સાથેના સંપર્કથી આ ગુણનું દ્રઢીકરણ થયું હતું. શરૂઆતમાં જયારે ભાલમાં ઉત્થાનનું કામ શરુ થયું ત્યારે, એ માત્ર જોતા રહેલા શહેરમાંથી આવેલી આ છોકરીઓને સાચવવી, જરૂરી સલાહ સૂચનો કરવા એ એમનું કામ હતું. ભાલની મુશ્કેલીભરી પરિસ્થિતિઓમાં આ લોકોની તાકાત અને પ્રતિબદ્ધતા ટકી રહે છે કે નહીં તે દેવુબેન સતત એમની પડખે રહીને જોતા હતા. ૧૯૯૪ સુધીમાં દેવુબહેન શક્તિશાળી આગેવાન બની ચુક્યા હતા. ઉત્થાન સાથેની માહિતીને સહભાગિતાની  વ્યવસ્થામાંથી બહાર થઈને એને એક અલગ સ્વતંત્ર સંસ્થા રચવા અને સાચવવા એ શક્તિમાન હતા. ૧૯૯૧મા માહિતીને સ્વતંત્ર સ્વૈચ્છિક સંસ્થારૂપે વિકસાવવાનો નિર્ણય લેવાયો હતો. ૧૯૯૩-૯૪ દરમ્યાન ત્રણ નિષ્ણાતો - આગાખાન ફાઉડેશન વતી શ્રી રોબર્ટ મિશેલ અને શ્રી જી. રાજુ અને શ્રી શશી રાવે ઉત્થાન- માહિતીની સહ્ભાગીતાનું મૂલ્યાંકન કર્યું હતું.

હવે તેમણે માહિતીને નવી જવાબદારીઓ લેવા તેમાં ક્ષમતાસર્જન કરવા વિષે પરવાનગી આપી હતી. આ કાર્ય સારી રીતે થઇ શકે તે હેતુથી ઉત્થાન ધીરે ધીરે પોતાનું કામ બંધ કરીને અમલીકરણના કામો મહ્તીની તવી ટીમોને સોપ્તું જતું હતું. આ પરિવર્તન માટે આપ્યોજન એ રીતે ગોઠવેલું હતું કે માહિતીને ક્ષમતાવર્ધન ના કાર્યમાં ઉત્થાને સતત ટેકો આપતા રહેવું અને દાતા સંસ્થાઓ સત્તાતંત્ર અને ટેકનીકલ નિષ્ણાતો જેવા બહારના જૂથો સાથેના સંબધો સરળતાથી ચાલતા રહે તે રીતે સહાયક બનવું. આ બંને ભગીની સંસ્થાઓ હવે છુટી પડી રહી હતી. બંનેએ સાથે કામ કર્યું હતું. અને એમના સાથને સૌએ સ્વીકાર્યો હતો.  ૧૯૮૬મા  અનાવૃષ્ટિગ્રસ્ત ગુજરાતની મુલાકાતે રાજીવ ગાંધી આવ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગરમાં એમને એક મીટીંગ ગોઠવી હતી, વિવિધ ક્ષેત્રોના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને બે  મહિલાઓ હતા  નફીસા બારોટ અને દેવુબહેન પંડ્યા.

૧૯૯૪માં  માહિતીની એક સ્વતંત્ર સંસ્થા તરીકે કાયદેસર નોંધણી કરવામાં આવી  એ જ વર્ષે  ઉત્થાને ગુજરાતમાં વોટસન વિષે સલાહ ચર્ચા માટે સ્વૈચ્છિક સંસ્થાઓ  દાતાસંસ્થાઓ અને સમુદાયો ના આગેવાનો સાથે એક મીટીંગ ગોઠવી.  એ મીટીંગના પરિણામરૂપે 'પ્રવાહ' સંસ્થાની રચના થઇ. રાજ્યભરની સ્વૈચ્છિક સંસ્થાઓનું વોટસન મુદ્દાઓ પરનું એક જૂથ રચાયું. એ પછીના વર્ષોમાં ઉત્થાન સ્ત્રીઓ અને પાણીને સબંધિત બધી જ બાબતો માટે સમાનતા અને સ્થાનિક સામર્થ્ય પ્રાપ્તિના હિમાયતી તરીકે સક્રિય રહ્યું છે. ઉત્થાનની આ ભૂમિકા સમય જતા વધુ બળવતર બનતી જાય છે અને એમ થવામાં આ બધી જ બાબતો સાધનરૂપ ભૂમિકા રહી છે. માહિતીમાં પણ હવે 'અંદરના' અને 'બહારના ' લોકો કે કામોની ભૂમિકાઓ પરસ્પર સંલગ્ન બની ગઈ અને પરસ્પર દ્રઢીકરણ કરતી રહી.

ભાલ છોડ્યા પછી

ભાલમાં કામ માહિતીએ સાંભળી લીધું પછી પ્રશ્ન એ હતો કે હવે ઉત્થાન શું કરે? અંદરો અંદર ચર્ચા કરી, શુભેચ્છકો ની સલાહ લીધી . સૌને લાગ્યું કે હવે ઉત્થાનનું પહેલું કામ એ છે કે વિકાસક્ષેત્રમાં તાલીમ આપનાર અને હિમાયત કરનાર સંસ્થા તરીકે સક્ષમતા કેળવવી. સેન્ટર ફોર વોટર રિસોર્સ મેનેજમેન્ટનું સુચન હતું કે તેની પોતાની ટીમો અને કાર્યસ્થળની બહાર વ્યાપ વધારવાનું અને ટેકો આપવાનું કામ કરી શકાય. હવે કામ કરવાના સ્થળો વધારે કાળજીથી પસંદ કરવા જોઈએ ને ભાલમાં મળેલા અનુભવનો લાભ આપી શકાય તેવા સંસાધનોવિહીન બીજા વિસ્તારો શોધવા જોઈએ. સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને પંચમહાલ આવા વિસ્તારો હતા. ત્યાં સર્વેક્ષણો કરવામાં આવ્યા. પંચમહાલના દાહોદની પાસેના લીમખેડા તાલુકાના સત્તાવીસ છેવાડાના ગામોનો અભ્યાસ કરવામાં આવ્યો. ૧૯૯૫મા ઉત્થાને ડૉ. ઇન્દિરા હીરવેના માર્ગદર્શન હેઠળ પીવાના પાણીની પરિસ્થિતિ વિષે રાજ્યવ્યાપી સર્વેક્ષણ કર્યું. આ સર્વેક્ષણમાં ભાવનગર, બનાસકાંઠા અને કચ્છના અસરગ્રસ્ત વિસ્તારોના ચોર્યાસી ગામોને આવરી લેવામાં આવ્યા હતા. સર્વેક્ષણમાં જે માહિતી મળી તેનાથી ભાલમાં થયેલા અનુભવને પુષ્ટિ મળી. ભૂગર્ભને ફોડીને બોર્વેલો કરી, તેમાંથી બેફામપણે પાણી ખેચવું,   જળસ્તરમાં થતો જતો ઝડપી ધટાડો , ઉદ્યોગોને કારણે પાણીમાં પ્રસ્તુત રસાયણિક પ્રદુષણ, દરિયા અને ભરતીના પાણીનો જમીન્વીસ્તારોમાં પ્રવેશ, અવિચારી રીતે થતું વૃક્ષછેદન, પાણીને કુદરતી આવરો ઘટવો, ખારા ભૂગર્ભજળનો પણ ધરાર ઉપયોગ કરવાથી જમીનની બગડતી ગુણવત્તા, લોકો પાસે સત્તા પણ ન હોય અને જવાબદારીની ભાવના પણ ન હોય, જે કરે તે સરકાર જ કરે તેવી દાનત હોય- આ બધી પરિસ્થિતિઓ સાથે મળીને જે અનર્થ સર્જે - તેનું પરિણામ પાણીની ગંભીર પરિસ્થિતિ અને સંઘર્ષોમાં વધારો. સમગ્ર ગુજરાતમાં પરામર્શ અને પ્રવાહ નેટવર્કના ઉદ્દભવ પછી ઉત્થાને બે વર્ષ દરિયાકાંઠાના વિસ્તારોની જરૂરિયાતો પર સંશોધન કરવામાં ગાળ્યા. આ વિસ્તારની હાલત પણ લગભગ ભાલ જેવી જ હતી. સંશોધન કાર્ય દરમ્યાન આ વિસ્તારનું ભૂસ્તર આયોજન તૈયાર કરવામાં આવ્યું. એમાંથી જે માહિતી મળી તે રાજ્ય અને વૈશ્વિક સ્તરો પર સહિયર પ્રયત્નોને સમૃદ્ધ બનાવવાની હતી. આ કાર્યો ' જળ દિશા'  અને 'વિઝન ૨૧'  પહેલ કાર્યો તરીકે જાણીતા બન્યા.

વર્ષ ૨૦૦૦ સુધીમાં ઉત્થાને આ અભ્યાસોને પ્રતિબિંબિત કરવી અને ક્યાં ક્યાં કામ કરવું. આ યોજનામાં ભાવનગર અને અમરેલી જિલ્લાઓના દરિયાકાંઠાના વિસ્તારો, મહેસાણા અને પંચમહાલ જીલ્લામાં દાહોદની આસપાસના સાવ જ હાંસિયામાં ધકેલી દેવાયેલા આદિવાસી સમુદાયો સાથે કામ કરવાની વિચરણ હતી. ખાસ કરીને પંચમહાલના આદિવાસી વસ્તીવાળા વિસ્તારોમાં ઉદ્યોગોએ વન સંસાધનોનું અતિશય શોષણ કરીને આદિવાસીઓને બેહાલ બનાવી મુક્યા હતા. નાછુટકે આજીવિકા માટે સ્થળાંતર કરવું, શાહુકારોની નાગચૂડ, પાણીની અછત, આરોગ્ય અને શિક્ષણ સેવાઓની લગભગ ગેરહાજરી અહીંની જાણે 'સામાન્ય સ્થિતિઓ' હતી. ૧૯૯૫મા અમરેલી જીલ્લામાં રાજુલામાં અને ભાવનગર જીલ્લામાં ભાવનગરમાં દરિયાકાંઠાના ગામોમાં કામ કરતી ઓફીસો  શરુ કરવામાં આવી. આદિવાસી અને અભાવગ્રસ્ત સમુદાયોને આત્મનિર્ભયતાની દિશામાં લઇ જતા નવા અભિગમોની શોધ શરુ થઇ.

ગુજરાતનો 'પંચમહાલ'  નામથી ઓળખાતો આ પ્રદેશ અરવલ્લી પર્વતમાળાની તળેટીનો વિસ્તાર છે ગુજરાતનો આ સહાડી પ્રદેશ છે. પડોશમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યો છે અને ગુજરાતનો ઉત્તર પૂર્વ વિસ્તાર છે તે એક સમયે આ વિસ્તાર ગાઢ જંગલોથી છવાયેલો હતો. આદીવાસી સમુદાયો અહીં સલામત રીતે કુદરતના ખોળે  રહેતા હતા . વિવિધ વન ઉપજોનો ઉપયોગ કરીને સરળ જીવન જીવતા આ આદિવાસી સમુદાયો પશુપાલન અને ખેતી વ્યવસાય કરતા હતા. ઓગણીસમી સદીના પાછલા વર્ષોમાં બ્રિટીશ સામ્રાજ્યના સમય દરમ્યાન ભારતમાં રેલ્વે લાઈન નાખવા પાટાની નીચે ગોઠવવાના સ્લીપરો બનાવવા જરૂરી લાકડું ભારતના જ જંગલોમાંથી મેળવવાની બ્રિટીશ રાજ્યકર્તાઓની  ચાલનો ભોગ સમગ્ર દેશના વનવિસ્તારો બન્યા. પંચમહાલ પણ એમાંથી બાકાત ન રહ્યું. સ્વતંત્રતા આવ્યા પછી ય બીજા બહાનાઓ હેઠળ વન વિસ્તારોનું ઉચ્છેદન ચાલુ જ રહ્યું અને આદિવાસી પ્રજાની બેહાલી વધતી ગઈ.

ઉત્થાને પંચમહાલમાં વોટર શેડ - જળ સ્ત્રાવો વિસ્તારોનું કામ કરવાનું શરુ કર્યું પાણી, જંગલો અને બીજા કુદરતી સંસાધનોના સંચાલાનના સંસ્થાના ભવિષ્યના કામોની એ શરૂઆત હતી. શરૂઆત વનીકરણ અને બાગાયતી કામોથી કરી. એના મિશ્ર પરિણામો મળ્યા. એક જ વર્ષમાં ૫૦૦૦૦ રોપા વાવવામાં આવ્યા. તેમાંથી ત્રીસ ટકા રોપા ટક્યા. જે ટક્યા તેમાં આમળા અને લીંબુડી હતા. આંબા ના ઉઝરી શક્યા. આ કામમાં ધાનપુરના લલીતાબેન ખુબ સક્રિય હતા. લલીતાબહેન જંગલમાં ઘાસ વાઢવા જતા. એ એમનો રોજ સવારનો  ક્રમ હતો. વનરક્ષકો એમને જંગલમાં પ્રવેશતો રોકતા, ક્યારેક તો માર પણ મારતા. લલીતાબહેન ઉત્થાનમાં જળસ્ત્રાવ વિકાસના કામ માં જોડાયા. એમણે ટેકરીની ખરાબાની જમીનમા પશુઓના ચારાનુ ઉગાડવાનુ નક્કી કર્યુ. બે વર્ષમા એમણે સોળ હજાર ગાસડી ઘાસ ઉગાડ્યુ. એ વેચીને થયેલ આવકમાથી એમણે  ચાર ભેસો અને બે ગાયો ખરીધ્યા. એમનુ જોઇને બીજા પચાસ બહેનો આ કામમા જોડાયા. વર્ષ 2002 સુધીમા આ બહેનો પંચાયતની દુધ મંડલીને રોજ્નુ એક્સો પંચાવન લિટર દુધ પુરુ પાડવા લાગ્યા.  એમનો  આ પુરુષાર્થ પુનર્વસન દ્વારા શાંતિનુ એક સરસ ઉદાહરણ બની રહ્યો. આ વિસ્તારમા ઉત્થાને કરેલુ આ મહત્વનુ પ્રદાન  છે.

ઉત્થાને ભાલમાં કામ બંધ કર્યું અને બીજા વિસ્તારોમાં શરુ કર્યું. એ નિર્ણય પછી નવી દિલ્હીનો ધ નેશનલ વેસ્ટલેન્ડ ડેવલપમેન્ટ કાર્યક્રમ (એમ. ડબલ્યુ ડી. પી.) નો ઉત્થાનને ઘણો લાભ મળ્યો. પંચમહાલના આદિવાસી વિસ્તારમાં જે ક્ષેત્રીય સંશોધન કરવામાં આવ્યું તેમાં જણાયું હતું કે નદીક્ષેત્રનો વિકાસ અને બીજા અભિગમો માટે વધારે કામ કરવાની જરૂર હતી. આ અભિગમો સંકલિત જળ સંસાધન (અં. ઇન્ટીગ્રેટેડ વોટર રિસોર્સ મેનેજમેન્ટ (આઈ  ડબ્લ્યુ આર એસ ) કાર્યક્રમોમાં અતિ  અગત્યના અભિગમો તરીકે આવી રહ્યા હતા. આવા ચેકડેમો બનાવવા, હેન્ડ પમ્પો ગોઠવવા, સુકાઈ ગયેલા કુવાઓને પુન: સક્રિય કરવા તેમ જ વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ટાંકીઓ ગોઠવવી અને આ બધા જળ સંસાધનોની જાળવણી કરવી તે કામો પર ઘણો ભાર મુકવામાં આવતો હતો. આ બધા કામો માટે ટેકનીકલ જાણકાર લોકોની સેવાઓ લોકોની સેવાઓની જરૂર હતી. તેમનો વિધેયાત્મક સહકાર જરૂરી હતો. કાઉનસીલ ફોર એડવાન્સમેન્ટ ઓફ પીપલ એક્શન અને રૂરલ ટેકનોલોજી (કાપાર્ટ) અને ગુજરાત ઇકોલોજી કમીશન (જી. ઈ. સી)ની સહભાગીતાથી તેને વધારે બળ મળી શકે. કરીયાકાંઠાના વિસ્તારોમાં સમુદાયની આગેવાનીથી ચાલતા પાણીની સલામતીના પ્રયત્નો માટે ટેકનોલોજી અને નવીનીકરણની જરૂરિયાત હતી. ઉત્તર ગુજરાતમાં બાલીસણા ગામે પાણીમાં ફ્લુરોઇડ ક્ષારનું અતીવધુ પ્રમાણ અને ભરાયેલા પાણીનું બાષ્પીભવન થતું એ બને સમસ્યાઓ આ માટે પ્લાસ્ટિક પાથરેલા તળાવો દ્વારા ઉકેલ લાવી શકાયો. પાણીની ગુણવત્તા જળવાઈ રહે, કુવાઓ અને છીછરા જળસ્તરો માં પાણીને ક્ષારીય બનતું બચાવવું અને તે માટે તેમાં રીચાર્જની વ્યવસ્થા ગોઠવવી. આ કામને અગ્રીમતા આપવાની હતી. સમુદાય અને ઘરોમાં વરસાદના પાણીના સંગ્રહના કામોને પણ અગ્રીમતા આપવાની હતી. ભાવનગર અને રાજુલા ખાતે પ્લાસ્ટિક પાથરેલા તળાવો અને વરસાદના પાણીના સંગ્રહ માટે ઘરોની આગાસીઓના અને જમીનમાં નીચે ટાંકીઓ બનાવવામાં આવી. આ કામો દ્વારા ઉત્થાનની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કે ઓળખ ઉભી થઇ. જાગૃતીકરણ અને તાલીમ માટે દસ્તાવેજીકરણ અને વિડીઓનો ઉપયોગ શરુ કરવામાં આવ્યો એક એક અનુભવ ઉત્થાનની ભારત સરકારના આઈ ડબલ્યુ ડી પી કાર્યક્રમના સંચાલનની ક્ષમતાને સમૃદ્ધ બનાવતો હતો. ૧૯૯૪મા   ભાવનગર આ યોજના શરુ કરવામાં આવી ઉત્થાનના રાષ્ટ્રીય નીતિઓ પર પ્રભાવ પાડવાના પ્રયત્નોને હજી એક વધુ પરિમાણ સાંપડ્યું.

હિમાયતકાર્ય જરૂરી હતું અને હિમાયતકાર્ય માટે જરૂરી હતું કે સત્તાતંત્ર સાથે સહભાગી બનીને કામ કરવાની અને (યોગ્ય હોય ત્યાં) વિરોધ કરવાની એમ બંને રીતની ક્ષમતા હોય. ઉત્થાન-માહિતીના પ્લાસ્ટિક પાથરેલા તળાવો અને જળસંગ્રહની બીજી રીતો છતાં પાણી પુરવઠા માટે પાઈપ લાઈનો નાખવી કે સ્થાનિક જળસંસાધનો વિકસાવવા એ વિષે વિવાદ-ચર્ચાઓ ચાલુ  જ હતા. વિશાળ નર્મદા બંધના પ્રોજેક્ટના હિમાયતીઓ અને સ્થાનિક જળ સંસાધનોના વિકાસ પર ભાર મુકતા હિમાંયાતીઓ વચ્ચે વિવાદ હજી ચાલુ છે. નર્મદા બંધના પ્રોજેક્ટના હિમાંયાતીઓની  દલીલ  છે કે નર્મદા બંધની નહેરો અને પાઈપ લાઈનો દ્વારા ગુજરાતના દુરમાં દુર આવેલા ખૂણા સુધી ભરચક પાણી પહોચશે, જયારે સ્થાનીક જળ સંસાધનોના વિકાસના હિમાયતીઓની દલીલ એ પુરક બની શકે, એની અવેજી નહીં. નર્મદા બંધ અને નહેરોને 'ગુજરાતની જીવાદોરી' ગણાવીને નગારું પીટતા રાજકારણીઓએ બીજો કોઈ અભિપ્રાય લોવાની કે વિકલ્પ શોધવાની તકલીફ પણ લીધી નથી એ પછીના વર્ષોમાં વિકલ્પો માટે હિમાયત કરનારા ઉત્થાન અને બીજા લોકો સંસ્થાઓને ગુજરાતના વિકાસના શત્રુઓ ગણાવવામાં આવ્યા. મેધા પાટકર અને તેમના 'નર્મદા બચાવો ' આંદોલનના આડતિયાઓ કહેવામાં આવ્યા. ૧૯૯૦ના દાયકા દરમ્યાન આ આંદોલને  સમગ્ર વિશ્વનું ધ્યાન ખેચ્યું હતું. આ વિરોધ એટલો બધો તીવ્ર હતો કે ૧૯૯૩મા  રાજ્યના જળ સંસાધનો વિષે ચર્ચા કરવા એક મીટીંગ યોજવામાં આવી હતી. ઉત્થાન તેમાં અગ્રણી સહભાગી  હતું. એ મીટીગમાં  રાજકારણીઓ પ્રેરિત ગુંડા તત્વો તોફાન મચાવ્યું હતું. પ્રતિનિધિઓ પર હુમલા કરવામાં આવ્યા. સભા સ્થળમાં તોડફોડ થઇ અને મીટીંગમાં ઉપસ્થિત રહેનારાઓને ચેતવણી આપવામાં આવી કે ' જો બંધ કે નહેરો કે બીજા કશા વિષે કઈ પણ વિરોધી વાતો કરશો તો હવે તમારો વારો છે. ગાંધીનગરના સરકારી અધિકારીઓ અને એન્જીનીયરો ઉત્થાન પ્રત્યે સાશંક હતા અને સન્માન પણ દાખવતા હતા. એક તરફ એ લોકો કહેતા હતા કે તમને પાણીની જરૂરીયાત અને પુરવઠા વિષે કશી ગતાગમ પડતી નથી, તમે એ વિષે ધ્યાન જ નથી આપતા, તો બીજી તરફ એ લોકો ઉત્થાનનો ટેકો પણ માંગતા હતા. સત્તાતંત્રો નો આ વિરોધાભાસ ઉત્થાન માટે એક વાસ્તવિકતા હતી અને એની સાથે કામ લેવા  માટે  જરૂરી એવી રાજદ્વારી કુશળતા ઉત્થાનની ક્ષમતાની બહારની વાત હતી.

ઘોઘા પ્રોજેક્ટ

ગુજરાત સરકાર અને ડચ સત્તાતંત્રના ટેકાથી ભાવનગર જીલ્લાના ઘોઘા વિસ્તારમાં સરકાર અને લોકો સાથે સહ્ભૈગ્તાથી કામ કરવાની એક મોટી તક હતી. મૂળ યોજના એવી હતી કે શેત્રુંજી નદી પરના બંધમાંથી પાઈપ લાઈન દ્વારા અછતવાળા ગામો સુધી પાણી લઇ જવું. ઉત્થાને આ ગામોનું સર્વેક્ષણ કર્યું. એમાં જણાયું કે આ ગામોમાં પાણીની અછત છે તે તો ખરું જ પણ જે પાણી મળે છે. અથવા મળશે તેમાં વિતરણ બાબતે પણ સમાનતા વિશેની મુશ્કેલીઓ થઇ શકે, તકરારો પણ થાય તેવી શક્યતા હતી. આથી એવું લાગ્યું કે પીવાના પાણીના સ્થાનિક સ્ત્રોતો વિકસાવવા અને પાઈપ લાઈનોનો ઉપયોગ ટેકારૂપ વ્યવ્ય્સ્થા તરીકે કરવો એવી ગોઠવણ કરવી વધારે યોગ્ય રહેશે. ઉત્થાને આ વાત ગાંધીનગરના અહીકારીઓને સમજાવી. અધિકારીઓ અને ગામોના આગેવાનોની વાતચીતો ગોઠવી. આ પગલુ ભારત દેશમાં આયોજન વિશેનું એક સીમા સ્તંભરૂપ કામ બન્યું. ૧૯૯૭મા ઘોઘા રીજન વોટર સપ્લાઈ અને સેનિટેશન પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટ વોટસન વિભાગમાં સમુદાય સંચાલિત અભિગમના અમલીકરણનો દેશની કોઈ પણ રાજ્ય સરકારે કરેલો પ્રથમ પ્રોજેક્ટ હતો. આ પ્રોજેક્ટમાં ભાવનગર જીલ્લાના ત્રણ તાલુકાઓ બ્યાસી ગામો અને છસો કિલોમીટરથી વધુ દરિયાકાંઠાના ક્ષેત્રને આવરી લેવાયા હતા. આ પ્રોજેક્ટમાં એવી વ્યવસ્થાઓ ગોથાવાવની હતી જેમાં મહી નદીમાંથી મોટા જથ્થામાં પાણી મેળવવું અને એ ઉપરાંત જરૂર હોય તેટલું પાણી સ્થાનિક ભૂગર્ભ જળ સંસાધનો દ્વારા મેળવવું. સરકાર જે કેલિક સ્વૈચ્છિક સંસ્થાઓને આ કાર્યમાં સાંકળી હતી, તેમાં ઉત્થાન પણ હતું. સરકારને ઉત્થાનના અનુભવનો લાભ લેવો હતો, પરંતુ સંસ્થાની છબી જોતા થોડી આશંકા પણ હતી. આ પ્રોજેક્ટ પાંચ વર્ષ ચાલ્યો. આ દરમ્યાન સતત અતિ ખર્ચાળ એવા ઇજનેરી ઉકેલો કામ ઉપાડી લેવા તત્પર બેઠા હતા. તો નાગરિક સમાજ માત્ર નામ પુરતું નહીં પણ ખરેખરા અર્થમાં સમુદાય દ્વારા સંચાલન કરવા આગ્રહી અને ઉત્સુક હતો. આ પ્રોજેક્ટમાં મર્યાદાઓ હતી, તેમ છતાં ઘોઘા પ્રોજેક્ટ વૈકલ્પિક અભિગમો માટે મિલનબિંદુ બની રહ્યો. તેમાંથી જાણવા મળેલા ટેકનીકલ નાણાકીય અને સામાજિક પરિણામોના ગુજરાત જ નહીં સમગ્ર ભારતના બીજા સત્તાવાર રીતે હાથ ધરાતા વોટસન કાર્યો પર પ્રભાવ હજી પણ પડે છે. સાચ્ચે સાચી સહભાગિતા અને ખરેખરા માંગ સંચાલિત અભિગમો ના વિવિધ પરિણામોનું જે ચુસ્તપણે ઘોઘામાં પરીક્ષણ થયું તેટલું બીજે ક્યાય પણ નથી થયું એ જ રીતે હિત સબધી વર્ગોની સહ્ભાગીતાનું નિદર્શન પણ જે પ્રમાણમાં થયું તેણે સહ્ભાગીતાના પરિદ્રશ્યને હંમેશને માટે બદલી નાખ્યું. ઘોઘા પ્રોજેક્ટ થી ગુજરાતની વોટસન અંગેની વ્યૂહરચનામાં પાયાગત પરિવર્તનો થયા જેના પરિણામે વોટર સપ્લાઈ અને સેનિટેશન ઓર્ગેનીઝેશન (વાસ્મો) સર્જાયું અને એની સાથે દ્રષ્ટાંત પ્રતિરૂપ જ બદલાઈ ગયું.
વાસ્મોની શરૂઆત થઇ ૨૦૦૧મા. ઘોઘા પ્રોજેક્ટ માટે મળતી ડચ નાણાકીય સહાય લગભગ પૂરી થવામાં હતી. વાસ્મો ગુજરાતમાં વોટસન સેક્ટરમાં સુધારાનું અભીકર્તા બનવાનું હતું. વાસ્મોનું ધ્યાનકેન્દ્ર ગ્રામીણ સમુદાયો હતું. તે ઉત્થાન અને બીજી સ્વૈચ્છિક સંસ્થાઓએ મળેલા અનુભવોનો સ્વીકાર કરેલું હતું. આગળ જતા તેનો સમગ્ર રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પણ સ્વીકાર થયો. ઉત્થાન જેની છેક ૧૯૭૯ થી હિમાયત કરતુ હતું તેનો પડઘો વાસ્મોના સૂત્રમાં પણ પડે છે. અને તે એ છે કે 'પાણીનું સંચાલન સ્થાનિક સ્તરે સ્થાનિક લોકો જ સારી રીતે કરી શકે,.' ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ના દિવસે થયેલા વિનાશક ધરતીકંપ પછી થયેલા પુનવર્સન કામોમાં આ સત્યના અનેક ઉદાહરણો મળે છે. હજારો લોકોના મૃત્યુ થયા, હજારો લોકો બેઘર બન્યા. ગુજરાતમાં કચ્છ જીલ્લા પર એની સૌથી ગંભીર અસર થઇ. વાસ્મો, ઉત્થાન અને બીજી અનેક સંસ્થાઓ અને લોકો રાહત અને પુનવર્સનના ભગીરથ કાર્યમાં જોડાયા. દેશ અને વિદેશોમાંથી પણ અનેક લોકો સ્વૈચ્છિક સેવાઓ આપવા આવી પહોચ્યા. એ સમયે પીવાના પાણીની અને સ્વચ્છતા વ્યવસ્થાની તાતી જરૂર પડી અને ઉત્થાને દરિયાકાંઠાના વિસ્તારોમાં જે રીતે કામ કર્યું હતું તે જ અનુભવ અહીં પણ પ્રયોજ્યો.
વાસ્મોની રચના થઇ અને તેનો વિકાસ થયો તે એ દર્શાવે છેકે બિનસરકારી કર્યો સત્તાતંત્રની વિચારણા પર કઈ રીતની અસર પાડી શકે છે ઉત્થાને આ પ્રક્રિયાનો પ્રારંભ કર્યો હતો. ભાલમાં અને બીજે બધે પાણી માટે કરવી પડતી મથામણો થાકી જે મુલ્યો ઘડાયા તે ઉત્થાનના આચાર મુલ્યો બન્યા. નિર્ણયો લેતા પહેલા જે તે સ્થળની જરૂરિયાતો સમજવી અને ત્યાના લોકોની સમજને સ્વીકારવી આ બંને બાબતો હવે અફર અગ્રીમતાઓ બની ચુકી છે. ઉત્થાનની પસંદગીઓ બે સિદ્ધાંતોનો આધાર લઈને કરવામાં આવે છે. જેન્ડર સબંધોમાં સમન્યાય - સમાનતાનો ખ્યાલ અને નિર્ણયકર્તા તરીકે સ્ત્રીઓની ક્ષમતા અને અધિકારને પૂરું માં આપવું. ભાલમાં પિતૃસત્તાત્મક વ્યવસ્થા સામે ઝઝૂમવું પડ્યું હતું તો બીજે પણ એવી જ સમસ્યાઓ હતી. નાના ખેડૂતોની જમીન પર ઉભા થતા જોખમો, ઘર વપરાશ માટે સ્ત્રીઓને મળનારા પાણીનો બીજા ઉપયોગો લઇ લેવાના થતા કારસા જેવી સમસ્યાઓ આવે ત્યારે ભાલમાં મળેલા અનુભવને એનો સામનો કરવા પ્રયોજવા પડતા હતા. બહેનોમાં પચીસ બચતકેન્દ્રો શરુ કરાયા. એ પછી મહિલા માહિતી કેન્દ્ર બનાવાયું અને આદિવાસી ગામ દુધામલીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચી રહ્યું હતું. ૧૯૯૫મા બેજિંગ ખાતે મળનારા ચોથા આંતરરાષ્ટ્રીય અધિવેશનની તૈયારીરૂપે ન્યુયોર્ક ખાતે મળનારી પ્રારંભિક મીટીંગમાં ભાગ લેવા નફીસાને આમંત્રણ આપવામાં આવ્યું. અહીં ઉત્થાને 'ઇન્ડિયા કન્ટ્રી રિપોર્ટ' માં પ્રદાન કર્યું અને ભારતના મહિલા આગેવાનોના પ્રતિનિધિમંડળમાં નફીસા જોડાયા. ત્યાંથી પાછા આવીને ગુજરાતમાં આ ચળવળને મજબુત બનાવવા કાર્યરત લોકો સાથે જોડાયા. આ કામ માટે એ વખતે સંચેતના સંસ્થાના સહ ડાયરેક્ટર સુશ્રી શીબા જ્યોર્જની આગેવાની હેઠળ એક કાર્યકારી જૂથ રચાયું. સમગ્ર રાજ્યમાં સ્ત્રીઓને રાજકીય પ્રક્રિયાઓમાં વધારે સક્ષમ રીતે લાવવાના પ્રયત્નો શરુ થયા. તેમાંથી ' મહિલા સ્વરાજ અભિયાન' નેટવર્ક રચાયું. બેજિંગમાં પ્રગટેલા ઉત્સાહ અને ભાવનાને ટકાવી રાખવા માટે રચાયેલા નેશનલ એલાયન્સ ઓફ ઓર્ગનીઝેશનને ગુજરાતના મહિલા આગેવાનોએ ટેકો આપ્યો.

નર્મદા બંધ

સ્ત્રીઓનો સત્તા માટે અધિકાર એ વિષેનો વિવાદ એ ઉત્થાન તેની પ્રવૃત્તિઓને કારને જેમાં જોડાયું હોય તેવા વિવાદાસ્પદ પ્રશ્નોમાંનો માત્ર એક પ્રશ્ન હતો. નર્મદા બંધ વિશેનાં વલણો ’૯૦ ના દાયકાના છેલ્લા વર્ષોમાં હવે સ્પષ્ટ ‘હા’કે ‘ના’ સ્વરૂપમાં પહોંચી ગયા હતાં વાત એટલી હદે‘કાં તો હા – કાં તો ના’ ના સ્તરે પહોંચી ગઈ હતી કે સંશોધન કરીને શોધવામાં આવેલા વિકલ્પોના વિચારને કોઈ સ્થાન જ ન હતું. ‘આ વિષે’ કોઈ સવાલ ન જોઈએ’ એ વલણ સ્પષ્ટ થઇ ગયું હતું. આ મુદ્દાને બે બાજુઓ હતી, ઘણાને એ દેખાતી હતી. ઉત્થાનને પણ. પરંતુ એ વિષે વાત કરવાથી ‘તમે કામમાં આડા આવો છો’ એવો આક્ષેપ થતો હતો. ઉત્થાનને પહેલા પણ આવો અનુભવ થઇ ચુક્યો હતો. જ્યારે ઉત્થાને રાજુલામાં કોપર સ્મેલ્ટરીંગ (તાંબુ ગાળવાનું કામ) ઉદ્વેગનો તેની પાણીના પુરવઠા અને ગુણવત્તા પર થનાર ભયાનક માઠી અસરોને લીધે વિરોધ કર્યો ત્યારે એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ‘તમે ‘ઔદ્યોગિક વિકાસના શત્રુઓનાં હાથા બન્યા છો’.૧૯૯૩ માં ઉત્થાન શહેરી વિકાસના મુદ્દાઓ અને કોમી સંબંધોમાં માનવાધિકારોના પરિણામો વિષેની ચર્ચાઓમાં જોડાયું હતું. એ અનુભવ પછી નક્કી થયું કે આવી બાબતોનો અનુભવ ન હોવાથી તેનાથી દૂર જ રહેવું. જો કે એ પછીના દાયકામાં જે ગતિએ શહેરીકરણ ફેલાતું ગયું અને ધિક્કારનું રાજકારણ જોર પકડતું ગયું ત્યારે આવી બાબતોથી દૂર રહેવું શક્ય ન રહ્યું. દાતા સંસ્થાઓનો – ગુજરાત સરકાર. ઓક્ષફામ, ધ નેધરલેંડ એઇડ એસ્ટાબ્લીશ્મેન્ટ નવી દિલ્હીમાં કાર્યરત ટેકનોલોજી મિશનો, ફોર્ડ ફાઉન્ડેશન, સ્વીસ ઓથોરીટીઝ, યુએસએઇડ અને સર રતન તાતા ટ્રસ્ટનો પ્રભાવ ઉત્થાન પર પડતો હતો. અને ઉત્થાનનો પ્રભાવ એમના ઉપર પડતો હતો.દાતાઓની અગ્રીમતાઓ અવારનવાર બદલાતી રહે, અને પોતાની નીતી, દીશાઓ બાબતે અને સ્થાનિક જરૂરીયાતો માટે કામ કરવા પ્રતિબદ્ધ એવા સંસ્થાન માટે એ અગ્રીમતાઓ સાથે કદમ મિલાવવાનું મુશ્કેલ બનતું હતું. પ્રોજેક્ટ નો ટૂંકા ગાળનાં શીડ્યુલોમાં સંસ્થાનની પ્રતીબદ્ધતાઓને અનુસરીને કામ કરવાનું મુશ્કેલ હતું. જેની સાથે વિશ્વાસનો સંબંધ હતો.તેવા સહભાગી વર્તુળો સાથે પણ મતભેદો થતાં. ઉત્થાને ૧૯૯૬ માં એક રાષ્ટ્રીય સ્તરના જળસ્ત્રાવ વિકાસ કાર્યક્રમનો વિરોધ કર્યો કારણકે તેમાં દરિયાકાંઠાના વિસ્તારોની જરૂરીયાતોની અવગણના કરવામાં આવી હતી. આ પ્રસ્તાવની અગ્રણી સમિતિના અગખાન ફાઉન્ડેશનના અનીલ શાહ અને વરિષ્ઠ સુધારાવાદી કર્મશીલ અન્ના હજારે પણ હતા. બંને ઉત્થાન માટે સન્માનીય વ્યક્તિઓ હોય તેમ છતાં ઉત્થાનનું વલણ સ્પસ્ટ જ હતું. આ અચોક્કસતા ઓને કારણે ૧૯૯૮ માં ગંભીર નાણાંકીય કટોકટી સર્જાઈ. સ્ટાફને પગારો આપી શક્યા નહિ. સ્ટાફના સભ્યોને તેમને રાજીનામું આપવું હોય તેમને છૂટ અપાઈ. બધાએ નાં પાડી. કેટલાકે તો મહિનાઓ સુધી પગાર લીધા વિના કામ કર્યું. વર્ષ ૨૦૦૦ માં ઉત્થાને પોતાનો આગામી દસ વર્ષની પરિપ્રેક્ષ્ય યોજના ઘડી હતી અને સંસ્થાના વિકાસ અને સમયબદ્ધ પ્રોજેક્ટોની મર્યાદાઓથી બહાર એવા પ્રયોગો કરવા માટે પણ અવકાશ રાખ્યો હતો. પરંતુ બીજે જ વર્ષે ધરતીકંપ થયો અને દાતાસ્ત્રોતોએ કચ્છમાં નાણાકીય સહાય આપવાનું નક્કી કર્યું. એને પરિણામે ઉત્થાને ઘડેલી યોજનાઓની આશા અપેક્ષાઓ સંકોચાઈ ગઈ. નફીસા નાણાંકીય સ્ત્રોતો ઊભા કરવા યુ. એસ . એ ગયા. ત્યાંથી વીસ હજાર ડોલરની સહાય મળી. એ સાથે સંસ્થાને પ્રોત્સાહન અને ટેકો આપતા રહે તેવાં સંપર્કો પણ થયાં. ભાલમાં કામ બંધ કર્યા પછી ઉત્થાનને મોટી વહીવટી ગોઠવણીઓ કરવી પડી જેથી કરીને ઉત્થાનની નવી દિશામાં જઈ શકે. માહિતી હજી હમણાથી જ સ્વતંત્ર રીતે કામ કરવા માંડ્યું હતું તેને પણ સતત ટેકો આપવો જરૂરી હતો અને તે થતું રહે તેમ કરવાનું હતું. વળી વ્યક્તિગત સમસ્યાઓ પણ આવતી. દેવુબહેનને મોટું ઓપરેશન કરવાનું થયું. ઉત્થાનમાં પહેલા એમની સાથે કામ કરતા સહકર્મીઓએ એમની સંભાળ લેવાની જવાબદારી ઉપાડી લીધી. એ પછીના વર્ષોમાં ટીમના કાર્યક્રમ સંયોજક શ્રી કૌશિક રાવલ સહિત કેટલાકે લગ્ન કરવાનું નક્કી કર્યું પરંતુ સ્વજ્ઞાતીમાં નહિ, દલિત સમુદાયની કન્યાઓ સાથે. સમન્યાય અને સામર્થ્યપ્રાપ્તી માટેનો સંઘર્ષ હવે સમુદાયની ‘બહારના’ લોકોનીય ભીતર સુધી પંહોચી ગયો હતો. ઉત્થાનના ઘણા બધા પ્રયત્નોને સંદર્ભ આપતા અભિગમો – ભેદભાવ અને પૂર્વગ્રહરહિતતાના તેમના વ્યક્તિગત પરિપ્રેક્ષ્યમા પ્રવેશી ગયા હતા. રાજુલા અને પંચમહાલની ઓફિસોમાં કામ વધતું જતું. અમદાવાદ અને ક્ષેત્રિય સહભાગીઓ સાથે સંકલન અને સંપર્કની સતત જરૂર રહેતી હતી. ઉત્થાનના સ્ટાફ માટે પ્રવાસ હવે રોજિંદી બાબત બની ચૂકયો હતો.

એક અકસ્માત અને અગ્નિપરિક્ષા

જાન્યુઆરી ૧૯૯૮માં એ બન્યું હતું. એક ગમખ્વાર અકસ્માત થયો. નફીસા તેમની સાથે દિલ્હીથી આવેલા એક નિષ્ણાંત દિપ્તી સેઠી અને સ્ટાફના સંગીતાબહેન પટેલ દાહોદ ગયા હતાં. ત્યાંથી પાછા વળતાં રસ્તા પર એમનાં વાહનને અકસ્માત થયો. ત્રણેયને ખૂબ વાગ્યું. એ વખતે રસ્તા પર થઈને જતી એક દૂધની ગાડી એમને ગોધરા સુધી લઇ ગઈ. ત્યાંથી ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ મોકલવામાં આવ્યા. અમદાવાદની વાડીલાલ સારાભાઇ હોસ્પિટલ પહોંચતા સારો એવો સમય નીકળી ગયો. બીજા બે ઘાયલો બેભાન હતા. ડોક્ટરોએ પહેલા એમની સારવાર કરી. એ પછી જ્યારે નફીસા પાસે પહોંચ્યા ત્યારે નફીસા પક્ષાઘાતનો શિકાર બની ચુક્યા હતા. કમરની નીચેનો સંપૂર્ણ પક્ષાઘાત. કરોડરજ્જુને  થયેલી ગંભીર ઇજાનું પરિણામ. ‘પક્ષાઘાત થઇ ચુક્યો છે. હવે નફીસા કદી ચાલી નહિ શકે’ ડોક્ટરોએ જણાવી દીધું. પ્રવાસે તો દૂર પથારીમાંથી ઉતરીને ઊભા ય રહેવાનું મુશ્કેલ. ઓફીસ સંભાળવી હોય તો પથારીમાંથી કામ કરવાનું. બહુ બહુ તો વ્હીલચેર વાપરી શકાય. રાજુભાઈ સાચા જીવનસાથી નીવડ્યાં. નફીસાની પડખે અડીખમ ઊભા રહ્યાં. ડોકટરો,સ્પેશ્યાલીસ્ટો, હોસ્પિટલોના આંટાફેરા, સવાલો ઘણાં હતાં. સારવારનો ખર્ચ કેમ કરીને કાઢવો? ઉત્થાન પાસે ન તો કટોકટી માટે ભંડોળ હતું, ન તો કર્મચારીઓનાં તબીબી વિમો. પ્રોજેકટના ખર્ચ પૂરાં કરવા જેટલા પૈસા માંડ હતાં. ઉત્થાનના કર્મચારીઓ  પગારો ન હતાં લેતાં. હવે એમણે પોતાના અંગત ભંડોળમાંથી પૈસા આપ્યા. સ્વૈચ્છિક ક્ષેત્રના સહકર્મીઓ મદદે આવ્યા. નફીસા અને રાજુભાઈને અમદાવાદ, મુંબઈ, દિલ્હીના, લશ્કર સુદ્ધાંનાં તબીબી નિષ્ણાંતોની આ ઈજા અને તેના મનો – દૈહિક પુનર્વસન વિષે સલાહ મળવી જોઈએ. એ બધાને કહ્યું’ પક્ષાઘાત તો છે જ’ પણ નફીસા દ્રઢ હતા. ‘હું પાછી ઊભી થઈશ અને પ્રવાસો પણ કરીશ’ એમને નિશ્ચય જાહેર કર્યો.

થોડા સમય પછી જાણ થઇ કે કેરળમાં કોઝીકોડેની દક્ષિણમાં કોટ્ટકલનાં પહાડોમાં આવેલી આર્ય વૈદ્ય શાળામાં આયુર્વેદિક સારવાર આપવામાં આવે છે. બધા રિપોર્ટો, એક્સરે વગેરે વિગતો વૈદ્ય શાળામાં મોકલી.ત્યાંના ડોક્ટરોએ એનો અભ્યાસ કર્યો. એમણે પીડા કે પક્ષાઘાત મટશે જ એવી ખાત્રી ન આપી પરંતુ દર્દીને એક મહિનો ત્યાં જ રહીને સારવાર આપવાની તૈયારી બતાવી. એમની જ રીતના પથ્ય,માલીશ, ધ્યાન અને પ્રાકૃતિક સારવાર લેવાની હતી. એક મહિનો રહીને નફીસાને રજા આપવામાં આવી. ડોક્ટરોએ એમનાથી બનતું બધું કર્યું હતું. હવે જોવાનું હતું કે શરીર એનો પ્રતિભાવ આપે છે કે નહિ. ડોક્ટરોએ કહ્યું કે ‘જો શરીર પ્રતિભાવ આપશે તો તમારા જડ થઇ ગયેલા ભાગોમાં અતિશય પહેલા કરતાં ય વધારે પીડા થશે. ઘેર જાઓ અને તમને જો કાઈ થાય તો અમને જણાવજો’. થોડા અઠવાડિયા ગયા. એક  દિવસ નફીસાએ અમદાવાદથી કોટ્ટકલ ટેલીફોન કર્યો. પીડાની ચીસો અને આનંદનાં ઉદગારભર્યા મિશ્ર અવાજે. એને ખૂબ ભયાનક પીડા થતી હતી. એ સાજી થવા માંડી હતી. અકસ્માત થયાને લગભગ એક વર્ષ થવા આવ્યું હતું. નફીસાએ હવે વ્હીલચેરમાં બેસીને કામ કરવાનું, ફરવાનું શરૂ કરી દીધું. ઓફીસ પણ જવા માંડ્યું. વ્હીલચેર હવે એમની અને ઉત્થાનની પ્રતીબદ્ધતાનું પ્રતિક બની ગઈ. હવે હિમાયત માટેનું એક નવું ક્ષેત્ર મળ્યું. શારીરિક રીતે ઓછા સક્ષમ લોકો અને તેમની પાણી અને સ્વચ્છતા વ્યવસ્થાની જરૂરીયાત વિષે.

સારવાર ચાલતી હતી એ વખતે લોકોએ સલાહ આપી હતી કે નફીસાએ ઉત્થાનના કાર્યકારી ટ્રસ્ટીનો હોદ્દો છોડી દેવો અને સલાહકાર તરીકે કામ કરવું. નફીસાએ એ સલાહ માનવાની ના પાડી હતી. અને હવે એ પાછા કામે લાગી ગયા હતાં. ગામોનાં રસ્તા પર, ગાંધીનગર અને નવી દિલ્હીની ઓફિસોમાં,આંતરરાષ્ટ્રીય નીતિ માટેની ઉચ્ચસ્તરની કાઉન્સીલોમા પોતાના અનુભવો, પોતાની વાત રજુ કરતાં. નફીસા પહેલાના ‘જુસ્સેદાર’ નફીસા કરતાં ય વધારે ‘જુસ્સેદાર’ હતા. વ્હીલચેરમાં ફરતા નફીસા. લગભગ એક વર્ષ ઘરે, હોસ્પીટલોમાં, કેરળની આયુર્વેદિક આરોગ્યાશાળામાં રહેવું પડ્યું એ દરમ્યાન નફીસાએ રાષ્ટ્રિય અને વૈશ્વિક સ્તરના વિશાળતર સંદર્ભમાં ઉત્થાનના પ્રવાસ અને વિકાસ વિષે ચિંતન કરવાની તક મળી. ખાસ કરીને આધાર ક્ષમતાનાં પાયારૂપ કુદરતી સંસધાનોમાં સમાનતાપૂર્ણ સંચાલનના તેમના અનુભવો વિષે જે એમના અને ઉત્થાનના કાર્યનો આધાર હતા. ૧૯૯૦ માં સ્થપાયેલી સંયુક્ત રાષ્ટ્રની વોટર સપ્લાય એન્ડ સેનિટેશન કોલોબોરેટીવ કાઉન્સિલ (ડબલ્યુએસએસસીસી) વર્ષ ૨૦૦૦મા નવી દિલ્હી ખાતે મળેલાં અધિવેશન પછી ઉત્થાનના અને ભારતમાં અને દુનિયામાં વોટસન માટે કામ કરતા બીજા કર્મશીલોના અનુભવોની નોંધ લેવાનું શરૂ કર્યું હતું. નવી દિલ્હીમાં પાયાગત નવા અભિગમો માટેની જે શોધ શરૂ થઇ હતી તેના થોડા સંકેતો મળ્યા હતા પણ ઉકેલો હજી ખાસ દેખાતા  ન હતા. ૧૯૯૭માં ડબલ્યુએસએસસીસીની મનીલા ખાતે મીટીંગ મળી તેમાં પુરાવા સ્પષ્ટ હતા. જબરજસ્ત નાણા રોકાણો કરવા છતાં સૌની માટે પાણી અને સ્વચ્છતા સેવા પહોચાડવાનો ધ્યેય હજી પણ સત્તાતંત્રો કે કર્મશીલો હાંસલ કરી શક્યા ન હતા અને વિશ્વના એક અબજ વંચિત લોકો સુધી તો હજી કાઈ જ પહોંચ્યું ન હતું. યુએનડીપીનાં પ્રશંસા પામેલા માનવવિકાસ અહેવાલના રચયિતા અને યુનિસેફના અગાઉના ડેપ્યુટી એકઝીકયુટિવ ડાયરેક્ટર રિચર્ડ જોલી ડબલ્યુએસએસસીસીના અધ્યક્ષ બન્યા હતાં.તેમણે કાઉન્સીલને આગ્રહપૂર્વક જણાવ્યું કે કઈક એવું કરવું જોઈએ જે (અત્યાર સુધી થયું છે તેનાથી) જુદું હોય આ વખતે કાઉન્સિલ આ જ લોકોને (વંચિતોને ) બોલવાની તક આપવી જોઈએ.તેમની પાસેથી જ જાણવું જોઈએ કે આ કામ માટે શું કરી શકાય, શું કરવું જોઈએ. મનીલા અધિવેશનમાં પ્રતિનિધિઓએ નફીસાના ભાલના કામની અનુભવકથા સાંભળી. વિશ્વના સૌથી વધુ અનાવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાંના એકમાં વસતી સ્ત્રીઓ કઈ રીતે જળસંગ્રહ કરવામાં સફળ રહી. તેમને સંગ્રહેલા પાણીની સુરક્ષા માટે તેમણે કેવા સંઘર્ષો કર્યા, કઈ રીતે સ્થાનવિરોધ ઉકેલો માટે વાપરવા જોઈએ તે નાણા વિસ્તૃત પાઈપલાઈનોના નાળાં અને નહેરોના પ્રોજેક્ટોમાં વહી જતા હતાં તેમણે એ પણ જણાવ્યું કે સત્તાતંત્ર સાથે સહભાગીતા કરવાનું કેટલું મુશ્કેલ હોય છે. એમની સાથે લોકોની ખરેખરી સહભાગીતા સાંધવામાં કેવી કેવી મુશ્કેલીઓ નડે છે અને આ બધું સત્તા, પીતૃસત્તા, જ્ઞાતીભેદો અને ગરીબીના રાજકારણ સાથે સંકળાયેલું છે. લોકોએ ગુજરાતના અનુભવની વાત સાંભળી અને પ્રતિભાવ આવ્યો. ઉત્થાન અને તેના ગુજરાતના સહકર્મીઓ અત્યાર સુધી સતાધીકારીઓની ફાઈલો અને ટેબલો સુધી પંહોચી જ ન શકાય એવા ઉકેલો વૈશ્વિક સ્તરની શોધ માટે મળેલા ત્રણ હજાર સહભાગીઓના પ્રયત્નનું નેતૃત્વ કરવામાં મદદ કરી શકે? આ ભગીરથ કાર્યમાં કાર્યને નામ અપાયું ‘વિઝન – ૨૧’. હજી નવીસવી શરૂ થયેલી અને ભારત દેશની ક્મ્યુનીકેશન વ્યવસ્થાની શિકલ બદલી નાખનારી બે ટેકનોલોજીઓ ઈન્ટરનેટ જોડાણ અને મોબાઈલ ટેલીફોનનો ઉપયોગ કરીને પાયાના સ્તરે કામ કરતા લોકો સાથે પ્રવ્યાયન જોડવાનો અ પ્રયત્ન હતો. સંપર્ક ઝડપથી થવાનો હતો અને પ્રતિભાવ પણ ઝડપથી મળે તેવી અપેક્ષા હતી. આ બંને વાતો નવી હતી.

વિઝન – ગુજરાત માટે, વિશ્વ માટે

વોટર સપ્લાય એન્ડ સેનિટેશન કોલેબોરેટીવ કાઉન્સિલે મી હાન્સ વાન ડેમને (હેગ ખાતેના ઈન્ટરનેશનલ રેફરન્સ સેન્ટરના ડાયરેક્ટર) અમદાવાદ મોકલ્યા. સ્થાનિક કર્મશીલોની એક ગોળમેજી મીટીંગમાં ઉત્થાનના અનુભવો વિષે સાંભળીને મિ. વાન ડેમને સુચન કર્યું કે ‘વિઝન – ૨૧’ ગુજરાતમાંથી જ શરૂ કરવું. કર્મશીલો એથી ય એક ડગલું આગળ ગયા તેમેણે વૈકલ્પિક પ્રયાસો માટે પહેલ કરવાની અને ટેકો આપવાની ખાત્રી આપી. એ ઉપરાંત તેમણે એમ પણ વિચાર્યું કે વિઝન – ૨૧’ ની પ્રક્રિયાઓ ગુજરાત માટે એક સમાંતર સ્વાધ્યાય કરવા માટે પ્રયોજવી અને તેના પરિણામો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યનું મૂલ્યાંકન કરવામાં પ્રાયોજવા. અને શક્ય હોય તો એ બંનેમાં સંવાદિતા લાવવી. આ વિચારણાનાં પરિણામરૂપે ‘ગુજરાત ૨૦૧૦’ ઘડાયું. અસાગના રાજેશ ભટ્ટ, લોક વિકાસના વિપ્લવ પોલ, અશોક ચેટરજી અને નફીસા બારોટે ઉત્થાન વતી તેનું સંકલન કર્યું. તેમણે લગભગ ચાળીસ સંસ્થાનો અને વ્યક્તિઓ સાથે કામ કર્યું જેમાં મયંક જોશી, અપૂર્વ ઓઝા, સુદર્શન આયંગર અને બિનોય આચાર્ય પણ હતાં.

‘ગુજરાત ૨૦૧૦’ લોકોનું વિઝન  હતું. એક કલ્પના ચિત્ર હતું જેને વાસ્તવિક, પૂર્ત, સાકાર બનાવવાનું હતું. એક દાયકા પછીના ગુજરાતની ગુણવત્તાનું ચિત્રણ એમાં હતું. ગુજરાતને એ મંઝીલ સુધી લઇ જતી વ્યુહરચનાઓ અને પગલાઓનું વર્ણન હતું. નાગરિક સમાજ અને સત્તાતંત્રને એકસાથે આણનાર આ અહેવાલ તૈયાર થયો તે પછી બીજો એક વિગતપૂર્ણ અભ્યાસ થયો. ‘જલદીશા- ૨૦૧૦’ વર્ષ ૨૦૦૦ નાં અંતમાં એ પૂર્ણ થયો. આ અભ્યાસ હિમાયતકાર્ય અને અમલીકરણ માટેનું એક સક્ષમ સાધન બની રહ્યો. રાજનીતિમાં પણ એનો સ્વીકાર કરાયો અને એનાથી ઘોઘાના પ્રયોગ અને વાસ્મોના તર્કનું દ્રઢીકરણ થયું. આ સહિયારા પ્રયત્નોનું વાતાવરણ સહધર્મીતાનું અને  અનૌપચારિક હતું. આને લઈને ‘જલદીશા બંધુત્વ’ ગુજરાતમાં અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહકાર સ્તરે પણ સાથે મળીને કામ કરવા વિશેની સમજદારી અને અનુભવને પોષક એવી પ્રભાવકારી સંસાધન બન્યું. ‘જલદીશા ૨૦૧૦’ વિદેશોના વૈશ્વિક ‘વિઝન – ૨૧’ ને સ્થાનિક અને રાષ્ટ્રીય પરીસ્થિતિઓમાં પ્રયોજવા માટેનો એક નમુનો બન્યો.

માર્ચ ૨૦૦૦મા હેગ ખાતે મળેલાં બીજા વર્લ્ડ વોટર ફોરમમાં ‘ગુજરાત ૨૦૧૦’ નાં કામ વિષે રજુઆત કરવા માટે ગુજરાતના પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું અને રજૂઆત માટે ખાસ એક બેઠક ફાળવવામાં આવી. ત્યાં ‘વિઝન – ૨૧’ ની કે જે વૈશ્વિક સ્તરે પ્રયાસ માટેનો સમાંતર નમૂનો હતો તેની રજૂઆત કરવામા  આવી અને વિશ્વસમુદાયે એને બહાલી આપી. ગુજરાતે ફોર્મને જેની જરૂર હતી તેવો પુરાવો અને આત્મવિશ્વાસ આપ્યા. ગુજરાતે બતાવી આપ્યું કે ડબલ્યુ એસ એસ સી સી એ જેને વિષે આંતરરાષ્ટ્રીય સ્તરે સૂચવ્યું હતું તેનું પરિક્ષણ કરી લેવાયું છે અને તે પણ એવા પ્રદેશમાં જે પાણીની બાબતે વિશ્વભરમાં સૌથી વધુ પડકારભર્યા સંજોગો  ધરાવતો એક પ્રદેશ છે. આ પ્રયોગને પણ સમર્થન અપાયું. વિઝન – ૨૧નો સાર એ હતો કે આરોગ્ય, સ્વચ્છ પાણી અને સ્વચ્છતા વ્યવસ્થાને એક માનવઅધિકાર તરીકે સમજવી જોઈએ અને ગરીબી નિવારણ અને આધારક્ષમ પર્યાવરણની જાળવણી માટેના આવશ્યક અંગ તરીકે ગણવી. જોઈએ. આ સમગ્ર વ્યવસ્થાની રચના લોકશક્તિ અને સર્જનશીલતાનો આધાર  લઈને કરવી જોઈએ. આ વિઝનને સાકાર કરવું હોય તો સરકારની અને પ્રજાની શું ભૂમિકા હોય છે, હોવી જોઈએ એ વિષે દીર્ઘકાળથી જે ધારણાઓ માન્યતાઓ પ્રવર્તે છે તેને બદલવી જોઈએ. જેથી એવું નેતૃત્વ સર્જાય જે ‘પ્રતિબદ્ધ અને સહાનુભૂતિપૂર્ણ અને અનુંકપાપૂર્ણ’ હોય આ સાથે એવું પણ કરવું જોઈએ કે વિવિધ ક્ષેત્રોના સહભાગીઓ વચ્ચે સહ્ક્રીયા (અ. સિનર્જી) રચાય. ફોરમે ગુજરાતના પ્રદાનનો આભાર સ્વીકાર કર્યો. “વિઝન -૨૧ની પ્રક્રિયા સ્થાનિક સલાહકાર્યથી શરૂ થઇ, ભારતના એક રાજ્ય ગુજરાતમાં વિઝન ૨૧ માટે સહાયક પરામર્શકનાં માર્ગદર્શન હેઠળ સ્થાનિક સ્વૈચ્છિક સમુદાયોના જૂથો પોતાના રાજ્યમાં પાણી, સ્વચ્છતા અને આરોગ્યની પરિસ્થિતિઓ આવતી પેઢી માટે કેવી હોવી જોઈએ તે વિષે નિરૂપણ કરવા ભેગા મળ્યા... આ પ્રક્રિયાને આગળ વધારીને આખા રાજ્ય માટે એક કાર્યક્રમ સૂચવવામાં આવ્યો., (સાડાચાર કરોડની વસ્તી ધરાવતું ગુજરાત રાજ્ય વિશ્વના કેટલાંક દેશો કરતા મોટું છે) .... આ માત્ર ‘ અસંભવિત સ્વપ્ન’ જ નથી. રાજ્ય સરકાર અને ગુજરાત પાણી પુરવઠા અને ગટરવ્યવસ્થા બોર્ડ સાથે વિધેયાત્મક વાતાવરણમાં આ વિઝન વિષે ચર્ચા થાય છે. હવે સંસાધનો સક્રિય થઇ ચુક્યા છે અને આ સ્વપ્ન જોનારાઓ હવે કાર્યકારી ટિમ બન્યા છે   કાઉંસિલે ઉત્થાન દ્વારા જલદીશા સ્વાધ્યાયને ટેકો આપ્યો અને નફીસા બારોટને સંચાલક સમિતિમાં જોડાવા આમંત્રણ આપ્યું. એ જ વર્ષમાં બ્રાઝીલમાં ઇગ્વાસ ફોલ્સ ખાતે મળેલી મિટીગમાં નફીસાની કાઉન્સીલના દક્ષિણ એશિયાના પ્રતિનિધિ તરીકે વરણી થઇ.

આ રીતે વર્ષ ૨૦૦૦ ઉત્થાન અને તેના આગેવાન માટે ભારતમાં અને ગુજરાતમાં વોટસન પ્રયાસો માટેનો અવાજ પહોચાડવાનું વર્ષ બની રહ્યું. ઉત્થાનનાં વર્ષો હવે તો દાયકાઓના પ્રયાસો, અભિગમોને હવે સ્વીકૃતિ મળી હતી. સમગ્ર વિશ્વમાં. અગાઉ પણ નફીસાએ આંતરરાષ્ટ્રીય વર્તુળોમાં પ્રવેશ કર્યો હતો. વાનકુંવર, કેનેડામાં મળેલાં ‘હિલીંગ ધી અર્થ’ અધિવેશનમાં પ્રદાન સાથે, ૧૯૯૯૫ માં બેજિંગ અધિવેશન પહેલાં અને બેજિંગ વિચારણામાં નફીસાની સહભાગીતા હતી. હવે એ વર્તુળને ઉત્થાન અને તેની પ્રતીબદ્ધતાઓ પાસેથી હજી ય વધારે અપેક્ષાઓ હતી. વૈશ્વિક એજન્ડા પર કામ કરવા નાણા અને સંસાધનોની જરૂર હતી. અધિવેશનો અને સલાહકાર કાર્ય માટે આપવો પડતો સમય અગ્રીમતાના ક્ષેત્રોમા કરવાના કામોમાં વિક્ષેપ ઊભો કરતો હતો.અને નોકરશાહી વ્યવસ્થા તો આ દેશની હોય કે આંતરરાષ્ટ્રીય સ્તરની એકસરખી મુશ્કેલ હોવાની જ. પણ આંતરરાષ્ટ્રીય વર્તુળના લાભ પણ હોય. પોતાનો અવાજ રજુ કરવાની તક મળતી હતી. ચર્ચા – વિચારણાઓ અને લખાણોમાં સમાવવા જેવું કશુક કહેવાની તક મળતી હતી. કારણકે આખરે તો મહત્વનાં નિર્ણયો એવા લખાણોને આધારેજ થતા હોય છે. વિગતે તપાસવાની, તેના નિર્ણયપ્રક્રિયામાં વિઝન – ૨૧ને સ્થાન મળે તેવા પ્રયત્નો કરીને વિઝન – ૨૧ એક ‘ભૂલી જવા જેવી સ્વાધ્યાય ન બની રહે તેની કાળજી રાખવાની હતી. સૌથી વધુ મહત્વની વાત એ કે નિર્ણય પ્રક્રિયા ‘આગેસે ચલી આતી હૈ’ વાળી રીતો અને પરિસ્થિતિઓ તરફ વળી જાય તેનું ધ્યાન રાખવું. એવા સંભવિત જોખમો તરફ નિર્ણયકર્તાઓનું ધ્યાન ખેંચવું. હકીકતે ઉત્થાન અને નફીસા હવે એ કાર્યમાં માહિર બની ચુક્યા હતા. લોકપ્રિયતા હાંસલ કરવાનો ધ્યેય ન હોય ત્યારે જ થઇ શકે. ઉત્થાનને જેન્ડર અને વોટર એલાયન્સમાં નામાંકિત કરવામાં આવ્યું. ઝીમ્બાબ્વેમાં લોબરો યુનિવર્સીટીએ વોટર એન્જીનીયરીંગ ડેવલપમેન્ટ સેન્ટરની (ડબલ્યુઈડીસી)બેઠકને સંબોધન કરવાનું અને તે પછી જોહનિસબર્ગ ખાતેની અર્થ સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું. નફીસાએ ભારતીય ઉપખંડમાં ડબલ્યુએસએસસીસી નાં સ્વચ્છતા વિષયક પ્રયાસોને વેગ આપવા નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ માં વોટસન માટે કામ કરતા લોકોને મદદ કરી. સાથે સાથે કાઉન્સિલના સંચાલનનાં કાર્ય માટે જીનીવા તો અવારનવાર જવું જ પડતું હતું. સમય, શક્તિ અને શારીરિક શ્રમ ઘણાં ખર્ચાતા હતાં. કારણકે ઘોડી લઈને ચાલતાં અને વ્હીલચેરમાં ફરતા આ સન્નારી પાસેથી બધાની અપેક્ષાઓ વધતી જતી હતી.

૨૬ મી જાન્યુઆરી ૨૦૦૧. ભારતનો પ્રજાસત્તાકદિન. દેશમાં લગભગ બધે જ ધ્વજવંદન કરીને રાષ્ટ્રગીત ગાતાં ગાતાં ગામમાં સરઘસરૂપે ફરતા શાખાનાં બાળકો ક્ષણવારમાં કાયમ માટે ધરાશાયી થઇ ગયાં. એક ખબરપત્રીએ લખ્યું “જો ગુજરાતની એ ગલીમાં કોન્ક્રીટ અને માનવ મુળતાના કાટમાળ હેઠળ દટાયેલું કોઈ જીવતું રહ્યું હોય તો એ જડમાં જડ નાસ્તિકને પણ ‘ભાગ્વાંચે’ એવું માવા પ્રેરશે..... ભાગ્યની કૃપા હશે તો માત્ર ચાલીસ હજાર લોકો મૃત્યુ પામ્યા હશે,ભાગ્ય જો રૂઠેલુ હશે તો એનાથી ય વધારે લોકો, ઈજાગ્રસ્ત, વિકલાંગ, અનાથ, બેહાલ તો એથી ય અનેકગણા વધુ લોકોહશે”.

દેશભરમાંથી આફતગ્રસ્ત વિસ્તારના લોકોને મદદ કરવા સ્વયંસેવકો આવી પહોચ્યા. ઉત્થાનની ટીમે પણ રાજુલા અને ભાવનગરની આસપાસના જમીનદોસ્ત થયેલા ગામોમાં પાણીની સમસ્યા વિષે મદદ કરી. ભાલના અનુભવે બતાવ્યું હતું કે વરસાદના પાણીનો સંગ્રહ કેટલો ઉપયોગી નીવડે છે. હવે એ જ આ ધરતીકંપની અસરગ્રસ્ત વિસ્તારને પણ મદદરૂપ બની શકે. ગંદા પાણીથી થતો રોગચાળો નિવારવા સ્વચ્છતા વિષયક જાગૃતિ એ ખુબ જ સ્પષ્ટ એવી પૂર્વશરત છે. આ બંને બાબતોમાં – પાણીની સમસ્યાનો ઉકેલ અને લોકોની સ્વચ્છતા વિષયક બાબતોની જાગૃતિ-ટેકનીકલ નવીનીકરણ અને સ્થાનિક રીતે સ્વીકૃત રીતો અને જ્ઞાનનું સંયોજન કરવાનું હતું. જે કાઈ થોડું ઘણું બચી ગયું હતું તેની સમાનતાપૂર્ણ આઘાત પછી આફતપ્રબંધ અને સંઘર્ષના ઉકેલ બંનેને પાણીની જરૂરીયાત અને તાકી રહેવાના પ્રશ્નોની સાથે લાવવામાં આવ્યા. કામ સારી રીતે થયું. જો કે એ વખતે ક્યાં ખબર હતી કે આથી ય મોટી આફત ગુજરાત પર ત્રાટકવાની છે, વર્ષ ૨૦૦૨ માં ?

૪.  એ આપત્તિ એ નકાર (૨૦૦૨ – ૨૦૦૬ )

ગઈ સદીના આખરી દાયકાઓમાં ભારતના નાગરિક સમાજમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી ક્યારેય જોવા ન મળી હોય એવી કર્મશીલતા જોવા મળી. ચળવળો વધુ પુખ્ત બનતી હતી. અને રાષ્ટ્રના જીવન પર એની વધુ ઊંડી અસરો પડતી હતી. નર્મદા આંદોલન, માહિતીના અધિકાર માટેની ઝુંબેશ, પર્યાવરણ વિષયક ચળવળ, મહિલાઓના અને દલિતોના ઊઠી રહેલા અવાજો, એચ આઈવી- એઇડ્સના પ્રસારના પરિણામે ખુલ્લી પડી રહેલી કેટલીક વરવી સામાજિક વાસ્તવિકતાઓ અને અન્ય ચળવળોએ સમગ્ર રાષ્ટ્રની પ્રજાનું ધ્યાન ખેચ્યું હતું. એક તરફ આ પ્રકારની વિધેયાત્મક પરિવર્તનો માટેની ચળવળો હતી તો બીજી તરફ રૂઢીવાદ અને ૧૯૯૨ માં અયોધ્યામાં બાબરી મસ્જીદ વિધ્વંસ અને એ પછી બનેલા બનાવો રૂપે. જમણેરી ઉગ્રમતાવાદીઓ હવે મસ્જિદના સ્થળે ‘ભવ્ય’મંદિર બનાવવા માંગતા હતા. ભારતીય જનતા પાર્ટીએ આ મુદ્દાને પ્રજામત જીતવાનું સાધન બનાવ્યો. મસ્જીદ તૂટવાના બનાવ પછી અવારનવાર એ સ્થળે ‘કાર્યકરો – કારસેવકો’સભાઓ મળતી, અધિવેશનો ભરાતાં અને એમાં રાજકીય સામાજિક રીતે ઉશ્કેરણી ભરી વાતો થતી. ફેબ્રુઆરી ૨૦૦૨માં એક દિવસ આવા જ એક જ ટ્રેન ગોધરા સ્ટેશને પંહોચી. ગોધરા ગુજરાતનું મધ્યપ્રદેશની સીમા નજીકનું શહેર છે. આમ પણ ગોધરા કોમી તંગદીલીઓ બાબતે સંવેદનશીલ તો ગણાયું જ છે. ૧૯૪૯ માં, ૧૯૮૧માં ત્યાં રમખાણો થઇ ચૂક્યાં હતાં.

ગોધરા સ્ટેશને શું બન્યું?

૨૭મી ફેબ્રુઆરી , ૨૦૦૨ નાં એ દિવસે ગુજરાત રાજ્યના ગોધરા સ્ટેશને ખરેખર શું થયું હતું તે સ્પષ્ટ નથી થયું. કહેવાય છે કે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા કારસેવકોએ સ્ટેશન પર મુસ્લિમ ફેરીયાઓને છંછેડ્યા અને ટ્રેન જ્યારે પાછી ઉપડી ત્યારે એના પર સળગતા કાકડા ફેંકવામાં આવ્યા. ડબ્બા સળગી ઉઠ્યા અને કેટલાક કારસેવકો મૃત્યુ પામ્યા. આ બનાવ પછી લોક્લાગણીઓ ખરેખર ઉશ્કેરાઈ જાય તેવું કઈક બન્યું. ડબામાં સળગીને મૃત્યુ પામેલાં લોકોના શબ ગામડાઓમાં થઈને અમદાવાદ પહોચાડવામાં આવ્યાં. આક્ષેપ હતો કે આમ કરવાની સુચના ગાંધીનગરથી આપવામાં આવી હતી.  જોતજોતામાં સમગ્ર ગુજરાતમાં અભૂતપૂર્વ રમખાણો ફાટી નીકળ્યાં. દેશના વિભાજન સમયે થયાં હતાં તે પછી પહેલી વાર આટલા હિંસક રમખાણો થયાં. મીડીયાના અહેવાલો અનુસાર પોલીસે માત્ર પ્રેક્ષકો બની રહ્યાં અથવા મુસ્લિમો પર ગોળીબાર કરતા અથવા તેમને ‘સીધા હત્યારાઓના હાથમાં સોપંતા હતાં”.  શબોની હોળી કરવામાં આવતી હતી અને કહેવાય છે કે જમણેરી વલણ ધરાવતી વિશ્વ હિંદુ પરિષદની આગેવાની હેઠળ સ્ત્રીઓ સાથે નિર્મમ વ્યવહાર કરવામાં આવ્યો. હાથમાં મતદારયાદી સાથે તોફાનીઓ મુસ્લિમોનાં રહેઠાણ વિસ્તારો પર હુમલો કરતા હતાં . આમ કરવાં પાછળ ઉદ્દેશ એ હતો કે મુસ્લિમોને અસહાય અને બેઘર બનાવી દેવા. એક વરિષ્ટ અધિકારીના શબ્દોમાં રમખાણ ન હતું. રાજ્યપ્રેરિત જાતીવાદી કત્લે આમ હતું”  આનો પ્રતીકાર પણ તરતજ થયો. આ રમખાણોમાં અધિકૃત મૃતાયાંક ૧૦૪૪ દર્શાવવામાં આવ્યો હતો જેમાના આઠસો મુસ્લિમો હતાં. હજારેક સ્ત્રીઓ વિધવા બની,પચીસસોને ઈજા થઈ. અને હજારો બાળકો અનાથ બન્યા અને /અથવા ગુમ થઇ ગયા .  બીજા અંદાજો મુજબ મૃત્યુઆંક આનાથી બે ગણો હતો. બળાત્કારનાં ચારસો કેસો થયાં. એકસોથી વધુ રાહત છાવણીઓમાં એકથી દોઢ લાખ નિરાશ્રિતો હતાં. ત્યાં ભીડ અતિશય હતી ભોજન પાણી કે સ્વચ્છતાની કઈ જ વ્યવસ્થા ન હતી. પચીસસો લોકોને પરાણે તેમના ઘરોમાંથી કાઢવામાં આવ્યાં હતા ,  સરકાર કશુ જ કરતી ન હતી. સ્વૈચ્છિક સંસ્થાઓ આ આફતમાં વ્યવસ્થા કરવાં આગળ આવી. આ અંધાધૂધીને જાણે વાજબી ઠેરવતા હોય તેમ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એમ કહ્યું  હોવાનું કહેવાયુ કે આ તો ન્યુટનનાં ગતિના ત્રીજા નિયમ મુજબ છે. ‘દરેક ક્રિયાની એકસમાન અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા હોય છે.  કેટલાક લોકોએ જણાવ્યું કે એમણે જયારે પોલીસ પાસે મદદની માંગણી કરી ત્યારે ભારત દેશમાં આ અગાઉ પોલીસે ક્યારેય ન આપ્યો હોય ત્યાં પ્રતિભાવ આપ્યો. ‘અમને તમારું રક્ષણ કરવાના હુકમ નથી મળ્યા’

નફીસા બે એક દિવસ ઘરથી દૂર રહ્યા પછી પાછા આવ્યા. ‘અમે અમારા ઘરમાં જ રહીશું મરવાનું થશે કદાચ તો પણ અહીંજ’ ઉત્થાનની ઓફિસે જઈને  ગુંડાઓએ ધમકી આપી, પેલી તમારી ઘોડી લઈને ચાલવા વાળીને ઘોડી કે વ્હીલચેર કશાયની જરૂર નહિ રહે, કહી દેજો’. ઉત્થાનની ટીમના એક મુસ્લિમ સભ્યબહેન અને ખ્રિસ્તી કુટુંબોનો આશરો એમને લેવો પડ્યો. એ કુટુંબોને પણ ધમકીઓ મળી. નાના શહેરો – ગામોમાં તોફાની ટોળા ટ્રકોમાં બેસીને આવતી, લાઈટો કાપી નાખતા અને બુમો પાડતા ‘તમારી છોકરીઓને બહાર મોકલો. નજીવી ઘરવખરી સાથે  રહેતા કુટુંબોનાં ઘરોમાં પણ તોડફોડો થઇ. “અમે જયાં મળ્યો ત્યાં આશરો શોધ્યો. છાવણીઓમાં, સગાવહાલાને ઘેર, જંગલમાં કશે પણ. અમે પહેરે કપડે ભાગ્યા હતાં આ બધું. અમે પણ પાછા આવવા ગયા તો અમારા પાડોશીઓ અમારી સાથે બોલતા ન હતા. અમને કામ નહોતું મળતું. હિંદુઓ અમારી દુકાને ખરીદી કરવા આવતા નહિ. અમારું બધું લુંટાઈ ગયું. સમાનતા અને ન્યાયના સપનાં સળગી ગયા હતા. લોહીના ખાબોચિયામાં ડૂબી ગયાં હતાં. ઉત્થાનની ટીમ રાહતકાર્ય માટે નીકળી પડી. લોકોનું રક્ષણ પણ કરવાનું હતું. સરકાર કશું જ કરવા તૈયાર ન હતી. રાહત છાવણીઓમાં ભીડ હતી, ગંદકી હતી, રોગચાળો થવાનું જોખમ હતું. સૌથી પહેલી જરૂરીયાત પાણી અને ટોયલેટની હતી. જિનીવાની કોલોબોરેટીવ કાઉન્સિલ સાથે સંપર્ક કરીને મોબાઈલ ટોયલેટો મંગાવવામાં આવ્યા (એ વખતે ગૌરીશંકર ઘોષ ત્યાં હતાં)અને છાવણીઓમાં પહોંચાડવામાં આવ્યા. વહીવટીતંત્ર, પોલીસ, નવીદિલ્હી , માનવઅધિકારો માટે કામ કરતા સંગઠનો બધાનો સંપર્ક કરીને આ કત્લેઆમ તરફ સૌનું ધ્યાન ખેચવામાં આવ્યું.

રાહત અને પુનર્વસન માટે ઉત્થાને સૌની પાસે સહકાર અને સહાય માગ્યા.અગાઉના જ વર્ષે ધરતીકંપ થયેલો એ વખતે આગેવાની લેનાર સીટીઝન નેટવર્ક આ વખતે પણ આગળ આવ્યું. નાગરિક સમાજના જૂથો તેની આગેવાની નીચે સક્રિય બન્યાં. ઉત્થાને બીજા બધા પ્રોજેક્ટો અભરાઈએ ચડાવી દીધાં. એકેએક સંસાધન અને સંપર્કને રાહતકાર્યોમાં મદદ માટે પ્રયોજવા માંડ્યા. એક સભ્યને કહેલું, ‘આપણી સમસ્યાઓના ઉકેલ માટે અને બીજાઓને શીખવાડવા આપણી અંદર ભંડારી રાખેલી લાગણીઓ વેદનાની વાતો બીજા સાથે કરવી જ પડશે નહિ તો આ પીડા, આ વેદના આપનો જીવ લઇ લેશે. હવે મને સમજાય છે કે બે કોમો વચ્ચે થતી હિંસા અને ઘરમાં સ્ત્રીઓ પર થતી હિંસા કઈ રીતે જોડાયેલા છે. જો ઘરમાં આપનું માન ન હોય તો ક્યાય આપનું માં ન હોય. હું જે વાત કરું છું તે મેં મારા પતિને પણ કહી. એ જ્યારે આ વાત સમજ્યા ત્યારે તે પછી જ હું ઘેર પાછી આવી”.

ઘરની અંદર પડેલી તાળો આમ તો પૂર્વગ્રહો અને અવિશ્વાસથી વિભાજીત સમાજનું પ્રતિબિંબ પાડતી હોય છે. રૂઢીવાદીઓએ આદિવાસીઓને તેમના મુસ્લિમ પાડોશીઓની વિરૂદ્વ કરી દીધાં. આમ પણ આદિવાસીઓને પરંપરાગત હિન્દુત્વમાં ભેળવવાનાં પ્રયત્નો ઘણા લાંબા સમયથી ચાલતા જ હતાં. હવે એ પ્રયત્નો સફળ થયા. થોડા મહિના પછી ઓક્ટોબર ૨૦૦૨માં ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલો થયો. દેખીતી રીતે એ બદલો લેવાનું કૃત્ય હતું. વિશ્વહિંદુ પરિષદે આ હુમલાના વિરોધમાં રાજ્યભરમાં ‘બંધ’નું એલાન કર્યુઁ. આ બંધ શાંતિપૂર્વક પસાર થાય તે માટે સત્તાતંત્રો ખુબ તકેદાર રહ્યાં.

આ પાર્શ્વભૂમાં ઉત્થાને સમુદાયો સાથેના પોતાના કામનું એક નવું ધ્યાન કેન્દ્ર નક્કી કર્યું. ઉત્થાને ‘કોર્ડએઇડ’ સંસ્થાનનો અને અમેરિકન ઇન્ડીયા ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો. ‘કોર્ડએઇડ’ સંઘર્ષોના ઉકેલના ક્ષેત્રમા નિષ્ણાત – પરામર્શ આપતું સંસ્થાન છે. આ નવા ધ્યાન્કેન્દ્ર સાથે ઉત્થાન તેનાં જેન્ડર, આજીવિકા અને કુદરતી સંસાધનોનાં સંચાલનના ક્ષેત્રોથી આગળ કઈક કરવા માંગતું હતું. અને તે મુદ્દો હતો. સમુદાયના આંતરસંબંધો, શાંતિને પ્રોત્સાહક સંબંધો. અહીં આપત્તીનિવારણ મુખ્ય નિસ્બતની બાબત તો હતી જ પણ આપત્તીનિવારણ કઈક જુદી નવી રીતે કરવાનું વિચાર્યું હતું. આપત્તિઓ કુદરતી પણ હોઈ શકે અને માનવસર્જિત પણ, ધરતીકંપ અને રમખાણોએ બે જ વર્ષમાં ગુજરાતની પ્રજાને આ સમજાવી દીધું હતું. અને ઉત્થાન આ બંનેનાં પ્રતિભાવરૂપે વિનાશ પામેલા પર્યાવરણના મુદ્દાથી એક ડગલું આગળ જવાની નેમ રાખતું હતું.

પાણીનું સંચાલન ન્યાયપૂર્ણ રીતે એ મૂળભૂત મહત્વની વાત હતી. અને એટલીજ મૂળભૂત મહત્વની વાત હતી શાંતિ દ્વારા ન્યાયની એને માટે ઉત્થાને નવી ક્ષમતાઓની જરૂર હતી.

એપ્રિલ ૨૦૦૨ ઓલ ઇન્ડીયા કોન્ફરન્સ ઓન વોલેન્ટરી એક્શનની મીટીંગ દિલ્હી ખાતે મળી હતી. આ મીટીંગમાં એ વખતનાં પ્રધાનમંત્રી અટલબિહારી બાજપેયી હાજર રહ્યા હતાં.(એ વખતે કેન્દ્ર સરકારમાં જમણેરી પક્ષ ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું.) એ મિટિંગમાં નફીસા બારોટે ઉત્થાનના ઈતિહાસ રજુ કર્યો, એમણે એ વાત પર ભાર મુક્યો કે સમસ્યાઓના ઉકેલો ઉપરના સ્તરેથી નહી પણ લોકો જ્યાં છે ત્યાંથી, તળમાંથી શોધવા જોઈએ. દ્રષ્ટાંત પ્રતિરૂપ (અ. પેરાડાઈન)ના આ પરિવર્તનમાં સત્તાતંત્રો અને લોકોના પ્રતિનિધિઓ વચ્ચે સમકક્ષ સહભાગીઓ તરીકે ચર્ચા અને સંવાદો થવા જોઈએ.

સત્તાતંત્રો અને લોકોના પ્રતિનિધિઓ તેમના કાર્યો દ્વારા એક ન્યાયમૂર્તિ સમાજ લાવવા ઇચ્છતા હોય તો બંનેએ પોતાની નવી ભૂમિકાઓ અને નવી જવાબદારીઓને સમજવી જોઈશે. પ્રધાનમંત્રીએ તેમના વક્તવ્યમાં વિકાસક્ષેત્રના કર્મશીલોને ‘ભારતના ખરા નાયકો’ કહીને બિરદાવ્યા હતાં.નફીસાએ સીધો સવાલ કર્યો હું એક સ્ત્રી, એક મુસ્લિમ અને એક ભારતીય છું. વર્ષો પહેલા મે કેટલાક જન ગુજરાતના સૌથી સંસાધનવિહીન પ્રદેશ ભાલમાં ગયા. ત્યાં અમે જે કામ કર્યું એ માત્ર એક પ્રોજેકટ ન હતું. અમારું સ્વપ્ન હતું. એમાં અમારી પ્રતિબધ્ધતા હતી. એવી પ્રક્રિયાઓનો પ્રારંભ કરવાની કે જે એક ન્યાયપૂર્ણ સમાજ તરફ સૌને દોરી જાય. અમે એક સંસ્થા શરૂ કરી ‘ઉત્થાન’ અર્થાત ઉપર ઊઠવું. બીજા પણ ઘણા લોકો આવા જ સ્વપ્નો સાથે જીવતા હતા. ...હમણાં ગુજરાતમાં જે બન્યું તે જોઇને મને ચિંતા થાય છે. ભવિષ્ય વિષે મહાત્મા ગાંધીનું સ્વપ્ન, જે અમારી પ્રેરણા હતું. એની સામેં પડકાર આવ્યો છે. અમે આટઆટલા વર્ષોથી વિકાસ અને સામર્થ્યપ્રાપ્તિની અમારી સમાજ સાથે કામ કરતાં રહ્યા છીએ એને તોડી પાડવા આજે કેટલાક પરિબળો સક્રિય બન્યા છે. ભારતીયો તરીકે જીવન, ગૌરવ અને સાથે મળીને કામ કરવાની અમારી ભાવના સામે ભય ઊભો થયો છે. સંવાદિતા અને શાંતિ માટે કામ કરતા લોકોની પણ આ જ સ્થિતિ થઇ છે. આવતીકાલે અમારી ભૂમિકા શું રહેશે? હું જેમને માટે કામ કરું છુ,  તે સમુદાયોને આગળ વધવું છે એ લોકો કઈ દિશામાં જાય? એમની જેમ હું પણ આજે ત્રિભેટે આવી ઊભી છુ. મારી પાસે જવાબો નથી, છે તો માત્ર આશા”.

શાંતિ વિશેનું શિક્ષણ

ધરતીકંપ અને કોમી રમખાણો પછી ઉત્થાનને પોતાની અગ્રીમાંતાઓનું પુન:પરિક્ષણ કરવાની જરૂર લાગી. ઉત્થાન સામર્થ્યપ્રાપ્તિ અને કુદરતી સંસાધાનોમાં બહેતર સંચાલનના પ્રયત્નો પ્રત્યે પ્રતિબદ્ધ હતું જ પરંતુ હવે એ સ્પષ્ટ બનતું જતું હતું કે આ જ સંદર્ભોને વધારે વિસ્તારીને માનવઅધિકારો, સમન્યાય અને સ્ત્રીઓ તથા લઘુમતીઓ સહિતના નબળા વર્ગોનાં રક્ષણ પર વધારે ધ્યાન આપવું જોઈએ. ટીમના સભ્યો લોકશાહીની પ્રક્રિયાઓને સમજે, અધિકારના ઉપયોગ વિષે દરમ્યાનગીરીઓની તકો વિષે વધારે સમજે તે માટે આંતરિક સમિતિઓને વધુ સક્ષમ બનાવવામાં આવી.ઉત્થાને નેધરલેન્ડના સુશ્રી વેલ્મોડ કોક્બેકરને  ઉત્થાન સાથે પોતાના અનુભવો વહેચવા આમંત્રણ આપ્યું. તેઓ ઉત્થાન ટીમ સાથે જેન્ડર અને શાંતિના મુદ્દાઓ માટે કામ કરવા જોડાયાં. સંઘર્ષના મૂળ ક્યા હોય છે અને તેનાં કેવા પ્રતિભાવો આવી શકે તે સમજવા કાર્યશાળાઓ યોજવામાં આવી. પંચમહાલ અને ભાવનગરના સવેદનશીલ વિસ્તારો પર કેન્દ્રિત એવું ક્ષમતાસર્જન કાર્ય શરૂ  કરવામાં આવ્યું. જે પ્રોજેક્ટો અને કાર્યક્રમો દ્વારા શાંતિ ઊભી કરવા માટે પ્રયત્નો કરવાની તક પૂરી પાડી શકે. ૨૦૦૫ સુધીમાં વિવિધ તાલીમો યોજવામાં આવી. સહભાગીઓને તેમાં પોતાના અને પોતાના ગામ, સમુદાયોના અનુભવો અને બનાવો વિષે વાત કરવા પ્રોત્સાહન આપવામાં આવ્યું. આ વાતચીતો, પ્રતિભાવ અભિવ્યક્તિ દ્વારા સહભાગીઓ સમજી શકે કે પૂર્વગ્રહો ક્યાંથી જન્મે છે અને તેમાં પરિવર્તનની તક ક્યા હોઈ શકે છે. કલ્ચરનું (વિચાર- કાર્યરીતી)વિનાસંકોચ વિશ્લેષણ કરવું પડે. વ્યક્તિગત રીતે બદલાવાની જરૂર પણ પડે. એ માટે ઈચ્છા અને તૈયારી જોઈએ. સુશ્રી કોક્બેકર સાથે ઉત્થાનમાં આ થયું અને એ સહભાગીતાપણું એક ઊંડો પરિવર્તનકારી અનુભવ બની રહ્યો.

નાણાકીય કટોકટીની પરિસ્થિતિ ફરી એક વાર સર્જાઈ. ૨૦૦૨ ના બનાવો પરત્વે ઉત્થાનને જે પ્રકારના પ્રતિભાવો આપવા જરૂરી લાગ્યા હતા તે પ્રમાણે જ કર્યું હતું. આ પ્રતિભાવો પ્રોજેક્ટના સ્વરૂપથી કયાંક આગળ હતા. આવી સ્થિતિસ્થાપકતા ઉત્થાનને જરૂરી લાગતી હતી, પરંતુ આ બાબતે દાતાઓનો ટેકો માર્યાદિત જ હતો. અને એ કાંઈ નવી વાત ન હતી. રમખાણો વખતે સ્ત્રીઓ પર થયેલા ધ્રુણાસ્પદ હુમલાઓના પ્રતિભાવરૂપે ઉત્થાનને સુશ્રી વેલ્મોડ પાસેથી શીખવા મળેલી બાબતોનો અમલ કરવાની જરૂર પડી. લઘુમતીઓ, દલિતો, સ્થળાંતરિત શ્રમજીવીઓ અને સ્ત્રીઓ જે સૌથી વધુ નબળી સ્થિતિમાં હોય છે તેમના પર થતી હિંસાને શક્ય તેટલી હળવી બને તેવા પ્રયત્નો કરવા. ઉત્થાને ‘સ્ત્રીઓ પર થતી હિંસાના વિષય પર એક સતત ચાલનારો કાર્યક્રમ કરવો એવો નિર્ણય લેવામાં આવ્યો અને તેને ઉત્થાનના ભારતના અને વિદેશોમાં વધતા જતા નેટવર્ક સાથે જોડવામાં આવ્યો. આવા એક કાર્યક્રમમાં જોડાનાર એક પ્રતિનિધિ કહે છે “અમને લાગતું હતું કે હિંસા વિષે આવી વાતો કોઈને કહેવાય નહિ, કહીએ તો ખાનદાનનું ખરાબ દેખાય. એમ સમજીને અમે મૂંગા મૂંગા વેઠી લેતા હવે તાલીમ મળી એટલે અમને સમજાયું કે મૂંગા રહીને તો અમે હિંસાખોરોનું રક્ષણ કરતાં હતા. સમાજથી, પોલીસથી, અમને સમજાયું કે વિરોધ જ એટલું જ નહિ હિંસાખોરો ને કાનૂન સામે લઇ જવા અને આવા બનાવો ફરીથી ન બને તેમ કરવું”. ૨૦૦૫મા ઉત્થાને એક કાર્યક્રમ માટે કોર્ડ એઈડ નો ટેકો મળ્યો. ત્રણ વર્ષ ચાલનારો આ કાર્યક્રમ હતો સંઘર્ષના પરિવર્તનનો. આ કાર્યક્રમ સૌરાષ્ટ્ર અને કચ્છના બહેનો સાથે કરવાનો હતો.

સપ્ટેમ્બર ૨૦૦૨માં સંસ્થાના શ્રી કૌશિક રાવલે જોહનિસબર્ગ ખાતે મળેલી આધારક્ષમ વિકાસ અંગેની વિશ્વશીખર પરીષદમાં હાજરી આપી. એ જ વર્ષે બાંગ્લાદેશમાં યોજાયેલા પાણી અને ગરીબી વિશેના એશિયા – પેસિફિક રીજનલ કન્સલ્ટેશનમાં પણ એમને હાજરી આપી. આ બંને મીટીંગોમાં ઉત્થાનના શાંતિના મુદ્દા વિષે અને વર્ષ ૨૦૦૨ ના  અનુભવો વિષે તેમણે રજૂઆત કરી. હવે ડો સારા અહમદ પણ ઉત્થાન સાથે ડાયરેક્ટર ઓફ રીસર્ચ તરીકે માનદ્દ  સેવાઓ આપવા જોડાયા. ડો અહમદ જેન્ડર મુદાઓના ઊંડા અભ્યાસી છે. સંકલિત નદીક્ષેત્ર વ્યૂહરચના સાથે પણ જોડાણો ધરાવે છે એમના આ બને ક્ષેત્રોના અનુભવો ઉત્થાનના વિસંવાદ, વાટાઘાટો, જેન્ડર સમાનતા સંશાધનો પર અધિકારો અને સંસ્થાનીય પદ્ધતિઓનાં ઉદ્દેશોની સાથે તાદાત્મ્ય ધરાવતા અનુભવો છે.

ડીઝાસ્ટર મેનેજમેન્ટના (આફ્તપ્રબંધન) બે વર્ષના અનુભવો પરથી એટલું સમજાયું હતું કે આપત્તિ કોઈ પણ પ્રકારની હોય સ્વચ્છતા વ્યવસ્થાની તાતી જરૂર હોય છે. કારણકે એ સુવિધાનો અભાવ હોય ત્યાં સ્વચ્છ પાણી મેળવવું અશક્ય હોય છે. વર્ષ ૨૦૦૧માં વિઝન-૨૧ ને બહાલી મળી ત્યારથી ઉત્થાન દક્ષિણ એશિયાના રાજકીય એજન્ડામાં આ પ્રશ્નને આગળ ધરતું રહ્યું હતું. વર્ષ ૨૦૦૪મા સેનેગલ ખાતે  કોલોબોરેટીવ કાઉન્સિલ વોશ મંચનું (વોટર – સેનિટેશન – હાઈજીન)આયોજન કર્યું. આ પ્રસંગે ઉત્થાનને મીલેનીયમ ડેવલપમેન્ટ (નવી સદીમાં વિકાસ)નાં ધ્યેયો વિષયક ચર્ચાઓમાં આ મુદ્દાને અગ્રીમતામાં જોડાવાની તક મળી. યુ. એન. કમીશન ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફથી નફીસાને વર્ષ ૨૦૦૫માં ન્યુયોર્ક ખાતે મળનારી વિવિધ સરકારોની એક મિટિંગમાં ભાગ લેવા આમંત્રણ મળ્યું. આ મીટીંગ એમડીજી (મીલેનીયમ ડેવલપમેન્ટ ગોલ) પ્રગતિના વિનિયમન માટે મળી હતી.

અહીં ઉત્થાને ફરી એકવાર કહ્યું કે આ ધ્યેયો લક્ષ્યાંકો અને સિદ્ધિઓની ટકાવારીઓમાં વ્યક્ત કરવામાં આવે છે પરંતુ એને સિદ્ધ કરવામાં ન્યાય અને સમાનતાની ઊંડી પ્રક્રિયાઓની ખુબ મહત્વની ભૂમિકા હોય છે. આ પ્રક્રિયાઓ લક્ષ્યાંકો – ટકાવારીઓના આંકાડાઓમાં ક્યારેય, કોઈ રીતે દેખાતી નથી. ઉત્થાને આ કહ્યું કારણકે એની પાસે સતત બે દાયકા સુધી સુકાભઠ્ઠ, અનાવૃષ્ટિગ્રસ્ત ઇલાકાઓમાં અને પાણી વિહીન રાહતશીબીરોમાં કામ કર્યાના પરિપાકરૂપ  સમજ હતી. એ જ વર્ષે અમેરિકા – ઇન્ડીયા ફાઉન્ડેશને મહિલા સામર્થ્યપ્રાપ્તિ વિશેની શીખર મીટીંગ માટે આમંત્રણ આપ્યું. ત્યાં નફીસાની સાથે નીતા હર્દીકાર, નંદિતા દાસ, મલ્લિકા સારાભાઇ અને રાહુલ બોઝ જેવા પ્રસીદ્ધ કર્મશીલો હતા. એ પછીના વર્ષે નફીસાએ વૈજ્ઞાનિક ટી.એન. ખુશુની સ્મૃતિમાં સ્થાપવામાં આવેલા આધારક્ષમ વિકાસ માટેના નહેરુ એવોર્ડનો ઉત્થાનના તેમના સહકર્મીઓ વતી ઉત્થાનની સિદ્ધિઓની કદર અને સ્વીકૃતિરૂપે તેનો સ્વીકાર કર્યો.

એ પછી સ્ટીયરીંગ કમિટીમાં પણ નામાંકન થયું આને કારણે ખરાબાની જમીનના વિકાસ અને અનાવૃષ્ટિગ્રસ્ત અને મરુભૂમિ વિસ્તારોના વિકાસ માટેના સરકારના પ્રયત્નોનું વિનિયમન કરવાની એક તક મળી. આ અગાઉ ઉત્થાને કપાર્ટને પંચમહાલ અને બીજા જળસ્ત્રાવ વિસ્તારોમાં વરસાદી પાણીના સંગ્રહ અને કુદરતી સંસાધનોના સંચાલન સહિતના વધુ સક્રિય ટેકનોલોજી સહાય આપવા પ્રોત્સાહન આપ્યું હતું. હવે ઉત્થાને એવો આગ્રહ કર્યો કે કુટુંબો માટે તેમને અનુકુળ આવે તેવી રીતની સ્વચ્છતા વ્યવસ્થાઓ ઊભી કરવા માટે તેમને નાણાંકીય સ્વસહાયની સુવિધાઓ પણ આપવી. ૨૦૦૬ના માર્ચ મહિનામાં રાજીવ ગાંધી ફાઉન્ડેશનના સહકારથી ‘સ્ત્રીઓ અને સ્વચ્છતા વ્યવસ્થા’ વિશેની દક્ષિણ એશિયાના દેશોની એક કાર્યશિબિરમાં આ રીતે કરવાની શક્યતાઓ વિષે વાત થઇ હતી. એ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં ઇસ્લામાબાદ ખાતે સાઉથ એશિયા કોન્ફરન્સ ફોર વોટર એન્ડ સેનિટેશનનું આયોજન થયું હતું એમાં સ્ત્રીઓની સ્વચ્છતા વિષેની માગને ટેકનીકલ અને નાણાંકીય વિકલ્પો દ્વારા પ્રતિભાવ આપવાના ઉત્થાને જે પ્રયત્નો કર્યા હતા તે વિષે વાત કરી. વર્ષ ૨૦૦૮માં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ભારતમાં સહિયારી સાકોસાનની બેઠકોમાં ભારતીય ઉપખંડના વોટસન સત્તાતંત્રો અને કર્મશીલો વચ્ચે જોડાણો વધુ ગાઢ હોવાં જોઈએ તેવો પણ ઉલ્લેખ થયો હતો. આ દરમ્યાન દેશમાં રાષ્ટ્રીય સ્તરે સ્વજલધારા કાર્યક્રમ તરતો મુકવામાં આવ્યો હતો. સંપૂર્ણ સ્વચ્છતા ઝુંબેશ પણ શરૂ કરવામાં આવતી હતી, ઉત્થાનની ભાવનગર જીલ્લાના પચીસ ગામોમાં ‘વાસ્મો’ સાથેની સહભાગીતા પણ સફળ રહી હતી. આ બધાથી એતો સ્પસ્ટ થઈ ચુક્યું હતું કે આ તકોનું રાષ્ટ્રીય, રાજ્ય અને પ્રાદેશિક સહભાગિતાઓની દ્રષ્ટીએ મહત્વ છે. ઉત્થાને આ નેટવર્કનો  ઉપયોગ કરીને ભાવનગર અને રાજુલામાં નવા માહિતી કેન્દ્રો ઊભા કર્યા, તેના દ્વારા લઘુધીરાણની વ્યવસ્થાઓ ગોઠવી. માછીમારના વ્યવસાયમાં લોકો ફરીથી રસ લેવા માંડયા હતા તેને લઇને તેના દ્વારા આજીવીકાપ્રાપ્તીના પ્રયત્નો અને જૈવિક વૈવિધ્ય વિષયક નિદર્શનો વધુ સક્ષમ અને સમૃદ્ધ બને તેવા પ્રયત્નો કર્યાં.

ઉત્થાને ધ્યાન આપવા જેવું બીજું એક પરિણામ પણ થોડા જ સમયમાં ઉભરી આવ્યું. દેશમાં હવે સ્વીકૃત થઇ ચુકેલી નવી આર્થિક નીતિઓની અને વૈશ્વીકરણની અસર ગરીબો પર વધતી જતી હતી. ગુજરાતમાં સરકાર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોને  સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન તરીકે વિકસાવવાના અને એ રીતે ગુજરાતમાં ઔદ્યોગિક રોકાણને આકર્ષક બનાવવાના પ્રયત્નો શરૂ થઇ ચુક્યા હતા. આ વિસ્તારોમાં જેમાં ભાલપ્રદેશ પણ સામેલ હતો, આ રોકાણો ઉદ્યોગની પર્યાવરણીય દ્રષ્ટીએ કેટલી કીમત ચુકવવાની થશે એ વિષે કશીજ સ્પષ્ટતા ન હતી.

ઉત્થાને આ ‘પ્રગતિ’ નું કાળજીપૂર્વક વિનિયમન કરવાનું નક્કી કર્યું. બીજો એવો જ તાકીદનો પડકાર હતો ગ્લોબલ વોર્મિંગ અને હવામાનની બદલાતી જતી પેટનોનો. વૈજ્ઞાનિકો ચેતવણી આપી ચુક્યા હતા કે આ પરિસ્થિતિ દરિયાકાંઠાના વિસ્તારોમાં ક્ષારિયતાની સમસ્યાને વધારશે. વર્ષો પહેલા આ જ કટોકટીને કારણે ઉત્થાન ભાલમાં ગયું હતું. હવે નવા બંદરો, નવાં અનુઇધ્યુત મથકો અને સિમેન્ટ પ્લાન્ટ ઊભા કરવા ત્યાં દરિયાને ઊંડો બનાવવાની ટેકનીકલ કાર્યવાહી શરૂ થઇ ચુકી હતી. ઉત્થાન ફરી એકવાર ભાલમાં ગયું. ગાથામાં સતત પરિવર્તનો થતા રહે છે અને ઉત્થાનની પરિવર્તનોની હારમાળા અનંત  છે.

વિસવાદ, શાંતિ અને એની પારનું વિશ્વ

ઉત્થાને પોતાના મુળિયા ભાલમાં નાખ્યાં ત્યારથી તે લઈને અત્યાર સુધી એ સતત પરિવર્તનો કરતું રહ્યું છે. ૧૯૮૦ નો દાયકો ભારતના નાગરિક સમાજ માટે ઇવાન ઇલીચ અને લેટીન અમેરિકન કર્મશીલોના વિચારોને આત્મસાત કરવાનો ગાળો હતો. એ જ સમયગાળો ભારતીય ઉપખંડમાં ચર્ચાઓ અને વિસંવાદોનો હતો. એ વાત હવે સમજાઈ ચુકી હતી કે ગરીબોને કુદરતી સંસાધનોનો લાભ મળે એ મુદ્દાને ન્યાય માટેના સંઘર્ષ સાથે સીધેસીધો જોડવો આવશ્યક છે. ભારતમાં અને વિશ્વના બીજા વિકાસશીલ દેશોમાં આ બાબત વિષે સૌથી પહેલું સમર્થન નેધરલેન્ડઝ એમ્બેસીએ પણ આ જ મુદ્દાને આધાર બનાવ્યો છે. ભારતમાં થઇ રહેલા સક્ષમ  સમુદાય પરિપ્રેક્ષ્ય  સાથેના પાણીના સંચાલનના પહેલ કાર્યોને શોધીને તેને પ્રોત્સાહન આપવારી દાતા સંસ્થાઓમાંની સૌથી પહેલી સંસ્થાઓમાં  રોયલ નેધરલેન્ડઝ એમ્બેસીને ગણી શકાય. એ જ રીતે ઈન્ટરનેશનલ રેફરન્સ સેન્ટર, હ્યુંમેનીસ્ટ સેન્ટર ફોર ડેવલપમેન્ટ કોર્પોરેશન (જેનું સંક્ષીપ્ત પ્રથામાંક્ષારી નામ હિવોસ છે ) તે પણ આ પ્રકારના પહેલકાર્યોને સમર્થન અને પ્રોત્સાહન આપે છે. આ સંસ્થાના સર્જનનો ઉદેશ આ શબ્દોમાં દર્શાવવામાં આવ્યો છે.”લોકો પાસે પોતાના વિકાસ માટે સંસાધનો અને તકોની સમાન પ્રાપ્યતા હોય તેવા મુક્ત, ન્યાયપૂર્ણ ને આધારક્ષમ વિશ્વના નિર્માણમાં ફાળો આપવો”. આ મુખ્ય હેતુ સાથે  હિવોસના કાર્યક્રમોનું મુખ્ય ધ્યાન્કેન્દ્ર ‘સ્ત્રીઓની સામર્થ્યપ્રાપ્તિ અને તેમની સામર્થ્યપ્રાપ્તિ જેના પર નિર્ભર કરે છે તેવા પ્રશ્નોની સમજ” હતું. આ બાબત હિવોસને બીજી સંસ્થાઓથી આગવી ઓળખ આવે છે.

આવા પ્રશ્નોમાનો એક પ્રશ્ન પાણી પણ છે. ઉત્થાન સાથે આ સંસ્થાની સહભાગિતા થાય તે નિ:શક અને સ્વાભાવિક બાબત ગણાય.

૧૯૯૦ માં સુશ્રી વેલ્મોડ કોએક્બેકર હિવોસનાં  ભારતના અધિકારી બન્યા. વેલ્મોડ કહે  છે  “ગુજરાતમાં હું જેમને સૌથી પહેલા મળી તેમાં નફીસા અને રાજુ હતા. અમે લગભગ તત્ક્ષણ જોડાઈ ગયાં. એમાં એવું નહતું કે અમારી વિચારરિતિ અને કામ એકસમાન હતા. મેં જોયું કે એમને વ્યક્તિગત મુલ્યોને સંસ્થાનાં મૂલ્યો બનાવ્યાં છે. બંને એ ઉત્થાન અને નફીસાએ – પડકારો ઝીલ્યા છે. ઉત્થાને ભાલનો તો નફીસાએ ભયાનક અકસ્માતનો. એને કાયમ માટે ગતિહીન કરી દે તેવા અકસ્માતનો. મને એની એ આંતરિક શક્તિ વિષે આશ્ચર્ય થાય છે. જેના થાકી એ અશક્ય મનાતું કામ કરે છે, અને આવો કરિશ્મા ધરાવતા વ્યક્તિત્વવાળા નેતા પર એક આખી સંસ્થા આધારિત છે તે હકીકતથી મને આશ્ચર્ય થયા છે. નફીસા જેવી નેતાથી ઉત્થાનને લાભ થાય છે એ તો ખરું પણ ઉત્થાનને પણ નફીસાની બરોબરીમાં ટકવા માટે મહેનત કરવી પડે છે. ઉત્થાનને સફળ થવા માટે સંચાલનનાં દરેક તબકકે અતિસક્ષમ વ્યક્તિઓની જરૂર છે. સમય જતા ઉત્થાનના અનુભવો સંસ્થાનીય વિકાસ અને વિકાસની પ્રક્રિયાની મારી સમજ પર પણ પ્રભાવ પાડ્યો છે. પછીના વર્ષોંમાં જ્યારે વેલ્મોદ એશિયા અને આફ્રિકાના સંઘર્ષગ્રસ્ત પ્રદેશોમાં કામ કર્યું ત્યારે આ સાંજનો પ્રભાવ તેમના પર  હતો. ‘ મને ઘણીવાર લાગ્યું છે કે આ દૂર દૂરની જગ્યાઓએ સર્જાતાં સંઘર્ષોના મૂળમાં પણ એ જ પ્રશ્નો છે જે ઉત્થાનને જડતા હતાં. નફીસા સાથે સંપર્ક થાય ત્યારે હું કહેતી કે વિકાસનાં કાર્યો કરવા હોય તો સંઘર્ષ અને સમાધાન બંનેની સાથે કામ કરવાની શક્તિ ની ખૂબ જરૂર હોય છે. અહીં સવાલ એ થાય છે કે આ ક્ષમતાનો વિકાસ કઈ રીતે કરવો? વ્યક્તિગત અને ટીમના સ્તરે આ શક્તિ – સમજ હોય તો એનો વિનિયોગ કઈ રીતે કરવો? નફીસા અને એના સહકાર્યકરોને પાણી બાબતે થતા અન્યાયો અંગે કામ કરવાનો અનુભવ થયો. એ પછી મળ્યા હતાં, જે પાઠો શીખવા મળ્યા હતા તેનો ભૂતકાળમાં હતી એથી ય વધારે મુશ્કેલ સામાજિક અને રાજકીય જરૂરીયાત માટે ઉપયોગ કરવાનો હતો. મેં વિશ્વના વિવિધ મુશ્કેલ ગણાતા વિસ્તારોમાં કામ કર્યું હતું. ત્યાં વિશ્વના વિવિધ અનુભવો મળ્યા હતા તે ઉત્થાનનાં પોતાના પરિવર્તન સાથે સુસંગત છે તેવું મને સમજાયું. કુદરતીસંસાધનોના ન્યાયપૂર્ણ ઉપયોગ માટે અને તે દ્વારા માનવ અધિકાર પ્રાપ્તિના ઉદ્દેશ્યો સાથે કામ કરતી સંસ્થાએ પોતાની સંસાધનોના સંચાલનની વ્યૂહરચનાનો  હવે શાંતિ માટેની વ્યૂહરચના  સાથે સમન્વય કરવાનો હતો. આ કામ માટે ઉત્થાનને કેવી ક્ષમતાઓ જરૂર પડી શકે?

નફીસાએ  દેશના પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં એક જાહેર મંચ પરથી ગુજરાતની વેદના વ્યક્ત કરી હતી. એમને કહ્યું હતું કે “ભારતના નાગરીકો તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવવાના અને સાથે મળીને કામો કરવાના અધિકારો પર આજે જોખમ ઊભું થયું છે. સંવાદિતા અને શાંતિ માટે કાર્યરત સૌને માટે આવું જોખમ ઊભું કરવા માટે કયો માર્ગ અમારી પાસે રહેશે?” આ પછી તરત થોડા સમય પછી વેલ્મોડ ભારત આવ્યાં. નફીસાએ પૂછેલો સવાલ એ પણ ખુદને પૂછી રહ્યાં હતાં. “આખી દુનિયામાં આવા કેટલાય સંઘર્ષો ચાલી રહ્યા છે જેમાં ઘણી વાર એમ લાગે છે કે આનો કશો જ ઉકેલ જ નથી. તો પછી આજના અનુભવોમાંથી એવું તે શું શીખવાનું છે જે આશાભરી આવતીકાલ માટે લાગુ પાડી શકાય? અમે ૨૦૦૩ માં નવી દિલ્હીમાં મળ્યા ત્યારે આ જ પ્રશ્નોએ મને અને નફીસાને સાથે આણ્યાં. અમને બંનેને લાગતું હતું કે આ પ્રશ્નોના ઉત્તરો મેળવવાની તાતી જરૂર છે અને જો ઉત્તર ન હોય તો કંઈક ઉપાય તો શોધવો જ રહ્યો. ૧૯૯૨ નાં ડીસેમ્બરમાં બાબરી મસ્જિદના ધ્વંસનો બનાવ બન્યો અને એના પગલે રમખાણો થયાં ત્યારથી નફીસાને આ મુદ્દો સતાવતો હતો. શાંતિ માટેના પ્રયાસો કરવા જે રીતના અનુભવની અને આવડતોની જરૂર હોય તે એ વખતે ઉત્થાન પાસે ન હતા. એ મુસ્લિમ વ્યક્તિના નેતૃત્વ હેઠળ ચાલતી સંસ્થાને આ નવા વિસંવાદના ક્ષેત્રમાં પ્રવેશ મળશે કે નહિ. એ પણ પ્રશ્ન હતો જ. શક્ય છે કે નેતાનું મુસ્લિમ હોવું એ મુદ્દો જ સંસ્થા માટે અડચણરૂપ બની જાય. ૧૯૯૨ થી શરૂ થયેલી આ દ્વિધા ૨૦૦૨ માં દ્વિધા ન રહી, પરિસ્થિતિઓ જ એવી સર્જાઈ કે કરવું ન કરવું એ પ્રશ્ન ન રહ્યો, હવે પ્રશ્ન થયો, કરવું છે તે કેવી રીતે કરવું?

અસર વિષે , ટીમને સાથે રહેવા પ્રેરતા નૈતિક મુલ્યો વિષે વિચાર કર્યો. એ સમુદાયો વિષે વિચાર કર્યો જેમને માટે હવે પાણીના પ્રશ્નો વિસ્તરીને ન્યાયના હજી ય વધુ વિચારણીય મુદ્દા બન્યા હતા. આ રમખાણોથી રાજ્યના સમર્થનથી પ્રસરેલા આ આતંકવાદનો સામનો કરી રહેલા નાગરિક સમાજના સંગઠનોની શક્તિઓ અને નબળાઈઓ બંને દેખીતાં બની ચુક્યા હતાં. વિકાસમાં આગેવાની લેતા હોવાનો દાવો કરનાર ઘણા મૌન રહ્યા હતા. શહેર અને ગામડાઓની અનુભૂતિઓ વચ્ચે સત્તાશીલો અને કર્મશીલો વચ્ચે જે કાઈ બન્યું તેના તરફ આંખમીચામણા કરનારાઓ અને ઘણું બધું ગુમાવી બેઠેલા હજારો લોકોને તેમણે કે ગુમાવ્યું હતું તેમાંથી કંઈક પણ તેમને પાછું અપાવવા માંથી રહેલાઓ વચ્ચે આમ પણ અંતર તો હતું , હવે એ વધતું હતું.

ઉત્થાન કે નફીસા માટે સલામતી અને સ્વસુરક્ષા પસંદગી કરવાના મુદ્દા હતા જ નહિ. નફીસાને ધમકીઓ મળી ચુકી હતી. કારણકે તેમને રાહતકાર્યમાં સાથ આપ્યો હતો. વેલ્મોડે પોતાના અનુભવો કહ્યા એવા સ્થળોના જ્યાં હજારો લોકોએ સંસ્થાનવાદને કરને ઊભાં થયેલા સંઘર્ષોને પરિણામે અને જાતીવાદી સંઘર્ષોને લીધે જાન ગુમાવ્યા હતાં. બંનેને સમજી ગયું હતું કે ગુજરાતની પરિસ્થિતિમાં સંઘર્ષ અને પુનર્રચનાના અનુભવોને જોડવાની જરૂર છે. નવી સર્જ્યેલી આ પરિસ્થિતિમાં વ્યક્તિગત અને સંસ્થાકીય વિશ્વસનીયતા ઘણા વધારે પ્રમાણમાં જોઈશે. ટીમને નવી ભૂમિકાઓ અને જવાબદારીઓ સ્વીકારવાની આવશે. એ માટે આંતરિક લોકશાહી પ્રક્રિયાઓ દ્વારા સહાભાગીતાને સક્ષમ બનાવવી પડશે. નવી ક્ષમતા જરૂર તો હતી પરંતુ એ વિકસાવવા માટે જે પ્રક્રિયાઓ  કરવાની થાય તેની કીંમત પણ ચુકવવાની થાય તેમ હતું. કાર્યક્ષમ કામગીરી કરીને, પ્રતિભાવમાં સ્ફૂર્તિ દર્શાવીને અને પરંપરાગત હિતસંબંધી વર્ગોની (દાતાઓ સહિત) અપેક્ષાઓની બાબતમાં ક્ષેત્રિય કાર્ય કરતા સહકર્મીઓ વેલ્મોડ સાથે વાતચીત કરવા મળ્યા. વેલ્મોડે ઇસ્ટ ટીમોર, સુદાન, શ્રીલંકા અને ઈરાકમાં થયેલા પોતાના અનુભવો એમને કહ્યા. વાતચિત દરમ્યાન સમજાયું કે ઉત્થાનની જે કસોટી થઇ હતી તે એક સ્વૈચ્છિક સંસ્થા તરીકે તો ખરી જ પરંતુ એમાં સંસ્થા સાથે જોડાયેલાં સૌની પણ એ કસોટી હતી. ‘કેરીંગ કલ્ચર’નું – પરસ્પરને સંભાળવાની ભાવનાનું – મુલ્ય હવે સૌને સમજાયું. આ કલ્ચર જ ટકાવી રાખવાનું હતું અને એના થાકી જ આગળ વધવાનું હતું. ક્ષમતાસર્જન માટે એક વ્યૂહરચના બનાવવામાં આવી, ઉત્થાનના દરેક કાર્યક્રમ અને દરેક વ્યક્તિમાં શાંતિ અને સંઘર્શુકેલની ક્ષમતાઓ આત્મસાત થાય તે રીતની આ વ્યૂહરચના હતી. તાલીમોની એક શ્રેણી ઘડવામાં આવી. જુલાઈ ૨૦૦૪મા એની શરૂઆત થઇ અને સપ્ટેમ્બર સુધીમાં ૨૦૦૨ નાં બનાવો પછી પંચમહાલ અને દાહોદ જિલાના એકબીજાથી વિમુખ થઇ ગયેલા આદિવાસી અને મુસ્લિમ સમુદાયોને સાથે લાવવાનાં પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા. આ પ્રયત્નો ત્રણ વર્ષ ચાલ્યા.

“શાંતિ, સમન્યાય અને સામાજિક ન્યાયનાં આ કાર્યક્રમો એક જગ્યા બનાવી જ્યાં સમુદાયો અને ખાસ કરીને સ્ત્રીઓને તેમની સહિયારી નિસબતની બાબતો માટે સાથે રહીને કામ કરવાનું પ્રોત્સાહન મળે.સક્રીયીકરણના કાર્યો પહેલેથી શરૂ થઇ ચુક્યા હતા. હવે ૨૦૦૪માં એ વાત પર ભાર મુકવાનો હતો કે સંવાદિતા અને દીર્ધકાળ તાકી રહે તેવી સહમતી રચવા માટે સામાજિક એ આર્થિક અગ્રીમતાઓ ને અગ્રમહત્વ  આપવું. ૨૦૦૨ ના રમખાણો પછી અનેક મુસ્લિમ કુટુંબો આજીવિકા ગુમાવી બેઠાં હતાં. હજી પણ એ પાછી મળશે એવી આશા જણાતી ન હતી. ઘણાને ત્યાં હુમલાઓને કારણે ખેતીવાડીમાં અને બીજા વ્યવસાયના સાધનોની તોડફોડ થઇ હતી. એ નવા વસાવ્યા વિના કામ થઇ શકે તેમ ન હતું. મુસ્લિમ યુવાવર્ગ અગાઉ જે રીતના કામો કરતો હતો તે હવે એમને મળતા ન હતા. બેરોજગારીને લીધે કદાચ આ યુવાનો અંતિમવાદ કે સંગઠિત ગુનેગારી તરફ વળી જાય તેવું જોખમ હતું અને એ નિવારવું અતિઆવશ્યક હતું. તેમને વ્યાવસાયિક તકો આપવાની હતી. શાકભાજીની ગાડીઓ બનાવવી, ગૃહઉદ્યોગો  કરવા વગેરે કામો માટે તેમેણ પ્રેરવા જરૂરી હતા. પુનર્વસનના પગલા માટે બેંકો સાથે સંપર્ક કરવો, આજીવિકા પ્રવૃત્તિઓ અને તાલીમ માટે સરકારી સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે કામ કરવાનું જરૂરી હતું.

ગગન સેઠીનાં નેતૃત્વ હેઠળ ચાલતી અમદાવાદની સ્વૈચ્છિક સંસ્થા, સામાજિક ન્યાયકેન્દ્ર, ઓક્ષફાર્મ, એક્શન એઇડ,સહરવરના શીબા જ્યોર્જના શાંતિના આ પ્રયત્નોમાં સાથ મળ્યો. તેમની મદદથી સક્ષમ સ્થાનિક સંસ્થાનો રચાયા. થોડા જ સમય પછી એકતા મહિલા સંગઠનો રચવાનું શરૂ થયું.

આ સંગઠનો આદિવાસી અને મુસ્લિમ સમુદાયોની બહેનોમાં એકતા ઊભી કરવાનું અને ભૂતકાળના વિસંવાદોને ભૂલીને હિંસાના મુળિયા સાથે સીધું કામ કરવા માંડ્યા.માર્ચ ૨૦૦૫માં ૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી. દાહોદ જિલાના દુધામલી ગામમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બધાજ સમુદાયોના બહેનો જોડાયાં. પચીસસો બહેનો આજીવિકાના અધિકાર અને ઘરેલું હિંસાનો અંત લાવવાની માંગણીઓ સાથે દેખાવો યોજ્યાં.

૨૦૦૨ના રમખાણો ઉત્થાન માટે  વધુ એક પરિવર્તનની તક બની રહ્યાં. આ તક  હતી સંસ્થાનીય પરિવર્તન કરવાની તક. વેલ્મોડ કહે છે  “ કટોકટી સર્જાય તો જ મોટા પરિવર્તનો આવે છે. કાર્ય શિબિરો માં અમે અમારી અંદર થઇ રહેલા પરિવર્તનો સમજ્યાં. વળી એ પણ શીખ્યાં કે આ પરિવર્તનોનું અમારા સંસ્થામાં કઈ રીતે પ્રતિબિંબ પડે છે, જેમને માટે અમે કામ કરવા માંગીએ છીએ તેમનામાં એ કઈ રીતે પ્રતિબિંબિત થાય છે. અરું આ શીખવાનું પરસ્પર આપ – લે દ્વારા થતું હતું. તે સમુદાયો પાસેથી પણ અમે શીખ્યા. એક સહિયારો પડકાર હતો. સંઘર્ષની અસરોનો ભોગ બનેલા સમુદાયોને (દાહોદ અને પંચમહાલ જેવા સ્થળોએ) જોડાતા પુલો રચવાના હતા, તો ભાલ જેવા સ્થળોએ (જ્યાં રમખાણોની અસર ખાસ નહોતી થઇ ) સમુદાયોના જોડાણો વધુ મજબુત બનાવવાના હતા. શાંતિ ટીમના આગેવાન સાજીદા સીસોલી કહે છે  “ખરી જરૂર એ હતી કે સંસ્થાનીય ઉદેશ્યો અને મુલ્યોને પૂર્વગ્રહો અને સત્તાના દબાણોથી બચાવવા, કારણકે આવા પૂર્વગ્રહો અને દબાણો ડગલે ને પગલે સામા આવીને ઊભા રહી જતા હતા. અમારે એ સતત ધ્યાન રાખવાનું હતું કે સમુદાયની અંદર કે ટીમની અંદર પણ સૌથી વધુ નબળા લોકો પરત્વે અમારી પ્રતિબદ્ધતા તાકી રહે. જો એ હોય તો જ અમે અમારા કામના વિસ્તારોમાં સમાજ અને રાજકારણમાં દીર્ઘજીવી પરિવર્તનો લાવી શકીએ. “ આ માટે સૌથી જરૂરી ક્ષમતા હતી અમારી સાંભળવાની તૈયારી. દરેકે દરેક હિતસંબંધી વર્ગો – રમખાણોમાં બચી ગયેલાઓના અને બીજાઓના પરિપ્રેક્ષ્યને સાંભળવાની તૈયારી.

આ માટે એક વ્યુહરચના તૈયાર કરવામાં આવી.તેમાં નક્કી થયું કે બહેનો અને યુવાવર્ગ સાથે કામ કરવું. દરેક કાર્યક્રમોમાં વૈવિધ્ય રચવું જેથી કરીને લોકો સમજી શકે કે ઉત્થાન જે વાતો કરે છે તેમાં સમાનતા અને ન્યાય અનિવાર્ય ઘટકો છે. સંવાદિતાના પાયા રચવા વિષેની એક નવી જ વિભાવના, નવો જ અર્થ અમને મળ્યો. અમારી શાંતિની વિભાવના પણ બદલાઈ. શાંતિ એટલે શું? શાંતિ એટલે સંઘર્ષ ન હોય કે થાય તેવી પરિસ્થિતિ? નાં એટલું જ નહી શાંતિ એટલે નબળા લોકોનું રક્ષણ કરવું, તેમને ન્યાય મળે તેમ કરવું. ન્યાયનો અમારો ખ્યાલ પણ બદલાયો. કુદરતી સંસાધનોની સમન્યાયપૂર્ણ વહેંચણીથી આગળ વધીને સામાજિક અને રાજકીય સ્તરે ન્યાય અપાવવા સુધી પહોંચ્યો. જેમ જેમ કાર્યશિબિરો આગળ વધતી ગઈ તેમ તેમ ઉત્થાનની ટીમને સમજાયું કે તેમેણ તેમની શક્તિ માત્ર પરિવર્તન લાવવા પુરતી નથી પ્રયોજવાની બલ્કે નિસ્બતના સતત વિસ્તરતા જતા વર્તુળો સુધી પહોચવા માટે પ્રયોજવાની છે. કારણકે દરેકે દરેક સંઘર્ષની પરિસ્થિતિઓમાં અંદરની ય અંદર ઉઘડતા જતા દેખાતા. ‘ગુજરાતમાં હિંસા’ એ વિષય પર ચર્ચા થતી હોય. તેમાંથી પિતૃસતાત્મક સમાજમાં સ્ત્રીઓને થતી સમસ્યાઓની વાત ઉપાડે. એ વિષે વિચાર કરતા એકલી હોય તેવી સ્ત્રીઓની જરૂરિયાતની વાત આવે. તેમાંથી એકલી અને નબળી સ્થિતિમાં હોય તેવી સ્ત્રીઓ જેમ કે વિધવાઓની વાત આવે, એમાંથી ‘ડાકણ’ ગણાઈ ગયેલી સ્ત્રીઓની વાત આવે. ઉત્થાનના મુળિયા પાણીના મુદ્દા સાથે જોડાયેલાં હતા. અને જો આવશ્યક્તાઓના વિસ્તરતા જતા વર્તુળો દ્વારા સમુદાયોને ટેકો આપવાનું કામ કરવું હોય તો એને નવા જોડાણો, નવી સહાભાગીતાઓની જરૂર પડે. વેલ્મોડને સમજાઈ ગયું કે ‘ઉત્થાન આ બધાથી અપરિચિત ન હતું. પાણી અને બીજા કુદરતી સંસાધનો માટે કામ કરતી વખતે નિસ્બત ના આ મુદ્દા  પણ સામે આવતા જ હતા. મને જે વાત નોંધપાત્ર લાગી તે એ કે ઉત્થાન પાસે વિસંવાદ અને શાંતિની આસપાસ રહેલા પ્રશ્નો વિષે ખુબ જલ્દી સમજાઈ ગયું. કે કોઈ એક સંસ્થાન આ આખું કામ ઉપાડી શકે નહિ. અમારે નવા મિત્રો, સહકાર્યકર્તાઓ, સહાયકોની જરૂર પડશે. અમારા ‘હાથ પકડનારા’ જોઈશે. અમે જ્યારે મળતા ત્યારે દર વખતે આ બે પ્રશ્નો પૂછાતા – આપણે જે કરીએ છીએ તે બરાબર છે? આપણે જે રીતે કરીએ છીએ તે રીત બરાબર છે? આ બંને પ્રશ્નો મહત્વના હતા.”

ન્યાયના માર્ગનો પ્રવાસ

ઉત્થાન પોતાને આ રીતે વર્ણવે છે, “ અસમાનતાઓ અને ભેદભાવથી મુક્ત, બધાને સમાન તકો, સલામતી અને સ્વતંત્રતા આપતા સ્વતંત્ર ભારતના (નિર્માણ) માટે સમુદાયો સાથે કાર્યરત વ્યાવસાયિક વિકાસ કર્મશીલોનું જૂથ” સંસ્થાનું આ મિશન ભારતના પ્રજાસત્તાક બંધારણીય ઉદ્દેશોને જે રીતે સ્પર્શે છે તે જોતા સંસ્થાના કાર્યના ધ્યાન કેન્દ્ર બાબતે એક પડકાર ઊભો થાય છે. ઉત્થાનની જાહેર પ્રતિભા ‘વોટસન’ ક્ષેત્રે કામ કરતી એક અગ્રણી સ્વૈચ્છિક સંસ્થા તરીકેની છે. પીવાના પાણીની અછત અને તેનાથી પડતી મુશ્કેલીઓને દૂર કરનારી સંસ્થા તરીકે પ્રોત્સાહન મળે છે તો બીજી તરફ નિરાશા થાય છે. ખાસ તો ગુજરાતના એક અતીદુષ્કર એવા પ્રદેશમાં ‘જીવનસ્ત્રોત’ પાણી લાવી આવનાર સંસ્થા તરીકે ઉત્થાનની ઓળખ એવી તો દ્રઢ છે કે ઉત્થાનના લોકોને માટે ન્યાય અને અધિકાર મેળવવા માટેના સંઘર્ષો સમજવાનું લોકોને હજી પણ મુશ્કેલ લાગે છે.

સંભાળવું અને સમજવું

સમાજની છેલ્લી હરોળમાં રહેલા વર્ગો – સ્ત્રીઓ,દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓ અને ગરીબો – માટે ન્યાય મેળવવાનું ઉત્થાનનું વિઝન પાણી માટેના સંઘર્ષરૂપે કાર્યરૂપમાં પરિણમ્યું. આ એક આવશ્યક અને કેન્દ્રરૂપ સાધન હતું. ૧૯૮૧ માં જ્યારે ઉત્થાનની સ્થાપક ટીમે ભાલના દરિયાકાંઠાના વિસ્તારોમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે એમનો પ્રેરણાસ્ત્રોત હતા સ્વ પ્રોફેસર રવિ મથાઈ. પ્રો. મથાઈએ ૭૦ નાં દાયકામાં રાજસ્થાનના જવજા જીલ્લામાં કામ કરવાનું પસંદ કર્યું હતું. એમની એ પસંદગનું કારણ એ હતું કે એ સુકો. ઉજ્જડ પ્રદેશ હતો. વિકાસના કોઈ જ સંસાધનો ત્યાં હતા જ નહિ. મથાઈએ સરકારી અધિકારીઓને પૂછેલું “ત્યાં લોકો રહે છે?” એમના સવાલનો જવાબ મળ્યો “હા” અને પર. મથાઈ જીપમાં ચઢી ગયા અને જવજા જઈને કામ શરૂ કર્યું. એમને ત્યાં કરેલું કામ ‘રૂરલ યુનિવર્સીટી’ નામે ખ્યાતી પામ્યું. જવજાના ઉદાહરણથી જ ઉત્થાનની વ્યાવસાયિક યુવતીઓને ક્ષારીયતા, અનાવૃષ્ટિ અને એ સમસ્યાઓનો ઉકેલ એ હતો કે ચોખ્ખું, વાપરવા યોગ્ય પાણી લોકોને મળી શકે એ બાબત પર દ્રઢ, સતતપણે ધ્યાન આપવું જરૂરી હતું. ઉત્થાનના અનુભવની નદીનું મૂળ ત્યાં જ હતું. ત્રણ દાયકા પછી પેલા જુના પ્રશ્નો હજી રહે જ છે.પાણીનો મુદ્દો ઉત્થાનની વ્યુહરચના છે? કે કાર્યક્રમ છે?જો ખરો મુદ્દો ન્યાયનો હોય તો અધિકાર – આધારિત સંસ્થાનોએ ધ્યાન ખેચવા માટે પરસ્પર સ્પર્ધા કરતી હોય તેવી તીવ્ર માંગોથી ભરેલા પ્રદેશમાં તેમના હેતુઓ અને કાર્ય સ્થળો શોધવા? કામ ક્યાં કરવું? ક્યા નહિ?

આ પ્રશ્નોના ઉત્તરો મળ્યાં.લોકોને સાંભળવાથી લોકો એટલે માત્ર જેમને માટે કામ કરવાનું છે તે લોકો જ નહિ. આ કામ સાથે સંકળાયેલા બધાજ તંત્રોની વાતો સાંભળવાથી નફીસા કહે છે “અમે જ્યારે ભાલમાં કામ કરવા ગયા ત્યારે અમને એ જગ્યા વિષે થોડી ઘણી હકીકતો ખબર હતી. ત્યાં જ અમે ‘સાંભળવા’નું મહત્વ સમજ્યા. જે સાંભળ્યું હોય તેનું અમે અર્થઘટન યોગ્ય છે કે નહિ તે ચકાસતાં શીખ્યાં. જે માહિતી મળી હોય તેના પર વિચાર કરવો, એ પચાવવી. એનું વિશ્લેષણ કરવું અને હકીકતોને ચકાસવી. આ કર્યા પછી જ કોઈ પણ પ્રકારના વિકલ્પો કે અભિપ્રાયો આપવા. એવું પણ અમે શીખ્યા. જે વાત કહેવાઈ હોય તેનું અર્થઘટન ખોટી રીતે થઇ જાય અથવા વાતમાં રહેલી સૂક્ષ્મતા સમજાય નહી એવું બનતું હોય છે અને જે નિષ્કર્ષો નીકળે તેના પર એની અસર વિષે ભાલમાં અમારે કોઈને ય ઉપયોગી થવું હોય તો એ માટે કોઈ શોર્ટકટ હતા જ નહિ સમય જતાં અમને એ પણ સમજાયું કે આ બાબત માત્ર ભાલ માટે જ નહિ બધે જ સાચી છે.”

ચિંતન અને સ્મૃતિ

ઉત્થાનની ચિંતનશીબીરો દ્વારા આરંભિક પુનર્વિચારની પ્રક્રિયા એક સક્ષમ સંસ્થાનીય લાક્ષણિકતા બની છે. જ્યારે ટીમના સભ્યોને તેમની કાર્યક્રમસંબંધી પસંદગીઓ કે નીતિવિષયક સુસંગતપણા વિષે પ્રશ્નો કરવામાં આવે ત્યારે આ ચિંતન શિબિરો તેમને માર્ગદર્શન મેળવવા આધારરૂપ બને છે. ચિંતનની આ પધ્ધતિ તાલીમ દ્વારા વધુ સ્પષ્ટ અને તિક્ષ્ણ બની છે અને નિર્ણય લેવાનું સાધન બની છે, આંતરસૂઝ કેળવનારૂં  સાધન બની છે. કૌશિક રાવલ આ વાતને આ રીતે સમજાવે છે. “સૌથી પહેલા સમસ્યાને સાંભળવી સવાલો પૂછી પૂછીને તમને પુરેપુરુ  સમજાય  ત્યાં સુધી વાત કરવી. આ સમજ સુમદાયની હોવી જોઈએ. ઉત્થાનની કે અમારામાંથી એકાદ જણની નહિ. જુદા જુદા હિતસંબંધી વર્ગો વચ્ચે થોડીઘણી સર્વસંમતી પણ હોવી જોઈએ. જુદા જુદા વર્ગોના હિતો એકબીજા સાથે વિસંવાદી હોય તેવું પણ લાગે. આથી એ વિસંવાદના ઉકેલ માટે પ્રશ્નોનું વિશ્લેષણ પણ કરવું પડે. આ બધું કરવામાં ઘણો સમય લાગે. ઘણીવાર તો બહુ વખત લાગી જાય. પરંતુ એ દરમ્યાન સમસ્યાના નાના નાના ભાગ પર કામ કરવાનું શરૂ કરી શકાય. આમ કરવાથી સમજણ  અને સર્વસંમતી પણ ધીમે ધીમે ઊભી થતી જાય અને એ રીતે દરેકને સમજાય અને દરેકને યોગ્ય લાગે તેવા ધ્યેયો સર્જી શકાય. ધ્યેયો નક્કી થાય તે પછી વ્યૂહરચનાઓ આવે.”

“વ્યૂહરચનાને પ્રયોજવા માટે અમે પ્રોજેક્ટો અને કાર્યક્રમો કરીએ છીએ. અમે જે વિસ્તારોમાં કામ કરીએ છીએ એ વિસ્તારો એવા છે કે ત્યાં કુદરતી સંસાધનોની અછતને લીધે જ સમસ્યાઓ શરૂ થાય છે અને ત્યાં જ પૂરી થાય છે. જમીન અને પાણીની વહેંચણીની બાબતો છે જે એવી કે ત્યાં ન્યાયપૂર્ણ વહેચણી ભાગ્યે જ જોવા મળે. દરેક જગ્યાએ પાણી જ જીવનનો આધાર હોય છે એટલે અમને ઘણીવાર લોકો ‘પાણીવાળા’ તરીકે ઓળખે છે. હમણાં થોડા વખતથી અમે શાંતિને કેન્દ્રીય ઘટક બનાવ્યું છે અને તેને લઈને લોકો સાથે કામ કરવા વિષે ક્ષમતાસર્જન કર્યુઁ છે. જ્યારે અમે આ કામ શરૂ કર્યું ત્યારે અમને ખાસ કશો ખ્યાલ ન હતો કે ક્ષમતાઓ વિકસાવી હતી. માત્ર પ્રશ્નો માટે નહિ પ્રાથમિકતાઓ નક્કી કરવા માટે પણ.”

“જ્ઞાન, માનવતનય, ટેક્નોલોજી અને નાણા આ સંસાધનો હંમેશાં જરૂર કરતા ઓછાં જ હોય છે.” નફીસા કહે છે “અમે જે પસંદગીઓ કરીએ છીએ તે અમારા કેન્દ્રીય અને અફર મૂલ્યો પર આધારિત હોય છે. આપનો સૌથી મહત્વનો મુદ્દો છે છેક છેવાડે રહેલી વ્યક્તિ માટે ન્યાય.” આ જ કારણે અમે જેન્ડર – પરિપ્રેક્ષ્યને મુખ્યપ્રવાહમાં આણવાની વાત કરીએ છીએ અને કુદરતી સંસાધનોનું સંચાલન આજીવિકાની સલામતી મળે તે રીતે થાય એ વાત પર ભાર મુકીએ છીએ. અને આ કાંઈ નવી વાત નથી. લગભગ એક સદી પહેલા ગાંધીજીએ પણ લાભવંચિતોને ન્યાય મળે તે મુદ્દા પર અને જેન્ડર સમન્યાય સાથેની જીવનરીતિ પર ભાર મુક્યો હતો. એમની જેમ જ અમે પણ માનીએ છીએ અને આ ત્યારે જ શક્ય બને જ્યારે લોકોને નિર્ણયપ્રક્રિયામાં સહભાગિતા મળે. આટલું જ નહિ સંચાલન પણ લોકો જ સાંભળતા હોય. તે જરૂરી છે અને એનો અર્થ એ થાય છે કે આજીવિકાના પ્રશ્નોના સ્થાનિક ઉકેલો હોવા જોઈએ અને સંઘર્ષોના ઉકેલ પણ સ્થાનિક સર્વસંમતિથી જ થાય.”  પરંતુ અહીં કેટલાક સવાલો ઉઠે છે. પ્રોજેક્ટ તો માર્યાદિત સ્વરૂપનો હોય એ રીતે કામ કરવામાં મુલ્યો સાથે સંઘર્ષ થાય તો? અફર સામાજિક ધ્યેયો અને બીજા લોકોએ નક્કી કરેલા એજન્ડામાં કામ અને આદતો સૈકાઓ જુના હોય છે, તેને બદલાતા વાર સમયપત્રકોના દબાણો હોય તેનું શું?

નફીસા કહે છે, “નાં અમે એમ નહિ કહીએ કે આવી અનેક બાબતોના પડકારો અમારી સામે નથી આવતા. અમે એવો દાવો પણ નહિ કરીએ કે અમે નિરાશ નથી થતા. અમારા કામને વાસ્તવિક્ત મર્યાદાઓ નડે છે પરંતુ અમે જેમની સાથે અને જેમને માટે કામ  કરીએ શું છે. અમારા અફર મુલ્યો તેઓ જાણે છે એ લોકો એના સહભાગી છે. આમાંનું કશું જ કરવું સહેલી પડી છે અને એટલે જ એ મુલ્યો અમને મુલ્યવાન લાગે છે. આ મુલ્યોથી અમારી શક્તિ બને છે. આ અને એમાં ઉમેરાય છે ટીમનું ચિંતન, આત્મનિરીક્ષણ અને અનુભવમાંથી શીખવાની શક્તિ. અનુભવો એટલે અંગત, વ્યક્તિગત અનુભવો જ નહિ, આસપાસ જે બનતું હોય તે બધું જ અમે અમને પોતાને અને ભવિષ્ય માટે અમારી પાસે છે તે જાણવા – સમજવા માટે બે વર્ષ મથામણો કરી છે.” એ વર્ષ હતું. ૧૯૯૪ માં ૧૯૯૨ ના ડીસેમ્બરમાં બાબરી મસ્જીદ ધ્વંસનો બનાવ બન્યો. દેશમાં અનેક ઠેકાણે રમખાણો થયાં. એવું લાગ્યું કે ફરી એક વાર દેશના વિભાજન વખતે ૧૯૪૭ માં જેવી પીડામય અંધાધૂંધી સર્જાઈ હતી તેવી સ્થિતિ સર્જાશે. અયોધ્યા સુધીની યાત્રા ગુજરાતમાંથી શરૂ થઇ હતી અને તેના દુષ્પરિણામોની અસર વર્ષો પછી ગુજરાત પર થઇ રહી હતી. ધિક્કાર અને વિભાજનના સંદેશા રાજ્યના ખૂણેખૂણા સુધી પ્રસરવા માંડ્યા હતા. અસહિષ્ણુતાનો વાયરો, હવે અમારે વિચારવાનું આવ્યું કે “અગ્રીમતાના પ્રશ્નો ક્યાં છે. પાણી અને જમીન કે એથીય વધુ કંઈક?”

ઉત્થાને ચિંતન અને અભ્યાસકાર્ય શરૂ કર્યા. “અમારા સદભાગ્યે અમને બે દાતાસંસ્થાઓ મળી. હિવોસ (hivos) અને ઓક્સફામ અમારે આ રીતનો સમય શા માટે જોઈએ છે તે એમને સમજાયું હતું. “નફીસા યાદ કરતા કહે છે,” આ સંસ્થાઓ આ સમય દરમ્યાન અમને મદદ કરવા તૈયાર હતી. હંમેશની જેમ આ વખતે પણ અમને આગળનો રસ્તો તો ભય અને શોકગ્રસ્ત સમુદાયોએ જ દેખાડ્યો. અમારે ગરીબી વિષે વધુ બહોળી સમાજ જોઈતી હતી. સમજવું હતું કે રાજકારણ ગરીબીનું શોષણ કઈ રીતે કરી શકે છે. અમારે લોકશાહી અને રાજકારણીય પ્રક્રિયાઓ સમજવી હતી. રાષ્ટ્રીય નીતિમાં મોટાપરિવર્તનો કરવાની ઝુંબેશને સમજવી હતી. અમે ગુજરાતના આદિવાસી સમુદાયો સાથે કામ કરવાનું શરૂ કર્યું અને એમનાથી ખાસ પરિચિત અ હતા. એમની પાસેથી અમને અવગણના અને ભેદભાવનું એક નવું પરિણામ જોવા મળ્યું તો એમની જ્ઞાન સમૃદ્ધિ અને એમની નષ્ટપ્રાય બનતી જતી જીવનશૈલી પણ જોવા મળી. અમે પાણીના પ્રશ્નો પર રાજ્યસ્તરનો અભ્યાસ કર્યો જેથી કરીને અમે અમારા અગાઉ કરેલા કામોને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોઈ શકીએ. આ અભ્યાસમાં પણ અમે ભાલના જે મુદ્દાને અગ્રીમતા આપી હતી તે મુદ્દ અને દેશના સૌથી લાંબા દરિયાકાંઠાને ગ્રસ્ત રહેલા પર્યાવરણીય વિનાશના મુદ્દાને પુન:સમર્થન મળ્યું. બેફામપણે અને ખોટી દિશાઓમાં થઇ રહેલાં પ્રદૂષણના જોખમો, પર્યાવરણ પર થતી અસરો અમેં જોઈ શક્યા. આ પરથી અમે પીપાવાવ બંદર પાસે રાજુલામાં ઊભા થનાર કોપરસ્મેલ્ટીન્ગ પ્લાન્ટનો વિરોધ કરવા માટે ત્યાના લોકો સાથે કામ કરવાનો નિર્ણય કર્યો. આ પ્લાન્ટ જો થયો હોત તો આ વિસ્તારમાં પર્યાવરણને થતું નુકસાન હજી વધત. એની જ નજીકના ભાવનગરમાં પાણીના પુરવઠાની બાબતમાં ઉકેલો તો હતા. એને માટે ઘણાં નાણા જોઈએ. એ સમસ્યા સ્પસ્ટ બનતી જતી હતી. આથી અમે સ્થાનિક સમુદાય પ્રેરિત જળસ્ત્રાવ સંચાલન અને સંકલિત રીતે  પાણી અને કુદરતી સંસાધનોના સંચાલનનું નિદર્શન આપવા માટે ભાવનગર વિસ્તાર પસંદ કર્યો. વિક્ટર ગામનો ચેકડેમ પ્રોજેક્ટ સમગ્રલક્ષી દ્રષ્ટિકોણ અપનાવવાની જરૂરીયાત વ્યક્ત કરતુ નિદર્શન બન્યું. આ ચેકડેમ પ્રોજેક્ટ બનાવવાથી જે જમીન ડૂબમાં જવાની હતી તે લોકો રોજીંદી અવરજવર માટે અને શૌચક્રિયા  માટે વાપરતા હતા. જો ચેકડેમ બને તો લોકોની સ્વચ્છતા સંબંધી આદતો પર માઠી અસર પડે. આ ઉપરાંત જવા – આવવાના રસ્તા, પુલો અને હવે જેને સંકલિત જળસંસાધન સંચાલન (આઇડબ્લ્યુઆરએમ) કહે છે તે બધા પર માઠી અસરો પડે. આ બે વર્ષ દરમ્યાન અમને એ સમજવા મળ્યું કે પ્રોજેક્ટો વ્યુહરચનાથી પ્રેરિત થાય છે, નહિ કે પ્રોજેક્ટો માટે વ્યૂહરચના ઘડાય છે! અમે આંતરદર્શન કરી રહ્યાં હતા. આ કામ માટે વાતાવરણ વ્યક્તિઓ અને ટીમોમાં પરીવર્તન લાવવા માટે પરિવર્તનના વર્ષો દરમ્યાન સુસંગતતા અને તર્કના આધાર મળી રહે તેવી બાબતો, ઉદાહરણો, અનુભવો ભૂતકાળના ખજાનામાંથી શોધાવવાની જરૂર હતી. એ પછી આ બધાં સુધી પહોચાડવાનું હતું. ટીમના સભ્યોમાંના લગભગ એકતૃતિયાંશ લોકો ઉત્થાન સાથે એક દાયકાથી વધુ સમયથી જોડાયેલા હતા. અનુભવોમાંથી શીખવા મળેલા પાઠો વિષે સહિયારી સમજ ઊભી થાય તે માટે સૌએ એકધારું ધ્યાન આપવું જરૂરી હતું. વિઝ્નો, મિશનો અને ભૂમિકાઓને ખરેખર અનુભવના અજવાળામાં જોવા સમજ્યા અને તેનું સતત પુનઃસમર્થન કરતા રહેવાની જરૂર રહેતી હોય છે, સર્વસંમતી કઈ રીતની? સત્તામાં રહેલા લોકો પાસેથી જે પ્રકારના વિકેન્દ્રીકરણ માટે હિમાયત કરવામાં આવે છે તે રીતથી જ સર્વસંમતી સંસ્થાની અંદર પણ સર્જાય તેમ કરવું. વહીવટનું માળખું. એ રીતનું બનાવવામાં આવ્યું કે સત્તામાં સહભાગીતા હોય અને જુદી જુદી વ્યક્તિઓને જુદી જુદી રીતની સત્તા સોંપવામાં આવી હોય. આમ જ્યારે થાય ત્યારે સંચાલન અને પ્રવૃત્તિના દરેક તબક્કે, ક્ષેત્રિય કાર્યકરોથી લઈને છેક ઉપર સુધી દરેક તબક્કે, સ્વતંત્રપણે નિર્ણય લેવાની ક્ષમતાની જરૂર પડે છે અને તે નિર્ણય બાબતે ઉદારદાયિત્વ હોય ત પણ જરૂરી બને છે. આ ઉદારદાયિત્વ માત્ર સંસ્થા પ્રત્યે નહિ પરંતુ જેમેન માટે કામ કરવાનું છે તે સમુદાયો પરત્વે પણ ઉદારદાયી બનવાનું હોય છે દરેક કાર્યકરના નિર્ણયો છેવટે તો એક મુલ્યો અને મિશન સાથે ચાલતી, સુગ્રથિત સંસ્થા રચવામાં મદદરૂપ થાય. એક એવી સંસ્થા જે સમયોચિત પરસ્પર વિરોધી હિતોના દબાણે અને સ્પર્ધાત્મક માંગો સામે ટકી શકે તેવા કેન્દ્રની આસપાસ રચાઈ હોય.

વિસંવાદ અને શાંતિ

વિસંવાદો અને વિવાદો – વર્ષોથી જુદા જુદા સ્વરૂપે આવી ઊભી રહેતી આ પરિસ્થિતિઓ અને તેનો સામનો કરવાની ઉત્થાનની તાકાતની કસોટી સતત થયા જ કરે છે.” અને ભાલમાં હતા ત્યારથી વિસવાદ – સંઘર્ષ એ અમારે માટે એક વાસ્તવિકતા રહી છે.” નફીસા કહે છે, “બીએસપી વખતે વિવાદની પરિસ્થિતિ થઇ હતી. અમારી યોજનાઓને નકારી કાઢતા સત્તાધિકારીઓ સાથે અમારે સંઘર્ષ થયો હતો. અમારી ટીમમાં પણ બે મત હતા. સમાધાન કરવું , જે વધારે વ્યવહારો પગલું હતું કે અમારો મુદ્દો પકડી રાખવો? ભાલમાં અમને બહુ જલ્દી સમજાઈ ગયું હતું કે ‘હેવ્ઝ અને હેવનોટ્સ’ વચ્ચે સંઘર્ષના પરિણામે અન્યાય થતો હોય છે એ તો ખરું જ પરંતુ હિતસંબંધી વર્ગોના જૂથોમાં અંદરોઅંદર પણ મતભેદો હોય છે. જ્ઞાન અને અનુભવમાં તફાવત હોઈ શકે છે, અધિકારો અને તકો વિશેની સભાનાતામાં તફાવત હોઈ શકેછે, સ્વીકૃતીમાં વલણમાં કે સુધારો લાવવાની અધીરાઈમાં પણ તફાવત હોઈ શકે છે. અમે જોયું કે હિતસંબંધી વર્ગો ઘણા હતા એમના હિતો જુદા જુદા હતા અને એટલે સુધી કે એમને વિષે ‘એક સમુદાય’ ગણીને વાત ન કરી કે શકીએ પરંતુ એ સમુદાયોને આગવા સમુદાય બનાવતા વિવિધ ઘટકો વિષે વાત કરવી પડે. એવી હાલતમાં બધા ખરેખર સહભાગી હોય તેવા ધ્યેય માટે બધાને સાથે ઊભા રાખી શકે તેવી સહિયારી ભૂમિ કઈ રીતે શોધવી?

રાજુલામા કોપરસ્મેલટીંગ પ્લાન્ટનો જે પ્રશ્ન હતો તે અમારે માટે સમુદાયને વ્યાખ્યાયિત કરવાનો અને તેનું સક્રિયીકરણ કરવાનો એક પ્રયોગ બની રહ્યો. અમારે આ પ્લાન્ટ બને તો તેના પરિણામો શું આવે તે વિષે શોધકાર્ય કરવાનું હતું. પ્રસ્તાવિત સ્થળની જમીનના  માલિકોને આ પ્લાન્ટ બને તેના  શું પરિણામો આવે તે વિષે સમજાવવાનું હતું મોટા પ્લોટોના માલિકો તૈયાર થયા કે ‘અમે અમારી જમીન નહિ આપીએ’. નાના પ્લોટો પહેલા વેચવા માટે મૂકવાના હતા. આમ છતાં બધું એટલું સરળ ના હતું. ઉત્થાનને જાણવા મળ્યું કે મોટા જમીન – માલિકો નાના પ્લોટોને ખરીદી લેવાની ઓફર કરતા હતા. એમની દાનત એવી હતી કે એ કામ થઇ જાય પછી મોટા પ્લોટો પ્રમોટરોને વેચી દેવા! સ્થાનિક સત્તાતંત્ર જમીન બચાવવા કશું કરતુ ન હતું. કારણકે એ બધી ખરાબાની જમીન હતી.

આ સ્થિતિમાં ઉત્થાન સામે બે પ્રશ્નો હતા. પહેલો તો એ કે લાભવંચિત લોકોને આ પરિસ્થિતિમાંથી કઈ રીતે બચાવવા અને બીજો એ કે આ જમીનની ઉત્પાદકતા કઈ રીતે સુધારવી અને વધારવી જેથી કરીને તેની કીમત વધે. સૌથી પહેલાં તો ક્ષારિયતાપ્રવેશ વધતો અટકે તેમ કરવાનું હતું. આ થાય તો જમીનની ગુણવત્તા બગડતી અટકે, ખેતીવાડી સુધરે અને એનાથી નાના મોટા બધા ખેડૂતોને લાભ થાય. આ વિસ્તારની જમીનની કીમત વધે. આ સૌના સહિયારો ઉદ્દેશ હતો. એ બાબતે બધા સમંત હતા અને એટલે વિરોધ થઇ શકયો, સફળ થયો  અને પ્લાન્ટ ન બન્યો. પરંતુ પર્યાવરણ માટે સંઘર્ષ ચાલુ રહ્યો.

એ પછી રાજુલા પાસેની નદીના પટનો પ્રશ્ન આવ્યો. કોન્ટ્રાકટરો બાંધકામ માટે નદીની રેતી ઉપાડવા માંગતા હતા. મોટા જથ્થામાં ઉત્થાને આ નદીને પુનરજીવિત કરવા લોકોને સક્રિય કર્યાં. આ પ્રસ્તાવ એટલા માટે હતો કે નદીનું વહેણ  ફરીથી સારી રીતે થાય તો સ્ત્રીઓને પાણી મળી શકે, સમુદાયના બધા વર્ગોને તેમનો યોગ્ય ભાગ મળે અને જે પાણી મળે તે પીવા માટે અને બીજા ઉપયોગો માટે યોગ્ય રીતે વહેચાય. પ્રદુષણપ્રચારક ઉદ્યોગના વિરોધના મુદ્દાની જેમ સંસાધનોના સંરક્ષણના મુદ્દાને પણ સમગ્રતાથી સમજવાની જરૂર હતી.

રાજુલાનો અનુભવ ઉત્થાનને સંઘર્ષના મૂળ અને ઉકેલના માર્ગોનો અભ્યાસ કરવા માટે વધારે પદ્ધતિસર અભિગમ તરફ જવામાં મદદગાર નીવડ્યો. કોપર પ્લાન્ટના પ્રસ્તાવમાં સમુદાયએ  પહેલા એ સમજવાની જરૂર હતી કે આ ઉદ્યોગ આપવાથી એમેન શું લાભ થવાના છે અને એમને શું કીમત ચૂકવવાની છે. અને આખરે એ કીમત કોને ચુકવવાની થશે. નાના ખેડૂતોને લાગતું હતું કે આવી ખરાબાની જમીનમાં આમેય શું મળવાનું? એ કરતા વેચાતી હોય તો સારું. ધનવાન ખેડૂતોને ગરીબ ખેડૂતો પાસેથી ઓછા ભાવે જમીન લઈને ઉદ્યોગોને વેચતી વખતે ઊંચા ભાવ લઈને નફો કમાવો હતો. આર્થિક વર્ગના આ પ્રશ્ન સાથે જ્ઞાતિ અને જેન્ડરના મુદ્દા જોડાયા. આરીતે જમીન વેચવા વિષે સ્ત્રીઓ વિરોધ કરતી હતી. એ પછી રાજકારણીય પરિણામો સમજવાના હતા. ગુજરાતના આગળ વધી રહેલા ઔદ્યોગીકરણમાં આ કોપર પ્લાન્ટ કયે ઠેકાણે હતો? એની ખરેખર જરૂર હતી  સ્થાપિત હિતો શું હતા? કોણ હતા? એમની પાસે કઈ રીતે પહોચાય? વિરોધ અને સંઘર્ષ માટે કાનૂની વિકલ્પોની ઓળખ કરવાની હતી. સંઘર્ષ કરવા માટે સહ્ભાગીતાઓની જરૂર હતી. આ પ્રસ્તાવથી બીજા કોને કોને માઠી અસરો પડી શકે? આ બધાને ભેગા કઈ રીતે કરવા? પ્રશ્નોને સંકલિત રીતે જોડીને સમજી શકાય? ચળવળના વિકલ્પો વિચારીને પસંદ કરી શકાય? એ માટે હિતસંબંધી જૂથોનો મંચ રચી શકાય?

રાજુલાના કામોમાંથી નિપજેલા આ પ્રશ્નો હજી વધુ સુસંગત બન્યા, ૨૦૦૭માં સરકારે સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન વિકસાવવાની યોજના હેઠળ પ્રાચીન બંદર ધોલેરાને વિકસાવવાનો રૂ ૧૫૦૦ કરોડનો પ્રોજેક્ટ જાહેર કર્યો. આ પ્રોજેક્ટ પાર પડે એ પછી ધોલેરા  માત્ર બંદર નથી રહેવાનું. તાતા કંપનીનો તેનો મોટરકારનો પ્લાન્ટ ધોલેરાથી બહુ દૂર નથી. ઔધ્યોગીકરણની સાથે અહીં એક્સપ્રેસ વે અમદાવાદ સાથે મેટ્રો રેલ્વે જોડાણ, પીવાના પાણી માટે પાઈપલાઈન, નવું મંદિર, આંતરરાષ્ટ્રીય વિમાનમથક ધોલેરાને આટલું બધું મળવાનું છે. આટલું જ નહિ, મીઠું પકવવાનું અને તેની નિકાસ અનેકગણી વધવાની છે, રાસાયણિક મીઠાના પ્લાન્ટ બનવાના છે, શિપબ્રેકીંગ, અણુ મથક અને સિમેન્ટ પ્લાન્ટ પણ બનશે .

સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ભારતમાં પર્યાવરણ ચર્ચાઓમાની સૌથી કટુ વિવાડોમાનો એક છે. જે પ્રદેશ ભાલમાં ચાર વ્યાવસાયિક યુવતીઓએ વિસંવાદોથી પ્રેરાઈને કામ શરૂ કર્યું હતું ત્યાં આજે વિસવાદ અનેકગણો વધી ગયો છે એને માટે લાંબાગાળાના ઉકેલો માટે નવી ક્ષમતાઓની જરૂર છે દરિયાકાંઠાની આસપાસ કાંપ કાઢવાની ટેકનિકલ પ્રક્રિયા અને ઘસારાથી રક્ષણની અસર બીજા વિસ્તારો પર થઇ શકે છે. દરિયાકાંઠાના પટના સ્વરૂપ બદલાય તેને કારણે કીટ જન્ય રોગો વધી શકે છે. વસ્તીવિષયક ફેરફારો,હવામાનમાં ફેરફારો, વધતી જતી કુદરતી આફતો માટે સક્રિયીકરણ અને પ્રતિભાવની ઝડપી વ્યવસ્થાઓની જરૂર છે. ૨૦૦૧ના જાન્યુઆરીના ધરતીકંપ પછી ઉત્થાનના કાર્યકરો અનાવૃષ્ટિ સમયના તેમના અનુભવો લઈને ધરતીકંપથી અસરગ્રસ્ત ગામોમાં પંહોચી ગયા હતાં. પાણી અને બીજા કુદરતી સંસાધનોની માંગ બાબતે સંચાલન માટે અને જેમની પાસે એ થોડું વધારે છે તેવા નસીબદારોને પોતાના ‘ભાગ’ માંથી લાભ્વાન્ચીતોને થોડુક આપવા સમજાવવાના પ્રયત્નો કરવા. સંઘર્ષોના ઉકેલની ક્ષમતા એ બધા કામો કરતા કરતા શીખવા મળી. ૨૦૦૨ના રમખાણો પછી પણ આમ જ સંઘર્ષના ઉકેલનું કામ કરવાનું થયું. એ વખતે આ કાર્યનું સ્વરૂપ તદ્દન જુદા પ્રમાણ અને પ્રકારનું હતું. અંદાજે બે હજારથી વધુ મુસ્લિમ હત્યા કરાઈ હતી. હજારો બેઘર બન્યા હતાં. એમને રાહતછાવણી ઓમાં રહેવું પડ્યું હતું. એ રાહતછાવણીઓ બંધારણમાં આપવામાં આવેલી એકેએક બાંહેંધારીની ખુલ્લેઆમ અવગણના હતી અને ગુજરાતના નેતૃત્વએ એ રાહતછાવણીઓના વિષે ‘છોકરા પેદા કરવાની ફેકટરીઓ’ કહીને અસભ્ય ટીપ્પણી કરી હતી. એ વખતે ધર્મનિરપેક્ષ બળો માટે તત્કાલ માંગ એ હતી કે રાહતછાવણીઓમાં કામ કરવું. સત્તાતંત્રએ તો એને અલ્લાહનાં આશરે મૂકી દીધી હતી. એ વખતે ઉત્થાનને લાગ્યું હતું કે અસરગ્રસ્ત સમુદાયને તેમની તાકીદની અગ્રીમતાઓ માટે હતી જેમને આ આફતની સૌથી વધુ અસર થઇ હતી જરૂર તો અનેક બાબતોની હતી પરંતુ સૌ એ વખતે સહમત હતા કે તત્કાળ જરૂર ટોયલેટો નહાવાની ઓરડીઓ બનાવવી રહેવાની જગ્યાની નજીકમાં. આ પાઠનો પાછળથી લાંબા ગાળાની શાંતિ માટેના મોટા કામો માટે ઉપયોગ કરી શકાય. સ્ત્રીઓ પર થતી હિંસાના મુળિયા શોધવાના પ્રયત્નો દ્વારા ઘરની દીવાલોની અંદર ચાર વ્યાવસાયિક યુવતીઓ પણ  સંઘર્ષ વિશેના તેમના પાઠ પણ કદાચ એ પાયાના સંસ્થાન – કુટુંબમાંથી જ શીખી હતી. આવા સંઘર્ષો વિષે કામ કરી શકે તેવાં સમુદાયસંસ્થાનો રચવામાં મદદ કરવા માટેનો ટેકો ઇન્ડો ડચ પ્રોગ્રામ ફોર ઓલ્ટરનેટીવઝ  ઇન ડેવલપમેન્ટ પાસેથી મળ્યા ૨૦૦૩ થી ૨૦૦૬ દરમ્યાન ઉત્થાને તામીલનાડુની ‘ગાઈડ’ સંસ્થા સાથે બે લઘુનદીક્ષેત્રની આસપાસ સંકળાયેલા મુદ્દાઓ માટે કામ કરવા સહભાગિતા કરી. આ બેમાની એક નદી તામીલનાડુની કાંચીપુરમ નદી અને બીજી હતી અમરેલી જીલ્લાની ઝોલાપુરી નદી. આ કામ માટે  બે સ્વૈચ્છિક સંસ્થાઓની ક્ષેત્રિયકાર્ય ટીમો અને સંશોધનકર્તાઓએ જુદા જુદા અનેક હિતસબંધી વર્ગો સાથે સંવાદો રચવાની રીતો પર કામ કર્યું . અહીં ખાસ તો લોકોને સંભાળવા  તેમની વાતોનું વિષ્લેષણ કરીને તેમની સાથે સ્વાદ રચવો. આજીવિકાની સલામતીને લગતા પ્રશ્નો અને સામુહિક ચિંતન અને સહભાગીતાના માટે શક્તિ ઊભી કરવી. આ કાર્યનું પરિણામ એ મળ્યું કે બીજી સંસ્થાનોને ‘શીખતા સંસ્થાનો’ તરીકે વિકસવામાં સહાયક બની શકાય તેવા તાલીમના અભિગમો અને ટુલ્સ વિકસી શક્યા. દિનેશભાઈ જે એક કવિ અને કથાકાર છે તેમણે કહ્યું ‘ઝોલાપુરી નદીને પુનજીવિત કરવાનું કામ આ નદીક્ષેત્રમાં વસેલાં ગામો અને સમુદાયો વચ્ચે પ્રેમસેતુ રચવાનું કામ છે. આપણી આસપાસ જે શત્રુતાનો વાયરો વાઈ રહ્યો છે તેમાં આ કામનું મહત્વ અનોખું છે..’ આ કામ કરવા ગામોમાં જ કાર્યજૂથોએ નદીમાંથી પાણી મળે એ રીતો, કેટલું પાણી મળે એ વિષે નિયમો બનાવ્યા. ઉચ્ચ વર્ણો અને પુરૂષોનું એકહથ્થુપણું ન આવી જાય. પરંતુ બધાના હિતો જળવાય તેનું ધ્યાન રાખવું જેવાં કામો સોંપવામાં આવ્યા.

ન્યાય અને સમાનતા ઉત્થાનનાં ‘અફર મુલ્યો’ છે. એ મુલ્યોને લઈને જ ફરીફરીને કંઈક નવું નવું શીખવાનો કોઈ ને કોઈ નવો માર્ગ રચવાની પરિસ્થિતિ સર્જાતી રહે છે. ટીમની અંદર પણ અને સમુદાયો સાથે પણ ઉત્થાન વારંવાર આ શબ્દો પ્રયોજે છે એ દર્શાવે છે કે કામ હજી ચાલુ જ છે કારણકે સંઘર્ષ – વિસવાદના મુદ્દા આપણી ખુબ નજીક, આંખ સામે જ હોય છે. શરૂઆતમાં જ એ અનુભવ થઇ ચુક્યો હતો ઉત્થાનને. જ્યારે નેતૃત્વ માટે પસંદગી કરવાની આવી અને પસંદગીનો માપદંડ નેતાની  જેન્ડર અહી પરંતુ તેની ક્ષમતાનો રાખ્યો ત્યારે આ પરિસ્થિતિ સર્જાઈ હતી. ભાલમાં માહિતીના નેતાની પસંદગીના પ્રશ્ને કેટલાક ભાઈઓં એ  રાજીનામાં આપી દીધા હતા. આ સંઘર્ષ થોડો ગંભીર બન્યો હતો . બહેનો પર અને એમને ટેકો આપનારા પર શારીરિક હુમલા પણ થયા હતા . ટીમમાં કેટલાક માનતા હતા કે સામાજિક શાંતિ તો જાળવવી જ જોઈએ , ભલે એ આછીપાતળી   હોય તો કેટલાક એમ માનતા કે જે નિર્ણયથી આ સ્થિતિ સર્જાઈ છે એ નિર્ણય યથાવત રાખવો જોઈએ , ભલે એ સ્થિતિ અકળાવનારી  હોય અહીં હંમેશાની જેમ જે પસંદગી  કરવામાં આવી તે અનુભવમાં ફેરવી આ રીતે અનુભવ પરથી શીખવાની પ્રક્રિયાને ઉત્થાનમાં જીવતું પોસ્ટમોર્ટમ કહે છે ક્ષેત્રીય કામગીરીના મુલ્યોનો સુક્ષ્મદર્શક કાચ લઇને અભ્યાસ  કરવો એ સંસ્થાનીય સ્મૃતિમાં જારવવું અને એ પછી એ સ્મૃતિનો બધાને માટે તકો સલામતી અને સ્વતંત્રતા માટેના કાર્યના બીજા ચક્રને માહિતગાર કરવા માટે ઉપયોગ કરવો. મોરંગી નામના  લાડુંબહેને એ સરસ રીતે કહ્યું ‘ ખાલી હાથે આવ્યા છીએ , ખાલી હાથે જવાના છીએ તો લડાઈ ઝઘડા શેને માટે? ‘

યોગ્ય હેતુની પ્રાપ્તિ અને એનો વ્યવહારમાં વિનિયોગ

વાઈબ્રન્ટ ગુજરાત અને શાઈનિન્ગ ઈન્ડિયાની આકાંક્ષાઅઓનું મૂર્તિરૂપ બે અમદાવાદનો નવો વિકસી રહેલો સરખેજ ગાંધીનગર હાઈ - વે સામાન્ય વાતચીતમાં એસ- જી હાઈ - વે રોડ નામે ઓળખાતો આ રસ્તો અમદાવાદ શહેરના પશ્ચિમ છેડે , દક્ષિણ દિશામાં આવેલા સરખેજથી ઉત્તરપૂર્વ દિશામાં ગાંધીનગર તરફ જાય છે. આ એક સરખેજથી શરૂ કરીને દૂર દૂર કિલોમીટરઓના કિલોમીટર  સુધી રસ્તાની બન્ને તરફ શોપિંગ મોલો, મલ્ટીપ્લેસો, મંદિરો, અને મનોરંજન પાર્કોની હારમાળા  થકી શોભી રહ્યો છે. આ રસ્તા પર એક હાઈ ટેક સ્મશાન ગૃહ પણ છે. રસ્તાના એક છેડે સરખેજ ગામ છે જ્યાં મધ્ય કાલીન  હિન્દી - મુસ્લિમ સ્થાપત્યકલાના બેનમુન વરસનું મૂર્તિ  સ્વરૂપ સરખેજનો રોજો છે. વિશ્વપ્રસિદ્ધ સ્થાપિત  આ રોજાને પાર્થેનોન  ગ્રીક દેવળ સાથે સરખાવ્યો હતો . બીજે છેડે ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે. કેટલાક આ માર્ગને ભારતની ગુજરાતની વૈશ્વિક આકાંક્ષાઓને પરિપૂર્ણ કરતુ. પ્રતિક ગણે છે તો કેટલાકને માટે આ માર્ગ અનેકોની  અપેક્ષાઓના નકારનું અશબ્દ સ્વરૂપ છે. સરખેજ વિસ્તાર મુસ્લિમ વસ્તીની બહુમાતા ધરાવતો વિસ્તાર છે આ વિસ્તારની નથી ગાંધીનગરને ખસ પરવા કરી કે નથી આ વિસ્તાર જેની અવરજવરથી ઉભરાય છે તે મધ્યમવર્ગે  કરી. અહીં રહેતી ગરીબ લઘુમતીની વસ્તી મહદઅંશે ખાલી પ્લોટોમાં  કાચાપાકા ઘર બનાવીને રહે છે જે વહેલે મોડે રસ્તા બાંધકામ ડેવલપરોનો કોળીયો બની જવાનાં છે આ રસ્તા પર આરામ અને ભોજન માટેના નાના - મોટા રેસ્ટોરાં પણ છે એ પણ મધ્યમવર્ગના ગ્રાહકોથી ભરેલા રહે છે ઉત્થાન પરિવારે એક સાંજે એવાજ એક રેસ્ટોરામાં મળવાનું નક્કી કર્યું. કામ કરવાની રીતોના અનુભૂતિઓ વિષે ચિંતન કરવા બધા ભેગા મળ્યા .

વાતવાતમાં રાજુલાની આવેલી  જીજ્ઞાએ ટીપ્પણી કરી " અહીં પીવાનું પાણી માંગો એટલે તમને દસ રૂપિયાની પ્લાસ્ટિકની પાણી ભરેલી બાટલી પકડાવી દે. પાણી દૂધ કરતા પણ મોઘું છે". જીજ્ઞા ઉત્થાન - રાજુલાના વિસંવાદ પરિવર્તનના કાર્યક્રમની સંયોજક છે. "એક બાબત આપણે ખાસ સમજાવી જોઈએ અને એ છે કે વિસંવાદનું સ્વરૂપ આપણે જે વિકાસ અને પ્રગતિ શબ્દોનો અર્થ કરીએ છે એ કરતા જુદો અર્થ આપના શહેરમાં વસતા પડોશીઓ કરે છે " તો આવી વિભિન્ન માનસિકતાઓને ભેગી કઈ રીતે આણવી ? અહીં વાત માત્ર ગરીબ ધનિક વચ્ચે કે શહેર ગામડાઓ વધતા જતા અંતર = તફાવતની વાત નથી પરંતુ વિભિન્નતાના ખ્યાલમાં પણ એટલી વિવિધતાઓ રહેલી છે કે પ્રશ્ન એ થાય છે કે આટલી બધી વિભિન્નતાઓ - વિવિધતાઓ સાથે કામ કઈ  રીતે લેવું? ૨૦૦૨ પહેલા મારો મત એવો હતો કે વિભિન્નતામાં એટલેકે નિર્ણય પ્રક્રિયામાં ગરીબો પણ ભાગ લે તેવું સુનીશ્ચિત કરવું હવે એ અર્થ વિસ્તર્યો છે. આપણે નિર્ણયપ્રક્રિયામાં ગરીબોને પણ જોડાવાના છે. એટલું પૂરતું નથી. બધા જ જૂથોની અંદર પણ વિભિન્નતાઓ હોય છે અને એ બધેથી નબળી સ્થિતિમાં હોય તેવા બધાનો સમાવેશ આપણે નિર્ણય પ્રક્રિયામાં કરવાનો થાય. અમારે માટે આવા વર્ગો લઘુમતી છે આ કે તે કોમ કે જ્ઞાતિની વ્યક્તિઓં નહી". જયા રાઠોડ આ વાત સાથે સહમત છે. " હું ભાવનગર લોકશિક્ષણ કેન્દ્રમાં કામ કરું છું મારૂ કામ દરિયાકાંઠાના પ્રશ્નો સાથે છે પરંતુ શાંતિ અને ન્યાયના મુદ્દા પણ મારે માટે સામર્થ્ય પ્રાપ્તિ અને જેન્ડર જેટલા જ મહત્વના છે. ૨૦૦૨ પછી આ મુદ્દા બન્યા છે અને સામર્થ્ય પ્રાપ્તિ અને સમન્યાય માટે વધારે સારી રીતના સંવાદ તરફ અને ઓછા વિસંવાદ તરફ લઇ જતા હોય તેવી રીતે કામ આમ કરવાના પ્રયત્નો કરીએ છીએ. દાખલા તરીકે દરબાર જ્ઞાતિ અને દલીતવર્ગના લોકોના સંબધની વાત કરીએ , અત માત્ર પાણીની પ્રાપ્યતા પુરતી જ નથી પરંતુ એવા પ્રકારની દીર્ઘકાલીન સમજ અને સન્માનની છે. પરસ્પર આ પ્રકારની સમાજની અપેક્ષા  રહે છે અને સ્વીકૃતિની પણ. " વેલ્મોડબેન પાસેથી અમે જાણ્યું કે વિશ્વમાં અનેક જગ્યાએ વિસંવાદો  હોય છે અને કેવી વિવિધ રીતે લોકો વિસંવાદ અને શાંતિની સામે આવતા પડકારો પ્રતિભાવ આપતા હોય છે.

જયાના સહકર્મી લક્ષ્મણ વાળાને લાગે છે કે વિસંવાળો એટલા જાત જાતના હોય છે કે લોકોને માટે જ નહી પણ સંસ્થાનોને માટે પણ અવકાશ અને મંચો સર્જવાની જરૂર છે જ્યાં તેઓ માત્ર એકબીજા સાથે જ નહી પણ સમુદાયોની સાથે એકસમાન સ્તરે વાત કરી શકે.' લીમખેડાના આદિવાસી વિસ્તારમાં કાર્યરત કાર્યક્રમ સંયોજક બાબુભાઈ પ્રજાપતિએ પોતાના લાંબા સમયના અનુભવોની વાત કરતા કહ્યું કે " મેં દાહોદમાં ૧૯૯૫માં આદિવાસી વિસ્તારના વિકાસ માટે કામ શરુ કર્યું . ત્યારથી અમે ( ઉત્થાન ) અધિકારો વિષે વધુ સમજ લોકોને આપીને આજીવિકાની સલામતી સર્જવાની રીતો ઓળખવાના પ્રયત્નો કરતા રહ્યા છીએ. ૨૦૦૨ના બનાવો પછી લઘુમતિઅઓ વિષેની નીતિઓં અને પગલાઓની અસર મુખ્ય ચિંતાનો પ્રશ્ન બન્યો છે . તાલિમોને લીધે અમને સમાજ વિષે વધારે સમજણ મળી. ભવિષ્યની જરૂરીયાતોને સમજવા માટે જરૂરી વ્યુહાત્મક કૌશલ્યો મળ્યા. આપણે આપણા ઉકેલો આવતીકાલમાં લઇ જવા વિષે વિચારવું પડે  અને આવતીકાલ વિષે ધારણાઓ કરવાનું સહેલું નથી હોતું. " "આપણે ભવિષ્યમાં જ નહી આપણી વ્યક્તિગત જીંદગીઓં  અને આપણા સામાજિક પર્યાવરણમાં પણ જોવું જોઈએ. ઉત્થાનમાં કામ કરવા દરમ્યાન મેં જે મુલ્યો ગ્રહણ કાર્ય અને મુશકેલ સમયમાં અને જે રીતે પરસ્પર આધાર આપીએ છીએ તેને લીધે મારી જીંદગી અનેક રીતે બદલાઈ ગઈ. લીમખેડામાં કુદરતી  સંશાધનોના સંચાલનનું કામ સંભાળતા નરેશ જાદવ અને એ જ વિસ્તારમાં બીજા મુદ્દાઓ પર કામ કરતા લક્ષ્મી ડામોર આ સહક્રિયાનો પડઘો પડે છે. " ઉત્થાનના ધ્યેયો અને મુલ્યોએ મારા વ્યક્તિગત અને સામાજિક સંબધોમાં પરિવર્તન લાવવામાં અસર કરી છે. અહીં જે રીતે સતત શીખતા રહેવાનું થાય છે જે રીતે બધા એકબીજા સાથે પોતે શીખેલી વાતો શેર કરે છે એ અમારા જીવનના એકેએક ભાગ સુધી પહોંચે છે. ૨૦૦૨થી હું શીખી કે અમે જે જૂથો સાથે કામ કરીએ છીએ તેમાં પરિવર્તનનું મહત્વ શું છે? વિભિન્નતાઓને સમજદારીથી જોડવામાં મદદ કરે તેવી નવી મૈત્રીઓ રચવાનું મહત્વ શું છે ." લક્ષ્મીએ છેક પાયાના સ્તરે શીખવાની અને શેરીંગની પ્રક્રિયાને ઉત્થાનના રાષ્ટ્રીય અને આંતરરાસ્ટ્રીય સ્તરે હિમાયત કાર્યને જોડતી એકધારી પ્રક્રિયા વિષે ઉલ્લેખ કર્યો. લક્ષ્મણ માને છે કે ઉત્થાનમાં તાજેતરમાં શરૂ થયેલા લોક્શિક્ષણ કેન્દ્રો જેવી સામાન્ય સહભાગીતાઓની વ્યવસ્થા રચવાની વિભિન્નતા વિષે બધું અસરકારક કશુક કરી શકાય. પ્રવિણ ભીખડિયા આ કેન્દ્રોમાં વોટસનના મુદ્દા વિષે કામ કરે છે. એના મતે પરિવર્તન અને વધુ આગળ વધવાની નવી સમજ માટેની વ્યુહરચનામાં લોકશિક્ષણ  કેન્દ્રને તાજેતરમાં રાષ્ટ્રીય પર્યાવરણ જાગૃતિ પુરસ્કાર મળ્યો છે. તેને લીધે સૌને પ્રોત્સાહન મળ્યું છે. પ્રવિણ જણાવે છે કે " અમે એક કેન્દ્ર પાણી અને સ્વછતાવ્યવાસ્થાના મુદ્દા વિષે અને બીજું કેન્દ્ર દરીયાકાંઠાના વિસ્તારોમાં આજીવિકા વિષયક જરૂરિયાતો માટે એમ બે કેન્દ્રો શરું કાર્ય છે. અમે વાસ્મો સાથે રહીને બંગ્લોરની અર્ઘ્યમ સંસ્થાના ટેકાથી દરિયાકાંઠે મીઠાના અગરોમાં કામ કરતા સમુદાયો  માટે આરોગ્ય વ્યવસ્થા પહોચાડી શક્ય છીએ. આ અગાઉ તેઓ  આ સુવિધાથી તદ્દન જ વંચિત હતા. ઈકોસેન પદ્ધતિથી આ સુવિધા ઉભી કરવામાં આવી છે. આજીવિકા માટેના લોકશિક્ષણ કેન્દ્રમાં ટીટણ ( લોબસ્ટર ) ના ઉછેર અને એના માર્કેટિંગનું કામ શરૂ કરવામાં આવ્યું. એ વખતે ચાર - પાંચ સભ્યો હતા. આ કામ શરૂ થતા જ  છસો સભ્યો બન્યા. લોકશિક્ષણ કેન્દ્રમાં  માત્ર માહિતી  અને ટેકનોલોજીના વિનિમયનું કામ કરીને અટકતું નથી. ત્યાં દરેક સ્થાન અને દરેક સમુદાયને સંબંધિત મુલ્યો શીખવા અને તેનું પ્રસારણ કરવાનું કામ પણ થાય છે. દરિયાકાંઠાના  વિસ્તારોમાં કેટલીકવાર અચાનક જ હવામાન પલટો થાય છે અને વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાય છે. આવી કુદરતી આફત માટે તૈયાર રહેવાનું અમે શીખવીએ છીએ. પાક ઉગાડેલો હોય, આજીવિકાના બીજા કામો હોય આ બધાને નુકશાન થતું બચાવી શકાય તે રીતે સંદેશાવ્યવહારની રીતો પણ અમે એમને શીખવીએ છીએ. અમને લાગે છે કે લોકશિક્ષણ કેન્દ્રો સ્થાનિક સામર્થ્યપ્રાપ્તિની અભિવ્યક્તિ બનવા જોઈએ આને માટે લોકો જ પ્રયત્નો કરે તેઓં જે સંચાલન કરે એવું તેવું અમે ગોઠવવા અમે માંગીએ છીએ. શરૂઆતના તબક્કે ઉત્થાન સાથે રહે , મદદ કરે પણ એમને ઉત્થાન પર નિર્ભર ન રહેવા દેવા. આ જ રીતે આપણે શાંતિનો આપણા કામને ટકાવી રાખ તેવા મુલ્યો તરીકે પ્રસાર કરી શકીએ? શાંતિ આપણા સમાનતા અને ન્યાયના મુદ્દાને સાથે સાંકળે છે. જ્યાં સુંધી આપણે આ મુલ્યોને લોકો સુધી પહોચડવામાં સફળ થઈએ ત્યાં સુધી લોકોને સ્વનિર્ભર બનાવવા આપણા પ્રયત્નો લાંબા સમય સુધી ટકી શકે નહિ. સંગીતા પટેલ ચૌદ વર્ષથી ઉત્થાન સાથે જોડાયેલા છે. ભાવનગરમાં ચાલતા લોકશિક્ષણ કેન્દ્રમાં પોતાનાકામની અસરોનું અવલોકન કરતા એ કહે છે કે  " અમારે સમાજમાં હાંસીયામાં રહી ગયેલા લોકોની સાથે કામ કરવાનું છે. અમારૂ કામ અસરકાર રીતે થઇ શકે એ માટે અમારે અમારી ટીમની અંદર વિવધતા રચવી પડી. અમારામાંના ઘણા ખરા ૨૦૦૨ પછી જ સમજ્યા કે વિસંવાદિતામાં કેવી સંકુલતાઓ હોય છે  અને શાંતિ સર્જનનું કામ પણ એવું જ સંકુલ હોય છે. " ચેતના વ્યાસ કહે છે કે આજે પણ પોતાના કામમાં શાંતિ સર્જનનું કેન્દ્રરૂપ ક્ષમતા ગણીને કામ કરતી હોય એવી સંસ્થાઓં ઓછી જોવા મળે છે.' રાજુલામાં એ મારે બહેનો સાથે અને સમુદાયો  સાથે સંપર્ક થયો એ વખતે મને સમજાયું કે શું સફળ થશે અને સફળ નહી થાય  એ વિષે કોઈ જ બ્લુપ્રીન્ટ  ન હોઈ શકે, નથી જ હોતી અને વિસંવાદિતાના ઉદભવનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય સમજ્યા અને એ રીતે અમે એને વિષે શું કરવું એ પણ સમજી શકાય."

ભાવનગરમાં કુદરતી સંશાધનોના સંચાલનમાં આગેવાન તરીકે કા કરતા હીરાભાઈ દિહોર મને છે કે ઉત્થાનની શાંતિ માટેની તાલીમનું પરિણામ એ મળ્યું છે કે અમને સામાજિક અને રાજકીય સંદર્ભોને જોડતી કદિઅઓનુ વિશ્લેષણ સમજાયું. આ વાત સાથે પંચમહાલનો આદિવાસી વિસ્તારોમાં શાંતિ માટે આગેવાન તરીકે કામ કરનાર સાજેદા શીશોલી પણ સંમત છે. એમના પરિપ્રેક્ષ્યમાં આ જ વાત છે. " એક તો હું મુસ્લિમ અને વળી અહીં મારે ઘણી બધી સમસ્યાઓ પર કરવી પડી એમાં મારા પૂર્વગ્રહો પણ ખરા મને તાલીમ મેળવવાની તક સાંપડી અને એ તાલીમથી મને પોતાને પણ લાભ થયો એ પછી હું જેમના ક્ષમતસર્જન માટે કામ કરું છુ તેમને પણ આ સમસ્યાઓ હલ કરવામાં હું મદદ કરી શકી." શીખવાની આ પ્રક્રિયાને જ્યાં લોકશિક્ષણ કેન્દ્રોની સાથે જોડે છે આ કેન્દ્રોએ 'માહિતી' ના ઉદાહરણને અનુસરવું જોઈએ. આ બધી રીતે માત્ર જ્ઞાન કે માહિતી આપવા માટે કે લેવા માટે જ નથી , એના દ્વારા આત્મનિર્ભરતા શીખવા અને પરસ્પર સંભાળ લેવાની એક વિભાવના  તરીકે  જોવી.

તો ઉત્થાન સામે મારો પડકાર એ હતો કે તેની વિવિધ નીસ્બતોનું સંચાલન કરવું.

આવા વિવિધતા ભર્યા કામો અને પ્રશ્નોમાં મુલ્યોને સાથે લાવે તેવી સુસંગતતા કઈ રીતે શોધવી? શાંતિ અને ન્યાયના પ્રયત્નો જે હેતુ માટે છે તે પ્રયત્નો અને હેતુને જોડતો દોર ક્યાં શોધવો? શું શાંતિ જ વ્યક્તિ અને સમુદાયની સ્વસ્થતાના આટલા બધા પ્રશ્નો કુદરતી સંશાધનોના સંચાલનમાં આધારક્ષમતા તેની વહેચણીમાં સમન્યાય, જેન્ડર સમાનતા સમુદાયો વચે સંવાદિતા અધિકારો  મેળવવા અને જવાબદારીઓં સ્વીકારવી એ બધાને જોડતી કડી છે? પ્રવિણ અને બાબુભાઈ ને લાગે છે કે પાયાગત રીતે આ બંને મુદ્દા ન્યાય અને શાંતિ એકબીજાની આરપારના  અને  એ નેતૃત્વએ દર્શાવવાનું છે કે આ સંકલનને કઈ સમજવું અને વ્યવહારમાં મુકવું. બાબુભાઈ કહે  છે કે " આગેવાન બનવા માટે અમારે લોકોને આ બધા જ જોડાણો સંબંધોને સ્પષ્ટ રીતે એ સમજીએ છીએ એ જ રીતે એમને પણ એ સમજાય. આ ઉત્થાન સામે આવેલો પડકાર છે."પ્રવિણ કહે છે " આના સૂચિતાર્થો પણ હોઈ શક્કે છે, અંગત વ્યક્તિગત સંદર્ભમાં પોતાની વ્યક્તિગત વાત કરતા પ્રવીણ કહે છે " અહીં ઉત્થાન માં આવ્યા પછી જ મને પહેલીવાર એ સમજાયું કે વ્યક્તિની જેન્ડર એના જીવન પર કેટલો અને કેવો અસર કરતા હોય છે. સત્તા કઈ રીતે ચલાવવામાં આવે છે તે પણ મને સમજાયું. આ સમાજ મારે મારા વ્યક્તિગત જીવન અને  સંબંધોમાં પણ લાવવી પડી. હું એક સાવ સદી લાગતી   પણ હકીકતે ઘણી ગંભીર વાત કરૂ જેવી કે પત્નીને ઘરકામમાં મદદ કરવી. મેં કુટુંબની પરંપરા અને રૂઢીચુસ્તતાના બંધનો તોડીને લગ્ન કર્યા. હું બીજા લોકોને કંઈક કહું એ પહેલા મારે મારી અંદર જ મારા કામ અને મારા ઘરના મુલ્યોને એક કરવાના હતા.

ઉત્થાનના શાંતિ  વિષયક કાર્યના કાર્યક્રમ સંયોજક જયંતીભાઈ પટેલ કહે છે કે ઉત્થાનમાં નેતૃત્વ તેની એકતાની ભાવનાથી જ પોષાય છે " અહીં કોઈ રીતની અધિશ્રેણી નથી. અમે બધા સમાન છીએ અને એકસાથે છીએ. સમાનતા અને એકતાની આ લાગણી ખરેખરી છે.

આ જ બાબતે અમને સંવર્ધન સમભાવ અને ન્યાયના મૂલ્યોના ચૂરેચૂરા થઇ ગયા હતા તેવા સમયે ૨૦૦૨ના રમખાણો વખતે તેમાંથી બહાર આવવા માટેની શક્તિ આપવામાં આવી હતી તેમના સહકર્મી લક્ષ્મણ રાઠોડના આદિવાસી વિસ્તારમાં શાંતિના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરતા કહે છે કે ટીમ અને ગ્રામ સ્તરે કામ કરતા કાર્યકરોની ક્ષમતા કાઢે અને સમુદાયના કાર્ય માટે તકો વિસ્તરે. રોજરોજ અમે જોઈએ છીએ કે સ્ત્રીઓ, આદિવાસી સમુદાયો દલિતો , લઘુમતીઓ, અને ગરીબો પર અન્યાયો થતા રહ્યા છે . આ કડવી વાસ્તવિકતાઓ છે એ વાસ્તવિકતાઓ અમારા વિઝન અને મૂલ્યોને સતત પડકારતી રહે છે. અમારી સામે ખરો પડકાર જ એ છે કે આ વિઝન અને મુલ્યોને વાસ્તવરૂપે લાવવા. પહેલા હું મને હિંદુ ગણાવતો હવે હું મન આદિવાસી ગણાવું છું. અને આ દાવો પૂરા આત્મવિશ્વાસ અને આંતરિક બળ સાથે કરૂ છું.  નફીસા માટે આવા વિવિધ મુદ્દાઓ અને નીસ્બતો માટે કામ કરવું એ જ ઉત્થાન પાસે બીજ સાથે વહેચવા જેવા છે લોકશિક્ષણ કેન્દ્રોએ આ પથોની અભિવ્યક્તિ માટે એક મંચ આપ્યો. પરંતુ એટલુજ મહત્વનું  એ છે કે ક્ષેત્રિય કામો દ્વારા એના સાચા ઉદાહરણો દર્શાવવા. આયોજનમાં જે રીતના મૂલ્યો દર્શાવ્યા હોય તેને જ કાર્યમાં અથવા ટેકનોલોજીના ઉપયોગમાં દર્શાવવાના હોય છે નફીસા પણ એ સ્વીકારે છે કે જે કરવા જેવું છે તે બધું જ અમે નથી કરી શક્ય પરંતુ અમે કાળજીથી પસંદગીઓં કરે છે  અને એને કાર્ય દ્વારા દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આમ કરવાથી પણ શીખવા માટે મળે અને એને કાર્ય દ્વારા દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આમ કરવાથી અમને પણ શીખવા મળે અને અમારી શીખેલી વાતોમાં અમે બીજાઓને પણ સહભાગી બનાવી શકીએ. એમ જે કરવાનું નક્કી કરીએ તે કરવા માટે તાકાત અમારી પાસે હોવી જોઈએ.એટલું જ નહિ અમારે વિષે અપેક્ષાઓ રાખનારાઓની અપેક્ષાઓને પરિપૂર્ણ કરવાની તાકાત પણ અમારી પાસે હોવી જોઈએ. આ રીતે કામ કાર્યની અસર દેખાતા કેટલીકવાર વર્ષો વીતી જાય છે. દાખલા તરીકે ૧૯૮૦ના દાયકામાં અમે પીલૂવૃક્ષોનું  આજીવિકાના એક સ્રોત તરીકે વાવેતર કરવાનું નક્કી કર્યું અમે જયારે એ શરૂ કર્યું ત્યારે ઘણાએ કહેલું ' આ નહિ ચાલે છતાય અમે કર્યું થોડા વર્ષો પછી સરકારના વનવિભાગે પીલુના વાવેતરને એક અધિકૃત - માન્ય યોજના તરીકે સ્વીકાર કર્યો ત્યારથી અમે

આવક્સર્જનને અગ્રીમતા આપવા માંડી. ઉત્થાન વિશેની પહેલી છાપ છે પાણી અને સ્વચ્છતા વ્યવસ્થા માટે કામ કરતી એક સંસ્થા તરીકે "અમે એ છીએ ચોક્કસ છીએ " નફીસા સમજાવે છે " પરંતુ ભાલમાં અમે કામ શરૂ કર્યું ત્યારે પહેલા જ દિવસથી અમે માનવાધિકારોની હિમાયત કરતા આવ્યા છીએ અને એ માટે કામ કરતી સંસ્થા છીએ જો કે શરૂઆતમાં ખુદ અમને આ વાત સ્પષ્ટ રીતે નહોતી સમજાઈ. સમય જતા અમે શીખ્યા કે સમુદાયની સામર્થ્યકરણની પ્રક્રિયા તેમને પોતાને માટે સૌથી મહત્વના લગતા પ્રશ્નની આસપાસ સંગઠિત અને સક્રિય બનાવીને જ કરી શકાય. સમસ્યાના ઉકેલની વ્યૂહરચનાઓમાં સર્વસમંતીનો આ પાયો  તો જોઈએ જ અમે પાણીના ક્ષેત્રમાં આવ્યા કારણકે એ જ સૌથી મોટો સ્થાનિક પ્રશ્ન હતો. પાણીનો પ્રશ્ન કેટલી બધી પીડાઓ અને ભેદભાવોના કેન્દ્રમાં હોય છે અમે પાણી માટે કામ કરતા હોવાથી કેટલાકે અમને ટેકનીકલ સંસ્થા ગણી, બીજા કેટલાક અમને કર્મશીલો ગણાવવા માંગતા હતા અહીં કર્મશીલતા એટલે કે સરકાર સામે સંઘર્ષ કરવો તેને સહકાર ન આપવો. અમારે આ બન્ને કરવું પડ્યું કારણકે અમારે શું કરવું અને શું ના કરવું એ વિશેની પસંદગી મૂળતા તો અમે જે સમુદાયો માટે કામ કરીએ છીએ તેમની સમસ્યાઓ , અપેક્ષાઓથી પ્રભાવિત થાય છે અને એમને સંભાળતા શીખ્યા છીએ, સમજતા શીખ્યા છીએ. અમારું શાંતિ વિશેનું પહેલકાર્ય આ હેતુ માટે જ હતું અમે આખા વિશ્વમાંથી જાણેલા અનુભવોમાંથી કંઈક સમુદાયો સુધી લઈ  જઈ શકતા હતા. સંવાદિતા કામ કરવા વિષે યોગ્ય  પસદંગીઓ કરવામાં મદદ કરે છે અને એ પછી એ કાર્યોને યોગ્ય રીતે કરવામાં પણ મદદ કરે છે. હવે અમે સમજી ગયા છીએ કે શાંતિ એ સમયનું એક બિંદુ નથી, એ અમારા સમગ્રતયા હેતુ છે.

વિકાસ એજ સ્વતંત્રતા

૭મી ફેબ્રુઆરી ૨૦૧૦નો દિવસ ગુજરાતના ગામડાઓમાંથી હજારેકથી વધુ ગ્રામીણ નાગરિકઓ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં મળ્યા કાર્યક્રમ હોય કુદરતી સંશાધનોને ઉદ્યોગગૃહોને અધિકૃત રીતે તબદીલ કરવા વિષે જાહેર સુનાવણીનો આ પ્રસંગે ઉત્થાન અને તાના જ કાર્યક્ષેત્રના સમુદાયોના સહયોગ દ્વારા ગામો અને નગરોની સુનાવાનો પણ યોજાઈ. એમના ધ્યાનનું કેન્દ્ર હતું જમીનની મનસ્વી રીતની ફાળવણી વિષે ખાસ કરીને ‘સેઝ ‘ તરીકે ઓળખ કરવામાં આવેલા વિસ્તારોમાં આ રીતની ફાળવણી ચિંતાનો વિષય બન્યો છે આમાંનું એક મહત્વનું ઉદાહરણ હતું ભાવનગર નજીકના એક સ્થળનું આ વિસ્તારમાં ક્ષારીયતાપ્રવેશ નિવારણ માટે લાંબા સમય સુધી કામ કરવામાં આવ્યું હતું. ઘણા પ્રયત્નો પછી ત્યાં ચેકડેમો બનાવવામાં આવ્યા હતા, જળાશયો બન્યા હતા, જમીનમાં ક્ષરીયાતાની  અસર જરાતરા કાબૂમાં આવવા લાગી હતી અને હવે એક જંગી સિમેન્ટ પ્લાન્ટ ઊભો કરવા માટે એ જમીન એક ઉદ્યોગગૃહને સોંપી દેવાની વાત હતી મહાત્મા ગાંધીએ સો વર્ષ પહેલા સ્થાપેલી આ સંસ્થા, ગુજરાત વિદ્યાપીઠના આંગણેથી આજે આ સંદેશો વહેતો થયો હતો કુદરતી સંશાધનો લોકોની માલિકીના છે, સરકારની નહી આધુનીકરણ સાંધીને એ  દ્વારા વિશ્વસ્તરનું બનવા માંગતા ગુજરાત અને ભારતની કેન્દ્રિય સરકારો અને પ્રજા સૌને માટે વિરોધ અને ચેતવણીનો સંદેશ હોય: કુદરતી સંશાધનો પ્રજાના હોય છે સત્તાધીશો હોય તે એમના ટ્રસ્ટીઓ હોઈ શકે માલિક નહિ. કુદરતી સંશાધનો આજે પણ લોકોમાં જ હોય અને આવતીકાલે પણ લોકોનાં જ હોય અને આવતી કાલે પણ લોકોનાં જ હોય અને આ મળવાના એક મહિના પછી ગુજરાતના ઉચ્ચ ન્યાયાલયો સિમેન્ટ પ્લાન્ટના બાંધકામ પર ‘સ્ટે’ ઓર્ડેર કર્યો. મુખ્ય ન્યાયાધીશો સત્તાધીશોને ઠપકો આપતા કહ્યું ‘ગુજરાતને વેચવા ન કાઢો ‘નવેમ્બર સુધીમાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને પર્યાવરણીય અસરો વિષે જવાબ માંગતી નોટિસ મોકલી . ૧૯૮૧ માં ગુજરાતના દરિયાકાંઠાની જમીન પર શરૂ થયલા એક પ્રવાસ આવી સદીના પહેલા દસકામાં પણ ચાલુ હતો.

આગળ વધવા માટે રસ્તો શોધવા પાછળ  નજર કરીએ, કંઈક સૂંઝ પડે એટલા માટે તો લાગે છે કે જૂની સમસ્યાઓનો ઉકેલ આણવાની વાત તો રહી નવી સમસ્યાઓનો સામનો કરવાનું વધારે થાય છે ૨૦૦૨ ના રમખાણો પછી ઉત્થાનની ટીમે થોડું થોભીને ભૈષ્યની દિશાઓ વિષે વિચાર કરવા પ્રયત્નો કર્યા હતા. એ વખતે પ્રગતિની વિભાવનાની વ્યાખ્યા કરવાનું મુશકેલ લાગતું હતું, હજી પણ એમ જ લાગે છે. જુન ૨૦૦૭ માં નફીસાબેન બારોટે શ્રી ગગન શેઠીને ચિંતન અને શિક્ષણની પ્રક્રિયામાં સહાયક બનવા આમત્રણ આપ્યું હતું. શ્રી ગગન શેઠી સ્વૈછિક સેવાક્ષેત્રે ગુજરાતમાં એક અગ્રણી નામ છે. સામાજિક ન્યાય કેન્દ્ર, જનવિકાસ અને ઉડાન જેવી સંસ્થાઓની સ્થાપનામાં તેઓ  સહભાગી છે. આ સંસ્થાનો અત્યાચારનો  ભોગ બનેલાઓ માટે કામ કરવા માટે સુવિખ્યાત છે. તેઓં સતતપણે સાક્ષી રહ્યા છે અમુક અંશે સહભાગી પણ કહેવાય, ૧૯૯૮ નફીસા બારોટને જે ગંભીર અકસ્માત થયો હતો ત્યારે એ જ વાહનમાં  તેમના સહપ્રવાસી દીપ્તિ સેઠી તેમને પણ ખુબ ઈજા થઇ હતી. તેઓ શ્રી ગગન સેઠી ના પત્ની છે શ્રી ગગન સેઠીએ ટીમને કેટલાક સવાલો પૂછ્યાં- તમારી માન્યતા અનુસાર વિકાસ એટલે શું? વિકાસની પ્રક્રિયાનો ભાગ બનવા તમે શું કીમત ચૂકવી? ટીમ તરીકે અને વ્યક્તિગત રીતે આ પ્રક્રિયા દરમ્યાન તમને શું મળ્યું? આ વર્ષો દરમ્યાન તેમનું- તેમના કુટુંબનુ, ગુજરાતનું, ભારતનું શું થયું? તેમને ટીમને જણાવ્યું કે તમે  ગુજરાત અને ભારતનો એક ભાગ છો. આ જ વાતને આગળ લઇ જતા શ્રી ગગનભાઈએ કહ્યું કે વિકાસ માટે કામ કરનારાઓને ભાગ્યેજ કોઈ આ સવોલો પૂછતું હોય છે ખાસ કરીને પહેલો સવાલ – તમારી માન્યતા અનુસાર વિકાસ એટલે શું? વિકાસના કર્મશીલો પર પરિણામોને ઉચ્ચે લઇ જવાનું વધારે દબાણ રહે છે, ભારતની વધતી જતી સંકુલતાઓને સમજવા પ્રયત્ન કરવાનું ઓછું. તેમણે એમ સૂચવ્યું કે ઉત્થાને પરિવર્તન સુસંગતતા અને પ્રગતિ વિષે જે આંતરિક ચિંતન આરંભ્યું તે સમકાલીન સંદર્ભ પર પ્રકાશ પાડે છે. આ એ સંદર્ભ છે જે ૧૯૮૧ માં ભાલમાં કામ કરવા પહોચેલી ચાર વ્યવસાયિક યુવતીઓના આદર્શવાદ અને પ્રેરણાના સ્ત્રોત સામે પડકાર કરે છે અને સાથે સાથે એને પૃષ્ટિ પણ આપે છે એ યુવતિઓ જયારે ભાલમાં કામ કરવા પહોચી ત્યારે સામર્થ્યપ્રાપ્તિ અને પરિવર્તનના એવા ક્યાં ધોરણો એમણે વિચારેલા જે આજે પણ કર્મશીલોને ,માટે પ્રોજેક્ટોના આંકડાથી આગળ જતી એવી સુસંગતતા અને  શક્તિનો સ્ત્રોત બની શકે છે? મહાત્મા ગાંધીએ પોતાના જ કામના સફળતાનો એક લગભગ અશક્ય એવો માપદંડ નક્કી કર્યો હતો “ મારે દરેક આંખનું આસુ  લુછવું છે”

આ ધ્યેય પરિપૂર્ણ કરવા માટે લગભગ અસંભવ એવું ધ્યેય હતું. ચાત અનેક કર્મશીલોને માટે એ શક્તિસ્ત્રોત હતું. હાલમાં કામ કરવા પહોંચેલી પેલી ચાર યુવતીઓંએ પણ જે વિઝન જોયા હતા તેમાનું  જે એક હતું. આ વિઝનો એમની સમકાલીન પેઢીને વારસામાં મળ્યા હતા. ગાંધીજીનું ન્યાયપૂર્ણ સમાજનું સ્વપ્ન એવા એક સમાજનું જેના મુળિયા સમુદાયોની સીહ્યારા સંશાધનો શોધવાની ક્ષમતા તેની વૃદ્ધિ કરવાની ભાવનાને ધરતીમાં જડાયેલા હોય. દેશની સ્વતંત્રતા માટે સંઘર્ષ કરનારાઓનું બીજું વિઝન કેવું હતું તે વિશ્વને જણાવી સમજાવી શકાય તેવું કઈક છે. ત્રીજું વિઝન હતું સમાજવાદી સમાજરચનાનું. સમકાલીન ઔધોગિક સમાજની અંદર રહીને ગાંધીવાદી ઉદ્દેશ્યો સિદ્ધ કરવાનો ઉદ્દેશ સાથે ઘડાયેલી યોજનાઓ અને પ્રોજેક્ટો. આ નેહરુનું સ્વપ્ન હતું. આઝાદી પછી તરતના વર્ષોમાં નેહરુના નેતૃત્વ હેઠળ સમગ્ર ભારતની પ્રજા એમાં સહભાગી હતી.

પરંતુ ૮૦ નો દાયકો આવ્યો ત્યાં સુધીમાં ભારતના એ હિંમતભર્યા પ્રયોગો સામે પડકારો આવી ઊભા. એક તરફ આ રીતે ઘડાયેલી યોજનાઓ પ્રોજેક્ટોના પરિણામો પડકારરૂપ હતા.અપેક્ષામાં કઈક ઉના  ઉતર્યા હતા તો વિશ્વમાં બીજે બધે થઇ રહેલા ક્રાંતિકારી ફેરફારો પણ અસર કરી રહ્યા હતા. દેશની પ્રગતિથી પરિવર્તનો તો થતા હતા પરંતુ સમાનતા અને ન્યાય વ્યવહાર સ્વરૂપે હજી છેટે રહી ગયા હતા. કુદરતી સંશાધનો ઘટતા જતા હતા એ પડકાર માત્ર ભારત પર ન હતો સમગ્ર વિશ્વ સામે હતો. ૧૯૭૨મા સ્ટોકહોમ ખાતે માનવ પર્યાવરણ વિષે મળેલા અધિવેશનમાં ભારતના એ વખતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ જે એક ચર્ચા ઉપાડી હતી તેનો ઉકેલ હજી પણ મળ્યો નથી. તેમણે કહ્યું હતું કે “પ્રદુષણ વિકાસને કરને નહિ પણ ગરીબીને કારણે થાય છે.” આજે ચાર દાયકા પછી પણ એ દલિત જેમની તેમજ રહી છે. અત્યારે એ હવામાનના જબરજસ્ત ફેરફારો રૂપ જોખમના સ્વરૂપે છે. સ્ટોક હોમ અધિવેશનમાં વિકાસની વ્યાખ્યા ઘડવામાં આવી.આધારક્ષમ વિકાસ એટલે “એવો વિકાસ કે જે વર્તમાન સમયની જરૂરિયાતો પરિપૂર્ણ કરે અને તે એ રીતે કે ભાવી પેઢીઓને તેમની પોતાની જરૂરિયાતો પરિપૂર્ણ કરવા વિષે સમાધાનો ન કરવા પડે”.  આ શરત વિશ્વની ઝડપથી બદલાઈ રહેલી વ્યવસ્થાઓનો સામનો કરતા બળોમાંની એક હતી.

લગભગ એજ સમયગાળામાં સોવિયેત યુનિયનનું ભાંગન થયું. ચીનના અર્થતંત્રમાં અતીઝડપથી ફેરફારો થયા આ બંને બાબતોએ પણ પુરવાર કરી દીધું કે સમાજવાદ એ માત્ર ‘બોદું સ્વપ્ન “ જ છે હવે બજારના અર્થતંત્ર એ ઉદારીકરણ નું વલણ લીધું. એ ગાળાની ઉગતી અને નવયુવાન પેઢીને આ શબ્દ વારંવાર સંભળાયા કરતો હતો. ભાલમાં જી પહોચેલી એ ચાર યુવતીઓ એનાથી કઈ રીતે અછૂતી રહે? ઉદારીકરણની એ વિભાવના લાભવંચિતો માટે સંભવિત સ્વતંત્રતા હતી? કે પછી એ સ્વતંત્રતા માત્ર વેપાર ઉદ્યોગો માટે જ હતી? ઉદારીકરણના પગલે આગળ વધતો ઓધોગિક વિકાસ હાસીયાગ્રસ્ત લોકો સુધી પહોચવાનો ખરો? એમને આજીવિકાની તકોના સ્વરૂપે આ વિકાસયાત્રામાં જોડાવાનું મળશે ખરું? કે પછી માત્ર મુઠ્ઠીભર લોકોને મેવા મળ્યા હતા, લાખો કરોડો લોકોને એક કોળીયો પણ નહોતો મળ્યો.

સ્વિત્ઝરલેન્ડ, સ્વાઝી લેન્ડ ,અને ગાંધી

‘આધારક્ષમ વિકાસ ‘ભારતના કર્મશીલો સતત ત્રણ દાયકાથી આ વિભાગની વ્યાખ્યા અને નિદર્શનો આપવા અવિશ્માંપાને મથતા રહ્યા છે આ વ્યાખ્યા કરવા આંતરરાષ્ટ્રીય માળખા રચાય છે સંમેલનો ભરાયા છે આમ છતાં હજી પણ આ શબ્દસમૂહની સર્વસ્વીકૃત, સર્વમાન્ય, સર્વાંગી વ્યાખ્યા ઘડાઈ શકી નથી. ઘણા મને છે કે આધાર ક્ષમ  વિકાસ એટલે અસ્તિત્વ ટકાવી રાખવાની એક મહત્વની વિભાવના જેમાં માનવજાત  જેના પર નિર્ભર છે તેવો પર્યાવરણ, અર્થતંત્ર અને સામાજિક મુદ્દાઓને સંકલિત સ્વરૂપે સમાવી લેતો એવો કુદરતી વ્યવસ્થાઓનું રક્ષણ કરવા વિશેનો સ્વસ્થ અભિગમ બીજા કેટલાક પશ્ચિમના દેશોના વિકાસની પેટર્નનું  અનુકરણ કરવા ઉતાવળા  થયેલા લોકો ‘આધાર ક્ષમ વિકાસને ‘ એક બોદું સૂત્ર મને છે. ઉદારીકરણ અને વૈશ્વિકરણને અનુલક્ષીને અને ત્વરિત પગલા અને રાજકીય ઇચ્છાશક્તિના અભાવ પર ઢાક્પીછોડો કરવા એક સગવડીયો અર્થ આપે છે. જેમના હાથમાં સીધી કે આડકતરી રીતની સત્તા છે તેમણે અપનાવેલા આવા કઈક  અભિગમનું પરિણામ આવ્યું કે કુદરતી સંશાધનોની માલિકી વિષે ઊભો થયેલો વિવાદ સંઘર્ષ બન્યો અને જોતજોતામાં વધીને નક્સલવાદી ચળવળરૂપે ભડકી ઉઠ્યો. પશ્ચિમ બંગાળના નક્સલવાદી વિસ્તારમાં જમીન વિહોણા થઇ ગયેલા લોકોએ જમીનદારો પર હુમલા કર્યા. છૂટક છૂટક હુમલાઓના આવા બનોવો એવીરીતે અને એટલા બધા પ્રમાણમાં આખા દેશમાં પ્રસરી ગયા કે મૂળ બનાવને ચાલીસ વર્ષ વીતી ગયા પછી દેશના પ્રધાનમંત્રીએ જહર કરવું પડ્યું કે નક્સલવાદી ચળવળ દેશની સલામતી પરનું સૌથી ગંભીર જોખમ છે. તીરકામઠાથી શરૂ થયેલી આ ચળવળ આટલા વર્ષોમાં અશસ્ત્ર ગેરીલા યુદ્ધ રૂપે દેશના સ્તરે રાજ્યોના એકસો એંસી જિલ્લાઓમાં પ્રસરી ચૂકી છે. આ એવા વિસ્તારો છે જ્યાં વસતા લોકોને તેઓ આ દેશના નાગરિકો હોવા છતાં ન તો નાગરિકત્વના અધિકારો મળે છે, ન તો કોઈ રીતની નાગરિક સેવાઓ  વિકાસ શબ્દનો શો અર્થ કરવો, વિકાસ કરવો હોય તો શું ટકાવી રાખવું જોઈએએ વિષે કોઈ જ રીતની સર્વસંમતી જોવા મળતી નથી. આ સમાજના અભાવનું પરિણામ એ આવ્યું છે કે દેશના વિસ્તારના જતા શક્તિશાળી મધ્યમવર્ગ માટે વપરાશકારો (ગ્રાહકો)ને વેચવામાં આવતી જીવનશૈલીઓ જ વિકાસનું પ્રતિક નથી. એસ જી રોડ પર પૈસા ન ખર્ચી શકતો વર્ગ અભાવની પીડા અને નિરાશાના આંસુ સારે છે પણ ત્યાં એમની પીડા નિરાશાને સંભાળે જુએ અને આંસુ લૂછી આપે તેવી કોઈ જગ્યા નથી. સમગ્ર ભારતમાં આવા અનેક એસ જી રોડ છે ભારત “સ્વિત્ઝરલેન્ડ, અને સ્વાજીલેન્ડ, બેયને એકસાથે સમાવતો બની ગયો છે જો કે અહીં એ બંને એક્બીજાને દીઠેય ઓળખતા નથી”.

જે ઉત્સાહ આવડત અને ધગશથી ગુજરાતે આ નવા અર્થતંત્રને વધાવી લીધું છે. એવા ઉત્સાહ, આવડત કે ધગશ ભારતન બીજા જૂજ રાજ્યોમાં જોવા મળે છે.ગુજરાતની પ્રજા વ્યવહારુ ગણાય છે. ખાનગી ઉદ્યોગસાહસો, નવું જોવા ,સ્વીકારવા માટે જરૂરી ખુલ્લાપણું રોકાણકારોને અહીં ખેચી લાવે છે. દર વર્ષે સરકાર રોકાણકારોનું અધિવેશન યોજે છે અબજો ડોલર્સના એમ ઓ યુ પર સહીઓ થાય છે. ગુજરાતમાંથી ઘણું બધું મળી શકે છે – વીજપુરવઠો, સારા રસ્તા, સુમેળભર્યા માલિક – મજુર સંબધો, સત્તાતંત્ર તરફથી ઝડપી પ્રતિભાવ ઉગ્રમતવાદી પ્રભાવોની ગેરહાજરી નાણાંકીય ઠાવકાપણુ અને વ્યક્તિગત ભ્રશ્ત્તાનો અભાવ. આ બધા થકી જ ગુજરાતના મુખ્યપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતને ‘ ભારતનું વિકાસ અગ્રગામી’ અને એશિયાનું વિકસી રહેલુ વ્યાપાર કેન્દ્ર ગણાવી શકે છે. હાલમાં જ બજારમાં આવેલી તાતા મોટર્સની નેનો મોટરકાર  બનાવવામાં આવે છે. આમ તો પશ્ચિમ બંગાળમાં એનું કારખાનું ઊભું થવાનું હતું પરંતુ ૨૦૦૭ માં સિંગુરમાં તાતા કોર્પોરેશનને જમીન આપવાના મુદ્દે સર્જાયેલો વિવાદ વિક્ષોભ બની ગયો. ૨૦૦૮ ના ઓક્ટોબરમાં તાતાએ જાહેર કર્યું કે હવે પશ્ચિમ બંગાળમાં કારખાનું નહિ નાખે ત્યારે નરેન્દ્ર મોદીએ એમના સેલફોન પર તાતા મોટર્સના અધ્યક્ષ રતન તાતાને એક જ શબ્દનો એસ એમ એસ મોકલાવ્યો સ્વાગતમ અને તરતજ આ વિશાળ પ્રોજેક્ટ ધોલેરાથી બહુ દૂર નહીં  એવા સ્થળે ખસેડી દેવામાં આવ્યો. રાતોરાત રાજ્યભરમાં  વિશાળ વિજ્ઞાપનો ગોઠવાઈ ગયા . તાતા ઉદ્યોગગૃહનું ‘વાઈબ્રન્ટ ગુજરાત’ માં સ્વાગત કરતા.

એસ જી હાઇવે  પર ગોઠવાયેલા વપરાશકારવાદને બિરદાવતા મોલ્સ અને મલ્ટીપ્લેક્ષો અને રોકાણકારોને આવકારતા ‘સેઝ ‘ ગુજરાતની આવતીકાલની આકાંક્ષાઓના પ્રતીકો છે જો કે ગુજરાતના માનવ અને પર્યાવરણીય સૂચકઆંકો કઈક જુદી વાત દેખાડે છે. વર્ષ ૨૦૦૮મા ભારતીય રિઝર્વ બેંકના ભારતના અઢાર મોટા રાજ્યોના રાજ્ય અંદાજપત્ર ખર્ચમાં  સામાજિક ક્ષેત્રમાં ખર્ચના મુદ્દે ગુજરાતનું સ્થાન સત્તરમું હતું. રાજ્યમાં આ ક્ષેત્રે  માત્ર ૩૨% ખર્ચ થયો હતો. ટીકાકારો ગુજરાતની દેવાની સ્થિતિના ઊંચા સ્તરની ટીકા કરે છે. બંને કોર્પોરેટો સાથે થયેલા એમ. ઓ. યુ.ને ખરેખરા મૂડીરોકાણમાં ફેરવવામાં બીજા રાજ્યની કામગીરી બહેતર છે એ તરફ પણ નિર્દેશ કરે છે. આથી ય બદતર વાત તો એ છે કે ૧૯૯૦ ના દાયકાથી ઘણાને ગુજરાત ધિક્કારના રાજકારણની પ્રયોગશાળા લાગી છે જ્યાં મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને દલિતોને તાકવામાં આવે છે . ૨૦૦૨ના રમખાણો પછી ભાજપના નરેન્દ્ર મોદી સત્તા પર આવ્યા. ૨૦૦૯ સુધીમાં ઉદ્યોગોના અગ્રણીઓને નરેન્દ્ર મોદીમાં ભવિષ્યના દેશના પ્રધાનમંત્રીના દર્શન થવા લાગ્યા. નરેન્દ્ર મોદીએ ગુજરાતના આર્થિક વિકાસને ‘ગાંઘી બ્રાંડ‘ કહ્યો છે માત્ર મોદીજ કરી શકે બધાજ તેવી ‘ચાતુર્યભરી?’ દલીલ એ છે કે મહાત્મા ગાંધીએ બધાજ બળોને ભેગા કરીને લોકજુવાળ ઊભો કર્યો હતો. એ જ રીતે ગુજરાતની વિકાસ પ્રક્રિયામાં પણ બધા પરિબળોને એકત્ર કરવા આવ્યા છે એથી એ પ્રક્રિયા પણ “એક લોકજુવાળ ‘ છે જેમાં રાજ્યના દરેક નાગરિકને લાગે છે કે એ આના લાભાર્થી છે. અને એથી દરેક વિકાસ અને પ્રગતિમાં ફાળો આપવો જોઈએ.”

કેટલાકને લાગે છે કે ગાંધીનગરના વાતાવરણમાં મહાત્મા ગાંધી કે સમાજવાદ માટે જગ્યા નથી. માત્ર ઉદ્યોગસાહસિક માટે અને તે પણ તે કઈ કોમનો છે તે અનુસાર જ ઉદારીકરણ માટે પણ જગ્યા છે. ગુજરાતનું બેવડાપણું એકદમ પ્રગટપણે જણાઈ આવે છે. એક તરફ એક વર્ગ ફાલતો ફુલતો  જણાય છે તો બીજી તરફ મધ્યમવર્ગ અને નીમ્નવર્ગ અને પોશ વર્ગ વચ્ચે અંતર વધતું જાય છે. આ અંતરનું મુખ્ય ઘટક છે ૨૦૦૨ના રમખાણોના ભોગ બનેલાઓ જે હજી પણ એમની ‘ઘેટોઝ’ માં પ્રગતિમાં સહભાગી બનવાની ન જેવી આશાઓ સાથે ન્યાય મળવાની રાહ એમાં જીવી રહ્યા છે. અદાલતે આ રમખાણો દરમ્યાન નોધાયેલી ચાર હજાર કેસોની સુનાવણીઓ કર્યા કરે છે. આ હત્યાઓ બદલ લેશમાત્ર પસ્તાવો પણ દર્શાવવામાં નથી આવ્યો. ગુજરાતના વિચારશીલ સમિક્ષકો એટલે સુધી કહે છે “ ગુજરાતના હવે ગાંધીની નથી રહી. ગુજરાતના મન સમાજ અને અર્થતંત્ર પર પણ એની પણ જેવી અસરો જ રહી ગઈ છે . બીજા કેટલાક આનાથી જુદું વિચારે છે “ (ગાંધીની)હત્યા થયાના સાઈડ વર્ષ થઇ ગયા પછી પણ એ વાત ની:શક છે કે ..... ગાંધી વીસમી સદીના વિશ્વની સૌથી વધુ વિશિષ્ઠ પ્રતિભા રહ્યા છે.... લાગે છે  એવું કે એમની હત્યા ફરી ફરીને થતી રહે છે અને ઝડપથી ફળી રહેલા મધ્યમવર્ગ તો એમના એક એક વિચારને ત્યજી દીધો હોય એવું લાગે છે, આ છતાં ગાંધીજીનો તેજ્પ્રભાવ હજી પણ એવો જ તેજોમય રહ્યો છે. ”

ગુજરાત આ સત્યનો પુરાવો છે,ગુજરાતે હજી પોતાના આ મહાન પુત્રને ત્યજી નથી દીધો. રાજકીય સત્તાના વિસ્તારોમાં એનો વરસો જોવા પણ  મળે પરંતુ ગુજરાત અને ગુજરાતની  બહાર  ગાંધી વિચારમાં માનતો વર્ગ હજી સક્રિય છે અને તેમનો આગ્રહ છે જ કે ‘વિકાસની અપેક્ષા રાખતા લોકોની સારા જીવન વિશેની વિભાવના તેમની પોતાની હોવી જોઈએ, કોઈની પાસેથી ઉછીની લીધેલી નહિ. “ છેક ઉપલા સ્તરે પણ ભારતીયો છે જેઓ ઘણા બધા લોકોને અપેક્ષિત અને આવશ્યક હોય તેવું કરવા વિશ્વની મહાહસ્તીઓને અને સરકારોને મજબુર કરે છે. બેપરવાહ સમૂહમાધ્યમોને માટે અદ્રષ્ટ એવા આ ભારતીયો વ્યાપાર, કળા અને સાહિત્ય તેમજ બીજા ક્ષેત્રોમાં ઉપરના સ્તરે રહેલા ભારતીયોની સમાંતરે ઉભેલા છે.’”

ઉત્થાનનો ઈતિહાસ આવી અભિવ્યક્તિઓમાંનો એક છે એમની સાથે ગુજરાતમાં બીજા પણ છે. ૨૦૦૨થી અધિકાર અને ન્યાય માટેની લડતમાં અવિરત કાર્યરત કર્મશીલો, વરિષ્ટ ગાંધીવાદી ચીનુભાઈ વૈદ્યના સતત નેતૃત્વ હેઠળ ચાલતી ગુજરાત લોક્સમિતિની જમીન અને જલસંશાધનોની સહિયારી જગ્યાને પુન:પ્રાપ્ત કરવા માટેની લડત, ઇલાબેન ભટ્ટ અને તેમની સંસ્થા સેલ્ફ એમ્પ્લોઇડ વિમન્સ એસોસિએશન (સેવા) લોકઆધારિત કામો માટે વોટસન જોડાણો જેમાં નાગરિક સમાજની આગેવાની હેઠળનું પ્રવાહ નેટવર્ક અને સરકારનું વાસ્મો સેન્સરશીપ સામે હિંમતભેર લડત આપી રહેલા ફિલ્મસર્જકો, નાટ્યકારો કલાકારો અને સમૂહમાધ્યમ કર્મશીલો,પર્યાવરણ શિક્ષણ કેન્દ્રનું પાયારૂપ દારૂની તરફેણ કરતી લોબી સામે સતત  વિરોધ કરનારી દલિત ગુજરાતની આદિવાસી સ્ત્રીઓની ચળવળ આધુનિક અર્થવ્યવસ્થામાં ગાંધીવાદી અર્થશાસ્ત્રનો વિનિયોગ કરવાના પ્રયોગો કરતી ગુજરાત વિદ્યાપીઠ, ૨૦૦૯ ની લોક્સભાની ચુંટણીમાં ભજના પ્રમુખ એલ કે અડવાણીની સામે ગાંધીનગર મતવિસ્તારમાં ઉમેદવારી કરવાનું સાહસ કરનાર મલ્લિકા સારાભાઇ અને ગુજરાતના ક્લાકૌશલ્યો જેમાં કારીગરો અને ગ્રામીણ ઉધોગસાહસિકતાનો સંગમ છે. ગુજરાતના કર્મશીલો આ પ્રવાસ આ બધા જ બિંદુઓ પર એકબીજા સાથે આંતરક્રિયા કરે છે.સમગ્ર ભારતમાં અને વિશ્વમાં પણ આ સક્રિયતા પ્રસરેલી છે જ . બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકા તો એમાં વારંવાર સહભાગી બનતા રહ્યા છે ગાંધીઓ તેજપ્રભાવ કદાચ પણ ઝાંખો પડતો જણાય તો તેવું તેમના વતનની ભૂમિ પર તો નથી જ થતું. ગુજરાતની આગવી લાક્ષણીકતા ઉધોગસાહસિકતાનું પણ આમાં ક્યાંક કશું પ્રદાન હોય એમ બની શકે.

ઉદ્ધાર્વગતિ  અને સંચરણ – પ્રશ્નો અને અપેક્ષાઓ

સ્વૈચ્છિક સંસ્થાઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેમણે તેમના રોજિંદા બની ચૂકેલા કાર્યોથી આગળ જઈને કામગીરી અને પ્રદાન કરવું જોઈએ. જો કે આ પડકાર કરનારાઓ કે એમનો પ્રતિભાવ આપવા તૈયાર કોઈની ય પાસે વિસ્તરણ કરવું તો કઈ દિશામાં કઈ રીતનું કરવું એ વિષે કોઇ જ ચોક્કસ દિશાસૂચનો નથી.સત્તાધીકારીઓ અને દાતાઓ અપેક્ષાઓ દાખવે છે ‘ સ્તર ઊંચું લાવો’ ‘ નવીનતા લાવો’ પરંતુ આગ્રહ એવો રાખે છે કે પરિણામોમાં સંખ્યા વધારો, પુનરાવૃત્તિના ઉદાહરણો દેખાડો. પરંતુ જ્યાં પર્યાવરણોમાં જ પુનરાવૃત્તિઓ થતી પણ હોય ત્યાં તેના ઉકેલોની પુનરાવૃત્તિ કેવી રીતે હોઈ શકે? બિઝનેસ સંકુલો, કોર્પોરેટોના બોર્ડરૂમોમાં નવીનીકરણ, પ્રયોગશીલતા અને નવું શીખવાથી મુદ્દાઓને બિરદાવવામાં આવે છે, સન્માન આપવામાં આવે તેને સુસંગત લેખવામાં આવે છે પરંતુ આ જ મુદ્દાઓ વીકાસના ક્ષેત્રમા જોવા મળે છે ત્યારે એની સામે પ્રશ્નો કરવા આવે છે, સંશય દાખવવામાં આવે છે, આવું શા માટે ઉત્થાન જે કરી રહ્યું છે તે રીતે અનુભવમાંથી શીખવા જેવા મુદ્દાને વિસ્તારવો જોઈએ નહિ કે સમગ્ર અનુભવને બધાને માટે કામ લાગે તેવી કાર્બનકોપીઓની જેમ વહેંચવો જોઈએ. ઉત્થાન અન બીજા ઘણા આ સવાલોના જવાબો શોધી રહ્યા છે.

ઉત્થાન સાથે લાંબા સમયથી જોડાયેલા કર્મશીલ વિજય મહાજન આ પડકારને તપાસતા કહે છે કે “ આધુનિક સમયની મોટા ભાગની સામાજિક નવસુધારણાઓ સ્વૈચ્છિક ક્ષેત્રમાંથી આવી છે આનું કારણ અંશત: એ છે કે સરકારમાં કે બજારમાં સંસ્થાઓમાં ભાવપૂર્ણ વિચાર વ્યક્તિગત રીતે વ્યવહારમાં લાવવાનું એને માટે કામ કરવાનું મુશ્કેલ હોય છે આથી જ સ્વૈચ્છિક સંસ્થાઓમાં એક થી વધારે વ્યક્તિઓ સાથે મળીને કશુક ‘કરવા ‘ પ્રયત્નશીલ બને છે. જો કે હવે સામાજિક નવસુધારણાઓને સ્વૈચ્છિક ક્ષેત્રમાંથી  બહાર લાવીને    સરકાર અને બજારના સંસ્થાનો સુધી લઈ જવાનો સમય આવી ગયો છે. એમણે કહ્યું કે ભારતમાં સ્વૈછિક કાર્ય અને સામાજિક નવસુધારણાના પ્રણેતા ગાંધીજીના પોતાના પ્રયત્નોથી સ્થાનિક સ્વૈછિક સંસ્થાઓનું નેટવર્ક ઊભું થયું અને એનાથી ગ્રામીણ ઉધોગોને પ્રોત્સાહન મળ્યું. આ સમગ્ર પ્રવૃત્તિ ગાંધીજીએ કરેલી મૂળ સામાજિક નવસુધારણાઓની પુનરાવૃત્તિ જ છે......... સામાજિક સુધારા (સારા) વાયરસ જેવું કામ કરે છે, જે સરકાર અને બજારના સંસ્થાનો જેવા શક્તિશાળી માધ્યમો દ્વારા ફેલાતા જઈ શકે ..... સરકારના સંસ્થાનો સાથે જોડવા માટે હિમાયતકાર્યને સાધન બનાવીને એ થઈ શકે”.

શ્રી મહાજને ઉત્થાનના એક માર્ગદર્શક અનીલ શાહનો ઉલ્લેખ કર્યો. શ્રી અનીલ શાહ ગુજરાતમાં આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમના પહેલા ડાયરેક્ટર હતા. અનીલ શાહ વિષે વાત કરતા શ્રી મહાજને કહ્યું કે “ અનિલભાઈને સ્વૈછિક ક્ષેત્રની સામાજિક નવસુધારણાઓને સરકારના સંસ્થાનો દ્વારા ઉંચે લઇ જવાની કળા હસ્તગત હતી....અનિલભાઈએ સહિયારી વનપ્રબંધ વ્યવસ્થા અને ખરાબાની જમીનના વિકાસના ક્ષેત્રોમાં પરીવર્તક કામ કર્યું હતું ... અનિલભાઈએ શરૂ કરેલી સંસ્થા ડેવલોપમેંટ સપોર્ટ સેન્ટર (ડી એસ સી ) દ્વારા સહિયારી સિંચાઈપ્રબંધ વ્યવસ્થા રચવાની પહેલ થઇ હતી. આ વ્યવસ્થા હેઠળ નહેરના આવરાક્ષેત્રના ખેડૂતો  સિંચાઈવ્યવસ્થાના સંચાલનની જવાબદારી ઉપાડે છે. ડી એસ સીના કામના આધારે સ્વૈછિક સંસ્થાઓના ક્ષેત્રમાં કુદરતી સંશાધનોની સમુદાય આધારિત સંચાલન વ્યવસ્થાના મૂળગત  સિદ્ધાંતો વિશેની વિચારણા પણ તેમના પ્રદાનથી જ બદલાઈ,”  સરકારના સંસ્થાનો સાથે કામ કરવાનો બીજો અભિગમ છે હિમાવત કાર્યનો આમાં ૭૦ ના દાયકાનું ચિપકો આંદોલન, ૮૦ ના દાયકાના મધ્યકાળનું નર્મદા બચાવો આંદોલન, અરુણા રોય  અને નીખીલ ડે ના નેતૃત્વ હેઠળ રાજસ્થાનનું મજદૂર- કિસાન  શક્તિ સંગઠન જેવી લડાયક કર્મશીલાતાનો સમાવેશ થાય છે. રાજસ્થાન મજદૂર – કિસાન શક્તિ સંગઠનનું કામ તો સમય જતા માહિતીના અધિકારોના કાયદો, ૨૦૦૫ અને નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ જેવા પથપરીવર્તક  કાયદા ઘડવા સુધી પહોચ્યું.” આજે બજારો સંકલિત થતા જાય છે, વધુને વધુ મૂડીની જરૂર પડતી જાય છે. આ સંજોગોમાં ઘણા બધા કર્મશીલો આજીવિકા પ્રોત્સાહનના પ્રયત્નોને વધારે આધારક્ષમ બને તે માટે વ્યાપારી અભિગમ અપનાવતા જાય છે.” ગઈ પેઢીને સ્વૈચ્છિક સંસ્થાઓને પણ ન આવી હોય તેવી હદ સુધીની આગળ જવાની ક્ષમતા લઘુવીચારણ સંસ્થાનો દેખાડે છે. મહાજને મનોવૃત્તિ અને મૂલ્યોના નવા પડકારો દર્શાવતાં કહું કે – “ આ બધાની સાથે વાત કરવાની રીત પણ બદલાઈ છે, ગઈ પેઢીના સામાજિક નવસુધારણા ઇક્વિટી શબ્દનો અર્થ  વ્યાપાર ઉદ્યોગની ભાષામાં થાય છે તે જ અર્થ કરે છે શેર મૂડી આ બધું કઈ દિશામાં લઇ જશે? સામાજિક સમસ્યાઓને વધુ અસરકારક રીતે સંબોધવા તરફ કે ‘મિશન ગીફ્ટ ‘ થઇ જશે – કેટલાક સંસ્થાનો  આમ કરતા હોવાનું કહેવાય છે એતો આવનારો  સમય જ કહેશે.’

ઉત્થાને આ સમસ્યા ‘ઉદ્દેશ સંચરણને ગંભીરતાથી લીધી અને તે પણ સમાંનાતાપુર્વક પાણી વિષયક વ્યુહરચનાઓ પરત્વે ‘અધિકાર જૂથ’ બનવાનું પસંદ કર્યું ત્યારથી એ દરમ્યાન જ આજીવિકા વિષયક કામો કરવાનું પણ શરૂ કર્યું એ રીતે બજારો સાથે આંતરક્રિયા પણ ઘણી વહેલી શરૂ થઇ હતી. મોટા ભાગની સ્વૈચ્છિક  સંસ્થાઓને આ બાબત હજી ય અગવડભરી લાગે છે. આ દરમ્યાન ઉત્થાને એવા ઘણા સુધારા – વિષયક પ્રયોગ કર્યા. મહાજને આ પ્રયોગોને ભવિષ્યના મહત્વના વિકલ્પો કહ્યા. પીલુના બીયાના વેચાણના પ્રયોગથી લઈને કોલસા બનાવવા, ઝીંગા , માંછ્લીનો ઉછેર અને હવે ટીટણ (લોબસ્ટર) ઉછેરની દ્રીયાકાન્થાની પરિસ્થિતિઓને આનુષંગિક પ્રવૃત્તિઓ જેવા વિવિધ રીતના બ્જર્વીશાયક પ્રયોગો ઉત્થાને કાર્ય છે. આ રીતે જોઈએ તો બજારસંચાલિત યુગમાં ઉત્થાન માટે ‘ ઇક્વિટી’  શબ્દનો તો એનો મૂળ હેતુ સાથેનો અર્થ જ અભિપ્રેત છે. આજીવિકાની જરૂરિયાતો માટે કામ કરવાનું હોય કે બીજા લોકોની સાથે મળીને કુદરતી સંશાધનોના સંચાલનનું કામ કરવાનું હોય ઉત્થાન ‘ ઇક્વિટી’ નો એ જ અર્થ કરે છે, વિસંવાદિતાઓના ઉકેલમાં સહાયક અને ટેકો આપનારની ભૂમિકામાં પણ.

શબ્દો જૂના અર્થ નવા

વિજય મહાજનની સાથે ઉત્થાનની ટીમ  અને તેનો સહકાર્ય સંસ્થાઓએ દેશની પરિસ્થિતિ  વિષે ચિંતન કર્યું. દેશમાં આજે કંઈક એવી પરિસ્થિતિ સર્જાતી જાય છે જ્યાં સમાજવાદ અને ધર્મનિરપેક્ષતાના   પાયાના આધાર- સિદ્ધાંતો વિષે પણ કશી જ ખાતરી રહી નથી. છતાંય આ જ દેશના નાગરિકોને કાર્યની અને અંકુશની નવી તકોની શક્યતાઓ પણ મળી છે. આમાં સૌથી મહત્વની શક્યતા છે ૧૯૯૩ નો બંધારણનો ૭૩ મો સુધારો આ સુધારા દ્વારા પંચાયતી રાજ સંસ્થાનોને સતત મળી છે. તો બીજે છે ૨૦૦૫ નો અધિકારનો કાયદો, આ રીતે સત્રને સંભાળવાની અને તેનો ઉપયોગ કરવાની નવી  ક્ષમતાઓની  પણ જરૂર પડે અભિગમો  લોક કેન્દ્રી બને ત્યારે સંસાધનો ને લોકો સુધી પહુચાડવાનું જરૂરી હોય છે. સંસાધનો પર જેમની સત્તા હોય,અંકુશ હોય તેમની સાથે વાટઘાટો  કરવાની  જરૂર પડે, તેમની સાથે સંઘર્ષ કરવાની માંગ ઉંભી થાય છે. ચર્ચાની શરતો બદલાતી જાય છે.છેલ્લા થોડા વર્ષો માં દેશ એટલો બધો બદલાયો છે કે જુના શબ્દોના નવા અર્થ  થવા માંડ્યા છે.ક્યારેક એ અર્થો પરસ્પર ભ્રષ્ટાચાર જેવો શબ્દોની અર્થરછાયા   બદલાતી જાય છે. એ શબ્દોની નવેસર થી વ્યાખ્યા કરવાની જરૂર પડી છે. દાયકાઓ થી ચાલતી આવતી સિધ્ધાંત  ચર્ચાઓ અને આદર્શવાદના પડીકાંને ઠેકાણે હવે વાસ્તવિક  અનુભવ અને કસોટીમાંથી નીકળેલા મુલ્યો ધ્યાન ખેચી રહ્યા છે.હવે તો ‘નાગરિક સમાજ’ શબ્દસમૂહને પણ નવી વ્યાખ્યા આપવાની  થઈ છે.કારણ કે સત્તા તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થા વચ્ચે ભેદભાવ ઝાંખી બનતી જાય છે.

સભ્યની અંકુશની ભૂમિકા હવે બદલાઈને સંકલન-સંયોજકની ભૂમિકા બની રહી છે,અને પરિણામે બહુસ્તરીય  શાસન વ્યવ્સ્સ્થાની શોધ માં રાજ્ય-નાગરિક સમાજનો સંબંધ સંકુલ બની રહ્યો છે. કોન્ટ્રાકટ  અને સહભાગિતા  તરફ વધારે ધ્યાન આપવામાં આવે છે અને આ દરેક સંબંધોના સંકુલતા ઉકેલવાની જરૂર પડતી જાય છે.લોકસેવાના ક્ષેત્ર માં અર્ધ સરકારી સંસ્થાઓ પણ આવ્યા છે જેમ કે વાસ્મો.  આફતો અને કટોકટીઓ આવતી જાય છે અને એમાં સહિયારા કાર્ય કરવાની જરૂર પડે છે,ઘણીવાર તો પોતાના જ  નાગરિકો ની વિરુદ્ધ જનારા તંત્રની સાથે પણ કામ કરવાનું થાય છે.આવી પરિસ્થિતિમાં સ્થાનીક સંસ્થાનો પાસે બહારના પરિબળોની આ સંકુલતાઓ સાથે કામ કરવાની ક્ષમતા હોવી જોઈશે એટલું જ નહિ આ સંસ્થાઓનું સંચાલન ખરેખર જ સમુદાયના નેતાઓ પાસે હોય તે જરૂરી બનશે.સમાનતા જેન્ડર  અને સંસાધનોના અભિગમોમાં જમણેરી વાલણોની માંગ થતી જાય તેને લઈને સંસ્થાઓને પ્રોજેક્ટના સંચાલનની  પાયાની પરિચિત રીતો બદલવી પડે તેવું પણ બને છે.શાસનવ્યવસ્થા,પ્રતિનિધિત્વ નાના વ્યવસ્થા,કોમ્યુનિકેશન અને માર્કેટિંગની પદ્ધતિઓમાં પણ નવી નવી રીતો આવતી જાય છે,અને કારણે જો સંસ્થાઓ એ આ પદ્ધતિઓની સાથે જોડાયેલા રહેવું  હોય તો માઈક્રો અને મેક્રોની નીસ્બતોને  એક સાથે સંબોધવાની જરૂર પડે,દાતાઓની નિશ્ચિત શરતો પરિપૂર્ણ કરવાની હોય છે,વળી રાજકીય ક્ષેત્રે ચૂંટણીઓ ગમે ત્યારે આવી પડે તેવી પરિસ્થિતિ સતત તોલતી હોય છે.આ સંભાવના હવે સામાન્ય બની રહી છે આ પરિસ્થિતિ છતાં જરૂરી બન્યું છે કે વ્યૂહરચનાઓ ટૂંકી ગાળાની  પણ લાંબા ગાળાની જ હોય પરીપેક્ષ્યો પણ લાંબા ગળાના જ હોય.તાલીમ અને હિમાયત અનુભવના  શેરીંગની નીતિ પર અસર કરતી નવી નવી શક્તિશાળી રીતો આવતી જાય છે.

આ બધા નો સારરૂપ અર્થ અ જ છે કે ‘સ્કેલીંગ અપ ‘કરવું એટલે કે ક્ષમતાઓનો વધારો  કરવો એ પગથીયું ઉંચે ચડવું,વધારે પણ ચડી  શકાય આ રીતનો ઉદ્ધાર્વગતિમાં એક જોખમ છે કે કોઈકવાર સ્વૈચ્છિક સંસ્થા પોતાને જ વટાવી ને આગળ નીકળી જાય.

નેતાઓની ખોજ

આ નિસબ્તો - ચિંતાઓ મૂંઝવે તેવી છે તે નિ:શંક છે. એનો એકમાત્ર ઉત્તર ગણો કે ઉપાય એજ છે – નેતૃત્વ. ઉત્થાન માં નેતૃત્વનો આ દોર જેના થકી ઉત્થાનના અનેક કર્યો એક વીજ સાથે જોડાયેલા રહ્યા છે. ‘માહિતી ’ સંસ્થાની સ્થાપના અને સમય જતા એની સ્વનિર્ભરતા ઉત્થાન નો સમન્યાયની પ્રાપ્તિના ઉદ્દેશ સાથેનો પહેલો  પ્રયોગ હતો.નેતૃત્વના પ્રયત્નો થકી જ પાણી અને કુદરતી સંસાધનો વિષેનું તેનું કામ અધિકારો, આજીવિકાઓ અને શાંતિ ના પાયાગત મુદ્દાઓની સાથે જોડાઈ શક્યું. ઉત્થાન સાથે જોડાયેલા ઘણા લોકો જણાવે છે કે જે સમયે ઘણીખરી સ્વૈચ્છિક સંસ્થો પ્રોજેક્ટો પુરા કરવાને જ પોતાનું અગ્રીમ કાર્ય ગણતી હતી અને એના પર જ ધ્યાન આપતી હતી તે વખતે ઉત્થાન સ્ત્રીઓ ને સમાનતા,આત્મનિર્ભરતા અને કેન્દ્રિય ભૂમિકા મળે તે રીતની વ્યવસ્થાઓ રચવા પરત્વે ધ્યાન આપતું હતું.ઉત્થાન આ પ્રક્રિયાને ‘ગાંધીવાદી કાર્યના હૃદયરૂપ’ ગણી ને  આગળ વધતું હતું.જ્યાં જ્યાં ઉત્થાને કામ કર્યું છે ત્યાં ત્યાં ગરીબોમાં ય ગરીબ લોકોના અવાજને સંભાળવામાં આવ્યો છે અને આ જ આગ્રહ સમય જતા ગુજરાતમાં પાણીપુરવઠા વિષયક અભિગમમાં સમૂળું પરિવર્તન લાવનારો બન્યો. સ્ત્રીઓના અવાજનો પ્રભાવ તેમના સમુદાયો પર પડ્યો અને ત્યાંથી આગળ જઈને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના સત્તા તંત્રો અને વિશ્વના સુદૂરના ભાગો સુધી પ્રયાસો પરિણામેં સ્થાનિક અને એવીય આગળના-ઉપરના સ્તરોનું વલણ બદલાયું.

જો કે આટલું બદલાયું અ પુરતું નથી.ઉત્થાનનો સંઘર્ષ યાત્રા અટકવાના કોઈ જ ચિન્હો હજી તો જણાતો નથી.  ગુજરાતનું પર્યાવરણ ૧૯૮૧ માં હતું એથી ય  વધારે નાજુક હાલતમાં પહોચી ગયું છે. નવા દબાણો,નવી સમસ્યાઓ સર્જાય છે અને એના ઉકેલો કે ઉત્તરો હજી જડ્યા નથી આ સંજોગોમાં પાછળ રહી ગયેલાઓની અધીરાઈ વધતી જાય છે.એના પરિણામે ગરીબી,ભેદભાવ અને અત્યાચારનું રાજકારણ વકરતું જાય છે.વળી આટલાં બધા વર્ષો અને કેટકેટલાં પરિવર્તનો પછી પણ કેટલીક બાબતો બદલાઈ નથી. ગરીબી દુર કરવાનું પ્રારંભબિંદુ હજી પણ પાણીની પરિસ્થિતિ જ છે,અને આજીવિકાની સલામતીનો આધાર તો પાણી જ છે વિશ્વસ્તરે આ જ સ્થિતિ  છે. હજી પણ દુનિયામાં એક અબજ ગરીબ લોકોને પીવા યોગ્ય સ્વચ્છ પાણી નથી મળતું અઢી અબજ લોકોને સ્વચ્છતા વ્યવસ્થા નથી મળતી અને હકીકત એ  છે કે આ બધામાંથી ઘણા બધા આ જ આપણા જ ઉપખંડ-ભારતીય ઉપખંડ માં છે. ૧૯૮૧ માં આ ચાર નીડર યુવતીઓ ભાલમાં કામ કરવા ગઈ હતી અને  પછી થોડા જ સમયમાં પર્યાવરણ અને વિકાસના વિશ્વ પંચે આશા વ્યક્ત કરી હતી કે વર્ષ ૨૦૦૦ સુધીમાં આધારક્ષમ વિકાસ હાંસલ કરી શકાશે ઉત્થાનની આશા-નિરાશાઓમાં આખી દુનિયા સહભાગી બની છે.

આ અનુભવ વિષે સમીક્ષા સમસ્યાના આવતીકાલ માટેના ઉકેલના સ્ત્રોતોની ઓળખ કરવામાં ઉપયોગી બની શકે આવતીકાલના  એ સ્ત્રોતો પાસે નવી લાક્ષણિકતા ઓ હશે, નવા  કૌશલ્યો હશે અને અલબત્ત આવા  નવા સ્ત્રોતો પણ હશે. આવતીકાલના એ આગેવાનો તેમના કારકિર્દીના માર્ગો  પોતાની રીતો શોધશે, જે કદાચ આ ચાર યુવતીઓની  રીતો કરતાં જુદી હશે, સંશોધન, ટેકનોલોજી, કાનૂન,હિમાયત, કોમ્યુનીકેશન, માર્કેટીંગ જેવા સતત વિકસતા રહેતા ક્ષેત્રો ઉત્થાનના ભવિષ્યના નેતાઓ માટેની દિશાઓ બની શકે,એમના પુરોગામીઓની જેમ એમણેપણ અજ્ઞાન,પૂર્વગ્રહ અને અન્યાય સામે તાકી રહેવાની શક્તિ કેળવવી પડશે એ લોકો જેમને માટે કામ કરતા હશે તે સમુદાયોની અને એમની અંદરની શક્તિની કસોટી થતી રહેશે. સવાલ એ થાય છે કે તેઓ સમાજના હાંસિયામાં રાખી દેવાયેલા  લાખો લોકો માટે સહાનુભુતિ અને સન્માન દાખવતા હોય તે રીતના સંચાલનના કૌશલ્યો ઘડાય તેવી રીતે આચારનીતિ બનાવી શકશે? ન્યાય અને શાંતિ સંઘર્ષ કરવાની લાંબા ગાળા સુધીની પ્રતિબદ્ધતા તેમનામાં હશે? ગઈકાલે મીગલપુર સંપ ખાતે જેને માટે અને જેવી લડત આપવી પડી તેવી લડતો ગુજરાત અને સમગ્ર ભારતમાં આવતીકાલે પણ લડવાની પણ આવે તેવું કરવા શું કરવું જોઈએ?

આજની અગ્રીમતા એ છે કે એવા પરીબળોની ઓળખ કરવી કે જે ઉત્થાને આજે સંશાધનો અને આશામાં કરેલા રોકાણોને આવતીકાલે પણ માર્ગદર્શન આપતા રહે. શક્ય છે કે આવતીકાલે કોઈ આધારરેખાની જરૂર પડે. ગાંધીજી ન્યાય વિશેનું વિઝન, નહેરુનું વિકાસ એટલે આત્મગૌરવ એ સમાજ સાથેનું વિઝન, ઉદારીકરણ એટલે ભય અને અભાવમાંથી મુક્તિ એવી વ્યાખ્યા અને વિઝન આવતીકાલના ભારત માટે આ વિઝનોને સાકાર કરવાના છે. એ સાકાર કરવા માટે શ્રદ્ધાની જરૂર છે. ભારતમાં પરિવર્તન લાવવાના પડકારનો સામનો કરવા મદદરૂપ થાય તેવા પરિબળોની જરૂર ભવિષ્યમાં પણ પાડવાની.

ઉત્થાન અને તેના ઈતિહાસ સાથે ગૂંથાયેલા લોકો ઉત્થાનની ત્રણ તોફાનભર્યા દાયકાઓની મજલ તરફ નજર નાખે છે અને પછી ભાવી તરફ મીટ માંડે છે. ભવિષ્ય અચોક્ક્સતાઓથી ભરેલું છે અને છતાંય તેના આત્મવિશ્વાસઅને સાતત્ય પણ છે. આ આત્મવિશ્વાસ અને સાતત્યનો સ્ત્રોત કદાચ અમર્ત્ય સેનની ઉદ્ર્વગતિની વિભાવનામાં છે. અમર્ત્ય સેન કહે છે કે “ એક બે સૈકાઓ પહેલા જેની કલ્પના પણ કરવી અસંભવ હતી તેવા અભૂતપૂર્વ સમૃદ્ધિપૂર્ણ વિશ્વમાં આપણે જીવી રહ્યા છીએ ... આમ છતાં આ જ વિશ્વમાં અભાવો છે.  કંગાલિયત છે, જુલમ પણ છે.... ઘણી નવી સમસ્યાઓ ઉભી થઇ છે, જૂની હજ ઉકેલવાની બાકી છે... આપણાં સામાજિક જીવન પર તોળાઈ રહેલા જોખમો .... વ્યક્તિગત રીતે આપણી પાસે ઇચ્છાશક્તિની સ્વતંત્રતાની ક્ષમતાઓ અને મર્યાદાઓ આપણને મલ્ટી સામાજિક, રાજકીય અને આર્થીક તકોથી જ નક્કી થાય છે ... સ્વતંત્રતાનું વિસ્તરણ એ વિકાસનો પાયાનો હેતુ અને એને સિદ્ધ કરવાનું મુખ્ય સાધન બને છે.

ઉત્થાન માર્ગના સહપ્રવાસીઓ

નફીસા બારોટ

નફીસાના બાળપણની સ્મૃતિઓમાની એક કંઈક એવી છે જેની એને પછીના જીવનની પસંદગીઓ પર ઊંડી અસર થઇ છે. નફીસા છ વર્ષની હતી, એનાં દાદીમાંને કેન્સર થયું હતું. નફીસા કહે છે “ આ વખતે અમે ભરૂચમાં રહેતાં હતાં. મારા પિતાજીની એ વખતે ત્યાં બદલી થયેલી. વર્ષો  પહેલાની વાત છે એ વખતે ભરૂચ સાવ નાનું. ત્યાં હોસ્પિટલો  નહોતી, પણ નહોતા. દાદીમાની પીડા અને અમારી ચિંતાનો કશો ઉપાય નહોતો. ખૂબ પીડાઈને દાદીમાં તો ગયા પરંતુ એ જ વખતે મેં નક્કી કરી લીધું કે હું ડોકટર બનીશ અને ગામડામાં લોકોની સેવા કરીશ”. નફીસાના પિતાજી ફખરુદ્દીન બેનસાહેબ  સરકારના માહિતી ખાતામાં એન્જીનીયર હતા. ગુજરાતમાં એ વખતે વિકાસ આયોજનના ભાગરૂપે ગામેગામ ટેલિવિઝન સેટ મુકતા હતાં એ ગોઠવવાનું કામ એ કતા હતાં. “પિતાજી શાંત સ્વભાવના હતાં, અંતર્મુખી સ્વભાવના હતા. મારા માનો સ્વભાવ એથી ઉલટો એમણે લોકો માટે કામ કરવું ગમે. અમે બદલી થઈને જ્યાં પણ જઈએ ત્યાં માં કામે લાગી જાય. ભરૂચ, જામનગર,જુનાગઢ,રાજકોટ અને પછી અમદાવાદ. અહીં એમણે મહિલામંડળ શરૂ કરેલુ એ આજે પણ ચાલે છે.”

નફીસા ત્રણ ભાઈ બહેનોમાંના એક, એમના મોટા ભાઈને એમના કાકાએ દત્તક લીધેલા અને એ મુંબઈ રહ્યા. મોટાભાઈ ઘેર આવે ત્યારે નફીસા બળવાનો ઝંડો ઉપાડે, “ મારે ભાઈઓની સેવા કરવાની , શું કામ હું કરૂ? હું દલિલ કરૂ, આમ તો અમારૂં કુટુંબ રૂઢીચૂસ્ત નહી છતાં ય રીવાજ  એટલે રીવાજ ! કરવું પાડે. મારે સ્કુલમાં પણ આ વાત ની તકલીફ થઇ. મારા પર દાદાગીરી કરવા  જાય એ છોકરાને હું ઢીબી નાખતી.” શરૂઆતમાં હું મદ્રેસામાં ભણવા જતી. મદ્રેસામાં ભણવાનું એ જમાનામાં આજના કરતા જુદી રીતનું . હું નૃત્ય, નાટકમાં ભાગ લેતી. તરવાનું અને બીજી રમતો રમવાનું  પણ ખરું. હું ‘ બુલબુલ ‘ ચળવળમાં પણ જોડાયેલી હતી.મને ‘બેસ્ટ શિક્ષણ ‘આપવા મારા માતા – પિતાએ મને માઉન્ટ કાર્મેલ સ્કુલમાં બેસાડી. અંગ્રેજી માધ્યમનું ભણવાનું. હું ગુજરાતી માધ્યમ માંથી ગયેલી એકે અક્ષર સમજાય નહી. હું એક વિષયમાં નાપાસ થઇ, હું બહુ રડી અમારા કોન્વેન્ટના સુપીરીયર મધર બનાર્ડે મને ‘આપણી શાળાનું પુષ્પ ‘ કહીને બિરદાવી પણ નાપાસ થવાનું દુ:ખ તો મને હતું જ, મને વોલીબોલ રમવું ગમે, અમારી વહોરા કોમમાં છોકરીઓથી ‘ન પહેરાય’ એવા કપડાં, શોર્ટસ હું પહેરું, માને  એ ન ગમે, પણ હું તો શોર્ટસ પહેરીને રમું.”

બાળપણમાં બીજી એક વ્યક્તિનો પ્રભાવ પણ હતો. નફીસાના એક માસી , અમ્મી . “ અમ્મી અમારી કોમની પહેલી સ્નાતક થયેલી છોકરી. એ લેખો લખતાં, પત્રકાર હતા. તલાકશુદા હતા અને નિરાધાર હતાં.” પરંતુ અમ્મીએ પોતાના જેવી સ્થિતિમાં મુકાયેલી સ્ત્રીઓ માટે અંજુમન – ઇસ્લામી શરૂ કર્યું . “અમ્મી કડક સ્વભાવના પીતૃસત્તાત્મક સમાજ, ભેદભાવનો ભોગ બનીને દયાજનક સ્થિતિમાં આવી પડતી સ્ત્રીઓની હાલત વિષે એમને ખૂબ રોષ હતો. એ નીડર હતાં. એકવાર મોરારજી દેસાઈએ કહ્યું કે મુસ્લિમો પછાત હોય છે તો એમણે પણ ખખડાવી નાખેલા. અમ્મી અને મને લીધે મારામાં પણ ધર્મનિરપેક્ષતાના મુલ્યો આવ્યા. જ્યાં જઈએ ત્યાં અમારે સરકારી વસાહતોમાં રહેવાનું થાય. મા ત્યાં રાષ્ટ્રીય તહેવારો, હિન્દી તહેવારોની ઉજવણી ગોઠવે. પૂરો રમખાણો વખતે તો કેટલાય લોકોને અમારે ત્યાં આશરો મળતો. ૧૯૬૯ માં અમદાવાદમાં કોમી રમખાણો થયા ત્યારે અમારી સોસાયટીમાં માત્ર અમે જ મુસ્લિમ હતા. અમારા હિંદુ પાડોશીઓએ અમને સાચવી લાધેલા.

જો કે લઘુમતી કોમના હોવાના અનુભવો હવે થવા માંડ્યા હતાં. મુંબઈમાં રહેતાં કાકા પાકિસ્તાન જતા રહ્યા. ભાઈ અનીસ ભારતમાં જ રહે એવો માવતરનો આગ્રહ હતો. એ વખતે એ લોકો તરતના જ અમદાવાદ રહેવા આવેલા. દવાદારૂના ખર્ચ ભારે હતાં. મે સિલાઈકામ  શરૂ કર્યું. નફીસાએ ઘરકામ ઉપાડી લીધું, ભાઈઓએ બીજી જવાબદારીઓ  ઉપાડી લીધી.નોકરીમાં પણ હવે પિતાજીને કટુ અનુભવ થતા હતાં. એ મુસ્લિમ છે એ વાતનો અણગમો છતો થતો હતો. “ આમ તો અમે ઉદારમતના, પ્રગતિશીલ અને સ્વનિર્ભર કુટુંબ હતાં. પરંતુ રૂઢીચુસ્ત પણ હતાં. પિતાજીને નોકરીમાં ભેદભાવો નડતા એ જોઇને મને ખૂબ ગુસ્સો આવતો. હું કહેતી હું એ લોકોને મારી નાખીશ. ‘ ના બોલાય આવું – ચૂપ રહે’ મા કહેતા, પિતાજીને નોકરીમાં તકલીફો થઇ. ખર્ચના બે છેડા મેળવવાનું મુશ્કેલ હતું. મારે ડોક્ટર બનવું હતું પણ એ હવે શક્ય ન હતું. એટલે હું વડોદરાની મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીમાં ‘ ફૂડ એન્ડ ન્યુટ્રીશન’ના અભ્યાસ ક્રમમાં જોડાઈ. ડોકટર બનવાનું સ્વપ્ન અધુરુ રહી ગયું.

નફીસા ૧૯૬૯મા વડોદરા ગયા. જો કે અભ્યાસ પૂરો કરતા દસ વર્ષ થયા, વારંવાર માંદગીઓના કારણે .”એ વર્ષો મારા ઘડતરના વર્ષો હતા. મને પોતાને ઓળખવા સમજવાના વર્ષો. મારે જે બનવું હતું અને સંજોગો મને જે બનાવી રહ્યા હતાં તેના સંઘર્ષ અને વિરોધાભાસ આંખો ઉઘાડી નાખે તેવા હતાં. અને આ મારી એકલીની વાત ન હતી. એમ એસ યુ માં મારા ઘણા મિત્રો મારી જેમ રૂઢીચુસ્ત કુટુંબોમાંથી હતા. પૂર્વગ્રહો, સામાજિક ભેદભાવો અને પરાણે પરણાવી દેવાના કિસ્સાઓ કેટલીય વાર જાણવામાં આવતા. કેમ્પસમાં હું અને રાજુ મળ્યા. રાજુ કોમર્સમાં હતાં.અને નાટકનો જીવ હતો. એનાં સદનસીબે એમ એસ યુ માં પરફોર્મિંગ આર્ટ્સના સમાંતર અભ્યાસક્રમો હતાં. રાજુએ તેનો લાભ લીધો પછીથી એને જ લીધે જ એમને દિલ્હીની નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાં જવાની તક મળી. મુશ્કેલીઓમાં ઓર વધારો થયો. અમારી મૈત્રીનો  અમારા બંનેના કુટુંબોનો વિરોધ હતો. એવું નહોતું કે એમણે હું કે રાજુ નહોતા ગમતા. મુશ્કેલી એ હતી કે હું ‘ મુસ્લિમ ‘ એ ‘હિંદુ’ હતા એ વાતથી ધર્મના ‘ઠપ્પા ‘ ની કિંમત અમારે ચુકવવી પડતી હતી. હું ટયુશનો કરતી પછી શિષ્યવૃત્તિ મળી. એ રીતે હું અભ્યાસ પૂરો કરી શકી. રાજુ એન એસ ડીમાં ગયા. હું અમદાવાદ પાછી આવી. મેં દૂરદર્શનમાં નોકરી લીધી. ત્યાં મારે શ્રી કીર્તિ શાહ અને એમના પત્ની શ્રીદેવી બહેનને મળવાનું બન્યું. મને સ્વૈચ્છિક સંસ્થાઓ વિષે કશી જ ખબર નહતી. કિર્તીભાઈ અને એમનું અમદાવાદ સોશિયલ એક્શન ગ્રુપ (અસાગ ) એ સ્વૈચ્છિક સંસ્થાનો મારો પહેલો પરિચય. એ પરિચય મારી કારકિર્દી બન્યો. એ વખતે પેની અસાગમાં હતાં. પળમાં તાતા ઈન્સ્ટીટ્યુટ ઓફ સોચીઅલ સાયન્સમાં મુંબઈથી અસાગમાં ઇન્ટર્ન તરીકે જોડાયેલા. બી એલ પી વિશેનું કામ લગભગ પૂરું થવા જ આવ્યું હતું. મને એ વિચાર ખુબ જ ગમ્યા. પેની અને પદ્મા ‘ વિકાસ ક્ષેત્રમાં’ મારા ગુરુ બન્યા. ઇન્દુ મિશ્રા એમ એસ યુ ના સ્નાતક હતાં. એ ખેડૂત પરિવારના હતાં. એ ત્રણ જણા’ ઉત્થાન’ના વિચાર પર સક્રિય હતાં. કીર્તિભાઈ કહ્યું ‘ ગ્રામીણ સમુદાયોમાં પોષણ વિષયક ધોરણો વિષે અભ્યાસ કર એ તારો વિષય છે’ એટલે ધોળકા તાલીકાના કાવિઠા ગામે એ અભ્યાસ કરવા ગઈ.

કાવિઠામાં નફીસાને એ વિસ્તારની મુખ્ય સમસ્યા પાણીની અછતનો ખ્યાલ આવ્યો. “ મને સમજાયું કે જ્યાં પીવાનું પાણી જ લોકો માટે જીવન – મરણ નો સવાલ હોય ત્યાં આહાર પોષણ જેવી બાબતો વિષે વિચારવાનું તદ્દન અસ્થાને ગણાય. જો કે આ વાત ત્યાં રહેનારાને જ સમજાય, બહારનાઓને નહી. એ વખતે અસાગના કામોમાં ઉત્થાનનો ખ્યાલ બંધબેસતો ન હતો. અસાગમાં મેં એક વર્ષ કામ કર્યું અને પછી જે બધું બન્યું તે આ બધું છે.”

નફીસાને  સમજાય છે કે ઉત્થાનના વિકાસના આ વર્ષો પછી અને તેના વાતાવરણમાં જે પરિવર્તનો આવ્યા તે પછી ભવિષ્યના પ્રશ્નો પર ધ્યાન આપવાનું જરૂરી છે. હજી પણ નાણાંકીય સ્થિરતા તો હાંસલ થઇ શકી જ નથી. ૨૦૦૯માં સાર્વત્રિક પાને આર્થિક સંશાધનોમાં જે માંડી આવી તેને લઈને ઉત્થાનને ફરી એકવાર નાણાકીય કટોકટીનો સામનો કરવાનો આવ્યો. સરકારી તંત્રોમાંથી મોટી રકમોની ચુકવણીમાં વિલંબ થતો હતો. બીજી કેટલીક સંસ્થાઓની તુલનાએ ગુજરાતની આર્થિક હાલત સારી હતી તેથી દાતાસંસ્થાઓ ગુજરાતની સંસ્થાઓને નાણા સહાય આપવાનો વિચાર માંડી વાળ્યો. “ આવા વલણોનું શું કરવું? સ્વૈચ્છિક સંસ્થાઓ સરકારની સાથે રહીને કામ કરે અને એમને સમયસર કટોકટી હોય. દાતાસસ્થાઓ રાજ્યની  સિદ્ધિઓ તરફ જુએ પરંતુ એ જ સમૃદ્ધ ગણાતા રાજ્યમાં દેશમાં ક્યાંય પણ હોય એથી વધારે ગરીબી અને અભાવો હોય તે હકીકતને અવગણે.”

કટોકટીની આ સ્થિતિમાં સ્ટાફના પગારોમાં કાપ  મુકવો પડ્યો. નફીસાના માં હોસ્પીટલમાં એ જ વખતે આ કટોકટી આવી.  ભવિષ્યના વિકલ્પો વિચારવા માટે ઉત્થાનની બોર્ડની ખાસ મીટીંગ બોલાવવી પડી. “ મને વિચાર આવે છે કે ઉત્થાન આજે જે રીતે કામ કરે છે તે વિષે અમારે ચિંતિત થવું જોઈએ કે પછી ઉત્થાન જેનો ભાગ છે તે ચળવળ તરફ અને તે ચળવળના મુલ્યો તરફ ધ્યાન આપવું જોઈએ? અમારે આ મુલ્યોને તપાસવા પડ્યા  - મારા સમુદાય માટેના કામ વિષે અને ખુદ અમારા જીવન વિષે પણ તેમનામાંથી જ આગેવાની ઉભી કરીએ અને પોતાની જાત સાથે પ્રામાણિક  રહીએ એ મુદ્દા પર ધ્યાન આપ્યું છે. આજે જયારે હું  એ સમુદાયોને જોઉં છુ ત્યારે મને દેખાય છે કે અમારા કામના મુળિયા ઊંડા ઉતર્યા છે, અને વધ્યા છે અલબત્ત આ બધામાં ઉત્થાનના સુસંગતતા અને આધાર ક્ષમતા વિષેના અભિગમનું સૌથી દેખીતું ઉદાહરણ ‘માહિતી’ છે. પણ એ એકમાત્ર ઉદાહરણ નથી. આ સમુદાયો અને તેમના આગેવાનોની પરિવર્તનો સાથે ગોઠવવાની ક્ષમતા તરફ પણ જોવું જોઈએ, જેમકે આવ્યો છે પરંતુ સમસ્યાઓ ગઈ નથી. સમસ્યાઓનું સ્વરૂપ  બદલાયું છે, સમુદાય તેને પડકારવા અને તેમનો સામનો કરવા તૈયાર થયો છે. હું જયારે ઉત્થાન તરફ જોઉં છું ત્યારે હું પ્રક્રિયાની સ્થાનિક સુસંગતા અને આધાર ક્ષમતાના આ સંદર્ભમાં સંસ્થાન રચનાને જોઉં છું. આ બાબતે આપણે પ્રમાણિક બનવું જોઈએ,અને એ રીતનું સંસ્થાકીય વાતાવરણ વિકસાવવું જોઈએ કે જે એક સંસ્થા કે પછી અમારામાંથી કોઈની પણ વ્યક્તિગતતાથી આગળ થઈને જતું હોય.”

નફીસાનું નેતૃત્વ કરિશ્માઈ છે એ જોતાં પ્રશ્ન તો ઉઠે જ છે કે ઉત્થાનની બીજી હરોળનું શું? “આ બહુ વ્યાજબી ચિંતા છે પરંતુ મારી ભવિષ્યની આશા મારી ટીમો અને તેમની ક્ષમતા માં છે .અમે સહિયારી રીતે જવાબદારી વહન કરવાની રીતો બનાવી છે.નિર્ણય લેવાની દરેક પ્રક્રિયા માં સહભાગિતા ની આંતરિક લોકશાહી નો વાતાવરણ અમે બનાવ્યું છે.આમ કરવું સહેલું નથી અને એને લીધે કામ વિલંબ માં પડી શકે છે અને એવું થાય છે. કેટલાક સહકાર્યકરો,મિત્રો કહે છે કે અમારે ત્યાં વધારે પડતી લોકશાહી છે.હું માનું છું કે સહભાગિતા અને સલાહ –મશવરાની અમારી આ રીતોને લઈને સામાન્ય ધોરણોની દ્રષ્ટિએ અમારી કાર્ય ક્ષમતા પર કઈક અસર જરૂર પડે છે.પરંતુ આખરે તો જો અમે સમુદાયો માટે પ્રમાણિક અને સુસંગત રહેવા માનતા હોઈએતો અમારે અમારી જાત સાથે પારદર્શક અને પ્રમાણિક હોવું જ જોઈંએ.અમે કદાચ થોડું ધીમે ચાલીએ છીએ પણ અમે એક ટીમ બનીને ચાલીએ છીએ.ઉત્થાને ટ્રસ્ટીશીપ ની આંતરિક વિભાવના પર કામ કરવાનું શીખ્યું છે.જેમાં ‘હું’ નહિં ‘આપણે’ છીએ.કાર્યક્રમ કાર્યકારી સમિતિ ટીમને નીતિવિષયક સૂચનાઓ આપે છે અને અંદરથી અમારા ટ્રસ્ટીઓને પણ જણાવે છે.આજે આંતરિક સ્તરે આવી ક્ષમતાઓ છે જે આવતીકાલે કદાચ એક થી વધુ ‘માહિતી’ ઓને બનાવી શકાશે,આથી ય મહત્વની વાત એ છે કે અમે જેમની સાથે કામ કર્યું છે તે સમુદાયો ‘માહિતી’ની જેમ જ સ્વતંત્ર પણે કામ કરી શકે તેવા છે.મહુવામાં જે થાય છે તે તમે જાણો જ છો.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાવનગર જીલ્લાના મહુવા તાલુકામાં એક કોર્પોરેટ સિમેન્ટનું વિશાળકાય કારખાનું બનાવવાનું આયોજન કર્યું.ગુજરાત સરકારના ભવિષ્યની પ્રગતિ માટેના મુડીરોકાણના ભાગ તરીકે આ આયોજન હતું.મોટા ભાગના મુડીરોકાણોને આકર્ષવા માટે બધા જ સેઝ વિસ્તારોમાં મનાઈઓ અને નિયમોને ઢીલાં કરી  દેવામાં આવ્યા છે.આમ કરતા સ્થાનિક નીસ્બતોને ઉપરવટ જવાનું પણ થઈ શકે,સામાજિક અને પર્યાવરણીય બંને દ્રષ્ટિએ ઉત્થાને આ વિસ્તારમાં વિશાળ સિમેન્ટ કારખાનું થવાના સૂચિતાર્થો સમજાવવા લોકો સાથે  વાતચીત કરી લોકોને માહિતીના અધિકાર વિષે સમજાવ્યું,જાહેર સુનાવણીઓ કરાવી.સત્તામાંળખુ દબાણને લઈને પાછું તો ટકયું પણ પછીથી ધાકધમકીઓ  સાથે  પાછું આવ્યું.” લક્ષ્મણ અને રીતેશ હતા અમેન એમની સલામતી અને અમારા સહભાગીઓની સલામતીની ચિંતા થતી હતી.અમે લોકજાગૃતિ ઉભી કરવાની વ્યૂહરચના કરેલી અને હવે લોકજાગૃતિ આવી ગઈ  હતી. લોકોએ જ અમને કહ્યું હવે તમે જાઓ.અમે સાંભળી લેશું તમારો ટેકો લઈશું અને આગળ વધતા જઈશુ.”અમારો પરિપ્રેક્ષ્ય એ હતો કે સિમેન્ટનું કારખાનું થાય કે ન થાય એ વાતનું મહત્વ નથી પણ એ  થાય કે ન થાય એ  વિષે નિર્ણય કોનો હોય?લોકોનો જુવાળ ઉમટ્યો, મીટીંગો થઈ એમાં સ્થાનિક સરકારી અધિકારીઓ,રાજકારણીઓ અને ધાર્મિક નેતાઓ પણ જોડાયા એ સમજવા કે જોખમ શું છે,હવે શું થાય એ લોકોના હાથમાં છે.અમારે આ જ પ્રકરણ-૮ માં આ વિષે વિગતવાર વાત કરી છે.૮ નવેમ્બર, ૨૦૧૦ના રોજ સર્વોચ્ચ અદાલતે ભારત સરકારને સમુદાયની નીસ્બતો પરત્વે પ્રતિભાવ આપવાનો હુકમ કર્યો.આ જ દિવસો દરમ્યાન નફીસા કેન્સરની શસ્ત્રક્રીયામાંથી સાજી થઈ રહ્યાં હતા.  જોઈએ છે, ભવિષ્યને માટે ભવિષ્યમાં લોકોના જીવન પર અસર કરનારી બાબતો વિષે નિર્ણય લેવાનું સામર્થ્ય લોકો પાસે જ હોય. અને નફીસાના પોતાના જીવન અને ભવિષ્ય વિશેના નિર્ણયોનું શું ?”હું સંઘર્ષમાં એટલી મગ્ન છું કે સંઘર્ષ ચાલુ રહેવાનો જ છે. અમારા ટ્રસ્ટીઓ એ ભલામણ કરી છે કે  ત્રણ વર્ષ  ભવિષ્યની દિશાઓ અને નેતૃત્વની રીતો ઉભરી આવવી જોઈએ.મારે માટે  એટલું જોયે છે કે એ હું ઉત્થાન આ પ્રક્રિયા થકી જે પણ દિશામાં જ્યાં તેમાં હું સહાયક બની રહું. ઉત્થાન અને મારે બંનને માટે એટલા બધા પરિવર્તનો આવ્યા છે.કાર્યસ્થળ બદલાયું નીતિ બદલાયી,૧૯૯૮ માં મને અકસ્માત થયો તે પછી સંચાલન બદલાયું અને સૌથી વધુ તો ૨૦૦૨ના બનાવ પછી પરિવર્તનો થયા. શ્રી તેજી ભોગળ અમને અમારા ભાલના વર્ષો થી ઓળખે છે.એ કહે છે કે મારે આ બધા વિષે પદ્ધતિસર વિચારવું જોઈએ.એટલે મારો હવે પછી નો સંઘર્ષ – પદ્ધતિઓ વિષે રાજુ અને મને બંનેનો નાટ્ય પ્રવૃત્તિ પરત્વેનો પ્રેમ અગાધ છે.અમારા બનેના જીવન અને કામ જાણે નાટકીય સ્ક્રીપ્ટ છે-અમે જ એ  લખીએ છીએ,સુધારીએ છીએ અને ભજવીએ છીએ.પાડો પડતો જ નથી.અમારે સાર્થક બનવું છે,ઉત્તરદાયી બની રહેવું  છે.”

પદ્મા ચૌગુલે

“શરૂઆતનો સમય હતો ૧૯૮૧ માં ગુજરાત સરકરે અસાગ અને ધંધુકા તાલુકાની વિકાસ યોજના તૈયાર કરવા માટે કેન્દ્રરૂપ સંસ્થા તરીકે નીમી હતી ,અમે નક્કી કર્યું કે તાલુકાના યુવાવર્ગને આ કામમાં સાંકળીને આ કામને સહભાગીતાપૂર્ણ સ્વાધ્યાય બનાવવું અમે ગામમાં પ્રાપ્ય સંસાધનો જેવા કે બાલવાડી,આરોગ્ય કેન્દ્ર વગેરે છે કે નહિ તે વિષેની યાદી આવીને અટકવા નહોતા માંગતા,અમે દરેકે દરેક ગામની આગવી સમસ્યાઓ વિષે પણ તપાસતા હતા.અમારે એ પણ જાણવું હતું કે આ સમુદાયોના પોતાના પરંપરાગત જ્ઞાન માંથી જ એમની સમસ્યાઓના સ્થાનીક સ્તરના ઉકેલો મળી શકે કે નહિ.અમને લાગતું હતું કે સમસ્યાના ઉકેલો લાવવાનો આ અભિગમ અમને વધારે ગમશે કારણ કે એમા અમને લોકોને સક્રિય બનાવવાની તક મળશે લોકોનો આમ વિશ્વાસ પણ ઘડાશે.બહારથી આણી આવેલા ઉકેલોથી આવું ન બની શકે.

જો કે સરકારએ અમારા અભ્યાસમાં કે અમારી ટીમે આપેલા અહેવાલમાં જરાય રસ ન હતો અમે જે કામ કર્યું એને લીધે સર્વેક્ષણમાં સ્થાનિક લોકો પણ જોડાયેલા અને અમારી પાસે ઉત્સાહી,આશાભર્યા,ઉત્સુક યુવાનો તૈયાર થયા અસાગ એ વખતે આ કામમાં વધારે જોડવા માંગતું ન હતું,એથી અમારી પાસે એક જ રસ્તો રહ્યો આ યુવાનોની   ટીમ અને  તેમણે જે કરવું હતું તેવું વિકાસનું કામ કરવા અમારું પોતાનુ   સંસ્થાન અમારે રચવું પડે.મને યાદ નથી કે એ વખતે અમારી પાસે કોઈ લાંબા ગાળાની યોજનાઓ હોય.અમારે એ વખતે આટલું જ કરવું હતું.અમારા અભ્યાસના તારણો અમારે આગળ લઈ જવા હતાં.અમારે સ્થાનિક ટીમને ટેકો આપીને તાલુકાના સૌથી મુશ્કેલ વિસ્તારમાં કઈક પરિવર્તન લાવવું હતું. આ યુવાનોના જૂથની વિવિધતા રસપ્રદ હતી.સ્થાનિક શિક્ષિત યુવાનોમાંના થોડાને અમે અમારી સાથે લીધા હતાં.દરેકનું આગવું વ્યક્તિત્વ હતું પરંતુ ટીમ તરીકે એ બહુ ન ચાલી શક્યાં.આમ કેમ થયું એ વિષે અત્યારે હું વિચાર કરું છું તો મને લાગે છે કે આ બધા યુવાનોને નોકરી જોઈતી હતી અને એમને માટે નોકરી તો શહેરમાં જ હોય એવું  હતું કે એમને ગામ સાથે કે એમના વિસ્તાર સાથે લગાવ ના હોય પણ  એમને  સફળ થવાની મહેચ્છા હતી અને એ પણ શહેરમાં મળનારી સફળતાની મહેચ્છા.અમને નિરાશા તો થઇ  પણ મને ખાતરી છે કે આ સમગ્ર સ્વાધ્યાયની એમના મત પર કઈક છાપ તો જરૂર પડી.અત્યારે એ યુવાનો ક્યાં છે અને અમારી સાથે કામ કરવાના અનુભવની એમના જીવન પર કેવી અસર પડી તે જાણવાનું  રસપ્રદ બને.

શરૂઆતના એ વર્ષો ઉત્થાન અને માહિતી બંને માટે મુશ્કેલીના હતાં.સ્થાપક સભ્યોના વિચારોમાં પણ તફાવત હતાં.સ્થાનિક ટીમને પ્રેરિત રાખવા એ પડકાર હતો.નવી નવી શરૂ થતી સ્વૈચ્છિક સંસ્થા માટે નાણાકીય સહાય મેળવવાનું પણ મુશ્કેલ હતું.સૌથી મુશ્કેલ કામ કદાચ એ જ હતું.પ્રોજેક્ટ સંચાલિત વિકાસને બદલે પ્રક્રિયા-સંચાલિત વિકાસ કરવામા રસ ધરાવતી સંસ્થાને લાંબા ગાળાની નાણાકીય સહાય આપવાની તૈયારી જુજ નાણાંસહાય સંસ્થો દાખવતી.દરેકને ઝડપથી દેખાઇ આવે તેવા પરિણામો જોઈતા હોય. સમુદાયને સક્રિય કરવો અને આત્મનિર્ભર બનાવવો એ મુદ્દાઓ પર અમે જે રીતે ભાર મુક્ત હતાં તે જોતા પ્રોજેક્ટો ટૂંકા  સમયગાળામાં પુરા ન થઈ શકે.આ આખી પ્રક્રિયા સમય માંગી લે તેવી હોય છે.અને અમારી આ રીતથી બહુ જુજ લોકો પ્રભાવિત થતા હતાં.

ઉત્થાનને શરૂઆતમાં ટેકો આપનારા લોકો તરફ નજર નાખીએ તો સૌથી પહેલો અને અતિમુશ્કેલ પડકાર એ હતો કે નાણાં સહાય સંસ્થાઓને મારા અભિગમ વિષે વિશ્વાસ કઈ રીતે અપાવવો.કોઈ કોઈ સંસ્થાઓએ સહાય આપવા તૈયારી બતાવી,જો કે બહુ ઓછી સંસ્થો આમ કરતી,ત્યારે પણ થોડા સમય પુરતી મદદ માટેની તૈયારી દાખવતી,જયારે અમારે લાંબા ગાળા સુધી સહાય જોઈતી હતી જેને લઈને અમે સ્થાનિક ટીમોમાં વિશ્વાસ ઉભો કરી શકીએ અને અમારા કામનું પણ વ્યાજબી સમયગાળો માટે આયોજન કરી શકીએ.આ બધું ખુબ મુશ્કેલ હતું પણ અહીંથી જ ઉત્થાન ને શક્તિ મળી.સ્થાનિક લોકોની સમસ્યા ઉકેલની શક્તિઓ વિકસાવવાના અમારા ધ્યેયને અમે વળગી રહ્યા હતાં,પૂરી દ્રઢતાથી એમાંથી જે ઉકેલો મળવા માંડ્યા તે જ માહિતી અને ઉત્થાને અત્યાર સુધી જે જે હાસલ કર્યું છે તેની નૈતિકતા અને લાક્ષણિકતા ની વ્યાખ્યા બની રહ્યા છે,આજ દિન સુધી.

અમારા એ શરૂઆતના વષોને જો અમારે એક જ માંથી વર્ણવવાના હોય તો હું શું કહું?’સાહસ’અદભુત એવું એક સાહસ હતું આ. અમે યુવાન હતાં,મુર્ખ હતાં,મુર્ખ ન કહીએ તો આદર્શવાદી કહી શકાય પણ આદર્શવાદી શબ્દ અમે એ વખતે જે હતાં તેને માટે ભારેખમ શબ્દ ગણાય.અમે સાહસિક અને મુર્ખ હતાં અને માનતા હતાં કે અમારે માટે આગળ રસ્તો છે,મને લાગે છે કે આ મૂર્ખતાનો ભાગ મહત્વનો હતો.એ ગુણ વિના અમે કદાચ આટલે આગળ ગયા જ ન હોતા.આ કામને એક સાહસ ગણવાનું પણ એવું જ છે,એટલે જ અમે જે રીતે બધું બની રહ્યું તે બનવા દીધું,અને સતત સમુદાયને પ્રતિભાવ આતા રહ્યાં અમે જો બધારે સભાન બનીને આયોજા કર્યું હોત તો કદાચ અમે એમની સાથે ક્યાંય જઈ શક્ય ન હોત.અમારું આવું સાહસિકતાનું વલણ જ અમને રસ્તો  શોધવામાં અને એ શોધનાં સંઘર્ષમાં મળેલો આનંદ માણવામાં મદદરૂપ બન્યું.

આજે પણ મને ટીમમાં  એ આનદ લેવાનું ઘટક તો દેખાય જ છે. જીવનને અને ખુદને પણ અતી ગંભીરતાથી લેવાનું ખુબ સહેલું હોય છે.અને તેથી જ આનંદ લઈ શકવાની આ વૃત્તિ ખુબ મુલ્યવાન બને છે.એ શરૂઆતનાં અનુભવોમાં જોખમો ઉઠાવવાની ક્ષમતા પણ અમારામાં હતી,અને ઉત્થાનમાં એ ઘટક પણ હજુ સચવાઈ રહ્યું છે. ઉત્થાનની વૃદ્ધિ અને તેના પ્રદાન નાં દરેક ઘટકો જોખમભર્યા જ રહ્યાં છે.અને  એ ઉઠાવવાની હિંમત પણ હંમેશ રહી છે.જોખમ લેવું અને તેનો આનંદ પણ માણવો.!”

ઇન્દુ મિશ્રા

૧૯૮૧ નાં વર્ષના એ દીવસે પેની , નફીસા અને પદ્માની સાથે મેં ભાલમાં પહેલી વાર પગ મુકયો  કેટલાં બધા વર્ષ વીતી ગયા એ વાતને!  નવા નવા કોલેજમાંથી ભણીને અમે બહાર આવ્યા હતાં .દક્ષીણ ગુજરાત યુનીવર્સીટી, સુરતમાં સમાજ શાસ્ત્રનો અભ્યાસ કરીને હું અસાગ માં કામ કરવા અમદાવાદ આવી હતી ત્યાં હું કાર્યક્રમ સંયોજક હતી અને મારું મુખ્ય કામ અસાગ માં ઉત્થાન ડેવલોપમેન્ટ એક્શન પ્લાનિંગ ટીમની રચના કરી,અને ભાલમાં કામ કરવા ગયા, તદન જ નવી જગ્યા, નવા લોકો,નવી રીતો. ભાલને ‘વસમો પ્રદેશ’ કહે છે.ત્યાં કામ કરવાનું પડકારરૂપ હતું.પ્રદેશ તો મુશ્કેલીઓથી ભરેલો હતો જ અને ત્યાંના સમાજને સમજવું તો આથી ય અઘરું હતું, ખાસ કરીને  સ્ત્રીઓની હાલત.આવી પરિસ્થિતિઓ વિષે મેં ઘણું વાચેલું આજે એનો સાક્ષાત્કાર થયો.આ હાલત માં અમારે લોકોના  વિશ્વાસ મેળવવાનો હતો,એમનામાં અમારા કામ વિષે શ્રદ્ધા ઉભી કરવાની હતી.હું ખરાબાની જમીનના વિકાસના કામમાં જોડાઈ.પીલુ અને ગાંડાં બાવળ ઉગાડવાનું શરૂ કર્યું. તળાવ ખાતે પ્લાસ્ટિક પાથરેલા તળાવના સૌથી પહેલા        નિદર્શન કાર્યમાં મેં કામ કર્યું. રીવર્સ ઓસ્મોસીસનો અતિ મોંઘો પ્રયોગ કર્યો. ખુબ મોંઘો હતો એ પ્રયોગ.આજે તો ઘરે-ઘરે એ વસાવવાની જાહેરખબરો  જોવા મળે છે ! એ પ્રયોગ નિષ્ફળ ગયો. અમે જે કાઈ કામ કરતા,પ્રયોગો કરતા એમાં પ્રાથમિકતા પાણી બચાવને રહેતી.આ અતિ ગંભીર સમસ્યા હતી અહીની.અને સ્ત્રીઓ માટે તો ખાસ,ઉજ્જડ જમીનમાં   ખેતી કરી ઘર સંભાળવું,પાણી ભરી લાવવું,અને એને માટે દૂર દૂર સુધી ચાલવું –રોજે રોજ જો કે હું સાયકલ ચલાવતી  હતી,શરૂ શરૂ માં આવડતું નહિ, અથડાઈ પડતી અને બધાને મનોરંજન મળતું. મોટરબાઈક પણ હું ચલાવતી આનાથી ઘણાનું ધ્યાન ખેચાતું,નારી શક્તિનું પ્રતિક બની ગઈ મારી મોટરબાઈક. કાચી માટી ભરી કેડીઓ પર સાયકલ ફેરવતા મને આવડી ગયું. એ વખતે ધોલેરા થી બે એક કિલોમીટર દૂર આવેલા ખુણ તળાવ  ગામ માં અમારી નાનકડી ઓફીસ હતી.

દેવુબહેન અમારા માર્ગદર્શક મિત્ર હતાં,એકથી વધારે રીતે હું તેની સાથે કામ કરતી અને મેં માહિતીને વધતા-વિકસતાં જોયું છે. બહુ વર્ષો વીતી ગયા ઘણું ભૂલાઇ ગયું છે પણ ઘણું બધું યાદ આવે છે. લાઈટો તો હોય કે ન હોય, મોડી રાત સુધી મીણબત્તી નાં અજવાળે નફીસા, પેની અને હું ચર્ચાઓ કરતાં. એ બંને અમદાવાદથી જતાં-આવતાં હું ગામમાં જ રહેતી એકલી, રહેવાનુ  અઘરૂ હતું પણ અહીંની સ્ત્રીઓને જોઇને મને હિમત મળતી.કેટકેટલી તકલીફો અને છતાં ય હસ્તે મોઢે આવકાર આપે, પાણી ભરેલો પ્યાલો ધરે. ઓછું પડશે ખબર હોય પણ મહેમાનને પાણી જરૂર પાય.મેં ધારેલું નર્મદા કેનાલથી પાણી સમસ્યાઓ ઉકલી જશે. મેં જયારે જાણ્યું કે હજી ય ક્ષારીયતા અને પાણીની અછત અહીના ગંભીર પ્રશ્નો છે ત્યારે મેન આશ્ચર્ય થયું મને થાય છે એકવાર ભાલમાં જાઉ,કેટલા વર્ષો વીતી ગયા.ઉત્થાન સાથે મેં ચાર વર્ષ કામ કર્યું કે પાંચ વર્ષ ? નફીસાને યાદ હશે.એ પછી મારા લગ્ન થયા,મેં કામ છોડી દીધું. શિક્ષણક્ષેત્રમાં જોડાઈ.એ વર્ષો,અનુભવના ઉત્તમ વર્ષો.આમ તો ઘણી પહેલાની વાત,છતાં ય સ્મૃતિનાં ભંડારમાં મેં એ બધું સાચવી રાખ્યું છે.

દેવુબહેન પંડ્યા

દેવુબહેન એમની ઓફિસની આરામદાયક ખુરશીમાં નીરાંતે ગોઠવાઇને ૧૯૮૫નાં વર્ષનો એ દિવસ યાદ કરે છે જયારે એ માહિતી સાથે જોડાયા હતાં એ પહેલાં ઉત્થાનની ટીમ સાથે સંપર્ક અને મિત્ર તો હતાં જ “એ વખતે અમારી પાસે સ્વપ્નો હતાં”આજે માહિતી પાસે વીસ એકરનું વિશાળ પરિસર છે.પ્રવૃત્તિઓથી ધમધમતું,લોકોની અવરજવરથી ભર્યું ભર્યું.આ લોકો ને અહીં લાવનારા પ્રશ્નો આ પચીસ વર્ષમાં બદલાયા નથી.બદલાયા છે તો એનાં સ્વરૂપો,પાણીનો પ્રશ્ન અને પિતૃસત્તા સમાજ વ્યવસ્થામાં ન્યાયનો પ્રશ્ન આ બે પ્રશ્નો હજી પણ માહિતીના કર્મશીલોની મદદ માંગે છે,પ્રગતિ વિષેનાં ખ્યાલો  બદલાતા જાય છે જેમ જેમ પ્રશ્નો વધારે ને વધારે ગૂંચવણભર્યા બનતા જાય છે.દેવુબેનનાં ખંડની બારીમાં થોડેક સુધી નાનકડા બગીચાની હરિયાળી દેખાય છે.આથી આગળ છે સફેદ ઝાંખવળી ભૂખરી જમીનો વિશાળ પટ. દરિયાની ભરતી દર વખતે પ્રસરે છે અને ઓટ થતાં ક્ષાર છોડીને ઓસરી જ્યાં છે.અહીં જળસંગ્રહની વ્યવસ્થા છે,છાપરે થી ભેગા કરેલા વરસાદી પાણીનાં સંગ્રહ ની રાહ જોવાની છે વરસાદી પરિસરમાં જ જળસંગ્રહ વીશાળ ટાંકી છે.

૧૯૮૧ માં જયારે ઉત્થાન અહી આવ્યું ત્યારે દેવુબહેન ભાણગઢ ગામમાં બાલવાડી ચલાવતાં હતાં એમના પતિ પ્રાથમિક શાળામાં શિક્ષક હતાં.”બહુ છેટા હતાં અમે બધાથી.રોજ સવારે ચાર વાગે ઉઠીને હું બે કીલોમીટર ચાલતી પાણી ભરવા જતી પાણી જરૂર ની વસ્તુ હતી પણ મારો જીવ વધારે રહેતો  લોકોના જીવનને સુધારવાના પ્રયત્નો કરવામાં મેં નાની બચત શરૂ કરવાવી,જે ‘જે કાઈ દેવું મટે’ એમ કરીને કારણ કે ગરીબ લોકોનું દુઃખનું કારણ દેવાદારી જ છે.અહીના સમાજમાં શાહુકારની દયા માયાથી જીવન ચાલે.અને વધારે સહેવાનું આવે સ્ત્રીઓને. સૌથી પહેલી થાપણ મને મળી તે રૂ. ૨/- ની  જો કે પછી બધું ભૂલવા માંડેલું ત્યાં નફીસાબેન અને હાઈ-વે પર ઉતરીને કાચા રોડે કાં તો ચાલતા.કાં તો બળદગાડું મળે કે કોઈ કોઈ સાયકલવાળા.અંધારે ચાલતા સાપ-વીંછી નો ડર વરસાદ આવે ત્યારે માટીનો ગારો થઈ જાય,રસ્તો બંધ બહુ વરસાદ આવે તો જમીન પાણીથી ઢંકાઈ જાય.જમીન પાણી શોષે નહિ, કોઈ જાતની સુખ-સુવિધા અહી ન હતી.

હવે બધું બદલાયું છે.ધોલેરા સુધી પાકી સડક થઈ છે.અમદાવાદ-ભાવનગર ચારમાર્ગી રસ્તા સુધી લઈ જાય છે.રસ્તા પર ફેકટરીઓ,ખાવા-પીવાની દુકાનો અને સેઝની સાઈટોનાં પાટિયા જોવા મળે. છેક સુધી માહિતીમાં કમ્પુટરો અને ટેલીફોનો માટે વીજળી-ટેલીફોન જોડાણો છે.માહિતી ભાવનગર-અમદાવાદ જીલ્લોના પાંચ તાલુકાઓમાં કામ કરે છે. માહિતીના પરિસરમાં હવે ઓફીસ છે,મીટીંગ માટે વિશાળ ખંડો છે,ભોજનની સગવડ સાથેની રહેવાની જગ્યા છે જ્યાં તાલીમો અને સામુહિક કાર્યક્રમો યોજાય ત્યારે લોકો થોડો વખત રહી શકે છે. એક તરફ નાનકડું મીડિયા સેન્ટર છે.સંસ્થાની પોતાની એમ્બ્યુલંસ  મોટર છે.આ એમ્બ્યુલન્સ આ વિસ્તારના ગામોની તબીબી સુવિધાઓની જરૂર અમુક અંશે પરિપૂર્ણ કરે છે.દાયકાઓ પછીના પ્રયોગ માટે ગોઠવવામાં આવેલો રીવર્સ ઓસ્મોસીસ (આર ઓ) પ્લાન્ટ વણવપરાએલો પડયો છે.આ જાણે યાદ અપાવે છે કે આ પ્લાન્ટની નિષ્ફળતા જ પ્લાસ્ટીકનાં તળાવો બનાવવા તરફ દોરી ગઈ હતી,દૂર સુધી પીલુંનાં ઝાડવાં જોવા મળે છે એની પેલી તરફ વરસાદનાં પાણીથી ભરેલું તળાવ છે.હવે તો નર્મદાની નહેરનું પાણી આવે છે.ગુજરાત ઈકોલોજી કમીશન દ્વારા સંચાલિત એક રોપાઉછેર કેન્દ્ર પણ માહિતીના પરિસરમાં જ છે.કેટલાક સરકારી વિભાગો પણ અહી કાર્યક્રમો યોજે છે.”આ બાબત અમારી સહભાગિતાનું પ્રતિક છે. માહિતી હમેશા એક સમાન વિચારધારા ધરાવતી વ્યક્તિઓને આવકારે છે અને એ વખતે એનું  રાજકીય વલણ અમે  ધ્યાન માં લેતા નથી.અમે એમને દેશ નાં આયોજનોમાં જણાવેલા ઉદ્દેશોનું રક્ષણ કરવાના હેતુ સાથે અમારી સાથે કામ કરવા હંમેશા આવકારીએ.કામ ગરીબી હટાવવાનું હોવું જોઈએ,એ વધારવાનું નહિ.એક સમયે અમને કેટલાકે એવું કહ્યું હતું કે ‘આ અભણ બૈરાઓ એન્જીનરીંગની વાતોમાં કશું સમજે નહિ તો પછી એમા માથું શું કામ મારતા હશે?એવું ય કહેલું કે ‘આ નિમ્ન વર્ણની સ્ત્રીઓએ કહ્યું માનતા શીખવું જોઈએ.શાહુકારોના ઘર સામે ઘોંઘાટ અને ધમાલ કેમ કરે છે?’

“અમને બે બાબતોને કારણે વિશ્વસનિયતા મળી .”દેવુબહેન કહે છે.” એક તો અમારી સહકારી બચત વ્યવસ્થાને લીધે અને બીજી જળસંગ્રહ વ્યવસ્થાના નિર્દેશને લીધે,અમારી સહકારી બેન્કની બે શાખાઓના સાત હાજર બહેનો સભ્ય છે અને દર મહીને બે લાખ રૂપિયાની બચત આ લોકો કરે છે.૧૯૯૬ થી આજ સુધીમાં અમે સાતસો જળસંગ્રહ ટાંકીઓ બનાવી છે.’સરકાર અને તેની નર્મદા યોજના સિવાય કશો આરો-ઓવારો નથી પાણીની સમસ્યાનો એ ભ્રમણ અમે દૂર કરી શક્ય છીએ.એક તરફ સરકારની વિશાળકાય ઓવરહેડ ટાંકીઓ ખાલીખમ રહે છે અને ઘેરઘેર નાનકડા ટાંકા છલકાય છે.આ દેખીતો પુરાવો છે. થોડા વર્ષોથી ‘વાસ્મો’ આવ્યા પછી ઘણું બદલાયું છે. હવે શાહુકારો મને જોઇને ‘નમસ્તે’ કરે છે.આથી વધુ શું કહેવાનું હવે? જો કે હજી એમના મગજમાં જે રાઈ ભરી છે તે ગઈ નથી,એ જુદી વાત છે.!”

આમ તો જો કે પરિસ્થિતિ પણ બહુ બદલાઈ નથી.હવે શાહુકારો ઉદ્યોગો સાથે ભળી ગયા છે.ખાનગી સાહસો અને વૈશ્વિકરણનાં સ્થાપિત હિતોનો પંજો ફેલાતો જાય છે.મોટામસ ઔદ્યોગિક પ્લાન્ટોએ દરિયાકિનારાના તમ્મર-ચેરીયાને લગભગ ખતમ કરી દીધા છે આ તમ્મર-ચેરીયા ક્ષારીયતા વધતી રોકવામાં કુદરતી આવરણ હોય છે. એ આવરણ નષ્ટ થઈ રહ્યું છે. અમે વર્ષો સુધી મહેનત કરીને જળસંગ્રહ વ્યવસ્થાઓ બનાવી છે,સફળ પણ થયા છીએ પરંતુ હવે સેઝના ઉદ્યોગો ઉભા થતાં જાય છે અને પાણીપુરવઠા પર ફરીથી અછતનું જોખમ ઉભું થવા લાગ્યું છે.પાણીના વહેણના કુદરતી માર્ગો પર અવરોધો ઉભા થતાં જાય છે અને દરિયાના પાણીને રોકવાની કુદરતી વ્યવસ્થાઓ રૂંધાતી જાય છે એથી ફરીથી પાણી અને જમીન પર જોખમો આવી રહ્યાં છે.ઉદ્યોગોમાં કામ કરવા બીજા રાજ્યોમાંથી આવેલા શ્રમજીવીઓની પણ

સ્થાનિક લોકો પર અસર પડી રહી છે. ખાસ કરીને સ્ત્રીઓને પહેલાં ક્યારેય ન થયા હોય તેવા અનુભવો થઇ રહ્યા છે. ભાલની કુદરતી, સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓ  બદલાતી જાય છે અને ભાગ્યે જ થોડા લોકોને એ સમજાય તેમ છે.

“ અમે ઉદ્યોગોણે પત્રો લખીએ છીએ કે તમારી યોજનાઓ વિષે અમને માહિતી આપો. અમે એમની સાથે સંવાદ કરવા માંગીએ છીએ પણ અમને કશો જ પ્રતિભાવ મળતો નથી. પર્યાવરણ અને સમાજની સમસ્યાઓ, પડકારો વિષે અમને દાયકાઓ થયા કામ કરતા રહ્યા છીએ પણ હવે એ વધુને વધુ સંકુલ બનતા જાય છે.” દેવુબહેન કહે છે “ કઈક એવું લાગે છે કે વિકાસ એટલે નફો અને સત્તા, ગરીબો સિવાય સૌને એ બધું મળે. આટલું કાર્ય પછી પણ હજી કેટલું બધું કરવાનું બાકી છે!” દેવુબેન મને છે  કે પ્રગતિનો પ્રવાસ યુવાવર્ગે નક્કી કરવો જોઈએ. એમના સંતાનોએ શિક્ષણ, એન્જીનીયરીંગ અને વિકાસના ક્ષેત્રોની કારકિર્દી લીધી છે એમના એક પુત્રએ  શરૂઆતમાં ઉત્થાન સાથે કામ કર્યું અને હવે માહિતીમાં એમને મદદ કરે છે . “ અમારા વિસ્તારમાં આ ઉદ્યોગોઅને સેઝમાં મળતા કામોનો લાભ લઇ શકે તેવી તાલીમ તેમને આપતા તાલીમ સ્થાનો હોવા જોઈએ. આ ઉદ્યોગો અહીંના બધા માનવસંશાધનોનો અને મહિલામંડળો, બચતમંડળો.ધીરાણમંડળીઓ બનાવી, પાણી સમિતિઓ બનાવી. ઘણું બધું એ રીતે હાંસલ કર્યું. અમારી સાથે યુવા સંગઠનો છે, સાઈઠ કર્મશીલ જૂથો છે આ બધા સામાજિક અને કાયદાકીય અધિકારો માટે કામ કરે છે. અમે નવી પેઢીના પ્રશ્નો માટે પણ એક દાયકાથી કામ કર્યું છે. અમને વિશ્વાસ છે કે  અમે પરિવર્તન લાવવામાં મદદરૂપ બનીશું.”

માહિતી અત્યારે દરિયાકાંઠાના ગામો પર વધારે ધ્યાન આપી રહ્યું છે. આ ગામોના કુદરતી સંશાધનો સાથે  જળસંસાધનોના કામ વિષે એમ. ઓ. યુ. કર્યું છે. અમારે લોકોને અમારી જૂની સમસ્યાઓનાં આપી રહેલા નવા આયામો સાથે કામ લેતા શીખવાનું છે.” જૂની સમસ્યાઓ એટલે નર્મદા નહેરની પાઈપલાઇનની ગામો સુધી પાણી પહોચવાની  વ્યવસ્થા. અહીં પાસે જ પીપળીમાં પાણી માટે ફિલ્ટરેશન પ્લાન્ટ છે. ત્યાંથી પાણી આવે કાગળ પર એ નક્કી થયું છે પરંતુ એ માર્ગે આવેલા આવેલા હોટેલો – રેસ્ટોરાં ગમેતે કરીએ પાણી લઇ લે.  વાલ્વ ઓપેરટોને ધાકધમકી આપીને વાલ્વ બંધ કરવાનો સમય થઇ જાય છતાં બંધ ન કરવા દે.” દેવુબેન સમજાવે છે,  “આ હોટેલોના ધંધો પણ અહીના બીજા કામોની જે જ શાહુકાર કોમના હાથમાં છે દેવુબેન હમણાજ ગાંધીનગર જઈને આ વિષે રજૂઆત કરી આવ્યા. એમણે અધિકારીઓને કહ્યું કે ઓપરેટરો પર આવતા જોખમોથી એમને રક્ષણ મળવું જોઈએ. એમની અને વાલ્વોની સલામતી પર જોખમ છે. આ એમની તાજેતરની ચિંતાની બાબત છે.

દેવુબેનની ઓફિસનું બુલેટીન બોર્ડ, એ બોર્ડ જાણે કે માહિતીનાં સંઘર્ષો અને સિદ્ધિઓનું દ્રશ્ય દસ્તાવેજીકરણ છે.સુકા કુવા પર થતો સંઘર્ષ પાણીથી ભરેલી ટાંકીઓની ઉજવણી સહકારી બેન્કના કાઉન્ટર પર હસતા ચહેરે ઉભેલા વાહનો, નફીસા અને કેથી શ્રીધર દેવુબેનની હોસ્પીટલની પથારીની પાસે, રાષ્ટ્રીય કક્ષાના અખબારમાં માહિતીના દહેજ વિરોધી કાર્ય વિષેના અહેવાલનું કટિંગ, વિઝન અને સંઘર્ષો સાથે ગૂંથાયેલી જે જિંદગીઓ અને મિત્રતાઓ. બારીની બહાર વરસાદની એંધાણી આપતો પવન ફુંકાઈ રહ્યો છે. વરસાદના પાણીને ઝીલતા નેવા નાલીઓમાંથી વહેતા પાણીનો  ખળખળાટ સંભળાય છે. સુકીભઠ જમીનનો વિશાળ વિસ્તાર પાણીથી ભરાઈ ગયો છે અને સરોવરના ઝીલમીલ જળ જેવું સૌન્દર્ય વેરી રહ્યો છે.

નીતિન રીસવાડકર

“મને યાદ છે કે ઉત્થાન શરૂ કરવાનો વિચાર પેની સાથે અને પછી પદ્મા સાથે ચર્ચાઓ દરમ્યાન આવ્યો. એ વખતે બધા અસાગ સાથે હશે. આ વિચારો વ્યવહારમાં મુકાયો એ પછી તરતજ હું  અસાગ છોડીને નાઇજીરીયા ગયો. વર્ષો વીત્યા પછી આજે એ ચર્ચા આવા મોટા કાર્યરૂપ વિકસી તે જોઇને મને આનંદ થાય છે, ખૂબ સારું લાગે છે.”

“શરૂઆતમાં તો અમારો ધ્યેય એ જ  હતો કે ગામોમાં વસતા લોકોને વિકાસસંબધી માહિતી આપવી. અસાગમાં હું આર્કિટેક્ટ તરીકે કામ કરતો હતો. મારૂ કામ ગ્રામીણ ગૃહ યોજનાઓ, કાર્યક્રમો વિષે લોકોને કશી જાણ જ ન હતી. સરકારી વિભાગો આ માહિતી લોકો સુધી પંહોચે એ માટે કશું કરતા જ ન હતાં. બને પક્ષે કોમ્યુનીકેશનનો  અભાવ હતો. લોકોને કશી ખબર જ નહોતી.સાળ નજીક ભાવનગરમાં સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ હતું. પણ કોઈ એને વિષે જંતુ ન હતું. અમને વિચાર આવ્યો કે લોકો પોતાને જોઈતી માહિતી મેળવી શકે, તેનો ઉપયોગ કરી શકે તેવું કંઈક કરીએ તો? શરૂઆતમાં તો અમારો વિચાર એટલો જ હતો કે લોકોને જરૂરી માહિતી મળી રહે તેમ કંઈક કરવું. જેથી કરીને સ્થાનિક પ્રજાને પોતાના પ્રોજેક્ટો કરવાની પ્રેરણા મળે. અમ્મારે પ્રોજેક્ટો કરવા એવો કશો ખ્યાલ ન હતો. અમે પહેલો જે પ્રસ્તાવ તૈયાર કર્યો તે ધંધુકા તાલુકાના ધોલેરાની આસપાસના ગામો માટે હતાં. ઇન્દુબેન મિશ્રા ગ્રામસ્તરની ટીમની આગેવાની લેવા તૈયારી બતાવી. પેની, પદ્મા અને અસાગના અમારે કેટલાક સહકર્મીઓએ પ્રસ્તાવિત સંસ્થામાં જોડાવાની તૈયારી દર્શાવી. અમે બીજા ક્ષેત્રોમાં મિત્રોના ટ્રસ્ટી તરીકે જોડાઈ શકે તેવા વિચાર સાથે સંપર્ક કર્યો. એમાં એક ડોક્ટર હતા, એક અર્થશાસ્ત્રી હતાં. એક એન્જીનીયર હતાં અને એક વકીલ હતાં. એમનો અનુભવ અમને ઉત્થાન પ્લાનીંગ, એક્શન એન્ડ ડેવેલોપમેન્ટ ટીમમાં કામ લાગી શકે. ઉત્થાનની પહેલી ઓફીસ મારા ઘરના એક ઓરડામાં અમે બનાવી.”

“ એ પછી નાઈજીરિયામાં કામની ઓફર મને મળી. અને મેં ત્યાં જવાનું  નક્કી કર્યું. નફીસા એ વખતે અસાગમાં હતાં. એમને મેં ઉત્થાન સાથે જોડાવાનું કહ્યું. નફીસાએ પહેલા તો ના પાડી,  મારે ખૂબ સમજાવવું પડ્યું. અને જો મને સાચું યાદ હોય તો હું નાઇજીરીયા ગયો પછી નફીસા ઉત્થાન સાથે જોડાયા. હું ગયો તે પછી ઘણું બદલાયું, લોકો બદલાયા. દોઢ વર્ષ પછી હું પાછો આવ્યો ત્યારે વિચારના સ્તરે ઘણું બધું એનું એ  જ હતું પરંતુ પરિસ્થિતિ બદલાઈ હતી. મેં ટ્રસ્ટી તરીકે રાજીનામું આપ્યું. ઉત્થાન સાથેનો મારો સંપર્ક નહીવત રહ્યો. વર્ષો પહેલાં થયેલી એ ચર્ચાઓનું બીજ આજે ત્રીસ વર્ષથી સતત કામ કરતી રહેલી એક સંસ્થાવૃક્ષરૂપે વિકસ્યું છે તે જાણીને મને આનંદ થાય છે.”

કૌશિક પ્રતાપ રાવલ

દેશના ભાગલા પડ્યા ત્યારે કરાંચીથી સ્થળાંતર કરીને અમદાવાદ આવેલા સેંકડો નિરાશ્રીતોમાં ચત્રભૂજ અને કમલાબેન રાવલનું કુટુંબ પણ હતું. કરાંચીથી અમદાવાદ આવીને વસનારા આ  શિક્ષકદંપતીએ નવું જીવન શરૂ કર્યું. ગાંધીયુગનાં મૂલ્યોથી રંગાયેલા આ દંપતીએ તેમની સ્મૃતિઓ અને મૂલ્યોનો કંઈક એવો વારસો એમના પૌત્ર કૌશિકને  આપ્યો કે એ પણ એમાં રંગાઈ ગયો. ૧૯૮૪માં ઉત્થાન હજી નવું નવું શરૂ થયું હતું ત્યારથી કૌશિક રાવલ સંસ્થા સાથે જોડાયેલા છે.

કોલેજમાં અભ્યાસ કરવો અને મળે તો કશુંક પાર્ટટાઈમ કામ કરવું એવો ઈરાદો  રાખતા કૌશિકને તેમના પિતાજીએ કહ્યું કે ઉત્થાન નામની સંસ્થામાં વહીવટી કામ માટે માણસ જોઈએ છે. કૌશિક એમાં જોડાયા, ઓગણીસ વર્ષનાં મહેનતુ યુવાન કૌશિક દિવસે કોલેજ જાય, એક કરવેરાના વકીલને ત્યાં કામ કરે અને ઉત્થાનમાં પણ કામ કરે. આ રીતે  ત્રણ વર્ષ ચાલ્યું. ૧૯૮૭ માં ગુજરાતના અનાવૃષ્ટિની આપત્તિ આવી. ઉત્થાને સદવિચાર પરિવારની સાથે મળીને પશુઓને બચાવવાનું કામ આરંભ્યું. ગામેગામ પશુકેમ્પો બન્યાં. આ બધાને ઘાસચારો સમયસર પૂરો પડવાનું કામ મહત્વનું હતું. આ કામ કૌશીકેને સોંપવામાં આવ્યું. ગરીબી અને સ્થળાંતરનો એનો એ પહેલો અનુભવ હતો. શહેરનું જીવન, ટેક્સ સલાહકારને ત્યાં નોકરી અને ગામડાઓમાં રખડવાના અનુભવો વાછેનો તીવ્ર તફાવત કૌશિકને પહેલીવાર જોવા મળ્યો. “ અત્યાર સુધી અમારા ઘરમાં સલામત નોકરી અને કામનું મહત્વ હતું. મારા પિતાજી ઇસરોમાં હતા, દાદા – દાદી શિક્ષકો હતાં. સામાજિક પ્રશ્નો વિષે અમે સભાન તો હોય પણ આ તો નગ્ન વાસ્તવિકતા મેં જોઈ. મને સમજાયું કે મારું જીવન તો કેટલું બધું સુરક્ષિત છે! ઉત્થાન જેને માટે કામ કરતું હતું તે જરૂરિયાતો  કેટલી બધી મુશ્કેલ છે. મને હવે ટેક્સ સલાહકાર બનવાનું સાવ અર્થહીન લાગ્યું. મારા વડીલો આ સમજ્યા હતાં. મેં ઉત્થાન સાથે પુરા સમય માટે જોડાવાનું અને ક્ષેત્રિય કાર્ય કરવાનું પસંદ કરી લીધું.” અનાવૃષ્ટિ રાહત કાર્યમાંથી પાછા આવીને કૌશિક ભાલમાં જવાનું થયું. મીઠી વીરડીના પ્રયોગોમાં જોડાવાનું થયું. ભાલમાં જળ સંશાધનના સંચાલન અને અમારા કામને સ્થાનિક પરોબળો સાથે જોડાવાનું શીખવા મળ્યું. ક્ષારિયતા અને ભૂસ્તર જળ શાસ્ત્રીય બાબત કે જ્ઞાતિ, જેન્ડર અને સમુદાયના ભેદભાવો – આ બધા જ પરિબળો હતાં. સ્ત્રીઓને સક્રિય કરવી અને નવી ટેક્નોલોજીઓના પ્રયોગો અહીં જ હું શીખ્યો કે આશા કદી ન છોડવી. એ લોકો કામ કરવાની ઈચ્છા રાખતા હશે અને પ્રાચીન અને અર્વાચીન જ્ઞાનનું સંયોજન થશે તો ઉકેલો મળશે જ જેમ કે ચેકડેમ અને પ્લાસ્ટિક પાથરેલા તળાવો. આ પાક મને હમેશા કામ લાગે છે.’ વહીવટી અને અંકુશ વ્યવસ્થાઓ સાથે કામ કરવાનો અનુભવ પણ ખૂબ ઉપયોગી બન્યાં. જીલ્લા કલેકટરની ઓફીસેથી ગાંધીનગર વચ્ચે આંટાફેરા કરવા જ પડે. નીતિઓ ઘડાય છે એ જ નીતિઓમાં છીડાં પણ શોધી કઢાય છે. “ એ વખતે બધા વાતો કરતા કે પાણીની અછતના ઉપાયો એટલે પાઈપલાઈનો નાખવી અને નર્મદાના પાણી પહોંચાડવા”. કૌશિક વાત કરતા કહે છે “ ચેકડેમો અને પ્લાસ્ટિક પાથરેલા તળાવો તરફ કોઇ ધ્યાન જ ન આપતું. કેટલા વર્ષો લાગ્યા આ રીતોનો સ્વીકાર કરાવતા અને પરિવર્તનો લાવતા.

૧૯૮૯ સુધીમાં માહિતીના મોટા ભાગના આગેવાનો છોડી ગયા હતાં. “ હવે બધું કામ દેવુબેન, નફીસાબેન અને મારે કરવાનું હતું. એમાં ઘણા પ્રશ્નો થતા હતાં. માહિતી પોતાનું કામ કરી શકે તેટલું સ્થિર થયું પછી ઉત્થાને બીજી શક્યતાઓ જોવાનું શરૂ કર્યું. સ્થાનિક જરૂરીયાતોને સમજવી એ અમારી પહેલી મહત્વની વાત હતી પણ એટલું તો અમે સમજતા હતાં કે ઉત્થાને નવી પરિસ્થિતિઓને ઝડપથી પ્રતિભાવ આપવો પડશે. અમારી પાસે અનુભવ ન હતો ‘કાં તો ડૂબીએ કા તો તરીએ’ એવી હાલત હતી. એ વખતે મારો એકાઉન્ટ અને કાયદાના કામનો અનુભવ ઉપયોગી બન્યો. જેમકે આજીવિકા પ્રવૃતિઓ અને માર્કેટિંગન પ્રશ્નો અથવા સરકારની જમીન ભાડાપેટે લેવા વિષે ઝીંગા માછલીના વેચાણના નફા નુકસાન વિષે પણ મારે એ જ્ઞાનનો ઉપયોગ કરવો પડ્યો છે! અમારે પસંદગીઓ કરવાની હતી. માહિતી સ્વનિર્ભર બન્યું એ પછી અમારે  ભાલમાં રહેવું કે ન રહેવું ? અથવા ભાલમાં મળેલા અનુભવોનો આધાર લઈને બીજા એવા જ પાછળ રહી ગયેલા વિસ્તારોમાં કામ કરવું? જેમ કે પંચમહાલનાં આદિવાસી વિસ્તારોમાં બિહેવિયરલ સાયન્સ  સેન્ટરનાં ફાધર ફ્રાન્કોએ અમને દરિયાકાંઠાના વિસ્તારોની જરૂરિયાતો સમજીને ત્યાં જ કામ કરવાનું સુચન કરેલું. ૧૯૯૬ માં દરિયાકાંઠાના વિસ્તારોની વિકાસસંબધી જરૂરિયાતો વિષે એક સર્વેક્ષણ મારા નેતૃત્વ હેઠળ કરાયું હતું. આ મારે માટે ખૂબ પ્રેરણાદાયી અનુભવ બન્યો. આ અનુભવથી ઉત્થાન માહિતી અને બીજી સંસ્થાઓ સાથે સહભાગી તરીકે નવી ભૂમિકામાં ગયું.

માહિતીને સ્વનિર્ભર અને વિશ્વાસ પૂર્ણ બનતું જોવામાં કૌશિકને સંતોષનો અનુભવ થયો. આ બન્યું ૧૯૮૭ ના  પશુકેમ્પના અનુભવ પછી દસ વર્ષે “ માહિતી ઉત્થાનની વિકાસની વિભાવનાનું આદર્શ દ્રષ્ટાંત ગણાય કે નહિ? એ પ્રશ્નના ઉત્તરમાં કૌશિક કહે છે, “ આદર્શ તરીકે કહીએ તો હા, પરંતુ સંસ્થાન રચના માટે એક જ આદર્શ નમુનો હોય તે સહેલું નથી. સ્થાપિત હિતો પણ હોય છે. શોષિતો  પણ બીજાઓનું શોષણ કરી શકે. રાજકારણ વચ્ચે આવે, મુલ્યો ઉત્થાન માટે યોગ્ય હોય પરંતુ જુદી રીતનું કામ કરતા લોકો માટે આ મુલ્યો સુસંગત ન હોય તેવું બને. બીજે ઠેકાણે લોકો બાંધછોડ કરવા ભ્રષ્ટાચાર કરવા તૈયાર હોય. વળી હવે સમુદાય અને જ્ઞાતિના સંઘર્ષ તીવ્રતર બનતા જાય    છે. વિકાસની નવી રીતો ખેતીઓ અને ગરીબોના ભોગે અપનાવવામાં આવે છે. એમના સુધી પહોંચવાનું વધુ ને  વધુ મુશ્કેલ બનતું જાય છે.”

“ વકીલની  ધીકતી ઓફીસ છોડીને ઉત્થાનમાં ધૂળમાં રગદોળાવા માટે જવાનો નિર્ણય પોતે લીધો એનો વસવસો  થાય છે?” આ પ્રશ્નના જવાબમાં કૌશિક કહે છે કે “મારે માટે એ યોગ્ય પગલું હતું અમે માહિતીમાં કામ કરતા હતાં તે દરમ્યાન હું મારી પત્ની નીરૂને મળેલો, અમારા લગ્ન આંતરજ્ઞાતીય લગ્ન છે. લોકો માનતા હતાં કે અમે સામાજિક સુધારાનું ઉદાહરણ બનવા માટે લગ્ન કર્યા છે એવું હોય પણ ખરૂં, કદાચ. પરંતુ અમારે માટે સૌથી સહિયારી બાબત માહિતીમાં કામ કર્યાના એ વર્ષો છે. એને લીધે નીરૂ સમજે છે કે હું શું કરૂ છુ. એનો મને પૂરો સહકાર મળ્યો છે. અમે જવાબદારીઓ સાથે મળીને વહન કરીએ છીએ. જોકે મારી દીકરીને થાય છે કે પપ્પા ઘરે વધારે હોય તો કેટલું સારુ? બીજી સંતોષની  બાબત એ છે કે અમે ઉત્થાનમાં એક ટીમ તરીકે સહિયારું કામ કરીએ છીએ. અમારા દરિયાકાંઠાના વિસ્તારોના સર્વેક્ષણ દરમ્યાન આમારી સાથે રહેલા કેટલાક યુવાન મિત્રો ઉત્થાનની સાથે જ વિકસ્યા છે. લક્ષ્મણ, પ્રવિણ, ભરત, આશિષ, રિતેશ,સંગિતા અને જયા હજી પણ અમારી સાથે જ છે. અમારી નીસ્બતો પણ હજી એની એજ છે – કેટલું બધું કરવાનું છે,શું કરવું એ કઈ રીતે નક્કી કરવું? આ જ અમારે માટે પડકાર છે. અમારૂં ફોકસ  શોધવું,સહભાગિતા શોધવી, બધું સાથે આણી લાવે તેવી કડીઓ શોધવી અને પરિસ્થિતીને ખરેખર બદલવી. મીઠીવીરડીમાં સાથે મળીને કર્યું હતું તેમ, આશાનો સંચાર કરવો.”

નીલિમા ખેતાન

નીલિમા ખેતાન ભારતના નાગરિક સમાજ પરના ત્રણ મહત્વના પ્રભાવોનું પ્રતિનિધિત્વ કરે છે. નીલિમાએ આણંદની ઇન્સ્ટીટયુટ ઓફ રૂરલ મેનેજમેન્ટમાંથી સ્નાતક થયા પછી પ્રદાન સંસ્થા સાથે કામ કરવાનું શરૂ કર્યું એમને રંગપુર છોટાઉદેપુરના આનંદનિકેતન આશ્રમમાં મોકલવામાં આવ્યા. ૧૯૮૫ માં એમને ઉદયપુરની સંસ્થા સેવામંદિરમાં કામ કરવાનું શરૂ કર્યું. રાજસ્થાનમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ડો. મોહનસિંહ મહેતાએ ૧૯૬૦મા આ સંસ્થા શરૂ કરેલી. ડૉ મહેતા ખ્યાતનામ કેળવણીકાર હતાં. સમય જતા સંસ્થાએ સ્થાનિક શાસનતંત્ર અને ગરીબો માટે વૈકલ્પિક સંસ્થાનીય ટેકો પૂરો પાડવાનું કામ શરૂ કર્યું. અત્યારે નીલિમા સેવામંદિરના ચીફ એક્ઝ્યુક્યુટીવ  છે. ઉત્થાન સાથેનું એમનું જોડાણ ૧૯૮૪મા શરૂ થયું. “એ વર્ષે હું પદ્મા ચૌગુલેને પહેલીવાર મળી. પ્રદાન તેમના કર્મશીલોને બીજા સ્વૈચ્છિક સંસ્થાનોમાં કામ કરવા મોકલતી એ રીતે હું આનંદનિકેતન આશ્રમમાં ગયેલી. વિજય અને તેમના સહકર્મી વસીમભાઈ મદુરાઈમાં પ્રદાનની પહેલી સ્ટાફ રીટ્રીટમાં એ માટે અવકાશ હતો. પછીથી એ દર વર્ષે યોજાતો કાર્યક્રમ બની ગયો. પદ્માએ ત્યાં અમને જણાવ્યું કે ઉત્થાન અને માહિતીનું ભાલમાં કરેલું કામ છોટા ઉદેપુરથી ખાસ જુદી રીતનું ન હું. પદ્માએ મને ભાલની મુલાકાતે આવવા કહ્યું. આશ્રમમાં પાછી આવી એ પછી થોડા જ સમય પછી હું ત્યાં ગઈ. પદ્મા સાથે રહી નફીસા અને પેનીને મળી. થોડા સમય પછી એમને મને ઉત્થાનમાં બોર્ડમાં જોડવા આમંત્રણ આપ્યું ૧૯૮૫માં હું ઉદેપુરના સેવામંદિરમાં  આવી એ વખતે હું ઉત્થાનની ખૂબ નજીક આવી. સંઘર્ષ અને શોધના આ બધા જ વર્ષો દરમ્યાન મારૂ ઉત્થાન સાથેનું જોડાણ ટકી રહ્યું છે.

નીલિમા મને છે કે આ શોધ ઝડપથી બદલાઈ રહેલા વાતાવરણમાં સુસંગતતા શોધવા માટે છે “આપના કુદરતી અને સામાજિક પર્યાવરણો બદલાઈ રહ્યા છે તે જ રીતે રાજકીય સંદર્ભો પણ બદલાઈ રહ્યા છે. ૮૦ ના દાયકામાં જયારે અમે બધાએ કામ શરૂ કરેલું ત્યારે સમાજવાદી સમાજનો આદર્શવાદી આધાર દિશાઓ અને પસંદગીઓ ચીંધતો હતો અને એ બધું પ્રમાણમાં સરળ હતું. આજે એવું શક્ય નથી રહ્યું. આમ છતાય ઉત્થાને એ સમયે જે પસંદગીઓ કરેલી એની સુસંગતતા હજી તાકી રહી છે. આજે ઉત્થાને એ નક્કી કરવાનું છે કે એ સમૃધ્ધ અનુભવ લઈને કઈ તરફ જવું. શરૂઆતના એ વર્ષોમાં મેં જોયું હતું કે ઉત્થાનની માન્યતાઓ અને કાર્યના બે મુખ્ય દોર છે. એમાનો એક એ છે કે સાચા અર્થમાં પરીવર્તન લાવવા માટે જ્ઞાન અને માહિતીની ભૂમિકા વિષે સમજ. અને બીજો તે સ્થાનીક સંસ્થાનોને વિકસાવવા અને તેમની સ્વનિર્ભરતાનો  જ આધાર લેવો કે જેથી કરીને લાંબા ગાળે એમણે બહારથી મળતા ટેકા પર નિર્ભર ન રહેવું પડે, ઉત્થાન સહીત કોઈના પણ ટેકા પર” એ સમયે ક્ષેત્રિય સ્તરના કોમ્યુનીકેશનનો ‘ આઈ એફસી’ સિન્ડ્રોમ વધતો જતો હતો. મોટા ભાગના લોકો માટે આ શબ્દનો અર્થ થતો હતો. માહિતીના વિતરણ અને જાગૃતિ સર્જન માટેની સામગ્રી તૈયાર કરવી. “પણ અહીં થોડું જુદું મેં જોયું. ઉત્થાન દ્વારા તૈયાર થતા દસ્તાવેજીકરણની ગુણવત્તા વિશિષ્ઠ હતી. એમાં યોજનાઓ કે કાર્યક્રમોની માહિતી આપીને અટકી જવાને બદલે શું સફળ થાય છે, શું સફળ નથી થતું અને આ બંનેના કારણો વિષે પણ વાતો થતી હતી. જાહેરમાં આ બધી વાતો જણાવવી તેમાં હિંમતભરી પ્રમાણિકતા હતી. ભૂલોની, નિષ્ફળતાઓની અને ઉઠતા પ્રશ્નો – સમસ્યાઓની ચર્ચા હતી અને સીદ્ધીઓની પણ નવી – નવી શરૂ થયેલી કોઈ સંસ્થા આ રીતે કરે તેમાં તેમનો આત્મવિશ્વાસ જણાઈ આવતો હતો. આવો આત્મવિશ્વાસ ઉત્થાનના સ્થાનિક ક્ષમતાઓને સ્વનિર્ભરતા માટે તૈયાર કરવાના કાર્યની શક્તિ બન્યો છે.”

આગેવાનોની ઓળખ કરવી અને તેમની આસપાસ સંસ્થાનો રચવા એ પ્રક્રિયા સ્થાનિક પરિસ્થિતિઓ અને તકો વિશેની જાણકારીના આધાર પર થઇ હતી. “ ‘માહિતી’ અને ‘ઉત્થાન’ એ બે નામો જ આ ટીમને જે રીતની ઓળખ જોઈતી હતી તેને બંધબેસતાં છે. પાણી વિશેનું કામ  ઉત્થાનની વિશીષ્ટતા ન હતી. બલ્કે ભાલની સૌથી વધુ તાકીદની વાસ્તવિકતા હતી. પીવાના પાણીનો પ્રશ્ન અતીકાપ્રો હતો. આમ છતાં એ ઓળખ  વિકસી અને પાણી દ્વારા લોકો અને સેવાઓના અવકાશ મળ્યો. પાણીના ક્ષેત્રનાં ટેકનીકલ અને સામાજિક બંને પરિણામો પોતે જ એટલા વિશાળ છે કે ઉત્થાને વીશીષ્ટ ક્ષેત્રિય બનવું જ પડ્યું. અને આમ કરવાથી તેની જાહેર છબી અને કદાચ એમને પોતાના વિશેની અનુભૂતી પણ સ્ત્રીઓએ સાથે મળીને જે શક્ય બનાવ્યા હતાં તે તળાવો અને ટાંકીઓ પરત્વેજ કેન્દ્રિત થઇ ગઈ.

નીલિમા યાદ કરે છે કે ઉત્થાન ટીમ સાથેની તેની શરૂઆતની આંતરક્રિયાઓમાં આજીવિકાઓ કેન્દ્રિત નીસ્બતનો પ્રશ્ન હતો. “જ્ઞાતિવાદ, પીતૃસત્તાત્મક સમાજની પકડ અને પાણીની અછત ધરવતા એ વિસ્તારમાં આવક સર્જનની સમસ્યામાં આ પરિબળોના સામાજિક અને રાજકીય પડકારોમાં ઘણો ભાગ ધરાવતા હતાં. અને તેમાં ય આવા મહત્વના સંશાધનો પર અમુક પ્રમાણમાં અંકુશ ધરાવવા જેવી સામર્થ્યપ્રાપ્તિ કરાવવામાં સ્ત્રીઓને સક્ષમ બનાવવી તે તો હજી મોટો પડકાર હતો. જેન્ડર અને માનવ અધિકાર સામેના પડકારો પાણી કરતા વધુ તાકીદના હતાં. એ અર્થમાં કહીએ તો માહિતી અને ઉત્થાન બંને વિકાસના પાયાના મુદ્દાઓમાં કામ કરતા હતાં. જ્ઞાન અને સામર્થ્યપ્રાપ્તિ બનેમાં આ બંને દોરમાં પાણીનો મુદ્દો સૌથી અગ્રણી હતો. પાણીનો મુદ્દો સૌથી અગ્રણી હતો. પાણીનો પ્રશ્ન આગેવાનો અને સંસ્થાનોને રચવા માટેનું ચાલક બળ હતું. બીજા પ્રશ્નો પણ હતાં પરંતુ એ પ્રશ્નોને આ જ પ્રકારનું ધ્યાન મળી શક્યું નહિ અને મળી શકત પણ નહિ. ઉત્થાન શરૂ થયું ત્યારે ઉદ્દેશ એ હતો કે આગેવાનો અને સંસ્થાનો જ નક્કી કરે કે ક્યાં મુદ્દા વિષે કામ કરવું. અને એમને માટે પાણી સૌથી મહત્વનો મુદ્દો હતો, હજીય છે. સ્વાભવિક રીતે જ ઉત્થાન એક નિશ્ચિત ક્ષેત્રમા કામ કરતી સંસ્થા તરીકે વિકસી, માત્ર લોકોની નજરે જ નહિ પણ હકીકતે  બીજા પરિણામો મંજુર અને અધિકારોના મુદ્દા પાણીની પ્રાપ્યતાના મુદ્દાની આસપાસ વણાઈ ગયા છે. નિશ્ચિત ક્ષેત્રમાં વિશિષ્ઠ કામ કરવાના અનુભવ અને નામનો લાભ જોતાં ઉત્થાને હવે તેની સૌથી મહત્વની ક્ષમતાના પ્રશ્નને નવેસરથી જોવાની જરૂર રહે છે.

ભારતના સમાજના હાંસિયામાં રહેલા સમુદાયોને સામર્થ્યપ્રાપ્તિ કરાવવી એ જ  જો સંસ્થાની કાર્યક્ષામતા માટે સૌથી વધુ અગત્યની બાબત હોય તો આગેવાનો અને તેમના સંસ્થાનોને ઘડવા, રચવાનું કાર્ય અને તેમાં રહેલો પડકાર આ બે દાયકામાં કઈ રીતે વિકસ્યો? નીલિમા ૧૯૮૦ ના દાયકાના વર્ષોને યાદ કરે છે એ વર્ષોમાં ભારતના નાગરિક  સમાજમાં ઘણી ઉથલપાથલો, મંથનો થયા હતાં. આઝાદીના પહેલાં ત્રણ દાયકાની સ્થિરતા હાલવા માંડી હતી. “એ વર્ષોમાં દેશના સંવિધાનમાં જણાવવામાં આવેલા સમાજવાદ અને ધર્મનિરર્પેક્ષતાના સિદ્ધાંતોમાં અને જેના આધારે જ સંવિધાન ઘડાયું હતું એમાં આપણને સૌને વિશ્વાસ હોય. પ્રશ્ન એ વાતનો હતો કે આવા માળખામાં વ્યાખ્યાયિત, અહી કે તેના પાયારૂપ ન્યાય આપવાની ક્ષમતા આપણી પાસે છે ખરી?” એ પછીના વર્ષોમાં તો એ સિદ્ધાંતો પર આવતા પણ કરાયા. “ સંસ્થાઓનું કામ પહેલાં ક્યારેક નહોતું એવું સંકુલ બની ગયું છે.નીતિઓ બદલાતી જાય છે અને વિકેન્દ્રીકરણ  તરફી વલણ વધતું જાય છે. નિર્ણય લેવાના અધિકાર કે સંશોધન અધિકારો લોકોને આપવામાં આવ્યા છે. હકીકત જો કે બહુ અનુકુળ ઉદાહરણો નથી આપતી તેમ છતાં કહેવા પુરતું તો અધિકારો અપાયા છે જ. પંચાયતી રાજ, સ્ત્રીઓને અનામત, પર્યાવરણ વિષે ઝુંબેશો આ બધું આ નવા વાતાવરણનો ભાગ છે. એ આપણે  આ તકોનો લાભ લેવો હોય તો આગેવાનો અને સંસ્થાનોએ ન્યાય અને લોકશાહી કાર્ય રીતિના પાયાના સિદ્ધાંતો ફરીથી શોધવા અને તેનું પુન:સ્થાપન કરવું એ વિષે આત્મવિશ્વાસ કેળવવો પડે. ભૂતકાળની વિચારધારાઓ,આદર્શો નિષ્ફળ ગયેલા દેખાઈ આવ્યા છે એટલે હવે એનું રટણ કરતા રહેવાનો કશો અર્થ બની રહે તે રીતે ફરી વિચારવા અને સમજવા જોઈએ? હવે ‘ગરીબ’ ‘સમુદાય’ કે ‘હિંસા’ સુદ્ધાં શબ્દોની સાવ સરળ સમજ કામની નથી રહી. સમાજના એકેએક સ્તરમાં ભષ્ટાચાર ઊંડો ઉતરી ચુક્યો છે. હવે આ સાદો ઉચ્ચવર્ગ પુરતો સીમિત નથી રહ્યો. ભષ્ટાચારમાં લગભગ બધાજ જોડાયેલા છે. આપણે અત્યારે જે દિશાઓ તપાસવાની છે તેમાં ભૂતકાળમાંથી ઉછીના લીધેલા ‘સુવાકયો’ જરા પણ બંધબેસતા થવાના નથી, એટલુ જ ક્યારેક તો એ વિરોધાભાસી પણ લાગશે. ઉત્થાનને માટે પણ નક્કર ભૂમિ પર કામ  કરીને મેળવેલા અનુભવ જ મહત્વનો રહેશે ,ભૂતકાળમાંથી ઉઠાવેલા સંભાષણો નહિ.”

ઉત્થાનની નેતૃત્વ ઘડવાની પ્રતિબદ્ધતા માટે આનો સુચિતાર્થ શું? નીલિમાની માન્યતા અનુસાર અભિગમ હવે જ્ઞાન અને તાલીમની સેવાઓથી આગળ જવો જોઈશે. “આ સેવાઓ પહેલાં ક્યારેય પણ હતી એટલા પ્રમાણમાં આ બદલાયેલા વાતાવરણમાં સાથે મળીને કામ કરવા માટે પુરકરુપે જોઈશે. ‘ માહિતી’ ની રચના એકસાથે  ખભેખભા  મિલાવીને રહેવાથી જ થઇ શકી. મારે માટે આ જોડાયેલા રહેવાનો ગુણ જ ઉત્થાન સામેનો સૌથી મોટો પડકાર છે અને મોટી તક પણ.”

ગગન સેઠી

ગગન સેઠીના માતાપિતા દેશના વિભાજન પછી થોડાજ સમય પછી ગુજરાતમાં આવ્યા અને ત્યારથી ગુજરાત જ ગગન માટે કર્મભૂમિ બની રહ્યું છે. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ નોન ફોર્મલ એજ્યુકેશન સોસાયટીના એક ભાગ સ્વરૂપે ૧૯૭૭ માં સ્થપાયેલા બેહેવીયરલ સાયન્સ સેન્ટર (બીએસસી) માં અભ્યાસ દરમ્યાન ગગનને ભારતના  સમાજના પડકારો વિષે જાણકારી મળી. વિખ્યાત અધ્યાપક ફાધર જે. એમ. હેરડેરો  દ્વારા સ્થપાયેલ આ સંસ્થાએ ગુજરાતમાં બનાસકાંઠા વિસ્તારમાં કામ શરૂ કર્યું. આ વિસ્તાર આદિવાસી વસ્તીની બહુલતા ધરાવે છે. ત્યાં દલિત લોકોની સામુહિક હત્યાનો બહુચર્ચિત બનાવ બન્યો. એ બનાવે ગગનને  માનવ અધિકારો વિષે નિસ્બત તરફ પ્રેર્યો. થોડા વર્ષો પછી એમને અમદાવાદમાં સેન્ટર ફોર  સોશિયલ જસ્ટીસ (સામાજિક ન્યાય કેન્દ્ર ), જનવિકાસ અને ઉડાન જેવી સંસ્થાઓ શરૂ કરી એની સાથે સાથે જ ગુજરાતમાં અને બીજા રાજ્યોમાં પણ અધિકાર આધારિત પ્રશ્નો માટે કામ કરતા વિવિધ સંસ્થાનોને સમર્થન આપવાનું પણ કર્યું. આવી સંસ્થાઓમાં નવસર્જન ટ્રસ્ટ અને દલિત શક્તિ કેન્દ્રનો સમાવેશ થાય છે. ૨૦૦૨ના રમખાણો પછી ગગન સેઠીએ રમખાણોના અને નકારને ન્યાય આપવાના સહિયારા પ્રયત્નોના આયોજનમાં સાથ આપ્યો. શિક્ષણ પરત્વેની એમની પ્રતિબદ્ધતા વિવિધ રીતે વ્યકત થતી રહી છે. કચ્છમાં મુસ્લિમ સમુદાયના વસવાટોમાં  અનઔપચારિક  શિક્ષણ આપતી શાળાઓનું નેટવર્ક ઊભું કર્યું છે. આ જીલ્લામાં જનવિકાસે લોકોના આગેવાનોને સમજાવીને બધીજ કોમોના છોકરાઓ અને છોકરીઓને ભણવા મોકલવામાં મદદ કરી છે. શિક્ષણનો આ એક પાયાનો  પ્રયોગ છે. ગગન સેઠી સંસ્થાકીય વિકાસના તાલીમકાર તરીકે દેશભરમાં પ્રતિષ્ઠા  પામ્યા છે. તેમણે ભારતીય ઉપખંડમાં અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ અને સત્તાતંત્રોને  ભેદભાવના પ્રશ્નો, કુદરતી સંશાધાનના પ્રશ્નો. સ્ત્રીઓના અને યુવાનોના અધિકારોના પરસ્પર રોકાણોની સંકુલતા માટે કામ કરવાના પ્રયત્નોને સમર્થન આપ્યું છે. આ બધાજ પ્રશ્નો વિષે હવે હાંસિયામાં રહી ગયેલા કે રાખી દેવાયેલા સમુદાયો માટે રાજકીય અને કાનૂની વ્યવસ્થાઓને સંબોધવાની જરૂરિયાત સતત વધતી જાય છે. ગગન સેઠીની કારકિર્દીના આ બધા પરિણામો ઉત્થાનના પ્રયત્નોના આ બધા વર્ષો દરમ્યાન ઉત્થાનની સાથે સમાંતરે રહ્યા છે. “ સ્વાતંત્ર્ય સંગ્રામના આદર્શોથી પ્રેરાઈને અમારા જેવા યુવાનો વિકાસના ક્ષેત્રમાં કામ કરવા પ્રેરાયા અને સક્રિય બન્યા. ત્યારથી લઈને આજ સુધી નાગરિક સમાજને નડતા અને તેને બદલતા ઘણા બધા મુદ્દાઓ હું ઉત્થાનના અનુભવમાં પ્રતિબંધિત થતા જોઉં છું. જેમ કે ભાલની વાત કરીએ, ઉત્થાને ત્યાંથી શરૂઆત કરી. માહિતી એક સ્વૈચ્છિક સંસ્થા બની અને એને લઈને દેવુબહેન આગેવાન બન્યા. હું મને પૂછું છું, ઉત્થાન સાથે સહિયારા પ્રયત્નો વર્ષો સુધી કર્યા પછી એમાંથી એક આગવી સ્વૈચ્છિક બનવાની પ્રક્રિયામાંથી શું લાભ થયો? એમના અને માહિતીના પ્રશ્નો આજે ખૂબ જ સુસંગત છે. ઉત્થાન અને માહિતી વચ્ચેનો  અંદરના લોકો અને બહારના લોકોના સંબંધ રાખવાનો એ પ્રયોગો ખૂબ કાળજી સમજવાની જરૂર છે.સ્થાનિક વિસ્તારો અને સમુદાયોમાં મૂળિયાં ધરાવતા માળખા અને સંસ્થાનો હોવા જોઈએ એ હકીકત હવે સર્વત્ર સ્વીકારવામાં આવી છે. અને સ્થાનિક લોકોને બહારની દુનિયા સાથે જોડી આપે તેવા (ટેકો આપતા) નેટવર્કની પણ જરૂરિયાત છે તે ય સ્વીકાર્યું છે. સંસ્થાને ઉદ્દીપન પૂરું પડવું તેમણે આત્મનિર્ભરતા માટે ઘડવા અને સમર્થ બનાવવા, સંસ્થાને ટેકો આપવાનું ઓછું કરતા જઈને ટેકો આપવાનું પૂરેપૂરૂ બંધ કરી દેવું. સંસ્થાઓ વચ્ચેના આ બદલાતા સંબધોને સ્વરૂપને નાગરિક સમજે સમજવા જોઈશે અને તેને સાચવતા શીખવું જોઈશે. કારણકે પહેલી નજરે ત્યાં બંને પક્ષની સંસ્થાઓની ભૂમિકાઓ અને જવાબદારીઓ ,સમર્થન આપવાની અન આત્મનિર્ભર બનવાની પરસ્પર વિરોધી, સંઘર્ષપૂર્ણ જણાય. તેમ છતાં તે આવશ્યક છે. આટલા વર્ષો દરમ્યાન ઉત્થાન અને માહિતી  આથી ય વધારે વિભાજીત કરી દેતા સંઘર્ષો, સ્ત્રીઓ પર અને લઘુમતીઓ પર અત્યાચારના સંઘર્ષો સહીત અનેક સંઘર્ષો જોયા છે. આજે ઉત્થાન સંઘર્ષમાં ઉકેલની ક્ષમતાને પોતાના ભવિષ્યના કાર્ય માટે પાયારૂપે  જુએ છે. પીડિતોને તેમના અધિકારો મેળવવામાં મદદ કરવાની લડત લડવી, એટલે સંઘર્ષના કારણો અને ઉકેલના શક્ય માર્ગો વિશેની આંતરિક અને બાહ્ય અનુભૂતિઓને સમજવી અને તેની સાથે કામ પડવું. સંસ્થાનોએ સંઘર્ષ થવાની શક્યતા આગોતરી વિચારવી જોઈએ અને તેને માટે તૈયાર રહેવું જોઈએ. જો આજે ઉત્થાન સંઘર્ષ અને શાંતિના મુદ્દાઓને તેની ભવિષ્યની વ્યૂહરચનાઓના પાયારૂપે જોતું હોય તો સંસ્થાએ દરેક સ્તરે એવી સમજ ઊભી કરવી પડે કે કાર્યક્રમ અને વ્યૂહરચના બે જુદી જુદી બાબતો છે. આ તફાવત ઘણાને સમજતો નથી. આમ છતાં જો વ્યુહાત્મક રીતે કામ કરવું હોય  તો પરિસ્થિતિનું વિશ્લેષણ કરવાની અને પરિવર્તનના વિકલ્પો ક્યા કયા છે તે સમજવાની અને એમાંથી પોતાની અગ્રીમતાઓ નક્કી કરવાની ક્ષમતા હોવી જરૂરી છે અને તે પણ ટીમમાં હોય તે બધાને તેમાં સાંકળીને આ કરવું પડે’” આનો અર્થ એવો પણ થઇ શકે કે આગળ પણ જોતાં રહેવું અને ભૂતકાળની સુસંગતતાને સમજવા પુરતું પાછળ પણ નજર નાખતા રહેવું. “ ઉત્થાનની આસપાસ પરિવર્તનની  જે ગતી અને દબાણો રહ્યા છે તેને લઈને તેને પ્રમાણમાં ઝડપથી પુખ્ત બનવું પડ્યું. હાલના સંજોગોમાં ભૂતકાળનું શું શું જાળવી રાખવા જેવું છે અને શું શું હવે ફેંકી દેવું જોઈએ? એ વિચારવું જોઈએ. એમ આઈ એસ સીસ્ટમ જેવી સીધી માહિતી આપનારી વ્યવસ્થાનો ઉપયોગ કરીને ક્ષેત્રિય કાર્યના સક્ષમ દેતામાંથી સંચાલન અને કામના દરેક સ્તરે શું શું પસંદગીઓ કરવી જરૂરી છે તે વિષેના ચાવીરૂપ પ્રશ્નો બનાવવા જોઈએ. આ પ્રશ્નો વિકેન્દ્રીકરણ વિષયક હોઈ શકે અથવા નવી ક્ષમતાઓ અને કામ કરવાની નવી રીતો ધરાવતા નવા પ્રકારના આગેવાનો વિષે હોએ શકે, એક અધિકાર આધારિત સંસ્થા તરીકે ઉત્થાને વ્યુહાત્મક રીતે જ પગલું ભરવું જોઈએ. એ સિવાય એની પાસે બીજો વિકલ્પ નથી.”

ગગન સમજે છે કે ઉત્થાનની છબી પાણી અને સ્વચ્છતા વિષયક કામ કરતી સંસ્થા તરીકેની છે અને ‘વોટસન’ની વાસ્તવિકતાને તેને પાયાના અધિકારો મેળવવાના સાધન તરીકે પ્રયોજી છે. “ ભાલ અને બીજે ટકી રહેવાની એક વાસ્તવિકતા તરીકે જ પાણીનો પ્રશ્ન ઉત્થાને લીધો હતો, કારણકે સ્થિતો એવી હતી કે જો બીજા અધિકારો મેળવવા માટે લડવું હોય તો સૌથી પહેલો આ અધિકાર મેળવવો પડે. ૨૦૦૨ના રમખાણો પછી ટકી રહેવાના અધિકારે બીજું પરિણામ લીધું. આ ભયાનકતા એ આપણે વ્યક્તિઓ તરીકે અને સંસ્થાનો તરીકે શું અસર કરી છે તે આપણે સમજવું પડ્યું. ગુજરાતનું એનાથી શું થયું તે પણ આપણે સમજવું પડ્યું. અનેક લોકો હજી ન્યાય માટે તેની રાહ જોઈ રહ્યા છે. આતંકવાદ સાથે જે રીતના તનાવો થાય છે તે જોતાં સમજાય છે કે આપણું પર્યાવરણ બદલાઈ ગયું છે. ન્યાયમાં વિલંબ અને તનાવો ચિંતાના વિષયો બન્યા છે. એ જ વર્ષે રમખાણો થયાના થોડા મહિના પછી અક્ષરધામ મદિર પર આતંકવાદી હુમલો થયો . જુલાઈ ૨૦૦૮માં અમદાવાદમાં બોમ્બધડાકા થયા. જયારે જયારે અહી કે બીજે કશે આવું થાય છે ત્યારે ૨૦૦૨ની વાતો અને ચર્ચાઓ ઊભી થાય છે ને કોમોને નજીક લાવવાના અને શાંતિ તરફ જવાના આપના પ્રયત્નો કરવાનું વધુ ને વધુ મુશ્કેલ બનતું જાય છે. આવા લાંબા ગાળાના તણાવો  વિષે એક સંસ્થાન તરીકે આંતરિક સ્તરે અને કર્મશીલો તરીકે બહારના આપણે કઈ રીતનો પ્રતિભાવ આપ્યો છે? આ જોખમો આપણને ઉણા બનાવે છે કે નબળા બનાવે છે? ૨૦૦૨ના  રમખાણો અને એના આગલે વર્ષે થયેલા ધરતીકંપ જેવી કટોકટીઓને આપણે  તકરૂપે ફેરવી શક્યા છીએ? આ આપત્તીઓને લીધે એવી કોઈ ઓળખો થઇ શકી છે જે દેખાડતી હોય કે આપણું આટલું બધું ધ્યાન માગી લેતા પ્રોજેક્ટો અને આપણે ખરેખર જે બનવા માંગીએ છીએ તે બે વચ્ચે જોડણોના કંઈક અભાવ વર્તાતો જણાય છે. વોટ્સનની અને અધિકાર આધારિત સંસ્થાન તરીકેની છબી વચ્ચેના  જોડાણો અથવા જોડાણોના અભાવ ભવિષ્યની વ્યુહરચનાઓમાં કઈ રીતે વણતા દેખાય છે? ઉત્થાન આખરે શાંતિ વિષે વાત કરતું સંસ્થાન હોવું જોઈએ.? આપણે શીખતું સંસ્થાન બનવું જોઈએ જે ચિંતન કરવા તૈયાર અને સક્ષમ હોય અને ભૂતકાળના પથોમાંથી શીખવા તૈયાર હોય.”

પલ્લવી સોબતી રાજપાલ

“ આ પ્રકારના કામ માટે તમારી ઊપસે ખૂબજ ધીરજ હોવી હંસિયાગ્રસ્ત સમુદાયોને અસર કરતા હોય એવા સંખ્યાબંધ પ્રશ્નો છે અને એ દરેક પ્રશ્ન અનિવાર્યપણે બીજા દરેક પ્રશ્ન સાથે જોડાયેલો છે. કોઈ જ પ્રશ્નને એકલો હાલ કરી શકાય તેમ નથી હોતું. એક રીતે જોઈએ તો અ સારી વાત છે. આપણી પાસે સમગ્રતયા સમજ હોવી જોઈએ. વિકાસ ડબ્બાઓમાં તૈયાર થતો નથી. ઉત્થાનમાં કામ કરવામાંથી મેં શીખેલી વાતોમાની આ એક વાત છે”.

પલ્લવી નવી દિલ્હીની પ્રતિષ્ઠિત લેડી શ્રી રામ કોલેજમાંથી અર્થશાસ્ત્ર સાથે વર્ષ ૨૦૦૧ માં સ્નાતક થયાં. અને સ્ત્રીઓના આરોગ્યના પ્રશ્નો પાર કામ કરતી દિલ્હીની સ્વૈચ્છિક સંસ્થા ‘સમા’ માં કામ કરવાનું શરૂ કર્યું. અમદાવાદમાં એમના પતિ સાથે આવીને શરૂઆતમાં એમને સેન્ટ ઝેવિયર્સ કોલેજ સાથે જોડાયેલી સંસ્થા બિહેવિયરલ સાયન્સ સેન્ટરમાં કામ મેળવ્યું. ત્યાં એમને ઉત્થાન વિષે જાણવા મળ્યું. ૨૦૦૬ માં તેઓ ઉત્થાનમાં જોડાયા, જેન્ડર કાર્યક્રમોના સંયોજક તરીકે, પણ આટલું પુરતું ન હતું. સારું ભાષાકીય કૌશલ્ય ધરાવતા પલ્લવીની એ ક્ષમતા મુલ્યવાન બની. દસ્તાવેજીકરણનું કામ વધતું જતું હતું. બહારના ક્ષેત્રો સાથે કમ્યુનિકેશન કરવું, પ્રોજેક્ટ પ્રસ્તાવો, કેસ સ્ટડી અને અહેવાલો લખવા. ઉત્થાનના દરિયાકાંઠાના વિસ્તારો અને આદિવાસી વિસ્તારોમાં આવેલા કેન્દ્રો સાથે આ કામોનું સંયોજન કરવાનું હતું. પલ્લવીનું ત્યાં સ્થપાયેલાં બહેનોના ફેડરેશનો પર કેન્દ્રિત ધ્યાન આપે છે. ઉત્થાનના માહિતી સંબધિત અનુભવમાં ડૂબીને એ એવા સમયની રાહ જુએ છે જયારે આ ફેડરેશનો સ્વનિર્ભર, સ્વતંત્ર સંસ્થાનો બનશે. “ દરિયાકાંઠાના વિસ્તારોના ફેડરેશનો સ્વચ્છતા વિષયક અને આજીવિકા વિષયક પ્રયત્નોને ટેકો આપતી બચત વ્યવસ્થાઓ બનાવી છે. આદિવાસી વિસ્તારમાં બહેનોએ નાબાર્ડ ને પોતાના ફેડરેશન ને ધરમપુર વિસ્તારની આગેવાન સંસ્થા તરીકે માન્યતા આપવાનો પ્રસ્તાવ કર્યો છે અને બેન્કિંગની સેવાઓને વધારીને આજીવિકા, અનુવીષયક સલામતી, આરોગ્ય અને સામાંર્થ્યપ્રાપ્તીની બીજી રીતિને ટેકો આપવાનું કામ કરવાનું વિચાર્યું છે. ઉત્થાનની શક્તિએ છે કે તેમણે કુદરતી સંશાધનોના સમાંન્યાયપૂર્ણ સંચાલન પર આધારિત સમુદાયના સંસ્થાનો રચ્યા છે. આ ફેડરેશનોને ‘માહિતી’ની ક્ષમતા સુધી પહોંચતા કદાચ ઘણો સમય લાગશે પણ એમણે લીધેલો માર્ગ પ્રગતિનો માર્ગ તો છે જ. અત્યારે આપણે  જે પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છીએ. સમુદાયો વચ્ચે વધતો જતો તનાવ, જ્ઞાતિવાદનું વકરવું, જેન્ડર સમસ્યાઓ વધારે ગંભીર બનાવી – તેમાં આપણે માત્ર સ્ત્રીઓના પ્રશ્નો કરતા આગળ જવાનું જરૂરી બન્યુ છે. આથી ઉત્થાને શાંતિ, ન્યાય અને અધિકારોના મુદ્દાઓ માટે આધાર ઊભો કરવા યુવાવર્ગ સાથે કામ કરવાનું નક્કી કર્યું છે. આ ખૂબ વિચારપૂર્વક લેવાયેલો નિર્ણય છે. આ જ કરને હું પણ દરેક ફેડરેશન સાથે જોડયેલી ન્યાય સમિતિઓ પર વધારે ધ્યાન આપું છું.”

પલ્લવી કોઈ એક જ સંસ્થાની ક્ષમતાઓ કરતા આગળ જઈને સમર્થન ઊભું કરવા નેટવર્ક રચવાની જરૂરિયાતની હિમાયત કરે છે. એમનું માનવું છે કે એટલા બધા મુદ્દાઓ એકબીજાની સાથે જોડાયેલાં છે અને એકબીજામાંથી પસાર થાય છે કે આ રીતે પરસ્પર સમર્થન આપ્યા વિના એકલા રહીને કામ કરવાનું મુશ્કેલ છે. જેન્દ્રના ક્ષેત્રે ઉત્થાન વતી તેઓ વીમેન એન્ડ લેન્ડ ઓનરશીપ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સ્ત્રીઓ પર થતા અત્યાચાર વિષે કામ કરતી સંસ્થાઓમાં જૂથ સાથે સંપર્ક ધરાવે છે. “જેન્ડર અને વોટર એલાયંસ (જી ડબલ્યુએ) જેવી વિશ્વસ્તરની જેન્ડર ચળવળોમાં ઉત્થાન જોડાયેલું રહ્યું છે તેની સાથેના સંપર્ક વિષે કહેતા પલ્લવી કહે છે “ હું હજી એમાં નથી, જી ડબલ્યુએ મૂળભૂત રીતે પાણી સાથે સંબધિત પ્રશ્નો માટે કામ કરે છે તેથી એ કામ નફીસાબેન સંભાળે છે”. “તમે આશાવાદી છો?” આ પ્રશ્નના જવાબમાં પલ્લવી કહે છે “ આપના સમાજમાં એવું છે કે તમે જો સામાજિક ક્ષેત્રમાં  કામ કરતા હો તો અને તમે ગરીબી અને અધિકારો વિષે કોઈ એને કામ ગણતું જ નથી. ઉત્થાન અને બીજી સંસ્થાઓએ જે હાંસલ કર્યું છે તે જાણીને મને સતોષ થાય છે પરંતુ આસપાસ એટલા બધા સ્પર્ધાત્મક દબાણો છે કે એની મને ચિંતા થાય છે. પ્રશ્નો જયારે આટલા બધા હોય ત્યાર આપણે ખૂબ કાળજી રાખીને આપણી અગ્રીમતાઓ  પસંદ કરવી પડે અને આગળ વિચારવું પડે. અહીં ઉત્થાનમાં એક વાત એ સારી છે કે અમને દરેકને સ્વતંત્ર રીતે વિચારવાની અને કામ કરવાની અવકાશ મળે છે હું તો હજી વયમાં નાની છું, હમણાં જ  જોડાઇ છું છતાં ય મારા અભિપ્રાયો – વિચારો પર પણ બીજા લોકોની જેમ જ ધ્યાન આપવામાં આવે છે.

સારા એહમદ

૧૯૯૨ માં જેન્ડર અને ગ્રામીણ  વિકાસ વિષયના એક અધિવેશનમાં સારા અહેમદને ઉત્થાનનો પરિચય થયો. “એ વખતે મેં કેમ્બ્રિજમાં એન્વાયરર્મેન્ટ  મેનેજમેન્ટ પર ડોક્ટરેટ  અભ્યાસ પુરા કર્યો હતો. અમેં આણંદની ઈન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટમાં શિષણ કાર્ય થોડા જ વખત પહેલાં શરૂ કર્યું હતું. મેં પાણીના પ્રશ્ને સ્ત્રીઓ સાથે ઉત્થાનમાં થતા કામ વિષે સાભળ્યું તેથી મેં નફીસાને એ અધિવેશનમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું. આ અધિવેશનમાં દેશના કેટલાક ભાગોમાંથી અને કાઠમડૂના આઈસીઆઈએમઓડી , ફોર્ડ ફાઉન્ડેશન અને વિદેશોમાંથી પ્રતિનિધિઓ આવ્યા હતા. ચર્ચાનો મુખ્ય વિષય સ્ત્રીઓની ભૂમિકાઓ અધિકારો અને જવાબદારીઓ વિષે પુનર્વિચાર કરવાનો હતો. ઉત્થાનના ભાલના કામમાં આ મુદ્દો પ્રતિબિંબિત થતા હતા. ઉત્થાને ચર્ચામાં જે પ્રદાન કર્યું તેનાથી હું પ્રભાવિત થઇ. એ  પ્રસંગે જે સંબંધ બંધાયો તે સાથે રહીને કામ કરવાના આટલા વર્ષો દરમ્યાન વિકસ્યો છે”. સરને શાસ્ત્રી ઇન્ડો – કેનેડીયન પાર્ટનરશીપ કાર્યક્રમની ફેલોશીપ મળી. એના દ્વારા સરને ઉત્થાનની ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્ત્રીઓની સહભાગિતા વિષે અભ્યાસ કરવાની વધુ એક તક મળું. ૧૯૯૮ સુધીમાં જેન્ડર અને પાણીની બાબતોમા નિષ્ણાંત તરીકે સરનું ક્ષેત્રિય સહકારનું કાર્ય શરૂ કર્યું. તેમના ઉત્થાન, પ્રવાહ નેટવર્ક, ૨૦૦૦માં હેગ ખાતે વર્લ્ડ ફોરમમા ગુજરાતના વોટસન અનુભવને રજુ કરનાર જલદીશા કામમાં પ્રદાન કર્યું. “હેગમાં જ જી ડબ્લ્યુ એ નીતિ વિષયક હિમાયત કરનાર વિશ્વસ્તરના નેટવર્ક તરીકે શરૂ થયું. જી ડબ્લ્યુ એના શરૂઆતની ટીમમાં આઈ આર સી ના જેનીફર ફ્રાન્સીસ, નફીસા અને હું હતા. આઈ આર સી ઉત્થાન અને હું વિશ્વસ્તરના સહકારના એક ભાગ હતા. સમય જતાં આ સહકાર જૂથ દ્વારા વિઝન ૨૧ નીતિવિષયક અભિગમો ઘડાયા અને ૨૦૦૦ના ફોર્મમાં તેને સ્વીકૃતિ આપવામાં આવી. ત્યારથી જી ડબ્લ્યુ એ વિશ્વના બધાજ  ખંડોમાં લોકકેન્દ્રી મજબુત હિમાયતી તરીકે ભાર આવ્યુ. હવે આ વિશ્વસ્તરની સહભાગિતા ઉત્થાનના વ્યાપનો એક ભાગ છે. ૨૦૦૨માં હું અમદાવાદ આવી તે પછી ઉત્થાન સાથેનો મારો સંબંધ વધારે દ્રઢ બન્યો. સારને ઉત્થાનમાં ડાયરેક્ટર ઓફ એક્શન રીસર્ચ તરીકે માનદ સેવાઓ આપવા આમંત્રણ અપાયું. તેમને સંશોધન કાર્યની દિશાઓ વિષે માર્ગદર્શન આપવાનું હતું. ૨૦૦૭માં ભાવનગર ખાતે યોજાયેલ જી ડબ્લ્યુ એની તાલીમ કાર્યશિબિરમાં સારાનો આંતરરાષ્ટ્રીય કાર્યક્ષેત્રનો અનુભવ આધારરૂપ બન્યો. “ અમે ભારતમાં અને વિદેશમાં વોટસન અને જેન્ડર અનુભવો વિષે ચર્ચાઓ કરી. ઉત્થાને પોતાને શીખવા મળેલી બાબતો બીજા દેશોમાંથી આવેલા પ્રતિનિધિઓણે જણાવી. પીએલસી ઈમને પહેલીવાર આંતરરાષ્ટ્રીય કાર્યક્ષેત્રનો અનુભવ મળ્યો. વિશાળ સ્તરના વૈશ્વિક સંઘર્ષમાં પોતાના પ્રયત્નોને ગોઠવાતા જોતા ટીમને આત્મવિશ્વાસ મળ્યો અને તેમનું સ્વસન્માન પણ વધ્યું.”

ભવિષ્યમાં કામ કરવા વિષે વિચાર કરતાં ઉત્થાનની ટીમની સૌથી મુલ્યવાન અસ્કયામતો છે તેમનો ઉત્સાહ અને પ્રતિબધ્ધતા. “એક રીતે કહીએ તો ગુજરાતમાં ૨૦૦૨માં સર્જાયેલી કટોકટીએ તેમને સંસ્થાની દિશાઓ અને પધ્ધતિઓની સમીક્ષા  કરવાની જરૂરિયાત વિષે સભાન કર્યા. આટલા વર્ષોમાં ઉત્થાન જે મુદ્દાઓ સાથે જોડાયેલું હતું તેમાં દીર્ઘજીવી જોડાણ કડીઓ શોધવાનું દબાણ તેમના પર ઊભું થયું. અત્યાર સુધી તો પાણી વિષેનું ટેકનોલોજીકલ કામ સારી રીતે કરનારા સંસ્તાન તરીકે ઓળખવાનું પુરતું હતું પણ હવે પાણીનો પ્રશ્ન અને માનવ અધિકાર, જેન્ડર અને શાંતિના મુદ્દાઓ પૂર્ણતા સાથે સમજવામાં આવે. ઉત્થાનના નેતૃત્વના ઉચ્ચ સ્તરે જ નહિ પરંતુ ચેક નીચલા સ્તર સુધી થાય તે દરેકમાં આ જોડાણો દ્રષ્ટિગોચર થાય તે જરૂરિયાત છે. એક જરૂરિયાત જણાઈ છે અને તે એ કે અનુભવ અને શીખવા મળેલી બાબતોનું દસ્તાવેજીકરણ અને શેરીંગ થાય છે અને તે માત્ર એક ટીમ કે એક પ્રદેશ પુરતું માહિતી ન રહે. એક આગેવાન સંસ્થા તરીકે ઉત્થાન સામે પડકાર છે કે વિશ્લેષણ કરવું અને જે કહેવા યોગ્ય હોય તેને સ્પષ્ટ રીતે શબ્દબદ્ધ કરવું અને વ્યક્ત કરવું. “ સારા ઉત્થાનના આંતરિક ચિંતન અને પુન: ઘડતરના પ્રયત્નોને ઉત્થાન માટે મજબુત આંતરિક સુગ્રથિતતા  મેળવવાના પ્રયત્નોના મહત્વની સાથે જોડે છે. એ માને છે  કે ઉત્થાને – કુદરતી સંશાધનો, અધિકારો અને જેન્ડરની નીસ્બતોને સંકલિત કરવાનો પોતાનો પ્રયત્ન હવે વિસ્તારવો જોઈએ. “પાણી સમિતિ સારી રીતે કામ કરતી હોય અથવા ગ્રામસભામાં સારી હાજરી હોય” એટલેથી માર્યાદિત ગણવો જોઈએ. એ પ્રયત્ન હોવો જોઈએ. ગ્રામસ્તરના કામોમાં આ લોકોની ઉપસ્થિતિ હોય છે? એ લોકો બોલે છે? એ લોકો બોલે તો કોઈ એમને સાભળે છે ખરું? ક્ષેત્રિય કાર્ય કરતી ટીમો કુદરતી સંશાધનોના સંચાલન અને સમન્યાયના મુદ્દાઓને સ્પષ્ઠ રીતે જોડી જોડી શકે છે? કે પછી નેતૃત્વ, ટીમો અને સમુદાયો આ તફાવતોને જે રીતે સમજે છે અને તેને વિષે કામ કરે છે તેના જોડાણની ગેરહાજરી જણાય છે? જો જોડાણની ગેરહાજરી હોય તો એને કઈ રીતે સબોધવી જોઈએ? સ્વૈચ્છિક સસ્થાઓના ઈતિહાસો તેમાં કામ કરતી ટીમો વિષે કરે તેથી વધારે વાત તેના સંથાકીય વિષે કરતા હોય છે. આથી જ ક્ષેત્રમાં કામ જેમાં સૂઝ – સમજ અને ક્ષમતામાં સહભાગિતા હોય તએ રીતે કામ કરવું તે જ આજનો પડકાર છે.” ઉત્થાનના માહિતી સાથેના કામના ઇતિહાસનો  આધાર લઇ તો શકાય પણ તેમાં સાવચેતી રાખવી જોઈશે. “ પરિસ્થિતિઓ હવે પહેલા જેવી નથી રહી. હવે પ્રશ્નો અને સંદર્ભો વધારે સંકુલ બની ગયા દેશની નીતિઓ બદલાઈ છે. સત્તાના નવા માળખામાં ઊભા થયા છે. ૨૦૦૨ ના હિંસા અને કરૂણીકાનો ગુજરાત હજી પણ સામનો કરી રહ્યું છે. પર્યાવરણ પરના જોખમો તીવ્રતર બન્યા છે, આપણે આપત્તિઓ સારી રીતે સામનો કરી શકત નથી, ઉત્થાને ઇતિહાસમાં તાણાવાણાની જેમ ગૂંથાયેલો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ઝડપથી વધી રહેતા ઔદ્યોગિકરણ અને હવામાનમાં ફેરફારના પ્રશ્નોમાં પોતાના અનુભવનો ઉપયોગ કરવાની ક્ષમતા પર જ ઘણું બધું આધાર રાખે છે. એ જ એનું ભવિષ્ય છે. ઉત્થાનને તાજેતરમાં ઇન્સ્ટીટ્યુટ ઓફ સોશિયલ એન્ડ એન્વાયરમેન્ટલ  ટ્રાન્જીશન (આઈએસઈટી) સાથે જોડાણ સાંધ્યું છે એનાથી કંઈક દિશા મળી શકે.”

સારાએ ૨૦૦૬ માં આઇએસઈટી માટે હવામાનમાં ફેરફારોની આજીવિકાઓ પર પડતી અસર વિષે સંશોધન કાર્ય કર્યું છે. આ અભ્યાસ આઈએસઈટીના કુદરતી આફતોનો વારંવાર ભોગ બનતા વિસ્તારોમાં લોકોની અનુકુલનની રીતો વિષે હતો. આવા વિસ્તારોમાં દરિયાકાંઠાના વિસ્તારોનો પણ સમાવેશ થાય કરાયો હતો. આઈએસઈટીના સહકારથી વિશ્વ બેન્કના ‘ગ્લોબલ ડેવલપમેન્ટ માર્કેટ પ્લેસ’ના પહેલ કાર્ય સાથે જોડાયેલું છે. આ સંસ્થાએ ઉત્થાનને વિનરોક  અને એક્ગાંવ સાથે રાખીને ભાવનગર વિસ્તારમાં પાયલોટ નિદર્શનમા સંક્લ્યું છે. સારા સૂચવે છે કે ઓ ગ્લોબલ વોર્મીગનાં પડકારને ઉત્થાનની નીસ્બતોની શ્રેણીમાં લાવવો હોય તો ઉત્થાને આજીવીકોના મુદ્દાને કાર્યના વર્તુળ તરીકે લઈને તેમાંથી જ ભૂતકાળના અનુભવોને ગલી ચાવીને સંકલિત કરવા પડે. સારા જીડબ્લ્યુંએની આંતરરાષ્ટ્રીય સ્ટીયરીંગ સમિતિના સભ્ય છે અને એ દ્રષ્ટિબિંદુથી એ ઉત્થાનના “આખરે તો વિશ્વના ગરીબ અને હાંસીયાગ્રસ્ત આધારક્ષમ આજીવિકા પ્રવૃત્તિઓ દ્વારા જ સમાંર્થ્યપ્રાપ્તિ કરી શકે. આજીવિકાના પ્રશ્નોને ધ્યાનકેન્દ્ર બનાવવાથી આ ક્ષેત્રને અને તેની ટીમોને વિકાસના પડકારોને જોડવા વિષે પ્રોત્સાહન મળી શકે. આ કાર્ય ઉત્થાનના કુદરતી સંશાધનોના સંચાલન, જેન્ડર, સમાનતા,ન્યાય અને આપણા પર્યાવરણનું વધુ જવાબદારીથી અને ઉત્થાને ત્રીસ વર્ષ પહેલા ભાલમાં કર્યું હતું તે કામ, સ્વનિર્ભર આગેવાનો અને સમુદાયોને ઘડવાની તેની પ્રતિબદ્ધતા વધારે મજબુત બને.

અપૂર્વ ઓઝા

અપૂર્વ ઓઝા આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (એકેઆરએસપી ) સાથે જોડાયા તેનું મુખ્ય કારણ એ હતું કે સંસ્થા ગુજરાતમાં કુદરતી સંશાધોનોના સંચાલાનમાં ટેકનોલોજી ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી. અપૂર્વ ઓઝાએ એન્જીનીયરીંગમાં સ્નાતક પદવી મેળવી અને પછી આણંદની ઈન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટમાં અભ્યાસ માટે જોડાયા. ૧૯૮૫માં એ ત્યાંથી સ્નાક્ત થયા. “મને એકેઆરએસપી માંથી સૌરાષ્ટ્રમાં સહભાગિતાપૂર્ણે કરવાની ઓફર મળી અને એ મેં તરત સ્વીકારી લીધી. એ વર્ષોમાં કૃષિસંબંધી આજીવિકાઓ અમારા એજન્ડામાં સૌથી પહેલો મુદ્દો હતો. ૧૯૮૫  – ૧૯૮૬ માં અનાવૃષ્ટિની સ્થિતિ હતી તે વખતે પણ સુરેન્દ્રનગરની આસપાસ ભૂગર્ભ જળની પરિસ્થિતિ ઠીક હતી. જોકે થોડા વર્ષો પછી એ સ્થિતિ બદલાઈ ગઈ. ૯૦ ના દાયકા   શરૂઆતમાં એકેઆરએસપીને ધોલેરા અને બીજા થોડા સ્થળોએ પ્લાસ્ટિક પાથરેલા તળાવોનો જે પ્રયોગ થયો હતો તેને કૃષિવિષયક ઉપયોગમાં લેવામાં રસ હતો. આગાખાન ફાઉન્ડેશને માહિતી/ ઉત્થાનની ટીમો સાથે કામ કર્યું હતું અને એ વખતે મને નફીસા અને દેવુબેનનો પરિચય થયો હતો.એ વધી બીજા એક ટેકનીકલ નવીનીકરણને લઈને અમે સાથે કામ કર્યું. અમારો કાર્યક્રમ માંગરોળમાં શરૂ થયો હતો અને ત્યાની પીવાના પાણીની સ્થિતિ ગંભીર હતી. એકેઆરએસપીના એક એન્જીનીયરે પહેલા ઉત્થાન સાથે કામ કરેલું. એમણે મને છતના વરસાદી પાણીના જળસંગ્રહની પદ્ધતિને વ્યવહારમાં મુકવા વિષેના ઉત્થાનના કામ વિષે વાત કરી. એથી મેં નફીસાનો સંપર્ક કર્યો. અમે માંગરોળ ગયા. ગ્રામસભાઓ કરી, સ્ટાફને માહિતી આપી. માહિતી અને ઉત્થાનનું એ ટેકનોલોજીને આગળ લાવવાનું પાયાનું કામ અમારી જરૂરિયાતો માટે ખૂબ સુસંગત હતું. અમે એના અનુભવનો લાભ લીધો. અસાગના રાજેશ ભટ્ટ અને પચાયતના આગેવાન અમીનાબહેન સાથે પણ કામ કર્યું. આ બધું કામ ૯૦ ના દાયકાના વચલા વર્ષો હતા તે સમયે પીવાના પાણીની જરૂરીયાત અમારી પહેલી અગ્રીમતા હતી. અમારે સમુદાયો અને લોકો સાથે કામ કરવા માટેના બહેતર કૌશલ્યોની અને તેમને એનો લાભ મળી શકે તે માટે વિકેન્દ્રીકરણ કરતી વ્યવસ્થાઓની જરૂર હતી. કેટલું બધું બદલાઈ ગયું હતું.?”

સૌથી મહત્વનું પરિવર્તન થયું હતું. સુરેન્દ્રનગરની આસપાસ ભૂગર્ભ જળના સ્ત્રોતોમાં. એનું કારણ હતું. અનાવૃષ્ટિ સંબંધિત નીતિઓ. “વારંવારની અનાવૃષ્ટિણે કારણે પાણીની અછત એક ગંભીર મુદ્દો બની ગયો હતો. ૧૯૮૮માં મોટા પાયે ભૂગર્ભજળ કાઢવાનું શરુ થયું . સરકારે બોરવેલો બનાવવાને સમર્થન આપ્યું. ખાનગી ટેન્કરોમાં પાણી વેચવા માંડ્યું . આખા ગુજરાતમાં દૂર દૂર સુંધી ટેન્કરો જતા એમાં ઉમેરો થયો રોકડીયા પાકોનાં પ્રચાર થી ફ્લોરોસીસનો પ્રસાર વધતો ગયો. ગામોના ગામોમાં પાણી ખલાસ થઈ ગયાં. એના સૌથી પહેલો ભોગ બની સ્ત્રીઓ વિભાવાનાત્મક દ્રષ્ટીએ અને વ્યવહારુ અમલની દ્રષ્ટીએ પણ હવે એકેઆરએસપી ની આવક્સર્જનની પ્રવૃત્તિઓ બાબતે ઘસાતા જતા. પાણીપુરવઠાની પરિસ્થિતિને પણ ધ્યાન લેવાની આવી. લોકોને ગામ અને ઘરમાં ઉપયોગી થઈ શકે તેવી જળસંગ્રહની ટેકનોલોજી વિષે પહોંચવું પડે. ફરી એકવાર અમારી કોશિશોને વધારે અસરકારક બનાવી શકે તેવો અનુભવ ઉત્થાન પાસે હતો. આ બધું ચાલતું જ હતું તે દરમ્યાન જ બેરી અન્ડર જોડાયા. તેમની જેન્ડર પરિણામની સમજ વિશીષ્ટ હતી.

બેરી અન્ડર વુડ આમ તો ૧૯૭૭ માં એક થીયેટર જૂથની સાથે ઓસ્ટ્રેલિયાથી ભારત આવેલા. પરંતુ એ ત્રણ દાયકા રોકાઈ ગયાં અને ભારતને પોતાનું સમજીને જ રહ્યા. એક વિશીષ્ટ કર્મશીલ અને સામાજિક નવ સુધારક તરીકે તેમણે ભારતમાં પ્રદાન કર્યું. “૧૯૯૩ માં એક્શનએઈડમાંથી બેરી એકેઆરએસપી માં જોડાયા. પહેલું એક કામ એમણે એ કર્યું કે અમારી પાસે જેન્ડર પરિપ્રેક્ષ્યમાં અમારા બધાજ જળસ્ત્રાવ વિકાસની સમિક્ષા કરાવી. આ ધ્યાન્કેન્દ્ર ની અસર ૯૦ નાં દાયકાના વચ્ચે નાં વર્ષો પછીના અને જે કાઈ  કામ કર્યા તેના ઉપર પડી. અમારા જેવા જ કામ કરી સંસ્થાનો ઉત્થાન અને અસાગ જોડે સહભાગિતાનાં જોડાણો વધુ મજબુત બન્યા. અમે વરસાદી પાણીના સંગ્રહ અને બાયોગેસ જેવી સ્ત્રીઓનું વાવેતર ઓછું કરે તેવી ટેક્નોલોજીઓ પર ભાર મુક્યો. ૨૦૦૩માં પ્રવાહ – વોટસન નેટવર્ક રચાયું. એ વખતે ઉત્થાન અને એકેઆરએસપીઈએ ગ્રામીણ સ્ત્રીઓ  માટે વરસાદી પાણીના ઘરેલું સંગ્રહની ટેકનોલોજી કેટલી સુસંગત રહે છે તે વિષે જી ડબ્લ્યુ એસ એસ બી અને બીજા લોકોને સમજાવવા પ્રયત્નો કાર્ય હતા. એ કામ જબરજસ્ત ગરબડિયું હતું. ગાંધીનગરમાં બેઠેલા નિર્ણયકર્તા અધિકારીઓ ક્યારે કઈ વાત કરશે એ હમેશા અનિશ્ચિતતા અને આશ્ચર્યનો સવાલ રહેતો. આમ છતાં અમારી વાત કાને ધરવાની શરૂઆત થઈ હતી. પ્રવાહ દ્વારા ઉત્થાન સાથે સહકારનો એક બીજો માર્ગ ખુલ્યો રાજ્યના આખા દરિયાકાંઠાના વિસ્તારમાં ક્ષારિયતા પ્રવેશ સમસ્યારૂપ બનતો જતો હતો. એને સંબંધિત મુદ્દાઓ પર અમે સહકાર સાધ્યો .ડો ઇન્દિરા હિરવેનાં નેતૃત્વ સાથે વીભાવાનાત્મક કામ થયું હતું અને તેમાંથી કોસ્ટલ સેલેનીટી પ્રિવેનશન સેલની રચના થઈ. આ સેલ નાનું અને માર્યાદિત રહેવાનું હતું અને માહિતીકેન્દ્ર અને સરકાર સાથે સ્વતંત્ર રીતે લાયઝન કામ કરવાનું હતું. આ સેલ નાની સ્વૈચ્છિક સંસ્થાઓને પીવાના પાણીના પ્રશ્નમાં તેમના કામ અને એક્વાકલ્ચર જેવા  આવક્સર્જનના કામોમાં મદદ કરશે તેવો ખ્યાલ હતો. ૨૦૦૩મા એનું કામ શરૂ થયું એકેઆરએસપી તેમાં કેન્દ્રરૂપ સહભાગી હતું. અને તેમાં સર રતન તાતા ટ્રસ્ટ અને અંબુજા ફાઉન્ડેશન નું સમર્થન પણ મળ્યું હતું. ૨૦૦૨મા વાસ્મો શરૂ થયું. ગુજરાતમાં વોટસન પ્રવૃત્તિઓ માટેનું ખાસ હેતુ સાથેનું એ સંસ્થાન હતું. આ શરૂઆત આટલા વર્ષોના પ્રયાસોનું પરિણામ હતું. વાસ્મો દ્વારા અમારા પ્રયત્નોને સરકારી કાર્યક્રમોને ટેકો મળ્યો, અમે એ એક પગથીયું ઊંચે ચડ્યા. અમે ‘નો સોર્સ’ એટલે કે જ્યાં પાણીનો કોઈ પણ સ્ત્રોત ન હોય તેવા ગામોને અગ્રીમતા આપી અને આજે માત્ર સૌરાષ્ટ્રમાં જ ૪૦૦૦ વરસાદી પાણીના સંગ્રહ ટાંકા બન્યાં છે.”

૨૦૦૨માં પણ ગોધરાના બનાવ પછી ગુજરાતમાં ફાટી નીકળેલાં રમખાણો પછી રાહતકાર્યમાં મદદ કરવા એકેઆરએસપી, ઉત્થાન અને બીજી સ્વૈચ્છિક સંસ્થોએ સાથે મળીને કામ કર્યું.” હત્યાઓ એને એ વિષે સત્તાતંત્રની નિષ્ક્રિય વલણની સ્થિતિના પ્રતિભાવરુપે  રચાયેલા સીટીઝન્સ એનિશ્યેટીવમાં અમે સહભાગી હતા.હિંસાના પરિણામે કેટકેટલી જગ્યાઓ બરબાદ થઇ ગઈ હતી.સમય રીતે આદિવાસી  વિસ્તારોમાં કોમી તણાવ જોવા મળતો નથી પરંતુ એ રમખાઓમાં એકેઆરએસપીની આદિવાસી વિસતારોમાં આવેલી ઓફિસો પર હુમલા થયા હતા.હાલત જે રીતે બદલાઈ હતી એને તેની પાછળ જે બળો સક્રિય હતા તેને વિષે હવે નાગરિક સમજે પ્રતિભાવ આપવાની જરૂર જાણાઈ.નાગરિક સમાજ વર્ષોથી જે પ્રકારની ભુમીકા કરી રહ્યો હતો તેમાં પ્રતીબાવ આપવાની જરૂર ઊભી થઈ હતી.”

અપૂર્વને લાગે છે કે આ બનાવો એને નીતિમાં થયેલા ફેરફારોને કારણે ઘણાં બધા સામાજિક એને રાજકીય સંબંધો વિષે ફેરવિચારણા કરવાની જરૂર છે.સત્તાતંત્ર સાથેના નાગરિક સમાજના સંબંધો પણ તેમાં આવી જાય છે.” નીતિવિષયક વાતાવરણમાં બહુ મોટા પરિવર્તનો આવતા હતા.જો આપણે માનતા હોઈએ કે સ્વૈચ્છિક સંસ્થાઓ પરિવર્તનો લાવવા માટે છે તો અમારે હવે એક અપરિચિત પરિસ્થિતિમાં પરીવર્તન લાવવાની પ્રક્રિયાઓને સમજવાની જરૂર પડી. પોતાના નાગરિકોની જ વિરુદ્ધ જતા સત્તાતંત્રની સાથે આપણે સહકાર કઈ રીતે સાધી શકીએ?જયારે રાષ્ટ્રીય નીતિ દ્વારા સત્તા છેક નીચલા સ્તરે,પંચાયત સ્તરે આપવામાં આવતી હોય તે સ્થિતિમાં એક ગ્રામીણ સ્વૈચ્છિક સંસથ અથવા સમુદાય આધારિત સંસ્થા બનવું તેનો અર્થ શું થાય?અમારી જગ્યા ક્યાં? અમે કોનું પ્રતિનિધિત્વ કરીએ છીએ? અમારી વિશ્વનીયતા શેમાં થી મળે?”આ પ્રશ્નોના જવાબો શોધતા અપૂર્વ ભારતને સ્વાતંત્ર્ય મળ્યા પછી નાગરિક સમાજને મળતી જગ્યામાં જે પાયાના ફેરફારો થયા તે વિષે વાત કરે છે.”જયારે હું એકેઆરએસપી અને ઉત્થાન જેવી સ્વૈચ્છિક સંસ્થાઓ તે સત્તાધિકારીઓ સાથેના લોબીઈગ,સહકાર અને સંઘર્ષ પણ,થયા છે તે વિષે વિચાર કરું છું ત્યારે મને સમજાય છે કે થોડા જ દાયકાઓ પહેલા નાગરિક સમાજ અને સહકાર વચ્ચેની ભેદરેખાઓ પ્રમાણમાં સરળ હતી પણ હવે આવું નથી રહ્યું હવે રાજ્યનું સત્તાતંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ એવા બે જ પક્ષો નથી રહ્યા.પંચાયતી રાજ સંસ્થાઓની વાત લઈએ.કેટલાક એમ માને છે કે સ્વૈચ્છિક સંસ્થાઓ અને સમુદાય આધારિત સંસ્થાઓ હવે સમુદાયના પ્રતિનિધિ બન્યા છે અથવા બજાર વ્યવસ્થાની વાત લઈએ.હવે કોર્પોરેટો બજાર દ્વારા છેક ઊંડે ગામડા સુધી પહોચી ગયા છે.આ વ્યવસ્થાને તો નાગરિકો-જનસામાન્ય તેમને માટે ઉત્પાદકો અને વપરાશકારો હોવા સિવાય કઈ જ નથી.તો આ બે વર્ગોમાં સરળતાથી ગોઠવાઈ ન શકે તેવા લોકો-ગરીબો,જમીનવિહોણા લોકો,આદિવાસીઓનું શું થાય છે? અમે વર્ષોની મહેનત કરીને રચેલા બહેનોમાં સ્વ-સહાય જૂથોનું શું થાય છે?આપણે ત્યાં અર્ધસરકારી સંસ્થાનો છે જે સરકારના સત્તાતંત્રને વિસ્તરે છે અને એ પગલાનું વિકેન્દ્રિત વ્યવસ્થા તરફ પ્રતિનિધિત્વ કરે છે.આ એક વિરોધાભાસ છે.આપણે એને માટે તૈયાર થવાનું છે.વાસ્મો આ વલણનું એક ઉદાહરણ છે.આવા દરેક સંસ્થાનો આજે સ્વૈચ્છિક સંસ્થાનોને પોતાની સાથે સાંકળી શકે છે,તેમની સાથે સહભાગિતા કરી શકે છે,તેમના જ સ્ટાફને કામ માટે નીમી શકે છે.આ દરેક સંસ્થાનની સેવા,પ્રભાવ કે શોષણ માટેની લોકો અને સમુદાયો વિશેની અનુભૂતિઓ આગવી હોય છે.પોતાની એક સ્વતંત્ર સંસ્થાનો તરીકેની ઓળખ વિશે  ગંભીર નિસ્બત ધરાવતી હોય તેવી સ્વૈચ્છિક સંસ્થો માટે તકો છે.આપણે જેને ‘લાભાર્થીઓ”ગણતા હતા તે ઘણા લોકો,વર્ગો હવે ઘણાને માટે ઉત્પાદકો,વપરાશકારો કે વોટબેંકો બન્યા છે.કેટલાક લોકો સ્વૈચ્છિક સંસ્થાઓને સરકારી યોજનાઓ માટે કામ કરતા કોન્ટ્રકાટરઓ જ ગણે છે હમણાં જ અમે આ જોયું છે.વોટસનનું લોલક સ્વજલધારાથી ખસીને એક્સીલરેટેડ રૂરલ વોટર સપ્લાય પ્રોગ્રામ તરફ ખસ્યું અને વળી પાછું સ્વજલધારા તરફ આવ્યું.આ બધું જ થયું તેમાં આનો સૌથી વધુ પ્રભાવ અનુભવનારા લોકોસમુદાયો કે નાગરિક સમાજને કોઈએ કશું પૂછ્યું જ નથી.”

અપૂર્વ માને છે કે આનાથી ય વધુ પાયાનો બીજો એક પ્રશ્ન છે જેનો જવાબ હજુ મળ્યો નથી.”‘ગરીબ’અને ‘ગરીબી’ એ બે શબ્દો વિષે હવે કોઈ પ્રકારની સર્વસંમતિ રહી છે ખરી?આ શબ્દોની વ્યાખ્યાઓ બદલાતી જાય છે અને આ ફેરફારની પહેલાના સમયમાં નક્કી થયેલી કામની રીતો અને પ્રતિબદ્ધતાઓ પર પ્રભાવ પડે છે એ વિષે આપણે જાગૃત છીએ?”ગુજરાત વિષેની અનુભૂતિઓ વિષેના એક તાજેતરના અનુભવની વાત અપૂર્વ કહે છે,”હવે એક અભિપ્રાય પ્રસરતો જાય છે,ઉત્થાન અને એકેઆરએસપી બંનેને એનો અનુભવ થયો છે.ગુજરાતની હવે ‘ગરીબ’રાજ્યોમાં ગણના નથી થતી. રાજ્યોની સરકાર બે આકડાનો વિકાસદર સાધવા માંગે છે અને એ તરફ ઘણાનું ધ્યાન ખેચાયું છે.આથી દાતા સંસ્થાઓને એમ લાગે છે કે એમણે જો ‘અસરકારક પરિણામો’ જોવા હોય તો જ્યાં એની જરૂર છે.ત્યાં નાણાંકીય સહાય આપવી.દાતા સંસ્થાઓ હવે ઉત્તરના ‘બીમાર’રાજ્યો તરફ દ્રષ્ટિ માંડતી થઈ છે.બિહાર, મધ્ય પ્રદેશ,રાજસ્થાન,ઉત્તર પ્રદેશ અને ઝારખંડ અને છત્તીસગઢ પણ એમાં ખરા.અમારી મદદ માનનારા કેન્દ્ર નાં સત્તાતંત્રને પણ એ રાજ્યો માટે સહાય જોઈએ છે,ગુજરાત માટે ની,આ નિર્ણયકરતો ગરીબીની વ્યાખ્યા કરે છે.આવકની દ્રષ્ટિએ ગરીબીની પરંતુ પોષણ, પીવાનું પાણી,સ્વચ્છતા વ્યવસ્થા,આરોગ્ય અને સંસાધનોની પ્રાપ્યતા બાબતે ગરીબી આપણે ત્યાં પણ હજી છે જ.  સ્ત્રીઓ દલિતો અને લઘુમતીઓની ગરીબી પણ દેખીતી છે.પરંતુ નિર્ણયો લેવામાં સરેરશો જોવાય છે અને એમાં આ સમસ્યાઓ અને આ વર્ગોની પરિસ્થિતિ ભુસાઈ જાય છે.એ હકીકત ભુલાઈ જાય છે અથવા એની અવગણના થાય છે કે બે આકડાના વિકાસ દરની પાછળ હસિયાગ્રસ્ત અને ભૂખ્યા અનેક નાગરીકો ઢંકાઈ જાય છે.આથી હવે હમેશા ચાલતું રહેતું  હતું તે રીતે કામ નહિ થઇ શકે અમારા જેવા સ્વીછીક સંસ્થાનોની સામે પડકાર એ છે કે નવી તકો શોધી કાઢવી અને અમને જેનો નજીવો અનુભવ છે તેવા ક્ષેત્રો માં જોખમો ઉઠાવવા નવેસર થી વિચારવામાં નક્કર ધરતી પર કામ કરનારાઓની વિશિષ્ટ જવાબદારીઓ બને છે.”

આ તકો અને જોખમોના પરિદ્રશ્ય માં ઉત્થાન અને એકેઆરએસપી વચ્ચે સહકારનો ભવિષ્યનો કોઈ માર્ગ દેખાય છે?એ પ્રશ્નનાં જવાબ માં અપૂર્વને એ શક્ય લાગે છે,”આ સમય એવો છે કે સમાન વિચાર ધરાવનારાઓએ વૈચારિક સંસાધનો માં પોતાની શક્તિને વાળવી પડે.ભવિષ્યમાં એ કરવું જરૂરી બનશે.આપણે શરૂઆત કરવી જોઇશે ગરીબીની વધુ સ્વીકાર્ય હોય તેવી વ્યાખ્યાથી જે આપણે આપણી પોતાની અને જેમના પર આપણે આધાર રાખીએ છીએ તેમની અગ્રીમતાઓ માટે માર્ગદર્શક બની રહે.આ સમાજ માથા દીઠ આવકની સરેરાશ થી આગળ જતી એવી સમજ હોવી જોઈશે.પાણી વિષયક નીતિ વિષે વિચારવું એ અભિગમ હોઈ શકે.એને માટે ગરીબોના બધાજ વર્ગોને તેમની પોતપોતાની વિશિષ્ટ ગરીબીને સોદાના ટેબલ પર લાવવાની રીતો વિચારવાની થાય.નવા પડકારોનો સામનો કરવા કાનૂની સહાય લેવાની જરૂર પડી શકે.દાખલા તરીકે સેઝ નાં વિસ્તારોમાં તેની સ્થાનિક સંસાધનો પર પડતી અને પડનારી અસરો એ ગંભીર મુદ્દો છે.વિચારણીય પણ છે.પંચાયતી રાજનાં સંસ્થાનોને સ્વૈચ્છિક સંસ્થોના અનુભવનો લાભ આપીને તેમને ઉંચે લાવવાની રીતો શોધવાની પણ જરૂર છે.આ કામો માટે સહકારના નવા મોડેલોની જરૂર પડી શકે.જેના થકી પંચાયતી રાજ સંસ્થાનો આપણા ભવિષ્યને નક્કી કરે છે કે નહિ તે વિષેની ચર્ચાઓને બદલે નવી રીતે કામ કરી શકાય.આ બધું જ બિનસરકારી સંગઠનો-સ્વૈચ્છિક સંસ્થાઓ  વિષેનાં સમગ્ર ખ્યાલનો સંદર્ભમાં ફરીથી તપાસવાની જરૂર પડે. કર્મશીલતા એટલે શું તેની વ્યખ્યા બદલવી પડે.આ દેશને તેના નાગરિક સમાજે જે કાઈ ઉત્તમ આપ્યું છે તેને ટકાવી રાખવાની રીતો શોધવી પડે.ઉત્થાન જેવી સંસ્થાઓતો ગુજરાતની બહાર પણ કઈક શોધી કાઢી શકે.”

તો એનો અર્થ એમ સમજવો કે ભવિષ્યની માંગ એ  છે કે ઉત્થાન પોતે બદલાઈને સમગ્ર ભારતમાં કામ કરતુ સંસ્થાન બને?આ પ્રશ્નનાં ઉત્તરમાં અપૂર્વ કહે છે”કેટલાકને માટે એ વિકલ્પ હોઈ શકે પરંતુ હું ઉત્થાન માટે એમ કરવાનું સૂચવતો નથી.મારું કેહવું એ છે કે ઉત્થાને રાષ્ટ્રીય સ્તરે સુસંગત બનવાની જરૂર છે એટલે કે જેને ઉત્થાનનાં અનુભવ અને જાણકારીની જરૂર હોય તેમને એ આપવાનો વધુ વિસ્તારથી  પ્રયત્ન કરવાની જવાબદારી ઉત્થાને લેવી જોઈએ.એ સંસ્થાન કોઈ પણ સ્થળે કાર્યરત હોય તો પણ તેના સુધી પહોચવાની તૈયારી રાખવી જોઈએ.તાલીમ અને કમ્યુનીકેશન દેખીતી તકો છે.ગુજરાતને એક ક્ષેત્ર, એક કેસ અને પ્રયોગશાળા તરીકે પ્રયોજી શકાય.અહી અથવા બીજા રાજ્યોમાં પાયલોટ તકો ઉભી કરી શકાય.ગરીબીને તેના દરેક ખરા અર્થમાં ઘટાડવા માટે વ્યૂહ રચનાનું નિદર્શન આપવાની આ એક શક્તિશાળી રીત બની શકે. અલબત્ત આને માટે ઉત્થાનનાં માનવ સંસાધનોએ ઘણું વધારે સજ્જ  બનવું પડે. નવા ગુણો નવા કૌશલ્યોની જરૂર પડેતો કારકિર્દીની નવી તકો પણ મળે.જો નીતિ ઘડતર સ્તરે એક શક્તિશાળી પરિબળ બનવું હોય તો એ પણ જરૂરી બને કે ઉત્થાનનાં કામગીરીનાં સ્થળો વધુ મજબુત રીતે તૈયાર થયેલા હોય.ત્રણ દાયકા પહેલા ભાલ માં ઉત્થાને એ કરી બતાવ્યું આવા પ્રયત્નો ઉત્થાનના ભવિષ્ય માટેની વ્યૂહરચનાના મૂળ આધાર બની શકે એટલું જ નહિ,ઝડપથી થઈ રહેલા પરિવર્તનોના આ સમયમાં સ્વૈચ્છિક કાર્યનાં મુલ્યો અને પહેલ કાર્યો માટે મહત્વનું સ્થાન ટકાવી રાખવા માટે પણ ઉત્થાને આ કરવું જરૂરી બનશે.

વિજય મહાજન

અમદાવાદના આઈ.આઈ.એમ માંથી પદવી મેળવીને ઉદ્યોગ ક્ષેત્રે કામ કરીને ૧૯૮૧માં વિજય મહાજને બિહારનાં ગ્રામીણ પ્રદેશમાં કામ કરવાનું નક્કી કર્યું વિજય પણ મેનેજમેન્ટનાં જ્ઞાનને ભારતની ગરીબીના છેક તળિયામાં કામ કરીને જ્ઞાનની કસોટી કરવાનું કાર્ય કરનાર પ્રોફેસર રવિ મથાઈનાં કાર્યથી પ્રેરિત થયા હતા.બિહારમાં બે વર્ષ કામ કાર્ય પછી તે અનુભવના આધારે તેમણે”પ્રોફેશનલ આસીસ્ટનસ ફોર ડેવલપમેન્ટ એક્શન”ની સ્થાપના કરી.આ સંસ્થા થોડા જ સમયમાં તેના પ્રથામાંક્ષારી નામ ‘પ્રદાન’તરીકે જાણીતી બની ગયી.ઉત્થાન અને એવા બીજી કેટલીક સંસ્થો શરૂ થઈ તેજ સમય ગાળામાં ‘પ્રદાન’ની પણ શરૂઆત થઈ.  ‘પ્રદાન’ની શરૂઆત થઈ નાગરિક સમાજમાં લોકોને ‘વ્યવસાયિક સહાય’આપવાનાં પ્રયત્નોથી ઉત્થાન/માહિતી સહભાગિતા અમારો સંપર્ક સાધનારા પહેલા લોકોમાંના એક હતા.નફીસા,પેની અને પદ્મા એક અસામાન્ય અને પ્રભાવશાળી ત્રિપુટી હતી.નફીસા તરતના સ્નાતક થયેલા,પદ્માનું વ્યાપારી પશ્વાભુ અને પેની હાવર્ડનાં  સ્નાતક અમેરિકન યુવતી વતન પાછા ફરવાની તૈયારીમાં હતા.તેમનો ઉત્સાહ ચેપી હતો.પરંતુ એમનો પ્રયત્ન મને બહુ નાના કદનો અને અમુક પ્રમાણમાં  શિખાઉ  લાગેલો.હું ટેકનોક્રેટ હતો,પ્રદાન દ્વારા સ્વૈચ્છિક સંસ્થોમાં વ્યવસાયિકતા વધે તેના પ્રયાસો કરતો હતો.આ ત્રીપુટીનું જોડાણ મને વ્યવસાયિક કરતાં મિત્રતાનું વધારે હોય તેવું લાગેલું.મને એમ લાગતું કે આ વાત તેમની કાર્યક્ષમતામાં નડે તેવું બની શકે અને એ લોકો ‘પ્રદાન’માટે તૈયાર હતા કે કેમ એ વિષે પણ મને ખાતરી ન હતી.હું ખચકાતો હતો મેં થોડો વિરોધ કર્યો.મેં એમની સહ્ભાગીતાને સામાન્ય કરતાય ઓછી એવી કહી હતી.નફીસા મને હજી એ યાદ કરાવ્યા કરે છે મેં ભાલમાં એમણે કરેલા તળાવનાં પ્રોજેક્ટની મુલાકાતે જવાનું સ્વીકાર્યું. ત્યાં જઈને મેં જે જોયું તેનાથી મારી અનુભુતીઓ બદલાવા માંડી.તળાવો ઉપરાંત પીલુ વૃક્ષોના વાવેતરનું કામ પણ તેમને કરેલું અને આ બંને કામો યોગ્ય ટેકનોલોજીના ઉપયોગ દ્વારા હાસલ કરવામાં આવેલા સમુદાયના સક્રિયીકરણનાં ઉદાહરણો હતા.ઉત્થાન માટે સક્રિયકરણ માત્ર તેમણે  ઉપડેલા કામ પુરતું જ ન હતું.મને સમજાયું કે આ કામનો ખરો હેતુ તો લોકો નું સશક્તિકરણ કરાવવાનો છે.પાણી અને વ્રુક્ષોતો ઉપરની વાત હતી,મૂળમાં સશક્તિકરણ નો હેતુ હતો.હું આનાથી ઉલટું સમજતો હતો કે કામો કરવા એ દ્વારા સશક્તિકરણ થાય તેવો હેતુ હશે.પાણી અને આજીવિકાના પ્રશ્નો લોકોને સવાલો કરવા અને કામ કરવા શક્તિમાન બનાવતા હતા.એમની ક્ષમતા પ્રોજેક્ટ થી આગળ વધીને બીજા મહત્વના પ્રશ્નો તરફ જઈ રહી હતી.જેવા કે પાઈપલાઈનો લીક થાય છે તે પ્રશ્ન,અધિકારીઓને સવાલ પૂછવાની જરૂરીયાત આ નોંધપાત્ર બાબત હતી.બીજી જે વાત મને અસર કરી ગઇ તે  ઉત્થાનનાં કોર્પોરેટો સાથેના જોડાણો.ઉત્થાને આઈપીસીએલ અને એજિસ લીમીટેડ સાથે જોડાણ કાર્ય હતા.એ વર્ષોમાં ભાગ્યે જ કોઈ સ્વૈચ્છિક સંસ્થા ઉદ્યોગ સાથે ભાગીદારી કરવામાં રસ દેખાડતી.મને લાગે છે કે પદ્મા અને પેનીનું જે પાશ્વભૂ હતું તેનાથી કદાચ આ અભિગમને પ્રોત્સાહન મળ્યું હશે.પણ હતી તો એ અસામાન્ય બાબત.મેં તરત નક્કી કર્યું કે ઉત્થાન/માહિતી સંસ્થા તરીકે નાની જરૂર છે પરંતુ તેમનામાં જે સંભવ્ય્તાઓ છે તેમાં પ્રદાન સહાયક બની શકે.મારો પૂર્વગ્રહ તો હજી હતો જ છતાં ય હું પ્રશંસક પણ બન્યો.આથી  ઈરમા માંથી સ્નાતક થઈને પ્રદાન સાથે જોડાયેલા તેજી ભોગળ ભાલ ગયા.

પ્રદાનની પધ્ધતિ એવી  હતી કે તેમના સ્ટાફને ક્ષેત્રીય સ્વૈચ્છિક સંસ્થાઓમાં વ્યાવસાયિક મેનેજર તરીકે મોકલવા.આ વ્યવસાયિકો પોતાનો સમય સંસ્થાના કામ માટે આપે પણ સાથે સાથે એ વિસ્તારમાં પ્રદાનનું પ્રતિનિધિત્વ કરે.તેજીએ બે વર્ષ ભાલમાં કામ કર્યું તે દરમ્યાન વિજય પણ અવારનવાર ત્યાં જતા અને તળાવો અને વ્રુક્ષોનાં કામમાં થઈ રહેલી પ્રગતિ અને તેની સાથે સંકળયેલા બીજા પ્રશ્નો વિષેની પ્રગતિ જોતા.એ પછી તેજી પ્રદાનના બીજા કામ માટે ગયા પરંતુ નીલિમા ખેતાન દ્વારા સંપર્ક ચાલુ રહ્યો.નીલિમા ૧૯૮૪માં ઉત્થાનનાં ટ્રસ્ટી મંડળ માં જોડાયા. નીલિમા  પણ ઈરમાનાં સ્નાતક હતા અને પ્રદાન નાં વ્યાસાયિક હતા. એ વખતે નીલિમા ઉદેપુરમાં સેવામંદિર સાથે કામ કરતા હતા.પછીથી એ ત્યાં જ ડાયરેકટર બન્યા.

“સમય જતા પ્રદાનનો એજન્ડા બદલવા માંડ્યો”વિજય કહે છે “અમારી ટીમમાંથી કેટલાક જાણે સ્વૈચ્છિક સંસ્થામાં કામ કરવા જોડાવાને બદલે પ્રદાનાઈટસ-પ્રદાનમાંથી કેળવાયેલી વ્યક્તિઓ – તરીકે ક્ષેત્રીય કામમાં જોડાવાનું પસંદ કર્યું. નીલિમા જેવા કેટલા બીજા વિકાસ સંસ્થાનોમાં જોડાયા.હવે પ્રદાન નાગરિક સમાજ માટે ભારતીય મેનેજરોને તૈયાર કરનારી સંસ્થા તરીકે ઓળખાવા માંડ્યું.ઉત્થાને પણ ભાલમાંથી બહાર આવીને બીજે પડકારો ઉપાડવાનું શરુ કર્યું.આમ છતાં અમારો સંપર્ક તો ચાલુ હતો જ.નફીસા જયારે નીતિ સ્તરે કર્મશીલ બનવા માંડ્યા ત્યારે મારા એમની સાથેના સંપર્કમાં પણ ફેરફાર આવ્યો.નફીસાનું આ નવું સ્વરૂપ હતું.આ પછી નફીસા એને હું સહકર્મીઓ બન્યા.અનીલ શાહના ‘ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર’માં અમે બંને ડાયરેકટર તરીકે સાથે હતા.એમના પરિપ્રેક્ષ્ય,એમની સમાલોચનોની  ગુણવત્તા એને સામાજિક ક્ષેત્રમાં સંસ્થાકીય પડકારો વિશેની અતિ સમજ મને પ્રભાવિત કરતી રહી છે.અમને એક સરખા પ્રકારના પડકારો મળ્યા છે.નેતૃત્વ એટલે શું?સ્વૈચ્છિક સંસ્થાઓ ભવિષ્ય માટે કઈ રીતે તૈયાર થાય?વિકાસ સંસ્થાના અંદર પ્રગતિ કરવી અને આધારક્ષમતા કોને કહેવાય? નફીસાની જેમ મને પણ સમજાય છે કે સામાજિક સંસ્થાનોની બાહ્ય અનુભૂતિઓ ઘણી વાર મૂળ મુદ્દો ચૂકી જાય છે. જેમ કે ઉત્થાને ઘણુંખરું વોટસન વિષયક કામ કરતી સંસ્થા ના ગણવામાં આવે છે.પરંતુ ઉત્થાનને  આંતરિક રીતે જાણનારાને  ખબર છે કે ઉત્થાનનો ખરો એજન્ડા માનવા અધિકારો અને સમાનતાનો છે એને વોટસન પ્રવૃત્તિ એ સિદ્ધ કરવાની એક રીત,એક તક છે’ આ બાબત મારા અનુભવને સમાંતર છે.૧૯૯૬માં મેં પ્રદાન છોડ્યું અને  હેદ્રાબાદ માં ‘બેસિક્સ’ શરુ કર્યું.અમને લઘુ નાણાંકીય સહાયના પ્રાયોજકો તરીકે જોવામાં આવે છે પણ અમે સમજીએ છીએ કે અમે નવી પેઢીની આજીવીકોઓને પ્રોત્સાહન આપતું સંસ્થાન છીએ. લઘુ નાણાંકીય સહાય તો અમારા એ હેતુ સુધી પહોચવાની રીતે છે જે રીતે ઉત્થાન માટે વોટસન પ્રવૃત્તિઓ હતી.આ ઉપરાંત,આગળ વધતી જરૂરિયાત  વિષેની અનુભૂતિઓ છે એને સંસ્થાપકો વટવૃક્ષ થઈ પડે તેનું જોખમ છે. હું માનું છું કે સંસ્થાનોની આધારક્ષમતા તેના માળખા વિષે હોય તે કરતા વધુ તેના આગેવાનોએ વિકસાવેલા મજબૂત મૂળિયા વિષે હોવી જોઈએ.હું માનું છું કે નફીસાની સ્થિતિ પણ એ જ છે.આવતીકાલના આગેવાનોએ એમનો પોતાનો રસ્તો શોધવાનો રહેશે,નવી દિશાઓ ખોલવાની રહેશે,નવા સંસ્થાનો રચવાના રહેશે.જયારે સંસ્થાના વિચારો એને તેને કરેલા નવીનીકરણો મુખ્ય પ્રવાહમાં મળે ત્યારે સંસ્થા આગળ વધી ગણાય. જરૂર છે મુલ્યો અને પ્રતિબદ્ધતા ટકી રહે તેની,જે તે સમયે સમુદાયોને સુસંગત આવી સેવાઓ રૂપે આ મૂલ્યો અને   પ્રતિબદ્ધતાઓ પરિવર્તિત થાય તેની ઉત્થાનના વોટસન નવીનીકરણોએ માત્ર ગુજરાતમાં નહિ ગુજરાતની બહાર ઘણે આગળ સુધી નીતિઓ પર પ્રભાવ પાડ્યો છે. જે વિચારોની સ્વીકૃતિ માટે ઉત્થાને સંઘર્ષ કર્યો હતો તે વિચારો  અત્યારે મુખ્ય પ્રવાહની નિતી બની ચૂક્યા છે,જો કે નિતી વ્યવહારમાં મુકાય તેમાં ઘણો વિલંબ થતો હોય છે પરંતુ એ વાત જુદી છે.ઉત્થાને હંમેશા સમુદાયના નેતૃત્વની તરફેણ કરી છે.એના એ જ ગુણ પર તેની પ્રગતિ દેખાઈ છે અને એ જ સુસંગતા અને આધારક્ષમતાનો ખરો આધાર હોય છે.

ગૌરીશંકર ઘોષ

નફીસાને હું પહેલી વાર મળ્યો ત્યારે એ સાવ અસ્તવ્યસ્ત વેશે હતા.પગમાં ફાટેલા ચંપલ,ધૂળથી ભરેલી સાડી એ જીપ માથી ઉતર્યા કે તરત જ  અમને સૌરાષ્ટ્રમાં અનાવૃષ્ટિ વિષે મારે એની સરકારે શું કરવું જોઈએ એ વિષે કહેવા માંડ્યા.એ વર્ષ હતું ૧૯૮૫.ગૌરીશંકર ઘોષને ગુજરાત રાજ્ય ડેરી વિકાસ નિગમના વડાના હોદ્દા પરથી ખસેડીને સચિવ(નાણાંવિભાગ)અને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના અધ્યક્ષપદે મુકવામાં આવ્યા હતા. ૧૯૮૪ની અનાવૃષ્ટિ એક ગંભીર રાજકીય પ્રશ્ન બની ગઈ હતી.અને માધવસિંહ સોલંકી જેવા શક્તિશાળી નેતાની સરકારના પતનનું એક કારણ બની ગયી હતી.એમના પછી આવેલા મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરી રાજ્યના પહેલા આદીવાસી મુખ્યપ્રધાન હતા.અમરસિંહ ચૌધરી પાણીના પ્રશ્નનને હળવો બનાવે તેવા વરસાદની રાહ જોતા હતા અને રાજકીય દ્રશ્ય અસ્થિર હતું.સૌરાષ્ટ્રમાં પાણીની પરિસ્થિતિ ગંભીર બનતી જતી હતી.રાજકોટ શહેરને ખાલી કરાવવા સુધીની વાત આવી હતી.રાજકોટના મેયર વિરોધપક્ષના હતા.અમને આ કટોકટી વિષે આગોતરી તૈયારી  કરવા બદલ મુખ્યપ્રધાનની ટીકા કરી હતી.ગાંધીનગરમાં પીવાના પાણીના પુરવઠાનાવિભાગ માટે સચિવની જગ્યા ઊભી કરવામાં આવી હતી અને ગૌરીશંકર ઘોષને આ હોદ્દો સોંપવામાં આવ્યો હતો.નિર્ણયકર્તાના ઉચ્ચત્તમ સ્તરેથી દરમ્યાનગીરીની જરૂર જણાતાં ગૌરીશંકર ઘોષે દેશના આ વખતના વડાપ્રધાન રાજકોટ અને જામનગરની મુલાકાતે આવે તેવી ગોઠવણ કરી.આ મુલાકાત દરમ્યાન રાજીવ ગાંધીએ આ આફતને ટાળવા અને આધરક્ષમ ઉકેલ મેળવવામાં સહાય માટે રૂ.૭૬ કરોડનું પેકેજ જાહેર કર્યું.

રાજકોટમાં પાણીની પરિસ્થિતિ સૌથી ગંભીર હતી  માડ પંદર દિવસ ચાલે તેટલું પાણી ડેમોમાં રહ્યું હતું.”પાણી પર કાપ મુકાયો હતો.બધા જ રાજકીય પક્ષો અને બધી જ કોમોને અમે વિશ્વાસમાં લીધી હતી. રાજકોટ આમ તો જ્ઞાતિ અને ધર્મના વાડાઓમાં વહેચાયેલું શહેર પરંતુ આ કટોકટી સમયે બધા ભેગા થઈ ગયા.એ એક સારી વાત થઈ. પાણીની અછતને લીધે હવે પાણીના સંગ્રહના મુદ્દે બધા એકત્ર થઈ ગયા. અમારે પાણી પહોચાડવાનું હતું, પણ  કઈ રીતે એ કરી શકાય?મેં જીલ્લા કલેકટર તરીકે કામ કરેલું અને મને ગુજરાતમાં પાણીની સમસ્યા વિષે જાણ હતી.પાણીનો સંગ્રહ કરવામાં કેટલીક મર્યાદાઓ નડતી હતી.સંગ્રહેલા પાણીમાનું ૬૦% પાણી વરાળ બનીને ઉડી જાય છે. હું ભૂસ્તર વિજ્ઞાની હતો મને ખબર હતી કે આ વિસ્તારમાં જમીનમાં પાણી ઉતારી જવાની સમસ્યા પણ છે.આ વિસ્તારની ભૂસ્તર રચના જેને ‘ડેક્કન ટ્રેપ’કહે છે તેવી છે અહી પાણી જમીનમાં ખુબ ઊંડે સુધી ઉતરી ગયા છે.અને ઊંડા જળસ્તરો ખોદવામાં જોખમ હોય છે તેથી એ કરી ન શકાય.તો હવે કયો વિકલ્પ રહ્યો?પાઈપલાઈનો ગોઠવવામાં ખર્ચ અને સમયનો ઘણો વ્યય થાય અને તેમાં જાળવણીની માથાકૂટ પણ હંમેશની રહે.પાણીની પાઈપલાઈનો તોડવાના અને તેમાં છીંડા પાડીને પાણી ચોરી લેવાના બનાવો વિષે અમે ઉત્તર ગુજરાતમાં સેવા સંસ્થાની મદદ લીધી હતી.ગાંધીનગરથી ટેન્કરો દ્વારા પાણી લાવી શકાય પણ જ્યાં સર્વત્ર પાણીની અછત હોય ત્યાં આ રીતે કેટલો સમય ચાલી શકે?એ વખતે ગુ.પા.પુ.ગ.વ્ય.બોર્ડ ના ચીફ એન્જીનીયર અને રાજ્ય સચિવ શ્રી.નાન્જુકીયાએ કહ્યું, “એક નફીસા બારોટ નામના બહેન છે. એ ભાલમાં કામ કરે છે અને  પ્લાસ્ટીક પાથરેલા તળાવો વિષે જાણે છે. હું તમારી સાથે એમની મુલાકાત ગોઠવી આપીશ?આ રીતે હું નફીસાને મળ્યો.મને સૌથી વધુ અસર એ વાતની થઈ કે નફીસા જરા પણ વિનંતિ કે સૂચન ન હતા કરતા માંગણી જ કરતા હતા! મારી વાતચીત જેમ જેમ આગળ વધતી તેમ તેમ એમણે આ સમસ્યા વિષેની પોતાની ઊંડી સમજ તરીકે કામ કર્યું હતું અને સમસ્યા વિષે તો મને ખ્યાલ હતો જ પરંતુ એક મિટિંગમાં નફીસાએ મને આ સમસ્યાનું માનવ પરિણામ દેખાડ્યું. એમાં કઈક આવું હતું જેની મેં કલ્પના પણ ન હોતી કરી.નફીસાના પતિ રાજુભાઈએ પાણીની અછત વિષે એક નાની દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી.ગામના કૂવા પાસે પાણી માટે લડતા-ઝગડતા સ્ત્રીઓ અને બાળકો અને તે પણ કેવા અને કેટલા પાણી માટે?થોડું અમથું ગંદુ, ભાભરુ, પાણી,અને લડાઈ જાણે જીવનમરણની! એ દ્રશ્યો હજી પણ મને યાદ છે. ક્યારે ય હું એ ભૂલી શક્યો નથી.વોટસનમાં કામ દરમ્યાન સતત મને એ સ્મરણ રહેતું હતું કે આ પીડા,આ શરમજનક હાલતનો એક દિવસ કાયમને માટે અંત આવવો જ જોઈએ.

શ્રી.ઘોષ ભાલની મુલાકાત પછી ઉત્થાનને પ્લાસ્ટિક પાથરેલા તળાવો માટે ગાંધીનગરથી મદદ મળી.શ્રી.હસમુખ શાહ અને તેમના આઈપીસીએલના એન્જીનીયરો સાથે સંપર્ક થાયો તેમની પાસેથી સામગ્રી અને ટેકનોલોજી મળ્યા અને પ્રોજેક્ટ સફળ થયો. “ એ વાત જરા વિરોધાભાસી લાગે પણ હકીકત છે કે ૧૯૮૫ની એ અનાવૃષ્ટિ ગુજરાતના  સ્વૈચ્છિક સંગઠનો માટે પરિવર્તનનો સમય બની રહ્યો,તેમના સત્તાતંત્ર સાથેના સંબંધો બદલાયા બંને પક્ષોને સહભાગીતા કરવાની જરૂર જણાઈ.પછી જયારે વરસાદ આવ્યો ત્યારે ગુજરાતના પાણીના પ્રશ્નને ગંભીરતાથી સંકલિત અભિગમ અપનાવવામાં આવ્યો.અને એ રીતે નવા સંબંધોની શરૂઆત થઈ,વોટસન ક્ષેત્રમાં જલદિશા ૨૦૧૦ આવ્યું. ગુજરાત અને રાજસ્થાન રાજ્યોના મુખ્ય પ્રધાનોની વિનંતીને માન આપીને હું સંયુક્ત રાષ્ટ્રની ટીમને આ બંને રાજ્યોની મુલાકાતે લઈ ગયો તે પછી વર્ષ ૨૦૦૦માં રજુ થયેલ વોટસન અંગેનું શ્વેતપત્ર આવા અનુભવો આં નવા સંબંધોના ઉદાહરણો છે.અનેક વહીવટીતંત્રો અને વહીવટકારો આવ્યા અને ગયા પરંતુ આ ક્ષેત્રમાં બદલાવ લાવવાની પ્રતિબદ્ધતા ટકી રર્હી છે.ગુજરાતમાં એક પછી એક સરકારો બદલાઈ,તેમના રાજકારણ વિષેના મતભેદો હોવા છતાં આ બદલાવ ટકી રહ્યો છે.કચ્છમાં ૨૦૦૧માં આવેલા ધરતીકંપ વખતેનું તેનું સક્રિયકરણ અને વાસ્મોની રચના અને કામગીરી પણ બદલાવ ટકી રહ્યો છે તેમાં ઉદાહરણો છે.”

૧૯૮૫ના  અંતિમ સમયગાળામાં ગૌરીશંકર ઘોષ દિલ્હી ગયા ત્યાં અમને રાજીવ ગાંધીએ શરૂ કરેલા મહત્વના ટેકનોલોજી મિશનોમાં બેંક સ્વચ્છ પાણી અને સ્વચ્છતા વ્યવસ્થાની રાષ્ટ્રીય ઝુંબેશનું નેતૃત્વ સોપવામાં આવ્યું.”મારે ઉત્થાનની વિભાવનાને આગળ  લઈ જઈને ગુજરાત પર પણ તેના પ્રયોગો કરવા હતા.આથી અમે નફીસાને એક સંકલિત પ્રસ્તાવ રજુ કરવાનું કહ્યું.આ પ્રસ્તાવમાં સમાનતા ને કુદરતી સંસાધનો પર સ્ત્રીઓ ના અંકુશને મજબૂત બનાવવા સહિતના પર્યાવરણીય અને સામાજિક મુદ્દાઓને સમાવવાના હતા. કાપાર્ટ એને માટે યોગ્ય સંસ્થાનીય છત્ર જણાયું. ટોની (અશોક) જેટલી તેના કાર્યક્રમો સંભાળતા હતા. શાંગુનદાસ ગુપ્તા કમ્યુનીકેશનનું કામ સંભાળતા હતા. હું મિશનમાં પણ હતો અને કાપાર્ટનો હોદ્દાની રૂએ ડાયરેક્ટર પણ હતો. ગુજરાતમાં અમને વહીવટીતંત્રનો ટેકો હતો. ગુ.પા.પુ.ગ.વ્ય. બોર્ડના શ્રી નાન્જુકીયા,આઇપીસીએલ ના હસમુખ શાહ,મુખ્યમંત્રી શ્રી અમરસિંહ ચૌધરી અને રાજ્યના રાજ્યપાલ આર.કે ત્રિવેદી, આ બધાનો ટેકો અમને હતો. અને આ ખૂબ મજ્બૂત સંયોજન હતું. પરંતુ દિલ્હી માં તો ભાગ્યેજ કોઈ એ ઉત્થાનનું નામ કે એના પ્લાસ્ટિક પાથરેલાં તળાવો વિષે જાણતું હતું. મેં નફીસાને દિલ્હી આવીને પોતાનો કેસ રજુ કરવા આમંત્રણ આપ્યું. નફીસાએ રજૂઆત કરી તે પછી કોઈ જ તેને નાં પાડી શકે તેમ ન હતું. યોગ્ય સ્થાને આટલા બધા મિત્રો મળ્યા અને વાતનો સ્વીકાર થયો. આજે તો આ ટેકનોલોજી આખા વિશ્વમાં સ્વીકારાઈ છે.”

ઉત્થાનની રાષ્ટ્રીય પેયજળ મિશન સાથેની સહભાગિતા ચાલુ રહી. થોડા સમય પછી મિશને પીવાના પાણી અને સ્વચ્છતા વ્યવસ્થા માટે જે પ્રયત્નો શરૂ કર્યા તે વિશ્વભરમાં સૌથી મહત્વાકાંક્ષી ઝુંબેશ બની રહી. આ મિશનને ઘણા ‘ હેન્ડપંપ મિશન’ કહે છે. ભારતમાં ભૌગોલિક પરિસ્થિતિઓ વિવિધ પ્રકારની છે તે જોતાં એક જ પ્રકારની ટેકનોલોજી બધે લાગુ પાડવી શક્ય ન હતી. મિશને વિવિધ ટેકનોલોજીઓ અપનાવવી પડી. વિકેન્દ્રિત, સ્થળ વિશેષ અભિગમો માટે પાયો નાખ્યો. પાછળથી આ અભિગમોનો વૈશ્વિક નીતિ પર પણ પ્રભાવ રહ્યો. વર્ષ ૨૦૦૦નાં વર્લ્ડ વોટર ફોરમમા વિચાર રીતી બદલવા માટે ગુજરાતનો અનુભવ ઉપયોગમાં લેવાયો. ૧૯૯૧ માં હું યુનિસેફના પાણી અને સ્વચ્છતા વ્યવસ્થાનાં કાર્યક્રમોનું નેતૃત્વ કરવા ન્યૂયોર્ક ગયો. ત્યાં પણ ભાલનો અનુભવ મારી સાથે જ હતો. આખી દુનિયામાં અનેક સ્થળે કુવા – વિરડાઓમાંથી પાણી ભરવા મથામણો, મહેનત કરતી સ્ત્રીઓ માટે ભાલના એ પ્લાસ્ટિક પાથરેલાં તળાવો જાણે કે પ્રતીકાત્મક અને વ્યવહારુ બંને રીતના ઉકેલો હતા. આફ્રિકાના કેટલાક દેશોમાં મેં આ ટેકનોલોજી લાગુ પાડવાનાં પ્રયત્નો કર્યા પણ એમાં હું ખાસ સફળ ન થયો. આજે હવે હું વીચાર કરું છુ ત્યારે મને લાગે છે કે ભારતના બીજા રાજ્યોમાં પણ એનો પ્રસાર ન થયો, એવું કેમ બન્યું? અહીં એક મહત્વની શીખવા જેવી બાબત છે અને તેને અવગણવા જેવી નથી. ટેકનોલોજી હોય એ જરૂરી છે પરંતુ એટલું પૂરતું નથી. એની સાથે આ કાર્ય કરવા માટે વિવિધ કૌશલ્યો અને ક્ષમતાઓ ધરાવતી પ્રતિબદ્ધ ટીમ હોવી જોઈએ. સમુદાયોને સક્રિય અને સંગઠિત કરી શકે તેવા લોકો હોવા જોઈએ. આ હોય તો જ નિદર્શન નમુના ઝુંબેશ બની શકે.”

વર્ષ ૨૦૦૦ માં ગૌરીશંકર ઘોષને રિચર્ડ જોલી એ જીનીવામાં વોટર એન્ડ સેનિટેશન કોલેબોરેટિન કાઉન્સિલનું નેતૃત્વ કરવા આમંત્રણ આપ્યું. એનો પાયાનો વિઝન – ૨૧ પ્રયત્ન એ વર્ષે હેગમાં વર્લ્ડ વોટર ફોરમમા રજુ થવાનો હતો. એનો સંદેશ એ હતો કે હવે અત્યાર સુધી ચાલતું હતું તે રીતે કામ નહિ ચાલી શકે.. બે દાયકા સુધી પ્રયત્નો અને નિદર્શનો કરવા છતાં સ્વચ્છ પાણી અને સ્વચ્છતા વ્યવસ્થાનો વૈશ્વિક ધ્યેય હજી હાથતાળી આપી રહ્યો હતો. શ્રી ઘોષે સત્તાતંત્રનાં સ્વીકારને વ્યવહારુ નિદર્શનમાં ફેરવવાનું કામ કરવાનું હતું. એ નિદર્શનોને નીતિ સ્વરૂપમાં અને નીતિઓને વિશ્વવ્યાપી ઝૂંબેશનાં સ્વરૂપમાં લાવવાનું હતું. તેમને વોટસન વ્યવસ્થા અને કાર્યના દરેક સ્તર પર મોટાં પરિવર્તનો પ્રેરી શકે તેવી વ્યક્તિઓની શોધ આદરી. નવેમ્બર ૨૦૦૦માં બ્રાઝીલમાં મળેલી કાઉન્સિલની સ્ટીયરીંગ કમિટીમાં નફીસા બારોટ ચુંટાયા. નફીસાએ  વ્હીલચેરમાં બેસીને ટેકો આપવા અને પરિવર્તન માટે પ્રેરણા આપવા અમદાવાદથી જીનીવા, ન્યૂયોર્ક અને બીજા દેશોનાં રાજ્ધાનીનાં શહેરોમાં ફરવાનું થયું. “ એક પણ વાર મેં નફીસાને દુખાવો થયાની કે અગવડ પડ્યાની ફરિયાદ કરતા સાંભળ્યા નથી. નફીસાને લીધે અમારા કામમાં એક મોટો તફાવત આવ્યો કે તેમનામાં લોકોની વાસ્તવિકતાનું પ્રતિબિંબ પાડવાની સૂઝ હતી. એ પૂરેપૂરાં ધરતી પર પગ રાખીને ઊભા રહેતાં. એમની પાસે વોટ્સનને સામાજિક અને રાજકીય પરિમાણો  પૂરાં પાડવાની આવડત હતી. જ્યારે કાઉન્સીલે સ્વચ્છતા   વ્યવસ્થાને તેના બધાં જ  નિદેર્શો   સાથે વ્યક્તિગત અને કુટુંબ સત્ર સુધી પહોચાડવાનાં કામને પોતાની અગ્રમતા બનાવી ત્યારે તો  નફીસાની આ આવડત ખૂબ મહત્વની બની. ‘ વોશ’ ઝુંબેશ નામે ઓળખાતી આ ઝુંબેશને એક હકીકતથી ખાસ લાભ થયો અને તે એ કે વર્ષ ૨૦૦૨મા ગુજરાતનાં રમખાણો પછી ઉત્થાન પણ આ જ કાર્ય તરફ ગતિ કરી રહ્યું હતું. વર્ષ ૨૦૦૨ના રમખાણોમાં કાઉન્સીલે ઉત્થાનને અમદાવાદની રાહત શિબિરોમાં આ પ્રયોગ કરવામાં મદદ કરી હતી. એ સુધીમાં વોટસન અધિકારો  અને ન્યાય માટેના સંઘર્ષ સાથે સંકળાયેલી ઝુંબેશ બની ચુકી હતી. ભાલની મારી મુલાકાત વખતે પણ ઉત્થાનનું ત્યાનું કામ અધિકારો  અને ન્યાય માટેની લડતનું જેક અંગ હતું. ગામના કુવે થતી તકરારો અને સ્ત્રીઓ બનાવેલા અને તેમની જ સંચાલન વ્યવસ્થા દ્વારા ચાલતા પ્લાસ્ટિક પાથરેલા તળાવો માત્ર પાણી સુવિધા માટેનો સંઘર્ષ ન હતો તેમાં સમાનતા અને ન્યાયનો વિશાળ સંદર્ભ વણાયેલો હતો.”

ડો ઇન્દિરા હિરવે

૧૯૮૭ માં આગાખાન ફાઉન્ડેશને ભાલમાં ઉત્થાન- માહિતીની કામગીરીનું મૂલ્યાંકન કરાવવાનું નક્કી કર્યું. ફાઉન્ડેશને ચાર વર્ષ પહેલાં આ સંસ્થાઓને ભાલમાં પ્લાસ્ટિક પાથરેલાં તળાવો બનાવવા માટે સહાય કરી હતી. આગાખાન ફાઉન્ડેશને ડૉ ઇન્દિરા હિરવે અને પ્રો અનીલ ભટ્ટનો સંપર્ક કર્યો. “એ વખતે હું ગાંધી લેબર ઇન્સ્ટીટયુટમાં અર્થશાસ્ત્રી તરીકે કામ કરતી હતી અને પ્રો અનીલ ભટ્ટ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટમાં હતાં. એ વખતે કુદરતી સંશોધનો વિશેના અનુભવો ગુજરાતની બહાર પણ નોંધપાત્ર બનવા માંડ્યા હતા. તેથી આ મુલ્યાંકન અભ્યાસ કરવાનું કામ અમારે પોતાને માટે અને અમારા બંનેના સંસ્થાનો માટે પણ સારી તક  હતી. દરિયાકાંઠાના પ્રશ્નોને સંબધિત જ રહ્યું છે. મેં ક્ષારિયતા પ્રવેશની અસરો, બંદરોના બાંધકામની અસરો અને દરિયાકાંઠા પર ઉગતા તમ્મર – ચેરિયા પર આવી પડેલા જોખમો વિષે અભ્યાસ કર્યા છે. ભાલના મુલ્યાકનથી સક્રિયકરણ અને આજીવિકાના મુદ્દાઓને વધુ મજબુત બનાવવાની રીતો દેખાઈ. અભ્યાસ  પૂરો થયા પછી થોડા સમયમાં નફીસાએ મને ઉત્થાનના ટ્રસ્ટીમંડળમાં જોડાવા આમંત્રણ આપ્યું. “એ પછીના વર્ષોમાં ડૉ હિરવે એ ઉત્થાનની ઘણી મહત્વની ઝુંબેશોમાં ભાગ લીધો. ઉત્થાને ગુજરાતના સૌથી વધુ ‘વસમાં’ ગણાતા વિસ્તારમાં પીવાના પાણીની પ્રાપ્યતા વિષે કરેલા સર્વેક્ષણમાં પણ ડૉ હિરવે સહભાગી બન્યા. આ સર્વેક્ષણથી સમય જતા પ્રવાહ નેટવર્ક રચાયું, અને વર્ષ ૨૦૧૦ ના જલદીશા અભ્યાસની સહભાગીતા રચાઈ. આ વર્ષો દરમ્યાન ઉત્થાન વિકાસ વિષે વાત કરતાં ડૉ હિરવે કહે છે “આટલા લાંબા ગાળામાં મને એ અનુભવો મળ્યા તેમાં હું જોઉં છુ કે ઉત્થાનમાં આજના નાગરિક સમાજની સામે આવતા કેટલાય પડકારોનું પ્રતિબિંબ પડે છે.નવી સમસ્યાઓ અને પડકારો આવ્યા છે જેના સ્પષ્ટ જવાબો હજી આપણે નથી શોધી શક્યા. આમ છતાં આપણે બધા વિકાસની પ્રક્રિયાના મુખ્યપ્રવાહ પર પ્રભાવ પાડવા, આ પ્રક્રીયા વિષેની  આપણી પોતપોતાની સમજ અનુસાર પ્રયત્નો કરીએ છીએ. કારણકે આ પ્રક્રિયા પોતે જ બહું અસ્પષ્ટ છે અને રાજકીય અને સામાજિક માળખામાં એટલા બધાં પરિવર્તનો થઇ રહ્યાં છે કે આપણે આપણી આસપાસના પરિવર્તનોના માનવીય પરિમાણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર આવી પડી છે. તમે એક બંદર ઊભું કરો છો, ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના સંદર્ભમાં આ બંદર ઊભું કરવાને વ્યાજબી ઠેરવો છો. પરંતુ તેના  કરવામાં આવે ત્યારે તમે કયા ખર્ચને ધ્યાનમાં લો છો? સામાજિક અને પર્યાવરણીય અસરોએ આ કાર્યનું માનવ મૂલ્ય છે, એ ખર્ચ છે પરંતુ તેની ગણતરીમાં લેવાતો જ નથી. વિશાળ પાઈપલાઈનોના નેટવર્ક દ્વારા પાણી એકથી બીજે ઠેકાણે પંહોચાડવાની નીતિમાં પણ આમ જ થાય છે. ઉત્થાને એમાં પરીવર્તન લાવવામાં મદદ કરી છે.”

૧૯૯૯માં પ્રો એમ એલ દાંતવાલા એ અમદાવાદમાં શરૂ કરેલા – સંસ્થાન સેન્ટર ફોર ડેવલપમેન્ટમાં હવે ડૉ હિરવે વડા તરીકે કામ કરી રહ્યાં છે. આ સંસ્થાનની સ્થાપના કરવાનો હેતુ એ કામ કરી રહ્યાં છે. આ સંસ્થાનની સ્થાપના કરવાનો હેતુ એ હતો કે માનવકેન્દ્રિત વિકાસની વિભાવનાને પ્રોત્સાહન આપવું. (ઉત્થાને ભાલમાં ૧૯૮૧ માં જે કામ શરૂ કર્યું તે પ્રો. દાંતવાલાએ તૈયાર કરેલી બી પી એલ યોજના વિષે નું કામ હતું. ડૉ ઇન્દિરા ઉત્થાનના પાયાના ક્ષેત્રે ગુણવતાદર્શક  પરિવર્તન લાવવાના અને એની સાથે સાથે સત્તાના કોરીડોરમાં નક્કી થતી નીતિઓ પર પ્રભાવ પાડવાના પ્રયત્નો વિષે વિચાર કરતાં કહે છે. “માઈક્રો અને મેક્રો બંને સ્તરોને એક જ વખતે સંબોધવાની રીત શોધવાનું કામ સરળ નથી હોતું. પ્રમાણની આ સમસ્યા ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓને નડતી હોય છે. ઉત્થાન માટે શરૂઆતનાં સમયથી આ સમસ્યા રહી છે. ઉત્થાન વિવિધ શ્રેણીમાં મુદ્દાઓ પર નવાં પહેલકાર્યો શરૂ કરી ચૂક્યું છે અને પ્રભાવકારી દ્રષ્ટાંતો પણ ઊભા કરી શક્યું છે. આ મુદ્દાઓની  શ્રેણી ઘણી વિસ્તૃત છે. પાણીને સબંધિત પ્રશ્નો, સ્ત્રીઓના અધિકારો, વોટસનની નવી સુધારેલી ટેકનોલોજીઓ, પંચાયતો પર પ્રભાવ પાડવો, લોકશિક્ષણ કેન્દ્રની વિભાવના દ્વારા જ્ઞાન માહિતીનાં પ્રબંધનો પ્રયત્ન કરવો. આ નિદર્શનોની ગુજરાત સરકારની નીતિ પર અસર પડી છે. ઘોઘામાં અથવા એથીય પહેલાં શરૂ થયેલી પ્રક્રિયાના પ્રભાવનું સૌથી મહત્વનું ઉદાહરણ વાસ્મોની રચના છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હિમાયાતના ઘણા સ્તરોએ ઉત્થાન એક શક્તિશાળી અવાજ બની રહ્યું છે. વિધેયાત્મક અસર પાડવા ઉત્થાને પોતાની શક્તિથી ય બહાર  જઈને  કામ કર્યું છે. આમ છતાં આ તબક્કે હવે ઉત્થાને તેના પ્રભાવના વધુ વિશાળ મુદ્દાઓને વિષે વિચારણા કરવી જોઈએ. આ વિચારણા રાજ્ય, રાષ્ટ્ર અને વિશ્વસ્તરે હોઈ શકે. સ્થાનિક અનુભવ પર આધારિત વૈકલ્પિક વિકાસના બિંદુપરીમાણોને સ્થાનિક સ્તરથી આગળ લઇ જઈને એ નિર્ણયો માટે કોમ્યુનીકેટ કરવાની ક્ષમતા મેળવવા શું કરી શકાય? દેશમાં અને વિદેશમાં કરવામાં આવતી ઉગ્રતાભરી ચર્ચાઓમાં અર્થપૂર્ણ રીતે કોઈ કોઈ રીતથી જોડાઈ શકે? સ્થાનિક, લોકકેન્દ્રી, કામો માત્ર સાથે ઉપરછલ્લું કામ કરવાથી આગળ વધીને વિકાસના મોટા મુદ્દાઓને ક્યારે સંબોધવા માંડે?

આ દ્વિધા ઇન્દિરા હિરવેના ગુજરાતના દરિયાકાંઠાના પ્રશ્નો વિષેના કામમાં મહત્વની બની છે. “ઉત્થાને શરૂઆત કરી ભાલ વિસ્તારમાં ક્ષારિયતા પ્રવેશની સમસ્યા સાથે ત્યાં એમણે ઘણું પ્રદાન કર્યું. એ પછી પણ ઉત્થાન આવી કપરી પરિસ્થિતિઓનાં જીવતા અને કામ કરતા લોકો પરત્વેની પ્રતિબધ્ધતા જાળવતું રહ્યું છે. આમ છતાં શું તે આજે ગુજરાતના આખા ૧૬૦૦ કીલોમીટરના દરિયાકાંઠાની સમસ્યાઓને સંબોધી શકે તેમ છે? આમ જુઓ તો રાષ્ટ્રીય સ્તરે  પણ પડકારો છે જ પરંતુ એની વાત જવા દઈએ. કેટલીક એવું બનતું હોય છે સ્વૈચ્છિક સંસ્થાને પોતાની ક્ષમતાઓ કરતા વધારે મહત્વાકાંક્ષા હોય છે. અને એ બાબત હતાશાનું કારણ બની શકે. ઉત્થાનની ટીમ આજે જ્યારે તેના પ્રભાવ વિષે ચિંતન કરી રહી છે અને ભવિષ્યમાં શું કરવું છે તે વિષે વિચાર કરી રહી છે ત્યારે આ બાબત એક પડકાર બને છે. ઉદાહરણ તરીકે ગુજરાતના દરિયાકાંઠાની વાત લઈએ. આ દરિયાકાંઠાના પ્રશ્નોને સંબોધવા હોય તો એને માટે રાજ્યની અંદરની અને બહારની અનેક સંસ્થાઓ /સંસ્થાનોના યોગ્યતા ધરાવત નિષ્ણાંતો, સંસાધનો અને દેતાની જરૂર પડે. છૂટીછવાયી માહિતી પુરતી ન પડે નમૂનાઓ ભેગા કરવા અને તેનું વિશ્લેષણ કરવા માટે નક્કર ટેકનીકોનો ઉપયોગ કરવો પડે.” ‘વ્યવસ્થા તંત્ર સાથે ઉપર છલ્લું કામ કરવા’ થી આગળ જવા માટે સૌથી મહત્વની વાત સંશોધન માટેની ક્ષમતાઓ છે તેમ ઇન્દિરા માને છે. ઉત્થાન આ કરવા માંગતું હોય તો તેની સંસ્થાકીય નીતિઓ તેણે બદલવી પડે.  “સંશોધનની કાર્યરીતી ખૂબ મહેનત માંગી લેવાવાળી હોય છે. તેમાં વ્યાવસાયિક ધોરણો પણ ખૂબ કડક હોય છે. જલદીશા -૨૦૧૦ નો અમારો અનુભવ આનો પુરાવો છે. ગાંધીનગરના અધિકારીઓને થોડા ઘણા પણ પ્રભાવિત કરવા માટે અમારે કેટકેટલી માહિતી ભેગી કરવી પડી અને તેનું વિશ્લેષણ કરવું પડ્યું હતું. ઉત્થાન પોતે કેટલું હાંસલ કરી શકે અને કેટલું બીજા લોકો સાથે નેટવર્ક સાધીને હાંસલ કરી શકાય તે વિષે ઉત્થાને વાસ્તવવાદી દ્રષ્ટિકોણથી વિચારવું જોઈશે. હિમાયત કાર્યને અસરકારક બનાવવું હોય તો સક્ષમ સંશોધન આધારની જરૂર રહે છે. અને એમાં કોઈ શંકા નથી તમે જો પુરાવા રજુ ન કરી શકો તો તમે કાંઈ જ અસર નાં પાડી શકો. ગુજરાતમાં અત્યારે જે થઇ રહ્યું છે તેનો અનુભવ આ વાતને સાચી પાડે છે. ગુજરાતમાં આજે ઔદ્યોગિક વિકાસની એક પેટર્ન ઊભી કરવામાં આવી છે પરિસ્થિતિ શાસ્ત્રની દ્રષ્ટીએ એમાં દેખાતી નથી આ સમજ કડકાઈ પૂર્વક સંશોધનકાર્ય કર્યા પછી જ આવી શકે. રાષ્ટ્રીય નીતિમાં જેમણે અમુક પ્રમાણમાં પ્રભાવ પાડ્યો છે તે બધાએ ઊચ્ચ ગુણવત્તાવાળું પધ્ધતિ સરનું અને વૈજ્ઞાનિક સંશોધન કાર્ય કરવા પાછળ મહેનત અને સમય અને ખર્ચ પણ કર્યો જ છે. તેમનાં તારણો પ્રસિદ્ધ કર્યા છે અને ચર્ચા વિવાદ માટે તેનો ઉપયોગ કર્યો છે. પ્રદાન, બેસિક્સ, સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ, આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ, મીરાડા અને  અન્ય સંસ્થાઓએ તાલીમો આપીને સમાજની અસરકારક હિમાયત કરવાની શક્તિનાં ઉદાહરણો છે. સંશોધન આધારિત હિમાયત કાર્યને માટે માનવ અને અન્ય સંશાધનોની જરૂર પડશે અને ઉત્થાન પાસે અત્યારે કદાચ એ ન હોય. ઉત્થાનની બીજી એક વધતી જતી ચિંતાની બાબત છે આગળ વધવા સંબંધિત પ્રશ્નો.”અહી અગત્યની એક જરૂરિયાત એ છે કે સ્થાનિક અર્થતંત્રોને આગળના અને પાછળના જોડાણો પુરા પાડવા. આ કામ માટે ઉધોગ-સાહસિકતાની અને માર્કેટિંગ વ્યવસ્થાઓ સાથે મજબૂત રીતે જોડાણોની જરૂર હોય છે.ભૂતકાળમાં આપણામાંના ઘણાં આદર્શસંબંધી ખ્યાલોને લઈને બજારો અને ખાનગી ક્ષેત્રથી થોડું અંતર રાખતા હતા.હવે જો આપણે સમુદાયોને માત્ર ટકી રહેવા માટે ની પણ સતત વધુને વધુ સ્પર્ધાત્મક વાતવરણમાં વિકસવા માટે વ્યવસાયિક ટેકો આપવો હોય તો માર્કેટિંગ વ્યવસ્થા સાથે આપણે પણ જોડાવું જરૂરી બનશે. હાલમાં જ ઉત્થાને ટીટણ (લોબસ્ટર) ઉછેરનો પાયલોટ અભ્યાસ કર્યો એની જ વાત લઈએ.એક નાના એકમને દુરના બજારો સાથે સંપર્ક અને કામ માટે જોડી આપે તેવી વ્યાવસાયિક કામગીરી કરતા એકમ તરીકે માર્કેટિંગની સીડીના ઉપલા પગથીયે એને કઈ રીતે લઈ જઈ શકાય?અહી પણ એ જ મુદ્દો છે – સંશોધન કાર્ય લોબસ્ટરની માંગ આવી શકે છે વ્યાવસાયિક હોટેલ ઉદ્યોગ તરફથી આ ઉદ્યોગમાં ગુણવત્તા અને માલની ડીલીવરી વિશેના ધોરણો અતીકડક હોય છે અને આ એકમે એને માટે,આ ધોરણો પરિપૂર્ણ કરીને કામ કરવાનું થાય.આ વિષે બજાર જોડાણો કઈ રીતે બનાવવા અને ટકાવી રાખવા એ વિષે નિદર્શન આપતા સારા મોડેલોનો અભ્યાસ કરી શકાય.સી.એફ.ડી.એ. દ્વારા નાબાર્ડ અને સીડબી દ્વારા આવા નિદર્શન મોડેલો તૈયાર કરવામાં આવ્યા છે.આ ઉદાહરણમાં પડકાર છે એટલું જ નહિ,તક પણ છે.માનવ સ્પર્શ સાથેના વિકાસ સામે ઘણાં બધા અવરોધો આવે છે .ઉત્થાને  તેના આટલા દાયકાના કામોમાં બધે જ આવા અવરોધોનો સામનો કર્યો છે. જો પડકારો તીવ્ર બનતા જાય છે તો નવી તકો પણ ઉઘડતી જાય છે.નવા મોડેલો તૈયાર કરીને અસરકારક રીતે રજુ કરવાની ઘણી તકો છે.સરળ શબ્દોમાં કહીએ તો જો ઉત્થાન સંશોધન કાર્ય વિષયક સક્ષમ કૌશલ્ય અને સારા સંશોધનકાર્ય માટે જરૂરી નેટવર્ક રચી શકે તો ઉત્થાન તેનો અનુભવ સાથે ઘણું આગળ જઈ શકે.મારા મતે,આવતીકાલના ઉત્થાન માટે એ જ સાચી આશા છે.”

સુદર્શન આયંગર

ડો.સુદર્શન આયંગર ભાવનગરમાં એક પરીસંવાદમાં નફીસાને મળ્યા હતા.તેમના એક મિત્ર જે નફીસાના પણ મિત્ર હતા તે ડો.વિછુભાઈ પટેલે તેમનો પરિચય કરાવ્યો હતો.ડો.વિછુભાઈ એ વખતે સુકા પ્રદેશો માટે કલ્પવૃક્ષ ગણાતા (પ્રોપોસીસ જુનીફ્લોરા(ગાંડા બાવળ) ના વાવેતર માટે પ્રચારકાર્ય કરતા હતા.”૧૯૮૭ ની આ વાત છે.માહિતી અને ઉત્થાને ધોલેરામાં વનીકરણનું કાર્ય શરુ કર્યું હતું.પીલુના વાવેતર નો કાર્યક્રમ શરૂ થવામાં હતો.એ વખતે અમને ખબર ન હતી કે ગાંડો બાવળ ખરેખર જ ‘ગાંડો’ બાવળ છે.નીરઅંકુશ પણે ફેલાતો રહે છે.”સુદર્શન એ વખતે ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ એરિયા પ્લાનીંગમાં (પાછળથી એ સંસ્થા ગુજરાત  ઇન્સ્ટીટ્યુટ ઓફ ડેવલપમેન્ટ રીસર્ચ – જી.આઈ.ડી.આર. તરીકે જાણીતી થઈ)ફેલો તરીકે કાર્યરત .આ સંસ્થા આખા ગુજરાતમાં ગ્રામીણ કાર્યક્રમોનો અભ્યાસ કરતી હતી.નફીસા અને દેવુબહેને પોતાના કામ વિષે જે વાતો કરી એનાથી પ્રભાવિત થઈને સુદર્શન તરત જ ધોલેરા મીગલપુર ગામ જવા નીકળી પડ્યા.એમની સાથે નફીસાએ ત્યાની પીવાના પાણીની પરીસ્થિતિનું વર્ણન કર્યું હતું તેનો અભ્યાસ કરવા અમદાવાદના પો.આર.એલ.ના ડો.સુશીલગુપ્તા હતા.એ બને પર એ મુલાકાતની આવી અસર થઈ કે અમણેગુજરાતમાં વોટસન કમોની શરૂઆત થઈ ત્યારે એમાં સક્રિય પ્રદાન કર્યું. સુદર્શન કહે છે. “ત્યાં મે જે દ્રશ્ય જોયું તે આજે એ વાતને વીસ વર્ષ થઈ ગયા છતાં ય મારા મનમાંથી ભૂંસાતું નથી. મીંગલપુર ગામ સરકારી પાઈપલાઈનનું છેવાડાનું ગામ.પાઈપલાઈન તૂટેલી હતી.તેમાંથી ટીપેટીપે પાણી પડતું હતું.અને એ ટીપાં ઝીલવા લોકો જીવ લઈને ભાગ્યા હતા.હજી તો વધારે કરૂણ કઈક જોવાનું હતું.અમે સરકારી સભ્ય પાસે પહોચ્યા એમાં અમે જોયું તો છેક તળિયે થોડું માંડ ઘૂંટી ડૂબે એટલું કદવિયું પાણી હતું.કાદવ જ કહો.નાની નાની છોકરીઓને એ ઊંડા સંપમાં  ઉતારવામાં આવે,એમની પાસે પતરાનું એક ડબલુ હોય.કાદવમાં ઉભા રહીને એ નાની નાની બાલિકાઓ કાદવ ડબલામાં ભરવા પડાપડી કરે,મારામારી કરે. કાદવનું એ ખાબોચિયું ય ખાલી થઈ જાય ત્યાં સુધીમાં જે મળ્યું તે સાચું!ડબલું ભરીએ એ ઈશારો કરે એટલે ઉપર ઉભેલી માતા એ ડબલું ઉપર ખેંચી લે.છોકરીઓ દોરડે બાંધેલી હોય.સંપની ઉપલી પાળે માતાઓ એ દોરડું પકડીને ઉભી હોય અને ત્યાં ય ઉભા રહેવાની જગ્યા માટે મારામારી ! થોડાં ડાબલા ભરાય એટલે માં દીકરીને પાછી ખેંચી લે.ભયાનક  દ્રશ્ય હતું.બાલીકાઓની ચીસાચીસ,લડાઈ ઝગડાનો દેકારો એ દસ્તાવેજી ફિલ્મ ‘ વી કેન સોલ્વ ઈટ’માં ઉતારી લેવામાં આવ્યું હતું. માહિતી/ઉત્થાનની એ ફિલ્મ ગુજરાતની પાણી સમસ્યાની માનવ કરુણિકાને દ્રશ્યરૂપે રજુ કરવાનો પહેલો પ્રયત્ન હતો. અને એક માત્ર પ્રયોગ રહ્યો છે.”

સુદર્શન ૧૯૮૯માં રાજપીપળા ગયા.ત્યાં અમણે નર્મદા નહેરના પ્રોજેક્ટના પુન:ર્વસન પ્રશ્નો માટે છ વર્ષ કામ કર્યું.તે દરમ્યાન મીગલપુરનું  દ્રશ્ય તો અમને યાદ હતું જ.”એને કવિન્યાય જ કહેવો પડે.ગુજરાતમાં નર્મદાના પાણીને આશાની જીવાદોરી ગણી શકાય તે રીતની  અછતની ગંભીર સ્થિતિને નજરોનજર નિહાળી હતી.નર્મદાના પાણી મિંગલપુર ના એને આવા તો સેંકડો મિંગલપુરોના સંઘર્ષોનો અંત લાવે તેવી આશા હતી.રાજ્યમાં આવાતો કેટલાય મિંગલપુરો  છે એને આવા દ્રશ્યો ત્યાં પણ ભજવાયા કરે છે.એ જ વખતે,મેઘા પાટકર તેમના ‘નર્મદા બચાવો આંદોલન’ દ્વારા મોટા બંધોને લીધે માઠી અસરોના ભોગ બનતા  પીડાઓ વિષે વિશ્વભરમાં ધ્યાન ખેંચી રહ્યા હતા. એક તરફ તૃષાતુર લોકો હતા, બીજી તરફ ઉખાડી મુકતા લોકો હતા. હતાં તો બંને હાસીયાગ્રસ્ત સમુદાયો.એમના જીવન પર અસર કરે તેવા નિર્ણયો વિષે કશું જ કરી શકવાની તાકાત એમની પાસે ન હતી.એ પછી ના વર્ષો માં મેં જયારે જી.આઈ.ડી.આર.ના ડાયરેકટર તરીકે અમેં સેન્ટર ફોર સોશયલ સ્ટડીઝ,સુરતમાં ડાયરેક્ટર તરીકે કામ કર્યું ત્યારે મારા મોટા ભાગના કામોનું ચાલકબળ આ જ હતું.પાણીવિષયક નિતીમત્તા,અર્થશાસ્ત્ર અને રાજકારણની વાસ્તવિકતાઓ.”

અત્યારે સુદર્શન મહાત્મા ગાંધીએ સ્થાપેલી યુનીવર્સીટી વિદ્યાપીઠના ઉપકુલપતિ છે.એ અગાઉ પર્યાવરણ અર્થશાસ્ત્રી તરીકે કાર્યના વર્ષો દરમ્યાન એમણે જળસ્ત્રાવ કાર્યક્રમોના વિનિયમન કાર્ય માટે સમગ્ર ગુજરાત એને ગુજરાતની બહાર પ્રવાસો કર્યા છે અને ઘણું નજીકથી પરિસ્થિતિઓને જોઈ છે.તેઓ પોતાના વિદ્યાર્થીઓને પણ અને સ્વચ્છતા વ્યવસ્થાન કામો પર ધ્યાન ટકાવી રાખવા અનુરોધ કરે છે.મહાત્મા ગાંધીએ ભારતમાં ન્યાય અને સમાનતા માટે આ બે પ્રવૃત્તિઓને કેન્દ્રરૂપ ગણાવી છે.”ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભમાં પદવી મેળવી રહેલા વિદ્યાર્થીઓ સમક્ષ ઉપકુલપતિ તરીકે ગાંધીજીએ એક પૂર્વશરત મૂકી. શરત જરા વિચિત્ર હતી. પદવી મેળવી રહેલા દરેક વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછું એક ટોયલેટ ગામમાં બનાવવું ! એ તો સો વર્ષ પહેલાની વાત છતાં હકીકત છે કે હજુ પણ આપણે ત્યાં પાણી અને સ્વચ્છતા વ્યવસ્થા એ બંને સમસ્યાઓ જ રહી છે. વિકાસના દબાણો વધતા જાય છે તેમ તેમ એ સમસ્યા વધુને વધુ ગંભીર બનતી જાય છે.ખુલ્લામાં શૌચ જવું અને એ ત્રાસદાયક દ્રશ્ય હું વીસ વર્ષ પહેલા જોતો હતો હજી પણ આપણા દેશમાં ઘણા લોકો માટે આ એક વાસ્તવિકતા રહી છે. ઉત્થાનના કાર્યની અગ્રીમતાઓમાં આ સમસ્યા કેન્દ્રીય રહી છે. ૧૯૯૫માં રાજપીપળાથી પાછા આવીને હું જી.આઈ.ડી.આર.માં જોડાયો એ વખતે ઉત્થાને કાર્ય નું સ્થળ બદલેલું અને એનાં ઉદ્દેશનો વ્યય પણ વધુ વિકસિત બન્યો હતો. ધોલેરનું કામ માહિતી અને દેવુબહેનને હસ્તક હતું.ઉત્થાન હવે ભાવનગર જીલ્લામાં કામ કરતુ હતું અને જળસ્ત્રાવ વિસ્તારોના વિકાસના કર્યો પર કેન્દ્રિત હતું.આમ છતાં શરૂઆતમાં ઉત્થાને જે ઉદ્દેશો સાથે કામ કર્યું હતું તે ઉદ્દેશો તો કાયમ જ રહ્યા.ભાલમાં કરવામાં આવેલા દરેક પ્રયોગમાં પ્રક્રિયા કેન્દ્રમાં હતી.એ સમયે મોટા ભાગની સ્વૈચ્છિક સંસ્થાઓ કાર્યક્રમની પદ્ધતિ અપનાવતી હતી.શું – કરી બતાવો છો તે અને કેટલી સંખ્યા એ બે મહત્વની બાબતો ગણાતી.જથ્થા સ્વરૂપે પરિણામ બતાવવાનો આગ્રહ સરકાર અને દાતા સંસ્થાઓ બતાવવા તૈયાર હતું પણ માત્ર પાણીનાં જથ્થા વિષે નહી.અનુભવની પશ્વભુમાં મિંગલપુર નાં સમયની પરિસ્થિતિ હતી.પાણી મળી રહે તેમ અવશ્ય કરવું પણ આની સાથે સમન્યાયપૂર્ણ વહેચણી, પુરવઠાની આધારક્ષમ વ્યવસ્થાઓ અને આર્થિક માપપટ્ટીથી ભાગ્યે જ માપી શકાય તેવા સામાજિક લાભો પણ મળવા જોઈએ એવો ઉત્થાનનો ઉદ્દેશ અને આગ્રહ હતો.વિસ્તૃત પાઈપલાઈનો  આ ટેકનોલોજી સાથે સ્વનિર્ભરતા માટે જરૂરી કૌશલ્યો અને ક્ષમતઓ હોવા જોઈએ અને પ્રત્યેક પગથીએ સ્ત્રીઓની આગેવાની હોવી જોઈએ એવો આગ્રહ ઉત્થાનનો હતો. ગાંધીજીના આ દેશમાં આ કશું નવી વાત ન હોવી જોઈએ. ગાંધીવાદી કાર્યમાં પ્રક્રિયા જ હાર્દરૂપ છે. આમ છતાં આપણી ઉતાવળી વ્યવસ્થાઓ પ્રોજેક્ટના નક્કી કરેલા સમયગાળામાં જ્થ્હામાં માપી શકાય તેવા પરિણામો પર જ  આધાર રાખે છે ( અને એને જ વિકાસ અને પ્રગતિ ગણે છે) સામર્થ્યકરણની પ્રક્રિયા ધીમી હોય છે. ચૂંટણી પર ધ્યાન રહે છે. એમાં કેટલું કરી ‘દેખાડ્યું’ વિષે વિવાદો થતા હોય છે. આમ છતાં પરિવર્તન આવી રહ્યું છે આજે લોકકેન્દ્રી અભિગમ માટે ના પાડવી એટલે રાજકીય રીતે આત્મઘાત. આ શબ્દોનો અર્થ શું થાય એ પૂછો તો બહુ ઓછાને એ ખબર હોય છે!”

ઉત્થાને જે દિશાઓ વિષે વીસ વર્ષ પહેલાં હિમાયત કરી હતી તે જ દિશામાં નીતિવિષયક પગલા લેવાયા અને તે પછી તનાવ ઘટ્યો એ સુદર્શને જોયું છે. ગ્રામીણ નીતિઓમાં સૌથી મોટો ફેરફાર આવ્યો ૧૯૯૩ માં બંધારણના ૭૩ માં સુધારા સાથે “આ સુધારા સાથે રાજીવ ગાંધીએ અગાઉ ૧૯૮૪ થી ૧૯૮૯ દરમ્યાન સ્થાનિક શાસને જે પ્રયત્નો કર્યા હતા તેના આધારે હવે આ સુધારા દ્વારા  ગામ, તાલુકા અને સ્તરોએ શાસન સંસ્થાનો રચવાનું શક્ય બન્યું. ૧૯૯૩ ના આ સુધારા દ્વારા શાસનવ્યવસ્થા તો સ્થાનિક સ્તરે સોંપવામાં આવી. તેમને સત્તા મળી હતી પરંતુ એ સત્તાને ઉપયોગ કરવા માટે નાણાકીય સત્તા  ન હોતી મળી. એ તો લગભગ એક દાયકા પછી થયું. આ સાથે ઉત્થાને પ્રક્રિયામાં કરેલા રોકાણનું મહત્વનું  વ્યાજ મળ્યું. ઉત્થાને જે જે સમુદાયો સાથે કામ કરેલું તે સમુદાયો બીજા ઘણા સમુદાયોની તુલનાએ વધુ સજ્જ હતા. તેમને કાર્યક્રમની નાંણા ફાળવણીનું સંચાલન કરતા આવડતું હતું આની સાથે સાથે જ રાજકીય પરિબળો રાજ્યના સંસ્થાનોને અમલીકરણની નવી ભૂમિકા અપનાવવા દબાણ કરતા હત. આ નવી ભૂમિકા એટલે સમુદાયો દ્વારા જ કામ થાય તેમાં સહાયક બનવું. ઉત્થાન, એકેઆરએસપી, કચ્છ મહિલા વિકાસ,આનંદી અને બીજી સંસ્થાઓએ જેની હિમાયત અને નિદર્શન આપ્યું હતું તે અભિગમો હવે ટાળવા કે અવગણવાનું શક્ય ન હતું. આપના રાજ્યમાં અનુભવનું સંમિલન કરીને પ્રવાહ જેવું નેટવર્ક સ્થપાયું . નાગરિકો અને વહીવટકારોની ભૂમિકાઓ બદલવાની હિમાયત કરતી લોબી તરીકે પ્રવાહની ઘણી બધી વિશ્વસનીયતા માહિતી-ઉત્થાનના અનુભવના ઉદીપકને આભારી છે.” ઉત્થાનના સરકાર સાથેના સંઘર્ષો, વિરોધો અને સહકાર વિષે યાદ કરતા સુદર્શન કહે છે “એક તરફ વાસ્મો ઉત્થાનના મોડેલનો સ્વીકાર કરાવવા પ્રયત્ન કરી રહ્યું છે તો બીજી તરફ જલ્દી પરિણામ મેળવવાની ઉતાવળ અને સમુદાયને સજ્જ બનાવવાની ધીમી પ્રક્રિયા માટે સમય આપવાની અનિચ્છા છે. ઉચ્ચ સ્તરોએ આ પ્રક્રિયા પર અંકુશ ન રાખી શકે તેથી એમને એ માટે ઉત્સાહ ન હોય. એટલે ઉત્થાનના પ્રયત્નો વિષે વાતો ઘણી થાય પરંતુ શીખવાની પ્રયોગશાળા તરીકે એનો ઉપયોગ ભાગ્યેજ કરાય. પ્રક્રીયાસંચાલિત પ્રયત્નો વિષે જે અણગમો છે તેને લઈને ઉત્થાનને વળોટી જવાના પ્રયત્નો પણ થયા છે. જો કે એ સફળ નથી થયું કારણકે લાભના સ્તરે ઉત્થાનને ઘણો ટેકો મળે છે. આમ અત્યારે પરિવર્તનનો એક મુશ્કેલ સમયગાળો ચાલી રહ્યો છે.”

આ પડકારોમાં જ ભવિષ્યની દિશા હોઈ શકે. “ઉત્થાનની વિશ્વસનીયતા તેની સમુદાયો સાથે અને સ્ત્રીઓ સાથેના મજબુત સંબંધને લીધે છે. આ વિશ્વસનીયતાથી જ વ્યુહરચના વિષે સુઝી શકે પણ પહેલાં આપણે ૮૦ના દાયકાના મધ્યકાળની વાત કરીએ એ વખતે નાગરિક સમાજની ભૂમિકા અને ‘સ્વૈચ્છિક સંસ્થાઓની આચારસંહિતા’ વિષે ચર્ચાઓ ચાલેલી એમાંનો એક મુદ્દો હતો ‘વિડ્રોઅલ – ખસી જવા’ વિષેના ગ્રામીણ સમુદાયો જે રીતે બધીજ બાબતો માટે દરેક પ્રકારની બહારની વ્યક્તિઓ પર આધાર રાખતા હતા તે આધીનતા ઘટાડવા વિષેનો એ વખતે સ્વૈચ્છિક સંસ્થાઓને કહેવામાં આવતુ હતું કે સ્થાનિક  ક્ષમતાઓ રચો અને પછી તમારા ત્યાના જોડાણો ખેંચી લો અને તમને મળેલા અનુભવનો બીજે ઉપયોગ કરો. તમારે સ્વતંત્ર, સ્વનિર્ભર સંસ્થાનો રચીને ત્યાંથી ખસી જવું. ભાલની ટીમ એ મુદ્દથી કેટલી પ્રભાવિત થઇ હતી એ આપણે જોઈ શકીએ છીએ. માહિતી એ જ રીતે એક સ્વતંત્ર સંસ્થા બની પરંતુ એ પ્રશ્ન હજી આપણી સાથે રહ્યો છે કે આ રીતે ખસી જવાની પ્રક્રિયાનો અર્થ શું થાય છે? એ વર્ષોમાં એવો વિચાર હતો કે સ્થાનિક સંસ્થાનો સમુદાય – આધારિત , સમુદાય પ્રેરિત અને સમુદાય સંચાલિત હોવા જોઈએ. આ બાબતને સ્વ નિર્ભરતા સમજવામાં આવતી હતી. માહિતીનું મોડેલ પ્રશંસનીય છે પરંતુ માહિતી પોતાની ઘણી બધી શક્તિઓ ભારથી પણ મેળવે છે. એટલે માહિતી નાં મુલ્યો સાથે સહભાગી હોઈએ એ આપણને સૌને માટે એ પ્રશ્ન ફરી પૂછવો જોઈએ કે ‘સમુદાય  આધારિત સંસ્થાન’ નો  આપણે  શું અર્થ સમજીએ છીએ ?એ વિના પ્રોજેક્ટના પરિણામો વિષેનાં સત્તાતંત્રો,દાતાસંસ્થાઓ અને સમુદાયના પોતાના આગ્રહો સામે આપણે કઈ રીતે ટકી શકીએ?પરિવર્તન થાય તેમ તેમ મજબુત રીતે સમુદાયના અંકુશમાં રહે એવી વ્યવસ્થાઓની જરૂર પડી શકે’આવી સ્વ-નિર્ભરતા માટે સુદર્શન એક ધોરણ સૂચવે છે.”ખરેખરી સમુદાય આધારિત સંસ્થા માટેની એક કસોટી એ છે કે એ વિવિધ સ્તરે–ગ્રામસભાથી લઈને ઉપરના સ્તર સુધી સત્તાતંત્ર સાથે સફળતાથી વાટાઘાટો કરી શકે. ઉત્થાન,કચ્છ મહિલા વિકાસ અને બીજા કેટલા કે બતાવી આપ્યું છે કે આ ખરેખર શક્ય છે એમના એ નિદર્શનો પરથી આપણે વિવિધ પ્રકારના આધારક્ષમ સંસ્થાનોની સંખ્યા વધારી શકીને માહિતીના મોડેલના આદરે ઉત્થાનનાં ભાવનગર,અમરેલી અને દાહોદની આસપાસના આદિવાસી વિસ્તારોમાં આવા મોડેલો રચી શકાય?”

સરકારના સત્તાતંત્ર સાથે અસરકારક રીતે વાટાઘાટો કરવાની નાગરિક સમાજના જૂથોની ક્ષમતાના ઉદાહરણ તરીકે બાંગ્લાદેશની બીઆરએસીનું ઉદાહરણ લઈ શકાય.સુદર્શનના માનમાં કઈક આવો ધ્યેય છે?”નાં, બિલકુલ નહિ એ કહે છે, “બીઆરએસીનું ઉદાહરણ કદાચ એક શક્તિશાળી ઉદાહરણ છે પરંતુ એ શાસનની લગભગ સમાંતર એવી વ્યવસ્થા છે.એ જ રીતે શ્રીલંકાની સર્વોદય  એની પાસે  વિશાળ કાર્યકર જૂથો છે,એ કાળના દેશો માટે આ મોડેલો કદાચ વ્યવહારુ ઉકેલો લાગે પરંતુ ભારત માટે નહિ  આપણો દેશ વિશાળ છે,વિવિધતાઓથી  ભરેલો છે બાંગ્લાદેશના બીઆરએસીની જેમ કામ કરવું હોય તો આપણી પાસે સંખ્યાબંધ અતીવ્યવસાયિક રીતે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ જોઈએ. એટલા મોટા પ્રમાણમાં વિસ્તરવાનું અવ્યવહારુ ગણાય. એને બદલે આપણે ત્યાં ખરેખરો સમુદાયનો આધાર ધરાવતી હોય તેવી સંસ્થાઓની સંખ્યા અને ગુણવત્તા વધવા જોઈએ અને આપણે એ કરી શકીએ તેમ છીએ.આ કઈ રીતે શક્ય છે તેના નિદર્શનો આપતા ઉદાહરણો પણ આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે.ભારતની પરિસ્થિતિ એવી છે કે અહી સ્થાનિક મુળિયા અને  સ્થાનિક ક્ષમતોઓથી પોષણ પામતા વિવિધ રીતનાં મોડેલોની જરૂર છે.આજની જરૂરિયાતો અને તકો માટે  સમુદાય વિષેની સ્પષ્ટ સમજની જરૂર છે અને  એક ધ્યેય તરીકે વ્યક્તિગત સ્વસ્થતા હોય તે જરૂરી છે.આ સિદ્ધ કરવું હોય તો ગઈકાલના આદર્શવાદી અધારોને આપણે  છુટા કરીને ફેંકી દેવા જોઈએ.”

આવા કાઢી નાખવા જેવા “પોટલાં” ક્યાં છે?એ વિષે વાત કરતાં સુદર્શન કહે છે,”ઉત્થાન જેવા મુલ્ય આધારિત પ્રયત્નો માટે હવે સમય આવી ગયો છે કે ‘ગરીબ’અને ‘વંચિતતા’ જેવા શબ્દોનો અર્થ વિષે નવેસરથી વિચારવું.આપણામાંના ઘણાખરા ઉત્પાદન તો કરી શકીએ છીએ પણ વપરાશની આસપાસ રહેલા બજારના પરિબળો આપણને અસ્વસ્થ બનાવી દે છે.નીતિઓનાં નવા વાતાવરણમાં આ પરીબળો ધરાર આપણા ઘર માં ઘુસી ગયાં છે.ન્યાય,સમાનતા અને જેન્ડર ના પ્રશ્નો પર એ જે નિર્દેશો કરે છે એની આપણે અવગણના ન કરી શકીએ.ગુજરાતમાં જુઓ ૧૯૭૦ માં ગુજરાતની ૭૦% પ્રજા ગરીબીની રેખા નીચે જીવતી હતી. ૨૦૦૪ માં એ ટકાવારી ૧૪% હતી.આ એક રીતે પ્રગતિ જરૂર કેહવાય પરંતુ આંકડાતો ભ્રમજાળ છે.એમાં જે દેખાય છે એના કરતા ઘણું વધારે ઢંકાયેલું રહે છે.ગરીબી દૂર થઈ એટલે શું?દિવસમાં બે વખત જમવા મળે એટલે ગરીબી દૂર થઈ સમજવાનું?આવક વધી તો એની વહેચણી કઈ રીતની થઈ,એનો ઉપયોગ શું થયો? આકાંક્ષા પણ હોય.ઉદ્યોગો,ટેકનોક્રેટ્સ અને સમૂહમાધ્યમો વપરાશના જે સ્વપના દેખાડે છે એ તો પ્રમાણમાં થોડા જ લોકોને પુરા કરવા પોસાય છે. જરુરીયાતોને એવી રીતે ઉત્તેજ્વામાં આવે છે કે એ આપણા સમાજ અને આપણી પૃથ્વી પર આધારક્ષમતા વિષે આપણે જે સમજીએ છીએ તેની છડેચોક અવગણના કરે છે. આપણે બહુ મોટું થઈ જાય તે પેહલા આં અટકાવવું જોઈએ.ભવિષ્યનાં ઉત્પાદનો વપરાશની વધુ સમજદારીભરી પસંદગીઓને પ્રતિબીબિત કરશે?સમુદાય કાર્ય દ્વારા આઈ પસંદગીઓ કરવા વિષે લોકો પર પ્રભાવ પાડી શકાય?આં ચર્ચા દીર્ઘકાળથી ચાલી આવે છે.ગાંધીજીએ કહેલું કે આપણી પૃથ્વી બધાની જરૂરિયાત પુરી શકે તેટલી સમૃદ્ધ છે પરંતુ બધાના લોભને સંતોષી શકે તેટલી બધી સમૃદ્ધ નથી.આં પરિસ્થિતિ આજે પણ છે અને એ વધુ તાકીદની બની છે. મિંગલપુર ગામમાં થતી એ લડાઈઓ  જીવનશૈલીને નકાર મળ્યાની અને આકાંક્ષાઓની અવગણના થયાની લડાઈઓ હતી.અહીં અંદર હવે હવામાનમાં પરિવર્તનો અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ ઉમેરાઈ છે.ઉત્થાનની હાલની પ્રાથમિકતાઓમાં એ પ્રતીબિંબીત થઈ રહી છે.એટલે ખરી જરૂર એ નિશ્ચિત કરવાની છે કે મીગલપુરનાં સંપ પાસે થઈ રહેલો એ સંઘર્ષ ક્યાંક દરેક ક્ષણ જતાં કુદરતી સ્ત્રોતો માટેના હતાશાભાર્યો સંઘર્ષ ન બની જાય. ઉત્થાન માટે આં પડકાર છે,આપણી સૌની સામે આં પડકાર છે.આં પ્રક્રિયાનો પડકાર છે.હું માનું છું કે તેના ઉકેલો “બુદ્ધિગમ્ય નિર્ણયો લેવા સક્ષમ એવા  સમજદાર સમુદાયો પાસેથી અને પોતે જે પસંદગીઓ કરે છે તેને સમજવા સમર્થ એવા સમુદાયો પાસેથી આવે.”

વેલમોડ  કોઈક્બેકર

“૧૯૯૧માં મારી નફીસા સાથે થયેલી પહેલી મુલાકાત મને બરાબર યાદ છે. નફીસા નું વ્યક્તિત્વ અવિસ્મરણીય છે. આવેશ, એ નીશ્ચયાત્મકતા અને એ સિદ્ધાંતવાદી અભિગમ અને છતાં ય સ્નેહાળ, આનંદી અને સ્ફૂર્તિલું વ્યક્તિત્વ પહેલી નજરે જ અમે એક બીજાના મિત્ર બની ગયા.વર્ષો સુધી અમે જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં મળતા રહેતા.ગુજરાતમાં હિંસા ના બનાવો પછી વર્ષ ૨૦૦૩ માં નફીસાએ મને ઉત્થાન જ્યાં કામ કરતું હતું ત્યાંના ગ્રામીણ સમુદાયોના રોજીંદા જીવન પર એ રમખાણોની અસરો વિષે કહ્યું કેટલાકને માટે એ બનાવ ગુજરાતના ઈતિહાસ નું એક ભૂલી જવાયેલું પાનું હતું પરંતુ બધાને માટે નહિ.નફીસાએ મને વાત કરી કે ઓળખ વિષયક રાજકારણની એ અસર સમજાવી અઘરી છે.લોકોના અંદરો અંદરના સંબંધો જ નહિ,સંગઠનનાં મુદ્દાઓમાં પણ એ વચ્ચે નડે છે.પહેલા એ પોતે એક મુસ્લિમ સ્ત્રી છે એ વાત ખાસ મહત્વની ન હતી પરંતુ હવે વકરતા જતા કોમવાદનાં મહોલમાં એને વિષે આભદર્શન કરવાની જરૂર પડી છે,નવી વ્યૂહરચનાઓ વિચારવાની જરૂર પડી છે.ક્યાં,શું ખોટુ થયું? એ વિષે કોઈ ક્યાંથી સમજી શકે? એ જ સમય ગાળામાં હું ઈરાન એને સુદાન તેમ જ બીજા સંઘર્ષોનાં પ્રદેશોમાંથી પાછી ફરી હતી. ત્યાં મેં શાંતિ અને માનવ અધિકારોના રચના-ઘડતર માટે કામ કર્યું હતું.નફીસાએ પૂછ્યું તમારો અનુભવ ઉત્થાનને જણાવો એને અભિગમો શોધવામાં સહાયક બની શકે? અમે સાથે મળીને એક યોજના ઘડી અને શાંતિ, ન્યાય અને જેન્ડરનાં પ્રશ્નો વિષે ઉત્થાનની અંદર જ કામ કરવા માટે એક વિસ્તરિત પ્રોજેક્ટ માટે નાણાસહાય મેળવી.સહકારના એક ભાવનાપૂર્ણ સમયગાળાની આ રીતે શરૂઆત થઈ.આ કામ માટે આઠ વર્ષના ગાળામાં તેર  કાર્ય શિબિરો અમે કરી. એ ખરેખર એક અદભૂત સમયગાળો હતો ઉત્થાન એને મેં સાથે મળીને ધ્યાન કાઢ્યું કે અમે પરસ્પર શું શું શીખી-શીખવાડી શકીએ એવું છે.ઉત્થાને મને ‘સાથી’ની ભૂમિકા સોંપી.મને હમેશા લાગતું કે જાણે હું ટીમનો સમકક્ષ ભાગ છું.સાથીદાર અને બીરાદરની ભૂમિકા માટે હું હમેશની આભારી છું.મને અહીં ઘર જેવું લાગે છે.   “શાંતિ-રચના વિશેની ઉત્થાનની આ પ્રક્રિયામાં આવું શું વિશિષ્ટ હતું?હું માનું છું કે ઘણું બધું” “પહેલી તો વાત એ કે યુવાન મુસ્લિમ સ્ત્રીઓમાં આગેવાનીનો નોંધપાત્ર વિકાસ થયો.બીજી વાત એ કે સંઘર્ષના પ્રશ્નોથી ઉપર ઊઠીને સહિયારા હિતને બધી જ સ્ત્રીઓ સમજી શકી એને લઈને સમુદાયોના ભેદભાવ છોડીને બધા ભેગાં મળ્યા.આ પ્રશ્નોમાંનો એક પ્રશ્ન ઘરેલું હિંસાનો ન્યાય નાં પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરતી ન્યાય સમિતિઓના વિકાસ નોંધપાત્ર હતો.આ બધી જ વ્યૂહરચનાઓને ઉત્થાન નાં દરેક સ્તરે શીખવાની એક ખરેખરી પ્રક્રિયારૂપે સતતપણે સંકલિત કરવામાં આવી છે.આ એક ખરેખર જ સમાવેશક પ્રક્રિયા બની છે જેના દ્વારા એક ‘કાળજી રાખતા સંગઠન’ની વિભાવના સિદ્ધ કરવા માટે બધા સાથે રહીને કામ કરે છે.હું આને ‘ઉત્થાન પદ્ધતિ ‘નામ આપું છું એને એને માટે આશ્ચર્યજનક રીતે સારો હતો.દાખલા તરીકે એક્શન રીસર્ચની કાર્યપદ્ધતિ અને નીતિનાં ધોરણો વિષેની તાલીમમાં  છેક તળનાં સ્તરે કામ કરતા સમુદાયના આગેવાનોની આ વિશેની સમજ અને પ્રતિભાવ એવા સ્પષ્ટ હતા કે મારા યુનિવર્સિટી કક્ષાના વિદ્યાર્થીઓના પણ ન હોય!દરેક તાલીમમાં સંકલિત સમન્વયની પદ્ધતિ પ્રયોજી હતી,પ્રસંગાનુંરૂપ કાર્ય એને સંગીત યોગ એને શારીરિક કસરતો સહીત. આમાં ઘણો બધો યશ

નફીસાના પતિ રાજુભાઈ અને એમના થીયેટર જૂથને જાય છે.અમણે અવિસ્મરણીય કાર્યક્રમો રજુ કાર્ય. દાહોદમાં એક ગામમાં શો વખતે બે હાજર લોકો પ્રેક્ષક હતાં.પશ્ચિમમાં આ બાબત  કલ્પનાતીત ગણાય!”

“શાંતિ અને ન્યાય માટેના આં પ્રયત્નો ઉત્થાન માટે એક પ્રોજેક્ટ નથી.આની પાછળની વૈચારિક ભૂમિકા ‘જાણે ખોખા માં સામાન ભરી દેવો’ કે દાતા સંસ્થાઓને સંતુષ્ટ કરી દેં એટલા પુરતી નથી.અમે અમને સામાજિક પરિવર્તનના એક બળ તરીકે ગણીએ છીએ.અમે સતત પ્રશ્નો પૂછતાં રહીએ છીએ અમને પોતાને પૂછતાં રહીએ છીએ “આપણે યોગ્ય કામો કરીએ છીએ?”

“આપણે યોગ્ય રીતે કરીએ છીએ?” ”આપણે સાચા છીએ કે  ખોટા એ આપણે કઈ રીતે સમજીએ?”અમને ખબર છે કે અમે કરીએ છીએ એ કામની કોઈ બ્લુપ્રીન્ટ નથી આમ છતાં અમે એ પણ જાણીએ છીએ કે અમે બીજી જગ્યાઓએ થયેલા અનુભવમાંથી શીખી શકીએ.જગત માં અનેક જગ્યાએ કોમવાદ અને અન્યાય સામે લોકોએ સંઘર્ષો કાર્ય છે.એમાંથી અમે શીખી શકીએ.અમે ક્ષેત્રીય સ્ટાફ,સમુદાયના આગેવાનો,પાયાના ક્ષેત્રના સહભાગીઓ અને અમદાવાદ નાં સ્ટાફ સાથે એક પૂર્ણપણે સહ્ભાગીતાપૂર્ણ સ્વાધ્યાય કરવાનો પ્રયત્ન કર્યો એમાં અમારે ઘણુંખરું મુખ્યપ્રવાહની વિકાસસંબંધી ચર્ચાઓમાં પ્રયોજ્યા માં આવતી વ્યવસાયિકભાષા અને પ્રોજેક્ટ અભિગમોથી દૂર રહીને પરિવર્તનની પ્રક્રિયા ખરેખર જેના હાથમાં છે તેવા લોકોની ભાષાનો ઉપયોગ કરવો પડ્યો.અમારી ભૂમિકામા  જોડવાની,ભાષાંતર કરવાની હતી.ભાષાંતર એટલે કે વિકાસ વિષયક ચર્ચાઓ અને દાતા સંસ્થાઓના વર્તુળમાં જે પ્રયોજવામાં અને સમજવામાં આવે છે તે “જાર્ગન ”ભાષા-શબ્દ-વાક્ય પ્રયોગોને સ્થાને લોક્સંગઠનો,સમુદાયના આગેવાનો,ક્ષેત્રીય સ્ટાફ અને ટેકારૂપ સ્ટાફ જે અનુભૂતિઓ અને શબ્દ-વાકય-પ્રયોગો સાથેની ભાષા પ્રયોજે છે તે ભાષામાં વાત કરવી આં વિવિધ સ્તરોએ લોલક સતત ફરતું રહેવું અને એ બાબત મને શાંતિરચના અને પરિવર્તન હાંસલ કરવાના પડકારનું સૌથી વધુ આકર્ષક પાસું લાગ્યું છે.આ રીતની પરિવર્તનની પ્રક્રિયા બહુસ્તરીય અને ગતિશીલ હોય છે.પરિવર્તનો લાવવાનું કામ ખરેખર ભગીરથ કાર્ય છે અને મારા માટે ઉત્થાન એમાં સફળ થયું છે.”

‘સફળતા સહેલાઇથી મળી ગઈ એવો દાવો ક્યારેય ન કરવો’મને આં સુત્ર વારંવાર યાદ આવે છે.આફ્રિકાના રાજકીય ફિલસૂફ એમીકલરે કાબરાલે આ ડાહપણ વચન કહ્યું છે.મુક્તિ અને સામાજિક પરિવર્તનોમાં વિશ્લેષણોમાં સામાજિક પરિસ્થિતિઓની વિશિષ્ટતા તરફ કે સામાજિક ચળવળોની આડે આવતી મર્યાદાઓ કે વિરોધાભાસો તરફ ભાગ્યે જ પુરતું ધ્યાન આપવામાં આવે છે.એટલે જ આપણે કબીર વચન યાદ રાખવું ઘટે:

ધીરે ધીરે હોત હૈ,ધીરે સબ કુછ હોયે

માલી સીંચે સૌ ઘડા,ઋત આયે ફલ હોયે

બિનોય આચાર્ય

૧૯૮૮માં બિનોય આચાર્ય અમદાવાદ આવ્યા.નવી દિલ્હીની સોસાયટી ફોર પાર્ટીસીપેટરી રીસર્ચ પ્રિયા  માં થોડો સમય,કામ કર્યા પછી ત્યાંથી પ્રેરિત થઈને એમણે અમદાવાદમાં ‘ઉન્નતી’-વિકાસ શિક્ષણ સંસ્થા શરૂ કરી.” ઉન્નતિ જે સિદ્ધાંતો પર કામ કરે છે તે સહ્ભાગીતાપૂર્ણ સંશોધન કાર્યની એવી સમજ સાથે કરે છે કે જેમાં લોકોના પોતાના જ્ઞાનનું મુલ્ય ગણવામાં આવે છે અને એ જ સામર્થ્યદાયી બળ ને લોકોના પોતાના વિકાસ માટેના આયોજન અને અમલીકરણ માટે પ્રયોજવામાં આવે છે.આનો સંદર્ભ સ્થાનિક નાગરિકોને પૂર્ણપણે સ્વીકાર્ય હોય તેવી શાસનવ્યવસ્થા હોવી જોઈએ.મેં જયારે ઉન્નતિ શરું કર્યું ત્યારે ગુજરાતમાં આં મુદ્દાઓ –નાગરિકોની સામર્થ્યપ્રાપ્તિ કરાવવી અને સત્તાતંત્રને વધુ ઉત્તરદાયી બનાવવું-વિષે કામ કરતી સંસ્થાઓ વિષે તપાસ કરવા માંડી ત્યારે ઉત્થાન જ દેખીતી રીતે સહભાગી તરીકે દેખાઇ આવ્યું.૧૯૮૯ માં હું ઉત્થાનના તળાવના મુદ્દે સ્ત્રીઓનાં સક્રીયિકરણ વિષે અભ્યાસ કરવા ભાલ ગયો એ વખતે માહિતી એક સ્વતંત્ર સંસ્થાન બની ચુક્યું હતું.માહિતી અને ઉત્થાનના અનુભવોને સ્વીકૃતિ મળવા લાગી હતી. ભાલનો અનુભવ અને હરિયાણાનો સુખો માજરીનો અનુભવ ચર્ચાના વિષય બન્યા હતા. કુદરતી સંસાધનોના સંચાલન વિષે જાગૃતિનો પ્રસાર થવા માંડ્યો હતો. ઉન્નતિ અને ઉત્થાનનું સાથે રહીને પહેલું કામ થયું તે સહ્ભાગીતાપૂર્ણ કાર્યપદ્ધતિઓ વિશેના તાલીમ કાર્યક્રમોનું હતું.ઉત્થાનમાંથી કેટલીક વ્યક્તિઓ આ કાર્યક્રમોમાં જોડાઈ હતી અને ભાલમાં અને બીજે કામ કાર્યના તેમના સમૃદ્ધ અનુભવોનો લાભ આ કાર્યક્રમોને મળ્યો.સંસાધનોના સંચાલન વિષે હવે સમગ્ર દેશમાં ચર્ચાઓ ચાલતી હતી આ કાર્યમાં સ્ત્રીઓની સહ્ભાગીતાને એક બળ તરીકે પ્રયોજવા વિષે પણ ચર્ચા થતી હતી.નફીસાએ એ કરી બતાવ્યું હતું અને તેની એ ક્ષમતાને કારણે દેશભરમાં એ જાણીતા બન્યા હતાં.આજે એ વાતને બે દાયકા વીતી ગયાં છે.સ્વાભાવિક છે કે ઉત્થાન પોતે કંડારેલી પગથી પર પાછા વળીને નજર નાખી અને તેના લેખાજોખા વિચારવા ચાહતું હોય. નાગરિક સમાજમાં અમારામાંના ઘણાને આ સમસ્યા રહે છે.આવા મૂલ્યાંકનો માટે ક્યાં સીમાંસ્તંભોનો ઉપયોગ કરવો તે નક્કી કરવા વિષેની.

ઉત્થાનમાં ઘણાને માટે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે નીતિઘડતર પર અસર પાડવી એ સંકેત સૌથી મહત્વનો બને છે.વર્ષો જતાં મહત્વના કુદરતી સંસાધનોની  પરિસ્થિતિ જે રીતે દિવસેદિવસે બગડતી જાય છે તે જોતા આ મુદ્દો અગત્યનો જરૂર લાગે. બિનોય આ બાબતે સાવચેતી રાખવાનું સૂચવે છે.” સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રયત્ન અને ઉચ્ચતમ સ્તરે નીતિઓની જાહેરાતો વિષે સીધા જોડાણો જોવા બાબતે આપણે ખુબ સાવચેત રહેવાની જરૂર છે.દાખલા તરીકે પાણી સમિતિઓ પંચાયતી રાજ્યના કાયદાનો એક ભાગ છે.પરંતુ એથી મહત્વની વાત એ છે કે એ કાયદો થયો એ પહેલા ઘણા વર્ષોથી પાણીસમિતિઓ ગામોમાં હતી જ.અલબત્ત,સ્વૈચ્છિક સંસ્થોએ કરેલા પ્રયત્નોના પરિણામે.આથી હું માનું છું કે અસર પાડવા બાબતે આપણે વધારે વાસ્તવવાદી બનવું જોઈએ ખાસ કરી ને લોકો સાથે સીધું સંશોધન અને હિમાયત માટેની સંસ્થા નથી.આથી ખરો સવાલ તો એ પૂછવાનો રહે છે કે ઉત્થાને ક્યાં લોકોના મન પર પ્રભાવ પાડી શક્યું?પોતાના અનુભવો અને જ્ઞાનની રજૂઆત કરીને ક્યાં પ્રકારના વલણો બદલવામાં એ ભાગ ભજી શક્યું હોત? કેસ રજુ કર્યો અને પરિવર્તન આણ્યું એનો કશો પુરાવો છે?જો તમે આ પરિપ્રેક્ષ્ય ઉત્થાનનો રેકોર્ડ જુઓ તો સ્વપ્નો પુરા ન થઈ શક્યાનો વસવસો થાય તો પણ સંતોષ અનુભવવાનું કારણ મળી શકે છે.ગુજરાતની પાણીવિષયક નીતિમાં ખુબ મોટો ફેરફાર થયો છે. હવે મોટા પાયા પર પાણી માટેની પાઈપલાઈનોના વિશાળ નેટવર્કને બદલે સ્થાનિક,વિકેન્દ્રિત વ્યવસ્થા અપનાવવામાં આવી છે.એ નિ:શંક છે કે આ પરિવર્તન માટે ઉત્થાનના નિદર્શનો ઉદ્દેશક બન્યા છે.માત્ર ટેક્નોલોજી વિષયક નહિ,પાણીપુરવઠાનું સંચાલન કરવામાં સ્ત્રીઓનું સશક્તિકરણ કરવા બાબતે પણ આ પરિવર્તન  આવ્યું છે. હવે આ સરકારની અધિકૃત નીતિ છે અને વાસ્મો દ્વારા એનું અમલીકરણ થાય છે. હવે તો બીજા રાજ્યો પણ વાસ્મોનું ઉદાહરણ અપનાવી રહ્યા છે.” ઉત્થાનની રાષ્ટ્રીય અને વિશ્વસ્તરે અસર વિષે વાત કરતા બીનોય કહે છે.”આ વર્ષો દરમ્યાન ઉત્થાને ઘણા બધા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અધિવેશનો અને મીટીંગો માં વૈકલ્પિક-લોકકેન્દ્રી વ્યૂહરચના વિષે હિમાયત કરી છે. નફીસાનો અવાજ વિશ્વસ્તરે વોટસનમાં તેમની વિશ્વસનીયતા અને પ્રભાવને કારણે સાંભળવા મળે છે. જીનીવા ખાતેના ડબ્લ્યુ.એસ.એસ.સી.સી. પર એમનો પડેલો પ્રભાવ જાણીતો છે. સમુદાયો અને સ્ત્રીઓ માટે એમણે કરેલી રજૂઆતોથી વિકાસશીલ વિશ્વમાં ઘણાં બધા લોકો પ્રભાવિત થયા છે.આથી મારી દ્રષ્ટિએ પ્રશ્ન એ નથી કે ઉત્થાન એક અસરકારક પ્રભાવ છે કે નહિ?પ્રશ્ન એ છે કે હવે સંજોગો બદલાઈ રહ્યાં છે.તે સ્થિતિમાં ઉત્થાને પોતાનો પ્રભાવ વધુ મજબૂત રીતે રચવા માટે શું કરવું જોઈએ? વિકાસલક્ષી વિચારરીતિમાં ઉત્થાન કઈ રીતનું તાજાપણું લાવવાનું ચાલુ રાખી શકે?”

સંજોગો કદાચ મુશ્કેલ સંસ્થાનીય નિર્ણયો માટે માંગ કરી રહ્યાં છે.”પડકારોને ઓળખવાની જરૂર છે.પહેલો પડકાર તો ઉત્થાનનું ક્ષેત્રીય કાર્ય જે રીતે અનેકગણું વધ્યું છે તે વિષે છે.આ કાર્ય સતત વધતું જાય છે.ઉત્થાન આ ક્ષેત્રીય કાર્ય વિષે ગુણવત્તામાં અંકુશ,અનુભાવનું દસ્તાવેજીકરણ કરવું અને મજબૂત જ્ઞાનઆધાર રચવો અને એ જ્ઞાન સાથે વધારે લોકો સુધી પહોચવું એ બધી જ જરૂરિયાતોનું સંતુલન કઈ રીતે કરશે? ઉત્થાનના પ્રભાવને ટકાવી રાખવા માટે જ્ઞાનનું વિતરણ એ જ હિમાયત માટેનો મંચ છે.પરંતુ એ જ્ઞાનને પુરાવાનો પાયો તો જોઈએ જ.ઉત્થાને પોતે જે પ્રક્રિયાનું નવીનીકરણ સાધ્યું છે તેના દસ્તાવેજીકરણ માટે ખાસ કશું નથી કર્યું.જે અસરો થઈ તેનું પણ ખાસ દસ્તાવેજીકરણ થયું નથી.ઉત્થાનના અનુભવને જાહેર વર્તુળ સુધી લઈ જાય તેવા પ્રકાશનને આના વિષે ખાસ કોઈને જાણ  નથી. આ બધું બદલાવું જોઈએ.લોકશિક્ષણ કેન્દ્રો રચ્યા તે ઉપયોગી પગલું છે.પરંતુ એ કેન્દ્રો પુખ્ત અનુભવ,આધારક્ષમ દેતા અને બીજા સ્ત્રોતોનો આધાર લઈ શકાશે? અથવા ઉત્થાનની સહાયથી જે રચાઈ શક્યું છે તે પ્રવાહ નેટવર્ક નવીનીકરણ અને હિમાયત માટે પ્રયોજી શકશે? આનાથી ઉત્થાન અને તેના સહભાગીઓને વિકાસવિષયક નીતિના મહત્વના બિંદુએ રાખી શકે તેવા નવા વિચાર માટે સ્થાન બનાવી શકાશે? એનો અર્થ શું આવો થશે કે પ્રવાહે પણ વોટસન સાથી પોતાની ઓળખથી આગળ જઈને વિશાળ વિકાસવિષયક ઓળખ મેળવવી જોઈએ?જો એમ હોય તો ઉત્થાન અને એનાં ટેકાથી ચાલતા નેટવર્ક માટે આ પરિવર્તનોનો શો અર્થ થશે?

હિમાયત વિષે શક્તિમાન અવ ભવિષ્ય માટે રાજકીય જોખમો પણ છે. બિનોય કહે છે કે તેમ કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ નાના પાયા પર કામ કરીને અને વધુ પ્રકાશમાં ના આવીને સલામત રહે છે.”એકવાર સંસ્થાનો વ્યવસ્થાઓ અને સત્તાના માળખાને પડકારવાનું શરૂ કરે તે પછી એમના પર અનેક પ્રકારના દબાણો લાવવામાં આવતા હોય છે.ઉત્થાન આ જોખમોમાંથી અજાણ નથી.૨૦૦૨ પછી તો ખાસ.ઉત્થાન કદાચ એ પસંદગીથી દૂર રહેતું હોય તેમ છતાં ભવિષ્ય વિષે વિચાર કરવાનો થાય ત્યારે ઉત્થાનના પોતાના કે બીજાઓને થયેલા ઉત્થાનના અનુભવના પ્રભાવને વિષે પણ હોય જ. ઉત્થાનના ભવિષ્યના નેતાઓને આનાથી ઓછું કાઈ ગમશે?આ બાબત મને બીજા એક મહત્વના મુદ્દા પર લાવે છે.૧૯૯૯માં ઉત્થાનના બોર્ડમાં હું જોડાયો છું ત્યારથી એ મુદ્દો ઉત્થાનને સતાવી રહ્યો છે,અને તે છે નેતૃત્વના સંસાધનો વિકસાવવા.આ મુદ્દામાં સૌથી વધુ પ્રભાવી બાબત જેને બિનોય  ‘નફીસા ફેક્ટર’કહે છે તે છે “નફીસા ઉત્થાનની અંદર અને બહાર એક આદર્શ પ્રતિભા રહ્યા છે.ઉત્થાન જે જે મંચ સુધી પહોચ્યું છે ત્યાં બધે જ તેને નફીસા સાથે એકરૂપ ઓળખવામાં આવ્યું છે. ઉત્થાનની જેમ ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓમાં આ રીતે તેના કરિશ્મા ધરાવતા નેતા સર્વોપરી બની રહે છે અને ભવિષ્યમાં તેના વિકલ્પ વિષે સાશંક હોય છે.મારા વિચાર પ્રમાણે આ મુદ્દો ‘કોણ’ વિશેનો નથી પરંતુ નેતૃત્વની શૈલી વિશેનો છે.ઉત્થાન ને બનવવા માટે નફીસાની જરૂર હતી .ઉત્થાનનું આજે જે સ્થાન છે તે જોતા ઉત્થાનના પગલાને ટકાવી રાખવા માટે જરૂરી હોય તેવા ગુણો ધરાવતા સંભવી નેતાઓ ઉત્થાન પાસે હોવા જોઈએ.આ નેતાઓની શૈલી કદાચ ભિન્ન હોય નફીસા અને તેમના સહકર્મીઓ ૧૯૮૧મા ભાલમાં ગયા તેવી ઉત્કટતા સાથેની શૈલી તેમની ન હોય.એ કદાચ વ્યાવસાયિક શ્રેણીમાંથી મેનેજમેન્ટ પદ્ધતિઓનો અનુભવ ધરાવતા લોકો હોય એમની અપેક્ષાઓ પણ કદાચ સ્વયંસેવી સ્વૈચ્છિક ભાવનાના ઊંડા મુળિયા ધરાવતી સંસ્થા માટે હવે આર્થિક અને નીતિવિષયક વાતાવરણ એવું બની રહ્યું છે કે સમગ્ર સ્વૈચ્છિક કાર્યના ક્ષેત્ર સામે વ્યાવસાયિકતા માટેની માંગો આવીને ઉભી છે.ગરીબો માટે ખરેખરીની નીસ્બતના મુળિયા ધરાવતી મૂલ્યવ્યવસ્થા અને નીતિમત્તાને પ્રતિબિંબિત કરે તેવી વ્યવસાયિકતા સંભવી શકે?આપણે સૌ એ સંતુલન શોધી રહ્યા છે.એ સંતુલન કદાચ નફીસા જેવા પ્રેરણાદાયી રોલમોડલો દ્વારા જ આવી શકશે !”

હાન્સ વાન ડેમ

ગુજરાતમાં વોટસન માટે કામ કરતાં કર્મશીલો સાથે કામ કર્યા દરમ્યાનના વર્ષો,જે આગળ જતા હેગ ખાતે વર્લ્ડ વોટર ફોરમ તરફ દોરી ગયા તેના મારા સ્મરણોમાં ચાર નોંધપાત્ર ઘટકો છે.એ કર્મશીલોની નીશ્ચયાત્મક્તા,વ્યાવસાયિકતા,નેટવર્ક અને સહકાર સાધવાની શક્તિ ને પોતાના પ્રયત્નો વિષે ગૌરવ. મને યાદ છે કે કામ કરતા  જૂથમા તેમના કામ પ્રત્યે અત્યંત નીશ્ચયાત્મ્કતા હતી.એ લોકો ખરેખર જ પ્રતિબદ્ધ હતા.જયારે જયારે પણ મારે કોઈની સાથે વાત કરવાની થાય ત્યારે એમાં પાણીની અછતની અને સ્વચ્છતા વ્યવસ્થાની ત્રાસદાયક સમસ્યાઓનો કાયમને માટે ઉકેલવાની પ્રતિબદ્ધતા જણાઈ આવતી.હું ખરેખર આશા રાખું છું અને અપેક્ષા રાખુ છુ કે  હવે પરિસ્થિતિઓ સુધારી હશે.જો એમ થવું હોય તો એને માટે મેં જે ટીમો અને સમુદાયોની સાથે કામ કર્યું હતું તેના પ્રયત્નો જ કારણરૂપ હશે.એ લોકો ક્યારેક નિરાશા જરા પણ ગંભીરતાથી લેવામાં ન હોતી આવતી.એ બેપરવાઈ એમને હતાશ કરતી. સદભાગ્યે, થોડા અપવાદો પણ હતી.એને કારણે અમારી વિઝન ૨૧ની મિટિગોને ઉર્જા મળતી એના ઉત્સાહનું વાતાવરણ બનતું અને આટઆટલાં વર્ષોથી સુવિધાઓથી વંચિત લોકો માટે સહાનુભૂતિનો ભાવ પણ જાગતો.

મને યાદ છે  કે આ કર્મશીલોમા ટેકનીકલ દક્ષતાથી આગળ વધી જતી એવી વ્યવસાયિકતા પણ હતી. દરેક પોતાની ભૂમિકાને ગંભીરતાથી લેવું. જે વિશ્લેષણો થાય તે સ્પષ્ટ રહેતા અને વોટસન વિશેની વિચારણામાં આખા વિશ્વમાં બનતી બાબતો વિશેની છેલ્લામાં છેલ્લી જાણકારી પણ રહેતી. અહીં વોટસન એટલે શું? અને એ બે સમસ્યાઓ એકબીજા સાથે જોડાયેલી છે તેવી સ્પષ્ટ સમજ હતી. ઘણા બધા દેશોમાં હજી એ સમજ નહોતી આવી. વોટસન સેવાઓની પ્રાપ્યતા અને તેને એક માનવઅધિકાર તરીકે સમજવા માટે રાજકીય ઇચ્છાશક્તિ એક મહત્વનું ઘટક છે એ બાબત વિષે દ્રઢ વિશ્વાસ હતો.આ જ વિશ્વાસ ખાતરીની અસર વિઝન ૨૧ માં કહેવાની અને કરવાની વાતો પર પડી હતી. લોકોને આ વિષે જાગૃત કરવાના અને એમને યોગ્ય શિક્ષણ આપવું જેથી કરીને તેઓ પોતે પોતાનો અભિપ્રાય બાંધી શકે એ કરવા માટે ઘણી મહેનત કરવામાં આવતી હતી અને એને પરિણામે જ ગુજરાતમાં આ સ્તરની સમજ લોકોમાં ઊભી થઈ શકી. મને આ વાત પણ સમજાઈ.

ગુજરાતમાં વોટસન સાથે સીધી રીતે સંકળાયેલા ન હોય છતાં આ માટે જેમનો સહકાર મહત્વનો હોય તેવા સંસ્થાનોને   સાંકળવા બાબતે ગુજરાતની પ્રગતિથી પણ  મને આશ્ચર્ય થતુ હતુ. મે ઘણા દેશોની મુલાકાતો   લીધી છે પણ ભાગ્યે જ કોઈ દેશમાં કે સહકારી અધિકારીઓ અને વોટસન કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ વચ્ચે અને આ સંસ્થાઓ અને સમુદાયો વચ્ચે મજબૂત સહકાર બની રહ્યો હોય મને જેનો પરિચય કરાવવામાં આવ્યો તે વિચારણા અને કામમાં સમુદયોનું સક્રિયપણે સંકલન થતું હતું તે મને યાદ છે. આમા સૌથી વધુ મહત્વની હતી ગુજરાતની સ્ત્રીની સક્ષમ અને ઉદાહરણીય ભૂમિકા આ બાબતે જ વિઝન ૨૧ ને વિશ્વસનીયતા આપી અને બીજા માટે એક દ્રષ્ટાંત પુરૂ પાડ્યું.કદાચ આમાં ભારતની સાંસ્કૃતિક પરિસ્થિતિનું પ્રતિબિંબ હતું.મને તો સ્ત્રીઓ પોતાનો અવાજ રજુ કરી શક્તી હતી તે જ આશ્ચર્યકારક લાગતું હતું. સ્ત્રીઓના અને નાગરિક સમાજના ટેકાને લીધે જ જે કાઈ કામ થતું હતું અને જે કાઈ હાંસલ થતું હતું તે વિષે વાજબી ગૌરવ લઈ શકાય એમ હતું. આ સિદ્ધિઓ સહેલાઈથી મળી ન હતી. ગુજરાતનું પ્રતિકુળ હવામાન, વધતી જતી વસ્તીના દબાણો, રાજકીય અનિશ્ચિતતાઓ અને વિકાસની અગ્રીમતાઓ માટે હમેશનો નાણાંનો અભાવ આ બધું એમજ હતું. આ ગૌરવે જ ભારતને નીશ્વયાત્મકતા અને ગતિશીલતા આપી એ મેં અનુભવ્યું.

એક ચોક્કસ સ્મરણ પણ હું કહી શકું. મુખ્ય ઈજનેરો સાથેની એક મિટીંગનું એ સ્મરણ છે. એક વિશાળ બંધ બાંધવા વિષે હિતોનો સંઘર્ષ ઊભરી આવ્યો. મીટીંગમાં ઘણાનો અભિપ્રાય એવો હતો કે બંધ બાંધવો જરૂરી છે. મને આથી નવાઈ લાગી. લોકોને પુરતું પાણી નથી મળતું એ બાબતે સહાનુભુતિ અને પ્રતિબદ્ધતા હોવા છતાં આવો મત? પરંતુ આ વલણમાં વિકાસ વિશેષ ઊંડી સમજ દેખાઈ આવતી હતી કે આખરે વિકાસ લોકોને માટે છે. માલસામાન અને ટેકનોલોજીમાં જબરજસ્ત મૂડીરોકાણ જ વિકાસ નથી. ગુજરાતના આ અનુભવોને લઈને એવો નિર્ણય લેવાયો કે વિઝન ૨૧ ની ટીમે જે લગભગ વીસ દેશોમાં હતી તેની અંતિમ મીટીંગ અમદાવાદમાં જ  થશે. આ મીટીંગ પછી મળેલાં તારણો વિશ્વાસ સમુદાય સામે રજુ કરવાના હતાં.આ સભાનું વૈશ્વિક મહત્વ હતું. જે ૨૦૦૨માં હેગ ખાતે મળનારા વર્લ્ડ વોટર ફોરમમાં વિઝન ૨૧ ને  વોટસનની વિશ્વસ્તરની બ્લ્યુપ્રિન્ટ તરીકે સ્વીકારવા અને અપનાવવા વિષે ની:શંક પ્રદાન કરવાની હતી.

આ બધું જે સિદ્ધ થયું તે ગુજરાતની ચળવળનું નેતૃત્વ કરનારાઓની વ્યક્તિગત નીશ્ચયાત્મકતા વિના શક્ય ન બન્યું હોત. આ સમગ્ર કાર્યમાં કેન્દ્રીય બિંદુરૂપ હતા. નફીસા બારોટ દેખીતી રીતે એ જ મુખ્ય ચાલક બળ હતાં. સ્થાનિક સ્તરની લઈને વૈશ્વિક સ્તર સુધી શારીરિક પડકારો અને બીજા પણ અનેકાનેક પડકારોને જીતવાની એમની શક્તિ અને ક્ષમતા માની ન શકાય તેટલી મજબૂત હતી. આની સાથે અશોક ચેટરજીની અનિવાર્ય ભૂમિકાની પણ નોંધ લેવી ઘટે. એક તરફ ગુજરાતનું કામ અને બીજી તરફ વિશ્વસ્તરના વિઝન ૨૧ ને સંકળા કરવાનું કામ બને ભૂમિકાઓ કરતા અને એમણે વિઝન ૨૧ નું જે માળખું પૂરૂ પાડ્યું તેણે વિઝન ૨૧ ની સફળતા માટે નિર્ણાયક પ્રદાન કર્યું. મારા મતે ગુજરાતે એ વાતનું નિદર્શન આપ્યું છે કે સાચા વિકાસનો પાયો લોકોની ઊર્જા અને સર્જનશીલતા છે. એના આધારે જ ખરી પ્રગતિ શક્ય બને. ગુજરાતનું કામ વૈશ્વિક વિચારણામાં એક મહત્વનું પ્રદાન રહ્યું છે અને રહે છે. આને માટે અલબત્ત, ધીરજ જોઈએ કારણકે સંકેતો ઝડપથી પકડાતા નથી. આમ છતાં વિઝન ૨૧ની વિચારવાની અને  કામ કરવાની રીતની વિશ્વની સામુહિક ચેતનામાં જગ્યા બની ચુકી છે.”

આભાર સ્વીકાર

આ પુસ્તક તૈયાર થઈ શક્યું છે ઉત્થાનની ટીમના ભારતમાં સૌથી વધુ તકલીફભરી ગણાતી કેટલીક પરિસ્થિતિઓના ત્રણ દાયકા કામ કર્યાના અનુભવમાંથી કશોક અર્થ શોધવાના નિશ્ચયને પરિણામે. ગગન સેઠીએ સાર્થકતા શોધવાના ટીમના આ પ્રયત્ન અને એ માટેની પ્રક્રિયાને ચાલક બળ પૂરૂં પાડ્યું. તેમણે ટીમને પોતાનાં સંસ્થાનીય અને અંગત સ્મરણોને યાદ કરીને તેને વર્તમાન સમયના વિશાળતર સંદર્ભમાં સમજવા માટે પ્રોત્સાહન આપ્યું. આ પુસ્તકની વિગતો જેના પર આધારિત છે તે સંવાદ અને ચર્ચામાં ઉત્થાન ટીમના દરેક સભ્યનું પ્રદાન છે. દેવુબહેન પંડ્યા અને માહિતીના તેમના સહકર્મીઓએ પણ આ સ્વાદ – ચર્ચા – સ્મરણ યાત્રામાં સાથ આપ્યો છે.નફીસા બારોટ અને કૌશિક રાવલે હકીકતો, પ્રસંગોને યાદ કરવા તેને માર્ગદર્શન આપવામાં અને જરૂર  જણાય ત્યાં સુધારા કરવાનું પરિશ્રમ ભર્યું કાર્ય અથાગપણે કર્યું છે. નીતા પટ્ટણી એ ઉત્થાનના સંગ્રહમાંથી પત્રો, દસ્તાવેજો અને તસ્વીરો શોધવા અથાગ મહેનત કરી છે. સંદર્ભ સ્ત્રોતોમાં બંગ્લોરની કોમ્યુંનીકેશન ફોર ડેવલોપમેન્ટ એન્ડ લર્નિંગ સંસ્થા દ્વારા ૨૦૦૪મા ઉત્થાન વિષે તૈયાર કરવામાં આવેલા અહેવાલનો સમાવેશ થાય છે. મોટા ભાગના ચિત્રો ઉત્થાનના પોતાનાં સંગ્રહમાંથી લેવામાં આવ્યા છે. રાજુભાઈ બારોટ અને વેલ્મોડ કોએક્બેકરનો પણ એમાં પુરક ફાળો છે.

ધરતીકંપ પછીના ભુજની તસવીર માપીને પબ્લીશર્સ ના સૌજન્યથી તેમના દ્વારા પ્રકાશિત અને અઝહર તૈયબજી દ્વારા લિખિત પુસ્તક ‘ભુજ : આર્ટ/આર્કિટેક્ટ /હિસ્ટરીમાંથી લેવામાં આવી છે. ૨૦૦૨ના  ગોધરાકાંડની પ્રેસ તસ્વીરો   ‘ઇન્ડીયા ટુડે’ (ઓનલાઈન )અને ‘તહેલકા’ માંથી મેળવવામાં આવી છે. ઉત્થાનના વિસ્તરીત પરિવારના સભ્યોએ પુસ્તકના બીજા ખંડ માટે પોતાના સમય, સ્મરણો અને સામગ્રી સાથે ઉદારતાપૂર્વક પ્રદાન કર્યું. આ બધું જ એ પ્રભાવની સમૃદ્ધિ તેમના સંવાદોમાં પ્રતિબિંબિત થતી દેખાય છે. ‘સીચેન્જ’ નવી દિલ્હીના સિદ્ધાર્થ ચેટરજીએ ધીરજથી પુસ્તકની ડીઝાઈન અને ગુણવત્તા માટે પોતાનો મુલ્યવાન સમય સમર્પિત કર્યો. સ્વધા મજુમદારે વિષયસુચી બનાવવાનું કામ સંભાળ્યુ. ઓક્સફામ ઇન્ડીયા ટ્રસ્ટ, સ્વીસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો- ઓપરેશન, સેન્ટ્રલ  મિશન કોમીઝરેટ (હવે એમ એન પીપલ ઓન અ મિશન , ધ નેધરલેંડઝ )અને અર્ઘ્યમ (બંગ્લોરે)નો તેમણે આપેલા ટેકા બદલ આભાર. સર રિચર્ડ જોલીને તેમણે આપેલા પ્રોત્સાહન માટે અને બીઝનેસ સ્ટાન્ડરડ બુક્સનો પ્રકાશન માટે અને સહાય કરવા બદલ આભાર એમની સહાય કરવા બદલ આભાર. એમની સહાયથી જ ઉત્થાનનો અનુભવ સુયોગ્ય વાચકવર્ગો સુધી પહોંચાડી શકાયો છે.

કોઈ પણ લેખકને આવી પ્રેરણાદાયી ગાથા વિષે અને નફીસા બારોટ જેવા નિષ્ઠા પ્રતીતિ ધરાવતા ઉદ્દીપક વિષે લખવાની તક મળે એથી વધુ શું જોઈએ?

અશોક ચેટરજી

લેખકનો પરિચય

શ્રી અશોક ચેટરજી ભારત અને વિદેશોમાં પાણી અને સ્વચ્છતા વિષયક ક્ષેત્રમાં સ્વૈચ્છિક કર્મશીલ છે આ ઉપરાંત તેઓ અન્ય વિકાસ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. વિશિષ્ઠ આવશ્યકતા ધરાવતા બાળકો માટેની સંસ્થા પ્રભાત એજ્યુકેશન ફાઉન્ડેશન સાથે તેઓ જોડાયેલા છે. તેઓ રાષ્ટ્રીય ડીઝાઇન સંસ્થા (એનાઈડી ) ના કાર્યકારી ડાયરેક્ટર પદે સેવાઓ આપી ચુક્યા છે. ક્રાફ્ટસ કાઉન્સિલ ઓફ ઇન્ડીયાના તેઓ પ્રમુખ હતા. આ ઉપરાંત એન્જીનીયરીંગ ઉદ્યોગ, આંતરરાષ્ટ્રીય નાંણા ભંડોળ (આઈ એમ એફ) અને જાહેર ક્ષેત્રમાં પણ તેઓ કાર્યરત છે.

અનુક્રમણિકા

પ્રાસ્તાવિક

આમુખ

ભૂમિકા

૧. પ્રારંભ (૧૯૮૧ – ૧૯૮૨ )

૨. ભાલના વિકલ્પો (૧૯૮૨ – ૧૯૯૪)

૩. નવાં પગલાં , નવી દિશાઓ (૧૯૯૪ – ૨૦૦૨)

૪. એ આપત્તિ એ નકાર (૨૦૦૨ – ૨૦૦૬)

૫. વિસંવાદ, શાંતિ અને એમી પારણું વિશ્વ

૬. ન્યાયના માર્ગનો પ્રવાસ

૭. યોગ્ય હેતુની પ્રાપ્તિ અને વ્યવહારમાં એનો વિનિયોગ

૮. વિકાસ એ જ સ્વતંત્રતા

ઉપસંહાર

ઉત્થાન માર્ગના સહપ્રવાસીઓ

આભાર સ્વીકાર

પ્રથમાંક્ષરી શબ્દોની યાદી

ગુજરાતનો નકશો

લેખકનો પરિચય

વિષયસુચી

પ્રાસ્તાવિક

ભારત જેવા વૈવિધ્યસભર સમાજ ધરાંવતા અને સંકુલ અને જીવંત લોકશાહી સમાજ રચના ધરાવતા આ દેશોમાં સામાજિક પરિવર્તનના પ્રયત્નોની હજારો ગાથાઓ છે. આવી અનેક ગાથાઓ વણકથી રહી છે. એ કામના અનુભવો અને તેમાંથી શીખવા મળેલી બાબતોનો લાભ એ પરિસ્થિતિઓમાં સહભાગી બનેલા થોડા જ લોકોને મળ્યો છે. પરંતુ ‘ઉત્થાન’ એમાં અપવાદ છે.’ઉત્થાન’ સંસ્થાએ ગુજરાતનાં પ્રાકૃતિક – સામાજીક રીતે પડકારરૂપ પ્રદેશોમાં કામ કર્યું છે. એ કામ કરવાના સંઘર્ષો અને સિદ્ધિઓની આવા પડકારો વચ્ચે લોકોને ખાસ કરીને સ્ત્રીઓ હિંમત આપવાની, ભાવિ પેઢીઓ માટે બહેતર જીવન આપી જવાની નીશ્ચયાત્મકતા અને આશા – આકાંક્ષાઓની આ ગાથા છે. આવા કાર્યો માટે સામાન્ય લોકોની એકધારી કોશિશમાં રહેલી શક્તિ અને સમજ્દારીમાં જ આવતીકાલની આશાઓ પડેલી છે. એવું સમજતા દરેકને માટે આ ગાથા મહત્વપૂર્ણ છે. આવી ગાથા અવિસ્મરણીય રહેવી જ જોઈએ.

ખ્યાતનામ ઉર્દૂ શાયર નાઝ એ સ્ત્રીઓની શક્તિની મહાન સંભાવનાઓ વિષે એક શેર કહ્યો છે: ‘ તેરે માથે પે યે આંચલ (ઓઢણું ) બહુત હી ખૂબ હૈ લેકિન તૂં ઇસ આંચલ કો એક પરચમ (ધ્વજ )બના લેતી તો અચ્છા થા

‘ઉત્થાને’ ખરેખર આંચલને પરચમ બનાવીને લહેરાવ્યો    છે.

સહિદા હમીદ

સભ્ય, આયોજન પંચ

ભારત સરકાર

આમુખ

૨૦૦૨મા જ્યારે હું વોટર સપ્લાય એન્ડ સેનિટેશન કોલોબોરેટીવ કીઉન્સિલ માટે ગુજરાતની મુલાકાતે આવ્યો હતો ત્યારે તેના કાર્યકારી સચિવ ગૌરીશંકર ઘોષ મને ભાલની મુલાકાતે લઇ ગયા હતાં. મને એમ હતું કે આ કોઈક પાણી વિષયક પ્રોજેક્ટ હશે. ત્યાં મેં ખરેખર જ જળસંગ્રહ અને તળાવોના સંરક્ષણનું કામ જોયું પરંતુ એથીય વધુ ઘણું જોયું. હું બહેનોના એક જૂથને મળ્યો જેમણે વીસથી ય વધારે વર્ષોથી ઘણી બધી રીતે પાયાનું પ્રદાન કર્યું હતું. એમના કામ એમની ગતિશીલતા અને તેમની હિંમત મને પ્રભાવિત કરી ગઈ. એમનું કામ આખા ગામમાં દેખાઈ આવતું હતું. એમની ગતિશીલતા એમના ચેહરા પર દેખાતી હતી. જે ઉત્સાહથી એમને અમને વાતો કહી!પરંતુ મને સૌથી વધુ અસર કરી ગઈ તે એમની  હિંમત.

એ બહેનોએ એમણે મને વર્ષો સુધી એમણે વેઠેલી અધીનતા અને દમનની વાતો કરી, દરબાર કોમનું વર્ચસ્વ ધરાવતા ગામોની. ધનવાન જમીન માલિક અને શાહુકારોની કોમ દરબાર. એમના દ્વારા થતું દમન એ ગામોની વાસ્તવિકતા હતી. બહેનોએ મને કહ્યું કે એમને ગામના વર્ષોથી વણ વપરાયેલા,પુરાઈ ગયેલા, છીછરા તળાવો સાફ કર્યાં. ગામને માટે આ મહત્વનું કામ હતું. છતાંય એ તળાવો સાફ કરનારા બહેનોને એમાંથી પાણી લેવાની મનાઈ કરવામાં આવી. આમાં દેખીતો અન્યાય જ ન હતો. મેં પૂછ્યું આવું કઈ રીતે બને અને તમે એમાં શું કર્યું ?’ એમણે કહ્યું ‘અમે અમારા ઘરવાળાઓને કહ્યું કે જીલ્લા અધિકારીને મળો અને ફરિયાદ કરો. એ બધા ગયા તો ખરા પણ કાંઈ બોલી ના શકાય. “ ‘કેમ?’ મેં પૂછ્યું બહેનોએ કહ્યું, કોઈ બોલે તો દરબારો વેર લે’. ‘પછી શું કર્યું તમે?મેં પૂછ્યંખ “અમે બધાં બહેનો જાતે ત્યાં ગયાં”. “જિલ્લા અધિકારીએ તમારી વાત સાંભળી?”મેં પૂછ્યું “પહેલાં તો ના સાંભળી પછી અમે કહ્યું કે અમારી ફરિયાદ તમે નહિ સાંભળો અને પગલા નહિ લો તો અમે ઉપરના અધિકારી પાસે જઈશું.” એટલે પછી બહેનોને પાણી મળવા માંડ્યું.

અમે પાછા ફરી રહ્યા હતાં. અમારી લેન્ડરોવર મોટરકારની સામે ઘોડા પર બેઠેલા એક કરડા ચહેરાવાળો, જબરો દેખાતો પુરૂષ રસ્તો રોકી રહ્યો હતો. છેક છેલ્લી ઘડીએ એણે અમારા વાહનને જવા દીધું. આ દરબાર હતો. આ લોકો આવું જ કરે” મારા સહપ્રવાસીઓએ કહ્યું.

આટલા પરથી મને સમજાયું પણ આ તો માત્ર એક ઝાંખી હતી.પડકારો અને સંઘર્ષો સફળતાઓ, નિષ્ફળતાઓ વિજયોની ગણ દાયકાની યાત્રામાં આ પુસ્તક છે. ૧૯૮૧ થી સુધીની સ્ત્રીઓના આ જૂથના ખરેખર અનુભવો અને તેમનો પ્રગતિ અને પીછેહઠ, વિકાસ અને મુક્તિ સહભાગીતા અને સામર્થ્યપ્રાપ્તીની એક નોંધપાત્ર ગાથા છે.

આ ગાથાનું પુરૂ મહત્વ સમજવા માટે આપણે ૧૯૭૦ ના દાયકાના ભારતમાં બનેલા બનાવો અને વિકાસ અંગેનાં મુખ્ય પ્રવાહના અભિગમોની પાર્શ્વભૂને જાણવી જોઈએ. આઝાદી પછી સફળતાઓ અને નિષ્ફળતાઓના બે – અઢી દાયકા પછીના એ વર્ષોમાં આર્થિક ગતિશીલતા અને વિકાસ વધી રહ્યાં હતાં. ગરીબી ઘટાડવાનો ધ્યેય એકદમ સ્પષ્ટ હતો. ભારતના એ સમયના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ ૧૯૭૨ માં સ્ટોકકહોમમાં મળેલાં સંયુક્ત રાખવા અધિવેશનમાં જે વિધાન કરેલું તે હવે બહુઉલ્લેખિત બની ચુક્યું છે. તેમણે કહેલું કે પર્યાવરણ સામેનું સૌથી મોટું જોખમ ગરીબી છે. આ બનાવનાં નવ વર્ષ પછી એ સમયના પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ પાણી ટેકનોલોજી મિશન ઉભું કર્યું. આ મિશનનો ઉદ્દેશ હતો. દેશમાં દરેક વ્યક્તિને અને ખાસ તો ગરીબમાં ગરીબ લોકોસહીત બધાને માટે પીવાનું પાણી ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો કરવાં. ગૌરીશંકર ઘોષને આ કામ સોંપવામાં આવ્યું હતું. અને આ કાર્યમાં નોંધપાત્ર વિકાસ પણ થયો. પરંતુ પુરતો વિકાસ થયો નહિ. ૧૯૯૦ માં વૈશ્વિક સ્તરે આ સ્થિતિને તપાસવા વિવિધ દેશોમાંથી નિષ્ણાતો મળ્યા અને પાણી વિષે એક નવું સુત્ર રચવામાં આવ્યું. “બધાને માટે થોડું,થોડાને માટે બધું નહિ.”

પરંતુ દેશમાં ક્યા પ્રકારની વિકાસનીતીને અનુસરવું એ વિષે પણ મતભેદો અને સંઘર્ષો હતાં. ૧૯૮૨માં દિલ્હીમાં એશિયન રમતો યોજવામાં આવી. અને એની સાથે રંગીન ટેલીવિઝન પ્રસારણ શરૂ કરવામાં આવ્યું. વિકસિત દેશોના ગ્રાહક સંચાલિત આકાંક્ષા સાથેનો વિકાસ શરૂ થયો જેનાં પ્રતિક બન્યાં. દ્વીચક્રો સ્કુટરો અને મારૂતિ – સુઝુકી મોટરકારો. વપરાશવાદ અને મધ્યમ વર્ગ વિસ્તર્યો હતો. આર્થિક વિકાસનો દર વધ્યો હતો. પરંતુ આર્થિક અસમાનતાઓ પણ વધતી જતી હતી. દેશના બે થી ત્રણ કરોડ લોકો હજી ગરીબ હતાં.

આ વિકાસની પાર્શ્વભૂમાં ઉત્થાનનો નોંધપાત્ર ઉદય અને પ્રયત્નો તીવ્ર પડકારપૂર્ણ વિરોધમાં દેખાય છે. આ દ્રશ્ય છે. ભારતના કેટલાક સૌથી ગરીબ અને વંચિત પ્રદેશોમાંના એક પ્રદેશનું  ગુજરાતની પશ્ચિમે આવેલા દરિયાકાંઠા નો લાંબો વિસ્તાર ભાલ પ્રદેશ એટલે વિશાળ, ઉજ્જડ ભૂમિ, દરીયાની ભરતીને કારણે સર્જાયેલી ખાઈઓ અને તિરાડોથી ભરેલી. અહીનો સમાજ અતિતીવ્ર એવા પિતૃસત્તાત્મક મુલ્યો અને વલણો ધરાવતો સમાજ જ્યાં સ્ત્રીઓની ભૂમિકા અતિશય સ્પષ્ટ છે. સ્ત્રીએ ઘરમાં રહીને બાળકો, બીમારો,વૃદ્ધોનું ધ્યાન રાખવાનું છે. બસ દેવાદારી જીવનની સ્વાભાવિક રીત હતી. ખારા પાણી ભરેલા ખાડામાંથી ભાભરું પાણી ભરવા માટે થતો સંઘર્ષ અને તે પણ રહેઠાણનાં ઠેકાણેથી ન જાણે કેટલે ય દૂર સુધી ચાલ્યા પછી પહોચાય એટલો દૂરના ખાડાઓમાથી એ પણ જીવનરીતિ હતી.

આ વાતાવરણ જરા પણ આશાસ્પદ ન હતું. પરંતુ ઉત્થાન ત્યાં જ ઉદભવ્યું. ઉત્થાન એટલે એકતા સામાજિક ચળવળ. પ્રોફેસર રવિ મથાઈનાં વિઝનથી પ્રેરિત થઈને ચાર વ્યાવસાયિક પાર્શ્વભૂ ધરાવતી યુવતીઓ ત્યાં પહોંચે છે. એમના મનમાં સહિયારી પ્રેરણા છે. “જો સમર્થ બને તો સ્ત્રીઓ ચમત્કારો  સર્જી શકે છે.”

એ વ્યાવસાયિક મહિલાઓ ત્યાં ગરીબોથી ય ગરીબ વર્ગ અર્થાત સ્ત્રીઓને તેમની વાતો સાંભળી એને સંવેદના સમજવાનો પણ કર્યો અને કામ કરવા માટેનો એજન્ડા બનાવ્યો. આ એજન્ડા ચીલાચાલુ ઉપરથી થયેલા નિર્ણયો નીચે અમલમાં મુકાય તે રીતનો ન હતો. પરંતુ સમુદાયને જે જોઈતું હતું અને સ્ત્રીઓ જેને વિષે કઈક કરી શકે તેની સામુહિક અભિવ્યક્તિ રૂપે હતો.

ત્રણ વર્ષમાં સ્ત્રીઓ અને યુવાનોના મંડળો રચાયા,સક્રિય બન્યાં. ટેકનીકલ અને વ્યવહારૂ પ્રગતિઓ સધાઈ. શરૂઆત પાણીથી થઈ. તળાવોમાં ભરાય તે વરસાદનું પાણીમાં ખારી જમીનનાં ક્ષારો મળીને પાણીને ખારૂ બનાવી દેતા હતાં. આમ થતું નિવારવા તળાવોમાં પોલીથીનના શીટ્સ પાથરવામાં આવ્યા. ઘરના છાપરાં પર પડતા વરસાદના પાણીને સાદી પાઈપો અને પરનાળો  ગોઠવીને આંગણામાં રાકી બનાવીને ભરી લેવાની સરળ, ઘરેલું ગણાય તેવી રીતો અપનાવવામાં આવી. ખારી જમીનને અનુકુળ પીલુના ઝાડ વાવવામાં આવ્યા. પીલુના ફળ અને ઠળિયા આવકનું નવું સાધન બન્યાં. આને પરિણામે બચત અને ધિરાણ જૂથો શરૂ થયાં.

આ પ્રયત્નો એક પાયાના સરળ સિદ્ધાંતને આધારિત હતા. “ જેન્ડર સંબધોમાં સમાનતા અને સ્ત્રીઓના જ્ઞાન પરત્વે અને  નિર્ણયકર્તા અને સંચાલન કર્તા તરીકેની તેમની ભૂમિકાઓ પરત્વે સંપૂર્ણ સન્માનની ભાવના.” પુસ્તકના હવે પછીના પૃષ્ઠોમાં આ માનવસંઘર્ષ અને વિજયના અનેક પ્રસંગો વર્ણવ્યા છે. ૧૯૯૮ માં થયેલો એક ગંભીર મોટર અકસ્માત કદાચ આ પ્રયત્નોને અટકાવી શક્યો હોત. એને બદલે એમાંથી જ નવી નિશ્ચયાત્મકતા અને નેતૃત્વ આપ્યા.

એ પછી વર્ષ ૨૦૦૨ મુસ્લિમો પર હુમલા. દેશના વિભાજન પછી થયેલા સૌથી ભૂંડા કોમી રમખાણો જેનો ઇરાદાપૂર્વકનો પ્રયત્ન હતો. મુસ્લિમોને હતાશ અને બેઘર બનાવી દેવાનો. આ બાબત સ્પષ્ટ અને દ્રઢીભૂત થઇ. નફીસા બારોટ અને ઉત્થાનના ચાર આગેવાન બહેનો જે પોતે મુસ્લિમ હતા તેમને વ્યક્તિગત ધમકીઓ મળી. આમ છતાં તેના પરિણામે કટુતા કે બદલો લેવાના ભાવને સ્થાને આ જ અનુભવને શીખવાની એક નવી પ્રક્રિયા રૂપે સૌએ લીધો. વેલ્મોડ કોઇક્બેકરે ‘શાંતિ “ સંઘર્ષના રૂપાંતર દ્વારા શાંતિ અને ન્યાય ‘ નો કાર્યક્રમ વિકસાવવામાં મદદ કરી. આખા જૂથ માટે એક શીખવા જેવો મોટો પાઠ એ રહ્યો કે એમને સમજાયું કે “શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ,ન્યાય અને વિકાસના કામ માટે સંઘર્ષ અને સમાધાન સાથે કામ કરવાની ક્ષમતા આવશ્યક છે.” સમાધાન એટલે નિષ્ક્રિયતા નહિ. ‘જવા દો’ ની ભાવના નહિ, કોઈ પણ ભોગે નહિજ.

બીજો તબક્કો અને મહત્વનું ઉદાહરણ એક વધુ મોટું નિદર્શન કર્યું. આ બધામાંથી એક અભિગમ ઉભરી આવ્યો “ન્યાય અને સ્વતંત્રતા તરફ પ્રવાસ”નો ઉપરથી નીચે તરફના ટેકનીકલ આયોજન કરતા તદ્દન વિપરીત, સંપૂર્ણપણે જુદો અભિગમ છે, જેમાં સાત પગથીયા છે.

  • સમુદાયને સાંભળવો
  • સમુદાય સાથે રહીને સમસ્યાઓનો અભ્યાસ કરવો
  • સર્વાનુમતિ ઊભી કરવી
  • સમગ્ર અભિયાનમાં મુખ્ય ઘટક સંઘર્ષનો ઉકેલ લાવવાનું છે.
  • વ્યૂહરચના ઘડવી
  • અનુભવ અને પ્રગતિના પ્રકાશમાં વિચારોને તપાસવા
  • સતત સમિક્ષા અને પુનઃપુશ્તીકરણ કરતા રહેવું.

આ બધું જ ઉત્થાનના અફર મુલ્યો ન્યાય અને સમાનતાની અંદર રહીને કરવાનું છે. આ બાબત હજી એક વ્યાખ્યા અપાતા સિદ્ધાંત તરફ દોરી જાય છે અને તે છે “સત્તાના માળખાઓ” એકહથ્થુ નહિ પણ બધાના હિતોનું રક્ષણ થાય તેમ કરવું.

આને કારણે ઉત્થાન ગુજરાતના અત્યારના બાહ્ય બળોથી સંચાલિત આર્થિક વિકાસ વિષે સવાલો કરે છે અને ઘણી વાર વિરોધ પણ કરે છે આને કારણે જૂથ પાસે નર્મદા બંધના વિરોધ અથવા “પટાવેલા ખાંધીયાઓ”ના સખત વિરોધનો સામનો કરવા કરતા વધારે સારા વિકલ્પો રહ્યા છે. મુખ્યપ્રવાહનો જે રીતે વિકાસ થઇ રહ્યો છે તેને વિષે વિચાર કરવા માટે પ્રશ્નો પણ એ આપે છે. આ પુસ્તકના બીજા ખંડ ‘ઉત્થાન સહપ્રવાસીઓ’ માં આટલા વર્ષો દરમ્યાન ઉત્થાનની સાથે રહેલા ઘણા સાથીઓએ પોતાના ચિંતનો રજુ કર્યાં છે. એમની વાતો ઉત્થાનના ભૂતકાળના અને ઉત્થાનના હજી પણ થઇ રહેલા પ્રભાવના જીવંત પુરાવા બની છે. વિકાસ માટે કામ કરનારા આપણે  સૌએ ઉત્થાન પાસેથી અને તેના સહપ્રવાસીઓ એને વિષે કરેલાં ચિંતનોમાંથી ઘણું બધું શીખવા જેવું છે.

સર રિચર્ડ જોલી

યુનિવર્સીટી ઓફ સસેક્સ

જુન ૨૦૧૦

સર રિચર્ડ જોલી યુનિવર્સીટી ઓફ સસેક્સનાં ઇન્સ્ટીટયુટ ઓફ ડેવલપમેન્ટ સ્ટડીઝમાં માનદ અધ્યાપક અને સંશોધન સહાયક છે. તેઓ યુ એન ઇન્ટલેક્ચ્યુઅલ હિસ્ટરી પ્રોજેક્ટના સહડાયરેક્ટર છે અને તેમને સંયુક્ત રાષ્ટ્રના યુનિસેફ અને યુ એન ડી પી સહિતની સંસ્થાઓમાં સેવાઓ આપી છે.

ભૂમિકા

સારી વાર્તા કોને કહેવાય? સાહિત્ય સિદ્ધાંતની વ્યાખ્યા અનુસાર “જે વાતોનો પ્રારંભ, મળ્યા અને અંત હોય એ ત્રણ દાયકાના પ્રવાસની ગાથા તેનો પ્રારંભ છે, મળ્યા છે પરંતુ એનો અંત દેખાતો નથી. એ દેખાતો નથી કારણકે કદાચ છે જ નહિ! ઉત્થાનની આ ગાથા છે માત્ર પ્રસંગો જ બની રહે છે. જો કે એ પ્રસંગો પણ વર્ણવવા યોગ્ય જરૂર છે.

આ ગાથાની  પાર્શ્વભૂ છે એક એવો દેશ જ્યાં એક સદી પહેલા એક વકીલ દક્ષિણ આફ્રિકાથી આવ્યો પોતાના દેશમા પરિવર્તન લાવવા એ હતા મોહનદાસ કરમચંદ ગાંધી. પરિવર્તનની એ પ્રક્રિયા દરમ્યાન એણે દુનિયાને બદલી નાખી. છતાય એના આદર્યા કઈ કામો અધુરા રહી ગયા, અધૂરા છૂટી ગયા તાં એ સ્વપ્નો એ મૂકી ગયાં એમના વારસો માટે. ગાંધીજીના એ અધૂરા રહેલા કામો પુરા કરવાં સંસ્થાનવાદની ચુંગાલમાંથી પોતાના દેશ અને પ્રજાને છોડાવવા એમણે કરેલી મથામણો ના સાક્ષી બનેલો, એમનાથી જ પ્રેરિત એમની પછીની પેઢીના લોકો પ્રયત્નશીલ છે જ. દાયકા પહેલા સ્વતંત્ર બેલો અ દેશ લોકશાહી છે. લોકશાહી સમાજ રચનાની બધી જ તકો અને બધીજ અવ્યવસ્થાઓ સાથે. સદીઓની ગરીબી અને ભેદભાવની બેડીઓ, અન્યાય, સત્તા અને રાજકારણની કડવી વાસ્તવિકતાઓ આ દેશ માટે પડકાર બની રહી છે. ગાંધીજી એ શરૂ કરેલાં એ ભગીરથ કાર્ય દરેક આંખનાં આંસુ લૂછવાનું કામ, સ્વતંત્રતાનાં એ વચનને દેશના દરેક નાગરિક માટે ગૌરવપૂર્ણ  જીવન અને આશા આપવાનું કામ પણ અ ગાથાની જેમ જ અંતહીન છે. છતાંય આ ગાથા છે આપના સૌને માટે, સાંભળવાની, સંવેદનાની, સમજવાની.

પ્રથમાક્ષરી નામોની યાદી

એકેઆરએસપી ( AKRSP ) આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ

અસાગ ( ASAG ) અમદાવાદ સ્ટડી એક્શન ગ્રુપ

બી એલ પી ( B L P ) બ્લોક લેવલ પ્લાનિંગ / પ્લાન બ્લોક્સ્તરનું આયોજન

બી પી એલ ( B P L ) બીલો પ્રોપર્ટી લાઈન – ગરીબીની રેખા નીચે જીવતા લોકો

બી આર એ સી ( B R A C ) મૂળ બાંગ્લાદેશ રીહેબીલીટેશન કમિટી – હવે આ પુર્ણ નામ તરીકે ગણાય છે. બ્રાક

સી ડબ્લ્યુ આર એમ ( C W R M ) સેન્ટર ફોર વોટર રિસોર્સ મેનેજમેન્ટ

સી એ પી એ આર ટી ( CAPART ) કાઉન્સિલ ફોર એડવાન્સમેન્ટ ઓફ પીપલ્સ એક્શન એન્ડ રૂરલ ટેક્નોલોજી

ઇકોસાન ( E COSAN ) ઈકોલોજીકલ સેનિટેશન ટેકનોલોજી

એફ ડબ્લ્યુ ડબ્લ્યુ બી ( FWWB ) ફ્રેન્ડસ ઓફ વીમન વર્લ્ડ બેન્કિંગ

જીડબ્લ્યુએસએસબી, ગુ.પા.પુ.ગ.વ્ય.બોર્ડ   ( GWWSSB ) ગુજરાત વોટર સપ્લાય એન્ડ સેનિટેશન બોર્ડ- ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ

એચ આઈ વી ઓ એસ ( HIVOS ) હુમેનીસ્ટ ઇન્સ્ટીટયુટ ફોર ડેવલોપમેન્ટ કો – ઓપેરશન,નેધરલેંડઝ

આઈ સી આઈ એમ ઓ ડી ( ICIMOD ) ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટીગ્રેટેડ માઉન્ટન ડેવલપમેન્ટ, કાઠમંડુ

આઈ ઈ સી (IEC) – ઈન્ફરમેશન, એજ્યુકેશન, કમ્યુનીકેશન

આઇઆઇએમએ (IIMA) ઇન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ.

આઈ પી સી એલ (  IPCL ) ઇન્ડિયન પેટ્રોકેમીકલ્સ કોર્પોરેશન લીમીટેડ

આઈ આર સી ( IRC) ઇન્ટરનેશનલ રેફરન્સ સેન્ટર, ધ નેધરલેંડઝ

આઈ આર એમ એ ( IRMA ) ઈન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ

આઇએસઈટી ( ISET ) ઇન્સ્ટીટ્યુટ ફોર સોશ્યલ એન્ડ એન્વાયરમેન્ટલ, ટ્રાન્ઝિશન, યુએસ એ

આઈ ડબ્લ્યુ અર એમ (  IWRM) ઇન્ટીગ્રેટેડ વોટર રીસોર્સીઝ મેનેજમેન્ટ સંકલિત જળસંશાધન સંચાલન

આઈ ડબ્લ્યુ ડીપી (  IWDP ) ઇન્ટીગ્રેટેડ વેસ્ટલેંડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ

કે એસ એસ પી (  KSSP ) કેરળ શાસ્ર સાહિત્ય પરિષદ

એલએસસી (   LSC ) લંડન સ્કુલ ઓફ ઇકોનોમિકસ

એલ ડી પી (   LDP ) લો – ડેન્સીટી પોલીથીલીન

એમ ડી જી ( MDG ) મીલેનીયમ ડેવલપમેન્ટ ગોલ્સ – સદીના વિકાસધ્યેયો

એમ આઈ એસ ( MIS) મેનેજમેન્ટ ઈન્ફરમેશન સીસ્ટમ

એનએબીએઆરડી – નાબાર્ડ ( NABARD ) નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ

એન ડી ડબલ્યુ એમ (NDWM) નેશનલ ડ્રીન્કીંગ વોટર મિશન – રાષ્ટ્રીય પેયજળ મિશન

એન જી ઓ ( NGO ) નોન – ગવર્મેન્ટ ઓરગેનીઝેશન – સ્વૈચ્છિક સંસ્થા

એન ડબલ્યુ ડી બી ( NWDB ) નેશનલ વેસ્ટલેન્ડઝ  ડેવલપમેન્ટ બોર્ડ

પી આઈ એમ ( PIM ) પાર્ટી સીપેટરી ઇરીગેશન મેનેજમેન્ટ – સહભાગિતાપૂર્ણ સિંચાઈપ્રબંધ

પી એલ સી ( PLC ) પીપલ્સ લર્નિંગ સેન્ટર – લોક્શિક્ષણ કેન્દ્ર

પી આર આઈ ( PIR ) પંચાયતી રાજ ઇન્સ્ટીટયુશન - પંચાયતી રાજ સંસ્થાનો

એસએસીઓએસએએન ( SACOSAN ) સાઉથ એશિયા સંસ્થાનો કોન્ફરન્સ ફોર વોટર એન્ડ સેનિટેશન

એસ ઈ ઝેડ – સેઝ ( SEZ )

એસ આઈ ડી બી આઈ – સીડ બી ( SIDBI ) સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ લેન્ડ ઓફ ઇન્ડિયા

એસપી ડબ્લ્યુ ડી ( SPWD ) સોસાયટી ફોર પ્રમોશન ઓફ વેસ્ટલેન્ડ ડેવલપમેન્ટ

ટી એસ સી ( TSC ) ટોટલ સેનીટેશન કેમ્પેઈન – સમુર્ણ સ્વચ્છતા અભિયાન

યુ એન ડી પી ( UNDP ) યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ

યુ એસ આઈ સી ઈ એફ – યુનિસેફ (UNICEF) યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ

ડબ્લ્યુ એ એસ એમ ઓ – વાસ્મો ( WASMO ) વોટર એન્ડ સેનિટેશન  મેનેજમેન્ટ ઓરગેનીઝેશ – ગુજરાત

ડબ્લ્યુ એ ટી એસએ એન – વોટસન (WATSAN)  વોટર એન્ડ સેનિટેશન

ડબ્લ્યુ એ એસ એચ – વોશ ( WASH ) વોટર સેનિટેશન એન્ડ હાઇજીન

ડબ્લ્યુ ઈ ડી સી ( WEDC ) વોટર એન્જીનીયર એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર, લોબરો યુનિવર્સીટી. દક્ષીણ આફ્રિકા

ડબ્લ્યુ એસ એસ સી સી – (WSSCC ) વોટર સપ્લાય એન્ડ સેનિટેશન કોલેબોરેટીવ કાઉન્સિલ, જિનીવા

સ્ત્રોત: ઉત્થાન

2.64285714286
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top