વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

રમત-ગમત નીતિ ૨૦૧૬

રમત-ગમત નીતિ ૨૦૧૬ વિશેની માહિતી આપવામાં આવી છે

મિશન સ્ટેટમેન્ટ

 • સમાજના વિવિધ વર્ગોમાં ખેલકૂદ પ્રતિ જાગૃતિ લાવવી અને પરિણામે ચારિત્ર્ય ઘડતર અને સમૂહ-વિકાસ હાથ ધરવો.
 • ગુજરાતના પ્રતિભાશાળી રમતવીરની ઓળખ અને સંવર્ધન તથા રમતગમત સંલગ્‍ન તમામ હિતધારકો માટે ખેલકૂદલક્ષી પ્રોત્‍સાહક ઇકો સિસ્‍ટમ તૈયાર કરી વૈશ્વિક કક્ષાએ રમતોમાં તેમને ઝળકવાની તક પૂરી પાડવી.

ઉદ્દેશ્ય

 • ખેલકૂદ સંસ્‍કૃતિ ઊભુ કરીને ખુશહાલ અને સ્‍વસ્‍થ સમાજનું નિર્માણ કરવું.
 • ઓલિમ્‍પિક રમતો ઉપર ભાર આપી ખેલકૂદમાં શ્રેષ્‍ઠતા હાંસલ કરવી.
 • વ્‍યક્તિઓની અને ખાસ કરીને મહિલાઓના વ્‍યક્તિનો સર્વાંગી વિકાસ કરવો અને ખેલકૂદના માધ્‍યમથી આત્‍મસમ્‍માન વધારવું.

ખેલાડીઓ માટે રોજગાર (મુળ ગુજરાતના વતની હોય તેવા ખેલાડીઓ માટે)

 • ઓલિમ્‍પિક રમતોત્‍સવના કોઇપણ મેડલ વિજેતા તેમજ એશિયાન ગેમ્‍સના સુવર્ણપદક વિજેતા ગુજરાતના ખેલાડીઓને વર્ગ-૧ અધિકારી તરીકે નિમણુંક.
 • એશિયાન ગેમ્‍સમાં સિલ્‍વર અથવા બ્રોંઝ મેડલ વિજેતા ગુજરાતના ખેલાડીઓને વર્ગ-ર અધિકારી તરીકે નિમણુંક.
 • સરકારમાં થતી ગૃપ-સી ની કુલ ભરતીમાં લાયક ખેલાડીઓ માટે ર ટકા અનામત

ખેલાડીઓ માટેના લાભ

 • આંતરરાષ્‍ટ્રીય ખેલકૂદ સ્‍પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્‍વ કરી શકે તે માટે શ્રેષ્‍ઠ રમતવીરોને શક્તિદૂત યોજના હેઠળ શિષ્‍યવૃત્તિ અને તાલીમ.
 • ખેલાડીપીઠ તાલીમ, ખેલકૂદના સાધનો અને મુસાફરી માટે વાર્ષિક ૨૫ લાખ સુધીની સહાય.
 • ‘‘સ્‍વામી વિવેકાનંદ સેન્‍ટર ઓફ એક્સલન્‍સ’’ હેઠળ ખેલકૂદ સંબંધી પોષણ, સ્‍ટાઇપેન્‍ડ અને ખેલકૂદ તાલીમ અંગેના પ્રવાસખર્ચ પેટે ૧૪૦૦ ખેલાડીઓ માટે ખેલાડી દીઠ ૬૫૦૦૦ ના વાર્ષિક લાભ.

ખેલાડીઓ માટે રોકડ પુરસ્કાર

કોઠો – ૧ : રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય ચેમ્‍પિયનશીપના વિજેતાઓને રોકડ પુરસ્‍કાર

મેડલ

ઓલિમ્‍પિક રમતો

એશિયાન રમતો

કોમનવેલ્‍થ રમતો

કોમનવેલ્‍થ એશિયાન ચેમપિયનશીપ (સિનિયર્સ)

કોમનવેલ્‍થ એશિયાન ચેમપિયનશીપ (જુનિયર)

રાષ્‍ટ્રીય રમતો/ નેશનલ ચેમ્‍પિયનશીપ

સુવર્ણ

પ કરોડ

૨ કરોડ

૧ કરોડ

૫૦ લાખ

૨૫ લાખ

૩ લાખ

રજત

૩ કરોડ

૧ કરોડ

૫૦ લાખ

૩૦ લાખ

૧૫ લાખ

ર લાખ

કાંસ્‍ય

૨ કરોડ

૫૦ લાખ

૨૫ લાખ

૨૦ લાખ

૧૦ લાખ

૧ લાખ

દિવ્યાંગ રમતવીરોને પ્રેરણા

 • દિવ્‍યાંગ રમતવીરોને તેઓની પ્રતિભા દર્શાવવાની તક મળે તે હેતુથી તેઓ માટે ‘‘સ્‍પેશ્‍યલ ખેલ મહાકુંભ’’ નું આયોજન.
 • દિવ્‍યાંગ રમતવીરો માટે આકર્ષક રોકડ પુરસ્‍કારો

શાળાઓ અને કોલેજોમાં ખેલકૂદ પર વિશેષ ભાર

 • અભ્‍યાસક્રમમાં અન્‍ય વૈકલ્‍પિક વિષયોને સમાંતર ખેલકૂદનો એક વિષય તરીકે તબક્કાવાર સમાવેશ.
 • શાળાઓમાં લાયકાત પ્રાપ્‍ત વ્‍યાયામ શિક્ષકોની તબક્કાવાર ભરતી કરવા માટેની માર્ગદર્શક  સૂચનાઓ બહાર પાડવામાં આવશે.
 • વિદ્યાર્થીઓ જ્યારે રાજ્ય, રાષ્‍ટ્રીય, આંતરરાષ્‍ટ્રીય સ્‍પર્ધાઓમાં ભાગ લેવા જાય ત્‍યારે હાજરીની બાબતમાં છૂટછાટ આપવામાં આવશે.
 • વ્‍યવસાયીક અભ્‍યાસક્રમો સહિતની કોલેજો જેવી કે એન્‍જીનિયરીંગ, મેડિકલ અને અન્‍ય કોલેજોમાં મૂળ ગુજરાતના પસંદગીના રમતવીરો માટે ર ટકા સીટનું વિશેષ પ્રાવધાન રખાશે.
 • ખેલકૂદ માટે ગુણ (માર્કસ) આપવામાં આવશે.

ખેલકૂદ માળખું અને રમતગમતનાં મેદાનો

 • દર ર કિ.મી.ના અંતરે ઓછામાં ઓછું ર૦૦૦ ચો. વાર ખુલ્‍લું મોકળું મેદાન મળી રહે તેવા પ્રયત્‍નો કરવામાં આવશે.
 • ખેલકૂદ સંકુલો માટે જરૂરી જમીન નગરપાલિકા કે શહેરી વિકાસ મંડળમાં અંકિત રાખવામાં આવશે.
 • ૫૦૦૦ થી વધુ વસ્‍તી ધરાવતું દરેક ગામ રમતગમતના મેદાન માટે ૬ એકર સુધીની જમીન અલાયદી રાખશે તેની માલિકી ગ્રામ પંચાયતની રહેશે.
 • આત્‍મનિર્ભરતા માટે રમતગમતના આધાર માળખાનો બહુહેતુક ઉપયોગ.
 • ‘કોર્પોરેટ સોશ્‍યલ રીસ્‍પોન્‍સીબીલીટી (સી.એસ.આર)’’ અને જાહેર-ખાનગી ભાગીદારીથી નવું રમતગમતનું માળખું ઊભું કરવામાં આવશે.

સ્થાનિક સમુદાયનું સશક્તિકરણ

 • મ્‍યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંત, તાલુકા અને જિલ્‍લાસ્‍તરે સ્‍પોર્ટસ ડેવલપમેન્‍ટ કાઉન્‍સીલ સ્‍થાપવી.
 • રમતગમત અને ફીટનેસ સંબંધી પ્રવૃત્તિઓ માટે દરેક ગામમાં એક સમિતિ રચવી.

ખેલમહાકુંભ અને ખેલે ગુજરાત થકી મજબૂત સ્પર્ધાત્મેક માળખું

 • ગામથી રાજ્યસ્‍તરે પ્રતિભા-ઓળખ માટે ખેલ મહાકુંભ (પદ્ધતિસરનું સ્‍પર્ધાત્‍મક) માળખું) નું આયોજન કરવું.
 • ગુજરાતમાં રાષ્‍ટ્રીય/આંતરરાષ્‍ટ્રીય ટુર્નામેન્‍ટસ તેમજ રાષ્‍ટ્રીય રમતો (નેશનલ ગેમ્‍સ) નું આયોજન કરવા માટે સહાય પુરી પાડવી.
 • ખેલ મહાકુંભના વિજેતાઓને ખેલે ગુજરાત સમર કેમ્‍પમાં તાલીમ આપવી.
 • ઝોનલ અને રાજ્ય સ્‍તરે શાળાઓ અને કોલેજોમાં સ્‍પોર્ટસ લીગનું આયોજન કરવું.

સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને હાઇ પરફોર્મન્સર સેન્ટર

 • સ્‍વર્ણિમ ગુજરાત સ્‍પોર્ટસ યુનિવર્સિટીમાં અતિ આધુનિક સુવિધાઓ સાથે હાઇ પરફોર્મન્‍સ સેન્‍ટર ઊભું કરવું.
 • યોગાસન અને ધ્‍યાન જેવી ફિટનેસની પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને રમતગમતની વિશેષ ફિટનેસ ટેકનિકો વિકસાવવી.

પ્રતિભાની ઓળખ અને પ્રતિભા સંવર્ધન

ડી. એલ.એસ.એસ. (ડીસ્‍ટ્રીક્ટ લેવલ સ્‍પોર્ટસ સ્‍કુલ) અને એક્સલન્‍સ ટ્રેનીંગ

 • ગુજરાતના દરેક જિલ્‍લામાં જિલ્‍લા સ્‍તરીય ખેલકૂદ શાળા (ડી.એલ.એસ.એસ.) ની રચના
 • ખેલ મહાકુંભ થકી સ્‍વામી વિવેકાનંદ પ્રતિભા શોધ અભિયાન હેઠળ પ્રતિભા પારખવામાં આવશે અને નિષ્‍ણાંત પ્રશિક્ષકો (કોચિઝ) અને નામાંકિત ખેલાડીઓ (સ્‍પોર્ટસ આઇકન) તથા સહાયક તંત્રની મદદથી નિવાસી ખેલકૂદ એકેડમીઝ (રેસેડેન્‍સિયલ સ્‍પોર્ટસ એકેડમી) માં આ પ્રતિભાનું સંવર્ધન કરવામાં આવશે.
 • આર્મી સ્‍પોર્ટસ ઇન્‍સ્‍ટિટયૂટની જેમ, મિશન ઓલિમ્‍પિકના ભાગરૂપે ગુજરાત પોલીસ સ્‍પોર્ટસ યુનિટ-સેન્‍ટર ઓફ એક્સલન્‍સીની સ્‍થાપના કરવી.
 • પ્રતિભાવાન આદીજાતિના રમતવીરોને ઓળખી તેમને નિશ્ચિત રમતોમાં વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવશે.

અન્ય નવી પહેલ

 • ગુજરાતના સૌથી લાંબા દરિયાકાંઠા, નદીઓ, નહેરો, પર્વતો અને તળાવોનો લાભ લઇને  ‘‘સ્‍પોર્ટસ ટુરીઝમ’’ નેપ્રોત્‍સાહન આપવું.
 • રાજ્યમાં વોટર/બીચ સ્‍પોર્ટસ અને એડવન્‍ચર સ્‍પોર્ટસ વિકસાવવા.
 • સ્‍પોર્ટસ ગુડ્ઝ મેન્‍યુફેક્ચરીંગ પાર્કસ (ખેલકૂદના સામાનનું ઉત્‍પાદન કરવા માટેના પાર્કસ) ઊભા કરવા.
 • ખાસ કરીને ભુતપૂર્વ ખેલાડીઓના લાભાર્થે ગુજરાત ખેલકૂદ કલ્‍યાણ નિધિ (ગુજરાત સ્‍પોર્ટસ વેલ્‍ફેર ફંડ) ઊભું કરવું.
 • ખાનગી તાલીમ સંસ્‍થાઓને કામગીરી / સિદ્ધિ આધારિત પ્રોત્‍સાહન યોજના સાથે સાંકળવામા; આવશે.
 • રાજ્યમાં ખાસ કરીને યાત્રાધામો, પ્રવાસન કેન્‍દ્રો અને વન્‍ય વિસ્‍તારોમાં વોકીંગ અને સાયકલીંગ ટ્રેકસ વિકસાવવા.
 • રમતવીરોની પ્રગતી માટે અને તમામ ઘટકોમાં કાર્યક્ષમતા વધારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
 • આ નીતિનો અમલ કરીને, વિશ્વમાં ભારતને સ્‍પોર્ટસ પાવર હાઉસ બનાવવામાં ગુજરાત મહત્‍વનો ફાળો આપશે.

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

3.30303030303
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top