હોમ પેજ / સમાજ કલ્યાણ / માનવ અધિકાર / માનવ અધિકારોના અમલ માટેની વ્યવસ્થા
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

માનવ અધિકારોના અમલ માટેની વ્યવસ્થા

માનવ અધિકારોના અમલ માટેની વ્યવસ્થા વિશેની માહિતી

આવા અધિકારોના જતન/રક્ષણ/ અમલ માટે આંતરરાષ્ટ્રીય કાયદા અન્વયે આંતરરાષ્ટ્રીય સ્તરે,અને જે તે રાજયના કાયદા અન્વયે જે તે રાજયમાં,વિસ્તૃત અમલતંત્રો રચાયાનું જોવા મળે છે.

 • આંતરરાષ્ટ્રીય સ્તરે ;આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ,યુરોપીયન માનવ અધિકાર કોર્ટ,એશિયા/આફ્રિકા/દક્ષિણ અમેરિકાનાં રાજયો માટેના સંયુકત અમલતંત્રો,કોર્ટો ટ્રિબ્યુનલો;વગેરેની જોગવાઈ છે.
 • ભારતમાં રાષ્ટ્રિય સ્તરેઃ અને રાજયોના માનવ અધિકાર પંચો,લધુમતિ પંચ, અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ માટેનું પંચ,રાષ્ટ્રિય અને રાજયોના મહિલા પંચો; વગેરે તંત્રોની કાનુની રીતે સ્થાપના કરી તેમને રક્ષણ માટેની સત્તાઓ અપાઈ છે.
 • તે ઉપરાંત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રિય સ્તરોએ સંખ્યાબંધ બિનસરકારી સેવા સંગઠનો/ વ્યક્તિઓ આવા અધિકારોના રક્ષણ માટે જાગૃતિ દાખવી રહ્યા છે.
 • જે પ્રકારના લોકોના માનવ અધિકારોનું રક્ષણ કરાતું હોય છે તે બધા જ દેશોના  બધા જ પ્રકારના લોકોના બધા જ માનવ અધિકાર રક્ષણને પાત્ર ગણાયા છે.તેમાં માણસનો ધર્મ,ચામડીનો રંગ,જન્મસ્થળ,ભાષા,સંસ્કારો;વગેરે ભેદોથી પર રહી રક્ષણ કરાંતુ હોય છે.
 • માનવસમાજનાં જે જુથો કોઈ અન્યાય/શોષણ,હિંસાનો ભોગ બન્યાં હોય તે તમામ જુથને રક્ષણ આપવું પડે યુધ્ધ કેદીઓ, અશ્વેતો, નિરાશ્રિતો, વિસ્થાપિતો, યુધ્ધપિડિતો, લધુમતિઓ.સ્થળાંતરિતો ,વિકલાંગો,  વૃધ્ધો,પુરગ્રસ્તો.રખડતા/ અનાથ બાળકો આવાં ખાસ જુથો ગણાયાં છે.
 • ભારતના રાષ્ટ્રિય સ્તરે જોતાઃ ભારતમાં મહિલાઓ, બાળકો, મજુરો, લધુમતિઓ, આદિવાસીઓ, દલિતો, બંધુઆ મજૂરો, ભુમિહિનો, ભુકંપપીડિતો, હુલ્લડપીડિતો, રોગીઓ, ધરકામ કરનારા, કેદીઓ, વિકલાંગો, મનોરોગીઓ, આરોપીઓઃ વગેરે આવા ખાશ જુથો ગણાયાં છે.તેમના માટે ખાસ ધારા ધડી અમલતંત્રોની વ્યવસ્થા કરાઈ છે.
જે રાજય પોતાના વધુને વધુ માનવ અધિકારોને વધુને વધુ સમય માટે વધુને વધુ સંજોગોમાં વધુને વધુ રક્ષણ કરતું હોય તે રાજય સુસંસ્કૃત આંતરરાષ્ટ્રિય માનવસમાજમાં માનભર્યુ સ્થાન મેળવે છે.

રાષ્ટ્રિય માનવ અધિકાર પંચના કાર્યો

 1. કોઈપણ વ્યક્તિના માનવ અધિકારના ભંગની ફરિયાદની તપાસ/પુછપરછ કરવી.
 2. કોઈ કોર્ટ સમક્ષ ચાલતા માનવ અધિકારના ભંગના કેસમાં દરમિયાનગિરિ કરવી.
 3. રાજયોની જેલોની મુલાકાત લઈ ત્યાંના કેદીઓ/અટકાયતીઓની સ્થિતિનો અભ્યાસ કરી ભલામણો કરવી.
 4. માનવ અધિકારોના રક્ષણ માટેના કાયદાઓ પુનવિચાર/ાસારકારક અમલ માટે ભલામણો કરવી.
 5. માનવ અધિકારોના ભોગવટાને અવરોધતાં પરિબળો તહ્તા આંતકવાદી કૃત્યોની તપાસ કરી યોગ્ય પગલાની ભલામણ કરવી.
 6. માનવ અધિકારના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા સંશોધનોનિ પ્રોત્સાહન આપવું.
 7. આંતરરાષ્ટ્રિય દસ્તાવેજો/સંધિઓ/કરારોનો અભ્યાસ/અમલ માટે ભલામણ.
 8. માનવ અધિકારો અંગે માહિતીના પ્રચાર/પચાર માટે સંશોધનો/ પ્રકાશનો/ચર્ચાઓ કરવી.
 9. માનવ અધિકારના જતન માટે કામ કરતાં બિનસરકારી સેવા સંગઠનોની સ્થાપના અને તેમને પ્રોત્સાહન આપવું.
 10. તેમના પ્રચાર માટે અન્ય જરૂરી પ્રવૃતિ કરવી

સ્ત્રોત: અધિક પોલીસ મહાનિદેશક, માનવ અધિકાર - ગુજરાત પોલીસ

3.07142857143
Parmar Jayrajsinh B. Apr 07, 2019 09:45 AM

કેદી ઓના માનવ અધિકારો

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top