অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બંધારણીય જોગવાઈઓ- મહિલાઓના અનુસંધાનમાં

બંધારણીય જોગવાઈઓ- મહિલાઓના અનુસંધાનમાં

  • ભારતનું બંધારણ સ્ત્રીઓને ફક્ત સમાનતા જ આપતું નથી;પરંતુ મહિલાઓની તરફેણમાં તે રાજયને સમર્થ બનાવે છે. જેથી તે મહિલાઓને સામાજિક આર્થિક, શિક્ષણ અને રાજકીય ક્ષેત્રમાં થતા ગેરલાભો માટે સકારાત્મક અલગ પગલાં અપનાવે.
  • મૂળભૂત અધિકારો , બીજાઓ વચ્ચે, કાનૂન આગળ સમાનતા, કાયદાનું સમાન રક્ષણ,  કોઈપણ નાગરિક સામે ધર્મ, જાતિ, જ્ઞાતિ, જાતિ અથવા જન્મ સ્થળ પર ભેદભાવ પર પ્રતિબંધ મૂકે છે, અને રોજગાર સંબંધી બાબતોમાં તમામ નાગરિકો માટે તકની સમાનતા બાંહેધરી આપે છે.
  • બંધારણની કલમો- 14, 15, 15 (3), 16, 39 (એ), 39 (બી), 39 (સી) અને 42 આ અંગે ચોક્કસ મહત્વ આપવામાં આવ્યું છે.
    • સ્ત્રીઓ માટે કાયદા સમક્ષ સમાનતા (કલમ ૧૪ )
    • રાજ્ય  કોઇ નાગરિક વિરૂદ્ધ ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, જાતિ, જન્મ અથવા જન્મસ્થળ ના  આધારે ભેદભાવ ન રાખે. (કલમ ૧૫-૧)
    • રાજ્ય સરકારે મહિલાઓ અને બાળકોની તરફેણમાં કોઇ ખાસ જોગવાઇઓ કરવી (કલમ ૧૫ (૩))
    • તમામ નાગરિકો માટે સમાન તક: રોજગારી અથવા રાજ્ય સરકાર હેઠળની કોઈ ઓફીસમાં નિમણુકની બાબતમાં(કલમ ૧૬)
    • સ્ત્રી-પુરુષ બન્નેને સમાન ધોરણે આજીવિકાના પૂરતા સાધનો/સહાય  મળે (કલમ ૩૯ (એ)):  અને “સમાન કામ-સમાન વેતન” (કલમ ૩૯(ડી)) મુજબની યોગ્ય - સમાનતાના અધિકારનું રક્ષણ કરતી  નીતિ રજ્ય સરકારે ઘડવી
    • ન્યાય માટે: સમાન તકના ધોરણે  અને સુયોગ્ય મફત કાનૂની સહાય અથવા યોજના કે અન્ય કોઈ રીતે તકો મારફતે ન્યાયની ચોક્કસ ખાતરી આપવી જેથી આર્થિક કે બીજી ક્ષમતાઓને કારણે તેઓ ન્યાય-વંચિત ના રહે. (કલમ ૩૯ એ)
    • રાજ્ય સરકારે કામની પરિસ્થિતિ  અને માતૃત્વ રાહત માટે ન્યાયી તથા માનવીય જોગવાઈઓ કરવી (કલમ ૪૨)

રાજ્ય સરકારે નબળા વર્ગ ના લોકો ના શૈક્ષણિક અને આર્થિક હિતો  ખાસ કાળજીથી પ્રોત્સાહિત કરવા   તેમજ તેમને સામાજિક અન્યાયના તમામ પ્રકારના સ્વરૂપો અને શોષણ સામે રક્ષણ આપવું.(કલમ ૪૬)

  • રાજ્ય સરકારે તેના લોકોના પોષણ અને જીવન ધોરણના સ્તરને ઊંચું લાવવા માટે  અને લોક સ્વાસ્થ્યમાં સુધારો લાવવો (કલમ ૪૭)
  • ભારતના તમામ લોકોમાં  સંવાદિતા અને સામાન્ય ભાઈચારાની ભાવનાને  પ્રોત્સાહન પૂરું પાડવું અને મહિલાઓ ના ગૌરવ માટે અપમાનજનક વ્યવહારો ત્યાગ કરવા (કલમ ૫૧ (એ) (ઈ))
  • કુલ બેઠકોની એક તૃતીયાંશથી ઓછી નહી  (અનુ.જાતિ -અનુ.જન જાતિની મહિલા અનામત બેઠકોની સંખ્યા  સહિત) એટલી મહિલા અનામત બેઠકો દરેક પંચાયત માં સીધી ચુંટણીથી ભરવી; અને આ બેઠકો  આ બેઠકો પંચાયતના મતદાર વિભાગો મુજબ રોટેશનથી ફાળવવી (કલમ ૨૪૩ ડી (૩) )
  • દરેક સ્તરે પંચાયતોમાં આવેલી કુલ અધ્યક્ષ ઓફિસો પૈકી મહિલાઓ માટે અનામત સંખ્યા એક તૃતીયાંશ થી ઓછી ના હોવી જોઈએ.(કલમ ૨૪૩ ડી(૪))
  • નગરપાલિકામાં સીધી ચુંટણી થી ભરવાની થતી કુલ બેઠકોમાં મહિલાઓ માટે અનામત બેઠકો એક તૃતીયાંશ થી ઓછી ના હોવી જોઈએ ((અનુ.જાતિ -અનુ.જન જાતિની મહિલા અનામત બેઠકોની સંખ્યા  સહિત) અને આ બેઠકો નગરપાલિકાના વિવિધ મતદાર વિભાગોમાં રોટેશનથી ફાળવવી. (કલમ ૨૪૩ ટી (૩))
  • નગરપાલિકાઓ માં અધ્યક્ષ ની કચેરીઓ પૈકી અનુસૂચિત જાતિ માટે, અનુ. જન જાતિ માટે અને મહિલાઓ માટે માટે અનામત; રાજ્ય વિધાનસભા કાયદા દ્વારા પ્રદાન કરે તે મુજબ આપી  શકે છે (કલમ ૨૪૩ ટી (૪))

સ્ત્રોત : અધિક પોલીસ મહાનિદેશક, માનવ અધિકાર - ગુજરાત પોલીસ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate