অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્રકરણ ૧ આઈપીસી ૪૯૮-એ કલમ

પ્રકરણ ૧ આઈપીસી ૪૯૮-એ કલમ

  1. પ્રકરણ ૧ પૂર્વભૂમિકા
  2. આઈ પી સી ૪૯૮-એ એ જોરજુલમનું એક સાધન છે
  3. ખરા અર્થમાં જોઇએ તો ૪૯૮-એ એવા પ્રકારનો ગુનો છે જેમાં
  4. આ જોરજુલમી સાધનની બીજી અનેક લાક્ષણિકતાઓ છે, જેમકેઃ
  5. પ્રેરકબળ અને ઉશ્કેરનાર
  6. તૈયારીઓઃ
  7. સુપ્રિમ કોર્ટનો આદેશ એકંદર અને ઉચ્ચ છે
  8. અમૂક અધિકારો નીચે મુજબ છે
  9. કોઇપણ નાગરિકની ધરપકડ કરવા માટે પોલીસની ક્ષમતા :
  10. સુપ્રિમ કોર્ટનો ચુકાદો નીચે મુજબ છે:
  11. જામીનનો અધિકાર
  12. ધરપકડની વ્યાખ્યા
  13. પોલીસ દ્વારા માનપૂર્વક આચરણનો અધિકાર
  14. ત્રાસ કે થર્ડ ડીગ્રીની પધ્ધતિ પોલીસ તમારા પર લાગુ કરી શકે નહીં.
  15. તમને હથકડી પહેરવાનો અધિકાર પોલીસને નથી
  16. એફઆઈઆર એ પબ્લિક દસ્તાવેજ છે
  17. માહિતી મેળવવાનો અધિકાર
  18. કારણ માંગવાનો અધિકાર
  19. નીચેનું અવતરણ વાંચોઃ
  20. કૌટુંબિક હિંસાના કાયદા હેઠળ પતિના ઘરમાં રહેવાનો અધિકાર
  21. મુકદમામાં વ્યાજબી શકના પુરાવા મળવા જરૂરી છે
  22. માનસિક ત્રાસની વ્યાખ્યા
  23. વિટ મંડામસનું સ્પષ્ટીકરણઃ
  24. ઇન્ડીયન પીનલ કોર્ડનાં અમુક લાગતા વળગતા ધોરણો.
  25. આઈ પી સી ઘોરણ ૩૩૦
  26. અમુક ઉદાહરણોઃ
  27. ગુન્હા હેઠળ ન્યાયતંત્રની પ્રક્રિયા
  28. ભારતીય પોલીસ અધિકારીઓનાં વર્તણૂકના ધોરણોઃ
  29. હથકડી અને એક શિક્ષક
આપણે સ્ત્રી છીએ કે પુરુષ તે મહત્ત્વનું નથી મહત્ત્વનું એ છે કે આપણે મનુષ્ય ની જાતી છીએ. અને આપણે માનવજાતને પ્રતિપૂવૅક સભાલવી અને એક બીજાને મદદ કરવા માટે જ જન્મ લીધો છે.સ્વામી રંગનાથન નંદા

પ્રકરણ ૧ પૂર્વભૂમિકા

મોટા ભાગનાં લોકો નથી જાણતા કે ઇન્ડીયન પીનલ કોડ (આઇ.પી.સી) નાં હેઠળ ૪૯૮-એ ની કલમ એ શું છે. તથા પોતાનાં વિરોધમાં આ કાયદાની નોંધણી થાય ત્યારે શું કરવું તેની માહિતી પણ ઘણા લોકો પાસે નથી. આ કાયદો શું છે તેના ઉપર હું થોડી રોશની ફેંકવા માંગું છું. આ કાયદો તમારા અને તમારા પરિવારજનો ઉપર કેવા પ્રત્યાઘાતો કરે છે તેની પણ હું તમને માહિતી આપવા માંગું છું. આ લેખ ત્રણ પ્રકરણમાં વહેંચાયેલો છે. કાયદાની રજૂઆત કરતું પહેલું પ્રકરણ, તમને તમારા અધિકાર અને તેને લગતા કાયદા વિશે જાણ કરે છે. આ કાયદા હેઠળ તમારી ધરપકડ થઈ જાય તો કેવી પરિસ્થિતીઓનો તમને સામનો થશે આ વાતથી વાકેફ બીજું પ્રકરણ કરે છે. આ દહેશત સામે લડત આપવા શું કરવું તે માટેની સામાન્ય માહિતી તમને ત્રીજું પ્રકરણ આપે છે. આ લેખને ઇન્ટરનેટથી જોડેલા કોમ્યુટર પર વાંચશો તો શ્રેષ્ઠ લાભ થશે કારણકે આવું કરવાથી લાગતી વળગતી બીજી બધી માહિતીથી પણ તમે વાકેફ થશો.

ભારત દેશના નાગરીકો બે પ્રકારનાં હોય છે. વિશિષ્ટ અધિકારો લાભ ધરાવનારા અને સામાન્ય. વિશિષ્ટ વ્યકિતઓ સમક્ષ આવી પરિસ્થિતી કદાચ નહીં સર્જાય અને આ કાયદો તેમને પરેશાન પણ નહીં કરે. આ લેખ એવા સામાન્ય વ્યકિતઓ માટે છે જેઓને ગુના હેઠળ ફસાવું એટલે શું એ વાતનો કોઇ અંદાજો નથી.

તમારા પરિવારમાં વિમુખ-પ્રતિભાવાળી પુત્રવધુ હોય કે હતી; તે તમારા ખીલાફ ૪૯૮-એ ની કલમ હેઠળ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી શકે છે. તેની માત્ર એક ફરિયાદના આધાર પર તમને જેલની સજા થઈ શકે છે. આવું કરવા પાછળ તમારી “પુત્રવધુ” કે તેનાં મા-બાપ નાં ધણા હેતુ હોય છે; જેમકે તમારી સહનશકિત ની આકરી કસોટી કરવી, તમારી દ્રઢતાને તોડવી અથવા તો તેમની માંગણીઓ પુરી કરવી. આ કાયદો સમાજનાં મધ્યમ વર્ગીય, ઉચ્ચ મધ્યમ વર્ગીય અને એનઆરઆઇને લક્ષ્યાંક બનાવે છે કારણકે આવા લોકો કાનુની જોરજુલમ અને કપટી સરકારી સંસ્થાઓ સામે નિર્બળ છે.

૪૯૮-એ ની કલમ તમારા ખીલાફ દાખલ થતા તમે રોકી શકતા નથી. કોઇ મોટી ઓળખાણ હોય અથવા “પુત્રવધુ ને કોઇક રીતે આમ કરતા રોકી લો તો કદાચ શકય છે. પણ લડત આપવાનું નકકી કરશો તો જરૂર જીતશો. આવો મુકદમો લગભગ ૩ થી ૬ વર્ષ સુધી ચાલશે. તમારા ધંધા કે વ્યવસાયનાં સૌથી ફળદ્રુપ વર્ષો ધુમાવવાની તૈયારી રાખજો. માથા પરના વાળ ખરી જશે તેની માનસિક તૈયારી રાખજો. ખુબ બધા રૂપિયા વાપરવાની પણ તૈયારી રાખજે. ખુબ રડવાનું થશે તે માટે તૈયાર રહેજો. આ નિર્દય કાયદાનાં શોષણ થી તમારા મા-બાપ અને ભાઇબંધુઓ તમારી સાથે સાથે ખુબ હેરાન થશે તે માટે પણ તૈયાર રહેજો.

૪૯૮-એ સામે લડત આપવા તમને ઘણી બધી વસ્તુઓની જરૂર પડશે. જેવી કે ધીરજ, હિમંત, કાયદા વિશેની માહિતી, મૂળભૂત અધિકારો વિશેની માહિતી અને તમારા જેવા બીજા અનેક લોકો આવો મુકદમો કઈ રીતે લડયા તેની માહિતી. તમારે એક કપટી વ્યકિત તરીકે વિચારવાની કળાને પણ અપનાવવી પડશે.

મોટી ઓળખાણ હોય તો વાત થોડી સહેલી બની જાય છે પણ ધીરજ રાખી, લાગણીશીલ થયા વગર નિર્ણયો લેવાની ઘણી જરૂર પડશે.

જો તમે બેકસૂર હશો તો અંતે જીત તમારી જ થશે આ વાતની, ખાત્રી તમને હું આપું છું. જો તમે ૪૯૮-એ નાં હેઠળ ફસાયા છો તો હરણની માફક ગભરાવાની જરૂર નથી. જો તમે લોકો સાથે વાત કરશો તો જાણશો કે આ કાયદો સ્ત્રીઓને કૌટુંબિક હિંસા અને દહેજની સતામણીથી બચાવા માટે છે વગેરે વગેરે પણ હું આ વાતને હું અવગણું છું અને અહીંથી આગળ વધવા માંગું છું.

આઈ પી સી ૪૯૮-એ એ જોરજુલમનું એક સાધન છે

  • કાનૂની શબ્દોમાં જોઇએ તો :  ૪૯૮-એ એ એક ગુનો છે જેની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે:
  • અદાલતી તપાસ કરી શકાય :  ૪૯૮-એ નાં ગુનાની અદાલતી તપાસ કરવી અને નોંધણી કરવી પોલીસની ફરજ બને છે. આરોપીને જામીન પર છોડી શકાય નહીં ૪૯૮-એ નાં હેઠળ આરોપીને જામીન આપીને છોડાવી શકાતો નથી. આના આધાર પર મેજીસ્ટ્રેટ આરોપીને જેલમાં અથવા પોલીસ સ્ટેશનમાં રહેવાનો આદેશ આપી શકે છે.
  • ગુનાની અરજ કરનાર ફરિયાદને પાછી ના ખેંચી શકે : દા.ત. બળાત્કાર વગેરે, ૪૯૮-એ ને ફરિયાદ કરનાર પાછો નાં ખેંચી શકે. આંધ્ર પ્રદેશ રાજયમાં અપવાદરૂપે માત્ર એક કેસ આ રીતે પાછો ખેંચવામાં આવ્યો છે.

ખરા અર્થમાં જોઇએ તો ૪૯૮-એ એવા પ્રકારનો ગુનો છે જેમાં

  • અદાલતી તપાસ કરી શકાય :  પોતાની ફરજ મુજબ પોલીસ આ ગુનાની નોંધણી જરૂર કરશે પણ તપાસકર્યા વગર તમારી ધરપકડ પણ કરશે. આવું કરવા પાછળનો પોલીસનો હેતું બન્ને પક્ષથી લાંચ લઈને રૂપિયા કમાવાનો હોય છે.
  • આરોપીને જામીન પર છોડી શકાય નહીં :મેજીસ્ટ્રેટ તમારા પરિવારને જેલમાં બંધ કરવાનો આદેશ આપી તમારી સાથે સમજોતાનાં નામ પર અનેક રમતો રમશે. મેજીસ્ટ્રેટ, વકીલ અને પોલીસ કપટી હશે તો આવું જરૂર થશે.
  • ગુનાની અરજ કરનાર ફરિયાદને પાછી ના ખેંચીશકે :  બન્ને પક્ષનાં લોકો સમજોતો કરવા તૈયાર હોય તો કોર્ટ અરજી પાછી ખેંચવાની પરવાનગી આપી શકે. ખરી રીતે જોતા ખુબ પૈસા જતા કરો તો બધું શાંત થઈ જશે. જો આમ નહીં ક્યો તો ગુના હેઠળ ફસાઈ જશો અને જીવનના કીમતી વર્ષો બગાડશો.

આ જોરજુલમી સાધનની બીજી અનેક લાક્ષણિકતાઓ છે, જેમકેઃ

  • આ કાયદો કપટને પ્રોત્સાહન આપે છે અને તમારા મૂળભૂત અધિકારોનું શોષણ કરે છે.
  • જાતીય વોટની બેંક ઉભી કરે છે.
  • દહેજની સતામણી થી ખરેખર પિડીત વ્યકિતને ન્યાય નથી મળતો.
  • બેકસુર પરિવારોને ભારતીય સરકારની કપટી ચાલોથી વાકેફ કરે છે.
  • લોકલ કોર્ટની કામગીરીમાં કપટનું ઝેર ઘોળે છે.
  • આ એક જુગાર છે, જે બેકસુરની લડવાની હિંમત જોઇ તુટી જશે.  જેટલા જલ્દી આ કાયદાનાં શોષણથી વાકેફ થશો તેટલા જલ્દી તેના ખીલાફ લડી શકશો. એમાં વાર લાગશે પણ જીત થશે. દરેક વ્યકિતનાં અનુભવ અને કેસ અલગ હોય છે પણ “શોષણ” બધેજ થાય છે.

આ લેખમાં મારી કહેતી વાતો મોટા ભાગનાં ૪૯૮-એ નાં કેસમાં લાગુ પડે છે. હું તમને કોઈ કાનુની સલાહ આપતો નથી. આ લેખમાં હું માત્ર મારા અભિપ્રાય અને મંતવ્ય વ્યકત કરું છું. મારો હેતુ કોઇ વ્યકિત કે સંસ્થા તરફ આંગળી ચીંધવાનો નથી, પણ એક સામાન્ય નાગરિક આ કાયદાનાં શોષણથી પોતાની જાતને બચાવી શકે તે માટે હું માત્ર જાગૃતતા ફેલાવવા માંગું છું. કંઇક નિર્ણય લેતા પહેલા મહેરબાની કરી તમારા વકીલ પાસે સલાહ લેજો.

હું આ બધું લખતા પહેલાં તમારા વિશે અમુક વાતોની ઘારણા બાંધું છું. જેમકે તમે મધ્યમ ઉચ્ચ મધ્યમ વર્ગના છો, તમારા લગ્નજીવનમાં સુમેળનો અભાવ છે, તમારા મા-બાપ નોકરી ધંધામાંથી નિવૃત થઈ ગયા છે અથવા તો તેની નજીક છે. તમે સહકુટુંબ બીજા દૂરના સગા સાથે એકજ ઘરમાં નથી રહેતા.

તમારી પત્નીએ તમને ઘમકી આપી છે, કે તે તમારા ખીલાફ ૪૯૮-એ નો ગુનો દાખલ કરશે. તમારા માબાપ પાસે એવી કોઇક મિલકત છે જેની કિમંત નાણામાં આકારી શકાય, તમારી પત્નીનાં પરિવારજનોની રાજકારણમાં ઊંચી ઓળખાણ છે. તમારા જો બાળકો હશે તો આ રમતમાં તેમને પણ પ્યાદુ બનતા જોઇ તમારે હેરાન થવું પડશે. જે સ્ત્રીઓ આઇપીસી ના ૪૯૮-એ નો દુરુપયોગ કરે છે મારી દ્રષ્ટીએ તેમને ૪૯૮-એ પત્નીઓ નું નામ આપવું જોઇએ.

પ્રેરકબળ અને ઉશ્કેરનાર

ચાલો જોઈએ આવું કરવા પાછળ શું હેતુ પ્રેરણા છે અને કઈ રીતે આની ઉશ્કેરણી થાય છે

  • પૈસા :આવું કરવા પાછળ પૈસા સૌથી મોટું પ્રેરકબળ બને છે. પોતાનાં પિતા કે ભાઇનું નવું વ્યવસાય શરૂ કરવા તમારી પાસે મોટી રકમ એંટી લેવાય છે.
  • વેર : સ્ત્રીઓ બદલો લેવાનું કદી ચુકતી નથી અને તમારું પરિવાર આ બદલાની આગમાં ભડકે બળશે. ખાસ કરીને તમારી મા અને બહેન.
  • દોષિતપણું : તેણે પોતે કંઇક ગુનો કર્યો હોય અને પોતાની જાતને આ દોષથી બચાવા માંગતી હોય અને દયાનું પાત્ર બનવા માંગતી હોય તો તે આમ જરૂર કરશે. બાળકોની દેખરેખ નો કબજો લેવા માટે પણ તે આમ કરી શકે છે.
  • ડિીએનએ : ડીએનએ ટેસ્ટ પર આધાર રાખતા નહીં કારણકે કોર્ટ આની પરવાનગી નહીં આપે. ભારતીય કાનુન હજી પણ ૧૮૭૨નાં સબુતના કાયદાના આધાર પર ચાલે છે.
  • અણગમો : હું આ વાત કહું છું તે માટે દિલગીર છું પણ તે તમારા લગ્નના બંધનમાંથી છૂટવા માંગે છે, ૪૯૮-એ ની કલમ આવું કરવા માટેનું સહેલું સાધન છે.
  • પ્રેમી સાથે લગ્ન : આ એક નવી પ્રકારનું વલણ છે. તમારા ઉપર છૂટાછેડા આપવાની જોરજબરજસ્તી કરી તમારા પૈસાથી બે પ્રેમીઓ પોતાનું ઘરસંસાર ઉભું કરશે.

મોટાભાગનાં કિસ્સાઓમાં પરિવારજનો ઉશ્કેરણી કરતા હોય છે. જો છોકરીની માં તેને ઉશ્કેરતી હશે તો કદાચ તમે એવા પરિવારમાં લગ્ન સંબંધ જોયો છે જયાં સ્ત્રીરાજ ચાલે છે. પોતાની મૉને પિતા ઉપર હુકમ ચલાવતા જોઇ તે પણ તમારી સાથે આમ કરવા ઇચ્છે છે. આવું કરવામાં તેને અસફળતા મળે તો તેના પ્રતીસાદમાં તમારા ખીલાફ ૪૯૮-એ નો ગુનો દાખલ થઈ જાય છે.

જો છોકરીનો બાપ તેને ઉશ્કેરતો હોય તો આની પાછળની પ્રેરણા રૂપિયો છે. આ વાત તમારા માટે થોડી સહેલી બની જાય છે. કારણકે જો તમે મુકદમો જીતી ગયા તો છોકરીના બાપને તેની દીકરીને ફરી પરણાવાનું બોજ મોંધું પડી જશે. જો તમે આવા લોકોની ધમકીના વશમાં નહીં થાઓ તો તેઓ તમારી પાસે સમજોતો કરવા દોડી આવશે.

૪૯૮-એ જુલમ કરનારનું અને બદલાખોરીનું અમુલ્ય સાધન છે. આ સાધનનાં મુખ્ય મુદાઓ નીચે મુજબ છેઃ

  • કૌટુંબિક ઝઘડામાં કપટી પોલીસની દખલઅંદાજી
  • ન્યાય, આપવાની લાંબી પ્રક્રિયાઓ અને બોજા તળે દબાયેલી લોકલ કોર્ટ
  • ખોટા મુકદમાં દાખલ કરવાથી કોઈ જુર્માનો ભરવો પડતો નથી (એકસન ૧૮૨)
  • સામેના પક્ષવાળા પાસે જો પોલીસ કે રાજકારણની મોટી ઓળખાણ હશે તો હું દાવો કરું છું કે આ જંજાળમાંથી છૂટવા તમને ખુબજ કપટ, ધીરજ અને હિમંત ની જરૂર પડશે.

આ પરિબળો તમને માત્ર હેરાન કરશે અને તમારા ખીસ્સા ખાલી કરશે. આને ત્રાસ નહીં તો શું કહી શકાય!

સુપ્રિમ કોર્ટ દ્વારા ૪૯૮-એ ની કલમને, રાજયબંધારણ સાથે સુસંગત હોવા છતાં પણ કાયદાકીય ત્રાસવાદ નો નિરર્થક ઠરાવ આવ્યો છે તે વાતમાં કોઇ શક નથી. (સુશીલ કુમાર શર્મા સામે ઇન્ડીયન યુનીયન રીટ પીટીશન (C) નંબરઃ ૧૪૧ સને ૨૦૦૫).

તૈયારીઓઃ

૪૯૮-એ ની કલમ રાતોરાત નોંધાઈ જતી નથી. એફઆઇઆર દર્જ થતા પહેલાથી આવું કાંઈક બનવાનું છે તેના પુરાવા મળતા રહે છે. જો તમે ૪૯૮-એ કલમમાં ફસાવાના હોય તો તમે નીચે મુજબની તૈયારી કરી શકો છો.

  • રોજબરોજ બનતા બનાવોની નોંધણી કરવા માંડો. તમારા સંરક્ષણ માટે પત્રો, ચિત્રો, વ્યકિત એવા સબુત ભેગા કરવા માંડો.
  • ઉચ્ચ હોદ્દાનાં પોલીસ અફસરોને સંપર્ક કરો અને તેમને લેખિત જાણ કરો કે તમારા ખીલાફ ૪૯૮-એ દર્જ થાય તેનો તમને શક છે. કાગળની એક કોપી તમારી પાસે રાખજે અને ઉપર સિક્કો માર્યા છે કે નહીં તેનું ખાસ ધ્યાન રાખજો. આવું કરવાથી તમને નીચલા હોદ્દાનાં કપટી પોલીસ ઓફિસરોથી બચી જશો.
  • જામીન માટેની અરજી અગાઉથી કરી દો. તમારા બધા પરિવારજનો માટે પણ થોડો ખર્ચો થશે પણ તમને પાછળથી ખોટો ત્રાસ નહીં વેઠવો પડે.
  • સારો વકીલ ખુબ જરૂરી છે. છુટાછેડાનો વકીલ નહીં પણ ફોજદારી ગુનાનો વકીલ કરવો. અમુક વકીલ પણ લાંચ લઈ કપટ કરે છે. તેનાથી સાવચેત રહેવું.
    • રૂા. ૫૦,૦૦૦/- તમારી પાસે હમેશા તૈયાર રાખજો.
    • તમે અગાઉથી જામીન મેળવવામાં અસફળ થાઓ તો સામાન્ય જામીન માટે ત્રણ જગ્યાએ અરજી કરો. લોકલ કોર્ટ, જીલ્લા કોર્ટ અને હાઇકોર્ટમાં તમારી ઘરપકડ થઇ જાય અને લોકલ કોર્ટ જમીન નામંજૂર કરે ત્યારે આ યોજના તમને કામ લાગશે.
    • એવા વ્યકિતના સંપર્કમાં રહો જેનો આવો કેસ પતી ગયો છે જેથી તમે એમના જેવી ભૂલ ટાળી શકો. લાગણીઓ માં કદી તણાઈ નહીં જતાં તમારી પત્ની સામે જોઈ “નિર્બળ” કે “અબલા નારી” નું ચિત્ર તમારા મનમાં ઘડતા નહીં, તેની પરિસ્થિતી માટે પોતાને જવાબદાર માનશો નહીં. આ ખોટા ચહેરાની પાછળ એક બદલાખોર સ્ત્રી છુપાયેલી છે અને તેને સાથ આપનાર છે કપટી સરકારી કર્મચારીઓ. અગાઉથી જામીન લેવી ખુબ જ જરૂરી છે કારણકે આ તમારા બચાવ માટે ખુબ મહત્વનું છે. અગાઉથી જામીન મેળવશો તો માની લો કે ઘણા ખરા અંશે તમે મુકદમો જીતી ગયા.

અમુક કાયદાકીય મુદાઓ અને તમારા અધિકારીથી તમે વાકેફ હશો તો તમે ૪૯૮-એ સામે સારી લડત આપી શકશો. અમુક કાયદાકીય મુદ્દાઓ તમે કાયમ સાંભળતા હશો પણ તેમનો અર્થ સમજવો જરૂરી છે.

એફ આઈ આરઃ પોલીસ અફસર દ્વારા નોંધતી આ પહેલી માહિતીનો રીપોર્ટ છે. આ માહિતી અરજ કરનાર કે બીજુ કોઇ પણ વ્યકિત આપી શકે. એફઆઇઆર નાં આધાર પર પોલીસ અફસર પોતાની તપાસ ચાલુ કરી શકે છે. પોલીસ અફસર માહિતી નોંધવાનો ઈનકાર કરે તો આજ માહિતી લેખીત ટપાલનાં રૂપમાં પોલીસ સુપ્રિન્ટેન્ડર ને મોકલી શકાય છે. માહિતીથી સંતુષ્ટ હોવા પર સુપ્રિન્ટેડન્ટ પોતે તપાસ હાથમાં લઈ શકે છે અથવા તો બીજા કોઇ અફસર ને તપાસ કરવાનો આદેશ આપી શકે છે.

  • તપાસઃ ગુનો ખરેખર થયો છે કે નહીં આ માટેના પુરાવા શોધવાની ક્રિયાને તપાસ કહેવાય છે. ગુના શોધક કારવાઇમાં પોલીસ અફસરને તાત્કાલિક તપાસ શરૂ કરવાની સત્તા હોય છે. તપાસ હેઠળ આરોપી કે આરોપ ને લાગતા બધા જ સબુત/પુરાવા ભેગા કરવા જરૂરી બને છે. નીચેની માહિતી APCID ની વેબસાઇટ પરથી મેળવેલ છે.
  • તપાસ દરમ્યાન ૧૫ વર્ષની નીચેના પુરુષ ને અથવા તો કોઈ પણ સ્ત્રીને પોતાના ઘર સિવાય બીજે કશે બોલાવી શકાય નહીં.
  • પોલીસ અફસર કોઈ પણ વ્યકિતની માત્ર મૌખિક તપાસ જ કરી શકે.
  • માહિતી આપનાર વ્યકિતને ગુનેગાર ઘોષીત કરીને ધરપકડ કરીને અથવા દંડની ઘમકી આપી કોઇ પણ જવાબ આપવા જોરજબરજસ્તી કરી શકાય નહીં.
  • તપાસ દરમ્યાન પોલીસ અફસર દ્વારા લખેલી માહિતી ઉપર બળજબરીથી માહિતી આપનારાની સહી લઈ શકાય નહીં.
  • તપાસ દરમ્યાન માહિતી આપનાર પર કોઇ પણ પ્રકારની રોકટોક મુકવાની છુટ પોલીસ અફસરને નથી.
  • પોલીસ અફસર માહિતી આપનારને નજીકના પોલીસ મથકે અમુક સમયે બોલાવી શકે છે. લેખિતમાં આદેશ મળતા માહિતી આપનારની ફરજ બને છે કે તે સુચવેલ સમયે ત્યાં હાજર રહે.
  • દરેક પ્રશ્નનો સાચો જવાબ આપવા માહિતી આપનાર વ્યકિત બંધાયેલી છે. પોલીસ અફસર અથવા, બીજું કોઇ પણ વ્યકિત માહિતી આપનાર સાથે બળજબરી કે ધાક ધમકી, કે વાયદો કરી શકે નહીં.

ચાર્જશીટઃ તપાસ કર્યા બાદ પોલીસ અફસર તપાસનો રીપોર્ટ મેજીસ્ટ્રેટને આપે છે. આરોપીને પ્રશ્નો પુછી તેની વાત સાંભળી મેજીસ્ટ્રેટ તેના ઉપર મુકદમો ચલાવાનો આદેશ આપે છે.

ધરપકડઃ કોઇક વ્યકિતને પોલીસ સ્ટેશન અથવા પોલીસની નીગરાનીમાં રહેવાનો આદેશ મળ્યો હોય તો તેની ધરપકડ થઈ કહેવાય. પરવાનગી વગર આ વ્યકિતને કશે જવાની છૂટ નથી.

  • અગાઉથી મળતી જામીનઃ ઘરપકડ થયા પહેલાજ આરોપીને કોર્ટ તરફથી જામીન પર છુટવાની પરવાનગી મળે છે.
  • જામીનઃ મુકદમો ચાલતો હોય તે દરમ્યાન આરોપી જેલમાં નહીં પણ પોતાના ઘરમાં રહી શકે તે માટે જામીનના રૂપમાં અમુક રૂપિયા ભરવા પડે. આના બદલામાં જરૂર પડે ત્યારે કોર્ટમાં હાજર થવું તે આરોપીની ફરજ બને છે. સમય અને તારીખ મુજબ આરોપી કોર્ટમાં હાજરના થાય તો જામીનમાં રૂપિયા કોર્ટ દ્વારા જપ્ત કરવામાં આવે છે અને આરોપીનાંખીલાફ ઘરપકડનું વોરંટ નીકળી શકે છે. આ ઉપરાંત જામીનનો કાયદો ભંગ કરવાનો ફોજદારી ગુનો પણ દાખલ થઈ શકે.

કાયદા, પોલીસ, કોર્ટ અને તમારા અધિકારો : તમારા મુકદમા ના અદાલતી પરિક્ષણ દરમ્યાન પોલીસ તમારી એકમાત્ર શત્રુ છે. પોતાના મૂળભૂત અધિકારો અને ભારતનાં ન્યાયતંત્રથી જાણકાર હશો તો આવી પરિસ્થિતિમાં તમે પોલીસનો સામનો કરી શકસો. દુનિયાભરના કાયદા એક વાતને માને છે “કાયદાથી અજાણપણું એ નિદોર્ષતા નથી”. આ નિયમ સદીઓ પહેલા કોડ ઓફ જસ્ટીનીયન ધ ગ્રેટ” માં લાગું પડયો હતો. આ પ્રકરણ વાંચ્યા બાદ તમે તમારા અધિકારો અને પોલીસની ક્ષમતા વિશે ઘણું બધું જાણી જશો. પોલીસ કદી કાયદાથી અજાણ બને તો તેને યાદ અપાવજો કે “કાયદાથી અજાણપણું એ નિદોર્ષતા નથી”.

ભારતીય સુપ્રિમ કોર્ટ દરેક કાયદા માટે આખરી લવાદ છે. કાયદાનું અર્થઘટન ચુકાદાના આધાર પર થાય છે. નીચે દર્શાવેલ અમુક સુપ્રિમ કોર્ટના ચુકાદા તમને તમારા મૂળભૂત અધિકારો વિશે વધુ માહિતી આપશે અને તમને ૪૯૮-એ ની કલમ સામે લડવાની મદદ કરશે.

સુપ્રિમ કોર્ટનો આદેશ એકંદર અને ઉચ્ચ છે

ભારતીય યુનિયન અને એ એન આર સામે રઘુવીર સીંઘ (મૃત્યુ પામેલો ચુકાદો (૧૬.૦૫.૧૯૮૦) નો કરાર ૧૪૨ કહે છેઃ સંવીધાન નો આદેશ છે કે સુપ્રિમ કોર્ટનો નીયમ ભારતની બધી અદાલતોએ માન્ય રાખવો ફરજીયાત છે. નીચે ચુકાદામાંથી અમુક ભાગ છે જે તમારા મૂળભૂત અધિકારો અને અન્ય કાયદાથી તમને ૪૯૮-એ સામે લડવા માટે જાણ કરે છે.

“સુપ્રિમ કોર્ટ દ્વારા આપેલ બધા જ ચુકાદા દેશના કાયદાનીયમ/આદેશ છે. સરકારી શાખાઓ આ હુકમ માને અને અમલમાં મૂકે તે ફરજીયાત છે”.

કાયદાકીય પધ્ધતિનો અધિકાર: ભારતીય સંવિધાન ભારતીય નાગરિકોને અમુક મૂળભૂત અધિકાર આપે છે. દરેક ભારતીય નાગરિકને કાયદાકીય પધ્ધતિ થી મુકદમો લડવાનો અધિકાર છે. આ મૂળભૂત અધિકારનું શોષણ કોઈ પણ સરકારી સંસ્થા કરી શકે નહીં.

સુપ્રિમ કોર્ટ (ભારતનાં નાગરિકો સામે આસામ રાજ્ય અને બધાઃ ૧૯૯૬ એલ, જે ૩૨૪૭) વારંવાર ચેતવણી આપી છે કે કોઈ પણ હોદ્દાનો પોલીસ ઓફિસર કાયદાનો ભંગ કરે તો તેના ઉપર કાયદાકીય મુકદમો ચાલી શકે છે, અથવા તેને જેલની સજા થઈ શકે છે.”

અમૂક અધિકારો નીચે મુજબ છે

આર્ટીકલ ૧૪: નિષ્પક્ષ કાયદોઃ ભારતમાં રહેતા નાગરિકો સાથે કાયદો કોઇ પણ પ્રકારનો ભેદભાવ કરી શકે નહીં.

આર્ટીકલ ક્રાર ૨૦ આરોપીને ગુનાનો દોષિત હોવાનું જાહેર કરતા ઠરાવ હેઠળ સંરક્ષણ મળવું જરૂરી છે.

૧.આરોપીને પોતાના ગુના માટે જે સજા મળવી જોઇએ તેનાથી વધારે સજા આપી શકાય નહીં. વધારે દંડભરવાનું પણ આરોપીને કહી શકાય નહીં.

૨.કોઇ પણ આરોપીને એકથી વધુ વખત સજા આપી શકાય નહીં.

૩.બેઇપણ આરોપીને પોતાની જાત માટે સબુત બનવા માટે જોરજબરજસ્તી કરી શકાય નહીં.

 

આર્ટીકલ ૨૧: જીવન અને સ્વાધીનતા માટેનું સંરક્ષણ

કોઇ પણ આરોપીને પોતાના જીવન કે સ્વાધીનતાથી વંચિત રાખી શકાય નહીં, સિવાય કે કાનૂની આદેશ હોય.

આર્ટીકલ ૨૨: અમુક કિસ્સામાં ઘરપકડ અને અટકાયત માટે સંરક્ષણ

૧. ધરપકડ વખતે આરોપીને જાણ વગર કશે અટકાવી શકાય નહીં, તેની પસંદનાં વકીલની સલાહ લેવા

માટે પણ તેને રોકી શકાય નહીં.

ર. ઘરપકડ કર્યા બાદ આરોપીને ૨૪ કલાક થી વધુ સમય કબજામાં રાખી શકાય નહીં. પ્રવાસનો સમયબાકાદ કર્યા બાદ આરોપીને મેજીસ્ટ્રેટ સમક્ષ હાજર કરવો જરૂરી છે. મેજીસ્ટ્રેટનાં આદેશ વગર આરોપીને વધુ સમય કબજામાં રાખી શકાય નહીં.

આર્ટીકલ ૩૨: અધિકારોને અમલમાં મુકવાનો ઉપાય

૧. પોતાના મૂળભૂત અધિકારો મેળવવા કોઇ પણ આરોપી સુપ્રિમ કોર્ટ માં મુકદમો લડવાની અરજી કરી શકે

૨. આરોપીને અધિકાર અપાવવા અને ગુનાદોષિત કરવાના બધાજ અધિકાર સુપ્રિમ કોર્ટ પાસે રહેલા છે.

ઉપર દર્શાવેલ દરેક અધિકારમાંથી સૌથી વધુ શોષણ તમારા જીવન અને સ્વાધિનતાના અધિકારનું થશે. આ શોષણ પોલીસ વારંવાર તમારી સાથે કરશે. તમારા મૂળભૂત અધિકારનું ઉલ્લંધન થાય તો તમને પૂરેપૂરો હક બને છે કે તમે

  • સીધા હાઇકોર્ટ કે સુપ્રિમ કોર્ટમાં અરજી કરો.
  • અધિકારનું શોષણ થવા પર સુપ્રિમ કોર્ટને સંપર્ક કરવો તે તમારો મૂળભૂત અધિકાર છે.

સુપ્રિમ કોર્ટનો સંપર્ક કઈ રીતે કરવો તે માટેની માહિતી તમને આ વેબસાઇટ પરથી મળશે. (http://tinyurl.com/24gmex)

અમુક શરતોને માન્ય રાખીને, સુપ્રિમ કોર્ટની કાયદાકીય સંસ્થા મફત કાનૂની સલાહ આપે છે.

કોઇપણ નાગરિકની ધરપકડ કરવા માટે પોલીસની ક્ષમતા :

ગુનાનો ચુકાદો ૧૯૭૩, દફા ૪૧ કહે છે કે : કોઇપણ પોલીસ ઓફીસર વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકે?

  1. કોઇપણ પોલીસ અફસર મેજીસ્ટ્રેટનાં આદેશ કે વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકે.
  2. ધરપકડ કરવા માટે પોલીસને આરોપી પર શંકા હોય, કોઇએ તેને ખીલાફ ફરીયાદ કરી હોય કે પછીઅદાલતી તપાસ કરી શકાય તેવો ગુનો હોય તેટલું જ કાફી છે.

પણ સુપ્રિમ કોર્ટ આનાથી તદ્દન વિરુધ્ધ વાત કહે છે. ચીફ જસ્ટીસ, એમ.એન. વેંકટચલઇમાં પોલીસની (ઉત્તર પ્રદેશ ૨૫૦૪/૧૯૯૪ સામે જોગીંદર કુમાર) પોલીસની ધરપકડની પ્રક્રિયાની ક્ષમતાની વ્યાખ્યા આપે છે. આ ચુકાદો ખાસ કરીને અદાલતી તપાસ કરી શકાય તેવા ગુના માટે છે, જેમ કે ૪૯૮-એ “કાયદાકીય પધ્ધતિ વગર કોઇપણ પોલીસ ઓફીસર આરોપીની ધરપકડ કરી શકે નહીં ધરપકડ કરવાની છુટ/ક્ષમતા એક વસ્તુ છે અને ધરપકડનું વ્યાજબીપણું દર્શાવવું એ બીજી વસ્તુ છે.

ધરપકડ કયા આધાર પર કરી તેનો સબળ પ્રમાણ આપવું પોલીસ ઓફીસરની ફરજ બને છે. ધરપકડ કે કબજો એ કોઈ પણ વ્યકિતની સામાજીક ઇજજત અને સ્વાભીમાન ને ખુબ જ ઠેસ પહોચાડે છે. નાગરિકોનું સંરક્ષણ કરવું અને સંવિધાને આપેલા અધિકારોને માન આપવું એ દરેક પોલીસ ઓફીસરની ફરજ બને છે. જરૂરી તપાસ કર્યા વગર અને કાનુની વોરંટ વગર આરોપીની ધરપકડ કરવાનો પોલીસને કોઈ હક બનતો નથી. કોઇક પણ વ્યકિતની તેની સ્વાધીનતા થી વંચિત રાખવી એ ગુનો છે.”

ધરપકડ કરતા પહેલા બીજી અનેક જરૂરિયાતો પુરી કરવી મહત્ત્વની છે. તે નીચે મુજબ છે:

  1. ખૂન ખરાબો, મોટી ચોરી અને બળાત્કાર જેવા ગુનામાં ધરપકડ કરવી જરૂરી બને છે. આવું કરવાથી ત્રાસ કે યાતનાના ભોગ બનેલા વ્યકિતીને માનસિક આધાર મળશે.
  2. પોલીસને શક હોય કે આરોપી ફરાર થઈ જશે તો પણ તેની ધરપકડ કરી શકાય.
  3. આરોપી હિસંક વર્તન કરે અને વધુ કરશે તેવી શંકા હોય તો તેની ધરપકડ કરી શકાય.
  4. આરોપીને મોટા ગુના કરવાની આદત થઈ ગઈ હોય તો તેને રોકવા માટે તેની ધરપકડ ખુબ જરૂરી છે.

દિલ્હી હાઈ કોર્ટ સી.આર. એલ.એમ.એમ. ૩૮૭૫/૨૦૦૩ ૨૮.૦૧.૨૦૦૪ સામે સી.બી.આઇ. ના મુકદમા માં જસ્ટીસ જે.ડી.કપૂરે કહ્યું છે કે:

“આ અદાલતનો અનુભવ છે કે આઇ.પી.સી. હેઠળ કલમ ૪૯૮-એ૪૦૬ પોલીસ અને અરજ કરનાર દ્વારા ખુબ શોષણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ ગુનો એટલો મોટો નથી કે તેના હેઠળ આકરી સજા આપવી જોઇએ.”

છતાં પણ આરોપીના દૂરના કે નજીકનાં નાનાં કે ઘરડાં બધાજ સગાસંબંધીઓની ધરપકડ પોલીસ કરે છે. બીનજરૂરી લોકોની ધરપકડ કરવી વ્યર્થ છે. અરજ કરનાર, તેને મા બાપ અથવા તો બીજા કોઇ લાગતા વળગતા વ્યકિતનું બયાન કાફી છે. ખોટા પગલાં ભરવાથી પોલીસ ઘર જોડવાને બદલે ઘરને તોડવાનું કામ કરે છે. ઘરનાં કોઇ પણ વ્યકિત કે સગાસંબંધીઓની ધરપકડ થતાં જ વાત છૂટાછેડા અને દુઃખી અવસ્થા તરફ જવા માંડે છે. ગંભીર ગુના વગર ધરપકડ કરવી હીતાવહ નથી.”

હું ખુબ ઉત્સુક છું એ જાણવા માટે કે તમારા દાદા, દાદી, બાળકો, મા બાપ જસ્ટીસ એમ.એન વેંકટચલીયા ના કહેવા મુજબ કઈ રીતે બચી શકે છે. પોલીસ તમને કહેશે કે ૪૯૮-એ અદાલતી તપાસની ક્રિયા કરી શકાય તેવો ગુનો છે. પણ અદાલતી તપાસનો અર્થ થાય કે તપાસ અંગે રીતસર માહિતી મેળવવી નહીં કે ધરપકડ કરવી.

મેં એવી એક વાત સાંભળી છે કે બીજા અનેક ચુકાદામાં સુપ્રિમ કોર્ટ પોલીસને વોરંટ વગર આરોપીની ધરપકડ કરવાની પરવાનગી આપી છે. મેં બધા ચુકાદા વાચ્યાં નથી તેથી હાલ આનાથી અજાણ છું. આ ઉપરાંત તમારી ધરપકડ નું પ્રમાણ હોવું જરૂરી છે એમાં કાંઈ બે મત નથી. તમારી ધરપકડ થાય તો પોલીસે તમારી સાથે માન પૂર્વક વર્તન કરવું અને તમારા અધિકારો ધ્યાનમાં રાખવા જરૂરી બને છે. આમ ના થાય તો તમે અદાલતમાં ફરિયાદ નોંધાવી શકો છો. આગળ વાંચો અને સમજો કે હું શું કહેવા માંગું છું.

કોઈક વ્યકિતની ધરપકડ થાય તો તેના માટેની પ્રક્રિયા શું છે? (ડી કે બાસુ સામે વેસ્ટ બેંગાલ રાજય ૧૯૯૭ ISCC ૪૨૬) સુપ્રિમ કોર્ટ દ્વારા દરેક રાજયોને આરોપીની ધરપકડ અંગે અમુક આદેશ આપવામાં આવ્યા. આ ચુકાદાને ભારતનાં મિરાન્ડા અધિકારોનું નામ આપવામાં આવ્યું છે. આ ચુકાદો પોલીસની ધરપકડ પ્રક્રિયા અને હવાલાતમાં વ્યકિતઓનાં અધિકારોની વાત કરે છે. દેશમાં હવાલાતમાં ઘણા બધા આરોપીઓની મૃત્યુ થવાને કારણે આ ચુકાદો આપવામાં આવ્યો. (http://tinyurl.com/268rvb) આ ચુકાદા પ્રમાણે કોઈ પણ હોદ્ધાનો પોલીસ ઓફીસર અદાલત દ્વારા ગુનેગાર દોષીત થઈ શકે છે. જો તે ચુકાદાનો આદેશ માન્ય ના રાખે તો.

સુપ્રિમ કોર્ટનો ચુકાદો નીચે મુજબ છે:

  1. આરોપીની ધરપકડ અને તપાસ હાથમાં લેનાર પોલીસ અફસર વ્યવસ્થિત હોવો જોઇએ. તેની ઓળખ, નામ અને હોદ્ધો દેખીતો હોવો જરૂરી છે. આરોપી અને પોલીસ ઓફીસરની દરેક વિગતની નોંધણી કરવી ફરજીયાત છે.
  2. ધરપકડ કરનાર પોલીસ ઓફીસરે ધરપકડનાં સમય અને સ્થળે એક મેમોરેન્ડમ પત્ર બનાવવું જરૂરી છે. મેમોરેન્ડમ ઉપર આરોપીના પરિવાર અથવા ફળીયાનાં એક સભ્યએ સાક્ષી આપવી જરૂરી બને છે. આ પત્ર ઉપર સ્થળ અને સમય સાથે આરોપીની સહીની પણ જરૂર પડે છે.
  3. કોઇ પણ આરોપીની ધરપકડ, તપાસ કે કબજો લેવાતો હોય ત્યારે તેને પોતાના ભાઇબંધ, પરિવારના સભ્યો અથવા બીજા કોઇ સગાને તેની ધરપકડ વિશે જાણ કરવાનો અધિકાર છે. પોતાને કઈ જગ્યાએ હવાલાતમાં બંધ કરવાના છે તે વિશે ની જાણ કરવાનો પણ આરોપીને અધિકાર છે. સાક્ષી આપતું વ્યકિત તમારી નજીકનું હોય તો આમ કરવાની જરૂર નથી.
  4. જો આરોપીના સગા જીલ્લાની બહાર રહેતા હોય તો તેની ધરપકડ અને હવાલાતનાં સમય અને સ્થળવિશે ની માહિતી આપવાની જવાબદારી પોલીસની બને છે. આ જાણ ૮ થી ૧૨ કલાકની અંદર કરવી જરૂરી છે. હવાલાતથી છુટવાના સમયે આરોપીને તેની જાણ કરવી જરૂરી છે.
  5. ધરપકડ થઇ હોય તેનો સમય, સ્થળ, કરનાર અફસરનું નામ અને સાક્ષી આપનાર વ્યકિતનાં નામની માહિતીની નોંધ એક ડાયરી માં કરવી જરૂરી છે. હવાલાતની જગ્યા સ્થળ પણ આ ડાયરીમાં નોંધાયું જોઇએ.
  6. ધરપકડ દરમ્યાન આરોપીના શરીરની તપાસ કરવી જરૂરી છે. તેના શરીર પર નાના મોટા ધા કે હાની થઈ હોય તો તેની નોંધણી કરી આરોપી અને પોલીસ અફસરે સહી કરવાની ફરજ બને છે. આ મેમોની કોપી આરોપીને પણ આપવી પડે.
  7. હવાલાત દરમ્યાન દર ૪૮ કલાકે આરોપીની મેડીકલ તપાસ નિષ્ણાત ડોકટર દ્વારા થવી જોઇએ.
  8. બધાજ પત્રો, પુરાવા અને મેમોની એક કોપી જીલ્લા મેજીસ્ટ્રેટ ને આપવી જરૂરી છે.
  9. આરોપીને અમુક સમયે પોતાના વકીલને મળવાનો અધિકાર છે.

10.  દરેક જીલ્લા અને રાજયમાં પોલીસ કંટ્રોલ રૂમ હોવો જરૂરી છે. આરોપીની ધરપકડનાં ૧૨ કલાકની અંદર કંટ્રોલ રૂમમાં તે વિશે જાણ કરવી જરૂરી છે. કંટ્રોલ રૂમનાં બોર્ડ ઉપર ધરપકડની નોટીસ મારવી પણ જરૂરી છે.

ઉપરની જરૂરિયાતોને જ ધરપકડ કરનાર પોલીસ અફસર ધ્યાનમાં નહીં રાખે તો તે ગુના હેઠળ દોષીત કરાર થઇ શકે છે. આ અફસરનાં ખીલાફ પોલીસ સ્ટેશન, જીલ્લા કોર્ટ કે હાઇકોર્ટમાં ફરિયાદ કરી શકાય છે.

(ડી.કે. બાસુ, અશોક કે જોહરી સામે વેસ્ટ બેંગાલ રાજય, ઉત્તર પ્રદેશ તા. ૧૮/૧૨/૧૯૯૬ કુલદીપ સીંધ, એ,એસ આનંદ) સુપ્રિમ કોર્ટ ત્રાસની વ્યાખ્યા આપે છે કે:

ભારતનાં સંવિધાન હેઠળ ત્રાસની કોઈ વ્યાખ્યા નથી. “ત્રાસ” એ એક પ્રબળ વ્યકિત દ્વારા નબળા વ્યકિત પર શોષણ કરવાનું સાધન છે. ત્રાસ શબ્દ નો બીજો અર્થ આજકાલ અવિનીત કે ઉધ્ધત વ્યકિત તરીકે પણ વપરાય

ત્રાસ એક આત્માને સ્પર્શી જતો ખુબ ઊંડો અને દુઃખદાયક ઘા છે. આ ઘા વ્યકિતના હૃદય પરથી કદી રુઝાતો નથી. ત્રાસનાં ઘણા દુઃખદાયક રૂપ છે. ત્રાસ એક મહાદુઃખ છે. છાતીને ચીરે છે, બરફ જેવું ઠંડું છે, પથ્થર જેવું ભારે છે. ત્રાસથી થતું દુઃખ આગાધ ઊંડુ અને અંધકારમય છે.

ત્રાસ થાય છે ત્યારે પોતાની જાતને ખલાસ કરી દેવાની ઇચ્છા થાય છે. ત્રાસ એ હતાશા, ડર, પ્રચંડ ક્રોધ અને નફરતનો રૂપ છે.

એડીઆના.પી. બારતો કહે છે કે “માનવ હકક નાં હેતુ વિશે ઘણી બધી મહાસભા યોજાય છે. પરંતુ માનવ અધિકારના શોષણ/ભંગને કોઇ ત્રાસનું નામ આપતું નથી. ત્રાસને રોકવા જોઇએ તેટલા પ્રયત્નો થયા ઉપરાંત ત્રાસ વધતો જ જાય છે. પોલીસ હવાલાતમાં આરોપી ઉપર ત્રાસ ગુજારવો એ કોઈ પણ વ્યકિતનાં સ્વાભિમાન, આત્મસન્માન કે વ્યકિતત્વ ને ખુબ જ ઠેસ પહોંચાડે છે.

જામીનનો અધિકાર

કલમ ૪૯૮-એ નાં સંદર્ભમાં હું શુશીલ કુમાર સીંધની કહેલી વાત કહેવા માંગું છું.

“કાયદાકાનુન ના ધારાધોરણ ની કલમ ૪૩૭ ના પ્રમાણે ૪૯૮-એ ગુનાની હેઠળ પણ જામીન પર આરોપીને છોડી શકાય છે. જામીન આપવી કે ના આપવી એ અધિકાર કોર્ટનો છે. કાયદા કાનુનનાં ધારાધોરણ ના પહેલા પ્રકરણ માં જામીન અને બીનજામીન ગુનાની સુચી છે.” (ક્રિષ્ના આઇયર, જે નારાસીમહુલુ અને બધા સામે હાઈ કોર્ટ પબ્લીક પ્રોસીકયુટર આંધ્રપ્રદેશ એ. આઇ. આર, સુપ્રિમ કોર્ટ ૪૨૯) નીચેનું અવતરણ જામીન પર છૂટવાના અધિકારોનું માર્ગદર્શન આપે છે. આ સુપ્રિમ કોર્ટનો ચુકાદો છે.

ભારતીય સંવિધાન માં કરાર ૨૧ કહે છે કે “કોઈ પણ વ્યકિતને પોતાની સ્વાધીનતાથી વંચીત રાખવી તે એક ગુનો છે. આવું કરવાથી તે વ્યકિત અને સમુદાયને ખુબ જ નુકસાન પહોચે છે. કોઇ આરોપીની જામીન જયારે નામંજૂર થાય ત્યારે તેની સ્વાધીનતા છીનવાઈ જાય છે. કપટી અફસરો અને કર્મચારીઓ આરોપીને મૂળભૂત અધિકારનું શોષણ કરી જામીન નામંજૂર કરે છે. સ્વાધીનતા એ માનવ અધિકાર છે.”

(મોતીરામ અને બધા સામે મધ્યપ્રદેશ રાજય એ આઈ આર ૧૯૭૮ એસ સી ૧૫૯૪) સુપ્રિમ કોર્ટ એ પણ કહ્યું છે કે “જામીનનાં પૈસા આરોપીની આર્થિક પરિસ્થિતિ કરતાં વધારે હોય તો સંવીધાન નો નિયમ ભંગ થયો કહેવાય”. (ગુરબાકા સીંઘ સીબ્બીઆ સામે પંજાબ રાજય એ આઈ આર ૧૯૮૦ સુપ્રિમ કોર્ટ ૧૬૩૨) સુપ્રિમ કોર્ટ કહે છે કે એફઆઇઆર દાખલ થયા પછી પણ અગાઉથી જામીન માટે અરજી કરી શકાય છે. પણ ઘરપકડ થયા બાદ આમ કરી શકાય નહીં.

નીચેનું અવતરણ વાંચો અને અગાઉથી કરેલી જામીનની અરજીને સમજો.

કાયદા કાનુની ધોરણો પ્રમાણે અગાઉથી જામીન મેળવવા માટે અમુક શરતો પુરી કરવી જરૂરી છે. આરોપી માને છે કે તેની ધરપકડ બીનજામીની ગુના હેઠળ થશે તો આ માન્યતાના પુરાવા આપવા પડે. આ માન્યતા વ્યાજબી હોવી જરૂરી છે. આવું માનવા પાછળ એફઆઇઆર દર્જ થઈ હોવી જરૂરી નથી. એફઆઇઆર વગર પણ ધરપકડ થવાની છે તેવી માન્યતા આરોપીને થઈ શકે છે. ધરપકડ ના થઇ હોય પણ એફઆરઆઈ નોંધાયો હોય તો પણ અગાઉથી જામીનની અરજી કરી શકાય. ધરપકડ થયા બાદ આરોપી કલમ ૪૩૭ અથવા ૪૩૯ ના હેઠળ જામીન માટેની અરજી કરી શકે”.

ધરપકડની વ્યાખ્યા

સુપ્રિમ કોર્ટ (કુલતેજ સીંધ સામે પોલીસ ઇન્સપેકટર અને બધા ૧૯૯૨ એલ જે ૧૧૭૩ કરનાટકા) ધરપકડની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે.

“કાનુની ધોરણ ૪૬ નો એક ભાગ એવી માહિતી આપે છે કે કોઈ પણ વ્યકિતને પોલીસ સ્ટેશનમાં કબજે કરી હોય તો તેની ધરપકડ થઈ કહેવાય. વોરંટ વગર પોલીસ ઓફીસર કોઇની પણ ધરપકડ કરી શકે નહીં અને સંજોગ વસાત આમ કરે તો ૨૪ કલાક થી વધુ સમય આરોપીનો કબજો રાખી શકે નહીં. ધોરણ ૧૬૭ પ્રમાણે જો મેજીસ્ટ્રેટને આદેશ હોય તોજ આરોપીનો કબજો ૨૪ કલાકથી વધુ સમય થઈ શકે. હરદીપ સીંધ નામના આરોપીને સવાનુરના પોલીસ સ્ટેશનમાંથી ૨૪ કલાકની અંદર મેજીસ્ટ્રેટ સમક્ષ હાજર કરવા પડ્યા હતા”.

પોલીસ દ્વારા માનપૂર્વક આચરણનો અધિકાર

સુપ્રિમ કોર્ટ (રવીકાન્ત પાટીલ સામે મહારાષ્ટ્ર રાજય અને બધાઃ ૧૯૯૧ એલ જે ૨૩૪૪ મુંબઇ): “કરાર ૨૧ ના હેઠળ દરેક આરોપીને માનપૂર્વક જીવન જીવવાનો અને સ્વાધીનતાનો અધિકાર છે. ધરપકડ થઇ હોય તે દરમ્યાન આરોપીનું અપમાન કે શોષણ કરવાનો અધિકાર પોલીસને નથી”. આ ચુકાદો એક વાત સ્પષ્ટ કરે છે કે આરોપી ઉપર કોઈ પણ પ્રકારની શારિરીક કે માનસિક હિંસા કે ત્રાસ પહોંચાડવાનો અધિકાર પોલીસ પાસે નથી.

ત્રાસ કે થર્ડ ડીગ્રીની પધ્ધતિ પોલીસ તમારા પર લાગુ કરી શકે નહીં.

સુપ્રિમ કોર્ટ (ભગવાન સીંધ સામે પંજાબ રાજય ૧૯૯૮ એલ જે ૨૨૦૧ મુંબઈ) છે કે. “ધરપકડ થયેલ વ્યકિત શકના દાયરામાં હોય છે તેથી તેની તપાસ કરવાની કાયદાકીય હાની પહોંચાડવાનો નથી. પૂછપરછ નો આશય માત્ર તપાસની સફળતા જ છે. થર્ડ ડીગ્રી હેઠળ ગુનેગારો ત્રાસ આપવો એ એક કાયદાકીય ગુનો છે. બંધ બારણે જો કાનૂની અફસરો પોતેજ ગુનો કહે તો સમાજનું રક્ષણ કદી નહીં થઈ શકે. શારિરીક ત્રાસ પહોંચાડવાની જગ્યાએ પૂછપરછ ની કોઈ નવી રીત શોધવી જરૂરી છે. પોલીસ અફસરો જો આવી બીનકાનૂની પધ્ધતિ અપનાવે છે તો તેઓ નાગરિકોમાં દેહશત ફેલાવાનું કામ કરે છે”.

તમને હથકડી પહેરવાનો અધિકાર પોલીસને નથી

સુપ્રિમ કોર્ટ (ભારતીય નાગરિક સામે આસામ રાજય અને બધાઃ ૧૯૯૬ એલ જે ૩૨૪૭) કહે છે કેઃ

“કોઈ પણ વ્યકિતને ધરપકડ કરતી વખતે, ઘરેથી પોલીસ સ્ટેશન લઇ જતી વખતે કે એક જેલમાંથી બીજી જેલમાં લઈ જતી વખતે હથકડી પહેરાવી શકાય નહીં. પોલીસ અને જેલનાં અધિકારીઓને મેજીસ્ટ્રેટના આદેશ વગર કોઈ પણ ગુનેગારને હથકડી પહેરાવાનો અધિકાર નથી. અમુક પરિસ્થિતિઓમાં હથકડી પહેરાવાની પરવાનગી હોય છે જેમકે કોઈ ખૂની, માનસિક રીતે બીમાર કે ખુંખાર આતંકવાદી”.એક મહિલાની ધરપકડ અને હવાલાતમાં કબજો સુપ્રિમ કોર્ટ (ભારતીય ખ્રિસ્તી સમુદાય સામે મહારાષ્ટ્ર સરકાર અને અન્ય ૧૯૯૫ એલજે ૪૨૨૩ મુંબઈ) કહે છે કે:“રાજય સરકારનો હુકમ છે કે કોઇ પણ સ્ત્રીની ધરપકડ સુર્યાસ્ત પછી કે સુયોદય પહેલા થઈ શકે નહીં. સ્ત્રીની ધરપકડ કરવા માટે મહિલા પોલીસ કર્મચારીની મંજૂરી હોવી જરૂરી છે.

પુછપરછ કે તપાસના બહાને પોલીસ કોઇ પણ નાગરિકને પોલીસ સ્ટેશનમાં રોકી શકે નહીં.

સુપ્રિમ કોર્ટ (અશાક હુસૈન અલ્લાહ દેથા, અલીયાસ સીદીકકી અને અન્ય સામે કસ્ટમનાં આસીસટન્ટ કલેકટર (પી) મુંબર અને અન્યઃ ૧૯૯૯ એલ.જે. ૨૨૦૧, મુંબઈ) કહે છે કેઃ

પુછપરછનાં અધિકારીઓ કોઈ ગુના હેઠળ આરોપીને હવાલાતમાં લઈ શકે અથવા પોલીસ સ્ટેશનમાં રોકી શકે. પણ અમસ્તી પુછપરછ કરવા કોઈ સામાન્ય વ્યકિતની અટકાયત પોલીસ સ્ટેશનમાં થઈ શકે નહીં, કોઈ ગુના વગર સ્વાધીનતાનું શોષણ એ કાયદાનો ભંગ છે. પુછપરછ અધિકારીને ગુના વગર કોઈ પણ વ્યકિતની અટકાયત કરવાનો કોઈ હક નથી. ફરજીયાત અદાલતી તપાસવાળા ગુનાની પોલીસે નોંધણી કરવી જરૂરી બને છે.

સુપ્રિમ કોર્ટ (લલાન ચૌધરી અને અન્ય સામે બિહાર રાજય અને અન્ય તાઃ ૧૨/૧૦/૨૦૦૬ બેન્ચ એચ કે સીમા અને પીકે બાલસુબ્રમન્યન) યું છે કે “ફરજીયાત અદાલતી તપાસવાળા ગુનાની પોલીસે નોંધણી કરવી જરૂરી છે. ઘણા લોકો ખોટી ફરિયાદ કરતા હોય છે તેથી આ નોંધણી જરૂરી છે. અદાલતી તપાસ બાદ જાણ થાય કે ફરિયાદ ખોટી હતી તો ધોરણ ૧૮૨ હેઠળ કાયદાકીય ગુનો નોંધાઇ શકે છે. નીચેનું અવતરણ વાંચોઃ

કાયદાકાનુની ધોરણ ૧૫૪ હેઠળ ફરિયાદની નોંધણી કર્યા પછી જ તપાસ કરવી જોઇએ. ધોરણ ૧૫૪ હેઠળ કોઇ પણ ફરિયાદની નોંધણી કરવી ફરજીયાત બને છે. પોલીસ અધિકારી પાસે બીજો કોઇ વિકલ્પ નથી”.

દિલ્હી હાઇકોર્ટ (પ્રિયા ગુપ્તા સામે રાજય, નિર્ણય ની તારીખઃ ૨૦૦૪/૨૦૦૭ માનનીય જસટીસ રેવા ખેત્રપાલ) જ્હ છે કે:“પોલીસ અધિકારી સામે ફરજીયાત અદાલતી તપાસ વાળા ગુનાહની ફરિયાદ આવે તો તેની પાસે આ ફરિયાદ ની નોંધણી કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. ધોરણ ૧૫૪ આ નોંધણી કરવાની ક્રિયાને ફરજીયાત બનાવે છે”.

માનનીય ન્યાયધીશ કહે છે કેઃ “અદાલતી તપાસ બાદ જો કરેલી ફરિયાદ ખોટી નીકળે તો પુછપરછ અધિકારીઓને પુરો હકક બને છે કે તે ફરિયાદી સામે કાયદાકીય ગુનાની નોંધણી કરે. આ કાયદાકીય ગુનો ધારા ૧૮૨ (આઈ.પી.સી) હેઠળ નોંધી શકાય”.

એફઆઈઆર એ પબ્લિક દસ્તાવેજ છે

અમુક કિસ્સામાં આરોપીને એફઆઇઆરની કોપી મળતી નથી. ખરી વાત તો એ છે કે એફઆઇઆર એક પબ્લિક દસ્તાવેજ છે. નીચે ગુજરાત હાઈ કોર્ટના ચુકાદાનું અવતરણ છે. (જયંતીભાઈ લાલુભાઈ પટેલ સામે ગુજરાત રાજય ન્યાયાધીશ બી.સી.પટેલ, તાઃ ૧૩/૦૩/૧૯)

“આરોપી સામે જયારે પણ એફ આઈ આર નોંધવામાં આવે છે ત્યારે તેની એક કોપી કોર્ટને પણ સોંપવામાં આવે છે. અમુક કાનુની શરતો અને ધોરણો ધ્યાનમાં રાખીએ તો એફઆઇઆર એક પબ્લિક દસ્તાવેજ બની જાય છે, જેમકે (૧) ભારતીય સંવિધાનના કરાર ૨૧ મુતાબીક (૨) ધોરણ ૭૪ ના હેઠળ એફઆઇઆર સબુતી કાયદો છે (૩) ધોરણ ૭૬ હેઠળ આરોપીના પણ અમુક હક છે (૪) એફ આઈ આરના દસ્તાવેજ ને ધોરણ ૧૬૨ લાગું પડતું નથી. તપાસનું આ પહેલું પગલું છે અને આરોપીને આની કોપી આપવી જરૂરી બને છે.”

ઝડપી પરિક્ષણ નો અધિકાર સુપ્રિમ કોર્ટ પ્રમાણે ઝડપી પરિક્ષણ એ એક મૂળભૂત અધિકાર છે.

નીચે એવા બે કિસ્સા દર્શાવ્યા છે:

  • દુબરા ખાતુન અને અન્ય સામે હોમ સેક્રેટરી બિહાર રાજય. ચુકાદાની તારીખ ૧૨/૨/૧૯૭૯.
  • રાજ દેઓ શર્મા સામે બિહાર રાજય, ચુકાદાની તારીખઃ ૦૮/૧૦/૧૯૯૮

સુપ્રિમ કોર્ટ કહે છે કે: “એવું બની શકે કે આરોપી જામીન ઉપર છુટી ગયો હોય પણ ચુકાદો વગર કોઈ કારણ હેઠળ પાછળ ખેંચાયા કરતો હોય તો આરોપીને માનસિક ત્રાસ થઈ શકે છે. આ એક અન્યાય છે. ભવિષ્યનું આયોજન કરવામાં ઘણા અવરોધ આવે છે. સામાન્ય જીવન જીવવામાં તકલીફ થઈ શકે છે. મુકદમો પત્યા પછી આરોપીને માનથી છોડવામાં આવે તો પણ ખરાબ ક્ષણોના વિચાર આ વ્યક્તિને હંમેશા લાંબા સમય સુધી સતાવે છે”.

માહિતી મેળવવાનો અધિકાર

સુપ્રિમ કોર્ટ પ્રમાણે માહિતી મેળવવાનો અધિકાર એક મૂળભૂત અધિકાર છે. (પીપલ્સ યુનીયન ફોર સીવીલ લીબરટીસ અને અન્ય સામે ભારતીય યુનીયન અને અન્ય. ન્યાયાધીશ એસ બી સીન્હા તા. ૦૬૦૧/૨૦૦૪) સુપ્રિમ કોર્ટના ચુકાદા પ્રમાણેઃ “સવીધાનના કરાર ૧૯ (૧) (અ) ના હેઠળ માહિતી મેળવવાનો અધિકાર એક મૂળભૂત અધિકાર છે પણ કરાર ૧૯(૨) એવું પણ કહે છે કે રાજયનાં હીતમાં અમુક માહિતી પર રોક પણ મુકી શકાય છે”.

જીવન અને સ્વાધીનતાના અધિકાર ઘવાતા હોય તો ૪૮ કલાકની અંદર માહિતી આપવાની ફરજીયાત બને છે. પોલીસ અધિકારીઓ તમારા પરિવાર જનોને કન્જ કરી લે તો તે માટે માહિતી મેળવવાનો મૂળભૂત અધિકાર એક સારુ સાધન છે.

કારણ માંગવાનો અધિકાર

(દયારામ સામે રઘુનાથ અને અન્ય તાઃ ૧૫/૦૬/૨૦૦૭) સુપ્રિમ કોર્ટ કહે છે કેઃ સજાનું કારણ આપવાનો ઇન્કાર એ ન્યાય નો ઇન્કાર છે. આ નવો ચુકાદો છે. મેજીસ્ટ્રેટ તમને કોઇ કારણ વગર જામીન આપવાનો ઈન્કાર કરે તો આ અધિકાર તમને ખુબ કામ લાગશે.

નીચેનું અવતરણ વાંચોઃ

કારણ આપવાનો ઈન્કાર એક અન્યાય છે. કારણ જાણવા મળે તો નિર્ણય આપનાર ના મંતવ્યો અને મનની વાત જાણવા મળે છે. કારણ આપવું ફરજીયાત ના હોય તો ન્યાયાધીશ પોતે ચાહે તે નિર્ણય લઈ શકે છે. આવું

હોય તો ન્યાયતંત્ર ખોખલું થઈ જાય અને જેને મન ફાવે તેમ કરે. ન્યાય તંત્રના હિત માટે કારણ આપવું ફરજીયાત બને છે. ગુનેગારને સજા કેમ મળી છે તે જાણવાનો તેને હકક છે. સજાની સાથે સાથે સજાના કારણો જણાવવા ન્યાયાધીશ માટે ફરજીયાત બને છે.

કૌટુંબિક હિંસાના કાયદા હેઠળ પતિના ઘરમાં રહેવાનો અધિકાર

(બન્દ્રા સામે બત્રા માર્ચ ૨૦૦૭) સુપ્રિમ કોર્ટનો ચુકાદો તમારા મા બાપ માટે ખુબ મહત્વનો છે. આ ચુકાદો રહેઠાણમાં હીસ્સાની વ્યાખ્યા આપે છે. તમે જે ઘરમાં રહો છો તે ઘર તમારા મા-બાપ કે ભાઇ બહેનનું હોય તો તમારી પત્નીને કૌટુંબીક હિંસાના કાયદા હેઠળ ઘરમાં રહેવાનો અધિકાર નથી. આ અધિકારનો ઉપયોગ કરવો એ માત્ર તમને સતાવવાનું એક કારણ છે. શું તમે કલ્પી શકો છો કે તમારા ઘરડા મા-બાપ ને કેટલો ત્રાસ વેઠવો પડશે. સુરક્ષા અધિકારી આ અધિકારને કોઇ પણ સંજોગમાં માન્ય રાખશે કારણકે તે નીયમોથી અજાણ છે. પોતાના જ ઘરમાં મનની શાંતિ નહીં મળે તો બિચારા વડીલો કયાં જશે?

સુપ્રિમ કોર્ટ આ ચુકાદામાં કહે છે કે “પતિ અને પત્ની લગ્ન સબંધે જોડાય ત્યારથી તેમનું રહેઠાણ એક જ હોય છે. આ સંબંધને કારણે તેઓ રહેઠાણમાં હિસ્સેદારી ધરાવે છે. પણ આનો અર્થ એમ નથી કે બને નો મિલકતમાં પણ હિસ્સો છે.

જો આ અધિકાર માન્ય રાખવામાં આવે તો એનો અર્થ એ થાય કે ઘરની સાથે સાથે પત્નીને મિલકતમાં પણ બરાબરનો હિસ્સો છે, પતિ અને પત્ની તો કેટલા બધા રહેઠાણમાં જોડે રહેતા હોય છે દા.ત. પતિના બાપના ઘરમાં, દાદાનાં ઘરમાં, નાના-નાનીનાં ધરમાં, કાકા-કાકી, ભાઈ, બહેન, ભાણેજ વિગેરે-વિગેરે તો આનો અર્થ એવો થાય કે પત્નીને કૌટુંબિક હિંસા ના કાયદા હેઠળ આ બધી જગ્યાએ રહેવાનો અધિકાર છે. આ અયોગ્ય છે. અને આવું થાય તો કેટલી બધી મુશ્કેલીઓ ઊભી થાય. તરુબા બત્રાએ ઘોરણ ૧૯(૧) (૮) ના આધાર પર બીજા રહેઠાણની માંગણી કરી હતી. અમારી દ્રષ્ટીએ આ માંગણી પતિનાં મા-બાપ પાસે કરી શકાય નહીં, માત્ર પતિ પાસે જ કરી શકાય.

ઘોરણ ૧૭(૧) પ્રમાણે એક પત્ની માત્ર પોતાના પતિએ ખરીદેલા કે ભાડે રહેતા ઘરમાં જ હિસ્સો માંગી શકે. પતિ સહકુટુંબમાં રહેતો હોય અને ઘરની માલિકી ઘરાવતો હોય તો પણ આવી માંગણી કરી શકાય.

અહીંયા દર્શાવેલ કિસ્સામાં અમીત બત્રાનું પોતે ખરીદેલું કે ભાગનું કોઈ ઘર ન્હોતું અને સહકુટુંબનું ઘર પણ તેની માલિકીનું હોતું. ઘરની માલિક તેની મા હતી. આથી કૌટુંબિક હિંસાના કાયદા હેઠળ અમીત બત્રા પોતાની પત્નીને રહેઠાણમાં હિસ્સો આપી શકે નહીં.

મુકદમામાં વ્યાજબી શકના પુરાવા મળવા જરૂરી છે

આ ચુકાદો દહેજ ના કારણે મૃત્યુના કિસ્સામાંથી છે. તમારા ખીલાફ ૪૯૮-એ દાખલ થયો હોય તો પણ મુકમાં દરમ્યાન શંકાના વ્યાજબી પુરાવા મળવા જરૂરી છે.

(ગુરૂચરણ કુમાર અને અન્ય સામે રાજસ્થાન રાજય ૦૮/૦૧/૨૦૦૩ બેન્ચ એને સંતોષ હેગડે અને બી.પી સીંધ) સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે:

નોંધણી માં મળેલ પુરાવા એવું નથી દર્શાવતા કે આ સ્ત્રી ઉપર તેને પતિ, સસરા કે સાસુએ દહેજની બાબતે ત્રાસ ગુજાર્યો છે.

ફરિયાદ અને શકના આધારને મકકમ કરવા યોગ્ય વ્યાજબી પુરાવા નહીં મળવાને કારણે અને બધા આરોપીઓને માનપૂર્વક બરી કરીએ છીએ”.

માનસિક ત્રાસની વ્યાખ્યા

ઘણા કિસ્સાઓમાં ૪૯૮-એ ની કલમ તમારા ખીલાફ નોંધાય ત્યારે તેમાં માનસિક ત્રાસનો પણ ઉલ્લેખ થયો હોય છે. માનસિક હેરાનગતી ની વાત આવે એટલે પોલીસ તમારી ઘરપકડ કરવા દોડી આવે. હકીકતમાં માત્ર કહેવા ખાતર માનસિક ત્રાસ એવું કહી શકાય નહીં. માનસિક ત્રાસ માટે ઘણા બધા ચુકાદા છે. થોડા જ સમય પહેલા માનસિક ત્રાસના આધાર પર છુટાછેડા ની અરજ વિશે સુપ્રિમ કોર્ટે કહ્યું હતુ કે (સમર ધોષ સામે જયા ધોષ તા. ૨૬/૦૩/૨૦૦૭).

લગ્નજીવન માં સુમેળતા નથી અને છુટાછેડા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી, આ વાત ને ખરી સાબીત કરવા માટે ઝધડા કે ખરાબ વર્તન કયારેક નહીં પણ વારંવાર થતા હોય અને લાંબા સમય સુધી ચાલતા હોય તે જરૂરી છે.

માનસિક હેરાનગતી મનની એક સ્થિતિ છે. લાંબા સમય સુધી જીવનસાથી તરફથી તથા ખરાબ વ્યવહારના કારણે મનની ઉદાસી, વેદના અને હતાશાનો અનુભવ થાય છે. આવી પરિસ્થિતિને માનસિક હેરાનગતી કહી શકાય. લાંબા સમય સુધી હિંસા, શોષણ કે અપમાન કરવું જેના કારણે બીજાને શારીરિક કે માનસિક તકલીફ થઈ શકે તેને “માનસિક ત્રાસ” નું નામ આપી શકાય છે”.

પહેલાનાં નિર્ણયનાં સંદર્ભમાં સુપ્રિમ કોર્ટ ના એક ચુકાદામાં એમ જણાવાયું હતુ કેઃ (જીવીએન કામેશ્વરા રાખો સામે જી.જબીલી (૨૦૦૨) ૨ એસસીસી ૨૯૬).

“ધોરણ ૧૩(૧) (આઈ-અ) પ્રમાણે માનસિક ત્રાસની વ્યાખ્યા એવી છે કે કોઇકની સાથે એટલું ખરાબ વર્તન કરવું કે તે વ્યકિત માટે તમારી સાથે એક છત નીચે રહેવું અસહ્ય થઇ જાય. ખુબ માનસિક ત્રાસથી પિડાતું વ્યકિત પોતાના જીવન સાથી સાથે રહેવાની કોઇ હાલતમાં રહેતું નથી. પિડીત વ્યકિત ને માનસિક ત્રાસનાં આરોપી સાથે એક ઘરમાં રહેવાની જોર જબરજસ્તી કરી શકાય નહીં. અરજ કરનારના સ્વાથ્ય પર ત્રાસની ખરાબ અસર થાય છે. તેવું સાબીત કરવાની જરૂરત પડતી નથી. કોઈ પણ ચુકાદો આપતા પહેલા બંને પક્ષની અમુક વસ્તુઓ ધ્યાનમાં રાખવી જરૂરી છે, જેમકે આર્થિક, સામાજીક અને શૈક્ષણિક સ્તર, જોડે રહે છે કે જુદા રહે છે અને બીજા બધાજ લાગતા વળગતા પરિબળો અને શકયતાઓ. એક વ્યકિતનું ભોજન બીજા માટે ઝેર નીવડી શકે છે. આજ રીતે એક વ્યકિત માટે માનસિક ત્રાસ બીજા માટે સામાન્ય વાત હોઈ શકે છે. તેથી દરેક સંજોગ, પરિસ્થિતી અને સંદર્ભને ધ્યાનમાં રાખવા જરૂરી છે. માનસિક ત્રાસનું સર્વસામાન્ય નિરૂપણ આપી શકાય નહીં.”

આ ચુકાદાનો ઉલ્લેખ મેં અહીંયા ખાસ એટલા માટે કર્યો છે કારણકે “માનસિક ત્રાસ” નું નામ પડતાજ પોલીસ તમને પકડવા દોડી આવે છે. લોકો માનસિક ત્રાસના આધાર પર છુટાછેડા લેવા સુપ્રિમ કોર્ટ સુધી દોડી જાય છે. ઘણા વ્યાજબી કિસ્સામાં ખરેખર માનસિક ત્રાસની ઘટનાઓ વારંવાર બનવા છતાં પણ છુટાછેડા મળતા નથી. કશો પણ વિચાર કર્યા વગર ખોટી ફરિયાદ હોય તો પણ પોલીસ ઘરપકડ કરવાની હલચલ કરવા માંડે છે.

વિટ મંડામસનું સ્પષ્ટીકરણઃ

આ ચુકાદો ૧૯૭૦ની સાલનો છે. એસ એમ શર્મા સામે બીપેન કુમાર તિવારી. નીચે તેનું અવતરણ છે.

“કાયદાકાનૂની ધારાધોરણ હેઠળ ફરજીયાત અદાલતી તપાસ વાળા ગુનાહ ની પુછપરછ કરવાનો હક પોલીસને હોય છે. પોલીસ આ વાતનું શોષણ કરે તો સંવીધાન ના કરાર ૨૨૬ હેઠળ હાઇકોર્ટની મદદ લઇ શકાય. જો હાઇકોર્ટને પોલીસ દ્વારા થતા શોષણની ખાત્રી થઇ જાય તો તે તપાસ/પુછપરછ કરવાનો કાનૂની અધિકાર પોલીસ પાસેથી છીનવી શકે છે”.

ઇન્ડીયન પીનલ કોર્ડનાં અમુક લાગતા વળગતા ધોરણો.

આઇપીસી ધોરણ ૧૮૨ નું સ્પષ્ટીકરણ : પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ધોરણ ૧૮૨ નું આ સ્પષ્ટીકરણ છે. (હરભજન સીંધ બાજવા સામે સીનીયર સુપ્રિન્ટેન્ડેટ ઓફ પોલીસ, પટીયાલા ક્રિમીનલ કમ ૯૮૪૧-એમ ૨૦૦૦, તા: ૧૮ એપ્રિલ ૨૦૦૦).

“જયારે સત્તાધારીઓને જાણ થાય છે કે ફરિયાદમાં નોંધેલી માહિતી ખોટી છે, તો ધારા ૧૮૨ હેઠળ સત્તાધારીઓની જવાબદારી બને છે કે આના ખીલાફ પગલા ભરે. કાનુન પ્રમાણે આ ગુનાહની સજા ૬ મહિનાની જેલ, દંડ અથવા જેલ અને દંડ બને થઈ શકે છે. ફરિયાદમાં દર્શાવેલ માહિતી ખોટી છે તે માટેની ફરિયાદ સત્તાધારીઓએ એક વર્ષની અંદરના સમયમાં કરી દેવી પડે.

૧૯૯૬ અને ૧૯૯૭ની સાલમાં સત્તાધારીઓને ખબર પડી કે અશ્વીની કુમાર દ્વારા કરેલી ફરિયાદની માહિતી ખોટી છે. આની સામે જરૂરી પગલા ભરવા માટે સત્તાધારીઓ ૪ વર્ષ બગાડી કાઢયા જેથી સમયની મુદત પતી ગઈ. આ પછી ફરિયાદ નોંધવાનો કોઈ અર્થ બનતો નથી. ઘારા ૪૬૮ હેઠળ ૧ વર્ષના સમયમાં ફરિયાદ નોંધવી જરૂરી છે.”

ધોરણ ૧૮૨ હેઠળ કાનૂની અધિકારીને ખોટી માહિતી આપવી એક ગુનો છે. આ ધોરણ, ૪૯૮-એ ની ખોટી ફરિયાદ દાખલ કરનારાઓ ને સજા અપાવે છે. ધોરણ ૧૨ ના ગુનાહની અદાલતી તપાસ કરી શકાય નહીં. આ ગુનાહની અદાલતી તપાસ કરાવા માટે ધોરણ ૧૫૫ હેઠળ, મેજીસ્ટ્રેટને રીપોર્ટ ડોકટરોની પાછળ પડી ગઈ હતી. આ ધોરણ ૧૮૨ નો તાદ્રશ્ય દાખલો છે. ખોટી ફરિયાદ માટે બીજા ઘણા બધા ઘોરણો છે. જેમકે આઇપીસી ધોરણ ૨૧૧ હેઠળ ખોટી ફરિયાદ માટે પગલાં લઈ શકાય અને ઘોરણ ૩૫૮ હેઠળ અર્થવગરની ધરપકડ માટે પગલાં લઈ શકાય.

આઈ પી સી ઘોરણ ૩૩૦

કાયદા કાનૂનનું દબાણ મૂકી આરોપી પાસે કબુલાત કરાવે એવા પોલીસ અધિકારીઓથી સંરક્ષણ, ધોરણ ૩૩) આપે છે.કોઈ પણ આરોપી પાસે કાનૂનની ધમકી આપી જોર જબરજસ્તી થી માહિતી મેળવવી કે તેને કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડવાનો હકક પોલીસ અધિકારીને નથી. કાનૂનની ધમકી આવી કોઇ મિલકત કે ચીજવસ્તુની પુનઃ પ્રાપ્તિ માટે પોલીસ અધિકારી આરોપીને મજબૂર કરી શકે નહીં. કાનૂન નો વાસ્તો આપી કોઇ પણ વાતની કબુલાત કરાવવાનો હકક પણ પોલીસ અધિકારી પાસે નથી. આવું કરવાથી પોલીસ અધિકારીને જેલની સજા, દંડ અથવા ૯ વર્ષ માટે સસપેન્ડ કરી શકાય છે.

અમુક ઉદાહરણોઃ

  • એક પોલીસ અધિકારી આરોપીને ત્રાસ આપીને પોતાના જુલ્મની કબુલાત કરાવે છે. ઘોરણ
  • ૩૩૦હેઠળ પોલીસ અધિકારી પોતે ગુન્હેગાર છે.
  • એક પોલીસ અધિકારી ચોરીના આરોપીને ચોરીનો માલ ક્યાં સંતાયો છે જે જાણવા માટે
  • ત્રાસ આપે છે. પોલીસ અધિકારી પોતે જ ગુન્હેગાર છે.
  • એક રેવન્યુ ઓફીસર આરોપીને બાકી રકમ ભરવા માટે ત્રાસ આપે છે. આ એક ગુન્હો છે.
  • એક જામીનદાર પોતાના રાઇઅના ને ભાડુ ભરવા માટે ત્રાસ આપે છે. આવું કરવું એક ગુન્હો  છે.

ગુન્હા હેઠળ ન્યાયતંત્રની પ્રક્રિયા

આ માળખું મને સીએચઆરઆઇ માંથી મળ્યું. નીચે ન્યાયતંત્રની કાર્યરીતિ છે.

  1. એફઆઇઆરની નોંધણી. કોઈ પણ મુકદમા કે તપાસની પહેલી પ્રક્રિયા એફઆઇઆરની નોંધણી છે.એફઆઇઆર પોલીસ અધિકારી દ્વારા બનાવેલું લેખીત દસ્તાવેજ છે. આરોપીને આ વાંચવાનો અધિકાર
  2. પોલીસ અધિકારી જુલ્મની જગ્યા પર જઇ પોતાની તપાસ અને પુછપરછ ની શરૂઆત કરે છે. પોલીસ અધિકારીની તપાસમાં નીચે મુજબ પરિબળો સામેલ છેઃ
  • જુલ્મની જગ્યાનું પરિક્ષણ
  • આરોપી અને સાક્ષીનું પરિક્ષણ
  • બયાનની નોંધણી કરવી મિલકત જપ્ત કરવી
  • હાથ અને પગનાં નિશાન અને બીજા સબુત ભેગા કરવા
  • નોંધણી કરેલી માહિતી અને યાદીઓ તપાસવી
  • ધરપકડ અને અટકાયત કરવી.
  • આરોપીની પુછપરછ કરવી.
  1. પુછપરછ થઈ જાય પછી પોલીસ અધિકારી જીલ્લા મેજીસ્ટ્રેટને રિપોર્ટ મોકલાવે છે. આરોપીના ખીલાફપુરતા પુરાવા મળી આવે તો રીપોર્ટને ચાર્જશીટ કહેવાય છે. પુરતા પુરાવા ના મળે તો તેને આખરીરીપોર્ટ કહેવાય છે.
  2. ચાર્જશીટ મળવા પર કોર્ટે આરોપી પર અદાલતી મુકદમો દાખલ કરવાનો આદેશ આપે છે.
  3. આરોપીને મુકદમા દરમ્યાન પોતાની જાતને બેગુનાહ સાબીત કરવાના ઘણા બધા મોકા મળે છે. મુકદમોચાલતા આરોપની પરિભાષા ઘણી બધી વાર બદલાય છે.
  4. મુકદમાંનાં અંતે જો આરોપીને ગુનેગાર દોષિત કરવામાં આવે તો નીચે મુજબ સજા થઈ શકે છે.
  • મિલકતની જપ્તી
  • સામાન્ય જેલની કેદ
  • કડક જેલની કેદ
  • જન્મટીપ
  • ફાંસી મૃત્યુ સુધી કેદની સજા

ભારતીય પોલીસ અધિકારીઓનાં વર્તણૂકના ધોરણોઃ

વર્તણૂકનું માર્ગદર્શન મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા ૪ જૂલાઇ ૧૯૮૫ ના રોજ બધા રાજયો/યુનીયન ટેરીટરી અને પોલીસ ડીપાર્ટમેન્ટ ના ચીફને આપવામાં આવ્યું હતું. મને આ વર્તણૂક ના માર્ગદર્શનો સીએચઆરઆઈ પાસેથી મળ્યા.

  1. ભારતીય સંવિધાન દ્વારા સુચવેલ મૂળભૂત અધિકારોને માન આપવું એ પોલીસ  અધિકારીઓની ફરજબને છે.
  2. કોઇપણ કાનૂની કાયદા પર સવાલ ઉઠાવવાનો અધિકાર પોલીસને નથી. છલ, કપટ, ભેદભાવ  કે ડર વગર કાયદાને અમલમાં મુકવાની જવાબદારી પોલીસની બને છે.
  3. પોલીસે પોતાની ક્ષમતા અને કાર્યની મર્યાદાને સમજી અને તેને માન આપવાની જરૂર છે. જોરજબરજસ્તી કરતી કોઇની ઉપર આરોપ થોપવો, ચુકાદો કરવો કે સજા આપવાનું કામ પોલીસનું નથી.
  4. કાયદો અમલમાં મુકવા માટે બને ત્યાં સુધી પોલીસ અધિકારીઓએ સમજાવટ, સલાહ સુચનો  કે ચેતવણી નો સહારો લેવો જરૂરી છે. કોઈ છુટકો ના હોય તો જ આના સીવાય બીજી પધ્ધતિ  નો ઉપયોગ કરવો. સંજોગો ધ્યાનમાં રાખીને આરોપી સાથે મર્યાદીત વર્તન કરવું જરૂરી છે.
  5. પોલીસ અધિકારીની સૌથી મોટી ફરજ જુલ્મ કે અવ્યવસ્થા ને રોકવાની છે નહીં કે આ માટે પોતે શું કર્યું તેનો દેખાડો કરવો.
  6. દરેક નાગરિકનાં હિસ્સામાં રાજય કે દેશ માટે અમુક ફરજ બજાવાનું કામ છે. પોલીસ પણ પોતે જનતાનો એક હિસ્સો છે. ફરક માત્ર એટલો છે કે તેઓ સમાજના હિતમાં સરકારને પોતાની સેવા આપે છે.
  7. પોલીસ અધિકારીઓએ એ સમજવાની જરૂર છે કે તેમની ફરજોની કાર્યશીલતાનો આધાર જનતાનો સાથ અને સહકાર છે.
  8. પોલીસ અધિકારીઓએ હંમેશા જનતા નું કલ્યાણ કરવું જરૂરી છે. જનતા તરફ આદર અને કાળજીનો રૂખ અપનનાવવો જોઇએ. કોઈ પણ ફળની આશા રાખ્યા વગર દોસ્તીનો હાથ લંબાવી જનતાને પોતાની સેવા આપવી જરૂરી છે.
  9. પોતાની જાત પહેલા હંમેશા ફરજનું સ્થાન છે. મુસીબત, ધમાલ કે હિંસાના સમય પર મનનું સંતુલન જાળવી નિર્ણય લેવા જરૂરી છે. જનતાના બચાવ માટે પોતે શહીદ થઈ જવાની માનસિક તૈયારીપોલીસે રાખવી પડે.

10.  પોલીસ અધિકારીઓમાં ઘણા બધા ગુણ હોવા જોઇએ - શિષ્ટાચાર, વિવેક, નિષ્પક્ષ, પ્રતિષ્ઠીત, સાહસી વગેરે. પોલીસનું વ્યકિતત્વ એવું હોવું જોઇએ કે જનતા નાગરિકો સહાયની અપેક્ષા  કરી શકે.આ માર્ગદર્શન મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા અપાયેલું છે. આ માર્ગદર્શન બધા રાજયો/યુનિયનટેરેટરી, પોલિસ ડિપાર્ટમેન્ટનાં ચીફ ને ૪ જૂલાઈ ૧૯૮૫ ના રોજ આપવામાં આવ્યા હતા.

11. પ્રમાણિકતા એ પોલીસની આબરૂ માટે ખુબ મહત્વનું પરિબળ છે. પોતાની બીજી જીંદગી અને કામગીરીના ક્ષેત્રે પોલીસે શિષ્ટાચાર, સચ્ચાઇ અને પ્રમાણિકતા અનુસરવી ખૂબ જરૂરી છે.

12.  દેશ અને જનતાના બચાવ માટે પોલીસે પોતાની જાતને હંમેશા માનસિક અને શારીરિક રીતે  તૈયારરાખવી જોઇએ. કાયદા, સંવિધાન અને જનતા પ્રત્યે હંમેશા શિષ્ટતા અને વફાદારી  જાળવવી જરૂરી

13.  લોકશાહી, અને બીનસાંપ્રદાયીક દેશના નાગરિક તરીકે પોલીસની જવાબદારી બને છે કે તે હંમેશા કલુષિત મંતવ્યો ને ભૂલી, ભાઇચારા અને શાંતીના વાતાવરણ માટે પ્રયત્નો કરે. સમાજ,  કોમ, જાતી, ભાષા ને લગતા કોઈ પણ ભેદભાવ વગર એકતા અને શાંતિની મીસાલ અને ભાવના ઊભી કરે. સ્ત્રીઓ અને પછાતવર્ગીય સમુદાયના લોકો સાથે માનપૂર્વક વર્તન કરે.

હથકડી અને એક શિક્ષક

શુક્રવાર તા. ૨૨ જૂન, ૨૦૦૭ ના રોજ “મુંબઈ મીરર” નામના છાપામાં બબન ધસની વાર્તા છપાઈ હતી. બબન ઘસ મુંબઈ મ્યુનીસીપલ શાળાના શિક્ષક હતા. તેમની પુત્રવધુ વૈશાલીએ તેમના અને પરિવાર ખીલાફ દહેજની માંગણીની ફરિયાદ નોંધાવી હતી. આ સંદર્ભે ૩ ડિસેમ્બર ૨૦૦૪ ના રોજ, કાલાચોકી સ્ટેશનના પોલીસ અધિકારીઓએ બબન ઘસની ઘરપકડ કરી હતી. તેમની સાથે સાથે વૈશાલી નો પતિ નિવૃતિ, તેની સાસુ અલ્કા, તેના જેઠ ધ્યાનેશ્વર અને તેની જેઠાણી જયોતીની પણ ધરપકડ થઈ હતી. ૨ દિવસ પછી આ બધાને જામીન પર છોડવામાં આવ્યા હતા. જામીન પર છોડતી વખતે લગ્ન સમયે (મે ૨૦૦૬) વૈશાલીને જે સ્ત્રીધન મળ્યું હતું તે પાછું આપવાની શરત મૂકી હતી. જયારે પોલીસ અધિકારીઓ બબન ઘસનાં નિવાસ સ્થાને સ્ત્રીધન પાછું લેવા આવ્યા ત્યારે તેમને હથકડી પહેરાવીને આખી કોલોનીમાં પરેડ કરાવી પોલીસની જીપ સુધી લઈ જવામાં આવ્યા. ઘરનાં બીજા સભ્યોને પણ પીઠ પાછળ હાથ રાખી ચાલવા માટે મજબૂર કરવામાં આવ્યા. આખી વાર્તા તમે આ વેબસાઇટ પર વાંચી શકો છો. (http://tinyurl.com/2uphp) આ વાંચીને, મારા મનમાં અનેક પ્રશ્નો ઉઠે છે. પોલીસ અધિકારીઓએ સુપ્રિમ કોર્ટનાં કયા ચુકાદાનું શોષણ કર્યુ છે? જો આ શિક્ષક પોતાના મૂળભૂત અધિકારોથી જાણકાર હોત તો શું તમને લાગે છે કે આ બનાવ બન્યો હોત?

એક દિવસ તમારી સાથે પણ આ ભોળા શિક્ષક સાથે થયું તેવું થઇ શકે છે. તમને તમારા અધિકારોની જાણ અવશ્ય હોવી જોઇએ. પોલીસ બનવા માટેની શૈક્ષણિક લાયકાત ૧૦ કે ૧૨ પાસ છે. શું તમને લાગે છે આ આટલું ભણેલો વ્યકિત તમારા અધિકારો ને માન આપી શકે?

કદી આપણાં યુનીયન મીનીસ્ટર અથવા તો તેમના પરિવારજનોને કોઇએ હથકડી પહેરાવી હોય તેવી કલ્પના તમે કરી શકો છો?

ના? કેમ નહીં? શું આપણે બધા કાનૂન ની નજરમાં સમાન નથી?

હું AP CID ને સાચા દીલથી ધન્યવાદ કહેવા માંગું છું. તેમની વેબસાઇટ (http://www.cidap.gov.in) માં આપેલી માહિતી મારા માટે ખુબ ઉપયોગી ફળી.

આ લેખ માટે મેં બીજી ઘણી માહિતી (http://tinyorl.com/Bab4rf) વેબસાઇટ પરથી મેળવી છે. તે માટે પણ હું ઘન્યવાદ કહેવા માંગું છું.

સ્ત્રોત: પોલીસ મહાનિદેશકની કચેરી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/14/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate