অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

યોજનાઓ

ઘરદીવડા બેંકેબલ યોજના

આ યોજનાનો પ્રાથમિક હેતુ ગરીબી રેખા હેઠળ જીવતી મહિલાઓનો આર્થિક ઉત્થાન કરવાનો છે. આ યોજના વર્ષ ૧૯૯૬થી અમલમાં મુકાઈ છે. જે મહિલાઓની વાર્ષિક આવક રૂ. ૩૬,૦૦૦/-ની મર્યાદામાં છે તેઓ આ યોજના અંતર્ગત લાભ મેળવવાપાત્ર છે. યોગ્ય લાયકાત ધરાવતી મહિલાઓને રાષ્ટ્રીયકૃત બેંક મારફત રૂ. ૫૦,૦૦૦/- સુધીની લોન મળી શકે છે.

માહિતી ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

જનરલ તાલીમ

પરંપરાગત કે બિન પરંપરાગત આર્થિક પ્રવૃત્તિઓ માટે જરૂરીયાતમંદ મહિલાઓને તેમના કૌશલ્ય આધારિત તાલીમ આપવાનો આ યોજનાનો ધ્યેય છે. ગરીબી રેખા હેઠળની ૧૮થી ૩૫ વર્ષની મહિલાઓ આ યોજના માટે યોગ્ય ગણવામાં આવે છે. કોમ્પ્યુટર, રમકડાં, ભરતગૂંથણ, પેચ વર્ક, તૈયાર વસ્ત્રો, વીજસંચાલિત ઉપકરણોનું સમારકામ, મોટર ડ્રાઈવિંગ, બેઝીક કમ્‍પ્‍યુટર, વગેરે જેવા વ્યવસાયો માટે મહિલાઓને તાલીમબદ્ધ કરવામાં આવે છે.

માહિતી ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

મહિલા જાગૃતિ શિબિર

આ શિબિરોમાં જે તે વિષયના નિષ્‍ણાંત વકતાઓ તથા ગણ માન્‍ય નેતાઓને આમંત્રિત કરવામાં આવે છે. પ્રત્‍યેક શિબિરમાં આશરે ૩૦૦ મહિલાઓ ભાગ લે છે.

પ્રદર્શન સહ વેચાણ

મહિલાઓ દ્વારા ઉત્પાદિત ચીજ-વસ્તુઓનાં વેચાણ માટે તેમને યોગ્ય વેચાણ સહયોગ પ્રદાન કરવા નિગમ દ્વારા રાજ્ય તથા રાજ્ય બહાર પ્રદર્શન સહ વેચાણ મેળાઓનું આયોજન કરવામાં આવે છે. આ પ્રદર્શન સહ વેચાણ મેળાઓમાં મહિલાઓને ટેબલ સ્પેસ કે સ્ટોલ ફાળવવામાં આવે છે. મહિલાઓ તેમના ઉત્પાદનોનું ન્યુનતમ વેચાણ ખર્ચ્‍ સાથે વેચાણ કરવાની તથા ગ્રાહકો તેમજ બજાર સાથે લાંબા ગાળાનાં જોડાણનો અનુભવ મેળવવાની તક મેળવે છે.

મહિલા સંમેલન

મહદઅંશે આ સંમેલનો તમામ જીલ્‍લાઓમાં એક જ દિવસે યોજવામાં આવે છે. જેમાં ગણમાન્‍ય નેતાઓ તથા તજજ્ઞો માર્ગદર્શન આપે છે. મુખ્‍ય મંત્રીશ્રી કોઇ૫ણ એક જીલ્‍લાના સંમેલનમાં હાજર રહે છે, તથા તેમના પ્રવચનનું જીવંત પ્રસારણ અન્‍ય સંમેલનોમાં કરવામાં આવે છે.

નારી ગૌરવ દિન

દરેક વર્ષનો ૮મી માર્ચનો દિવસ “નારી ગૌરવ દિન” તરીકે ઉજવાય છે. આ દિવસે રાજ્યના વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો અને યોજનાઓ પરત્વે માહિતી અને જ્ઞાન પ્રસાર માટે રાજ્ય સ્તરીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

પ્રતિકુળ ૫રિસ્થિયતિમાં જીવન વ્યથતિત કરતી મહિલાઓ માટે વ્યાવસાયિક તાલીમ

વર્ષ ૨૦૧૩-૧૪નાં વાર્ષિક બજેટમાં કુલ રૂા.૩૦૦ લાખની રાશી સાથે પ્રતિકુળ ૫રિસ્થિધતિમાં જીવન વ્ય.તિત કરતી મહિલાઓ માટે વ્યાવસાયિક તાલીમ ઉપલબ્ધ કરવા માટે વિશેષ પ્રાવધાન કરવામાં આવ્યું છે. વસ્ત્રો તૈયાર કરવા, બ્લોક પ્રિન્ટીંગ, વીજસંચાલિત ઉપકરણોનું સમારકામ, મહેંદી ડિઝાઈન, ભરતગૂંથણ, બેઝીક કમ્યુમ ટર, વગેરે વ્યવસાયો આ તાલીમ માટે પસંદ કરવામાં આવ્યા છે. પ્રતિ વર્ષ ૬૦૦૦ લાભાર્થી મહિલાઓ તાલીમબદ્ધ કરવામાં આવે છે.

મહિલા સશક્તિકરણ કેન્દ્ર

આ કેન્દ્રમમાં મહિલાઓ માટે ચીજવસ્તુવના વેચાણ, તાલીમો, સેમિનાર, પ્રદર્શન-કમ-વેચાણ, સલાહ સુચન કેન્દ્ર વિગેરે સુવિઘાઓ ઉભી કરવા વિચારણા કરવામાં આવી છે.

સ્ત્રોત: ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate