હોમ પેજ / સમાજ કલ્યાણ / મહિલા અને બાળ વિકાસ / યોજના / ન્યુ સ્‍વર્ણિમા યોજના ફક્ત મહિલાઓ માટે)
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ન્યુ સ્‍વર્ણિમા યોજના ફક્ત મહિલાઓ માટે)

ન્યુ સ્‍વર્ણિમા યોજના ફક્ત મહિલાઓ માટે) visheni mahiti aapel che

હેતુ
  • ગરીબી રેખા હેઠળ જીવન ગુજારતી ઠાકોર અને કોળી જાતિઓની મહિલાઓ માટે સ્‍વભાનભેર સ્‍વરોજગારી મેળવી આર્થિક ઉત્‍કર્ષ સાધવા અંગેની ખાસ નવી યોજના.
  • આ યોજના હેઠળ મહિલા લાભાર્થી પોતાની પસંદગી મુજબનો ધંધો/વ્‍યવસાય કરી શકશે
લોન મેળવવા માટેની પાત્રતા
  • અરજદાર ઠાકોર યા કોળી જાતિના મહિલા હોવા જોઇએ.
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક, (અ) ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રૂ. ૯૮,૦૦૦/- અને, (બ) શહેરી વિસ્‍તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- થી વધારે ન હોવી જોઇએ
  • અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને, ૪પ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
  • અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્‍યવસાયના કિસ્‍સામાં અનુભવ હોવો જરૂરી છે.
  • અરજદારે લોન મેળવવા માટે યોગ્‍ય જામીન આપવાના રહેશે
યોજનાની મુખ્‍ય લાક્ષણિકતાઓ
  • લોનની મહત્તમ મર્યાદા રૂ.૧,૦૦,૦૦૦/- સુધીની છે
  • વ્‍યાજનો દર વાર્ષિક ૫% રહેશે
  • આ યોજના હેઠળ ધંધા/ વ્‍યવસાયની રકમની ૧૦૦ % લોન આપવામાં આવે છે.
  • આ લોનની રકમ વ્‍યાજસહિત ૬૦ સરખા માસિક હપ્‍તામાં ભરપાઇ કરવાની રહેશે.

સ્ત્રોત- ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ

3.13333333333
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top