অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સંયુક્ત જમીનની માંગણી

સંયુક્ત જમીનની માંગણી

ગુજરાતનો સૌરાષ્ટ્ર પ્રદેશ એ વરસાદજી કાયમી ખેંચ ધરાવતો પ્રદેશ છે. ગુજરાત રાજયનો મોટાભાગનો દરિયાકાંઠો સૌરાષ્ટ્રમાં છે. એક તો વરસાદની અછત, બીજુ દરિયાકાંઠો અને ત્રીજું ખેતીમાં પિયતને કારણે ભૂગર્ભ જળ ખારા, ભાંભરા અને ક્ષારયુકત બની ગયા છે. હમણાંથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ઉદ્યોગમાં વધારો થયો હોય અને ઔદ્યોગિકકરણમાં સ્થાનિક લોકોને રોજગારી ઓછી મળતી હોય અહીં જીવનનિર્વાહના પ્રશ્નો ઉભા થયા છે. જેનાથી અહીંના લોકોમાં સ્થળાંતરની પ્રક્રિયા જોવા મળે છે. ઘણા બધા લોકો વરસના અમુક મહિનાઓ ગામની બહાર જીવન નિર્વાહ માટે જાય છે. ત્યારે બાળકોના શિક્ષણ, આરોગ્ય તથા બહેનોની સલામતીના પ્રશ્નો પણ ઉભા થાય છે. આના ઉકેલ માટે લોકોને પોતાના ગામમાં રોજગાર મળી રહે અને તેના જીવન નિર્વાહની સલામતીની ખાત્રી થાય તે માટે ઉત્થાન– લોક શિક્ષણ કેન્દ્ર દરિયાઈ અને મહિલા વિકાસ સંગઠન દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે. આવા જ પ્રયત્નોના ફળ સ્વરૂપે કાંઠાના ઘણા ગામોએ પોતાના ગામમાં જ પંચાયતો પાસે પડતર જમીનમાંથી રોજગાર મળી રહે તે માટે સામુહિક જમીનની માંગણી કરી છે.

આવું  જ એક દરિયાકાંઠાનું  ગામ છે ખેરા અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાનું ખોબા જેવડું  ગામ. આ ગામમાં મોટાભાગની વસ્તી તળપદા કોળી અને હિન્દુ જ્ઞાતિની છે. દરિયાની એકદમ નજીક માત્ર ૧૦૦ મીટરના અંતરે આ ગામ વસેલું  છે. ભરતીના પાણી ગામમાં ઘુસી ન જાય તે માટે ગામમાં રક્ષક પાળો બનાવેલો છે. આ ગામમાં મહિલા આગેવાન મંગુબેન નિર્મળભાઈ ગુજરાીયા લોક શિક્ષણ કેન્દ્ર દરિયાઈના માર્ગદર્શન બહેનોનંુ એક સંગઠન મહાકાળી મહિલા બચત મંડળ ચલાવે છે. જેના ૧૧ બહેનો સભ્ય છે. આ બહેનો દર મહિને ૧૭ તારીખે બેસીને મંથલી મીટીંગ કરે છે. જેમાં બચત ઉદરાવવી આંતરિક ધીરાણ કરવું તથા બહેનોને લગતા પ્રશ્નો પર ચર્ચા કરે છે. અને જાતે જ તેમનો હલ મેળવે છે. મોટા પ્રશ્નોમાં રજૂઆત માટે સરકારી ઓફિસોની પણ મુલાકાત લે છે. આ માટે  લોકશિક્ષણ કેન્દ્ર – દરિયાઈ દ્વારા  આ બહેનોનું તાલીમો દ્વારા  ક્ષમતાવર્ધન પણ કરવામાં આવ્યંુ છે.

ઉત્થાન લોક શિક્ષણ કેન્દ્ર  દરિયાઈ ઘણા નેટવર્કો સાથે જોડાઈને ગ્રામ્ય કક્ષાની સશકિતકરણ કરે છે. આવા જ એક નેટવર્ક ' સ્ત્રી જમીન માલિકી' નેટવર્ક સાથે જોડાઈને બહેનોના નામે મિલ્કત થાય તે માટે સંસ્થા સતત પ્રયત્નો કરે છે વખતોવખત નેટવર્ક  દ્વારા  તાલીમો–મીટીંગો વર્કશોપનું  આયોજન થાય છે. તેમાં નકકી થયા મુજબ સંસ્થાના કાર્યકરો ફિલ્ડ લેવલે આ મુાના જાગૃતિના કાર્યક્રમો કરે છે. જેમાં વિડીયો શો,  ચર્ચા, એફ.જી.ડી. કરવામાં આવે છે. આના ભાગરૂપે વિડીયો શો દરમયાન ભાગે પડતી ભોઈ, ઉડતી ઉંમગની ડમીરી, એક પોટલંુ બીકનંુ વગેરે ફિલ્મોની રજૂઆત કરવામાં આવે છે. જેના લીધ ગ્રામ્ય સમાજમાં ઘણી જાગૃતિ આવી છે. આના અંતર્ગતભાવનગરમાં વર્કશોપનું  આયોજન કરવામાં આવ્યું હતું  જેમાં ગ્રામય કક્ષના ઘણા બહેનો જોડાયા હતા એન રૂબરૂ માહિતી મેળવી હતી. આ કાર્યક્રમોમાં જુદી જુદી સંસ્થાના કાર્યકરો તેમજ ગ્રામ્ય આગેવાન બહેનોએ પોતાન અનુભવોનું  આદાનપ્રદાન કરેલુ  હતું  . આવા જ એક પ્રયત્નના ભાગરૂપે અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના ચાંચ ઉછેર કેન્દ્ર માટે પંચાયત પાસે સામુહિક જમીન માંગ કરેલી. આના ઉપરની પ્રેરણા લઈ ખેરા ગામના મહાકાળી મંડળે પણ જીંગા ઉછેર કેન્ માટે સરકાર પાસે જમીનની માંગ કરી. આ ખેરા ગામમાં દરિયો નજીક હોય જમીન ખારાશયુકત તથા કુવાના પાણી પણ ખારા થઈ ગયા છે. દરિયામાં ભરતીના સમયે ભૂગર્ભમાં પાણી આગળ વધી કુવામાં છલોછલ ભરાઈ જાય છે.  જયારે ઓટ વખતે કુવા ખાલી થઈ જાય છે તે પ્રકારની પોચી જમીન ખેરા ગામમાં છે. જેથી ખેતીનો વિકાસ બહુ થયો નથી. આ વિસ્તારનું  હવામાન  તથા આબોહવા  દરિયાઈ હોય એહી દરિયા આધારિત ઉદ્યોગોનો વિકાસ શકય છે. તેથી બહેનોએ વિચાર્યુ કે જો સરકાર પાસેથી ભાડે જમીન મેળવી  તેમાં જીંગા ઉછેર કરીએ તો આજીવિકાનો પ્રશ્ન થોડોક હોય આ માટે જ મંડળે જમીનની માંગ કરી છે. આ માટેની વિચારણા છેલ્લા બે વરસથી  મંડળમાં થતી હતી. ઘણી બધી ચર્ચાના અંતે બહેનોએ  નકકી કર્યુ કે આપણે આ માટે એક આવેદન  અરજી સરકારને મોકલવી તે માટે થઈને તારીખ ર૦ જૂન ર૦૦૮ના રોજ મંડળના બધા જ બહેનોની અહી સાથેની અરજી મંડળના આગેવાન મંગુબહેન અને બીજી  બે સભ્ય બહેનો રાજુલા મામલતદારને રૂબરૂ આપવા ગયા  તો મામતદાર જીજ્ઞાબહેનનું  કહેવાનું હતું કે આ અરજી તમારે જીલ્લા કલેકટર અમરેલીને મોકલવાની હોય છે તે માટે પહેલા તમારે તમારા ગામની પંચાયત પાસેથી ૭/૧રની નકલ મેળવી ગામનો નકશો તથા ગ્રામસભાના ફરાવની નકલો જોડીને અરજી કરવાની હોય છે. આ માહિતીના આધારે મંડળના બહેનો ગામના તલાટી મંત્રી તથા સરપંચ ભરતભાઈને મળીને  રૂબરૂ વાત કરી તો સરપંચનંુ કહેવંુ હતંુ કે આમાં કાંઈ ઠરાવ ન હોય સીધુ જ તમારે કલેકટરને મોકલવાનંુ હોય છે. ખેરા ગામના સરપંચ ભરતભાઈ સાથે પંચાયતની ચૂંટણીને લઈને બહેનોને અંટસ પહેલો હો. સરપંચ તરફથી કોઈ ટેકો મળતો નથી. ઉલ્ટાનું  પ્રક્રિયાને ખોરવવા માટેના પ્રયાસો કરે છે. ગામમાં બહેનોને ખોટી વાતો ફેલાવે છે. કે સરકારમાંથી આમ કંઈ જમીન ન મળે, કોઈની અરજી મંજૂર થતી નથી. આથી, બહેનો મુંજાયા  પણ સંસ્થાના કાર્યકરો વતી આશ્વાસન મળતા બહેનોની હિંમતમાં વધારો થયો અને પછીની મીટીંગમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો કે હવે તો ગમે તે થાય પણ જે કંઈ પ્રક્રિયા કરવી પડે જમીન તો મેળવવી જ છે. એટલે બહેનોએ સરપંચના જણાવ્યા મુજબ માત્ર અરજી જ સીધી જીલ્લા કલેકટરને મોકલવાનું  નકકી કર્યુ, પણ હાલમાં  ખેરા ગામમાં લગ્નગાળો ચાલતો હોય તે પછીની પ્રક્રિયા શરૂ કરશે.

આ ઉપરાંત  મંડળના બહેનોનું  માનવું  છે અત્યારે આપણેને પંચાયતમાંથી ટેકો મળતો ન હોય તથા તબકકાવાર પ્રક્રિયા શું કરવી તે ખબર ન હોય એટલે માર્ગદર્શન માટે સંસ્થા તથા સ્ત્રી જમીન માલિકી નેટવર્કનું  માર્ગદર્શન મેળવવું જેથી પ્રક્રિયામાં  કોઈપણ  તબકકે મુશ્કેલી ઉભી થાય તો તેનું નિવારણ કરી શકાય.

સ્ત્રોત: જીતેન્દ્ર મારું, ઉત્થાન ટીમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/14/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate