অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

લગ્ન નોંધણી

લગ્ન નોંધણી

આપણે ત્યાં લગ્નને એક પવિત્ર સંસ્કાર માનવામાં આવે છે. આથી જ આપણાં કાયદામાં લગ્ન રજીસ્ટ્રેશનની બાબત સમાવિષ્ટ કરવામાં આવી છે. કોઈ પણ દંપતિ માટે મેરેજ રજીસ્ટ્રેશન એ અનિવાર્ય બાબત છે. શિક્ષિત હોય કે અશિક્ષિત તેઓએ તેમની આ જવાબદારી નિભાવવી આવશ્યક છે. આ લગ્ન નોંધણી કેટલાક સંજોગોમાં આશીર્વાદરૂપ સાબિત થાય છે.

ભારતના  બંધારણમાં લગ્ન નોંધણી માટે બે કાયદા અમલમાં છે. એક હિન્દુ મેરેજ એક્ટ 1955 અને બીજો સ્પેશીયલ મેરેજ એક્ટ 1954. હિન્દુ મેરેજ એક્ટમાં એવા દંપતિઓ નોંધણી કરાવી શકે છે જે બન્ને હિન્દુ હોય, જૈન, બૌધ્ધિષ્ટ, શીખ અથવા એવા દંપતિ જેઓ એ એકબીજાના ધર્મનું રૂપાંતરણ કર્યું હોય. જયારે સ્પેશીયલ મેરેજ એક્ટ 1954માં વર કે કન્યા બંને હિન્દુધર્મ ના કે ઉપરોક્ત દર્શાવેલ ધર્મના હોય તેઓએ નોંધણી કરાવવી જરૂરી બને છે. ફોરવર્ડ માઈન્ડ ધરાવતું આજનું યુવાધન આવી બધી બાબતો પ્રત્યે ગંભીરતા દાખવતું નથી. આવી લાપરવાહીના કારણે તેઓ ક્યારેક બહુજ મોટી મુશ્કેલીમાં ફસાઈ જાય છે. કેટલાક કિસ્સામાં માતા-પિતાની વિરૂઘ્ધ જઈ અથવા જુદા જુદા ધર્મના લોકો માતા-પિતા કે સમાજના ભયથી લગ્ન નોંધણી કરાવતા નથી. ખાસ કરીને આવા દંપતિઓએ તો અચૂક લગ્ન નોંધણી કરાવવી જ જોઈએ. જેથી તેઓનું ભાવિ સુરક્ષિત રહે. લગ્ન નોંધણી માત્ર આ વાત પુરતી જ મર્યાદિત નથી. પરંતુ કોઈ સામાન્ય ડોક્યુમેન્ટેશન કરાવવાનું હોય જેમકે, ચૂંટણી કાર્ડ, લાઇસન્સ, આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે માટે મેરેજ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ અનિવાર્ય છે. સૌથી મહત્વની વાત તો લગ્નના આધારનો એક માત્ર પુરાવો એ પણ મેરેજ સર્ટીફીકેર જ છે. લગ્નના ફોટાઓ સબળ પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકાતા નથી. આ ઉપરાંત કુપનમાં નામ દાખલ કરવા માટે, વીમો ઉતરાવવા માટે, સરકારી યોજનાઓનો લાભ લેવા માટે, નોકરીમાં પેંન્શનનો લાભ લેવા માટે તેમજ વિવિધ કચેરીઓમાં પણ મેરેજ સર્ટીફીકેટ અનિવાર્ય છે. આપણે અવાર નવાર ન્યુઝ ચેનલ અને અખબારમાં સમાચાર વાંચતા જ હોઈ છીએ કે લગ્નના નામે લાખો રૂપિયાની છેતરપીંડી થાય છે. આવી ટોળકીઓનો ભોગ માત્ર અશિક્ષિત સમાજ પણ બને છે. આપણી આવી બેદરકારીના પરિણામે સમાજમાં આવી ટોળકીઓનો રાફડો ફાટી નીકળ્યો છે. આવા જ દંપતિનો એકકાશમીરનો અજીત કૌલ અને મહારાષ્ટ્રની અમિતાનો ભેટો એક ઓટો શો રૂમમાં થાય છે. અજીત જે શો રૂમમાં નોકરી કરતી હતી ત્યાં અમિતા પણ જોબ શરૂ કરે છે. ખૂબજ ટૂંકા સમયગાળામાં બન્નેને એકબીજાથી પ્રેમ થઈ જાય છે અને બન્ને લગ્ન ગ્રંથીથી જોડાય છે. અજીતનો સમગ્ર પરિવાર કાશ્મીરમાં રહેતો હોય છે. આથી તે અમિતાના નામે ગુજરાતમાં ફ્લેટ ખરીદે છે. અજીત લગ્ન બાદ અમિતાને મેરેજ રજીસ્ટ્રેશન કરાવવા માટે કહે છે. પરંતુ આવી વાતો હું માનતી નથી એવું કહી મેરેજ રજીસ્ટ્રેશનની વાત ને નકારી કાઢે છે. અજીત અને અમિતા ગુજરાતમાં લીધેલા ફ્લેટમાં સાથે રહેવા લાગે છે. થોડા સમય બાદ અજીતને કાશ્મીર જવાનું થાય છે. અમિતા આવી તકની જ રાહ જોતી હતી. અજીત જયારે પંદર દિવસ બાદ પાછો ફરે છે ત્યારે તેના ઘરમાં બીજા લોકોને રહેતા જોઈને આઘાત લાગે છે. તેઓ જણાવે છે કે મકાનમાં રહેતી લેડીએ તેમને આ મકાન વહેંચી દીધું છે. અને કહ્યું હતું કે પંદર દિવસ બાદ એક વ્યક્તિ આવીને તેનો સામાન લઈ જાશે. અજીત અમિતાને બધે શોધે છે પરંતુ તેનો પતો મળતો નથી તે ઓફિસમાંથી પણ રિઝાઈન કરીને ચાલી ગઈ હોય છે. અથાગ પ્રયત્ન બાદ અજીતને અમિતાનું સરનામું હાથ લાગે છે અને તે તેને મળવા જાય છે. અજીતને જાણવા મળે છે કે અમિતાના બીજા કોઈ મહારાષ્ટ્રીયન યુવક સાથે લગ્ન થઇ ગયા હોય છે અને તે બન્ને મેરેજ સર્ટીફીકેટ પણ હોય છે. એક નાનકડી ભૂલ અજીતની જીંદગી બરબાદ કરી નાખે છે આપણા સમાજમાં આવી છેતરપીંડીનો ભોગ આપણે ન બનીએ અથવા બીજા કોઈ પણ ન બને માટે લગ્ન નોંધણી અચુક કરાવીએ અને આ વિશે બીજાને પણ માર્ગદર્શન પુરૃ પાડીએ.

લગ્ન નોંધણી એ બહુ જ સરળ પ્રક્રીયા છે. અને તેમાં સાવ સામાન્ય ખર્ચ થાય છે. લગ્ન નોંધણીમાં આવશ્યક ડોક્યુમેન્ટ્સની યાદી નીચે મુજબ છે.

  • ફોર્મ નં 5 અને ફોર્મ નં 1(લગ્ન નોંધણી વિભાગ/ ઓનલાઈન ફોર્મ ઉપલબ્ધ છે.)
  • વરનો પાસપોર્ટ/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મનો દાખલો.
  • વરનું આઈડી પ્રુફ સરનામા સાથેનું.
  • કન્યાનો પાસપોર્ટ/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મનો  દાખલો
  • કન્યાનું આઈડી પ્રુફ સરનામા સાથેનું.
  • વરના પિતાનું આઈડી પ્રુફ સરનામા સાથેનું.
  • ગોર મહારાજ/કાજી/પાદરી આઈડી પ્રુફ સરનામા સાથેનું
  • વરના પિતા/કન્યાના પિતા/ગોર મહારાજ/કાજી/પાદરી હયાત ન હોય તો મરણનો દાખલો.
  • સાક્ષી નં ૧નું આઈ.ડી. પ્રુફ સરનામા સાથેનું (લગ્ન સમયે ૨૧ વર્ષના હોવા જોઈએ.)
  • સાક્ષી નં.૨નું આઈ.ડી. પ્રુફ સરનામા સાથેનું (લગ્ન સમયે ૨૧ વર્ષના હોવા જોઈએ.)
  • કંકોત્રી ઓરીજીનલ.
  • છૂટાછેડા કરેલ હોય તો તેનો આધાર જજ સાહેબનું હુકમનામું.
  • વિધવા/વિધુર હોય તો તેનો આધાર
  • લગ્નનો ફોટોગ્રાફ
  • આ તમામ ડોક્યુમેન્ટ્સ લગ્ન નોંધણી માટે જરૂરી છે. આ ઉપરાંત લગ્ન નોંધણી માટે કેટલીક અગત્યની માહિતી.
  • લગ્ન નોંધણી માટેના રજીસ્ટ્રાર
  • ગ્રામ પંચાયત માટે પંચાયત મંત્રી (તલાટી કમ મંત્રી)
  • મ્યુ.બરો ચીફ ઓફિસર
  • નગરપાલિકા ચીફ ઓફિસર અથવા આરોગ્ય અધિકારી
  • મહાનગરપાલિકા તબીબી અધિકારી(આરોગ્ય)
  • નવ વિસ્તાર ફોરેસ્ટર
  • નોટીફાઈડ ઍરીયા ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર
  • લગ્ન નોંધણી માટેની નિર્ધારિત ફી
  • લગ્ન નોંધણીની યાદી ૩૦ દિવસમાં રજૂ થઈ હોય તો ૱૫
  • લગ્ન નોંધણીની યાદી ૩૦ દિવસ બાદ પરંતુ ૩ માસ સુધી રજૂ થઈ હોય તો ૱૧૫
  • લગ્નની તારીખથી ૩ મહિના બાદ ૱૨૫
  • લગ્ન નોંધણી માટેના ફોર્મ લગ્ન નોંધણી રજીસ્ટ્રાર પાસેથી વિનામૂલ્યે મળી રહેશે.

આવી રીતે ખુબ જ સરળતાથી લગ્ન નોંધણી કરાવી શકાય છે.આપણે ત્યાં લગ્ન પહેલા જે રીતે થેલેશેમીયા ટેસ્ટ અંગે જાગૃતિ ફેલવવામાં આવી રહી છે તેજ રીતે આ બાબત પણ એટલીજ ગંભીર છે અને લોકોમાં જાગૃતિ ફેલાવવી જરૂરી છે. તો આવો…

લગ્ન પહેલા થેલેશેમીયા ટેસ્ટ અને લગ્ન પછી લગ્ન નોંધણી અચૂક કરાવીએ.

સ્ત્રોત:

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/3/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate