વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

જન્મ મરણ નોંધણી

જન્મ મરણ નોંધણી

જન્મ -મરણ નોંધણી અધિનિયમ - ૧૯૬૯ ગુજરાત રાજય માં તા. ૦૧/૦૪/૧૯૭૦ થી અમલમાં આવેલ છે. આ કાયદાની કલમ ૩૦ અન્વયેના નિયમો તા. ૧૮/૦૪/૧૯૭૩ થી અમલી બનેલા હતા. જન્મ -મરણ નોંધણી અધિનિયમ -૧૯૬૯ હેઠળ સમગ્ર દેશમાં જન્મ મરણ અને મૃત જન્મ ની નોંધણી ફરજીયાત કરવામાં આવે છે.

નોંધણી બાબતની કેટલી જરૂરી સુચનાઓ

 • કુટુંબમા થયેલ જન્મ અને મરણ કુટુંબની મુખ્ય વ્યકિત અથવા તેના નજીકના સગા.
 • કુટુંબ બહાર થયેલ જન્મ અને મરણ સંસ્થાનો તબીબી અધિકારી અથવા તેના ઘ્વારા અધિકૃત કરેલી વ્યકિત
 • હોસ્પીટલ / પ્રા. આ. કેન્દ્ર ઘ્ નર્સિગ હોમ વગેરે જેવી સંસ્થાઓ વ્યક્તિ
 • જેલમાં જેલર
 • બીડિંગ / લોજીંગ / ધર્મશાળા વિગેરે જેવી સાર્વજનિક સંસ્થાઓ સંસ્થાનો મેનેજર
 • સાર્વજનિક જગ્યાએ ગામનો મુખી

નોંઘણી કયા કરાવવી

ગ્રામ વિસ્તાર

તલાટી કમ મંત્રી

શહેરી વિસ્તારઃ

મહાનગર પાલીકા વિસ્તાર , આરોગ્ય અધિકારી , મ્યુનસી પાલીટી વિસ્તાર , મુખ્ય અધિકારી / આરોગ્ય અધિકારી , જંગલ વિસ્તાર , રેન્જર અને ફોરેષ્ટર

નોંધણી કયારે કરાવવી

જન્મ અને મરણ ના બનાવની નિસચિત સમય મર્યાદા બનાવ બન્યાની તારીખ થી ર૧ દિવસ ની અંદર સ્થાનિક જન્મ મરણ રજીસ્ટા્રર ની નોંધણી કચેરી એ અવશ્ય કરાવવી

ખાસ સંજોગોમાં મોડેથી આપવામાં આવેલી માહિતી બાબતે વિલંબીત નોંધણી પણ કરાવી શકાય છે.

બાળક ના નામ ની નોંધણી કરાવવી.

 • જન્મ-મરણ નોંધણીનું મહત્વ જન્મ ના બનાવ નોંધણી નિચેના હેતુ માટે પુરાવા રૂપ છે
 • શાળામાં દાખલ થવા માટે
 • નોકરી મેળવવા માટે
 • મત આપવાનો અધિકાર મેળવવા માટે
 • સામાજીક સુરક્ષાના લાભો મેળવવા માટે
 • પાસપોર્ટ મેળવવા માટે
 • ડ્રાઈવીંગ લાઈસંસ મેળવવા માટે
 • વિમા પોલીસી લેવા માટે .અન્ય હેતુ ઓ કે જયા વય મર્યાદા નકકી કરેલ છે
 • મરણ ના બનાવની નોંધણી આ બાબતો માટે જરૂરી છે.
 • પેન્શન તેમજ વિમાના કેસોની પતાવટ માટે
 • મિલ્કત તેમજ માલીક હકક ટ્રાન્સપર કરવા માટે.
 • મૃત્યુનો ચોકકસ દિવસ નકકી કરવા માટે .
 • હોસ્પીટલ આરોગ્ય કેન્દ્ર , નર્સિગ હોમ , વિગેરે જેવી સંસ્થાઓ માટે રોગ પ્રતિ રક્ષણ અને તેના ઉપાયો શાધવા માટે.
 • મૃત્યુદય ની જાણકારી મેળવવા માટે
 • જન્મ-મરણ નોંધણી ના પ્રચાર -પ્રસાર માટે અગત્યના સુત્રો
 • જન્મ મરણ નોંધણી ફરજીયાત છે.
 • તમારા કુટુંબમાં થતા દરેક જન્મ મરણ ના બનાવની નોંધણી અવશ્ય કરાવો.
 • બાળકનાં જન્મની નોંધણી રેકર્ડ માં નામ ઉમેરવાનું સરળ બનાવે છે.
 • જન્મ અને મૃત્યુની ત્વરીત નોંધણી એવ્યકિત , રાજય અને રાષ્ટ્રની સેવા છે.
 • જન્મ મરણના બનાવની જાણ નોંધણી માટે કરાવી કાયદેસર તથા જરૂરી છે. જે વ્યકિત, કુટુંબ અને રાષ્ટ્ર ના હિત માં છે .
 • ભવિષ્યની મુશ્કેલી ઓથી બચવા માટે દરેક જન્મ અને મૃત્યુની નોંધણી કરાવો .
 • શું તમે તમારા પરિવારમાં થયેલ જન્મ મરણ ની નોંધણી કરાવી છે. ?
 • આંપણુ લક્ષ છે ૧૦૦% નોંધણી.
 • જન્મ મરણ નોંધણી પ્રજા અને સરકારની વચ્ચે એક સાકળ છે.ચાલો આ સંયુકત પ્રયાસને સફળ બનાવીએ.
 • શું તમે તમારી ઉંમરની સાબીતી આપી શકો છો ? હા - જન્મ પ્રમાણ પત્ર ની મદદથી આમ કરી શકાય છે.

મરણનો ઠરાવ

3.13953488372
જીતેન્દ્ર એસ. દેસાઈ Sep 11, 2019 04:21 PM

મારો જન્મ પ્રમાણપત્ર ખોવાઈ ગયેલ છે નવું કઢાવવા માટે શું કરવું પડશે. જવાબ આપશો.

ધનજી. મકવાણા Aug 30, 2019 09:38 PM

મરણ નો દાખલો કઠવો 40વરસ પેલાનો નોંધ નથી કરાવેલ

YASHPALSINH Aug 25, 2019 11:31 PM

મારા ફાધર નું જન્મ પ્રમાણ પત્ર ૧૯૬૩ માં નીકળેલ હતું પણ હવે તે ખોવાઈ ગયેલ છે અને તેની ઝેરોક્ષ કોપી પણ નથી હવે નવું કઢાવવા માટે શું કરવું .......જવાબ આપજો

અલ્પેશભાઈ નારણભાઈ કીકાણી Jul 27, 2019 02:05 PM

મરણ નોધણી ચકાસવા બાબત

મનસુર કટલરીવાલા Jul 22, 2019 02:04 PM

જન્મના કેટલા દિવસ પછી પ્રમાણપત્ર મળે?

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top