હોમ પેજ / સમાજ કલ્યાણ / નીતિ અને યોજનાઓ / આર્થિક ઉત્કર્ષ / ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ

ઠાકોર અને કોળી વિકાસ નિગમની અલગ અલગ યોજના વિષે માહિતી છે

 • સરકારશ્રીના સામાજિક ન્યા.ય અને અધિકારીતા વિભાગના તા.૧૩/૯/ર૦૦ર ના ઠરાવથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો પૈકી ઠાકોર અને કોળી જાતિના સર્વાંગી ઉત્કાર્ષ માટે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ બોર્ડનું ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં રૂપાંતર કરવામાં આવેલ છે.
 • ગુજરાત રાજયની ઠાકોર અને કોળી તથા તેમની પેટાજાતિઓ ના સામાજીક, આર્થિક તેમજ શૈક્ષ‍ણિક ઉત્‍કર્ષ માટેની વિવિધ યોજનાઓનું અમલીકરણ.
 • ભારત સરકારશ્રીના રાષ્‍ટ્રીય પછાત વર્ગ નાણાં અને વિકાસ નિગમ, નવી દિલ્‍હીની ચેનલાઇઝીંગ એજન્‍સી તરીકે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ દ્વારા સીધા ધિરાણની યોજનાઓનો અમલ કરવામાં આવે છે.

શૈક્ષણિક લોન યોજના (ન્યુ આકાંક્ષા યોજના )

હેતુ

 • સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ઉચ્ચ વ્યવસાયિક અને ટેકનિકલ શિક્ષણ મેળવવા માટેની લોન યોજના.

લોન મેળવવાની પાત્રતા

 • અરજદાર ઠાકોર અથવા કોળી જાતિના હોવા જોઇએ
 • અરજદારના કુંટુંબની વાર્ષીક આવક ગ્રામ્ય વિસ્તા૫ર માટે રૂ. ૮૧,૦૦૦ થી ઓછી અને શહેરી વિસ્તાર માટે રૂ. ૧,૦૩,૦૦૦ થી ઓછી હોવી જોઇએ.

આવરી લેવામાં આવેલ અભ્યાસ ક્રમ

 • એમ.બીએ. અથવા તથા તેની સમકક્ષ (એ.આઇ.સી.ઇ.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યાસ ક્રમ)
 • એમ.સી.એ. માસ્ટીર ઓફ કોમ્‍૫યુટર એ૫લીકેશન અથવા તેની સમકક્ષ (એ.આઇ.સી.ઇ.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યાસક્રમ)
 • આઇ.આઇ.ટી. / એ.આઇ.સી.ઇ.ટી.ઇ. દ્રારા માન્ય સ્નાતક કક્ષાના ઇજનેરી અભ્યાસક્રમ તેમજ માન્ય વ્યવસાયિક સ્નાતક  કક્ષાના અભ્યાસક્રમ.
 • મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાએ જેને માન્યયતા આપી હોય તેવી કોલેજના તબીબી શિક્ષણના સ્નાતક  કક્ષાના અભ્યાસક્રમ.
 • મેનેજમેન્ટ કોટામાં મેળવેલ પ્રવેશના કિસ્સામાં લોન મળવા પાત્ર નથી.

લોનની રકમમાં નીચેનાનો સમાવેશ થશે.

 • પ્રવેશ ફી અને ટયુશન ફી
 • અભ્યાસક્રમ માટે જરૂરી પુસ્તકો, લેખન સામગ્રી, જરૂરી સાધનો અને પરીક્ષા ફી
 • રહેવા – જમવાનો ખર્ચ
 • વીમા – પોલીસીનું પ્રીમીયમ

યોજનાની મુખ્યમ લાક્ષણિકતાઓ

 • આ યોજના માટે લોનની મહત્તમ મર્યાદા રૂ.૧૦ લાખ સુધીની છે. વિદેશમાં અભ્યાસ માટે રૂ. ૨૦ લાખની મર્યાદા છે.
 • આ યોજનાઓમાં વ્યાયજનો દર વાર્ષીક ૪ ટકા રહેશે. વિદ્યાર્થીની માટે આ દર ૩.૫ % છે.
 • આ યોજનાઓમાં યુનિટ કોસ્ટિના માન્ય ખર્ચના ૯૦ ટકા લોન આપવામાં આવશે જયારે ૯૦ ટકા કેન્દ્દીય નિગમના, ૫ ટકા રાજય સરકાર અને ૫ ટકા લાભાર્થી ફાળાની રકમ રહેશે.
 • આ લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે લોનની વસુલાત અભ્યાસક્રમ પુરો થયેથી ૬ માસમાં કે નોકરી વ્યશવસાય મળેથી બંન્નેમાંથી જે વહેતું હોય ત્યારથી.
 • ફોર્મસ

 • ધંધાકીય લોન મેળવવાનું અરજીપત્રક માટે અહીં ક્લિક કરો
 • શૈક્ષણિક યોજનાનું ફોમ માટે અહીં ક્લિક કરો
સ્ત્રોત: ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
3.08571428571
જાલુજી. ભુબતાજી.ઠાકોર Jan 18, 2019 01:13 PM

દુકાન.બનાવીછે.લોન.જોવેસે

ઝાલા. ચંદુભાઈ અભેસિંહ Jan 02, 2019 08:55 PM

નમસ્તે..મારે દરજી કામ માટે સબસીડી આપતી લોન લેવી છે.વિગતવાર માહિતી આપશો?

ઠાકોર પ્રવિણકુમાર Sep 26, 2018 12:40 AM

સર મારે પશુપાલન ના ધંધા માટે લોન જોઈએ છે તો. લોન કેટલી મળે????

મહેશ Sep 21, 2018 09:39 AM

મંડપ ડેકોરેશન માટે લોન મળી શકે

વસંત ભાઈ કિતૅન ભાઈ સોલંકી Jun 11, 2018 10:44 PM

મને પશુપાલન લોન મળતી નથી તો મારે શું કરવું જોઈએ એની મને મને મદદ કરો

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top