વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સ્વચ્છ ભારત મિશન

સ્વચ્છ ભારત મિશન વિશેની માહિતી આપવામાં આવી છે

યુનિસેફની સહાયથી થતી પ્રવૃતિઓ

ખુલ્લામાં શૌચક્રિયા મુકત સ્થિતિને સુદ્રઢ કરવા માટે યુનિસેફની સહાયથી થતી પ્રવૃતિઓ:જિલ્લાની ખુલ્લામાં શૌચક્રિયા મુકત સ્થિતિને જાળવી રાખવા અને સુદ્રઢ કરવા માટે સતત પ્રચાર–પ્રસારના કાર્યક્રમો જરૂરી હોય યુનિસેફના સહયોગથી જિલ્લામાં શૌચાલયના ઉપયોગ, વ્યકિતગત સ્વચ્છતા અને ગ્રામિણ સ્વચ્છતાના તમામ બિંદુઓને આવરી લેતી પ્રસાર–પ્રસારની કામગીરી તા.૧૯.૧૧.ર૦૧૬ થી શરૂ કરવામાં આવી છે.
 • યુનિસેફ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ નકકી કરેલ પ્રતિષ્ઠત સંસ્થા (એ.સી.ઈ.) દ્રારા તા. ૧૯.૧૧.ર૦૧૬ ના રોજ વિશ્વ શૌચાલય દિવસ નિમિતે આ કાર્યક્રમની શુભ શરૂઆત જોટાણા તાલુકાથી કરવામાં આવેલ છે
 • આ સંસ્થા દ્રારા રોજ ૩ થી ૬ ગામોમાં શાળાઓ દ્રારા બાળકોને, સ્વ સહાય જૂથોની મદદથી મહિલાઓને અને દૂધ મંડળીઓ અને ગ્રામ પંચાયતની મદદથી ગામ જનોને પ્રચાર–પ્રસારના વિવિધ માધ્યમો દ્રારા શૌચાલયના ઉપયોગ, વ્યકિતગત સ્વચ્છતા અને ગ્રામિણ સ્વચ્છતાના તમામ બિંદુઓને આવરી લઈ જાગૃતિ વધારવાના સઘન પ્રયાસો હાથ ધરાયા છે.
 • આ સંસ્થાના અનુભવી કર્મચારીઓ તથા તેના જ સ્થાનિક સામાજીક કાર્યકરોની ટીમ દ્રારા ગ્રામજનોમાં રેલી,ફળીયા મિટીંગ, બેનર, સ્વચ્છતા શપથના માધ્યમથી તથા સાબુથી હાથ ધોવાના પ્રદર્શનથી સ્વચ્છતા બાબતે જાગૃતિ વધારવામાં આવી રહી છે.
 • લોકોની અનુકુળતા અનુસાર સ્થળ અને સમય નકકી કરી વધુમાં વધુ લોકો સાથે દિપક્ષીય સંવાદ કરવાનો પ્રસાય હાથ ધરાયો છે. આ માટે શકય હોય તે ગામોમાં મોડી સાંજની કે રાત્રિની મિટીંગોનું પણ આયોજન થઈ રહયું છે.
 • તા.૧.૧ર.ર૦૧૬ થી કડી તાલુકામાં આ કાર્યક્રમ શરૂ કરેલ છે. જેનું નિયમિત કો–ઓર્ડિનેશન વોશ કન્સલટન્ટ કરી રહયા છે.

મિશનનો હેતુ

 • ગ્રામીણ વિસ્તારોમાં સામાન્ય લોકોનું જીવનધોરણ સુધારવું
 • ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા હેઠળ વધુને વધુ વિસ્તાર આવરી લેવાની કામગીરીને વેગ આપવો.
 • ગ્રામીણ વિસ્તારોમાં શાળાઓ / આંગણવાડીને સ્વચ્છતાલક્ષી સવલતો હેઠળ આવરી લેવી અને વિદ્યાર્થીઓમાં આરોગ્યવિષયક શિક્ષણ અને સ્વચ્છતાલક્ષી ટેવોને પ્રોત્સાહન આપવું.
 • સ્વચ્છતાની બાબતમાં ખર્ચને અસર કરતી અને યોગ્ય પ્રોદ્યોગિકીઓને પ્રોત્સાહન આપવું.
 • આરોગ્ય વિષયક શિક્ષણ અને જાગૃતિ ઉભી કરીને સ્વચ્છતાલક્ષી સવલતો માટે માંગ ઉભી કરવી.
 • પીવાના પાણીના સાધનો અને ખોરાકના બગાડનું જોખમ ઓછું કરવા માટે ખુલ્લામાં મળત્યાગની પ્રવૃતિ અટકાવવી.
 • પાણીનો ઉપયોગ વિનાના જાજરૂને પરિવર્તિત કરવા અને ગ્રામીણ વિસ્તારોમાં જયાં હજી પણ માથે મેલું ઉપાડવાની પ્રથા હોય ત્યાં તે દુર કરવી.

સ્વચ્છ ભારત મિશન(ગ્રા.) અંતર્ગત સમાવેશ થતી પ્રવૃતિઓ જેમકે

સ્વચ્છ ભારત મિશન(ગ્રા.)–કાર્યક્રમ ના લાભાર્થીઓ/ધટકો

વ્યકિતગત શૌચાલય

પ્રોત્સાહક રકમ

રીમાર્કસ

બી.પી.એલ લાભાર્થી

 

રૂ.૧ર,૦૦૦/– (ભારત સરકારના રૂ.૭,ર૦૦/– અને

રાજય સરકારના રૂ.૪,૮૦૦/–

 

લાભાર્થી ધ્વારા વધુ ગુણવતા અને સુવિધા ધરાવતા સારા શૌચાલયો બનાવવા માટે ની બાંધછોડ રહેશે. જેથી લાભાર્થી પોતાની રીતે પોતે ખર્ચ કરી વધું સારુ શૌચાલય યુનિટ બનાવી શકશે.

એ.પી.એલ લાભાર્થીઓ (એસસી/એસટી, નાના અને સિમાંત ખેડુત, જમીન વિહોણા ખેડુત, કુટુંબના વડા વિકલાંગ, કુટુંબના વડા વિધવા )

રૂ.૧ર,૦૦૦/– (ભારત સરકારના રૂ.૭,ર૦૦/– અને રાજય સરકાર ના રૂ.૪,૮૦૦/–

અન્ય બાકી રહેતા તમામ જનરલ કેટેગરીના એ.પી.એલ લાભાર્થીઓ

રૂા.૮,૦૦૦/– (નિર્મળ ગુજરાત યોજના અને સ્વચ્છતા નિધી ફંડમાંથી રાજય સરકારશ્રી દ્રારા)

 

સ્વચ્છ ભારત મિશન(ગ્રા.)ના લાભાર્થીઓ/ધટકો

 

સ્ત્રોત :- ડી આર ડી એ મહેસાણા

સામુહીક શૌચાલય

ફંડની જોગવાઈ

રીમાર્કસ

જે ગામમાં વ્યકિતગત શૌચાલયો માટે જગ્યાનો અભાવ હોય તેવા સ્થળોએ રાજય સરકારની મંજુરી બાદ સામુહિક શૌચાલયો ના બાંધકામ

રૂ.ર.૦૦ લાખની મર્યાદામા

સહાય ની પધ્ધતી

ભારત સરકાર,

રાજય સરકાર

અને લાભાર્થી ફાળો. ૬૦:૩૦:૧૦

સોલીડ લીકવીડ વેસ્ટ મેનેજમેન્ટ

ફંડની જોગવાઈ

રીમાર્કસ

૧.સોલીડ એન્ડ લીકવીડ વેસ્ટ મેનેજમેન્ટ દરેક ગ્રામ પંચાયતોએ પ્રોજેકટ તૈયાર કરવાનો રહેશે.

ર.બનાવવામાં આવેલ પ્રોજેકટને રાજયકક્ષાની   (એસ.એસ.એસ.સી) સ્ટેટ સ્કીમ સેકશન કમીટી  માં મંજુર કરાવવાનો રહેશે.

૩.નિર્મળ ગ્રામ પુરસ્કૃત ગામો અથવા નિર્મળ ગામ સ્ટેટસ મેળવેલ ગામોને જ સોલીડ એન્ડ લીકવીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રાજેકટ માટે અગ્રીમતા આપવાની રહેશે.

૪.ગ્રામ વિકાસ ની અન્ય યોજના એમ.જી.એન.આર.ઈ.જી.એ. સાથે કન્વર્ઝન્સ કરી અમલી કરણ માટે જરૂરી વધારાના ફંડનો ઉપયોગ કરી શકાશે.

૧પ૦ કુટુંબવાળી ગ્રામ પંચાયતો ને રૂ.૭ લાખ /–

૩૦૦ કુટુંબવાળી ગ્રામ પંચાયતો ને રૂ.૧ર લાખ /–

પ૦૦  કુટુંબવાળી ગ્રામ પંચાયતો ને રૂ.૧પ લાખ /–

પ૦૦ થી વધુ કુટુંબવાળી ગ્રામ પંચાયતો ને રૂ ર૦ લાખ /–

પ્રોત્સાહક

રકમની મર્યાદાઃ–

ભારત સરકાર અને

રાજય સરકાર ૭૦ઃ૩૦

(અન્ય વધારા ના ફંડ માટે રાજય/ગ્રામ પંચાયત માંથી મેળવી શકાય )

2.95
Vadvi jitesh Sep 19, 2018 07:16 PM

વિશ્વ શૌચાલય દિવસ ક્યારે મનાવવામાં આવે છે

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top