অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)

પ્રસ્તાવના

સ્વચ્છ ભારત મિશન એ તમામ ગ્રામ્ય પરિવાઓ ને આવરી લઈ નિર્મળ ગ્રામ પંચાયત બનાવવા ના ઉદેશ્ય માટેની યોજના છે. જેમાં નીચે મુજબ ની કામગીરી ને પ્રાથમિકતા અપાય છે.

  • ગ્રામ પંચાયત ના દરેક BPL અને SCs/STs APL પરિવાર માટે વ્યક્તિગત શૌચાલય માટેની જોગવાઈ છે
  • જે ગ્રામ પંચાયત માં દરેક નિવસ્થાન માટે પાણી ની પૂરતી સગવડ હોય તેઓને પ્રાથમિકતા અપાય છે.
  • આવા ગ્રામ પંચાયત ની ગવર્નમેંટ સ્કૂલ્સ અને આંગણવાડી માટે સ્વચ્છતા સુવિધાઓ પૂરી પાડવાની જોગવાઈ છે.
  • નિર્મળ ગામ અને સૂચિત નિર્મળ ગામ માટે ઘન અને પ્રવાહી કચરાના નિકાલ માટે ની વ્યવસ્થા કરવામાં આવે છે.
  • પંચાયતી રાજ સંસ્થાકીય ગામ સ્વચ્છતા સમિતિ અને ક્ષેત્રિય કાર્યકર્તા ના ક્ષમતા નિર્માણ દ્વારા સ્વચ્છતા ટકાવવામાં આવે છે.

ઉદ્દેશ

  • ગ્રામીણ વિસ્તારોમાં જીવન ગુણવત્તા સુધારવી
  • ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતાં ના વ્યાપ ની ગતિ માં વધારો કરી નિર્મળ ભારત અભિયાન નો ઉદેશ્ય ૨૦૧૯ સુધી પૂર્ણ કરવો
  • લોકોને અને PRIs ને જાગૃતિ અભિયાન અને સ્વાસ્થય શિક્ષણ દ્વારા ટકાઉ સ્વચ્છતાં પ્રણાલી માટે પ્રોત્સાહિત કરવી
  • SSA અને આંગણવાડી અંતર્ગત ના આવતી ગ્રામીણ વિસ્તાર ની શાળા ને યોગ્ય સ્વચ્છતાં પ્રણાલી પૂરી પાડવી
  • સલામત અને ટકાઉ સ્વચ્છતાં માટે ઓછી ખર્ચાળ અને યોગ્ય ટેક્નોલોજી ને પ્રોત્સાહન આપવું
  • લોકો દ્વાર વ્યવથાપિત થયી શકે તેવી ઘન અને પ્રવાહી કચરાના નિકાલ પર આધારિત વ્યવસ્થા ઊભી કરી ગ્રામીણ વિસ્તારમાં સ્વચ્છતાં જાળવવી

યોગ્યતાના માપદંડ

ઘટક

માપદંડ

IEC, શરૂઆતની પ્રવુતી અને ક્ષમતા નિર્માણ

શૌચાલય ની માંગ ઊભી કરવા , બાંધકામ કરવા અને તેની જાળવણી કરવા માટે દરેક ગ્રામ પંચાયત માટે

બીપીએલ અને ખાસ એપીએલ માટે વ્યક્તિગત શૌચાલય બાંધકામ

શૌચાલય વિહોણા અને જેમને પહેલા આ યોજના હેઠળ પહેલા લાભ લીધો નથી તેવા બધાજ બીપીએલ પરિવારો. એસસી/એસટી એપીએલ પરિવારો, નાના અને સીમાંત ખેડૂતો, જમીન વિહોણાં ઘર ધરાવતા મજૂરો, શારીરિક રીતે આસકસમ કે અપંગ લોકો, સ્ત્રીઓ દ્વારા નિર્વાહ થતાં ઘર પરિવારો કે જેમને ભૂતકાળ માં આ સ્કીમ નો લાભ લીધો નથી.

સામુદાયિક શૌચાલય

વ્યક્તિગત શૌચાલય માટે જગ્યાનો અભાવ હોય તેવી ગ્રામ પંચાયત માટે

લાભાર્થી માટે રીવોલ્વીંગ ફંડ ની જોગવાઈ

ખાસ એપીએલ સિવાય ના એપીએલ, શૌચાલય બાંધકામ માટે ની રકમ ફારવવા સમર્થ ના હોય

ઘન અને પ્રવાહી કચરાના નિકાલ ની વ્યવસ્થા

ગ્રામ પંચાયત માં પરિવારો ના ઘર ની સંખ્યા પર આધારિત છે જે ની વિવિધતા ૧૫૦,૩૦૦,૫૦૦ અને ૫૦૦ ઉપર એ પ્રમાણે હોય છે

યોજનાનો લાભ

ઘટક

મહત્તમ ખર્ચ

ભારત સરકાર

ગુજરાત સરકાર

લાભાર્થી

IEC, શરૂઆતની પ્રવુતી અને ક્ષમતા નિર્માણ

રાજ્ય કક્ષાએથી ૫ % સુધી

૭૫%

૨૫%

૦%

રીવોલ્વીંગ ફંડ

૫% સુધી

૮૦%

૨૦%

૦%

બીપીએલ અને ખાસ એપીએલ માટે વ્યક્તિગત શૌચાલય

૧૨૦૦૦

રૂ. ૯૦૦૦

રૂ. ૩૦૦૦

૦%

સામુદાયિક શૌચાલય

ફૂલ કવરેજ માટે જરૂર પડતી રકમ

૬૦%

૩૦%

૧૦%

વહીવટી ખર્ચ

પ્રોજેકટ ખર્ચ ના ૨% સુધી

૭૫%

૨૫%

૦%

ઘન અને પ્રવાહી કચરાના નિકાલ ની વ્યવસ્થા

રૂ. ૭.૦૦ લાખ થી - રૂ.૨૦.૦૦ લાખ

૭૫%

૨૫%

૦%

 

 


યોજનાનો લાભ કેવી રીતે મળે?

યોજના નો લાભ તાલુકા કક્ષાએ થી લાભાર્થી ના બઁક ખાતામાં સીધુ તબદીલ કરી આપવામાં આવે છે.

નિરીક્ષણ

સ્વચ્છ ભારત મિશન ભારત સરકાર દ્વારા અમલ માં આવેલ સામુદાયિક નેતૃત્વ સાથેનું સંપૂર્ણ સ્વચ્છતા કાર્યક્રમ છે . જે માંગ આધારિત અને લોકોભિમુખ સ્વચ્છતા પ્રોગ્રામ છે. જેમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર નો નાણાંકીય હિસ્સો ૭૫:૨૫ ના પ્રમાણ માં છે. યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ ગુજરાત રાજ્ય ને વર્ષ ૨૦૧૯ સુધીમાં ખુલ્લુ મળોત્સર્જન રહિત બનાવવાનું છે.

એવોર્ડસ અને માન્યતા

ભારત સરકાર દ્વારા સંપૂર્ણ સ્વચ્છ અને ખુલ્લામાં મળોત્સર્જન રહિત ગ્રામ પંચાયતો,તાલુકાઓ ,જિલ્લાઓ અને રાજ્યોને એવોર્ડ સાથે પ્રોત્સાહન આપવા ""નિર્મળ ગ્રામ પુરસ્કાર” યોજના” ઓક્ટોબર ૨૦૦૩ માં અમલમાં આવી હતી. ગુજરાત રાજ્યને ને વર્ષ ૨૦૧૧ સુધીમાં ૨૨૮૩ નિર્મળ ગ્રામ પુરષ્કાર મળેલ છે.દેશ માં નિર્મળ ગ્રામ પુરસ્કાર મેળવવામાં ગુજરાત રાજ્ય ત્રીજા નંબરે છે.

સિદ્ધિઓ

ભારત સરકાર દ્વારા આ યોજનાના જુદા–જુદા ઘટકોનો લક્ષ્યાંક વર્ષ ૨૦૧૨ માં થયેલા બેઝ લાઇન સર્વે મુજબ મંજૂર કરવામાં આવ્યો હતો. યોજનાની પ્રગતિ ની દેખરેખ વૈજ્ઞાનિક ઢબે બનાવેલી એમઆઇએસ પદ્ધતિ થી થાય છે જે વેબસાઇટ ઉપયોગ માટે http://sbm.gov.in/sbm_new/ પર ઉપલબ્ધ છે.

વર્ષ 2004 થી સમગ્ર રાજ્યમાં આ યોજનાનો સફળતાપૂર્વક અમલીકરણ થયી રહ્યો છે. રાજ્યમાં આ યોજના ના જુદા-જુદા ઘટકો હેઠળની દશકીય પ્રગતિ ખૂબ પ્રભાવશાળી છે.

માર્ગદર્શિકા

સ્ત્રોત : કમિશ્નર ગ્રામ વિકાસની ક્ચેરી, ગુજરાત રાજય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate